________________
મતપેટીને છોડીને અન્ય કોઈ જનમતની રાજકારણીઓ પર કોઈ અસર જ નથી
- રાકેશ સિન્હા દૈનિક ભાસ્કર: તા. ૮/૬૦૦
સરકારના કોઈ પણ ગલત નિર્ણયની વિરુદ્ધમાં તમે તમારો અભિપ્રાય વ્યક્ત કરો કે આંદોલન ચલાવો, ધરણાં ધરો કે રેલી કાઢો, સરકાર એની સામે તો જ ઝૂકશે જો એને એમ લાગશે કે એની વોટ બેંક તૂટી રહી છે. બાકી, એની વોટ બેંક જો સલામત હોવાનું એને લાગશે તો તમારા ગમે તેવા ભીષણ પણ આંદોલનને તમામ રસ્તાઓ અખત્યાર કરીને પણ એ દબાવી દેશે. ડ્રાઇવિંગનું લાયસન્સ એને જ આપવામાં આવે છે કે જેને ગાડી ચલાવતા આવડતું હોય. ડૉક્ટરનું સર્ટિફિકેટ એને જ આપવામાં આવતું હોય છે કે જેને દર્દીનો ઇલાજ કરતા આવડતું હોય, શિક્ષકનું ગૌરવ એને જ આપવામાં આવતું હોય કે જેને વિદ્યાર્થીઓને ભણાવતા આવડતું હોય પણ રાજકારણ એ એવું ક્ષેત્ર છે કે જેમાં એક પણ પ્રકારની યોગ્યતાની જરૂર નથી. તમે ગુંડા હો, વ્યભિચારી હો, ખૂની હો, બદમાશ કે લબાડ હો, તમે રાજકારણમાં આવી શકો છો. શરત માત્ર એટલી છે કે મતપેટીઓ તમારા પક્ષમાં હોય !
૬૭