________________
આસ્થાને ચોટ લગાડે એવી પ્રવૃત્તિઓ પર લગામ કસવી જોઈએ
- સુષ્મા સ્વરાજ દૈનિક ભાસ્કર : તા. ૧૧/૬/૦૭
આજે તો આ દેશમાં એવું વાતાવરણ બની ગયું છે કે તમે સભ્યતાની,
સંસ્કારની, સંસ્કૃતિની, આસ્થાની કોઈ પણ વાત કરો, બુદ્ધિના વ્યભિચારીઓ પળનો ય વિલંબ લગાડ્યા વિના તમને
‘પછાત’નું, ‘જુનવાણી’નું બિરૂદ આપી જ દે.
મા સરસ્વતીનું નગ્ન ચિત્ર કોઈ બનાવે અને
તમે એની સામે હોબાળો મચાવો,
તમને તરત જ કળા [?] પ્રેમીઓ જાહેરમાં ઉતારી પાડે કે
‘વાસના તો તમારી આંખોમાં છે.
નહિતર તમે જેને “મા”નું બિરૂદ આપો છો
અને નગ્ન નાં તમે આટલા બધા આવેશમાં
શેના આવી જાઓ
શું તમારી ‘મા’ને નગ્ન જોતાં તમને આવા જ ભાવો જાગે ?’
હા. આવા કળાપ્રેમીઓને તમે એટલી જ
વિનંતી કરો કે તમારી માતાઓના નગ્ન ફોટાઓ
સ્ટુડિયોમાં તૈયાર કરીને બજારમાં એને રમતા કરી દો.
અમને ય ખ્યાલ તો આવે કે તમારા જેવા
નરબંકાઓને જન્મ આપી ચૂકેલી
તમારી માતાઓ કેટલી સૌંદર્યવતી છે !
તમને હીરોઈનો જ નગ્ન જોવા મળે એ દિવસો આ દેશમાં ગયા.
હવે તો તમે મા માનીને જેની પૂજા-અર્ચના કરતા હો
એને નગ્ન જોવાના ભવ્ય [] દિવસો આ દેશમાં આવ્યા છે અને એને ય ‘કળા’નું ગૌરવ મળી રહ્યું છે !