________________
માર્કસ યોગ્યતાને નક્કી કરવાના માપદંડ નથી
પ્રિન્સિપાલ પ્રતિમા જેવી હિન્દુસ્તાન : તા. ૨૯/૫/૦૦
શિક્ષણનો આખો ય ઢાંચો અત્યારે સ્મૃત્તિ આધારિત બની ગયો છે.
તમે સંસ્કારી છો ?
શિક્ષણમાં એની કોઈ જ કિંમત નથી.
તમે સત્ત્વશીલ છો ?
શિક્ષણનો એની સાથે કોઈ જ સંબંધ નથી.
તમે સદ્ગુણી છો ?
શિક્ષણને એની સાથે નહાવા-નિોવાનો ય સંબંધ નથી.
તમે ભલે ઉદ્ધત છો,
તમે ભલે નમાલા છો,
તમે ભલે દુર્ગુણી છો પરંતુ તમારી સ્મૃતિ છે તેજ છે,
વરસ દરમિયાન તમે જે પણ ભણ્યા છો
એની વધુ ને વધુ ઊલટી જો પરીક્ષાના સમયે
ઉત્તરપત્ર પર કરી શકો છો
તો જ તમે હોશિયાર છો,
તો જ તમે જીવનમાં આગળ વધવાની લાયકાત ધરાવો છો.
તો જ તમે વિજ્ઞાનની હરોળમાં બેસી શકો છો.
ભલે કોક કોક જગાએ માર્ક્સને યોગ્યતા નક્કી કરવાના માપદંડ
તરીકે ન મૂકવાના અવાજો ઊઠતા હોય
પણ હકીકત એ છે કે અહીં
શિક્ષણ જગતમાં ‘માર્ક્સ’ જ ‘મૂલ્ય’ નું
સ્થાન જમાવીને બેઠા છે.
કોક મર્દનો બચ્ચો આની સામે અવાજ ઉઠાવે એની રાહ જોઈએ ?
૩૧