________________
ગનકલ્યરે અમેરિકાના યુવાનોને ઘનચક્કર બનાવ્યા છે
મુંબઈ સમાચાર : તા. ૧૮/૪/૦૭
નાના છોડ પર કોઈ પણ જાતની કાપકૂપ કરવાનો તમે માળીને અધિકાર ન જ આપો તો એ છોડ આગળ જતાં જંગલ જ સર્જે, ઉપવન નહીં જ, એ બિલકુલ સીધી-સાદી સમજાય તેવી જ વાત છે ને? અમેરિકાની આ જ વ્યવસ્થા છે. ત્યાં નાનાં બાળકો ગમે તે કરે, એમનાં મા-બાપોને નથી તો એમને ખખડાવી નાખવાનો અધિકાર કે નથી તો એમને લાફો મારવાનો અધિકાર. હા, બાળકોને ત્યાંની સરકારે એક અધિકાર આપ્યો છે. ૯૧૧ નંબર પર પોલીસને બોલાવી લેવાનો અને પોલીસ સમક્ષ મા-બાપ વિરુદ્ધ ફરિયાદ કરવાનો ! આ સ્થિતિમાં ત્યાં ગનકલ્ચર ન આવે તો બીજું આવે શું? ત્યાં સ્કૂલોમાં બાળકો ‘ગન' લઈને જવા લાગ્યા છે અને આવેશના શિકાર બનીને ક્યારેક કોકને મોતને ઘાટ પણ ઉતારી રહ્યા છે. ‘સોટી વાગે ચમચમ અને વિદ્યા આવે ઘમઘમ” એક દિવસ આ દેશની આ વ્યવસ્થા હતી, આજે આ વ્યવસ્થા અહીં મશ્કરીનું કારણ બની રહી છે. અહીં પણ “નાનાં બાળકોને કોઈએ કાંઈ કહેવાનું નહીં', એ વ્યવસ્થા ગોઠવાઈ રહી છે. આખરે આ દેશનું આદર્શ અમેરિકા જ છે ને ? ગનકલ્ચર, ઘનચક્કર અને પછી સબ બદતર !