________________
‘છે
ઔધોગિક વિકાસથી જ ગરીબોનો વિકાસ થશે. |
- મુખ્યમંત્રી બુદ્ધદેવ હિન્દુસ્તાન : તા. ૮/૬/૦૭
છે
સાંભળ્યું છે કે ‘વિકાસ’નો અર્થ ક્યાંક ક્યાંક “વૃદ્ધિ પણ થાય છે. અહીં જે અવતરણ મુકાયું છે અને જો આ સંદર્ભમાં વાંચીએ કે ‘ઔદ્યોગીક વિકાસથી જ ગરીબોની સંખ્યામાં વૃદ્ધિ થશે’ તો એ એકદમ સાચું લાગે છે. કયા ક્ષેત્રમાં આ દેશે ઔદ્યોગિક વિકાસ નથી કર્યો ? ખેતરમાં ટ્રેક્ટરો આવી ગયા અને ખેડૂતો આપઘાતના માર્ગે વળવા લાગ્યા ! ઑફિસોમાં કયૂટરો આવી ગયા અને ડિગ્રીધારીઓ બેકાર થઈ જઈને અપરાધના જગતમાં વળવા લાગ્યા. કપડાંની રેડીમેડ ફૅક્ટરીઓ ખૂલી ગઈ અને હાથવણાટમાં રોકાયેલ લાખો કારીગરો બેકાર બની ગયા. મૉલ” ખુલી ગયા અને નાનાં નાનાં લાખો માણસો રસ્તા પર આવી ગયા. ઔદ્યોગિક ક્રાન્તિ વિના આ ભવ્ય [2] પરિણામ શક્ય જ ક્યાં હતું? આમે ય આ દેશની વધી રહેલ વસતિ રાજકારણીઓને અકળાવી રહી છે. ખૂનના રસ્તા તેઓ અપનાવી શકે તેમ નથી. ગરીબો વધે, તેઓ ભૂખે ટળવળી ટળવળીને ખતમ થઈ જાય તો જ વસતિ વધારાની આ સમસ્યા કંઈક અંશે હલ થાય એવું તેઓને લાગી રહ્યું છે અને એ માટેનો શ્રેષ્ઠ વિકલ્પ એક જ છે
ઔદ્યોગિક વિકાસ ! રાજકારણીઓ! તમારી સડેલી બુદ્ધિ સામે તો દુર્ગધ મારતાં મડદાંઓને ય શરમાઈ જવું પડે તેમ છે.
0.