________________
='
રોટલીનું ઠેકાણું નથી જિંદગી વિતાવવી કેવી રીતે ?
દૈનિક ભાસ્કર : તા. ૧૩/૬૦૦
છે
.
હા, આ દેશના ગામડે ગામડે અત્યારે આ અવાજ ઊઠી રહ્યો છે. 'सुजलाम् सुफलाम्, शस्यश्यामलाम्' એક દિવસ આ દેશની ધરતીની આ ઓળખને આજના રાજકારણીઓએ મશ્કરીનો અને કાં તો કિંવદંતીનો વિષય બનાવી દીધો છે. જીવવા માટેની જરૂરી બધી જ ચીજો મોઘી અને જીવવા માટે સર્વથા બિનજરૂરી બધી જ ચીજો સસ્તી, એ આ દેશને રાજકારણીઓ તરફથી વર્તમાનમાં મળેલ સૌથી મોટી ભેટ છે. લોકસભા, રાજસભા અને વિધાનસભામાં બેઠા બેઠા જેઓ પણ આ દેશને ચલાવી રહ્યા છે એ તમામને સત્તા પર હોય ત્યાં સુધીમાં તમામ વરસોમાં અઠવાડિયે એક દિવસ ફરજિયાત ગામડાના એકાદ ઝૂંપડામાં રહેવા મોકલી દેવા જોઈએ અને મજૂરી કરીને જે કમાણી કરે એમાંથી જ એ દિવસ પસાર કરવાનું કહેવું જોઈએ. ગરીબી, મોંઘવારી, બેકારી વગેરે શબ્દો એમણે આજસુધીમાં ભલે શબ્દકોશમાંજ વાંચ્યા હશે. ઝૂંપડાનો એક દિવસનો અનુભવ એમને ઘણું બધું સમજાવી દેશે.
૯૮