________________
ક્રોધથી હૃદયરોગ-હતાશા અને ફેફસાંની જાલિમ બીમારી
નવભારત ટાઈમ્સ : તા. ૦૬/૦૭
ઈષ્યએ જન્મ આપ્યો છે પ્રતિસ્પર્ધાને, પ્રતિસ્પર્ધાએ જન્મ આપ્યો છે તનાવને અને તનાવે જન્મ આપ્યો છે ક્રોધને. અને આ ક્રોધે સીધો હુમલો કર્યો છે માણસના હૃદય પર, માણસના મન પર અને માણસનાં ફેફસાં પર. આજના યુગને વિકાસયુગ, વિજ્ઞાનયુગ, વિચારયુગ વગેરે જે પણ વિશેષણો મળ્યા હોય તે પણ એક વિશેષણ તો ખાસ યાદ રાખવા જેવું છે અને એ વિશેષણ છે અસહિષ્ણુ યુગ” કોઈને ય કશું જ સહન કરવું નથી. કોઈને કોઈનું ય સાંભળવું નથી. કોઈને કોઈનું ય જતું કરવું નથી. પેટ્રોલ વગેરેની ગાડી પર લખ્યું હોય છે ને કે સળગી ઊઠે તેવો માલ' આજે માણસના માથા પર લખવું પડે તેમ છે કે “સળગી ઊઠે તેવી ખોપરી’ કોઈએ સળી કરી નથી અને માણસની ખોપટી ફાટી નથી. જગતને તો આપણે સુધારી શકવાના નથી. જાતને ક્રોધની આગમાંથી બહાર કાઢી લેશું?