________________
ન્યાયતંત્રએ પોતાની મર્યાદા ઓળંગવી ન જોઈએ
- વડાપ્રધાન ગુજરાત સમાચાર : તા. ૪/૬/૦૭
ક્રિકેટરને નાગાઈ કરવાની છૂટ અને અમ્પાયરને એમાં દાખલ કરવાની મનાઈ ? કુસ્તીબાજને કુસ્તીના નિયમો ઘોળીને પી જવાની છૂટ અને રેફરીને એમાં હસ્તક્ષેપ કરવાની મનાઈ ? પ્રજાજનોને ગુંડાગીરી કરવાની છૂટ અને પોલીસતંત્રએ એમાં દખલ કરવાની મનાઈ ? પ્રધાનોને લાંચ લેવાની છૂટ, કબૂતરબાજી કરવાની છૂટ, પ્રજાજનોનો વિશ્વાસઘાત કરવાની છૂટ, બંધારણની કલમોનું ઊંધું અર્થઘટન કરવાની છૂટ, દેશ આખાને ગીરવે મૂકી દેવાની છૂટ, બંધારણની મશ્કરી કરવાની છૂટ, સ્વિસ બેંકમાં પૈસા જમા કરવાની છૂટ અને ન્યાયતંત્રએ એમાં દખલ કરવાની છૂટ નહીં ? પૂછો આ દેશના આમ પ્રજાજનને. એ એમ જ માની રહ્યો છે આ રાજકારણીઓ થોડા-ઘણા પણ જો સખણા રહેતા હોય તો એનો યશ ન્યાયતંત્રના ફાળે જ જાય છે. વડાપ્રધાનને એટલું જ કહેવાનું મન થાય છે કે લોકસભામાં બેઠેલા ૫૪૨ ને પહેલાં મર્યાદામાં રાખો કારણ કે એ તમારો અધિકાર પણ છે. પણ ન્યાયતંત્રને મર્યાદા ન ઓળંગવાની સલાહ તમે ન આપો કારણ કે એ તમારા અધિકારનું ક્ષેત્ર નથી.
૫૧