________________
હરિયાણાના એક ગામમાં ક્રિકેટ પર
સંપૂર્ણ પ્રતિબંધ ગુજરાત સમાચાર : તા. ૪/૪/૦૭
કરોડો કલાકોની સ્મશાનયાત્રા કાઢી નાખતી ક્રિકેટની આ રમત નથી તો ખેલદિલીની રહી કે નથી તો ખાનદાનીની કે ખુમારીની રહી. આ દેશનો બહુજનવર્ગ એમ માની રહ્યો છે કે આ રમતમાં ખેલાડી, અમ્પાયર, કૅપ્ટન, પસંદગી સમિતિના સભ્યો, પીચ બનાવનાર વગેરે બધા જ ‘ફૂટી ગયેલા છે. કરોડો-અબજો રૂપિયાની ઊથલપાથલ આ મૅચના માધ્યમ આ મેચ સાથે સંકળાયેલા બધા જ લોકો કરી રહ્યા છે. આ દેશની આખી યુવાપેઢીને તેઓ રીતસરના મૂરખ અને બેવકૂફ બનાવી રહ્યા છે. ખ્યાતનામ હિન્દી કોમેન્ટેટર સુશીલ દોશીએ મને ઈદોરમાં કહેલું કે મહારાજ સાહેબ, તેંડુલકર ૦ માં આઉટ થઈ જાય છે તો દેશના યુવાનોના શ્વાસ અદ્ધર થઈ જાય છે અને દેશની સરહદ પર દેશની રક્ષા કરતા ૧૦/૧૦ જવાનો રોજ શહીદ થઈ જાય છે તો ય આ દેશનો યુવાન આંસુનું એક બુંદ પાડવા તૈયાર નથી. યુવાનોની મરી ગયેલ સંવેદનશીલતાને જીવતી કરવા આપ કંઈક કરો !' હું કરું શું?