Page #1
--------------------------------------------------------------------------
________________
પન
શ્રી બ્રહ્મચારીજી પ્રણીત
પ્રણીત
શ્રી બ્રહ્મ
પ્રજ્ઞાવબોધ
ભાગ-૧
પ્રજ્ઞાવબોધ
વિવેચન
ભાગ-૧
વિવેચન
Page #2
--------------------------------------------------------------------------
________________
પ્રજ્ઞાવબોધ-લેખક-પૂ.શ્રી બ્રહ્મચારીજી
પ્રજ્ઞાવબોધ-વિવેચન
ભાગ-૧
વિવેચક પારસભાઈ જૈન
પ્રકાશક
શ્રીમદ્ રાજચંદ્ર જ્ઞાન મંદિર, બાંધણી
Page #3
--------------------------------------------------------------------------
________________
પ્રથમાવૃત્તિનું નિવેદન
પૂજ્યશ્રી બ્રહ્મચારીજી કૃત ‘પ્રજ્ઞાવબોધ’ ગ્રંથનો સંક્ષિપ્ત અર્થ અત્રે આપીએ છીએ. આ ગ્રંથ પૂજ્યશ્રીની એક અજોડ, અદ્ભુત કૃતિ છે. આખો ગ્રંથ કાવ્યમાં હોવા છતાં તેઓશ્રીનું વિશાળ શાસ્ત્રજ્ઞાન, કાવ્યકળા તથા અનેકવિધ પ્રજ્ઞાના એમાં દર્શન થાય છે. તેમજ પરમકૃપાળુદેવ પ્રત્યેની અનન્ય પ્રેમભક્તિ દરેક પાઠની પ્રથમ ગાથામાં ઝળકી ઊઠે છે. મુમુક્ષુને પરિચિત એવા સુંદર ગેય રાગોમાં આ ગ્રંથની રચના કરી પૂજ્યશ્રીએ આપણા ઉપર અનન્ય ઉપકાર કર્યો છે. શ્રી ‘મોક્ષમાળા’ના ચોથા ભાગરૂપે આ ‘પ્રજ્ઞાવબોધ’ ગ્રંથની સંકલના પરમકૃપાળુદેવે સ્વયં ‘શ્રીમદ્ રાજચંદ્ર’ ગ્રંથના પત્રાંક ૯૪૬માં લખાવેલ છે. તેના આધારે પૂજ્યશ્રીએ આ ગ્રંથની રચના કરી છે. તથા પરમકૃપાળુદેવના પત્રોને પણ વિષયને અનુરૂપ આ ગ્રંથમાં વણ્યા છે. તે પત્રોને તે તે ગાથાઓ નીચે આ ગ્રંથમાં મૂકવામાં આવ્યા છે; જેથી તે તે ભાવોની વિશેષ દૃઢતા થાય.
તથા ‘શ્રીમદ્ રાજચંદ્ર’ ગ્રંથના પૃષ્ઠ ૬૬૪ ઉપર પરમકૃપાળુદેવે ઉપદેશમાં સ્વયં જણાવેલ છે કે “એનો ‘પ્રજ્ઞાવબોધ’ ભાગ ભિન્ન છે તે કોઈ કરશે.” તે પૂજ્યશ્રી બ્રહ્મચારીજીએ રચી પરમકૃપાળુદેવની ભવિષ્યવાણી પુરવાર કરી છે. એવા ગ્રંથો કોઈ આત્મઅનુભવી પુરુષો જ લખી શકે, બીજાનું ગજું નથી.
અગાસ આશ્રમના સભામંડપમાં ‘પ્રજ્ઞાવબોધ’ ગ્રંથ ક્રમશઃ વંચાયો ત્યારે મુમુક્ષુઓએ એવી ભાવના દર્શાવેલી કે આ સંપૂર્ણ ગ્રંથ કાવ્યમાં હોવાથી આના અર્થ જો છપાય તો સમજવામાં વિશેષ સુગમતા રહે. તેથી મુમુક્ષુઓની ભાવનાને લક્ષમાં લઈ આ અર્થ છપાવવાનો નિર્ણય કર્યો છે. સાથે ૩૨ પ્રાસંગિક રંગીન ચિત્રો ઉમેરવામાં આવ્યા છે.
આ અર્થ ગાથાને ટૂંકાણમાં ક્રમપૂર્વક કિંચિત્ સમજવા અર્થે અલ્પમતિ અનુસાર લખેલ છે. ‘સત્પુરુષના એક એક વાક્યમાં, એક એક શબ્દમાં, અનંત આગમ રહ્યા છે’ એમ પરમકૃપાળુદેવે જણાવ્યું છે તેમ આ ગાથાઓમાં પણ અનંત અર્થ સમાયેલો છે, જે જ્ઞાનીપુરુષના હૃદયમાં છે. જ્ઞાનીપુરુષ આ ગાથાઓનો વિસ્તાર કરે તો હજારો પેજ થાય એવું એમાં ગૂઢ તત્ત્વ, દૈવત રહેલું છે, કેમકે ઘણા શાસ્ત્રોનું એમાં દોહન છે. સુજ્ઞ વાચકવર્ગને અર્થમાં ક્યાંય ભાવભેદ જણાય તો ધ્યાન દોરવા વિનંતી.
આ ગ્રંથમાં અવતરણ નીચે પુસ્તકનું નામ સંક્ષેપમાં આ પ્રમાણે સમજવા યોગ્ય છે :— શ્રીમદ્ રાજચંદ્ર (વ.......) વ.=વચનામૃત. પૃ.=પૃષ્ઠ, ઉ=ઉપદેશામૃત, બો.૧, ૨, ૩= બોઘામૃત ભાગ-૧, ૨, ૩. આ ગ્રંથ મુમુક્ષુ સમુદાયને આત્મહિત સાધવામાં સહાયભૂત થાઓ એવી શુભેચ્છા સહ વિરમું છું.
—આત્માર્થ ઇચ્છક, પારસભાઈ જૈન
(૩)
Page #4
--------------------------------------------------------------------------
________________
જા
પૃષ્ઠ ૨૮૩ ૨૯૫ ૩૧૦
૨૭ ,
૦
૦
૩૨૩ ૩૩૭
ܩܢ ܘܚܰ ܩܢ ܘ ܩܢ
જ
૩પર
૩૬૬
૩૨
પ્રજ્ઞાવબોઘ-વિવેચન ભાગ-૧ની અનુક્રમણિકા પુષ્યાંક વિષય
પૃષ્ઠ પુષ્યાંક વિષય પ્રથમવૃત્તિનું નિવેદન
૨૫
જ્ઞાન પૂજ્યશ્રી બ્રહ્મચારીજીનું
| (પ) | ૨૬] ક્રિયા જીવન ચરિત્ર
આરંભ-પરિગ્રહની નિવૃત્તિ પ્રજ્ઞાવબોઘ વિવેચન :
ઉપર જ્ઞાનીએ આપેલો હિત-પ્રેરણા
ઘણો ભાર જિનદેવ-સ્તવન
શ્રી નેમિનાથ પ્રભુ ભા-૧ નિગ્રંથ ગુરુ ગીત દયાની પરમ શર્મતા
by
by a સાચું બ્રાહ્મણપણું
દાન મૈત્રી આદિ ચાર ભાવના
નિયમિતપણું સલ્ફાસ્ત્રનો ઉપકાર
જિનાગમ-સ્તુતિ પ્રમાદના સ્વરૂપનો
નવ તત્ત્વનું સામાન્ય વિશેષ વિચાર
સંક્ષેપ સ્વરૂપ મહાવીર દેવ ભાગ-૧
સાર્વજનિક શ્રેય
સગુણ * ૩
દેશ ઘર્મ વિષે વિચાર ૧૨ ત્રણ મનોરથ
૧૨૦
મૌન ૧૩ ચાર સુખશય્યા
૧૨૬
શરીર ૧૪ વ્યાવહારિક જીવોના ભેદ ૧૩૫
પુનર્જન્મ ૧૫ ત્રણ આત્મા
૧૪૩
પંચમહાવ્રત વિષે વિચાર સમ્યગ્દર્શન
૧૫૦
નિર્દોષ નર-શ્રી રામ ભા-૧ પાર્શ્વનાથ પરમાત્મા ભા-૧
૨૦૮
૩૮૮ ૩૯૪ ૪૦૧
0
૪૦૮
જી
5
به
મ.
૪૧૮ ૪૩૦
به
૧૦૩
*
*
૪૩૭
*
૪૪૩ ૪૫૩ ૪૬૩
*
૪૭૧ ૪૮૪
*
૧૯૩
*
૨
*
જ
છે.
૨૦ મહાત્માઓની અસંગતા
સર્વોત્કૃષ્ટ સિદ્ધિ અનેકાન્તની પ્રામાણિકતા મન-ભ્રાન્તિ તપ
૨૫૧ ૨૬૩ ૨૬૮
સ્વ-દેશ-બોઘ પ્રશસ્ત યોગ સરળપણું નિરભિમાનપણું | બ્રહ્મચર્યનું સર્વોત્કૃષ્ટપણું
૪૯૯ ૫૧૪ પ૨૩ ૫૩૨ ૫૪૦ ૫૪૬ ૫૫૩
૫O
Page #5
--------------------------------------------------------------------------
________________
પૂજ્યશ્રી બ્રહ્મચારીજી
Page #6
--------------------------------------------------------------------------
________________
પરમપૂજ્ય શ્રી બ્રહ્મચારીજીનું
જીવનચરિત્રા “(સંક્ષિપ્ત)
જન્મ પરમપૂજ્ય શ્રી બ્રહ્મચારીજીનો જન્મ વિક્રમ સંવત ૧૯૪પના જન્માષ્ટમીના શુભ દિને ગુજરાતના ચારુતર પ્રદેશમાં બાંઘણી નામના ગામમાં થયો હતો. જન્માષ્ટમી, મહાત્મા શ્રી કૃષ્ણનો જન્મ દિવસ છે. શ્રી કૃષ્ણનું બીજું નામ ગોવર્ઘનઘર છે, તેને અનુસરતું એમનું નામ પણ ગોવર્ધન રાખવામાં આવ્યું.
તેમના પિતાશ્રીનું નામ શ્રી કાળિદાસ દ્વારકાદાસ હતું. તેઓ મહાત્મા શ્રી કૃષ્ણના પરમભક્ત હતા. મંદિરના જીર્ણોદ્ધાર વગેરેમાં દ્રવ્ય ખર્ચતા. મથુરાની ત્રીજી યાત્રા કરી મર્યાદા (મરજાદ) લઈ આવ્યા, અને પોતાની અંતિમ અવસ્થા કુટુંબથી દૂર રહી તેમણે ભગવભક્તિમાં પૂર્ણ કરી.
તેમના માતુશ્રીનું નામ જીતાબા હતું. તેઓ પણ ભક્તહૃદયી હતા. પુત્રનો જન્માષ્ટમીનો જન્મ તેમજ જન્મથી જ તેને પરમ શાંત, આનંદી જોઈને તેમને થતું કે આ કોઈ દૈવીપુરુષ છે. એક વખત જોષીએ પુત્રના જમણા પગના ઢીંચણે લાક્ષણિક ચિહ્ન જોઈને ઊમળકાથી કહ્યું–આ તો કોઈ મહાપુરુષ છે! આ વચનો સાંભળી માતાની એ માન્યતા વિશેષ દ્રઢ થઈ, અને જન્માષ્ટમીએ જન્મેલા પોતાના પુત્રમાં તેમને બાલકૃષ્ણ ગોવર્ધનના દર્શન થયા.
બાલ્યાવસ્થા ઉંમર વધતા તેમનું વિશાળ ભાલ, ગાલે ખંજન, કાનની ભરાવદાર બટ્ટીઓ તેમજ ગૌર વદન પર નિર્દોષ હાસ્ય સૌને આનંદનું કારણ થતું. બાળવયથી જ તેઓ સ્વભાવે શાંત, વિનયી, બુદ્ધિશાળી અને આજ્ઞાંકિત હતા.
અભ્યાસકાળ મેટ્રિક સુધીનો અભ્યાસ તેમણે પેટલાદ બોર્ડિંગમાં રહી કર્યો. ત્યાં આદર્શ શિક્ષક તરીકે નામાંકિત થયેલ શ્રી કરુણાશંકર માસ્તરના સાહિત્યપ્રેમ અને ઉચ્ચ આદર્શોથી પ્રભાવિત થઈ પોતે સુંદર કાવ્યો લખતા થયા અને વાંચનનો શોખ પણ વધ્યો. તેમજ ત્યાં શ્રી મોતીભાઈ અમીનની નિઃસ્વાર્થ સેવાથી અંજાઈ, દેશોદ્ધારની ભાવના પણ જન્મી. બાલવયથી કરુણાળુ સ્વભાવ હોવાથી તેઓ પોતાને મળતા ઈનામો અને સ્કૉલરશિપનો ઉપયોગ ગરીબ વિદ્યાર્થીઓની મદદ માટે કરતા. મેટ્રિક પછી વડોદરામાં આર્ટ્સ કૉલેજમાં જોડાયા. અભ્યાસ ઉપરાંત, બીજાં ઘણું વાંચતા. તેમને મન સમય અમૂલ્ય હતો. તેથી પળેપળનો તેઓ ઉપયોગ કરી જાણતા. તે જોઈ બીજા ઘણા વિદ્યાર્થીઓ પણ તેમનાથી પ્રભાવિત થતા.
વડોદરાથી ઈન્ટર આર્ટ્સ પાસ કરી પેટલાદ બોર્ડિંગનાં જૂના મિત્રોને મળવાનું થયું. દેશને સ્વતંત્ર કરવા કાયદાની કલમે નહીં પણ ઉચ્ચ પ્રકારનું શિક્ષણ મેળવી, દેશભરમાં પ્રજાને જાગૃત કરી, સ્વતંત્રતાનું ખમીર રેડવું એમ સંકલ્પ કર્યો. સર્વત્ર અંગ્રેજીનું વિશેષ મહત્ત્વ હોવાથી તે સંબંધી ઉચ્ચ કોટીનું જ્ઞાન પ્રાપ્ત કરવા મુંબઈની વિલ્સન કૉલેજમાં જોડાયા. ઈસ્વી સન્ ૧૯૧૪માં બી.એ. પાસ કરી બોમ્બે પ્રેસિડેન્સીમાં પ્રસિદ્ધ થયેલ વિદ્વાન પ્રોફેસર સ્કૉટ પાસેથી અંગ્રેજી સાહિત્યનું એવું ઉચ્ચ કક્ષાનું જ્ઞાન મેળવ્યું કે તેમના * શ્રી શાંતિભાઈ પટેલ દ્વારા રચિત “જીવનરેખા”ના આઘારે સંક્ષિપ્ત કરનાર - શ્રી પારસભાઈ જૈન, અગાસ આશ્રમ
Page #7
--------------------------------------------------------------------------
________________
લેખો ટાઈમ્સ ઑફ ઇન્ડિયામાં પણ છપાવા લાગ્યા. સંયુક્ત કુટુંબ (Joint Family) ઉપર લખેલો તેમનો લેખ ઘણો જ પ્રસિદ્ધિ પામ્યો હતો.
આદર્શ શિક્ષક તેઓશ્રી હવે ગ્રેજ્યુએટ થયા તેથી માતુશ્રી તેમજ મોટા ભાઈના મનમાં થયું કે હવે તેઓ મોટા અમલદાર બનશે. પણ તેઓશ્રીના મનમાં દેશોદ્ધાર અને જનસેવાની ભાવના નાનપણથી જ ઘર કરી ગયેલી. તેથી તેમને મન તો આખી સૃષ્ટિ જ પોતાનું કુટુંબ હતું. “વસુધૈવ કુટુંબકમ્”
શ્રી મોતીભાઈ અમીનની આગેવાની હેઠળ ચરોતર એજ્યુકેશન સોસાયટીની સ્થાપના થઈ. તેમાં પોતે ઈ.સન્ ૧૯૧૫માં સ્વયંસેવક તરીકે જોડાયા. ત્યાંથી તેઓ માત્ર પોતાના ભરણ પોષણ જેટલું જ મહેનતાણું લેતા. આણંદમાં ઈ.સન્ ૧૯૨૦-૨૧માં દાદાભાઈ નવરોજી (ડી.એન.) હાઈસ્કૂલમાં બે વર્ષ હેડમાસ્તર તરીકે સેવા બજાવી. તે બન્ને વર્ષે મેટિક કક્ષાનું પરિણામ સો ટકા આવ્યું હતું. વિદ્યાર્થીઓને ભણાવવામાં તેઓ એવા તલ્લીન થઈ જતા કે પિરિયડના અંતે ઘંટના ટકોરા પણ તેમને સંભળાતા નહીં.
- વિદ્યાર્થીઓને સુઘારવાની આગવી રીત | વિદ્યાર્થીનો ગમે તેવો ગુનો હોય તો પણ તેને તે વખતે નહીં પણ બીજે દિવસે જ શિક્ષા કરવી એમ શિક્ષકોને ભલામણ કરેલી. આથી શિક્ષકનો તાત્કાલિક આવેશ સમાઈ જતો અને વિદ્યાર્થીને સુઘરવાની તક મળતી. તેમજ શિક્ષક અને વિદ્યાર્થી વચ્ચેનો સંબંઘ મીઠો બનતો.
છાત્રાલયમાં અમુક વિદ્યાર્થીઓ કૂવે સ્નાન કરી ઘોતિયા ઘોયા વગર ત્યાં ને ત્યાં જ રહેવા દેતા. એક બે વખત તેઓશ્રીએ ઘોતિયા જાતે જ ઘોઈ વિદ્યાર્થીઓની ઓરડીએ સૂકવી દીધા. તેથી શરમાઈને વિદ્યાર્થીઓએ પોતાની ટેવ સુઘારી દીથી.
આચાર્ય થવા સમ્યકજ્ઞાન અને ઉત્તમ આચાર ડી.એન. હાઈસ્કૂલ ‘વિનયમંદિર' બનતાં તેઓ હેડમાસ્તરને બદલે ‘આચાર્ય થયા. તેઓને મન તો આચાર્ય” થવા માટે સાચું જ્ઞાન અને ઉત્તમ આચાર જોઈએ; તેમજ મન, વાણી અને વર્તનની એકતા જોઈએ; તેના વિના ‘આચાર્ય” કહેવડાવવું યોગ્ય નથી. તે યોગ્યતા લાવવા શ્રી અરવિંદ કે તેવા કોઈ મહા પુરુષ પાસે જઈ જીવન ઉન્નત કરવાની તેમને ઝંખના જાગી. અગાઉની દેશોદ્ધારની ભાવના હવે આત્મોદ્ધાર કરવા ભણી વળી.
મહાપુરુષનું મિલન અને જીવનપલટો સંવત્ ૧૯૭૭ની દિવાળીની રજાઓમાં તેઓશ્રી બાંધણી આવેલા. ત્યાં શ્રી ભગવાનભાઈ પાસેથી પરમપૂજ્ય પ્રભુશ્રીજીનું નામ સાંભળી, દશેરાના દિવસે તેમની સાથે અગાસ આશ્રમમાં આવ્યા. આશ્રમમાં રાયણ તળે પ.પૂ.પ્રભુશ્રીજીના પ્રથમ દર્શનથી તેમજ બોઘથી તેમને ઘણો જ સંતોષ થયો. પૂર્વના સંસ્કારે તેમને મનમાં થયું કે પિતાશ્રીની સેવા તો ન મળી; પણ આ મહાપુરુષની જો સેવા મળે તો જીવન સફળ થઈ જાય, કૃતાર્થ થઈ જાય.
મંત્રદીક્ષા પ.પૂ.પ્રભુશ્રીજીએ વાત્સલ્યભાવથી પૂ.શ્રી બ્રહ્મચારીજીને કાળી ચૌદશ જેવા સિદ્ધિયોગને દિવસે મંત્ર
(૬)
Page #8
--------------------------------------------------------------------------
________________
દીક્ષા આપી અને પોતાની સેવામાં રહેતા શ્રી મોતીભાઈ ભગતજીને ઉલ્લાસમાં આવી કહ્યું કે “આવું સ્મરણ મંત્ર હજી સુધી અમે કોઈનેય આપ્યું નથી.’’
“પવિત્ર પુરુષોની કૃપાદૃષ્ટિ એ જ સમ્યક્દર્શન છે” –શ્રીમદ્ રાજચંદ્ર. જીવનનો નિશ્ચય
પ.પૂ.પ્રભુશ્રીજીએ તેઓને તત્ત્વજ્ઞાનમાં મંત્ર ઉપરાંત કેટલાક છૂટક વચનો લખી આપેલ. તેમાં “સ્વચ્છંદ ટાળી અપ્રમત્ત થા, જાગૃત થા. પ્રમાદથી મુક્ત થઈ સ્વરૂપને ભજ’ ઇત્યાદિ વચનોએ તેમને ખૂબ જાગૃત કર્યા. તેથી તેમણે મનમાં નિશ્ચય કર્યો કે હવે મારે સ્વચ્છંદ તજી, પ્રમાદ છોડી, પ.પૂ.પ્રભુશ્રીજીની સેવામાં જોડાઈ જવું.
“આજ્ઞા એ જ ધર્મ, આજ્ઞા એ જ તપ”
એક વાર પ.પૂ. પ્રભુશ્રીજી અમદાવાદ હતા. તેઓશ્રીના વિરહથી રહ્યું ન ગયું. તેથી પૂ.શ્રી બ્રહ્મચારીજી ભાડાના પૈસાની પૂરી ગણતરી કર્યા વિના જ સીધા અમદાવાદ ગયા. ત્યાં પ.પૂ. પ્રભુશ્રીજીના દર્શન કરી ઊભા રહ્યાં. પ.પૂ.પ્રભુશ્રીજીએ તેમને પ્રસાદ અપાવ્યો. તે આરોગી પાછા તેઓશ્રીની પાસે આવ્યા, ત્યારે પ.પૂ.પ્રભુશ્રીજીએ કહ્યું ‘‘પ્રભુ! પધારો.’’ પૂજ્યશ્રી તેમના દર્શન કરી ‘ઞજ્ઞા ગુરુળામ્ વિચારળીયા'ની જેમ આજ્ઞા શિરોધાર્ય કરી વિના વિલંબે ત્યાંથી સીધા રવાના થઈ આખી રાત ચાલીને સવારે આણંદ ઘેર પાછા આવી પહોંચ્યા. તેઓને મન ‘આજ્ઞા એ જ ધર્મ અને આજ્ઞા એ જ તપ' હતું, એ વાતની કસોટી થઈ. “આમ કોઈ કોઈ કંઈ કામ કાઢી જશે”
તેઓશ્રીના લગ્ન માત્ર તેર વર્ષની નાની વયે જ થઈ ગયેલા. તેમના ધર્મપત્ની પોતાના પુત્ર જશભાઈને માત્ર અઢી વર્ષના જ મૂકી સ્વર્ગસ્થ થયા. તેથી ચિરંજીવી જશભાઈની સંભાળ રાખવાનું તેમજ તેનામાં સુસંસ્કાર પડે તે માટે તે કામ પોતાની ફરજ સમજીને જાતે જ કરતા અને પોતાના સસરા સાથે આણંદમાં જ રહેતા. તેઓશ્રીને સ્વજનો તરફથી ફરી પરણાવવાની તૈયારી થયેલી. પણ પ્રભુશ્રીજીની સેવામાં તે પ્રતિબંઘરૂપ લાગવાથી ન પરણવાનો વિચાર તેમણે મક્કમ રાખ્યો હતો. તે સમયે ત્યાગ વૈરાગ્યની વૃત્તિ પણ પ્રબળ હતી અને ફરજનું ભાન પણ તીવ્ર હતું. તેથી દર અઠવાડિયે આશ્રમમાં આવવાને બદલે હવે પાસ લઈ દ૨૨ોજ રાત્રે આશ્રમમાં પ.પૂ. પ્રભુશ્રીજી પાસે આવી સવારે આણંદ જવાનું રાખ્યું.
""
એક વાર પ.પૂ.પ્રભુશ્રીજીએ જણાવ્યું “ આ ગિરધરભાઈ રોજ પાસ લઈ આણંદથી આવે છે. વાંચન કરે છે, તેમાંય પહેલાના કરતાં કેટલો ફેર ! બધું મૂકી દીધું. એમ આ પ્રમાણે કોઈ કોઈ કંઈ કામ કાઢી જશે.' બ્રહ્મચર્ય દીક્ષા
પૂ. શ્રી બ્રહ્મચારીજીને પ.પૂ.પ્રભુશ્રીજીની સેવામાં રહેવાની તીવ્ર ઉત્કટ ભાવના જાગી. તે અર્થે પોતાના મોટા ભાઈ શ્રી નરશીભાઈને સવિસ્તર પત્ર લખી પોતાના પુત્ર ચિ.જશભાઈને તેમના હાથમાં સોંપી, પ.પૂ.પ્રભુશ્રીજીની આજ્ઞા મેળવી, સંવત્ ૧૯૮૧માં સર્વસંગપરિત્યાગ કરી તેઓશ્રીની સેવામાં સર્વોપર્ણપણે જોડાઈ ગયા. તેમની સત્પાત્રતા જોઈ પ.પૂ.પ્રભુશ્રીજીએ તેમને ‘બ્રહ્મચર્ય દીક્ષા' અંગીકાર કરાવી. તે વખતે આશ્રમમાં બીજા બ્રહ્મચારી ભાઈઓ હોવા છતાં પ.પૂ.પ્રભુશ્રીજી તેમને જ ‘બ્રહ્મચારી’ એવા નામથી બોલાવતા. તેથી અનુક્રમે તે યથોચિત સંબોધન વિશિષ્ટતાને પામ્યું, અને તેઓશ્રી
Page #9
--------------------------------------------------------------------------
________________
“બ્રહ્મચારીજી'ના નામે જ સર્વત્ર ઓળખાવા લાગ્યા.
નિશદિન નૈનમેં નીંદ ન આવે, નર તબ હી નારાયણ પાવે પૂ.શ્રી બ્રહ્મચારીજી રોજ રાત્રે ભક્તિ પછી અગિયાર વાગ્યા સુધી પ.પૂ.પ્રભુશ્રીજી પાસે વાંચન કરતા; બાર-બે વાગ્યા સુધી ડાયરીઓ, ઉતારા, પુસ્તકોનું સંકલન, ભાષાંતરો તેમજ મુમુક્ષુઓના પત્રોના જવાબો લખતા અને સવારમાં વહેલા ત્રણ વાગે પ.પૂ. પ્રભુશ્રીજી પાસે ગોમ્મસાર આદિ શાસ્ત્રોનું વાંચન કરતા. ત્યાર પછી ભક્તિ અને પ.પૂ. પ્રભુશ્રીજીની સેવામાં આખો દિવસ સતત હાજર રહેતા. કોઈ જિજ્ઞાસુ મુમુક્ષુ પ.પૂ.પ્રભુશ્રીજી પાસે મંત્ર લેવા આવે ત્યારે પૂ. શ્રી બ્રહ્મચારીજીને મંત્ર આપવાની તેઓશ્રી આજ્ઞા કરતા. આમ પ્રબળ પુરુષાર્થ પૂજ્યશ્રીએ આદર્યો હતો. ઊંઘ નજીવી જ લેતા. નૈષ્ઠિક બ્રહ્મચર્યના પ્રતાપે અત્યંત શ્રમ કરતા છતાં પણ હંમેશા આનંદમાં જ રહેતા. “નિશદિન નૈનમેં નીંદ ન આવે, નર તબ હી નારાયણ પાવે.’ એ મુદ્રાલેખને જ જાણે ચરિતાર્થ કરતા હોય એમ જણાતું હતું.
ગુરુગનની પ્રાપ્તિ સંવત્ ૧૯૮રમાં પ.પૂ. પ્રભુશ્રીજીએ પરમકૃપા કરી ‘સમાધિશતક' મનન અર્થે તેમને આપ્યું. તેનો છ છ વર્ષ સ્વાધ્યાય કરી એવું તો પચાવ્યું કે તેના ફળમાં પ.પૂ. પ્રભુશ્રીજીએ સંવત્ ૧૯૮૮ના જેઠ સુદ નવમીના દિવસે પૂ.શ્રી બ્રહ્મચારીજીને, યોગ્યતા વિના ભલભલાનેય ન મળે તેવી અપૂર્વ વસ્તુ “ગુરુગમ” આપી. પ્રસંગોપાત્ત પ.પૂ.પ્રભુશ્રીજીએ જણાવ્યું કે એને સમ્યગ્દર્શન છે એ જ એને છાપ છે. છાપની જરૂર નથી.
ઘર્મની સોંપણી ૫.ઉ.પ.પૂ. પ્રભુશ્રીજીએ, પોતાનું કાર્ય પૂરું કરી જીવનલીલાને સંકેલી લેવા માગતા હોય તેમ સં. ૧૯૯૨ના ચૈત્ર સુદ પાંચમના પવિત્રદિને માર્ગની સોંપણી કરી. તેમાં “મુખ્ય બ્રહ્મચારી સોંપણી” એમ જણાવ્યું. તેમજ પૂજ્ય શ્રી બ્રહ્મચારીજીને ખાનગીમાં પણ આ સોંપણી સંબંધી જણાવ્યું. “મંત્ર આપવો, વીસ દોહરા, યમનિયમ, ક્ષમાપનાનો પાઠ, સાત વ્યસન, સાત અભક્ષ્ય જણાવવાં. તને ઘર્મ સોંપું છું.”
-(શ્રી બ્રહ્મચારીજીની નોંધપોથી) ઘર્મ એટલે શું?
“ઘર્મ એ વસ્તુ બહુ ગુપ્ત રહી છે. તે બાહ્ય સંશોઘનથી મળવાની નથી. અપૂર્વ અંતર સંશોઘનથી તે પ્રાપ્ત થાય છે. તે અંતર સંશોધન કોઈક મહાભાગ્ય સગુરુ અનુગ્રહે પામે છે.” -શ્રીમદ્ રાજચંદ્ર (પત્રાંક ૪૭)
એવો “ધર્મજ ગુપ્ત છે તે આ દુષમકાળમાં મહાપ્રભાવશાળી એવા પ.ઉ.પ.પૂ.પ્રભુશ્રીજીને, પરમઇષ્ટદેવ પરમાત્મસ્વરૂપ પરમકૃપાળુ શ્રીમદ્ રાજચંદ્ર પ્રભુ દ્વારા મળ્યો. તે જ “ગુ ઘર્મ” ૫.ઉ.પ.પૂ.પ્રભુશ્રીજીએ પોતાના સંપૂર્ણ જ્ઞાતિ શિષ્ય પૂ.શ્રી બ્રહ્મચારીજીને તેમની સત્પાત્રતા અને અધિકારીપણું જોઈને અનંત કૃપા કરી આપ્યો. તેઓશ્રીની સત્પાત્રતાના સંબંધમાં એક વાર સંવત ૧૯૭૯ના ચૈત્ર મહિનામાં રાત્રે ૧૦ વાગ્યે ૫.ઉ.પ.પૂ. પ્રભુશ્રીજી પૂર્ણ ઉલ્લાસમાં આવી ૫૦-૬૦ મુમુક્ષુઓ તેમજ શ્રી માણેકજી શેઠ સમક્ષ બોઘમાં બોલ્યા કે “પરમકૃપાળુદેવના માર્ગનું મંડાણ થઈ ચૂક્યું છે. અમે અમારી પાછળ એક બ્રહ્મચારી મૂકી જઈશું. જે પરમકૃપાળુદેવના માર્ગનો પરમ ઉદ્યોત કરશે, પરમ પ્રભાવના કરશે.”
બીજા પ્રસંગે પણ શ્રી માણેકજી શેઠ, શ્રી જીજી કાકા અને શ્રી કલ્યાણજી કાકા વગેરે મુમુક્ષુઓએ
(૮)
Page #10
--------------------------------------------------------------------------
________________
આશ્રમના ભાવિ હિત માટે ચિંતા વ્યક્ત કરતાં પ.પૂ.પ્રભુશ્રીજીને પૂછ્યું : “પ્રભુ! આપના પછી અમારે આઘાર કોણ?” પ્રત્યુત્તરમાં પ.પૂ.પ્રભુશ્રીજી બોલ્યાઃ “જેની આણે જમનાજી માગ આપે એવો કૃષ્ણ જેવો બાળ બ્રહ્મચારી અમે પાછળ મૂકતા જઈશું, જે અમારી સેવામાં ૧૧ વર્ષ રહેશે.” તેઓશ્રીના સાતિશય વચનો પ્રમાણે જ પૂ.શ્રી બ્રહ્મચારીજી ૧૧ વર્ષ તેઓશ્રીની સતત સેવામાં રહ્યાં, અને ત્યાર પછી પણ ૧૮ વર્ષ પ.પૂ.પ્રભુશ્રીજીની આજ્ઞાનુસાર ઘર્મની ધુરા સંભાળી પરમકૃપાળુદેવના માર્ગનો પરમ ઉદ્યોત કર્યો.
એક વાર પ.પૂ.પ્રભુશ્રીજીની છેલ્લી વિશેષ માંદગી જોઈને આશ્રમના ઉપપ્રમુખ શ્રી પુનશીભાઈ શેઠના ઘર્મપત્ની શ્રી રતનબહેને પ.પૂ.પ્રભુશ્રીજીને પૂછ્યું: “પ્રભુ! આપના પછી અમારે આઘાર કોણ?” ત્યારે પ્રભુશ્રીજી બોલ્યા : (પૂ.શ્રી બ્રહ્મચારીજીનો હાથ પકડી તેમને બતાવી કહ્યું:) “અમે આને મૂકી જઈએ છીએ. ગાદી ખાલી નથી. અમારી આગળ જેમ પેટ ખોલીને વાત કરે છે તેમ બધી વાત આને કરવી. આ (બ્રહ્મચારીજી) કુંદન જેવો છે. જેમ વાળીએ તેમ વળે છે.” આ સાંભળી તેમના મનને શાંતિ થઈ ગઈ.
વિરહાગ્નિ હવે સંવત્ ૧૯૯૨ના વૈશાખ સુદ ૮ના પવિત્ર દિને પ.પૂ. પ્રભુશ્રીજીનું નિર્વાણ થવાથી પૂ. બ્રહ્મચારીજીના માથે સકળ સંઘની જવાબદારી આવી પડી. તેમજ પ્રભુશ્રીજીનો વિરહ પણ તેમના માટે અસહ્ય થઈ પડ્યો. તે વિરહને હળવો કરવા પ.પૂ.પ્રભુશ્રીજીનું જીવન ચરિત્ર તેમણે લખવું શરૂ કર્યું. તેમજ પ.પૂ. પ્રભુશ્રીજી જે જે તીર્થોમાં વિચરેલા તે તે તીર્થોની યાત્રા કરી. પણ તેમ કરવાથી તો પ.પૂ. પ્રભુશ્રીજીની સ્મૃતિ વિશેષ તાજી થઈ અને વિરહાગ્નિ વઘારે ભભૂકી ઊઠ્યો. આખરે તેનું ફળ, પરમકૃપાળુદેવ લખે છે તેમ, સુખદ આવ્યું કે “અતિશય વિરહાગ્નિ હરિ પ્રત્યેની જલવાથી સાક્ષાત્ તેની પ્રાપ્તિ હોય છે. તેમજ સંતના વિરહાનુભવનું ફળ પણ તે જ છે.” તે જ પ્રમાણે યાત્રાની અંતિમ રાત્રિએ સંવત્ ૧૯૯૩ના જેઠ વદ ૬ના દિવસે તેઓશ્રીને અપૂર્વ બ્રહ્મ – અનુભવ થયો તે પોતાની ડાયરીમાં “ઘર્મરાત્રિ” નામના કાવ્યમાં પ્રકાશે છે :
ઘર્મરાત્રિ “યાત્રાની અંતિમ રાત્રિએ, જાગૃત ભાવ જણાયો રે; માંગલિક શુભ અધ્યવસાયે, અંધકાર ગમાયો રે. શાંત સુરાત્રિ આત્મહિતમાં, ઘર્માત્મા જન ગાળે રે;
તો કળિકાળ નડે નહિ તેને, બ્રહ્મ અપૂરવ ભાળે રે.” થોડા સમય બાદ અનુભવ જ્ઞાનની સાક્ષીરૂપ તેમણે “વિવેક બાવની' નામનું કાવ્ય રચ્યું તેમજ “જ્ઞાનસાર” અને “જ્ઞાનમંજરી” જેવા ગહન ગ્રંથોના અનુવાદ પણ કર્યાં.
અનન્ય ગુરુભક્તિ પૂજ્યશ્રીના તીવ્ર સપુરુષાર્થની પાછળ અખૂટ આંતરિક બળ શું હતું? તો કે તેઓશ્રીની અનન્ય ગુરુભક્તિ. તેઓશ્રી કહેતા “જ્ઞાન જ્ઞાનીમાં છે. તેની પ્રાપ્તિ માટે સૌથી સુગમ અને સચોટ ઉપાય આ કાળમાં એક માત્ર પરમકૃપાળુદેવની ભક્તિ છે.” પોતે તો જાણે સદૈવ પરમકૃપાળુદેવની ભક્તિમાં જ તન્મય હોય એમ તેમની મુદ્રા, વાણી અને વર્તનથી જણાતું.
પૂજ્યશ્રી એક કાવ્યમાં લખે છે –
Page #11
--------------------------------------------------------------------------
________________
નથી નાથ જગમાં સાર કાંઈ, સાર સદગુરુ પ્યાર છે.” તેઓને મન સદ્ગુરુ પરમકૃપાળુદેવની ભક્તિ એજ “સહજાત્મસ્વરૂપ પ્રગટાવવાનો સાચો ઉપાય હતો.
તેઓશ્રીની પરમ અલૌકિક નિષ્કામ પ્રેમ-ભક્તિનું દર્શન તેમણે રચેલ “પ્રજ્ઞાવબોઘ'ના દરેક પાઠની પ્રથમ ગાથામાં થાય છે. આ ગ્રંથની રચના વિશેષપણે રાત્રિના સમયે થયેલ છે. આમ રાતદિવસ ધ્યાન અને સ્વાધ્યાયરૂપ સતત પુરુષાર્થના ફળસ્વરૂપે આત્મદશા વર્ધમાન થઈ તેઓશ્રીને વિશિષ્ટ આત્મઅનુભવ પ્રગટ થયો.
સદ્ગુરુ સ્વરૂપની અભેદરૂપે પ્રાપ્તિ સંવત ૧૯૯૬ના વૈશાખ વદ નવમીને દિવસે, ગુરુવારે પૂજ્યશ્રી પોતાની ડાયરીમાં નોંધે છે -
“આજ ઊગ્યો અનુપમ દિન મારો, તત્ત્વપ્રકાશ વિકાસે રે;
ઇન્સદ્ગુરુ સ્વરૂપ અભેદ અંતરે, અતિ અતિ પ્રગટ પ્રભાસે રે.” ભાવાર્થ – આત્મતત્ત્વનો પ્રકાશ વિકસિત થવાથી આજનો દિવસ મારા માટે અનુપમ છે. સદ્ગુરુ પરમકૃપાળુદેવનું સહજ સ્વરૂપ મારા અંતરાત્મામાં અભેદરૂપે અત્યંત અત્યંત પ્રત્યક્ષ પ્રકૃષ્ટપણે ભાસી રહ્યું છે, અર્થાત્ અભેદરૂપે અત્યંત અત્યંત પ્રગટ સ્પષ્ટ અનુભવમાં આવી રહ્યું છે.
પરમાત્મપદના આનંદમાં ઝીલ્યા ત્યાર પછી તો પૂ.શ્રી બ્રહ્મચારીજીનું જીવન આનંદની લહેરીઓથી વિશેષ ઊભરાવા લાગ્યું. આ વિષે પૂજ્યશ્રીના અગ્નિસંસ્કાર વખતે આશ્રમના એક વિચારવાન ટ્રસ્ટી શ્રી પરીખજીએ તેઓશ્રીને આપેલ અંતિમ અંજલિમાં તેનું સ્પષ્ટ દિગ્દર્શન થાય છે “પરમકૃપાળુ લઘુરાજ સ્વામીના દેહાવસાન પછી લગભગ સત્તર વર્ષ સુધી તેઓશ્રી (પૂ.શ્રી બ્રહ્મચારીજી) પરમાત્મપદના આનંદમાં અતિ ઉત્સાહપૂર્વક પોતે ઝીલ્યા અને આપણ સર્વ મુમુક્ષુઓને ઝિલાવ્યા. તે માટે સ્વપરહિતાર્થે જ અપ્રમત્તપણે જેણે જીવન ગાળ્યું એવા આ પાવન આત્માની ગુણસ્મૃતિ શું કરી શકાય?” તેઓશ્રીનું આનંદી ગૌર વદન પરમાત્માના સચ્ચિદાનંદ સ્વરૂપની ઝાંખી કરાવતું, અને ઘર્મ પરમ આનંદ રૂપ છે એમ જણાતું.
નિર્દોષ વ્યક્તિત્વ સ્વભાવમાં નિર્દોષતાને કારણે તેઓશ્રીમાં વિશ્વબંધુત્વની ભાવના હતી. હર કોઈને તેમના પ્રત્યે આત્મીયતાનો અનુભવ થતો. તેઓ સાગર જેવા ગંભીર હતા અને બાળક જેવા નિરભિમાની હતા. વિશાળ શાસ્ત્રજ્ઞાન હોવા છતાં સદાયે શમાયેલા રહેતા. મુમુક્ષુઓ તેમની આગળ બાળકની જેમ નિખાલસપણે પોતાના દોષો ઠાલવી યોગ્ય માર્ગદર્શન મેળવતા. હજારો મુમુક્ષુઓને તેઓશ્રીએ પરમકૃપાળુદેવનું શરણ અંગીકાર કરાવ્યું હતું. તેમનો વૈરાગ્ય અદ્ભુત હતો, તેમજ આંખમાં ચમત્કાર હતો. તેમની આંખ ગમે તે દશામાં પણ ન્યારી જ લાગતી. તેઓ સંસારના ભાવોથી સાવ અલિપ્તપરમ સંયમી હતા.
વાણીની વિશેષતા તેઓશ્રીની વાણીની વિશેષતા એ હતી કે તેમની વાણી મુમુક્ષુઓના અંતરને ઠારતી શીતળીભૂત કરતી અને જાણે કલાકો સુધી સાંભળ્યા જ કરીએ તેવો અનુભવ થતો. વાણીમાં સહજ સ્વાભાવિક સત્યતા
(૧૦)
Page #12
--------------------------------------------------------------------------
________________
હતી. વચનાતિશયયુક્ત વાણીમાંથી ભૂત અને ભવિષ્યકાળની ઘટનાઓના સહજ સંકેત મળતા અને મુમુક્ષુઓના મનમાં ઊઠતા અનેક પ્રશ્નોના સમાધાન આપોઆપ થઈ જતા.
મૌનની મહાનતા મૌન દશામાં પણ તેઓશ્રી બોથમૂર્તિ સમા લાગતા અને તેમના દર્શન માત્રથી જ સંકલ્પ વિકલ્પ અને કષાયો મંદ પડી જતા.
કાયાનું સંયમન તેઓશ્રીએ કાયાને તો કમાન જેવી રાખેલી. ઊંચા ડુંગરો હોય તો પણ ચાલવામાં સર્વથી આગળ ને આગળ! બ્રહ્મચર્ય વ્રત લીધું ત્યારથી જ, નહીં સ્નાન કે સ્પંજીગ, નહીં મર્દન કે માલિશ છતાં તેઓશ્રીના શરીરની સૌમ્ય કાંતિ બ્રહ્મતેજના પ્રતાપે અતિ નિર્મળ તેમજ સતેજ હતી. તેઓશ્રી ઘણું ખરું આખી રાત્રિ પદ્માસન કે કાયોત્સર્ગ ધ્યાનમાં ગાળતા. માત્ર એકાદ બે કલાક જ શરીરને આરામ આપતા.
તીર્થયાત્રા અને પ્રતિષ્ઠાઓ ચરોતર, મારવાડ, ઘામણ વગેરે પ્રદેશોમાં યાત્રા કરી મુમુક્ષુઓને ઘર્મમાં જાગૃત રાખતાં. યાત્રામાં સો-બસો મુમુક્ષુઓનો સંઘ પણ સાથે જોડાઈ જતો. સમેતશિખરજી, શત્રુંજય, ગિરનાર આદિની યાત્રાઓમાં તે તીર્થોનું માહાત્મ બતાવી ચતુર્થકાળનું સ્મરણ કરાવતા. - તેઓશ્રીના સાન્નિધ્યમાં કાવિઠા, ઘામણ, આહોર, ભાદરણ, સડોદરા વગેરે સ્થળોએ શ્રીમદ્ રાજચંદ્ર આશ્રમોમાં ચિત્રપટોની સ્થાપના કરવામાં આવેલ છે અને ઘણા મુમુક્ષુઓના ઘરોમાં પણ તેઓશ્રીના હાથે પરમકૃપાળુદેવ તેમજ પ.પૂ. પ્રભુશ્રીજીના ચિત્રપટોની સ્થાપના થયેલ છે.
તેમજ શ્રીમદ્ રાજચંદ્ર આશ્રમ અગાસના રાજમંદિરમાં પ.પૂ. પ્રભુશ્રીજીના રંગીન ચિત્રપટની સ્થાપના પણ તેઓશ્રીના કરકમળ સંવત ૨૦૦૯ના આસો વદ રના શુભ દિને થયેલ છે.
સાહિત્ય સર્જન તેઓશ્રી દ્વારા રચાયેલ સાહિત્યમાં પ્રવેશિકા, શ્રીમદ્ રાજચંદ્ર જીવનકળા, શ્રીમદ્ લઘુરાજસ્વામીનું જીવનચરિત્ર, પ્રજ્ઞાવબોઘ, સમાધિશતક-વિવેચન અને આત્મસિદ્ધિ વિવેચન મૌલિક રચનાઓ છે. તેમજ ભાષાંતરોમાં સમાધિ સોપાન અને જ્ઞાનમંજરી ગદ્યમાં તથા તત્ત્વાર્થસાર, દશવૈકાલિક, બૃહ દ્રવ્યસંગ્રહ, વિવેકબાવની, જ્ઞાનસાર અને લધુ યોગવાસિષ્ઠસાર પદ્યમાં છે. તેમણે આત્મસિદ્ધિનું અંગ્રેજી પદ્યમાં પણ ભાષાંતર કરેલ છે. તેઓશ્રીએ મોક્ષમાળા ઉપર કરેલ વિવેચન ઉપરથી મોક્ષમાળા વિવેચન તેમજ પરમ કપાળુદેવના પદો ઉપર કરેલ વિવેચન ઉપરથી નિત્યનિયમાદિ પાઠ પુસ્તકની સંકલના થઈ છે. આઠ દ્રષ્ટિની સક્ઝાયના વિવેચન પરથી “આઠ દ્રષ્ટિની સક્ઝાય (અર્થ સહિત)' પુસ્તક બનેલ છે. તેઓશ્રીએ આપેલ બોઘ ઉપરથી બોઘામૃત ભાગ-૧ તેમજ વચનામૃત ઉપર કરેલ વિવેચન પરથી બોઘામૃત ભાગ૨ (વચનામૃત વિવેચન) અને મુમુક્ષુઓ ઉપર લખેલ પત્રોના સંગ્રહરૂપ બોઘામૃત ભાગ–૩ (પત્રસુઘા) ગ્રંથનું સર્જન થયું છે.
“આલોચનાદિ પદ સંગ્રહમાં તેઓશ્રીએ રચેલ પદ્યોમાંથી આલોચના અધિકાર, જિનવર દર્શન અધિકાર, વૈરાગ્યમણિમાળા, હૃદયપ્રદીપ, સ્વદોષ દર્શન, યોગ પ્રદીપ, કર્તવ્ય ઉપદેશ, દ્વાદશ અનુપ્રેક્ષા
(૧૧)
Page #13
--------------------------------------------------------------------------
________________
આદિ પદ્યો પ્રકાશિત થયેલ છે.
પરમકૃપાળુદેવને પ્રગટમાં લાવનાર કોણ? એક વાર આશ્રમમાં પરમકૃપાળુદેવના દીકરી પૂ.જવલબહેને પૂજ્યશ્રીજીને પ્રશ્ન કર્યો કે “પરમકૃપાળુદેવને થઈ ગયા બાદ પચાસ વર્ષે ઘર્મની ઉન્નતિ કોણ કરનાર છે? અને તેમને કોણ પ્રગટમાં લાવનાર છે?”
ત્યારે પૂજ્યશ્રી બ્રહ્મચારીજીએ જણાવ્યું કે “જે પરમકૃપાળુદેવને ઈશ્વરતુલ્ય માની તેમની ભક્તિમાં જોડાયા છે. બાકીના બઘા તો તેમને પ્રગટમાં લાવનાર ન કહેવાય, પણ ઢાંકનાર કહેવાય.તેઓશ્રીના (પરમકૃપાળુદેવના) વચનો ઉપરથી ગમે તે અર્થ કરી વાત થતી હોય તો પણ પરમકૃપાળુદેવે જણાવ્યું છે કે અમે મહાવીર સ્વામીનું હૃદય શું હતું તે જાણીએ છીએ, તેમ પરમકૃપાળુદેવનું હૃદય શું હતું તે જે જાણે તે જ તેમને પ્રગટમાં લાવી શકે તેમ છે. તેમનું હૃદય, સહેજે ક્યાં સમજાય તેમ છે?”
પરમકૃપાળુદેવને શરણે જ જીવન અને તેના શરણે જ મરણ પૂજ્યશ્રી વારંવાર કહેતા કે બીજા શાસ્ત્રો વાંચવા છે તે પણ પરમકૃપાળુ દેવના વચનોને સમજવા માટે. પરમકૃપાળુદેવને સમજવા માટે જ જીવવું છે; પરમકૃપાળુદેવને શરણે જ જીવવું છે, અને પરમકૃપાળુદેવના શરણે જ આ દેહનો ત્યાગ કરવા યોગ્ય છે. - પૂજ્યશ્રી પોતાના દેહોત્સર્ગના આગલા દિવસે સંવત ૨૦૧૦ના કાર્તિક સુદ ૬ના બોઘમાં જણાવે છે કે “હવે તો સમાધિમરણ કરવાનું છે. આપણેય માથે મરણ છે ને?... આપણને પણ મરણ આવવાનું છે. આપણે ગભરાઈ જઈએ તો તે વખતે મરણ બગડી જાય. જે થવાનું છે તે તલભાર આઘુંપાછું થવાનું નથી. આપણા મનને દ્રઢ કરવું. મંત્રમાં ચિત્ત રાખવું. કૃપાળુદેવનું શરણ છોડવા જેવું નથી... જે થવાનું હશે તે થશે, રૂડા રાજને ભજીએ... મહેમાન જેવા છીએ. જેનું આયુષ્ય પૂરું થાય તેને જવું પડે.”
| (બોઘામૃત ભાગ-૧, પૃષ્ઠ ૩૩૩, ૩૩૫, ૩૩૬) દરરોજ સવારના પ.પૂ. પ્રભુશ્રીજીના બોઘની પ્રેસ કૉપી તપાસવા તેઓશ્રી ત્રણચાર મુમુક્ષુઓ સાથે બેસતા. કાર્તિક સુદ પના દિવસે તેમણે જણાવ્યું કે હવે તો સાંજે પણ બેસવું છે, જેથી કામ પૂરું થઈ જાય. તે પ્રમાણે સં.૨૦૧૦ના કાર્તિક સુદ સાતમને સાંજના બોઘનું કામ પૂરું કરી, દરરોજની જેમ જંગલ જઈ આવી, હાથ પગ ધોઈ, રાજમંદિરમાં પરમકૃપાળુદેવના ચિત્રપટ આગળ કાયોત્સર્ગધ્યાનમાં ઊભા રહ્યા. તે જ કાયોત્સર્ગ મુદ્રામાં સ્વરૂપમગ્ન બની પરમકૃપાળુદેવના શરણે જ આ નશ્વર દેહનો ત્યાગ કરી તેઓશ્રીએ અપૂર્વ એવું સમાધિમરણ સાધ્યું.
પ્રશસ્તિ આવું અપૂર્વ સમાધિમરણ સાઘનાર પૂજ્યશ્રી બ્રહ્મચારીજી આજે દેહઘારી રૂપે વિદ્યમાન નથી. પણ તેઓશ્રીના જીવનમાં વણાઈ ગયેલ પરમકૃપાળુદેવ પ્રત્યેની પરમ ભક્તિની ભાવના તેમના અક્ષરદેવચનો દ્વારા આજે પણ મુમુક્ષુઓને જાગૃત કરે છે; મોક્ષનો અપૂર્વ માર્ગ ચીંઘી કલ્યાણ બક્ષે છે.
ઘન્ય છે એવા પવિત્ર પુરુષોના પરમ ઉપકારને કે જેમણે પરમકૃપાળુ સદ્ગુરુ શ્રીમદ્ રાજચંદ્ર પ્રભુનું શરણ અપાવી આપણા આત્માનું અનંત હિત કર્યું. પ્રત્યુપકાર વાળવાને સર્વથા અસમર્થ એવા અમારા આપના ચરણારવિંદમાં કોટિશઃ પ્રણામ હો, પ્રણામ હો.
(૧૨)
Page #14
--------------------------------------------------------------------------
________________
શ્રી સદગુરવે નમો નમઃ પ્રજ્ઞાવબોઘ-વિવેચન (પ્રજ્ઞાવબોધ -મોક્ષમાળા પુસ્તક ચોથું)
પ્રથમ પુષ્પ
(૧) હિત-પ્રેરણા (શિખરિણી)
જય પ્રજ્ઞા-પૂર્ણ પ્રભુ, પરમ હિતસ્વ જગને. દયાદ્રષ્ટિ યાચું, અરજ મુજ આ આપ ચરણે; મહા મુક્તિમાર્ગ પ્રગટ કરતા રાજગુરુને
નમીને, ઇચ્છું છું અનુસરણ આ આપ ચરણે. ૧ અર્થ:- હે પ્રકૃષ્ટ જ્ઞાનથી પૂર્ણ એવા પ્રજ્ઞાવંત પરમકૃપાળુ પ્રભુ! આપનો સદા જય હો, જય હો. આપ તો જગત જીવોના પરમ હિતસ્વી છો; અર્થાત્ જગત જીવોના સર્વોત્કૃષ્ટ આત્મહિતના કરનાર છો. માટે આપના ચરણકમળમાં મારી આ અરજ છે કે આપની દયામય કૃપાદ્રષ્ટિ સદા મારા જેવા પામર પર વરસ્યા કરો. તેમજ હું પણ, સર્વ દુઃખથી મુક્ત થવાનો મહાન મુક્તિમાર્ગ જે આ વિષમકાળમાં પ્રાયે લુપ્ત જેવો થઈ ગયો છે, તેને પ્રગટ કરનાર એવા આપ પરમકૃપાળુ શ્રીમદ્ રાજચંદ્ર ગુરુદેવના ચરણકમળમાં નમસ્કાર કરીને, આપની આજ્ઞાનું જ અનુસરણ કરવાને ઇચ્છું છું; તે આપની કૃપાએ સફળ થાઓ, સફળ થાઓ. એવા
પ્રભુ, પ્રેરો સૌને સુખદ નિજ વસ્તુ સમજવા, જવા જૂના માર્ગો દુખદ ફળ દેનાર અથવા, થવાને નિર્મોહી, સ્વહિતરત, નિઃસ્વાર્થી બનવા,
નવા આનંદોથી સ્વ-પર-શિવ સાથી સુખી થવા. ૨ અર્થ - હે પ્રભુ! આપ સર્વ જીવોને અનંતસુખ આપનાર એવી નિજવસ્તુ તે શુદ્ધ આત્મા, તેને સમજવાની પ્રેરણા આપો. તથા રાગ, દ્વેષ, મોહ, કામ, ક્રોધાદિ વિકારીભાવો જે અનાદિના જાના માર્ગો છે તેને હવે ભૂલી જવાની ભાવના અંતરમાં પ્રગટાવો, કેમકે તે જીવોને દુખદફળ એટલે નરક, તિર્યંચ, મનુષ્ય અને દેવની ચારે ગતિઓમાં દુઃખના ફળને જ આપનાર સિદ્ધ થયા છે.
અથવા હે પ્રભો! અમને દેહાદિમાં અહંભાવ તથા પરપદાર્થમાં મમતાભાવરૂપ મોહ છે તે છોડી નિર્મોહી થઈ સ્વઆત્મહિતમાં જ રત એટલે લીન રહીએ એવી પ્રેરણા કરો. તેમજ ભક્તિ, સ્વાધ્યાય, તપ, જપાદિ પણ, આ લોક પરલોકના સુખનો સ્વાર્થ મૂકી દઈ માત્ર આત્માર્થે નિઃસ્વાર્થપણે આરાઘવાની ભાવના ઉપજાવો. તથા નવા સાચા આત્મિક નિર્દોષ આનંદવડે સ્વ-પરનું શિવ એટલે કલ્યાણ સાથી અમે
Page #15
--------------------------------------------------------------------------
________________
પ્રજ્ઞાવબોઘ-વિવેચન ભાગ-૧
શાશ્વત સુખશાંતિને પામીએ એવી આપ પ્રભુ પ્રત્યે અમારી પ્રાર્થના છે તે સફળ થાઓ. મારા
ત્રિવિધિના તાપે અશરણ બઘો લોક બળતો, ભૈલી અજ્ઞાને હા! સ્વફૅપ નિજ, દુઃખે ઊકળતો; તમારી વાણી ને શરણ વિણ ના તાપ ટળતો,
તથાપિ ના શોધે શરણ તુજ, એ ખેદ રળતો. ૩ અર્થ :- હે પ્રભુ! ઊર્ધ્વ, અઘો અને મધ્ય એવા ત્રણેય લોકમાં જેને કોઈનું શરણ નથી એવા અશરણ પ્રાણીઓ આધિ, વ્યાધિ અને ઉપાધિના ત્રિવિધ તાપથી જગતમાં બળી રહ્યા છે. હા! આશ્ચર્ય છે કે અનાદિકાળથી પોતાના સ્વસ્વરૂપને અજ્ઞાનના કારણે ભૂલી જઈ; જન્મ, જરા, મરણના કે ત્રિવિધ તાપાગ્નિના દુઃખમાં જ તે ઊકળ્યા કરે છે. તે ત્રિવિઘ તાપ માત્ર તમારી વીતરાગ વાણી કે તમારા અનન્ય શરણ વિના ટળી શકે એમ નથી. તો પણ હે નાથ! મારો આત્મા ભારે કર્મવશાત્ આપનું શરણ લેવાને શોઘતો નથી એ જ મોટો ખેદ વર્તમાનમાં મને દુઃખ આપે છે તેને હે નાથ! તું નિવાર, નિવાર.
“શ્રીમદ્ રાજચંદ્ર' ગ્રંથમાં પત્રાક ૨૧૩માં પરમકૃપાળુદેવે ઉપરોક્ત ભાવ વ્યક્ત કર્યો છે. તેને આ કડીમાં વણી લેવામાં આવ્યો છે. તે આ પ્રમાણે છે :
આ લોક ત્રિવિઘ તાપથી આકુળવ્યાકુળ છે. ઝાંઝવાના પાણીને લેવા દોડી તૃષા છિપાવવા ઇચ્છે છે, એવો દીન છે. અજ્ઞાનને લીઘે સ્વરૂપનું વિસ્મરણ થઈ જવાથી ભયંકર પરિભ્રમણ તેને પ્રાપ્ત થયું છે. સમયે સમયે અતુલ ખેદ, જ્વરાદિક રોગ, મરણાદિક ભય, વિયોગાદિક દુઃખને તે અનુભવે છે; એવી અશરણતાવાળા આ જગતને એક સપુરુષ જ શરણ છે; સપુરુષની વાણી વિના કોઈ એ તાપ અને તૃષા છેદી શકે નહીં એમ નિશ્ચય છે. માટે ફરી ફરી તે સત્વરુષના ચરણનું અમે ધ્યાન કરીએ છીએ.” (વ.પૃ.૨૬૯)
અસાતા સંસારે ભરપૅર ભરી ત્યાંય સુખી જો કદી કોઈ પ્રાણી, અનુભવી શકે પુણ્ય-સખી જો; તમે બોઘેલું તે અનુસરી કમાણી શુભતણી,
કરીને પામ્યો છે સુખ, પણ ભેંલે છે મૂળ ઘણી. ૪ અર્થ :- આ સંસારમાં અશાતા વેદનીય ભરપૂર ભરેલી છે. ત્યાં પણ કદી કોઈ પ્રાણી સુખી દેખાય છે અથવા પુણ્યરૂપી સખી સાથે સુખ અનુભવતા નજરે પડે છે, તે પણ હે કૃપાળુ! તમારા બોઘેલા બોઘને અનુસરીને જે પુણ્યની કમાણી જીવોએ કરી છે તેથી જ તે બાહ્ય સુખ સામગ્રીને પામ્યા છે. છતાં તે સુખના મૂળભૂત કારણ એવા આપ ઘણીને જ ભૂલી જાય છે; એ આશ્ચર્ય છે.
ઉપરોક્ત ભાવ “શ્રીમદ્ રાજચંદ્ર' ગ્રંથના પત્રાંક-૨૧૩માં નીચે પ્રમાણે છે :
“સંસાર કેવળ અશાતામય છે. કોઈ પણ પ્રાણીને અલ્પ પણ શાતા છે, તે પણ સત્પરુષનો જ અનુગ્રહ છે; કોઈ પણ પ્રકારના પુણ્ય વિના શાતાની પ્રાપ્તિ નથી; અને એ પુણ્ય પણ સત્યરુષના ઉપદેશ વિના કોઈએ જાણ્યું નથી; ઘણે કાળે ઉપદેશેલું તે પુણ્ય રૂઢિને આશીન થઈ પ્રવર્તે છે; તેથી જાણે તે ગ્રંથાદિકથી પ્રાપ્ત થયેલું લાગે છે, પણ એનું મૂળ એક સપુરુષ જ છે; માટે અમે એમ જ જાણીએ છીએ કે એક અંશ શાતાથી કરીને પૂર્ણકામતા સુઘીની સર્વ સમાધિ, તેનું સન્દુરુષ જ કારણ છે.” (વ.પૃ.૨૬૯)
કરી સત્કાર્યોને પરભવ વિષે નૃપતિ થયો, છતાં ભૂલ્યો હેતું સફળ ભવ મોહે નહિ થયો;
Page #16
--------------------------------------------------------------------------
________________
શ્રીમદ્ રાજચંદ્ર
Page #17
--------------------------------------------------------------------------
________________
(૧) હિત-પ્રેરણા
વળી બુદ્ધિશાળી સચિવ સમ ભૂલે સ્વહિત તે, ન આરાધે ધર્મ પ્રગટ સુખહેતુ પ્રબળ જે. ૫
અર્થ :— આ ભવમાં શુભ કાર્યો કરીને બીજા ભવમાં રાજા થયો, છતાં તે રાજપદ પ્રાપ્તિના કારણને ભૂલી ગયો, અને પંચેન્દ્રિય વિષયોના મોહમાં પડી જઈ મનુષ્યભવની સફળતા કરી નહીં. તેમજ કોઈ બુદ્ધિશાળી સચિવ એટલે મંત્રી હોય પણ સ્વઆત્મહિતને ભૂલી જઈ પ્રગટ સુખહેતુ એવા પ્રકૃષ્ટ બળવાળા ધર્મને ન આરાધે તેના જેવું જ સર્વ સામગ્રી પ્રાપ્ત છતાં મેં કર્યું છે. એજ મારા અજ્ઞાનનું પ્રબળપણું છે. પા
ઘનાદિના લોભે, વિષય-વિષ-ભોગે જન ભૂલે, જીતી બાજી હારે, નરભવ-મણિ ખોઈ રઝળે;
પરાયી પંચાતે નિજહિત ગુમાવે, ન પલળે સુણી વાણી પ્રાણી, પરમ પુરુષે બોર્થી સુકળે. ૬
૩
અ :– અનાદિના કુસંસ્કારે સંસારી જીવો ઘન, માન, કુટુંબાદિના લોભમાં પડી જઈ તથા વિષ જેવા વિષય ભોગમાં આસક્તિ પામી સ્વઆત્મહિતને ભૂલે છે, જીતેલી બાજી હારી જાય છે; અર્થાત્ પૃથ્વી, પાણી, અગ્નિ, વાયુ, વનસ્પતિકાયના ભવો, બે ઇન્દ્રિય, ત્રણ ઇન્દ્રિય, ચાર ઇન્દ્રિયના ભવોને વટાવી રત્નચિંતામણિ જેવો આ મનુષ્યભવ પામીને પણ રાગ દ્વેષ, કામક્રોઘાદિ ભાવોમાં જ રાચી રહી તે ચાર ગતિરૂપ સંસારમાં જ ૨ઝળ્યા કરે છે.
તથા આત્મા સિવાય બધું પર છે. એવી જગતની ભૌતિક વસ્તુઓની ૫૨પંચાતમાં અમૂલ્ય માનવદેહના સમયને વેડફી નાખી પોતાના આત્મહિતને ગુમાવે છે. તેમજ ભારે કર્મના પ્રભાવે, પરમપુરુષે સમ્યકળાપૂર્વક અર્થાત્ ઉત્તમ દૃષ્ટાંતાદિ વડે જે બોધનો ઘોઘ વરસાવ્યો છે તેને પણ સાંભળીને આ જીવ પલળતો નથી, એ જ એના ભારે કર્મની પ્રગટ નિશાની છે. ।।
અરે! એરંડાની બી ઉભય છેડેથી લકડી, કૌંડો તેમાં પામી પરમ દુખ, મૂઓ તરફડી; સ્થિતિ તેવી સૌની જનમ-મરણોથી સળગતી બઘાંની કાયામાં જીવ તરફડે દુઃખી અતિ. ૭
અર્થ :— અરે ! એરંડાની લાકડી જે વચ્ચેથી સાવ પોલી હોય તેના ઉભય એટલે બન્ને બાજીના છેડે અગ્નિ લાગવાથી તેના વચમાં રહેલ કીડો તે બિચારો પરમ દુઃખ પામી તરફડીને મરી ગયો. તેવી જ સ્થિતિ સર્વ સંસારી જીવોની જન્મ અને મરણરૂપ બેય છેડાથી સળગતી છે. તેના વચમાં રહેલ જીવનકાળમાં પ્રાણીઓ શારીરિક વેદના, માનસિક દુઃખ, ઇષ્ટ વિયોગ, અનિષ્ટ સંયોગ અને અનેક પ્રકારની ઉપાધિ ભોગવતો સદા દુઃખથી અતિ તરફડતો રહે છે. છતાં અરે આશ્ચર્ય છે કે તે દુઃખનું પણ જીવને ભાન આવતું નથી. ।।૭।।
સુખી સાચા સંતો ōવિત ઘનઆશા તō તરે, સહે કષ્ટો ભારે શરીરી, ઉરે બોઘ નીતરે; સ્મૃતિથી સંતોની સકળ દુઃખના કારણ ગળે, સદા સેવા ચાહું સીપ વસવા સંત-પગલે. ૮
Page #18
--------------------------------------------------------------------------
________________
પ્રજ્ઞાવોધ-વિવેચન ભાગ-૧
અર્થ :— આવા શાતા અશાતામય જીવનકાળમાં એક માત્ર સુખી સાચા સંત પુરુષો છે કે જે જીવિત એટલે જીવવાની કે ધનની આશાને તજી ભવસાગરને તરી જાય છે. કર્મના ફળમાં આવેલ ભારે કર્યો એટલે ઉપસર્ગો, પરિબળો વગેરેને તે શરીરથી સહન કરે છે. તથા જેમના પવિત્ર હૃદયમાં સદા સત્પુરુષો દ્વારા આપેલ બોઘની ધારા નીતરતી રહે છે, જે સંતપુરુષોની સ્મૃતિ માત્રથી સર્વ દુઃખના કારણે ગળી જાય છે એવા સંતપુરુષોની હું સદા સેવા ચાહું છું. તથા તેવા સંતપુરુષોના ચરણ સમીપમાં વસવાની સદા કામના હૃદયમાં ઘારી રાખું છું કે જેથી શીઘ્ર મારા આ સંસારનો અંત આવે. ।।૮।।
ઘણા શિષ્યો ટોળે કરી ભજન ગાતો ભગતમાં, બની સાધુ સૂરિ જગગુરુ ગણાયો જગતમાં; ઘણાં શાસ્ત્રો શીખ્યો, પરભવ વિષે જ્ઞાન ન થયું, ગણી ‘હું ને મારું’ ભ્રમણ ભવમાં પુષ્કળ થયું. હ
અર્થ :ઘણા શિષ્યોના ટોળા કરી ભગત બની અનેક ભવોમાં ભજન કર્યાં તથા સાધુ કે સૂરિ એટલે આચાર્ય બની અથવા મોટો મહંત બનીને જગતમાં જગદ્ગુરુ તરીકે પંકાયો, પરભવમાં ઘણા શાસ્ત્રો શીખ્યો છતાં શાન ન થયું. કેમકે પરપદાર્થમાં રહેલ હું અને મારાપણાનો ભાવ હજું સુધી મારા હૃદયમાંથી વિલય ન પામ્યો. તેના ફળસ્વરૂપ ચાર ગતિરૂપ સંસારમાં મારું પુષ્કળ ભ્રમણ થયું અને હજું પણ તે ચાલુ છે. કેમકે સાચા ભાવે ભગવંતને ઓળખી તેમની આજ્ઞાને હૃદયમાં અવધારી નથી, તો હે પ્રભુ! મારો કેવી રીતે ઉદ્ધાર થાય. ।।૯।।
‘શ્રીમદ્ રાજચંદ્ર’ ગ્રંથમાં પત્રાંક ૧૬૬માં ઉપરોક્ત ભાવ નીચે પ્રમાણે :
“અનાદિકાળના પરિભ્રમણમાં અનંત વાર શાસ્ત્રશ્રવણ, અનંત વાર વિદ્યાભ્યાસ, અનંત વાર જિનદીક્ષા, અનંત વાર આચાર્યપણું પ્રાપ્ત થયું છે.'' (વ.પૃ.૨૪)
નહીં સાચે સાચા કદી મળી ગયા સંત સુગુરુ, નહીં સાચા ભાવે શ્રવણ પણ પામ્યો વળી પૂરું; નહીં શ્રદ્ધા સાચી કરી લીઘી કદી કોઈ ભવમાં, નહીં. તેથી ભ્રાંતિ ટળી હજી, ભર્યું આમ ભવમાં, ૧૦
અર્થ :– અનંતકાળના પરિભ્રમણમાં કદી સાચા સંત કે સદ્ગુરુ ભગવંતનો મને યોગ મળ્યો નથી. જો મળ્યો હોય તો તેમના ઉપદેશનું સાચા ભાવે મેં પૂરેપૂરુ શ્રવણ કર્યું નથી. તેને સત્ જાણી પૂર્વ ભવોમાં સાચી શ્રદ્ધા કરી નથી. તેના કારણે હજી મારી આત્મસ્રાંતિ ટળી નહીં; અર્થાત્ દેહને જ આત્મા માની આ ચારગતિરૂપ સંસારમાં હું ભમ્યા કરું છું.
'શ્રીમદ્ રાજચંદ્ર' પત્રાંક ૧૬૬માંનો ભાવ ઉપરોક્ત કડીમાં વડ્યો છે, તે નીચે પ્રમાણે ઃ
‘‘માત્ર ‘સત્’ મળ્યા નથી, ‘સત્' સુણ્યું નથી, અને ‘સત્' શ્રવ્યું નથી, અને એ મળ્યું, એ સુલ્યે અને એ શ્રવ્યે જ છૂટવાની વાર્તાનો આત્માથી ભણકાર થશે.” (પૃ.૨૪૬) ||૧૦||
હવે તો હે ! સ્વામી, તવ ચરણની ભેટ થઈ તો, સુણાવો સોઘો, ભવત૨ણ શ્રદ્ધા પ્રગટો; ‘છૂટું, છૂટું ક્યારે ?’ સ્વગત ભણકારા જગવજો, વિસારું શા સારું? સમરણ તમારું સતત હો! ૧૧
Page #19
--------------------------------------------------------------------------
________________
(૧) હિત-પ્રેરણા
અર્થ હવે તો હે નાથ! તમારા ચરણકમળની મને ભેટ થઈ છે તો આત્મબોઘ એટલે આત્મા સંબંઘીનું જ્ઞાન મને આપો કે જેથી આ સંસાર સમુદ્રથી તારનાર એવી દ્રઢ આત્મશ્રદ્ધા મારા અંતઃકરણમાં પ્રગટ થાય અને અવશ્ય મારા સર્વ દુઃખનો અંત આવે.
આ દુઃખના દરિયારૂપ સંસારથી હું ક્યારે છૂટું? ક્યારે છૂટું? એવા ભણકારા સ્વગત એટલે મારા આત્મામાં સદા જાગ્યા કરો, તથા તમારા શુદ્ધ સહજાત્મસ્વરૂપના સ્મરણને હવે હું શા માટે વિસારું? અર્થાતુ તેનું સ્મરણ મારા હૃદયમાં હવે સતત ચાલુ રહે એવી આપ પ્રભુ મારા ઉપર કૃપા કરો. ||૧૧||
કરું શ્રદ્ધા સાચી, અચળ, મરણાંતે ટકી રહે, વળી વાણી-કાર્યો ઉપશમ અમીનો રસ વહે; લહું અંતે શાંતિ પરમ સુખઘામે પ્રગટ છે,
અનંતી આત્માની અખુંટ વિભૂતિ એકરૃપ તે. ૧૨ અર્થ - આપના શુદ્ધ સ્વરૂપની એવી સાચી શ્રદ્ધા કરું કે જે અચળપણે મને મરણની છેલ્લી ઘડી સુધી ટકી રહે. વળી મારા વાણીકાર્યમાં કહેતા વાણી બોલવામાં પણ જાણે કષાયની ઉપશાંતતા થઈ હોય એવો અમી એટલે અમૃતમય મીઠી નિર્દોષ વાણીનો રસ વહે. તેના ફળસ્વરૂપ જીવનના અંત સમયે હું એવી પરમ આત્મશાંતિને પામું કે જે “સ્વયં જ્યોતિ સુખધામ” સ્વરૂપ એવા આત્મામાં સદા પ્રગટ છે. આત્મામાં અનંત અખૂટ ગુણોની વિભૂતિ એટલે વૈભવ તે એકરૂપ થઈને સર્વકાળ સ્વભાવમાં રહેલો છે તેને હું આપની કૃપાએ હવે પ્રગટ કરું. ૧૨ના
વરો શાંતિ સર્વે અનુપમ સદા સિદ્ધપદની, લહી ભક્તિ તારી સ્વફૅપ સમજી તન્મય બની; પ્રીતિ તોડી બીજી, વિમલ હૃદયે મોક્ષ-રુચિની
અભિલાષા રાખી, ગુરુચરણ સેવો, પ્રભુ ગણી. ૧૩ અર્થ - હે ભવ્યાત્માઓ! તમે અનુપમ એવી સિદ્ધપદની પરમશાંતિને સર્વકાળને માટે પામો. તે પરમશાંતિને પામવા માટે પરમકૃપાળુ પ્રભુ પ્રત્યે ભક્તિ પ્રગટાવી, તેના શુદ્ધ સહજાત્મસ્વરૂપને સમજી, તેના ધ્યાનમાં તન્મય બનો. વળી તે સ્વરૂપધ્યાનમાં તન્મય થવા અર્થે જગતની બીજી બધી પ્રીતિને તોડી, નિર્મળ હૃદય કરી, તેમાં માત્ર મોક્ષની અભિલાષા રાખી, શ્રી સદ્ગુરુ દેવને પ્રભુ ગણી તેમના ચરણકમળને ભાવભક્તિપૂર્વક સેવો, તો જરૂર તે અનુપમ આત્મશાંતિને તમે પામશો. [૧૩
ભલે થોડું તોયે પરમ સુખનું કારણ બનો, સુણી વાણી તારી, હિત-અહિત જાણી પરિણામો; કરુણાળુ સ્વામી, સહજ પરમાર્થી ભવિજનો,
કળિકાળે તારું શરણ પકડી નિર્ભય બનો. ૧૪ અર્થ – હે પરમકૃપાળુદેવ! ભલે થોડી આરાઘના કરું પણ તે સાચી રીતે કરું કે જેથી મારા આત્માને તે પરમ શાશ્વત સુખનું કારણ થાય. તથા હે કૃપાળુ! તારી અમૃતમય વાણી સાંભળીને આ મારે હિતરૂપ છે અને આ માટે અહિતરૂપ છે એમ જાણી મારા જીવનમાં તે રૂપે પરિણમો. તેમજ હે કરુણાળુ સ્વામી! સહજ સ્વરૂપને પામવાના પરમ અથ એવા ભવિજનો, આ કળિકાળમાં તારું અનન્ય શરણ
Page #20
--------------------------------------------------------------------------
________________
પ્રજ્ઞાવબોઘ-વિવેચન ભાગ-૧
ગ્રહણ કરીને સદા નિર્ભય બની સુખી રહો, એવી આપ પ્રભુ પ્રત્યે મારી પ્રાર્થના છે; તે સફળ થાઓ, સફળ થાઓ. એમ પૂ.શ્રી બ્રહ્મચારીજી પરમકૃપાળુ પ્રભુ પ્રત્યે સ્વપરહિતની ભાવના ભાવે છે. ૧૪
પહેલા પાઠમાં સર્વનું હિત કરવા સમર્થ એવા પરમકૃપાળદેવ પ્રત્યે પ્રથમ સ્વહિતની પ્રાર્થના કરીને હવે સદૈવ એવા શ્રી જિનેશ્વર ભગવાનની સર્વજ્ઞદશાનું અદ્ભુત ભાવવાહી સ્તવન એટલે ગુણગાન આ બીજા પાઠમાં કરે છે. તે નીચે પ્રમાણે :
(૨)
જિનદેવ-સ્તવન (રાગ : ‘જય જય ગરવી ગુજરાત'ના જેવો)
જય દેવ જિનેન્દ્ર મહાન, જય અહો! જિનેન્દ્ર મહાન. લાખો સુર-નર-પશુપંખીને ઉપકારી ભગવાન, શુદ્ર સાઘન-સામગ્રી મુજ, શું કરી શકું તુજ ગાન?
જય અહો! જિનેન્દ્ર મહાન, જય દેવ જિનેન્દ્ર મહાન. ૧ અર્થ - જિનેન્દ્ર એટલે જિનોમાં ઇન્દ્ર જેવા મહાન જિનેશ્વર શ્રી વીતરાગદેવનો સદા જય હો. અહો! આશ્ચર્યકારક એવું આપનું વીતરાગ શાસન સદા જયવંત વર્તા, જયવંત વર્તો.
લાખો સુર એટલે દેવતા, મનુષ્ય કે પશુપંખીને પણ આપના ઉપદેશવડે ઉપકાર થાય છે; પણ મુદ્ર એટલે હલકી અર્થાત ભાવભક્તિ વગરની મારી બધી બાહ્ય સામગ્રી હોવાથી આપ જેવા મહાન પરમાત્માના ગુણગાન હું સાચાભાવે શું કરી શકું? સત્સંગ અને નિવૃત્તિના જોગરૂપ બાહ્ય સાઘન સામગ્રી પણ પૂરેપૂરી નહીં મળવાથી આપના ગુણોમાં મને તલ્લીનતા આવતી નથી. છતાં આપ જેવા મહાન જિનેન્દ્ર પ્રભુનો સદા જય હો, જય હો એવા શબ્દોનો ભાવભક્તિથી ઉચ્ચાર કરું છું. ||૧||
કોટિ ભવ ભમતાં ના મળિયું આત્મભાવનું ભાન, પશુ પણ પામી શકે તુજ સમીપે, તેવું ઉત્તમ દાન.
જય અહો! જિનેન્દ્ર મહાન, જય દેવ જિનેન્દ્ર મહાન. ૨ અર્થ - અનાદિકાળથી સંસારમાં કરોડો ભવ સુધી ભટકતા છતાં પણ મને આત્મભાવના ભાવવાનું ભાન આવ્યું નહીં. અર્થાત “આતમભાવના ભાવમાં જીવ લહે કેવળજ્ઞાન રે” તેનું ભાન થયું નહીં. જ્યારે પશુઓ પણ તમારા સત્સમાગમના યોગથી ઉત્તમ એવું આત્મભાવનું દાન પામી સમ્યગ્દર્શનને પામી ગયા છે. જેમકે શ્રી મહાવીર ભગવાનનો જીવ પૂર્વ ભવે સિંહના ભવમાં જ્ઞાન પામી ગયો, કે શ્રી મુનિસુવ્રત ભગવાનના સમાગમથી ઘોડો પ્રતિબોઘ પામ્યો વગેરે અનેક દ્રષ્ટાંતો શાસ્ત્રોમાં મળે છે. પણ મને હજુ સુધી મારા સ્વસ્વરૂપનું ભાન થયું નહીં; એ જ મારી ગાઢ અજ્ઞાનતાનું પ્રાબલ્યપણું સૂચવે છે.
અહો! મહાન એવા આપ જિનેન્દ્ર પ્રભુનો સદા જયજયકાર હો. રા
Page #21
--------------------------------------------------------------------------
________________
(૨) જિનદેવ-સ્તવન
કતલ કરવા પાછળ પડિયો શત્રુ કોઈ મહાન, તુજ સમીપતા પામી બન્ને બને સુમિત્ર સમાન.
જય અહો! જિનેન્દ્ર મહાન, જય દેવ જિનેન્દ્ર મહાન. ૩ અર્થ – કોઈ મનુષ્ય કે પશુ વૈરભાવથી કોઈને શત્રુ માની તેને કતલ કરવા પાછળ પડ્યો હોય તે પણ તમારી પાસે આવતાં આપના પ્રશાંત યોગબળે બન્ને શત્રુ હોવા છતાં પણ મિત્ર બની જાય છે. એવું અદ્ભુત આત્મસામર્થ્ય આપનું હોવાથી મહાન એવા જિનેન્દ્ર પ્રભુનો સદા જય હો જય હો. સા.
અંતરંગ અરિ કામ-ક્રોઘ સૌ તજતા નિજ તોફાન, તુજ સમીપ તે શાંત બનીને, ભૂલે નિજ ગુમાન.
અહોહો! દેવ જિનેન્દ્ર મહાન, જય દેવ જિનેન્દ્ર મહાન. ૪ અર્થ - અંતરમાં રહેલા ષડરિપુ કામ, ક્રોધ, લોભ, મોહ, મદ, મત્સર આદિ સૌ કષાય ભાવો પણ આપની સમીપતા પામી શાંત બની જાય છે અને પોતાના ગુમાન એટલે ગર્વ, અભિમાનને ભૂલી જાય છે. એવી આપની વીતરાગ દશા ત્રિકાળ જયવંત વર્તા, જયવંત વર્તો. જા.
કર્મ-સંગ આ અમને અનાદિ, કર્મ-કૃપાએ જ્ઞાન, શ્વાસોચ્છવાસ વડે વળી જીવીએ-એવું અમ અજ્ઞાન.
અહોહો! દેવ જિનેન્દ્ર મહાન. જય દેવ જિનેન્દ્ર મહાન, ૫ અર્થ - આત્માની અનંત શક્તિ હોવા છતાં કર્મોનો સંગ અમને અનાદિકાળથી છે. તે કર્મની કૃપા એટલે તે કર્મોનો ક્ષયોપશમ થાય અર્થાતુ જેટલી ઇન્દ્રિયોની કે મન વગેરેની પ્રાપ્તિ થાય તેના આધારે માત્ર શ્વાસોચ્છવાસ વડે અમે જીવીએ છીએ. એવી અમારી અજ્ઞાનદશા હાલમાં વર્તે છે. પણ મૂળસ્વરૂપે જોતાં જ્ઞાનદર્શનવડે જીવનારો એવો હું જીવ છું. તો પોતાના સહજ સ્વરૂપમાં જ ત્રિકાળ નિવાસ કરીને હું કયારે રહીશ? એ સહજ સ્વરૂપનું ભાન કરાવનાર મહાન એવા આપ જિનેન્દ્ર દેવનો સદા જય હો. પા.
અહિતમાં હિત માની બેઠો, હિતતણું નહીં ભાન, શાશ્વત નિજ સત્તાના જાણું, અનિત્યનું અભિમાન.
જય દેવ જિનેન્દ્ર મહાન, અહોહો! દેવ જિનેન્દ્ર મહાન. ૬ અર્થ - પાંચ ઇન્દ્રિયના વિષયો તથા ક્રોઘાદિ કષાયભાવો કે જે આત્માને અહિતરૂપ છે તેમાં હું હિત માની બેઠો છું. અને આત્માને હિતરૂપ એવા વૈરાગ્યભાવમાં, કે ક્ષમા, સરળતા, વિનય, સત્ય, શૌચ, સંયમ, તપ, ત્યાગ, આકિંચન્ય અને બ્રહ્મચર્ય આદિ આત્મઘર્મને ઘારણ કરવામાં કે ઇન્દ્રિય જય કરવામાં અથવા કષાયોને ઉપશાંત કરવામાં ખરેખર મારું હિત રહેલું છે તેનું મને હજું સુધી ભાન નથી. તથા મારી શાશ્વત ત્રિકાળ રહેનાર, કદી મરનાર નહીં એવી નિજ આત્મસત્તા છે તેનું પણ મને જ્ઞાન નથી. અને વળી તેથી વિપરીત અનિત્ય એવા શરીર, ઘન, કુટુંબાદિને મારા માની તેનું અભિમાન કરું છું એ જ મારી અજ્ઞાનતાની પરાકાષ્ટા છે. માટે મહાન આશ્ચર્યકારક એવા વીતરાગ સ્વરૂપને ધારણ કરનાર આપ જિનેન્દ્ર પ્રભુને ઘન્ય છે ઘન્ય છે. કા.
અજકુળમાંના સિંહ-શિશું સમ દુઃખ ખમું વિણ ભાન, સ્વફૅપ તમારું નાખી સ્વામી, વાણી આવી જ્યાં કાન.
IT
II
Page #22
--------------------------------------------------------------------------
________________
પ્રજ્ઞાવોધ-વિવેચન ભાગ-૧
જય દેવ જિનેન્દ્ર મહાન, અહોહો! દેવ જિનેન્દ્ર મહાન. ૭
અર્થ :– અજ એટલે બકરાના કુળમાં જન્મથી વસેલ સિંહનું બચ્ચું પોતાને પણ બકરું માની બધાની સાથે ભય પામી ભાગીને દુઃખ ખમે છે. પણ એકવાર સિંહને જોઈ પોતાનું રૂપ પણ તેવું જ છે એમ ! જાણી તે નિર્ભય બન્યું, તેમ હું પણ આપના સ્વરૂપને નીરખી તેમજ આપની વાણીને કાનવડે સાંભળી, મારું સ્વરૂપ પણ આપના જેવું જ છે એમ જાણી નિર્ભય થયો. માટે હે પ૨મ ઉપકારી! મહાન શ્રી જિનેન્દ્ર પ્રભુ આપનો ઉપકાર કદી વિસરાય એમ નથી, જ્ઞા
દે
છતાંય વિદેહ દશા તુજ સમજી આવે સાન, અહો! સર્વજ્ઞ દશા, વીતરાગી ! તુજ મુજ શક્તિ સમાન.
જય દેવ જિનેન્દ્ર મહાન, અહોહો! દેવ જિનેન્દ્ર મહાન. ૮
८
અર્થ :— દેહ હોવા છતાં આપની વિદેહ દશાને જાણી મને પણ સાન એટલે ભાન આવ્યું કે અહો!
=
આશ્ચર્યકારક એવી પ્રભુની સર્વશઠશા છે કે જે દેહમાં રહેલા હોવા છતાં પણ વીતરાગ છે, તથા જગતના સર્વ પદાર્થોને પોતાના નિર્મળ જ્ઞાન વડે જાણે છે અને જુએ છે. આપને સર્વજ્ઞદશાની સંપૂર્ણ પ્રાપ્તિ થયેલ છે. શક્તિ અપેક્ષાએ જોતાં તમારી અને મારા આત્માની દશા સમાન છે. એમ આપના ઉપદેશ વડે ભાન આવ્યું એવા આપ મહાન જિનેન્દ્ર પ્રભુનો જગતમાં સદા જય જયકાર હો. ટા
નિર્દોષી પરહિત-ઉપદેશી, આમ જ મોક્ષ-નિદાન, તુમ સમ ઉત્તમ નિમિત્ત નહિ કો મુજ હિત કાજ પ્રમાણ.
જય દેવ જિનેન્દ્ર મહાન, અહોહો! દેવ જિનેન્દ્ર મહાન. ૯
અર્થ ::– અઢાર દૂષણથી રહિત એવા નિર્દોષી પરમાત્મા! આપ પરહિતનો ઉપદેશ કરનારા છો, તથા આસ એટલે સર્વ પદાર્થોને જાણી તેના સ્વરૂપનો સત્યાર્થ પ્રગટ કરનાર હોવાથી મોક્ષના નિદાન એટલે સાચા કારણ આપ જ છો. તમારા સમાન મારા આત્માના હિતકાર્ય માટે ઉત્તમ નિમિત્ત બીજાં કોઈ નથી. તમે યથાર્થ પ્રમાણભૂત છો. તેથી જગતમાં આપ મહાન છો, મહાન છો. તમારી હરોળમાં બીજા કોઈ દેવ આવી શકે એમ નથી. વીતરાગ સો યેવો, ન મુત્તો ન વિત્તિ' વીતરાગ સમાન જગતમાં બીજો કોઈ દેવ થયો નથી અને ભવિષ્યમાં થશે પણ નહીં. ।।૯।।
સરસ શાંતિ-સુઘારસ-સાગર, ગુણરત્નોની ખાણ, ભવ્ય જીવ-કમળો વિકસાવો બોધ-કિરણ સહ ભાણ. જય દેવ જિનેન્દ્ર મહાન, અહોહો ! દેવ જિનેન્દ્ર મહાન. ૧૦
અર્થ :– હે પ્રભુ! આપ સરસ એવા આત્મશાંતિમય સુઘારસના સાગર છો, અનંત આત્મિક ગુણરૂપ રત્નોની ખાણ છો તથા ભાણ એટલે સૂર્ય જેવા આપ હોવાથી આપના બોધરૂપ કિરણોને વ૨સાવી ભવ્ય જીવાત્માઓરૂપ કમળોને વિકસિત કરો અર્થાત્ તેમનામાં પોતાનું આત્મકલ્યાણ કરવાની જિજ્ઞાસા ઉત્પન્ન કરો. અહોહો! આશ્ચર્ય છે આપના રાગદ્વેષ રક્ષિત વીતરાગ સ્વભાવને કે જે દ્વારા આપ શાંતરસના સાગર બની ગયા. ।।૧૦।।
શુદ્ધ સનાતન સ્વરૂપ તમારું પ્રગટ કરે જે ધ્યાન, રહો નિરંતર મુજ હૃદયે એ, મુજ સ્વરૂપ-નિદાન.
Page #23
--------------------------------------------------------------------------
________________
350
C/O D
Da5m 55 ના પ્રથમ indirmikeforli
વસમાં બે વા 24070507120 → CHA JCI\v#!$ !
અગાસ આશ્રમમાં
શ્રી શીતલનાથ ભગવાન
Page #24
--------------------------------------------------------------------------
________________
(૨) જિનદેવ-સ્તવન
જય દેવ જિનેન્દ્ર મહાન, અહોહો! દેવ જિનેન્દ્ર મહાન. ૧૧ અર્થ :- જે ધ્યાન વડે આપનું સનાતન એટલે શાશ્વત શુદ્ધ સ્વરૂપે પ્રગટ થયું તે સહજાત્મસ્વરૂપનું ધ્યાન મારા હૃદયમાં સદા રહો. તે જ મારું શુદ્ધસ્વરૂપ પ્રગટવાનું નિદાન એટલે સાચું કારણ છે. શુદ્ધસ્વરૂપમાં સ્થિત એવા જિનેન્દ્ર દેવનો સદા જય હો જય હો. ||૧૧||
અતિશયવંતી વાણી અદભુત દે તલ્લીનતા-તાન, દેહાદિ સંસાર ભુલાવી કરે શાંત સૌ પ્રાણ.
જય દેવ જિનેન્દ્ર મહાન, અહોહો! દેવ જિનેન્દ્ર મહાન. ૧૨ અર્થ - આપની પાંત્રીસ ગુણયુક્ત અતિશયવાણી અમને અભુત તલ્લીનતા આપે છે. જે દેહ, ઘર, કુટુંબાદિ સર્વ સંસારને ભુલાવી અમારા દશેય પ્રાણોને શાંત કરે છે. પાંચ ઇન્દ્રિયો, મનબળ, વચનબળ, કાર્યબળ, શ્વાસોચ્છવાસ અને આયુષ્ય એ દશ પ્રાણ કહેવાય છે. તે બઘાને ઉપશાંત બનાવે એવા હે મહાન જિનેન્દ્ર પ્રભુ! આપનો સદા જય હો! જય હો. ||૧૨ાા.
નરદેહ સફળ તવ દર્શન પામે, આપ પરમ હિતઘામ, નહીં ગમે દેવ અન્ય કો કાળે, આપ જ મન વિશ્રામ.
જય દેવ જિનેન્દ્ર મહાન, અહોહો! દેવ જિનેન્દ્ર મહાન. ૧૩ અર્થ –આ ભવમાં આપ મહાન પ્રભુના દર્શન પામવાથી આ નરભવ સફળ થયો. આપ અમારા પરમ હિતના ગ્રામ સ્વરૂપ છો; અર્થાત્ આપના જેવું અમારું ઉત્કૃષ્ટ હિત કરનાર આ જગતમાં બીજાં કોઈ નથી. માટે હરિહરાદિક અન્ય દેવો અમને કોઈ કાળે ગમવાના નથી. આપ જ અમારા મનને પરમ વિશ્રાંતિના કારણ છો. માટે અહો આશ્ચર્યકારી પરમાત્મા આપનો સદા જય હો જય હો. ||૧૩ાા
પ્રશમરસ -ભરપૂર નયન તુજ, મુખ પણ કમળ સમાન, સ્ત્રીના સંગરહિત તુજ શોભા, શસ્ત્ર વિના બળવાન.
જય દેવ જિનેન્દ્ર મહાન, અહોહો! દેવ જિનેન્દ્ર મહાન. ૧૪ અર્થ - હે પ્રભુ વિકારભાવરહિત ઉપશાંતરસથી ભરપૂર એવા આપના નયન છે. આપનું મુખ પણ કમળપત્રની સમાન સુંદર છે. આપની શોભા સ્ત્રીના સંગથી રહિત છે. તથા આપના હાથમાં કોઈ શસ્ત્ર નહીં હોવા છતાં આપ પરમ બળવાન છો. એવા અહોહો આશ્ચર્યની મૂર્તિ સમા મહાન ભગવાન જિનેન્દ્રનો ત્રણે કાળમાં જયજયકાર હો, જયજયકાર હો.
દ્રષ્ટાંત :- મેરૂ પર્વત ઉપર મહાવીર ભગવાનના અભિષેક સમયે ઇન્દ્રને શંકા થઈ કે એક હજાર આઠ કલશનું જળ બાળક એવા પ્રભુ કેવી રીતે ખમી શકશે. ઇન્દ્રની એવી શંકા અવધિજ્ઞાન વડે જાણી પ્રભુએ પગની ટચૂડી આંગળી દબાવી આખા મેરૂ પર્વતને કંપાયમાન કરી દીઘો. પ્રભુનું આવું પરમબળ જાણી ઇન્દ્રની શંકા સમાઈ ગઈ. ૧૪
"प्रशमरसनिमग्नं दृष्टियुग्मं प्रसन्नं, वदनकमलमंकः कामिनीसंगशून्यः;
करयुगमपि यत्ते शस्त्रसंबंधवंध्यं, तदसि जगति देवो वीतरागस्त्वमेव ।" “તારા બે ચક્ષુ પ્રશાંત રસમાં ડૂબેલા છે, પરમ શાંતરસને ઝીલી રહ્યાં છે. તારું મુખે કમળ પ્રસન્ન
Page #25
--------------------------------------------------------------------------
________________
૧૦
પ્રજ્ઞાવબોઘ-વિવેચન ભાગ-૧
છે, તેમાં પ્રસન્નતા વ્યાપી રહી છે. તારો ખોળો સ્ત્રીના સંગથી રહિત છે. તારા બે હાથ શસ્ત્ર સંબંઘ વિનાના છે. તારા હાથમાં શસ્ત્ર નથી. આમ તુ જ વીતરાગ જગતમાં દેવ છું.” (વ.પૃ.૬૭૦)
મદન ત્રિલોકજિત તેં જીત્યો ઘર વૈરાગ્ય-કમાન, અડગ ધ્યાનશ્રેણી-રથ બેઠા, શમ-દમ-શ્રદ્ધા બાણ.
જય દેવ જિનેન્દ્ર મહાન, અહોહો! દેવ જિનેન્દ્ર મહાન. ૧૫ અર્થ :- જે કામદેવે ત્રણેય લોકને જીતી લીધો છે, તે કામદેવને આપે વૈરાગ્યરૂપી કમાન એટલે ઘનુષ્ય વડે તથા અડગ ધ્યાનની ક્ષપકશ્રેણીરૂપ રથ ઉપર આરૂઢ થઈ કષાયનું શમન, ઇન્દ્રિયોનું દમન તથા શાશ્વત શ્રદ્ધારૂપ બાણવડે કરીને જીતી લીધો એવા મહાન જિનેન્દ્ર દેવની જેટલી સ્તુતિ કરીએ તેટલી ઓછી છે. અહોહો! આશ્ચર્યકારક એવા આપના પુરુષાર્થને ઘન્ય છે, ઘન્ય છે. ૧૫ાા
સર્વ શત્રુ જીતી નિર્ભય થઈ લો નિજ સુખ અમાન, નિર્વિકારી નીરાગી પ્રભુ, તુજ અનંત દર્શન-જ્ઞાન.
જય દેવ જિનેન્દ્ર મહાન, અહોહો! દેવ જિનેન્દ્ર મહાન. ૧૬ અર્થ:- સર્વ કર્મશત્રુઓને જીતી લઈ સદા નિર્ભય બની આપ નિજ એટલે પોતાના આત્મિક સુખના અમાન એટલે અમાપ ભોક્તા બન્યા છો. તથા આપ નિર્વિકારી, નીરાગી અને અનંત દર્શનજ્ઞાનયુક્ત પ્રભુ છો; માટે આપ મહાન જિનેન્દ્ર દેવ છો. આપનો જગતમાં ત્રણેય કાળમાં જયજયકાર હો. [૧૬ાા
મોક્ષમાર્ગ-નાયક, ભેદ્યા તેં કર્મપહાડ પ્રઘાન, વિશ્વતત્ત્વના જ્ઞાતા, વંદુ બનવા ગુણ-મણિ-ખાણ.
જય અહો!જિનેન્દ્ર મહાન, અહોહો!દેવ જિનેન્દ્ર મહાન. ૧૭ ભાવાર્થ:- આપ મોક્ષ માર્ગ દર્શાવનાર હોવાથી અમારા નાયક એટલે સર્વોપરી નેતા છો. આપે પ્રઘાન એટલે મોટા એવા ઘાતીયા કર્મરૂપી પર્વતોને ભેદી નાખ્યા છે. સકળ વિશ્વમાં રહેલા સર્વ તત્ત્વોના આપ પૂરેપૂરા જ્ઞાતા એટલે જાણનાર છો. માટે હું પણ ગુણરૂપ મણિઓની ખાણ બનવા આપ પ્રભુને ભાવભક્તિ સહિત પ્રણામ કરું છું.
“મોક્ષમાર્ચ નેતાજું મેત્તાર કર્મભૂમૃતાં,
ज्ञातारं विश्वतत्त्वानां वन्दे तद्गुणलब्धये ।" “મોક્ષમાર્ગના નેતા, કર્મરૂપી પર્વતના ભેરા-ભેદનાર, વિશ્વ એટલે સમગ્ર તત્ત્વના જ્ઞાતા-જાણનાર, તેને તે ગુણોની પ્રાપ્તિ અર્થે વંદું છું.” (વ.પૃ.૬૭૨) ૧૭ના
મંગલમય મંગલકારક તુજ વીતરાગ , વિજ્ઞાન, અરિહંતાદિક પદનું કારણ, નમું ઘરી બહુમાન.
જય અહો!જિનેન્દ્ર મહાન, અહોહો!દેવ જિનેન્દ્ર મહાન. ૧૮ અર્થ - હે પ્રભુ! આપનું વીતરાગ વિજ્ઞાન મંગળમય છે અને જગતના જીવોને મંગલ એટલે કલ્યાણનું જ કારણ છે. અરિહંત, સિદ્ધ, આચાર્ય, ઉપાધ્યાય અને સાધુ ભગવંતની પદવી પામવાનું મૂળભૂત કારણ વીતરાગ વિજ્ઞાન છે. માટે પ્રભુના બોઘેલા એવા વીતરાગ વિજ્ઞાનને પણ હું બહુમાનપૂર્વક
Page #26
--------------------------------------------------------------------------
________________
(૨) જિનદેવ-સ્તવન
૧ ૧
નમસ્કાર કરું છું. સર્વોત્તમ સુખના કારણભૂત વીતરાગ વિજ્ઞાનના દાતાર એવા મહાન જિનેન્દ્ર પ્રભુ જગતમાં આપ જયવંત વર્તા, જયવંત વર્તા. ||૧૮.
કર અભાવ ભવભાવ બઘાનો, સહજ ભાવ સુખધામ, જય અપુનર્ભવભાવ સ્વરૂપી, મુજ ઉરના વિશ્રામ.
જય અહો! જિનેન્દ્ર મહાન, અહોહો! દેવ જિનેન્દ્ર મહાન. ૧૯ અર્થ - હે પ્રભુ! ભવભાવ એટલે સંસારભાવ અર્થાત્ રાગદ્વેષ કામ ક્રોધાદિક બધા વિભાવિક ભાવોનો અભાવ કરીને સુખધામ એવા સહજ આત્મભાવને આપ પામ્યા. તેથી હવે અપુનર્ભવભાવ સ્વરૂપી બની ગયા અર્થાત્ ફરીથી હવે નવો ભવ ઘારણ કરવાના નથી. એવા શુદ્ધભાવને પામવાથી મારા ઉર એટલે હૃદયના આપ વિશ્રામરૂપ બન્યા છો; અર્થાત્ મારા હૃદયમાં પણ આપના જેવો શુદ્ધભાવ પ્રગટાવવાની કામના ઉત્પન્ન થઈ છે. માટે હે મહાન જિનેન્દ્ર પ્રભુ! આપનો સદા જયજયકાર હો, જયજયકાર હો. ||૧૯ાા
દ્રવ્ય-ગૂણ-પર્યાયથ જે જન કરે તેજ ઓળખાણ, મોહ - ક્ષય કરી મહાપુરુષ તે પામે પદ નિવણ.
જય અહો! જિનેન્દ્ર મહાન, અહોહો! દેવ જિનેન્દ્ર મહાન. ૨૦ અર્થ :- હે પ્રભુ! આપનું આત્મદ્રવ્ય પરમશુદ્ધ છે, આપ અનંતગણના ઘામ છો. તેમજ સમયે સમયે આપના શુદ્ધ સ્વરૂપની પર્યાય પણ શુદ્ધ શુદ્ધ રીતે જ પરિણમી રહી છે, એવા આપ પ્રભુના સાચા સ્વરૂપની ઓળખાણ જે ભાગ્યશાળી ભવ્ય જન કરશે તે પોતાનો મોહ ક્ષય કરી મહાપુરુષ બની નિર્વાણપદ એટલે મોક્ષપદને પામશે. એવા મોક્ષપદ પ્રાપ્તિના કારણરૂપ જિનેન્દ્ર પ્રભુનું શાસન ત્રિકાળ જયવંત વર્તા, જયવંત વર્તો.
“जे जाणई अरिहंते, द्रव्य गुण पज्जवेहिं य;
सो जाणई निय अप्पा, मोहो खलु जाइ तस्स लयं ।" “જે ભગવાન અહંતનું સ્વરૂપ દ્રવ્ય, ગુણ અને પર્યાયથી જાણે તે પોતાના આત્માનું સ્વરૂપ જાણે અને તેનો નિશ્ચય કરીને મોહ નાશ પામે.” (વ.પૃ.૫૭૧) I/૨૦ાા
તજ દર્શન-પ્રીતિ પ્રગટી ઉર તે જ પુણ્ય-તરુ-પાન, તુજ સન્મુખ થવા અભિલાષા પુણ્ય-પુષ્પ વિઘાન.
જય અહો! જિનેન્દ્ર મહાન, અહોહો! દેવ જિનેન્દ્ર મહાન. ૨૧ અર્થ - ભવ્યાત્માના હૃદયમાં તારા બોઘેલ વીતરાગ દર્શન પ્રત્યે જો પ્રેમ પ્રગટ્યો તો તે પુણ્યરૂપી વૃક્ષની કુંપળ ફૂટવા સમાન છે. તથા તારા ઘર્મને આરાઘવાની જો અભિલાષા ઉત્પન્ન થઈ તો તે પુણ્યરૂપ વૃક્ષ ઉપર પુષ્પ ખિલવાના વિધાન એટલે ઉપાય સમાન છે; અર્થાત્ તે ભવ્ય પ્રાણીના પુણ્યાનુબંધી પુણ્યનો ઉદય થયો. તે સર્વના કારણભૂત મહાન જિનેન્દ્ર પ્રભુને મારા અગણિતવાર વંદન હો. રના
તુજ દર્શનની પ્રાપ્તિ મુજને પુણ્યત-ફળ-દાન, સકળ કર્મ-મૅળ કાપીને દે મોક્ષ સ્વરૂપ-નિશાન. જય અહો! જિનેન્દ્ર મહાન, અહોહો! દેવ જિનેન્દ્ર મહાન. ૨૨
Page #27
--------------------------------------------------------------------------
________________
૧ ૨
પ્રજ્ઞાવબોઘ-વિવેચન ભાગ-૧
અર્થ :- ઉપરની ગાથામાં કહ્યું તેમ ઘર્મ આરાધવાનો સાચો ભાવ ઊપજવાથી વ્યવહાર સમ્યક્દર્શનની જો મુજને પ્રાપ્તિ થઈ તો તે પુણ્યરૂપ વૃક્ષ ઉપર ફળ બેસવા બરાબર છે. તે વ્યવહાર સમ્યક દર્શન નિશ્ચય સમ્યગ્દર્શનને પ્રગટાવી, સર્વ કર્મના મૂળને કાપી સહજઆત્મસ્વરૂપ જે પોતાનું જ નિદાન એટલે ગુણના ભંડારરૂપ મોક્ષ તત્ત્વ છે તેને આપે છે. એમ સકળ સુખના કારણરૂપ પ્રભુ વીતરાગ જિનેન્દ્રનો જય હો, જય હો. If૨૨ા.
મુજ મોક્ષકાર્યના કારણે ઉત્તમ તારણતરણ વહાણ, ચરણ-શરણ, સેવા દઈ સ્વામી, તારો પાપી પહાણ.
જય અહો! જિનેન્દ્ર મહાન, અહોહો! દેવ જિનેન્દ્ર મહાન. ૨૩ અર્થ :- મારા મોક્ષ પ્રાપ્તિના કાર્યમાં ઉત્તમ કારણરૂપ તથા તારણતરણ વહાણ કહેતા ફરી જહાજરૂપ આપ પ્રભુના ચરણ – શરણની સેવા મને આપી હે સ્વામી! મારા જેવા પાપી પહાણ એટલે પત્થરને આ ભવસમુદ્રથી તારો, પાર ઉતારો. અહોહો! આપની તારણતરણ શક્તિને હે જિનેન્દ્ર પ્રભુ! ઘન્ય છે, ઘન્ય છે. પુરા
અલૌકિક પદ પ્રગટાવ્યું તો આશ કરે નાદાન, કેવળ કરુણામૂર્તિ, દેજો તમને ઘટતું દાન.
જય અહો! જિનેન્દ્ર મહાન, અહોહો! દેવ જિનેન્દ્ર મહાન. ૨૪ અર્થ - આપે અલૌકિક એવું શુદ્ધ આત્મપદ પ્રગટ કર્યું તો નાદાન એવો હું પણ આપની પાસે તે પદ પ્રાપ્તિની આશા રાખું છું. આપ કેવળ કરુણાની જ મૂર્તિ છે. તેથી આપના પદને શોભે એવું ઘટતું દાન મને આપજો. જેથી હું પણ સર્વકાળને માટે સુખી થાઉં. સર્વોત્તમ દાન આપનાર એવા કરુણાળુ પ્રભુ જિનેન્દ્રનો જગતમાં સદા જયજયકાર હો. રા.
તુજ સમ્મતિમાં મતિ હો મારી, ગળે દેહ - અભિમાન, હૈયાનો ઉજડ હું તેમાં વસજો રાજ પ્રઘાન.
જય અહો! જિનેન્દ્ર મહાન, અહોહો! દેવ જિનેન્દ્ર મહાન. ૨૫ અર્થ – આપની હામાં હા ને નામાં ના એવી મારી મતિ હોજો. કે જેથી મારું અનાદિનું દેહાભિમાન નાશ પામે. હું તો પ્રભુ! હૈયાનો ઉજ્જડ છું, અર્થાત્ મારું હૃદય ખાલી છે; તેમાં યુગપ્રઘાન એવા આપ રાજ પ્રભુનો સદા વાસ હોજો એ જ આ પામરની આપ પ્રભુ પ્રત્યે ભાવભીની પ્રાર્થના છે. સર્વ સુખના મૂળભૂત મોક્ષમાર્ગના ઉપદેષ્ટા એવા મહાન શ્રી જિનેન્દ્ર પ્રભુનું શાસન ત્રણેય લોકમાં તેમજ ત્રણેય કાળમાં સદા જયવંત વર્તા, જયવંત વર્તા. 1રપી
બીજા પાઠમાં જિનદેવની સ્તુતિ કરીને હવે તે જિનેશ્વર ભગવાનનું સાચું સ્વરૂપ સમજાવનાર એવા નિગ્રંથ એટલે જેની મિથ્યાત્વરૂપી ગ્રંથી છેદાઈ ગઈ છે એવા સગુરુ ભગવંતનું ગીત એટલે તેમના ગુણનું ગાન આગળના પાઠમાં કરે છે; અર્થાત્ તેમના સગુણોની પ્રશંસા ભક્તિભાવે કરે છે.
Page #28
--------------------------------------------------------------------------
________________
(૩) નિગ્રંથ ગુરુ ગીત
નિગ્રંથ ગુરુ ગીત
(હરિગીત છંદ)
*
જયવંત સંગ કૃપાળુ ગુરુનો પુણ્યના પુંજે થયો, દુર્લક્ષ જે સ્વ-સ્વરૂપનો ગુરુ-દર્શને સહજે ગયો. ‘રે!મુક્તિમાર્ગ પિછાનવો સુખ તે વિના જગમાં નથી, સ્વચ્છંદ ને પ્રતિબંધથી જીવ રઝળતા થાક્યો નથી.’૧
અર્થ :— સદા છે જય જેનો એવા જયવંત પરમકૃપાળુ સદ્ગુરુદેવનો સંગ મને પૂર્વભવમાં કરેલ પુણ્યના પુંજથી થયો. જેથી સ્વસ્વરૂપ પ્રાપ્ત કરવાનો મને સદા દુર્લક્ષ હતો તે ગુરુદેવના દર્શન માત્રથી સહેજે નાશ પામ્યો; અર્થાત્ પરમકૃપાળુદેવના વચનામૃતથી સ્વસ્વરૂપ પ્રાપ્ત કરવાનો મને સહેજે લક્ષ થયો.
હે ભવ્યો! જન્મ જરા મરણથી મુક્ત થવારૂપમુક્તિ માર્ગની ઓળખાણ કરો; કારણ સુખ તે વિના આ જગતમાં નથી. સંસારમાં જીવ પોતાના સ્વચ્છંદે એટલે પોતાની મરજી પ્રમાણે ચાલીને કે પ્રતિબંધથી અર્થાત્ ચેતન તથા જડ પદાર્થો સાથે રાગ બંધન કે દ્વેષબંધન કરીને જીવ ચારગતિમાં રઝળ્યા કરે છે; તેને હજી થાક લાગ્યો નથી. આ જીવને સ્વચ્છંદ મૂકી જ્ઞાની પુરુષના આશારૂપ ખીલે બંધાવું ગમતું નથી. તેથી હરાયા ઢોરની જેમ ગમે ત્યાં મોઢું ઘાલે છે. અને ચારગતિમાં માર ખાય છે. ગુરુની આજ્ઞામાં વર્તે તો ગુરુ પણ પ્રસન્ન થઈ તેને જ્ઞાન આપે. તેમજ ગુરુ આજ્ઞા આરાધવામાં વિઘ્ન કરનાર એવા લોકસંબંધી બંધન કે સ્વજન કુટુંબરૂપ બંધનમાં રાગ ક૨વાનું ઘટાડે કે મટાડે તો દેહાભિમાનરૂપ બંધન શિથિલ થઈ અંતે સંકલ્પ વિકલ્પરૂપ બંધનથી પણ જીવ રહિત થઈ મુક્તિને પામે.
એમ આ પ્રથમ ગાથામાં પૂર્વ પુણ્યના ઉદયે શ્રી ગુરુનો ભેટો થાય તો જ સ્વસ્વરૂપનો લક્ષ પામી જીવ સ્વચ્છંદ અને પ્રતિબંઘને મૂકી મુક્તિને વરી શકે, એવો નિર્દેશ કર્યો. ॥૧॥
કલ્યાણકારી વચન એવાં પ્રબળ જાગૃતિ આપતાં નથી સાંભળ્યાં, નથી આદર્યાં, નથી લીનતા કરી ભાવમાં; અનાદિકાળથી હું મોહભાવની નીંદમાં
તેથી
ઘોડું, હવે ગુરુ-ચરણ ગ્રહીને રહીશ આપ સમીપમાં. ૨
૧૩
અર્થ :– ‘સ્વચ્છંદને પ્રતિબંઘથી જીવ રઝળતો થાકતો નથી એવા આત્માને કલ્યાણકારી પ્રબળ જાગૃતિ આપનાર વચનોને નથી કદી સાંભળ્યા કે નથી જીવનમાં ઉતાર્યા કે નથી તેવા ઉત્તમ ભાવોમાં કદી લીનતા કરી. તેથી જ અનાદિકાળથી હું શરીર કુટુંબાદિ મોહભાવની નીંદમાં ઘોરી રહ્યો છું. પણ હવે પરમકૃપાળુ ગુરુદેવના ચરણનું શરણ ગ્રહણ કરીને હે પ્રભુશ્રી! આપની સમીપ જ રહીશ. એમ પૂજ્યશ્રી બ્રહ્મચારીજી જણાવે છે. ।।૨।।
ગુરુના વિના નિજકલ્પના ને આગ્રહો કી ના ટળે, અતિ ઊછળતા હંફાવતા કામાદિ પાછા ના વળે;
Page #29
--------------------------------------------------------------------------
________________
૧
૪
પ્રજ્ઞાવબોઘ-વિવેચન ભાગ-૧
સગુરુનું ગ્રહતાં શરણ અરિબળ ટળી શાંતિ મળે,
ગુરુ-સાક્ષીએ યમનિયમ લેતાં અલ્પ યત્ન તે પળે. ૩ અર્થ :- સદ્ગુરુના ઉપદેશ વિના પોતાની અનેક પ્રકારની કલ્પનાઓ કે મતાગ્રહો કદી ટળી શકે નહીં. તેમજ અનાદિના અતિ ઉછાળા મારતા કે મનને હંફાવી નાખતા એવા કામ ક્રોધાદિ ભાવો પાછા વળી શકે નહીં. પણ સગુરુનું સાચાભાવે શરણ ગ્રહણ કરતાં વિષય કષાયરૂપ શત્રુઓનું બળ ઘટી જઈ આત્માને શાંતિ મળે છે તેમજ શ્રી ગુરુની સાક્ષીએ યમનિયમ ગ્રહણ કરતાં તે પણ અલ્પયત્નથી પળે છે. સા
નિગ્રંથ પથ સગ્રંથને પણ સુગમ સદ્ગુરુ શ્રી કરે, કળિકાળમાં વળી બાળજીંવને યોગ્ય બોઘ મુખે ઘરે; નરનારને અવિકાર ઔષઘ પુષ્ટિદાયક ગુણ કરે,
નિજ માતના ઘાવણ સમી હિતકારી ગુરુ કરુણા ઝરે. ૪ અર્થ - નિગ્રંથ પથ એટલે મિથ્યાત્વરૂપી ગ્રંથીને છેદવાનો મૂળ મોક્ષમાર્ગ, તે સગ્રંથ એટલે મિથ્યાત્વરૂપી અનાદિની ગાંઠવાળા કે ગ્રંથોને જાણનાર એવા પંડિતોને પણ પ્રાપ્ત થવો દુષ્કર છે, તેને શ્રી સદગુરુ ભગવંત સુગમ બનાવી દે છે. તથા આ કળિકાળમાં બાળજીવોને એટલે અજ્ઞાની જીવોને તેમની ભૂમિકાને યોગ્ય બોઘ આપી સદ્ગુરુ તેમનું પણ કલ્યાણ કરે છે.
વળી જગતના નરનારીઓને અવિકારભાવ ઉત્પન્ન કરે એવું પુષ્ટિદાયક ભાવ ઔષઘ તે ઉપદેશરૂપે આપી સર્વનું હિત કરે છે. બાળકોને માતાનું ઘાવણ વિશેષ માફક આવે તેમ જેને જે યોગ્ય હોય તેવો બોઘ આપી શ્રી ગુરુની અનંતી કરુણાનો શ્રોત સદા વહ્યા કરે છે. જો
ગુરુગુણ અમાપ અનંત, નહિ સર્વજ્ઞ સર્વ કહી શકે. આ રંકનું ગજું કેટલું? અપમાન કોઈ કહે, રખે ! બહુમાન હૃદયે જો રહ્યું અપમાન સમ ના ગણે,
ટુંકારી બોલે બાળ તોતડી વાણી પણ મીઠી માતને. ૫ અર્થ - શ્રી ગુરુના ગુણ અનંત અને અમાપ છે. તેનું સંપૂર્ણ વર્ણન સર્વજ્ઞ પુરુષો પણ ન કરી શકે. તો મારા જેવા પામર રંકનું ગજ કેટલું કે જે તેના ગુણનું વર્ણન કરી શકે ? જો હું અલ્પબુદ્ધિથી શ્રી ગુરુના થોડાક ગુણનું વર્ણન કરું તો રખેને કોઈ કહેશે કે એણે તો ગુરુના અનંતગુણને અલ્પમાત્ર બતાવી શ્રી ગુરુનું અપમાન કર્યું. પણ શ્રી ગુરુ પ્રત્યે મારા હૃદયમાં પૂરેપૂરું બહુમાન રહેલું છે તો સમજા પુરુષો તેને અપમાન ગણશે નહીં.
બાળક પોતાની તોતડી ભાષામાં માતાને ટુંકારો કરીને બોલાવે તો પણ તે ભાષા માતાને મીઠી લાગે છે. કેમકે બાળકના હૃદયમાં માતા પ્રત્યે અખૂટ પ્રેમ ભરેલો છે. તેમ શ્રી સદગુરુ ભગવંત પ્રત્યે મારો સાચો પ્રેમ છે તો તેમના ગુણની સ્તુતિ મારા ગજા પ્રમાણે હું કરું તો તેમાં કોઈ બાઘ હોઈ શકે નહીં. પાા
પરમાત્મપદ અરિહંતનું સમજાય સગુરુ-સંગથી, દૂરબીનથી જેવી રીતે દેખાય હિમગિરિ ગંગથી. શાસ્ત્રો કહે વાતો બઘી નકશા સમી ચિતારથી, ગુરુગમ વિના બીના ન હૃદયંગમ બને વિચારથી. ૬
Page #30
--------------------------------------------------------------------------
________________
(૩) નિગ્રંથ ગુરુ ગીત
૧ ૫
અર્થ - શ્રી અરિહંત ભગવંતનું પરમાત્મપદ પણ સદગુરુના સમાગમથી જ સમજાય એમ છે.
“સદ્ગુરુના ઉપદેશ વણ, સમજાય ન જિનરૂપ” -શ્રીમદ્ રાજચંદ્ર. જેમ દૂરબીનથી દૂર રહેલ હિમાલય પર્વત કે ગંગાનદીને પણ જોઈ શકાય તેમ શ્રી સદગુરુ ભગવંતે અનુભવેલ અરિહંત પદનું ભાન તેમના દ્વારા થઈ શકે છે. શાસ્ત્રો છે તે પરમાત્મપદને પામવા માટેની વાતોને જેમ નકશો દોરેલ હોય તેમ ચિતરીને બતાવે છે. પણ તે વાતો ગુરુગમ એટલે ગુરુએ આપેલી સમજ વિના તેની વાસ્તવિક બીના એટલે હકીકત માત્ર વિચાર કરવાથી હૃદયંગમ બની શકે નહીં; અર્થાત્ વાસ્તવિક રીતે તેનો ભાવ હૃદયમાં ભાસે નહીં. તે વિષે પત્રાંક.....માં જણાવે છે કે -
“શાસ્ત્રમાં માર્ગ કહ્યો છે પણ મર્મ તો પુરુષના અંતર્માત્મામાં રહ્યો છે.” -શ્રીમદ્ રાજચંદ્ર માટે નિગ્રંથ ગુરુ વિના અરિહંત ભગવંતનું પરમાત્મપદ પામી શકાય નહીં એમ સમજાવ્યું. કા
શાસ્ત્રો ઘણાં વળી વાંચતા વિચારતાં ફળ આ મળે, આજ્ઞા ઉપાસ્ય સત્પરુષની દુઃખ આત્યંતિક ટળે; સહજાત્મફૅપ સન્દુરુષ વિના જાય છૅવ જાણ્યો નહીં,
એવી અચળ શ્રદ્ધા થવી તે વાત ગુરુયોગે રહી. ૭ અર્થ - ઘણા શાસ્ત્રોને વાંચતાં કે વિચારતાં પણ આ જ તાત્પર્ય નીકળે છે કે સત્પરુષની આજ્ઞાને ઉપાસવાથી આત્યંતિક એટલે સંપૂર્ણપણે દુઃખની નિવૃત્તિ થઈ શકે એમ છે. સહજાત્મસ્વરૂપમાં સ્થિતિ છે જેની એવા સત્પરુષ વિના જીવ જાણ્યો જાય એમ નથી.
“સપુરુષ એ જ કે નિશદિન જેને આત્માનો ઉપયોગ છે.” -શ્રીમદ્ રાજચંદ્ર એવા સહજાત્મરૂપી આત્મામાં રમનારા સપુરુષ પ્રત્યે દ્રઢ શ્રદ્ધા થવી એ વાત પણ સદ્ગુરુના યોગે જ સંભવે છે. આવા
હું દ્રમક સમ હીંનપુણ્ય પણ તુજ દ્વાર પર આવી ચડ્યો, સુસ્થિત શ્રીમદ્ રાજચંદ્ર તણી કૃપાનજરે પડ્યો; ત્યાં સંત શ્રી લઘુરાજ સ્વામી પ્રેમસહ સામે મળ્યા,
મુજ દ્રષ્ટિરોગ મટાડવા જાતે પરિશ્રમમાં ભળ્યા. ૮ હવે પૂ.શ્રી બ્રહ્મચારીજી આ ગાથામાં પોતાનો અનુભવ જણાવે છે -
અર્થ - ‘ઉપમિતિ ભવ પ્રપંચ' નામના ગ્રંથમાં કહ્યું તેમ હીનપુણ્ય એવા દ્રમક જેવો હું પણ શ્રીમદ્ રાજચંદ્ર આશ્રમના મુખ્ય દ્વાર પર આવી ચઢયો અને સુસ્થિત મહારાજા જેવા શ્રીમદ્ રાજચંદ્ર પ્રભુની કૃપાનજરે પડયો. ત્યાં રાયણ તળે બિરાજમાન સંત શ્રી લઘુરાજ સ્વામી પ્રેમસહ સામો મળ્યા. તથા મારો દ્રષ્ટિરોગ એટલે અનાદિનો આત્મભ્રાન્તિરૂપ રોગ મટાડવા પોતે જાતે પરિશ્રમમાં ભળ્યા; અર્થાત્ સ્વયં પ્રભુશ્રીજીએ તે જ કાલી ચૌદસના રવિવારે પ્રથમ મુલાકાતના દિવસે, મને મંત્ર દીક્ષા આપી કતાર્થ કર્યો. 'ટા
દર્શન અલૌકિક આપનું સ્થિર હે!પ્રભુ મુજ ઉર વસો, વિતરાગતાફૅપ વદન તુજ મુજ નજરથી દંર ના ખસો; એ આત્મદ્રષ્ટિ આપની મુજ મન વિષે ચોટી રહો, શ્રુત-ભાનરૂપી કાનનું નહિ ભાન ભુલાશો, અહો!૯
Page #31
--------------------------------------------------------------------------
________________
૧ ૬
પ્રજ્ઞાવબોઘ-વિવેચન ભાગ-૧
અર્થ - હે પ્રભુ ! આપનું સ્થિર એટલે અનાદિકાળથી ચાલ્યું આવતું અલૌકિક એવું વીતરાગ દર્શન અર્થાત્ સનાતન જૈનધર્મ મારા હૃદયમાં સદા વાસ કરીને રહો. તથા આપની વીતરાગતા સૂચક મુખમુદ્રા મારા નજર આગળથી કદી દૂર ના ખસો.
આપની સર્વમાં સમ એવી આત્મદ્રષ્ટિ તે જ મારા હૃદયમાં સદા ચોટી રહો. અહો! આશ્ચર્યકારી એવા શ્રતનું ભાન કરાવનાર કાનનો ઉપયોગ સત્કૃતના શ્રવણમાં જ રહો. કારણ મહાપુરુષો દ્વારા ઉપદિષ્ટ સત્કૃત વિના મોક્ષનો માર્ગ જાણ્યો જાય તેમ નથી. લા.
ગુરુગમ-પકડની ટેકરૅપ તુજ નાક કદ વસરાય ના, સત્સંગ શ્વાસોચ્છવાસ તે સ્મૃતિપટ થકી ભૂંસાય ના; જગજીવને ઉપકારકારક કર નિરંતર શિર રહો!
સ્વફૈપાચરણદ્વૈપ ચરણ ઉર અંકિત ટંકોત્કીર્ણ હો! ૧૦ અર્થ :- દેહથી ભિન્ન આત્મા છે વગેરે ગુરુગમની પકડ કરવારૂપ ટેક એ જ નાક અર્થાત્ પોતાની ઇજ્જત છે, તે કદી વીસરાય નહીં. તેમજ શ્વાસોચ્છવાસે સત્સંગ કરવો એવો જે આપનો ઉપદેશ,
સ્મૃતિમાંથી કદી ભૂંસાય નહીં એમ ઇચ્છું છું. જગતના જીવોને ઉપકારક એવો આપનો કર એટલે હાથ તે સદૈવ મારા શિર ઉપર સ્થાપિત રહો. તથા સ્વરૂપાચરણરૂપ ચારિત્ર જ સુખરૂપ છે એવો ભાવ સદા મારા હૃદયમાં ટાંકણાથી કોતરેલ હોય તેમ અંકિત રહો. એ જ મારી આપ પ્રભુ પ્રત્યે પ્રાર્થના છે. ૧૦ના
ગુરુ રાજના વિશ્વાસરૃપ આસન અડોલ રહો ઉરે, સ્વ-સ્વરૃપ-તન્મયતારૂપી અવગાહના નિજ ગુણ ઘરે; ને ત્યાગ જગ-વિસ્મૃતિરૃપ વળી ધ્યાન સંત સ્વરૂપનું,
અતિ નિર્વિકલ્પ થવા વિકલ્પો જન્મતા મરવા ગણું. ૧૧ અર્થ - શ્રી ગુરુરાજની દ્રઢ શ્રદ્ધારૂપ અડોલ આસન મારા હૃદયમાં સદા રહો. તથા મારા આત્મસ્વરૂપમાં જ તન્મયતારૂપી અવગાહના હો કે જે નિજ આત્મગુણોને ઘારણ કરીને રહેલ છે.
વળી જગતની વિસ્મૃતિરૂપ ખરો અંતરંગ ત્યાગ મારા હૃદયમાં વાસ કરો. તથા સંત પુરુષોને પ્રાપ્ત એવા સહજાત્મસ્વરૂપનું ધ્યાન મને સદા રહો. તે આત્મધ્યાનમાં સાવ નિર્વિકલ્પ થવા પુરુષાર્થ કરતાં પૂર્વ કર્મના ઘક્કાથી જે વિકલ્પો આવે તે મરવા આવે છે એમ હું માનું એવી કૃપા કરો. /૧૧ાા.
આશ્ચર્યકર આચાર્ય પદવીને દપાવી ગૌતમે, પોતે ન કેવળજ્ઞાન પણ શિષ્યો વરે કેવળ ક્રમે; ગુરુભક્તિ તો ખરી તેમની જેનું હૃદય વીરમાં રમે,
શ્રુતકેવળી પણ શિર પરે ગુરુ-આણ ઘારે ઉદ્યમે. ૧૨ અર્થ :- આશ્ચર્યકારક એવી આચાર્ય પદવીને શ્રી ગૌતમસ્વામીએ દીપાવી હતી. પોતે કેવળજ્ઞાની નહીં હોવા છતાં, તેમનાં શિષ્યો ક્રમપૂર્વક કેવળજ્ઞાનને પામતા હતા.
સાચી ગુરુભક્તિ તો તેમની જ હતી કે જેનું હૃદય સદા મહાવીર પ્રભુમાં રમતું હતું. પોતે શ્રુતકેવળી હોવા છતાં પણ મહાવીર પ્રભુને પોતાના ગુરુ માની તેમની જ આજ્ઞાને સદા ઉદ્યમપૂર્વક શિરોધાર્ય કરતા હતા. ||૧૨ા
Page #32
--------------------------------------------------------------------------
________________
(૩) નિગ્રંથ ગુરુ ગીત
કળિકાળમાં પણ સત્ય તેવી ભક્તિ ગુરુની સંભવે, એવો અનુભવ આપતા લઘુરાજ મેં દીઠા હવેનિઃશંક માર્ગ બતાવતા, જે માર્ગ અનુભવથી જુવે,
શિર ઘર્મ-જોખમ ઘારીને સદ્ગુરુ-કૃપાબળ ફોરવે. ૧૩ અર્થ - આ કળિકાળમાં પણ તેની સાચી ગુરુભક્તિનો સંભવ છે. એવો અનુભવ આપતા મેં શ્રી લઘુરાજ સ્વામીને જોયા કે જેમને રોમે રોમે ગૌતમ સ્વામીની જેમ પરમકૃપાળુ શ્રીમદ્ રાજચંદ્ર પ્રભુ પ્રત્યે પ્રેમ હતો. તેમનાથી જે મોક્ષમાર્ગ જાણ્યો અને સ્વયં અનુભવ્યો તે જ મોક્ષમાર્ગ નિઃશંકપણે ભવ્ય જીવોને તેઓ બતાવતા હતા. તથા પોતાના શિર ઉપર ઘર્મનું જોખમ ઘારણ કરી પોતામાં સદ્ગુરુ કૃપાએ જે આત્મબળ પ્રગટ્યું હતું, તેને ફોરવતા હતા. જેથી અનેક ભવ્યો સતુમાર્ગને પામી ગયા. ||૧૩
પરિષહ સહી ભારે વર્યા શ્રદ્ધા અચળ આત્મા તણી, ગંભીર સાગર સમ, ઘરા જેવી ક્ષમા ઉરે ઘણી, રવિથી વિશેષ પ્રતાપ પામ્યા, શાંતિ શશથી પણ ઘણી;
સૌ આત્મહિતના સાઘકો સેવે ચરણરજ આપની. ૧૪ અર્થ - ભારે પરિષહો સહન કરીને પણ આપ પ્રભુશ્રી આત્માની અચળ શ્રદ્ધાને પામ્યા. તેમજ સાગર સમાન ગંભીર બન્યા. જેના હૃદયમાં ઘરા એટલે પૃથ્વી જેવી અખૂટ ક્ષમા હતી. જગતમાં સૂર્યથી વિશેષ આપનો પ્રતાપ એટલે પ્રભાવ જીવો પર પડ્યો, તથા આપનામાં શશી એટલે ચંદ્રમાંથી પણ અધિક શીતળતારૂપ શાંતિ હતી. તેથી સૌ આત્મહિતના સાધકો આપના ચરણરજની સેવા કરવાને સદા તત્પર રહેતા હતા. ||૧૪
વળી તર્જી સુખ સંસાર જે ત્યાગી મહાભાગી થયા ને મુખ્ય સાવર્ગમાં ઝટ નામના પામી ગયા; નિજ રાસ જોડાયા, ગવાયા, જીવન તપમાં ગાળતા,
જ્ઞાની ગુરુનો યોગ મળતાં મોહનો મળ ટાળતા. ૧૫ અર્થ :- વળી આપ ત્રીસ વર્ષની યુવાન વયે સુખી સંસારનો ત્યાગ કરી મહાભાગ્યશાળી બન્યા તથા પુરુષાર્થના બળે મુખ્ય સાઘુવર્ગમાં ઝટ નામના પામી ગયા. આપની ખ્યાતિ ખૂબ વધવાથી આપના નામના રાસ જોડાયા, ગવાયા; છતાં આપ તો એકાંતરા ઉપવાસ વગેરે કરી જીવન તપમાં ગાળતા હતા. આપની છત્રીસ વર્ષની ઉંમરમાં જ્ઞાની પરમકૃપાળુ સદ્ગુરુદેવનો યોગ મળતાં અનાદિના દર્શનમોહના મળને ટાળી આપ સ્વયં આત્મજ્ઞાની મહાત્મા બની ગયા. ૧પ/
નહિ સાથે સંસારી ગણે, ગ્રહી એક ટેક સુમુક્તિની, બહુ પુણ્ય કેરા પુંજથી મળી યુક્તિ સદ્ગુરુભક્તિની, વિસ્મૃતિ કરી સંસારની ગુરુપદ લહ્યું ગુરુમ્ભક્તિથી,
દીવે દીવો પ્રગટાવી, પદવી ગોપવી અતિ યુક્તિથી. ૧૬ અર્થ – જ્ઞાની ગુરુદેવ સાધુ વેશમાં છે કે સંસારી વેષમાં અર્થાત્ ગૃહસ્થ વેષમાં છે તેની દરકાર કર્યા વગર, પ્રથમ ગુરુદેવ આત્મજ્ઞાની છે કે નહીં તે ખાસ જાણી પરમકૃપાળુ શ્રીમદ્ રાજચંદ્ર દેવને ગુરુ
Page #33
--------------------------------------------------------------------------
________________
૧ ૮
પ્રજ્ઞાવબોઘ-વિવેચન ભાગ-૧
તરીકે સ્વીકારી એક માત્ર મુક્તિની જ ટેક અર્થાતુ માત્ર મોક્ષ અભિલાષ જ હૃદયમાં રાખ્યો હતો. એવા પ્રભુશ્રીજીને બહુ પુણ્યના પુંજથી સગુરુ ભક્તિની યુક્તિ પણ મળી આવી. જેથી સંસાર ભાવોની વિસ્મૃતિ કરીને સ્વયં પરમકૃપાળુદેવની ભક્તિથી ગુરુપદ પામ્યા. સગુરુ ભગવંત પ્રગટ દીવો હતા. તેથી પોતાની પણ આત્મજ્યોત પ્રગટાવી પ.પૂ.પ્રભુશ્રીજીએ પોતાની ગુરુ પદવીને અતિયુક્તિવડે ગોપવી દીધી. તે કેવી રીતે? તો કે પ.પૂ.પ્રભુશ્રીજી કહેતા કે પ્રભુ! અમે ગુરુ થતા નથી, અમે ગુરુ બતાવી દઈએ છીએ, અમારા ગુરુ તે તમારા ગુરુ માનવા, એમ કહી પોતાના ગુરુ પરમકૃપાળુદેવ શ્રીમદ્ રાજચંદ્રને જ પ્રખ્યાતિમાં લાવવા પોતે આજીવન પ્રયત્ન કર્યો. ૧૬ાા.
રે! નરસ આહારે નિભાવે દેહ મમતા મૂકીને, વિલાસની તર્જી લાલસા સૌ; સ્વપર મતને જાણીને, ઉપદેશની અમદાર વર્ષે સર્વનું હિત તાકીને,
સુંધર્મ-તીર્થ દીપાવતા તે પરમ કરુણા આણીને. ૧૭ અર્થ:- પોતાના દેહ પ્રત્યેનો મમત્વભાવ મૂકી દઈ માત્ર દેહને ટકાવવા અર્થે જેઓ નીરસ આહાર લેતા હતા. તથા મનથી ભોગ વિલાસની લાલસાઓને જેણે તજી દીધી હતી, એવા પ.પૂ.પ્રભુશ્રીજી કે જેણે સ્વ શું? અને પર શું? એવી માન્યતાઓને સમ્યપણે જાણી સર્વના હિતાર્થે ઉપદેશની અમૃતવારા વર્ષાવી હતી. તથા જગતના જીવોના કલ્યાણ અર્થે હૃદયમાં પરમ કરુણાભાવ લાવી પરમકૃપાળુદેવે ઉદ્ભૂત સભ્ય ઘર્મરૂપ તીર્થને પરમકૃપા કરી દીપાવ્યું હતું. ૧થી.
આચાર પંચ ઘરી ઉરે, દાતાર તેના અન્યને, કૃતઘર્મનો આઘાર ઘર ઉદ્ધારનાર અનન્ય છે, શિષ્યોની પણ સેવા કરે સહી કષ્ટ જાતે, ઘન્ય તે,
ગુરુ મર્મસ્પર્શી મઘુર વચને શરણ દે, સૌજન્ય એ! ૧૮ અર્થ :- મુનિના પંચ આચારને હૃદયમાં ઘારણ કરી બ્રહ્મચારી ભાઈ-બહેનો તથા મુમુક્ષુઓ વગેરેને આચારના બોઘનું દાન આપતા હતાં. તેમજ શ્રતમાં ઉપદિષ્ટ ઘર્મનો આધાર લઈ ભવ્ય જીવોનો અનન્ય રીતે ઉદ્ધાર કરનાર હતા. જરૂર પડ્યે શિષ્યોની પણ સેવા જાતે કષ્ટ વેઠીને કરતા એવા પ્રભુશ્રીજીને ઘન્ય છે. વળી પોતાની મર્મસ્પર્શી મધુર વાણીથી જીવોને સમજાવી પરમકૃપાળુદેવનું શરણ અપાવતા હતા, એ એમનું સૌજન્ય એટલે સજ્જનતા અથવા ભલાઈ કરવાની ભાવનાની નિશાની હતી. ૧૮
વ્યવહારકુશળ વર્તતા ગુરુગમ સહિત ઘીરજ ઘરી, છોડી પ્રમાદ સુકાર્ય યોજી સંઘ-સેવા આદરી; દર્શાવતા શરણાગતોને મોક્ષમાર્ગ દયા કરી,
ગુરુનો પ્રગટ ગુણ તે પ્રકર્તા નામનો ગાયો સ્મરી. ૧૯ અર્થ - પોતાના ગુરુ પરમકૃપાળુદેવથી ગુરુગમ પામી ઘીરજ ધરીને વ્યવહાર-કુશળ રીતે જેઓ વર્તતા હતા. સ્વયં પ્રમાદ તજી સંઘને આત્મહિતના કાર્યમાં જોડી સંઘની સેવા આદરી હતી. દયા કરીને જે શરણાગતોને મોક્ષનો માર્ગ બતાવતા હતા. એ ગુરુનો પ્રગટ પ્રકર્તા નામનો ગુણ છે; તેને અહીં સ્મરીને ગુણગાન કર્યું છે. ૧૯ો.
Page #34
--------------------------------------------------------------------------
________________
પ.ઉ.૫.પૂ. પ્રભુશ્રીજી
Page #35
--------------------------------------------------------------------------
________________
(૩) નિગ્રંથ ગુરુ ગીત
૧
૯
રત્નત્રયીના નાશકારક આત્મઘાતી દોષનો, ઉપાય સદ્ગુરુ દાખવે, દેખાડ મારગ મોક્ષનો; કંપે હૃદય ઉપદેશવેગે, નીર પણ નયને ઝરે,
સંસારથી ઉદ્ધારનારી શુદ્ધતા હૃદયે ઘરે. ૨૦ વળી પ્રકર્તા ગુણના ઘારક શ્રી ગુરુ કેમ પ્રવર્તે છે તે નીચેની ગાથાઓથી જણાવે છે :
અર્થ:- સમ્યગ્દર્શન, જ્ઞાન, ચારિત્રને નાશ કરનાર એવા આત્મઘાતી દોષોને દૂર કરવાનો ઉપાય બતાવી શ્રી સદ્ગુરુ શિષ્યોને મોક્ષનો સાચો માર્ગ દેખાડે છે. શ્રી ગુરુના ઉપદેશના વેગ વડે શિષ્યનું હૃદય કંપાયમાન થાય છે અને પોતાના દોષ જણાવતાં આંખમાંથી આંસુ પણ ઝરે છે. એમ શ્રી ગુરુના ઉપદેશથી શિષ્ય, સંસારથી ઉદ્ધારનારી શુદ્ધતાને પશ્ચાતાપ વડે હૃદયમાં ઘારણ કરે છે.૨૦ના
શું શિશુ સમ સમજાવતા સ્નેહે ગુરું અપરાથીને! નિજ દોષ દર્શાવી, સુખે સાથે સુશિષ્યો શુદ્ધિને; માયાથી કોઈ છુપાવતો નિજદોષ જો ગુરુ આગળ,
તો સિંહ સમ ગુરુ ગર્જતા કે દોષ ઑકે તે પળે. ૨૧ અર્થ - બાળકને પ્રેમથી સમજાવે તેમ શ્રી ગુરુ અપરાથી એવા પોતાના શિષ્યને સ્નેહપૂર્વક સમજાવે છે. જેથી સુશિષ્યો પોતાના દોષ શ્રી ગુરુને જણાવી સુખે આત્મશુદ્ધિને સાથે છે.
પણ માયાથી કોઈ શિષ્ય ગુરુ આગળ જો પોતાના દોષને છુપાવે તો સિંહ સમાન શ્રી ગુરુ ગર્જના કરે કે જેથી શિષ્ય તે જ પળે પોતાના દોષને ઓકી કાઢે છે. રા.
ઘમકી ગણે ના કોઈ તો ગુરુ આમ ઘડૂકીને કહેઃ “દેખાડતો નહિ મુખ તારું મલિન, માયા જો ગ્રહે; વ્રત, નિયમ, સંયમ સર્વને માયા છૂપી રીતે દહે;
જે આત્મ-ઉવળતા ચહે તે ર્જીવ જ ગુરુશરણું ગ્રહે.” ૨૨ અર્થ - કોઈ શિષ્ય એવો હોય કે જે શ્રી ગુરુની ઘમકીને પણ ગણે નહીં. તો શ્રી ગુરુ ઘડૂકીને તેને આમ કહે કે હજુ દોષ કહેવામાં માયા રાખે છે માટે અહીંથી ચાલ્યો જા. તારું દોષોથી મલિન એવું મુખ મને દેખાડતો નહીં. કેમકે વ્રત, નિયમ કે સંયમ એ સર્વને માયા છૂપી રીતે બાળી નાખે છે. માટે તેવી માયાને ઘરી રાખનાર શિષ્યને ગુરુ પાસે રાખે નહીં. પણ જે આત્માની ઉજવળતાને ઇચ્છે તે જીવ જ સદ્ગુરુના શરણને ગ્રહણ કરી શકે છે. આમ શિષ્યના દોષોને કઢાવી નિર્મળ આચાર પળાવવાં, એ પ્રકર્તા નામનો શ્રી ગુરુનો એક ગુણ છે. રજા
ગુણગાન ગુણનિધિ સદ્ગુરુંનાં સાંભળી શ્રદ્ધા કરે, નજરે ન દીઠા હોય તોયે પ્રીતિ સુશિષ્યો ઘરે. વળી શિષ્યજનના દોષ હરવા ઉર ગુરુ નિષ્ફર કરે,
માતા દયાળું બળ કરી કડવી દવા શિશુમુખ ઘરે. ૨૩ અર્થ - ગુણનિધિ એટલે ગુણના ભંડાર સમા પરમકૃપાળુ સગુરુ ભગવંતના ગુણગાન પ.પૂ.પ્રભુશ્રીજી પાસેથી સાંભળીને શિષ્યો પરમકૃપાળુદેવની શ્રદ્ધા કરે છે. ભલે પરમકૃપાળુ સગુરુદેવને
Page #36
--------------------------------------------------------------------------
________________
૨ ૦
પ્રજ્ઞાવબોઘ-વિવેચન ભાગ-૧
નજરે ન દીઠા હોય તો પણ તેમના પ્રત્યે સુશિષ્યો પ્રીતિને ધારણ કરે છે.
વળી શિષ્યના દોષોને હરવા શ્રી ગુરુ હૃદયને નિષ્ફર પણ કરે. જેમ દયાળુ એવી માતા બાળકનો રોગ હરવા બળ કરીને પણ કડવી દવા બાળકના મુખમાં રેડે છે, કે જેથી તેનો રોગ નાશ પામે. તેમ શ્રી ગુરુ શિષ્યના દોષો કઢાવવા કદી હૃદયને કઠોર કરે, પણ પરિણામમાં તો જેને અનંતી દયા જ વર્તે છે. ર૩મા
વિશ્વાસ ઘર શિષ્ય કહેલા દોષ ગુરુ નહિ ઉચ્ચરે, જાણે, ન જાણે કાન બીજો તેમ ગુણિ તે ઘરે; દ્રષ્ટિ મીઠી પલટાય ના કર્દી, દોષ જાય બઘા ગળી,
પૂરી પ્રતીતિ સંઘને : “નહિ દોષ શકશે નીકળી.” ૨૪ અર્થ - વિશ્વાસ રાખીને શિષ્ય કહેલા દોષને શ્રી ગુરુ બીજાને કદી કહે નહીં. તેમનો બીજો કાન પણ જાણે નહીં એવી ગુપ્તતાને શ્રીગુરુ ઘારણ કરે છે. દોષો કહેવા છતાં પણ શિષ્ય પ્રત્યેની તેમની મીઠી દ્રષ્ટિ કદી પલટાતી નથી. એવા શ્રી ગુરુને બઘા દોષ જણાવવાથી તે દોષો ગળી જાય છે અર્થાત્ નાશ પામે છે. શ્રી સંઘને પણ એવા સગુરુ ભગવંત પ્રત્યે પૂર્ણ પ્રતીતિ એટલે વિશ્વાસ છે કે શ્રી ગુરુના મુખથી અમારા દોષ કદી પણ નીકળી શકશે નહીં, કેમકે શ્રી ગુરુ ભગવંત સાગર જેવા ગંભીર હોય છે. ર૪.
વળી કુશળ નાવિક સમ ગુરું સંસાર પાર ઉતારતા, સઘર્મરૂપ નવી નાવમાં નિશ્ચલપણે બેસારતા.
અંતે સમાધિમરણ સાથે શિષ્ય તેવો બોઘ દે,
નિશ્ચય અને આશ્રય કરી, સ્વ-સ્વરૃપ ભાથું બાંથી લે. ૨૫ અર્થ - કુશળ નાવિક સમાન શ્રી ગુરુ શિષ્યોને સંસાર સમુદ્રથી પાર ઉતારનારા છે. તે માટે આત્મઘÍરૂપી નવી નાવમાં એટલે સફરી જહાજમાં દ્રઢ શ્રદ્ધા કરાવી જિજ્ઞાસુઓને બેસાડે છે. તથા શિષ્યને એવો બોઘ આપે છે કે જેથી પોતાના અંત સમયે તે સમાધિમરણને સાથે છે. તથા સધ્ધર્મનો નિશ્ચય અને દ્રઢ આશ્રય કરી પોતાના આત્મસ્વરૂપના કલ્યાણ માટેનું ભાથું પણ સાથે બાંધી લે છે. ગરપા
ભયભીતને નિર્ભય કરે, નિસ્તેજને જાગ્રત કરે, વળી ખેડછાયા દેખતાં, નિઃખેદ કરી નિજબળ ભરે; ગુરુ મોહમમતાવંતને નિર્મોહીં સમપદમાં ઘરે.
એવા ચમત્કારી ગુરુંથી સુગુમહિમા વિસ્તરે. ૨૬ અર્થ - સંસારમાં રહેલા મરણાદિ ભયથી સહિત જીવોને શ્રી ગુરુ નિર્ભય બનાવે છે, નિસ્તેજ એવા પ્રમાદીને બોથ વડે જાગૃત કરે છે, મુખ પર ખેદની કે દુઃખની છાયા દેખતા શ્રી ગુરુ પોતાનું આત્મબળ તેમાં ભરી તેને ખેદ રહિત કરે છે. વળી મોહ મમતાથી યુક્ત જીવને શ્રી ગુરુ ઉપદેશ આપી નિર્મોહી એવા સમભાવવાળા પદમાં સ્થિતિ કરાવે છે. એવા ચમત્કારી શ્રી ગુરુથી સદ્ગુરુ ભગવંતનો મહિમા જગતમાં વિસ્તાર પામે છે. રજા
નાસે નિરાશા દૂર દૂર, વળી દીનતા દેખાય ના, કાયરપણું ક્યાંથી ટકે? પામરપણું પેખાય ના.
Page #37
--------------------------------------------------------------------------
________________
(૪) દયાની પરમ ઘર્મતા
૨ ૧
તે થિંગથર્ટીનું શરણ ઘરતાં ઘરજ દ્રઢ હૃદયે રહે,
મરણાંત સંકટ વિકટ તોયે વીર્ય સમભાવે વહે. ૨૭ અર્થ :- ચમત્કારી એવા શ્રી ગુરુના શરણથી નિરાશાઓ દૂર દૂર ભાગી જાય, દીનતા એટલે લઘુગ્રંથિ નાશ પામે તથા પામરપણું પણ જણાય નહીં તો ત્યાં કાયરપણું ક્યાંથી ટકી રહે? અર્થાત સદ્ગુરુનો આશ્રિત તેમના બોઘબળે શૂરવીર બની જાય છે. ધીંગઘણી એવા સગુરુ ભગવંતનું સાચું શરણ લેતાં હૃદયમાં એવી દ્રઢ ઘીરજ આવે કે જે મરણાંત વિકટ સંકટ આવી પડે તો પણ તેનું આત્મવીર્ય સમભાવમાં જ વહ્યા કરે. એવો શ્રી ગુરુનો મહિમા જગતમાં સદા પ્રસિદ્ધ છે. શા
અરિહંત-સિદ્ધ-સ્વરૂપ-ભોગી સગુરું હૃદયે રમે, જેના વચનબળથી જીંવો ભ્રાંતિ અનાદિની વમે; યુક્તિ-પ્રયુક્તિ પ્રેમ ને દ્રષ્ટાંત ચેષ્ટા સહજ જ્યાં,
વ્યસની ભેંલે વ્યસનો બઘાં, પ્રભુપ્રેમરસ રેલાય ત્યાં. ૨૮ અર્થ - અરિહંત, સિદ્ધ ભગવંતને પ્રાપ્ત એવા સહજાત્મસ્વરૂપના ભોગી શ્રી સદ્ગુરુ ભગવંત જેના હૃદયમાં રમે છે, તે જીવો તેમના વચનબળે અનાદિકાળથી ચાલી આવતી એવી આત્મભ્રાંતિને જરૂર વમે છે. શ્રી સદગુરુ ભગવંતના વચનમાં આવતી અનેક યુક્તિ પ્રયુક્તિઓ અને સત્ પ્રત્યેનો પ્રેમ અને દ્રષ્ટાંતો તેમજ શ્રી ગુરુની સહજ આત્મચેષ્ટા જાણીને વ્યસની પણ બઘા વ્યસનોને ભૂલી જાય છે અને તેમાં પણ પ્રભુ પ્રેમનો રસ રેલાતો થઈ જાય છે, અર્થાત્ તે પણ પ્રભુ પ્રત્યેની ભક્તિમાં તન્મય બને છે.
એવા પરમાત્મપદ પ્રાપ્ત શ્રી સદ્ગુરુ દેવના ઉપકારનો મહિમા અનહદ છે કે જેનું વર્ણન કોઈપણ પ્રકારે થઈ શકે એમ નથી. એવા નિગ્રંથ સદગુરુ ભગવંતને અમારા કોટિશઃ પ્રણામ હો, પ્રણામ હો.
બીજા અને ત્રીજા પાઠમાં સાચા દેવ અને સાચા ગુરુનું સ્વરૂપ સમજાવી હવે આ ચોથા પાઠમાં સાચાઘર્મનું સ્વરૂપ સમજાવવામાં આવે છે. કેમ કે સાચો ઘર્મ દયામૂળ છે. જ્યાં દયા નથી ત્યાં ઘર્મ નથી.
અહિંસા પરમો ઘર્મ' અહિંસા એટલે દયા એ જ પરમ ઘર્મ છે. સર્વ જીવો પ્રત્યે દયા રાખી તેમને મન વચન કાયાથી હણવા નહીં એ જ સર્વોત્કૃષ્ટ ઘર્મ છે. તે દયાનું યથાર્થ સ્વરૂપ હવે આ પાઠમાં વર્ણવવામાં આવે છે. -
(૪).
દયાની પરમ ઘર્મતા
(દોહરા)
દીનદયાળ દયા કરો, પરમ ઘર્મ-આઘાર; તુમ સમ સમર્થ કોઈ નહિ, આત્મબોઘા-દાતાર ૧
Page #38
--------------------------------------------------------------------------
________________
પ્રજ્ઞાવોધ-વિવેચન ભાગ-૧
અર્થ :— કે દીન દયાળુ પ્રભુ ! મારા જેવા આત્મલક્ષ્મીથી હીન એવા દીન પર દયા કરો. કેમકે આપ દયાની પરમ ધર્મના એટલે અહિંસા પરમો ધર્મના યથાર્થ જાણકાર હોવાથી મારે પરમ આધારરૂપ છો. તમારા સમાન આત્મા સંબંઘીનો બોધ આપનાર બીજો કોઈ સમર્થ પુરુષ નથી. ।।૧।। દ્રવ્ય-ભાવરૂપ ભેદથી કો કરી વિસ્તાર;
મધુરી વાણી ગુરુતણી ભાવ જગાવે સાર. ૨
૨૨
અર્થ :— દ્રવ્યદયા અને ભાવદયારૂપ ભેદનો વિસ્તાર કરી મને સમજાવો. કેમકે શ્રી ગુરુની મીઠી વાણી એ જ દયા પાળવાનો સાચો ભાવ જગાડનાર છે. ।।૨।।
જગમાં જન્મી, સ્વાર્થમય કરતો કાર્ય અનેક;
પરદુખ રજ દેખું નહીં, ઘરતો નહીં વિવેક. ૩
આ
અર્થ :— હે પ્રભુ ! જીવ જગતમાં જન્મ લઈને, અનેક સ્વાર્થમય કાર્યો કર્યાં કરે છે. તેમાં પોતાના સ્વાર્થ માટે બીજાના રેંચ માત્ર પણ દુઃખને જોતો નથી. મને દુઃખ અપ્રિય છે તેમ બીજાને પણ અપ્રિય થશે એવો વિવેક પણ એને પ્રગટતો નથી. ।।ગા
અબુથ અવિવેકી છતાં શરણે રાખો નાથ,
ઇચ્છું ઉત્સંગે રમું સસલા સમ શી સાથ. ૪
અર્થ :— હે નાથ ! હું અબુધ એટલે અજ્ઞાની છું. અવિવેકી એટલે હિતાહિતનું મને ભાન નથી, છતાં
-
છે પ્રભુ! મને આપના શરણમાં રાખો. હું આપની આજ્ઞારૂપ ઉત્સંગ એટલે ખોળામાં સદા રમવા ઇચ્છું છું. જેમ ચન્દ્રમાના ખોળામાં સસલું રમે છે તેમ. ૪।।
ચંદ્રપ્રભા સમ તુજ ગુર્ણ સ્વરૂપ મુજ જણાય;
માંગુ તુજ ગુણ ૨મણતા, દયા કરો ગુરુ રાય. ૫
=
અર્થ :— ચંદ્રમાની પ્રભા સમાન આપના અનેક શીતળ ગુન્નવડે મારા આત્મસ્વરૂપનો મને ખ્યાલ આવે છે. તેથી હું પણ હવે આપના ગુણોમાં રમણતા કરવા ઇચ્છું છું. માટે તેમ કરાવી, હે ગુરુ રાજ! મારા પર દયા કરો. II
માર' ભાવને મારવા તુજ ઉપદેશ અપાર;
અણુ પણ જીવહિંસા નહીં તુજ ઉરમાંહીં, ઉદાર. ૬
અર્થ == કોઈને મારવાનો ભાવ છે તે ભાવને જ મારી નાખવાનો આપનો ઉપદેશ છે. કેમકે ઉદાર એવા આપના હૃદયમાં અણુ માત્ર પણ જીવિહંસાના પરિણામ નથી. III
કેવળ કરુણામૂર્તિ તે સૌ જીવને હિતકાર;
દયા કરી દર્શાવતું દયા-ધર્મ સુખકાર. ૭
અર્થ :– હે પ્રભુ! તું તો કેવળ રુણાની જ મૂર્તિ છો. સર્વ જીવોનું હિત કરનાર છો. તેથી દયા કરીને અમને દયા-ધર્મ જ એક માત્ર સુખરૂપ છે, તે ભાવને સ્પષ્ટ રીતે વિસ્તારથી સમજાવી અમારું કલ્યાણ કરો. ।।ા
*
Page #39
--------------------------------------------------------------------------
________________
(૪) દયાની પરમ ધર્મના
દયા-પ્રતાપે દીપનું જગમાં સુંદર સર્વ; દયાવેલ વિસ્તારવા યોજાયાં સૌ પર્વ. ૮
અર્થ :— જગતમાં સુંદર એવી સુખ શાંતિ સર્વત્ર જણાય છે, તે દયાના પ્રતાપે છે. જો એકબીજામાં દયાના પરિણામ ન હોય તો આ જગતનું સ્વરૂપ ભયંકર થઈ પડે. સર્વ પર્વોની યોજના પણ આ દયાવેલને વિસ્તારવા માટે કરવામાં આવેલ છે. જેમકે બીજ, પાંચમ, આઠમ, અગ્યારસ, ચૌદશ, પૂર્ણિમા વગેરે કે પર્યુષા, દીવાળી પર્વ વગેરેના દિવસોમાં લીલોતરી કે રાત્રિભોજન ત્યાગ આદિની યોજના બીજાં જીવોના રક્ષણ માટે કરવામાં આવેલ છે. તેમજ પોતાના આત્માની દયા ખાવા વિશેષ આરાઘના પર્વ દિવસોમાં થાય એ પણ મુખ્ય હેતુ એમાં સમાયેલ છે. ૮ાા
૨૩
દયાપાળથી થંભિયો દરિયો જળભંડાર, જગત હૂઁબાડી દે નહીં; એ અચરજ ઉર ઘાર. ૯
અર્થ :– દયાપાલનથી જ જળથી ભરેલો એવો દરીયો પોતાની મર્યાદા મૂકી જગતને ડૂબાડતો નથી. આ આશ્ચર્યકારી વાતને તું હૃદયમાં ઘારણ કરી, દયાપાલનમાં સદૈવ તત્પર રહે. IIII જીવદયા મહા યજ્ઞરૂપ વૃષ્ટિ વશ કરનાર;
હિંસા જગમાં જ્યાં વઘી, દુકાળ પણ પડનાર. ૧૦
અર્થ :જીવોની દયા પાળવી એ મહા યજ્ઞરૂપ છે. એ અતિવૃષ્ટિને વશ કરનાર છે અર્થાત્ અતિવૃષ્ટિ થાય તે દયાની હીનતાનું પરિણામ છે. જગતમાં જ્યાં હિંસાની વૃદ્ધિ થઈ ત્યાં દુકાળ પણ પડે છે. ।।૧૦।।
દયામંત્રથી વશ કર્યો, સ્વાર્થપિશાચ મહાન,
‘ખાઉં ખાઉં' વી બધું જગ કરશે વેરાન. ૧૧
અર્થ :- દયારૂપી મંત્ર વડે સ્વાર્થરૂપી મહાન પિશાચ એટલે રાક્ષસને વશ કરો. નહીં તો સર્વને ‘ખાઉં ખાઉં' કહી આખા જગતને વેરાન એટલે ઉજ્જડ બનાવી દેશે.
પૈસાના લોભથી સ્વાર્થવશ જીવ કોઈ પણ પ્રકારના પાપ દયા મૂકીને કરવા લલચાઈ જાય છે. જો સર્વ જીવમાં સ્વાર્થવૃત્તિ વૃદ્ધિ પામશે તો આખું જગત ખેદાનમેદાન થઈ જશે. માટે દયા એ જ ધર્મ છે. એને મંત્ર માની તેને આઠરી સર્વ જગતના જીવોનું હિત કરો. ।।૧૧।।
ઘરે દયા માતાસમી વત્સલતા સુવિશાળ, શરણાગતને કે શણ, તે સૌની સંભાળ, ૧૨
અર્થ :— જે હલુકર્મી જીવ દયાધર્મને ધારણ કરશે તેને તે દયા, માતા સમાન અંત૨માં સર્વ જીવો પ્રત્યે સુવિશાળ એવી વાત્સલ્યતા પ્રગટાવશે. તેના પરિણામે તે દયાધર્મ, પોતાને શરણે આવેલા શરણાગતને શરા આપી સદૈવ તે આત્માની સંભાળ લેશે અર્થાત્ તેનું કલ્યાણ કરશે. ।।૧૨।
સ્વજનસમા સૌ જગğવો, વિશ્વ મહાન કુટુંબ;
દયા વિશાળ ઘરો ઉરે, ટળે અનાદિ દંભ. ૧૩
અર્થ :— જગતના જીવો સાથે પૂર્વે મારે અનંતી સગાઈ થઈ ચૂકી છે. માટે તે બધા મારા સ્વજન
Page #40
--------------------------------------------------------------------------
________________
૨૪
પ્રજ્ઞાવબોઘ-વિવેચન ભાગ-૧
સમાન છે. તેથી આખું વિશ્વ મારે મન મહાન કુટુંબરૂપ છે. એવી વિશાળ દયાને હૃદયમાં ધારણ કરવાથી અનાદિકાળનો દંભ અર્થાત્ સ્વાર્થવશ થતો માયા કપટનો ભાવ, તેનો નાશ થાય છે. [૧૩
દયા ર્જીવન જેનું બની તેની સન્મુખ સર્વ
સિંહ-હાથી, અહિ-નોળિયા-વેર લે તડેં ગર્વ. ૧૪ અર્થ :–દયામય જીવન જેનું બની ગયું છે એવા મહાપુરુષની સમક્ષ સિંહ, હાથી, અહિ એટલે સર્પ અને નોળિયા સર્વ પરસ્પર વેર ભૂલી જઈ નમ્રતાથી વર્તન કરે છે. I/૧૪
સુરપતિ, નરપતિ સેવવા ચરણ ચહે દિનરાત,
વાણી ગુણખાણી બને, સુણતાં ઘર્મ-પ્રભાત. ૧૫ અર્થ - એવા મહાપુરુષના ચરણ સેવવાને સુરપતિ એટલે ઈન્દ્ર અને નરપતિ એટલે રાજા વગેરે સર્વ રાતદિવસ ઇચ્છે છે. જેની વાણી ગુણની ખાણરૂપ છે અથવા તે વાણી સાંભળવાથી સ્વયં ગુણની ખાણ બને છે અને ધર્મનો પ્રભાત થાય છે અર્થાત ઘર્મ આરાઘવાનો સાચો ભાવ ઉપજે છે. I૧પણા
વેદમંત્રના ઘોષથી કરે યજ્ઞ, દે દાન,
પણ હિંસાસહ ઘર્મ તે વિષ-મિશ્રિત પકવાન. ૧૬ અર્થ - વેદના મંત્રોચ્ચાર સાથે યજ્ઞ કરે, દાન આપે પણ તે ઘર્મ હિંસા સાથે હોવાથી વિષ મળેલા પકવાન જેવો છે. અર્થાતુ પકવાન છે પણ અંદર ઝેર હોવાથી માણસને મારી નાખે છે, તેમ ઘર્મના નામે યજ્ઞ વગેરે કરે પણ તેમાં જીવોની હિંસા થવાથી તે ઝેર સમાન દુર્ગતિને આપનાર થાય છે. [૧૬ના
આપઘાત કરનારને કમોત બહુ ભવ થાય;
પણ પરઘાતે બાંઘિયુ વૈર ઘણું લંબાય. ૧૭ અર્થ :- જેમ આપઘાત કરનારને ઘણા ભવ સુધી કમોત થાય અર્થાત જળ, અગ્નિ કે શસ્ત્ર વગેરેથી મરવાનું થાય. તેમ પર જીવોનો ઘાત કરે તેથી વૈર બંઘાય અને તે વૈર ઘણા ભવ સુધી લંબાય છે. અનેક ભવ સુધી પરસ્પર એકબીજાને વેરભાવથી મારે છે. ૧ળા
આપણને જો ‘મર” કહે, તોયે બહુ દુખ થાય;
તો પર જીંવને મારતાં કેમ નહીં અચકાય? ૧૮ અર્થ - આપણને કો “મર' કહે તો પણ બહુ દુઃખ થાય; તો બીજા જીવોને મારતાં આ જીવ કેમ અચકાતો નથી? II૧૮.
અનંત ભૂત ભવે થયાં કોણ ન નિજ મા-બાપ?
તો પરને હણતાં ગણો સ્વજન હણ્યાનું પાપ. ૧૯ અર્થ :–ભૂતકાળના અનંતભવમાં કોણ પોતાના મા કે બાપ થયા નથી? તો હવે તે જીવોને મારતાં સ્વજન હણ્યાનું પાપ ગણો. કેમકે પૂર્વભવમાં મા-બાપ થયેલા એવા જીવોને જ આજે આપણે હણીએ છીએ. ૧૯ો.
સ્વજન વિયોગ ન ઘડી ગમે તો જીંવ હણો ન કોય; વિયોગ સદાનો મરણથી, દીર્ઘ દ્રષ્ટિથી જોય. ૨૦
Page #41
--------------------------------------------------------------------------
________________
(૪) દયાની ૫૨મ ધર્મતા
૨૫
અર્થ :—સ્વજનનો વિયોગ આપણને ઘડી પણ ગમતો નથી તો કોઈપણ જીવને હણો નહીં. કેમકે જેને આપણે માર્યો, તેનું મરણ થવાથી તેના કુટુંબીઓને સર્વ કાળ માટે તેનો વિયોગ થઈ ગયો, તે તેને કેમ ગમે? એમ દીર્ઘ દૃષ્ટિથી જોઈને કોઈપણ જીવને હણવો એ મહાપાપ છે એમ માનવું. ।।૨૦।। કહે, “તને મારી પછી ઇન્દ્ર બનાવું' તોય,
કંઠે પ્રાણ છતાં ચહે જીવવાને સૌ કોય. ૨૧
અર્થ ઃ– કોઈ એમ કહે કે તને હું મારી નાખી ઇન્દ્ર બનાવું, તો કંઠે પ્રાણ આવ્યા હોય તો પણ સૌ જીવવાને ઇચ્છે છે, મરવાને કોઈ ઇચ્છતું નથી. યજ્ઞમાં પશુઓને હઠ્ઠી સ્વર્ગે મોકલે પણ પશુઓ પોતે મરીને સ્વર્ગે જવા ઇચ્છતા નથી. ।।૨૧।।
તેથી ત્રિભુવન-રાજ્યથી જીવન ğવને પ્રિય, અભયદાન ઉત્તમ ગણી, કરો નહીં અપ્રિય. ૨૨
અર્થ :– ત્રણે ભુવનના રાજ્યથી પણ જીવોને પોતાનું જીવન વધારે પ્રિય છે. તેથી અભયદાનને સદૈવ ઉત્તમ ગણી તેને કદી અપ્રિય કરશો નહીં. ।।૨૨।।
કેહનાશ સમ વચન-ધા મન બાળે, બહુ ફ્લેશ,
‘પાંખ આંખ તું તોડ ફ્રોડ' એ હિંસક આદેશ. ૨૩
અર્થ :– કોઈના દેહનો નાશ કરવા સમાન કઠોર કે મર્મ વચનનો ઘા પણ જીવોના મનને બાળે છે.
:
તથા બહુ ક્લેશનું કારણ બને છે. જેમકે આની તું પાંખ તોડી નાખ, આની આંખ ફોડી નાખ વગેરે બોલવું
તે હિંસક આદેશ છે. આવા વચન ઉચ્ચારવા તે દયાધર્મના ઘાતક છે. ।।૨૩।
હિંસક જીવને મારવા હેતો કોઈ અજાણ;
કહેનારો તે કોટિનો હિંસા-શિક્ષક જાણ. ૨૪
=
અર્થ :– કોઈ અજ્ઞાની પ્રાણી હિંસક જીવોને મારી નાખવાનું કહે તો કહેનારો પણ હિંસાની શિક્ષા આપનાર હોવાથી તે પણ તે જ કોટીનો ઠર્યો. ।।૨૪।।
દયા, રિબાતાને હણ્યે' એમ કહે મતિમૂઢ; કર્મ ન છોર્ડ કોઈને; હણો કર્મ ગતિ-ગૂઢ. ૨૫
અર્થ :— કોઈ મતિમૂઢ એમ કહે કે જે બિચારો દુઃખથી રીબાતો હોય તેને મારી નાખવો; તેથી તે
--
દુ:ખથી છૂટી જશે. એમ પરને મારી તેના પર મેં દયા કરી એમ માને, પણ એમ મારી નાખવાથી તેના કરેલા કર્મ છૂટી જાય નહીં. માટે કર્મની ગતિ ગૂઢ છે. તેને પ્રથમ સમ્યક્ પ્રકારે જાણવી. પછી તે કર્મોને હણવાનો પ્રયત્ન કરવો, તો વાસ્તવિક રીતે દુઃખથી છૂટાય. ।।૨૫)
સૂર્યકિરણથી શીત વર્ષે, જળ મથતાં ઘી થાય,
શશીકિ૨ણથી દાઝુએ તો હિંસા સુખદાય. ૨૬
અર્થ :– સૂર્યના કિરણથી શીતળતા વર્ષે, જળને મથતાં જો ઘી થાય અને ચંદ્રમાના કિરણથી જો દાઝીએ, એમ જો બને તો હિંસા સુખ આપનારી થાય. ।।૨૬।
Page #42
--------------------------------------------------------------------------
________________
૨ ૬
પ્રજ્ઞાવબોઘ-વિવેચન ભાગ-૧
સર્પમુખે અમૃત મળે, તુષ ખાંચે કણ થાય,
સુત વંધ્યાનો જો જડે, તો હિંસા સુખદાય. ૨૭ અર્થ - સર્પના મુખમાંથી અમૃત મળે, ફોતરાં ખાંડવાથી અનાજના કણ મળે અથવા વંધ્યા સ્ત્રીનો પુત્ર ક્યાંય જડે તો હિંસા સુખદાયી થાય. /રા
તેલ ઝરે રેતી પીધે, ઝેર વડે જ જિવાય,
સૂરજ ઊગે રાત્રિએ, તો હિંસા સુખદાય. ૨૮ અર્થ :- રેતી પીલવાથી તેલ ઝરે અને ઝેર વડે જીવી શકાય તથા રાત્રે સૂર્યનો ઉદય થાય તો હિંસા સુખદાયી થાય. ૨૮.
જડ જાણે જો જીવને, જીવ કદી જડ થાય,
દેહધારી કો ના મરે, તો હિંસા સુખદાય. ૨૯ અર્થ :- જડ વસ્તુઓ જો જીવ તત્ત્વને જાણે અથવા જીવ કદી જડ બની જાય તથા દેહધારી કોઈ મરે નહીં તો હિંસા સુખદાયક થાય. એમ ત્રિકાળમાં પણ બની શકે નહીં. માટે હિંસા કરનાર જીવ કદી સુખ પામે નહીં પણ સરવાળે દુઃખનો જ ભોક્તા થાય. ૨૯
દુખ દીઘે દુખ પામિય, સુખ દીઘે સુખ થાય,
સમ્યગદ્ગષ્ટિ આવતાં, દેહ દ્રષ્ટિ દૂર જાય. ૩૦ અર્થ - કોઈપણ જીવને દુઃખ આપવાથી સ્વયં દુઃખને પામે અને બીજાને સુખ આપવાથી સ્વયં સુખનો ભોક્તા થાય. એવી સમ્યકદ્રષ્ટિ જ્યારે આવશે ત્યારે સર્વમાં દેહ જોવાની દ્રષ્ટિ દૂર થઈ આત્મદ્રષ્ટિનો ઉદય થશે. ૩૦ના
લાંબુ આયુષ્ય, યશ મળે, નીરોગ સૌ સુખ હોય,
સત્સંગતિ, સુંદર શરીર-ફળ કરુણાનાં જોય. ૩૧ અર્થ :- લાંબુ આયુષ્ય કે યશની પ્રાપ્તિ થવી, નિરોગીપણું અથવા સર્વ પ્રકારના ભૌતિક સુખ મળવા, સજ્જન પુરુષોની સત્સંગતિનો જોગ થવો અથવા સુંદર શરીર મળવું; તે સર્વ પૂર્વ ભવોમાં કરેલ કરુણાનું ફળ જાણવું. ll૩૧ાા
ઉત્તમ પદ નિર્ભય, સબળ, શોકરહિત મન હોય,
કળાકુશળ, સુખી જીંવનભર-ફળ કરુણાનાં જોય. ૩૨ અર્થ – ઉત્તમ પદવી પ્રાપ્ત થવી, નિર્ભયપણું, બળવાનપણું, મનનું શોકરહિત હોવું, કળામાં કુશળતા, જીવનભર સુખી રહેવું એ સર્વ કરુણા એટલે દયા પાળવાના ફળ જાણવા.૩રા.
દયાપાત્ર ને દયાળુ – એ બન્નેને સુખરૂપ;
દયાપ્રવાહે જગ જીંવે, સમજો દયાસ્વરૂપ. ૩૩ અર્થ - જેના ઉપર દયા કરવામાં આવે એવા દયાપાત્ર જીવનું કામ થાય અને દયાળુ પુરુષને બીજા પ્રત્યે દયા કરવાથી પુણ્યનો બંઘ થાય એમ દયાથર્મ બન્નેને સુખરૂપ છે. એકબીજા પ્રત્યે દયાના પ્રવાહને લીધે આખું જગત સુખે જીવી રહ્યું છે. માટે હે ભવ્યો! સર્વ સુખના મૂળભૂત એવા દયાઘર્મના
Page #43
--------------------------------------------------------------------------
________________
સ્વરૂપને તમે જરૂર સમજો. ।।૩૩।।
(૪) દયાની ૫૨મ ધર્મતા
“પ્રથમ જ્ઞાન ને પછી દયા' કહે વીર ભગવંત; મોહૃદયા સમકિત વિના ન આણે ભવ અંત. ૩૪
અર્થ – પ્રથમ જ્ઞાન વડે કરી દયાનું સ્વરૂપ સમજવું, પછી દયાનું સમ્યક્ રીતે પાલન કરવું. એમ પ્રથમ જ્ઞાન અને પછી દયા શ્રી મહાવીર ભગવંતે સિદ્ધાંતમાં કહી છે.
તે દયાનું સ્વરૂપ સમજ્યા વિના ઘરના સ્વજન, કુટુંબાદિ પ્રત્યે જીવને હોય મોહ અને માને દયા એવી મોહસહિત દયા, સમ્યક્દર્શન વિના ભવનો અંત આણી શકે નહીં. ૧૩૪||
કષ્ટ હરે કર્મો હણે, ભવતરણી, જૈવ-માય,
સમતા, સ્નેહ ઉરે ભરે, મોક્ષ દયાથી થાય. ૩૫
૨૭
અર્થ ઃઃ— દયાધર્મ સર્વ કષ્ટોને હરે, કર્મોને છો તથા ભવ તરવાનો સાચો ઉપાય છે. દયાઘર્મ જીવમાત્રમાં સમતાભાવ અને સ્નેહભાવ હૃદયમાં ભરનાર છે. અંતમાં મોક્ષપદની પ્રાપ્તિ પણ જીવને દયાધર્મથી થાય છે. ।।૩૫।।
યત્નાપૂર્વક ‘દ્રવ્યદયા’ તે જાણવી, એમ કહે જિનરાજ, ૩૬
વર્તવું સઁવરક્ષાને કાજ,
અર્થ :– હવે દયાધર્મના પ્રકાર સમજાવે છે :- જીવરક્ષાને માટે યત્નાપૂર્વક એટલે સાવધાનીપૂર્વક પ્રત્યેક વર્તન કરવું તેને ‘દ્રવ્યદયા' શ્રી જિનરાજ કહે છે. “પ્રથમ દ્રવ્યદયા - કોઈપણ કામ કરવું તેમાં યત્નાપૂર્વક જીવરક્ષા કરીને કરવું તે ‘દ્રવ્યદયા’.’’ (વ.પૃ.૬૪)
દુર્ગતિને ધ્રુવ સાધતો જાણી દે ઉપદેશ,
નિષ્કારણ કરુણા વડે ‘ભાવદયા’ર્થી જિનેશ. ૩૭
અર્થ :– જીવને પાપ વડે કરી દુર્ગતિને સાધતો જોઈ નિષ્કારણ કરુણાશીલતાથી શ્રી જિનેશ્વર ભગવંત ઉપદેશ આપે તે ‘ભાવદયા’નું સ્વરૂપ જાણવું. “બીજી ભાવદયા બીજા જીવને દુર્ગતિ જતો દેખીને અનુકંપાબુદ્ધિથી ઉપદેશ આપવો તે ‘ભાવદયા’.’” (વ.પૃ.૬૪) ।।૩૭।।
ભાવાને કારણે ‘દ્રવ્યદયા'ને ધાર,
ભાવદયા પરિણામનો દ્રવ્યદયા વ્યવહાર. ૩૮
અર્થ :— ભાવદયાને પામવા દ્રવ્યદયાને ઘારણ કર. કેમકે દ્રવ્યયા તે ભાવદયાનું કારણ છે, અંતરમાં જો ભાવદયા છે તો તેનું પરિણામ એટલે ફળ બહારમાં દ્રવ્યદયારૂપે વ્યવહારમાં આવે છે. “સાતમી વ્યવહાર દયા – ઉપયોગપૂર્વક અને વિધિપૂર્વક જે દયા પાળવી તેનું નામ ‘વ્યવહાર દયા.’ (વ.પૃ.૬૪) I।૩૮।।
=
અનાદિનો મિથ્યાત્વથી ભર્યું ચાર ગતિમાંય,
તત્ત્વ ન સમજ્યો વળી નહીં પાળી જિનાજ્ઞા કાંય. ૩૯
અર્થ :– અનાદિકાળથી મિથ્યાત્વના પ્રભાવે હું ચાર ગતિમાં ભટકું છું. હજું સુધી આત્મતત્ત્વને
Page #44
--------------------------------------------------------------------------
________________
૨૮
પ્રજ્ઞાવબોઘ-વિવેચન ભાગ-૧
સમજ્યો નથી; તેથી જિન આજ્ઞાને પણ કાંઈ ભાવપૂર્વક મેં પાળી નથી. ૩૯ાા
એમ ચિંતવી ઘર્મનું આરાઘન ઉર ઘાર,
સ્વ-દયા’ તો ત્યારે પળે, જ્યાં જાગે સુવિચાર. ૪૦ અર્થ :- એમ પોતાની પતિત સ્થિતિનું ચિંતન કરી ઘર્મના આરાઘનને હૃદયમાં ઘારણ કરે ત્યારે સુવિચારદશા જાગૃત થાય છે. અને તેથી “સ્વદયા” જે ભગવંતે કહી તે પાળી શકાય છે. “ “ત્રીજી સ્વદયા - આ આત્મા અનાદિકાળથી મિથ્યાત્વથી ગ્રહાયો છે, તત્ત્વ પામતો નથી, જિનાજ્ઞા પાળી શકતો નથી એમ ચિંતવી ઘર્મમાં પ્રવેશ કરવો તે “સ્વદયા.” ” I૪૦ના
સગુરુના ઉપદેશથી સૂક્ષ્મ વિવેકી થાય,
સ્વઑપનવિચારે પ્રગટતી “સ્વઑપદયા’ સુખદાય. ૪૧ અર્થ :- “સદગુરુના બોઘથી વિચારવું કે મારું ખરું સ્વરૂપ શું છે? હું દેહથી ભિન્ન આત્મા છું. મારા ગુણો જ્ઞાનદર્શન છે. તે મારું જ્ઞાન નિર્મળ કેમ થાય? એમ દ્રવ્ય, ગુણ પર્યાયના વિચારથી તે સૂક્ષ્મ વિવેકવાળો થાય છે.” તેથી આવી સ્વરૂપ વિચારદશા પ્રગટતા સુખદાયક એવી “સ્વરૂપ દયા’નો ઉદય થાય છે. અને જ્યાં સ્વઆત્માની દયા આવી ત્યાં ‘પદયા” તો હોય જ છે. સ્વદયા રાખનાર જીવ પરજીવને હણે નહીં. પાંચમી સ્વરૂપદયા-સૂક્ષ્મ વિવેકથી સ્વરૂપવિચારણા કરવી તે ‘સ્વરૂપદયા.'”II૪૧ના
શિષ્યદોષ કાંટા સમા, ઉખાડવા ગુરુરાજ,
કઠિન વચન ભોંકે કદી ઊંડી સોય સમ આજ; ૪ર અર્થ :- શિષ્યના કાંટા જેવા દોષોને ઉખેડી નાખવા શ્રી ગુરુરાજ ઊંડી સોય ભોંકવા સમાન કઠિન વચન કહે. તે પણ શિષ્યના ભલા માટે છે. જેમ પગમાં કાંટો વાગ્યો હોય તો ઊંડી સોય નાખીને પણ કાંટો કાઢીએ છીએ તેમ. II૪રા
તોય અયોગ્ય ગણાય ના, દયામૂલ પરિણામ,
તે “અનુબંઘ દયા’ કહી, શિષ્યહિતનું કામ.૪૩ અર્થ :- તો પણ શ્રી ગુરુના વચન અયોગ્ય ગણાય નહીં. કેમકે કઠોર વચનના ભાવમાં પણ દયાનું મૂલ રહેલું છે. તેથી તે શિષ્યના કલ્યાણનું જ કારણ હોવાથી તેને “અનુબંધદયા’ કહી છે.
“છઠ્ઠી અનુબંઘદયા – ગુરુ કે શિક્ષક શિષ્યને કડવા કથનથી ઉપદેશ આપે એ દેખાવમાં તો અયોગ્ય લાગે છે, પરંતુ પરિણામે કરુણાનું કારણ છે, એનું નામ “અનુબંઘદયા”.” (વ.પૃ. ૬૪)
શુદ્ધ સાધ્ય ઉપયોગમાં રહે એકતાભાવ,
અભેદ ઉપયોગે ગણો “નિશ્ચયદયા’ પ્રભાવ.૪૪ અર્થ :- સદ્ગુરુએ જે શુદ્ધ સ્વરૂપ કહ્યું અને પ્રગટ કર્યું, તે શુદ્ધ સ્વરૂપ જ સાઘવા યોગ્ય છે. અને એ જ મારું સ્વરૂપ છે. અર્થાત્ સદ્ગુરુના સ્વરૂપમાં અને મારા સ્વરૂપમાં કંઈ ભેદ નથી એમ વિચારવું તે એકતાભાવ અને સમ્યકજ્ઞાન-દર્શન–ચારિત્રમય આત્મામાં લીનતા કરવી તે અભેદ ઉપયોગ તેને ‘નિશ્ચય દયા'નું સ્વરૂપ જાણવું. “આઠમી નિશ્ચયદયા – શુદ્ધ સાધ્ય ઉપયોગમાં એકતાભાવ અને અભેદ ઉપયોગ તે “નિશ્ચયદયા'.” (વ.પૃ.૬૪)
Page #45
--------------------------------------------------------------------------
________________
(૪) દયાની ૫૨મ ધર્મતા
ચિત્તભૂમિમાં રોપજો દાવેલ સુખમૂલ, વિનથવારિથી સિંચતા ગુરુભક્તિરૂપ ફૂલ, ૪૫
અર્થ :— । ભવ્યો! તમારી ચિત્તરૂપી ભૂમિમાં સુખના મુલરૂપ એવી દયાની વેલને રોપજો. તે દયાવેલને વિનયરૂપી વારિ એટલે પાણીથી સિંચન કરતાં તેના ઉપર ગુરુ પ્રત્યે ભક્તિભાવ પ્રગટવારૂપ ફૂલ ઊગી નીકળશે. ૫૪૫૫૫
અભેદ ભાવે ભક્તિનું ફળ આવે નિર્વાણ, તેથી સુખ અનંતનું મૂળ છે દયા, પ્રમાણ. ૪૬
અર્થ – તે ભક્તિ જો અભેદભાવે થઈ પરાભક્તિનું રૂપ લેશે તો તેનું ફળ અવશ્ય નિર્વાન્ન એટલે મોક્ષ આવશે. તેથી અનંતસુખનું મૂળ એ દયાથર્ય છે, એમ તું પ્રમાળભૂત માન. ॥૪॥ ગણ સૌ પ્રાણી આત્મવત્ મૈત્રીભાવના ભાવ;
યથાશક્તિ ઉપકાર કર, દયા દિલમાં લાવ. ૪૭
૨૯
અર્થ = દયાભાવને દિલમાં લાવી સર્વ પ્રાણીઓને પોતાના આત્મા સમાન જાણ, સર્વ પ્રાણીઓ પ્રત્યે મૈત્રીભાવના ભાવ અને યથાશક્તિ સર્વ જીવોનો ઉપકાર કરવામાં પ્રવૃત્ત ધા. ૦૪૭ના અપકારી-અપરાર્થીનું બૂરું ન ચિંતવ કાંય;
ભલું, ભૂંડું કરનારનું ચિંતવનું મનમાંય. ૪૮
અર્થ ::– તારો અપકાર કરનાર એવા અપરાધીનું પણ કાંઈ બૂરું ન ચિંતવ. પણ તેથી વિપરીત તારું ભૂંડુ કરનારનું પણ તારા મનમાં ભલું જ ચિંતવ. ૪૮॥
દ્વેષ ન કર, દાખવ નહીં વર્તન બેપરવાઈ,
કર્મરોગ તેને પીઠે, સેવાલાયક' ભાઈ. ૪૯
અર્થ :– તારું ભૂંડું કરનાર પ્રત્યે દ્વેષ ન કર કે તેના પ્રત્યે તારુ બેપરવાઈવાળું વર્તન પણ દાખવ નહીં. કારણ તે બિચારાને કર્મરોગ પીડી રહ્યો છે. માટે હે ભાઈ! તે સેવાને લાયક છે અર્થાત્ દયા કરવાને લાયક છે; પણ તે દ્વેષ કરવાને યોગ્ય નથી. ૪૯ના
સુદયા ધર્મ પરમ કહ્યો, ગઠન થર્મનો મર્મ,
સમજીને જે સેવશે તે લેશે શિવ-શર્મ. ૫૦
અર્થ :– સુદયા એટલે સમજણપૂર્વક દયા પાળવી તેને પરમધર્મ કહ્યો છે. એ ગહન ધર્મનો મર્મ છે. જે આ દયાના ગહન સ્વરૂપને સમજી તેનું પાલન કરશે તે જીવ શિવ-શર્મ એટલે મોક્ષની સુખશાંતિને પામશે એમાં કોઈ સંદેહ નથી. ।।૫૦।।
કોટિ ગ્રંથ જે કહ્યું, 'મહાભારતે' સાર‘પરપીડા ત્યાં પાપ છે, પુણ્ય જ પરોપકાર.’૫૧
અર્થ :– કરોડો ગ્રંથોમાં કહ્યું છે. તેમજ ‘મહાભારત'નો પણ આ સાર છે કે પ૨ને પીડા આપવી
--
તે પાપ છે અને પર જીવોનો ઉપકાર કરવો એ જ પુણ્ય છે. ૫૧
Page #46
--------------------------------------------------------------------------
________________
૩ ૦
પ્રજ્ઞાવબોઘ-વિવેચન ભાગ-૧
પાપપુણ્યથી પર રહી શુદ્ધ ભાવની વાત,
ગુરુ-ગમથી તે જાણતાં નિજ-પર-હિત સાક્ષાત્. પર અર્થ - હવે પાપ અને પુણ્યથી પણ પર એટલે શ્રેષ્ઠ એવી જે શુદ્ધ ભાવની વાત છે તે શ્રી ગુરુગમથી જરૂર જાણી લેવી, કારણ તેમાં નિજ અને પર બન્ને જીવોનું સાક્ષાત્ હિત સમાયેલું છે. કેમકે પોતે સ્વરૂપમાં સમાઈ જવાથી પ્રતિદિન તેના દ્વારા થતી અસંખ્ય જીવોની હિંસા અટકી જાય છે. તેથી પોતાનું હિત કરતાં તેમાં પરનું હિત સહેજે થઈ જાય છે. તે ગુરુગમને પામવા સાચા સદ્ગુરુની પ્રથમ શોઘ કરવી. અને તે મળી આવ્યું શુદ્ધ દયાથર્મનું તેમની આજ્ઞાએ પાલન કરવું. તેથી સમ્યક્દર્શન પામી જીવ શાશ્વત સુખસ્વરૂપ એવા મોક્ષલક્ષ્મીનો અધિકારી થશે. ઉપરોક્ત ગાથાઓ વડે દયાઘર્મ એ જ સર્વોત્કૃષ્ટ ઘર્મ છે એમ પ્રમાણ સહિત સ્પષ્ટ સમજાવ્યું. પ૨ાા.
સાચાદેવ, ગુરુ, ઘર્મની શ્રદ્ધા કરીને હવે શું કરવું? તો કે સાચું બ્રાહ્મણપણું પ્રગટાવવું. સાચું બ્રાહ્મણપણું કોને કહેવાય? તો કે બ્રહ્મ એટલે આત્મામાં રમણતા કરવી તે સાચું–બ્રાહ્મણપણું. એ જ મુનિપણું છે. પ્રથમ ભગવંતો મુનિર્મની દેશના આપે છે. તેવી યોગ્યતા ન હોય તો શ્રાવકઘર્મ અંગીકાર કરવાનો ભગવાનનો ઉપદેશ છે. માટે આ પાઠમાં પ્રથમ સાચા મુનિ અર્થાત સાચા બ્રાહ્મણપણા સંબંધીનો વિસ્તારથી બોઘ કરવામાં આવે છે :
સાચું બ્રાહ્મણપણું
(અનુરુપ)
બ્રાહ્મણો, શ્રમણો, ભિક્ષુ, નિર્ગુન્હો નામ ચાર એ,
બ્રહ્મજ્ઞાની સુસાધુનાં, સાચા બ્રાહ્મણ ઘાર તે. ૧ અર્થ - બ્રાહ્મણો એટલે બ્રહ્મમાં રમનારા, શ્રમણો એટલે મુનિઓ, ભિક્ષુ એટલે ભિક્ષા વડે જીવન ચલાવનારા મુનિઓ અને નિગ્રંથો એટલે જેમની મિથ્યાત્વરૂપી ગ્રંથી અર્થાત્ ગાંઠ ગળી ગઈ છે તે. એ ચારેય નામ બ્રહ્મજ્ઞાની કહેતા આત્મજ્ઞાની સાચા સાધુપુરુષોના છે. તે બ્રહ્મમાં એટલે આત્મામાં રમનારા હોવાથી સાચા બ્રાહ્મણ છે એમ જાણવું. ||૧ાા.
લક્ષણો શાસ્ત્રનાં સાચાં, સાચાં બ્રાહ્મણનાં સુણો,
બીજા અંગે વિરે ભાખ્યા સાચા બ્રાહ્મણના ગુણો - ૨ અર્થ - શાસ્ત્રમાં કહેલા સાચા બ્રાહ્મણના સાચા લક્ષણો સાંભળો કે જે શ્રી મહાવીર ભગવંતે દ્વાદશાંગીના બીજા અંગ “સૂત્રકતાંગસૂત્ર'માં ઉપદેશ્યા છે. તે લક્ષણો નીચે પ્રમાણે છે – પારા
પાપકર્મો બઘાં ત્યાગે, રાગ ને દ્વેષથી હઠે, ઝઘડા જે મચાવે ના, અછતા દોષ ના કથે. ૩
Page #47
--------------------------------------------------------------------------
________________
(૫) સાચું બ્રાહ્મણપણું
૩ ૧
અર્થ :- જે સાચું બ્રાહ્મણપણું ઘરાવે છે તે હિંસા, જૂઠ, ચોરી, અબ્રહ્મ અને પરિગ્રહ આદિ સર્વ પાપોના ત્યાગી હોય, રાગદ્વેષથી પાછા હઠવાના ક્રમમાં હોય, તથા અજ્ઞાનીની જેમ જે ઝઘડા કરે નહીં તેમજ બીજા અછતા દોષની કથની કરે નહીં. સા.
છિદ્રો શોધે ગુણો દેખી, તેવું પૈશુન્ય ના ઉરે,
હંસ શા ગુણગ્રાહી તે, કોઈના દોષ ના વદે. ૪ અર્થ - જે પરના ગુણો દેખી તેમાં છિદ્ર શોથી પૈશુન્ય એટલે તેની ચાડી ચુગલી કરતા નથી. તેમજ હંસ સમાન ગુણગ્રાહી હોવાથી કોઈના દોષ પણ કહેતા નથી. જેમ હંસ દૂઘ અને પાણી એક હોવા છતાં તેમાંથી દૂઘ દૂઘ ગ્રહણ કરી પાણીને છોડી દે છે. તેમ જ ગુણગ્રાહી છે તે બીજાના દોષ ભણી દ્રષ્ટિ ન કરતાં તેમાં જે ગુણ હોય તે ગ્રહણ કરી લે છે. જો
પારકી ના કરે નિન્દા, રતિ-અરતિ ના વહે,
જૂઠું બોલે ન માયાથી, અસત્ય મત ના ગ્રહે. ૫ અર્થ - જે પારકી એટલે બીજાની નિંદા કરતા નથી, રતિ-અરતિ એટલે ગમવા-અણગમવાના પ્રવાહમાં વહેતા નથી, માયાથી જૂઠું બોલતા નથી. તેમજ ખોટા મતની પકડ રાખતા નથી.
આત્મા છે” એમ જે જાણે, “નિત્ય છે એમ માનતો,
કર્તા છે? કર્મનો પોતે, “ભોક્તા છે? નિજ કર્મનો. ૬ અર્થ - જે પ્રથમ પદ ‘આત્મા છે' એમ જાણે, અને બીજું પદ “આત્મા નિત્ય છે' એમ માને છે. તેમજ ત્રીજું પદ “આત્મા કર્મનો કર્તા છે અને ચોથું પદ “આત્મા ભોક્તા છે' એમ પોતે જ પોતાના કર્મનો કર્તા ભોક્તા તે યથાર્થ જાણે અને માને છે. દા.
“મોક્ષ છે' એમ તે માને, “મોક્ષ-ઉપાય” સાથતો,
સ્થાનકો છ વિચારી આ, શ્રદ્ધા દુર્લભ ઘારતો. ૭ અર્થ - જે પાંચમું પદ “મોક્ષપદ' છે એમ માની, છઠું પદ જે “મોક્ષનો ઉપાય છે તેને સાધવા પ્રયત્નશીલ છે. એમ છ પદના સ્થાનકોને વિચારી જે દુર્લભ એવી આત્મશ્રદ્ધાને ઘારણ કરેલ છે, //શા.
દર્શનો સર્વ () સંક્ષેપે આ ષ સ્થાનકથી ગ્રહે,
સાચો બ્રાહ્મણ તે જાણો, શ્રદ્ધા સવોપરી લહે. ૮ અર્થ – આ ષટ એટલે છ પદ સ્થાનકોથી જે છએ દર્શન એટલે વેદાંતાદિ સર્વ ધર્મોને સંક્ષેપથી સ્વાદુવાદ વડે સમજે તેને સાચો બ્રાહ્મણ જાણવો; અને તે જ સર્વોપરિ સાચી શ્રદ્ધાને ઘારણ કરે છે. Iટા
યત્નાથી વર્તવું તે ને સમિતિ-ગુણિ તે ઘરે,
જ્ઞાન, દર્શન, ચારિત્ર, આત્માર્થે વળી આદરે. ૯ અર્થ - જે યત્નાપૂર્વક વર્તે છે. તેમજ પાંચ સમિતિ અને ત્રણ ગુતિને ઘારણ કરે છે તથા પોતાના આત્માના અર્થે જે જ્ઞાન, દર્શન, ચારિત્રરૂપ ઘર્મને આચરે છે. Iો.
સદા સંયમમાં યત્ન કરે, ટાળી કષાયને, દુષ્ટ પ્રત્યે ય ક્રોથી ના, માની ના તપથી બને. ૧૦
Page #48
--------------------------------------------------------------------------
________________
૩ ૨
પ્રજ્ઞાવબોઘ-વિવેચન ભાગ-૧
અર્થ - જે ચારેય કષાય ભાવોને ટાળીને સદા સંયમમાં વર્તવાનો યત્ન કરે છે. દુષ્ટ વર્તન કરનાર પ્રત્યે પણ જેને ક્રોઘ નથી, તેમજ ઘણું તપ કરવા છતાં પણ જેમાં માનનો પ્રવેશ નથી. II૧૦ના
માયા, લોભ કરે દૂર, નિર્જરા સત્ય સાઘતો,
તે બ્રાહ્મણ, ભણે જ્ઞાની, પોતે તરે ય તારતો. ૧૧ અર્થ – જે માયા અને લોભ કષાયને દૂર કરી કર્મોની સાચી નિર્જરા સાથે છે. તેને જ્ઞાનીઓ સાચો બ્રાહ્મણ ભણે છે અર્થાત્ કહે છે. જે પોતે સંસાર સમુદ્રથી તરે છે અને બીજાને પણ તારે છે. ૧૧.
પાળે નવે વિધિથી , બ્રહ્મચર્ય મહાવ્રત,
તે જ દ્વિજ ખરો જાણો, આત્મામાં જે રહે રત. ૧૨ અર્થ :- જે નવે વિધિથી એટલે નવવાડ સહિત બ્રહ્મચર્ય મહાવ્રતને પાળે છે તેને ખરો દ્વિજ એટલે બ્રાહ્મણ જાણો. જે સદા આત્મામાં રત એટલે લીન રહે છે. [૧૨ના
ઉત્તરાધ્યયને જોજો, સાચા બ્રાહ્મણની કથા,
ભાખી યજ્ઞીય અધ્યાયે, જાણવા યોગ્ય છે તથા. ૧૩ અર્થ - ભગવાન મહાવીરનો અંતિમ ઉપદેશ જેમાં સંગ્રહિત છે એવા “ઉત્તરાધ્યયન' સૂત્રમાં સાચા બ્રાહ્મણની કથા જોજો. તેમાં યજ્ઞીય નામના અધ્યાયમાં તે ભાખેલ છે. તે આરાધકોએ જાણવા યોગ્ય છે, માટે અત્રે આપીએ છીએ. તે નીચે પ્રમાણે છે. ૧૩ના
વારાણસી પુરી વિષે પૂર્વે બ્રાહ્મણ ભાઈ બે,
વિજય ને જયઘોષ ચારે વેદ ભણેલ તે. ૧૪ અર્થ - વારાણસીપુરીમાં પૂર્વે બે બ્રાહ્મણ ભાઈઓ વસતા હતા. એક વિજય અને બીજો જયઘોષ નામે હતો. અથર્વવેદ, ઋગવેદ, યજુર્વેદ અને સામવેદ એ ચારેય વેદને ભણેલા હતા. ll૧૪
જયઘોષે ર્દીઠી લીલા મૃત્યુની નિર્દીને તીરે,
દેડકો સાપના મુખે વેદના–રવ જ્યાં કરે; ૧૫ અર્થ :- એકવાર જયઘોષ બ્રાહ્મણે નદીના કિનારે મૃત્યુની લીલા જોઈ. ત્યાં સાપના મુખમાં પકડાયેલો દેડકો વેદનાથી રવ એટલે અવાજ કરતો હતો. ૧૫ના
નોળિયો એક ત્યાં આવી સાપને પકડે, અરે!
તે દેખીને જયઘોષ વૈરાગ્ય ઉરમાં ભરે. ૧૬ અર્થ :- ત્યાં વળી એક નોળિયે આવીને સાપને પોતાના મુખમાં પકડી લીધો.અરે! આ બધા મૃત્યુની દાઢમાં સપડાયેલા છે, તેને જોઈ જયઘોષના હૃદયમાં વૈરાગ્ય ઉત્પન્ન થયો અને વિચારવા લાગ્યો. ||૧૬ના
અરે! મૃત્યુ પેંઠે લાગ્યું, કોઈને નહિ મૂકશે; માયામાં જે ભમે ભૂલી, આત્મહિત જ ચૂકશે. ૧૭
Page #49
--------------------------------------------------------------------------
________________
(૫) સાચું બ્રાહ્મણપણું
અર્થ :– અરે ! આ મૃત્યુ બઘાની પાછળ લાગેલ છે, તે કોઈને પણ છોડશે નહીં. છતાં મોહમાયામાં પોતાની જાતને ભૂલી સંસારમાં જે ભમ્યા કરશે તે પ્રાણીઓ પોતાના આત્મતિને જ ચૂકી જશે. કાળરૂપી મગરમચ્છના મોઢામાં બેઠેલો છે. તે ક્યારે મોઢું દબાવી દેશે તેની ખબર નથી. માટે મૃત્યુ આવે તે પહેલા આત્મહિન કરી લેવું. ||૧૭||
“જન્મ, મૃત્યુ જરા દુઃખો દીઠાં સંસારમાં મહા,
કોઈ સંપૂર્ણ સુખી ના, તો શું ત્યાં રાચવું, અહા!'' ૧૮
અર્થ – જ્યાં મહાન દુઃખના હેતુ એવા જન્મ, જરા અને મૃત્યુ સંસારમાં પ્રત્યક્ષ દેખાય છે, જ્યાં કોઈ સંપૂર્ણ સુખી નથી તેવા સંસારમાં અહો! મોઠ કરીને શું રાચવું. એવો વૈરાગ્યભાવ નદી કિનારે મૃત્યુની લીલા જોઈ જયઘોષ બ્રાહ્મણને ઉત્પન્ન થયો. ।।૧૮।।
ગુરુ સાચા કને દીક્ષા જયઘોષે લીઘી ભલી; મહાવ્રતોરૂપી યજ્ઞો કરે સત્શાસ્ત્ર સાંભળી. ૧૯
-
અર્થ — તેથી સાચા આત્મજ્ઞાની ગુરુ પાસે જઈને જયઘોષ બ્રાહ્મણે ભલી એટલે આત્માને કલ્યાણકારી એવી દીક્ષા ગ્રહણ કરી. તથા સત્શાસ્ત્રોને સાંભળી પંચ મહાવ્રતરૂપી સાચો યજ્ઞ કરવા
લાગ્યા. ॥૧૯॥ા
ઇન્દ્રિયોને વિષયોથી વારી સંયમસજ્જ તે
મોક્ષમાર્ગે પ્રવર્તે છે, તીર્થ જંગમ રૂપ તે. ૨૦
૩૩
અર્થ પાંચ ઇન્દ્રિયોને પોતાના વિષયોથી નિવારી સંયમસજ્જ એટલે સંયમ પાળવામાં સજ્જ બની મોક્ષમાર્ગે પ્રવર્તે છે, એવા શ્રી જયઘોષ મુનિ હવે જંગમ એટલે હાલનાચાલતા તીર્થરૂપ
બન્યા. ॥૨॥ા
વારાણસી પુરીમાં તે વિહાર કરતાં ગયા,
ગામ બહાર ઉદ્યાન યાચીને સ્થળ ઊતર્યા. ૨૧
અર્થ :— એકવાર તે વિહાર કરતા પોતાની વારાણસીપુરીમાં ગયા અને ગામ બહાર ઉદ્યાનમાં રહેવા માટેનું સ્થળ થાચીને એટલે પૂછીને ત્યાં ઊતર્યા. ।।૨૧।।
એક માસ અનાહારી તપના શુભ પારણે, ભિક્ષાર્થે ચાલતા આવ્યા વિજયોષબારણે. ૨૨
અર્થ :— એક મહિનાના અનાહારી એટલે ઉપવાસ તપના શુભપારણાના દિવસે ભિક્ષા અર્થે ચાલતા તે પોતાના સંસારીભાઈ વિજયોને બારણે આવ્યા. ।।૨૨।
મલિન કૃશ ભાઈને યતિવેષે ન ઓળખે,
વિજયઘોષ બોલ્યા કે, “ભિક્ષુ યજ્ઞ ન પારખે૨૩
અર્થ :— મલિન છે વસ્ત્ર જેના અને કૃશ છે કાયા જેની એવા યતિવેષે એટલે મુનિવેષમાં રહેલા પોતાના ભાઈને ન ઓળખવાથી વિજયઘોષ બ્રાહ્મણ બોલ્યો કે અરે ભિક્ષુ! આ યજ્ઞ ચાલી રહ્યો છે તેને તું પારખતો નથી? અર્થાત્ તેના ભાવને તું જાન્નતો નથી! ।।૨૩।।
Page #50
--------------------------------------------------------------------------
________________
૩ ૪
પ્રજ્ઞાવબોઘ-વિવેચન ભાગ-૧
તને ભિક્ષા નહીં આપું, કોઈ બીજે સ્થળે જજે;
અહીંની આ રસોઈ તો શ્રેષ્ઠ બ્રાહ્મણ કાજ છે. ૨૪ અર્થ :- અરે ભિક્ષ! અહીંથી બીજે સ્થળે જા. તને ભિક્ષા નહીં આપું; કેમકે અહીંની આ રસોઈ તો શ્રેષ્ઠ બ્રાહ્મણો માટે છે. ૨૪
વેદ-પારગ યજ્ઞાર્થી, જ્યોતિષાંગ ભણેલ છે,
ઘર્મજ્ઞ, સ્વ-પર-ત્રાતા યજ્ઞયોગ્ય ગણેલ છે.” ૨૫ અર્થ:-જે વેદના પારગામી છે, યજ્ઞના અર્થી છે, જ્યોતિષના અંગોને ભણેલા છે, જે ઘર્મજ્ઞ એટલે ઘર્મતત્ત્વને જાણવાવાળા છે, જે સ્વ અને પરના ત્રાતા એટલે રક્ષક છે. તેવા બ્રાહ્મણોને આ યજ્ઞ કરવાને યોગ્ય ગણેલ છે. ૨પા.
તજી આહારની ઇચ્છા, કાંઈ ઓછું ન આણતાં,
સાચું દ્વિજત્વ દર્શાવા પૂછે શાસ્ત્ર-પ્રમાણ ત્યાં ૨૬ અર્થ :- ઉપરોક્ત બ્રાહ્મણની વ્યાખ્યા સાંભળી આહારની ઇચ્છાને તજી દઈ, મનમાં કાંઈ પણ ઓછું ન આણતાં સાચું દ્વિજત્વ એટલે સાચું બ્રાહ્મણપણું દર્શાવવા માટે શ્રી જયઘોષ મુનિ ત્યાં શાસ્ત્રનું પ્રમાણ પૂછવા લાગ્યા. ૨૬
હે! બ્રાહ્મણ, કહો શું છે વેદનું મુખ, યજ્ઞનું?
નક્ષત્રોનું કહો મુખ, ઘર્મોનું વળી મુખ શું? ૨૭ અર્થ - હે બ્રાહ્મણ ! કહો વેદનું મુખ શું છે? તથા યજ્ઞ અને નક્ષત્રોનું મુખ શું? તેમજ ઘર્મોનું મુખ શું છે? અર્થાત્ વેદ, યજ્ઞ, જ્યોતિષ અને ઘર્મશાસ્ત્ર એ ચારેયમાં ખરેખર મુખ એટલે મુખ્ય શું છે? તે કહો. પારણા
કરે ઉદ્ધાર પોતાનો, અન્યને વળી તારવા,
સમર્થ કોણ છે એવા? ઇચ્છું છું હુંય જાણવા. ૨૮ અર્થ :- જે પોતાનો ઉદ્ધાર કરે અને અન્યને પણ તારવા સમર્થ છે એવા મહાત્મા પુરુષ કોણ છે? તેને જાણવા હું પણ ઇચ્છું છું. ૨૮
વિજયઘોષ બોલાવે આવેલા વિપ્ર પંડિતો,
કહી પ્રશ્નો બઘાને તે પ્રેરે : “પ્રશ્નોત્તરો વદો'. ૨૯ અર્થ :- એમ સાંભળી વિજયધોષ પોતાને ત્યાં આવેલ બ્રાહ્મણ પંડિતોને બોલાવી બધાને ઉપરના પ્રશ્નો કહી તેના ઉત્તરો આપવા પ્રેરણા કરી. ૨૯
કોઈ સમર્થ ના જોતાં વીનવે તે જ મુનિને,
હાથ જોડી બઘા વિપ્રો, “યો જો ઉત્તર સુણીએ.”૩૦ અર્થ :- બ્રાહ્મણોમાંથી ઉત્તર આપવા કોઈ સમર્થ નહીં જોતાં તે જ બ્રાહ્મણો હાથ જોડીને કહેવા લાગ્યા કે હે મુનિ! જો આનો ઉત્તર આપો તો અમે પણ સાંભળીએ. ||૩૦ના
Page #51
--------------------------------------------------------------------------
________________
(૫) સાચું બ્રાહ્મણપણું
૩ ૫
સાધુ બોલ્યા “સુણો, મુખ વેદોનું અગ્નિહોત્ર છે,
યજ્ઞાર્થી મુખ યજ્ઞોનું, નક્ષત્રમુખ ચંદ્ર છે. ૩૧ અર્થ - ત્યારે શ્રી જયઘોષ સાધુ બોલ્યા કે સાંભળો. વેદોમાં મુખ્ય અગ્નિહોત્ર છે. યજ્ઞોમાં મુખ્ય યજ્ઞાર્થી છે અને નક્ષત્રોમાં મુખ્ય ચંદ્રમા છે. ૩૧
ઋષભદેવ છે મુખ ઘર્મોનું; દેવ-દેવ તે,
તારે, તરે; ન વિપ્રો કો યજ્ઞવાદી ગણાય છે. ૩૨ અર્થ - સર્વ ઘર્મોમાં મુખ્ય શ્રી ઋષભદેવ છે. દેવોના દેવ છે કે જે બીજાને તારે અને પોતે પણ તરે. પણ વિપ્ર એટલે બ્રાહ્મણ નામ ઘરાવા માત્રથી તે કંઈ યજ્ઞવાદી ગણાય નહીં. ૩૨ાા
રાખથી અગ્નિ ભારેલા જેવા વેદાદિ ગોખતા,
તપસ્વી તોય અજ્ઞાની મોક્ષમાર્ગ ન દેખતા. ૩૩ અર્થ :- રાખથી ભારેલો એટલે ઢાંકેલો એવો અગ્નિ સાક્ષાતુ હોવા છતાં જેમ તે દેખાતો નથી. તેમ વેદ આદિને ગોખતા કે તપસ્વી નામ ઘરાવતા છતાં પણ તે અજ્ઞાનીને સાચો મોક્ષમાર્ગ દેખાતો નથી. [૩૩.
સાચા બ્રાહ્મણના ગુણો કહ્યા કુશળ જ્ઞાનીએ,
તે કહું સાંભળો સર્વ જાણીને ઉર ઘારીએ - ૩૪ અર્થ:- સાચા બ્રાહ્મણના એટલે સાચા આત્મજ્ઞાની મહાત્માના ગુણો કુશળ એવા જ્ઞાની પુરુષોએ કહ્યાં છે તે કહું છું તે સર્વ સાંભળો. સાંભળીને, જાણીને તે ગુણોને હૃદયમાં ઘારણ કરો. ૩૪
“આવેલામાં ન આસક્તિ, જતામાં શોક ના કરે,
રમે જે આર્ય-વાણીમાં, હેમ-નિર્મળતા ઘરે. ૩૫ અર્થ - કોઈ વસ્તુની પ્રાપ્તિમાં જેને આસક્તિ નથી, કોઈ વસ્તુ જતી રહેવાથી તેને શોક નથી, પણ જે હમેશાં આર્યવાણીમાં એટલે મહાપુરુષોની વાણીમાં રમે છે; તેમજ જે હેમ એટલે સોના જેવી શુદ્ધ આત્મ નિર્મળતાને ઘારણ કરીને જીવવામાં જ પોતાનું હિત માને છે. //રૂપા
રાગ-દ્વેષ-ભયાતીત, તપસ્વી, કૃશકાય છે,
વ્રતી, માંસાદિના ત્યાગી, ઘીર ઇન્દ્રિયનિગ્રહે. ૩૬ અર્થ - રાગ, દ્વેષના ભયથી જે દૂર છે, તપસ્વી છે, જેની કાયા તપ વડે કુશ થઈ છે, જે વ્રતી છે, માંસ મદિરા વગેરે સસ વ્યસનના ત્યાગી છે તથા ઇન્દ્રિયનિગ્રહ કરવાથી જે સદા ધૈર્યવાન છે. //૩૬ાા.
જાણે જીવો વિષે ઝાઝું, હિંસા ત્રિવિદ ના કરે,
હાસ્યથી કે ભયે લોભે અસત્ય તે ન ઉચ્ચરે. ૩૭ અર્થ - જે જીવો વિષે ઘણું જાણે છે અર્થાત્ પૃથ્વી, પાણી, અગ્નિ, વાયુ, વનસ્પતિ તેમજ ત્રસકાયમાં કયા ક્યા જીવો રહેલા છે તે સર્વ જાણે છે. તેથી ત્રિવિધ એટલે મન વચન કાયાથી હિંસા કરતા નથી અર્થાત્ જે અહિંસા વ્રતના ઘારક છે. તેમજ હાસ્યથી કે ભયથી કે લોભથી જેઓ અસત્ય વચનનો ઉચ્ચાર કરતા નથી અર્થાત્ જે સત્ય મહાવ્રતને પાળનારા છે. [૩ળા
Page #52
--------------------------------------------------------------------------
________________
૩ ૬
પ્રજ્ઞાવબોઘ-વિવેચન ભાગ-૧
આપ્યા વિના ન લે કાંઈ સજીવ નિર્જીવ કદી,
દેવો-પશુ-મનુષ્યોશું મૈથુન સેવતો નથી. ૩૮ ભાવાર્થ – જે આપ્યા વિના કદી કાંઈ સજીવ કે નિર્જીવ વસ્તુને લેતા નથી. અર્થાત જે અચોર્ય મહાવ્રતના ઘારક છે. તેમજ દેવો, પશુ કે મનુષ્યો સાથે મૈથુન સેવન કરતા નથી અર્થાત નવવિઘ અખંડ બ્રહ્મચર્યના જે પાલનહાર છે. ૩૮ાા.
પાણીમાં પંકજો જેવો અલિપ્ત કામ-ભોગથી,
ના ગૃહી ના રસે લુબ્ધ, ભિક્ષા-જીવી સુયોગથી. ૩૯ અર્થ - પાણીમાં રહેતા છતાં પંકજો એટલે કમળો જેમ અસ્પર્શાયેલા રહે છે તેમ એ મહાત્માઓ જગતમાં રહેતા છતાં કામભોગથી સદા અલિપ્ત રહે છે. ગૃહી એટલે ઘરમાં જે મમતા વગરના છે, તેમજ ભોજનરસમાં પણ લુબ્ધતા વિનાના છે. માત્ર ભિક્ષા જીવી એટલે ભિક્ષા લઈને જીવનાર છે અને તે પણ સુયોગથી એટલે બેતાલીશ દોષ રહિત પ્રાસુક આહાર મળે તો જ લેનાર છે. ૩૯થા
અકિંચન, ન સંસર્ગ ગૃહસ્થોનો કર્યા કરે,
સંબંધો પૂર્વના છોડી આસક્તિ ફરી ના ઘરે. ૪૦ અર્થ - અકિંચન એટલે જે પરિગ્રહ રહિત છે. જે ગૃહસ્થોનો સંસર્ગ એટલે સમાગમ કર્યા કરતા નથી. પૂર્વના સગા સંબંધીઓ કે કુટુંબીઓને એકવાર છોડી દીધા પછી ફરીથી તે પ્રત્યે આસક્તિભાવ ઘરાવતા નથી, અર્થાત્ શુદ્ધ રીતે જે પરિગ્રહત્યાગ મહાવ્રતના ઘારક છે તે જ સાચા બ્રાહ્મણ છે. ૪૦ના
પશુઓ મારી હોમ્યાનું યજ્ઞમાં પાપકર્મ જે,
બચાવે પાપીને ક્યાંથી? છે ના શરમ કર્મને.૪૧ અર્થ –પશુઓને મારી યજ્ઞમાં હોમ્યાનું જે પાપકર્મ છે તે પાપીને અર્થાત્ યજ્ઞાર્થીને જન્મ જરા મરણથી ક્યાંથી બચાવી શકે, કેમકે કર્મોને કોઈ શરમ નથી. જે પાપકર્મ કરશે તે દુઃખી થશે એવો કર્મનો નિયમ છે. ૪૧ાા
સાધુ ના માત્ર મૂંડાવ્ય, બ્રાહ્મણ પ્રણવે નહીં;
માત્ર વલ્કલવેશે ના તાપસો, વનમાં રહી–૪૨ અર્થ - માત્ર મુંડન કરાવવાથી સાધુ કહેવાય નહીં. પ્રણવ એટલે ઉૐકાર મંત્રનો જાપ કરવાથી કંઈ સાચો બ્રાહ્મણ થાય નહીં. વનમાં રહીને માત્ર વલ્કલ એટલે ઝાડની છાલ કે પાંદડાના વસ્ત્ર પહેરવાથી કિંઈ તાપસ કહેવાય નહીં. ૪રા
મુનિના બાહ્ય ચિહ્નોથી; પરંતુ પૂજ્ય છે ગુણો;
સાધુ તો સમતા સાથ્ય, બ્રહ્મચર્ય જ બ્રાહ્મણો. ૪૩ અર્થ :- ઉપરોક્ત બાહ્ય ચિતો માત્રથી મુનિ થાય નહીં. પણ મુનિ તો તેના ગુણોથી ગણાય છે અને ગુણો જ સર્વત્ર પૂજ્ય છે. જેમ સમતાને સાધ્ય કરવાથી સાચું સાધુપણું આવે છે તેમ બ્રહ્મચર્ય ઘારણ કરવાથી જ સાચું બ્રાહ્મણપણું પ્રગટે છે. ૪૩ા.
આત્મજ્ઞાને મુનિ માનો, તાપસો તપ આદર્યું, કર્મથી બ્રાહ્મણાદિ છે, દ્વિજ સંસ્કાર સંઘર્યો. ૪૪
Page #53
--------------------------------------------------------------------------
________________
(૫) સાચું બ્રાહ્મણપણું
૩ ૭
અર્થ - જ્યાં આત્મજ્ઞાન છે ત્યાં મુનિપણું માનો.
આત્મજ્ઞાન ત્યાં મુનિપણું, તે સાચા ગુરુ હોય” -શ્રીમદ્ રાજચંદ્ર તપ આચરવાથી તાપસ કહેવાય છે. તેમ કર્મથી એટલે પોતાના ઉત્તમ કાર્યથી સાચું બ્રાહ્મણપણું પ્રગટે છે. તેમજ દ્વિજ નામ પણ ઉત્તમ સંસ્કારને સંઘરવાથી યથાર્થ કહેવાય છે. ૪૪
જ્ઞાનીઓએ કહેલા આ સ્પષ્ટ ગુણે જ સ્નાતક,
સાચો બ્રાહ્મણ, માહણ, કર્મથી મુક્ત સાઘક. ૪૫ અર્થ - જ્ઞાની પુરુષોએ કહેલા આ સ્પષ્ટ ગુણો મેળવ્યે જ તે સ્નાતક કહેવાય. અર્થાત્ તેનો અભ્યાસ પૂરો થયો ગણાય. સાચો બ્રાહ્મણ તે જ છે કે જે માહણ છે અર્થાત્ કોઈને પણ મન વચન કાયાથી હણતો નથી, તથા જે નવીન કર્મ કરવાથી મુક્ત છે; તેને સાચો સાધક જાણવો. ૪પાા
દ્વિજોત્તમ કહ્યો તે જે સમર્થ તર, તારવા;
જન્મથી બ્રાહ્મણો માનો આત્મહિત વિસારવા.”૪૬ અર્થ - તેને જ ઉત્તમ દ્વિજ એટલે બ્રાહ્મણ પણ કહ્યો કે જે સ્વયં સંસારસમુદ્રથી તરી બીજાને તારવા સમર્થ છે. પણ બ્રાહ્મણકુળમાં જન્મવાથી સાચા બ્રાહ્મણ માનવા તે આત્મહિતને વિસારવા જેવું છે. તેનાથી બીજાનું હિત થઈ શકે નહીં કેમકે પોતે જ આત્મકલ્યાણને પામ્યો નથી. II૪૬ના
જયઘોષમુનિ-વાણી સુણીને ઓળખે હવે,
વિજયઘોષ ભક્તિથી મુનિને આમ વીનવેઃ ૪૭ અર્થ - જયઘોષ મુનિની વાણી સાંભળીને હવે ઓળખી લીધા કે આ તો મારા ભાઈ જ છે. તેથી વિજયઘોષ ભક્તિથી મુનિને નીચે પ્રમાણે વિનવવા લાગ્યા. //૪ના
સાચી બ્રાહ્મણતા બોથી, સાચા યજ્ઞાર્થી આપ છો,
વેદવેત્તા તમે સાચા, જ્યોતિષાંગ પ્રવીણ છો. ૪૮ અર્થ - હે ભાઈ! આપે અમને સાચું બ્રાહ્મણપણું કોને કહેવું તેનો બોધ આપ્યો માટે સાચા યજ્ઞાર્થી એટલે કર્મોને બાળી નાખવારૂપ સાચો યજ્ઞ કરનાર તો આપ જ છો. વેદના મર્મને જાણનાર સાચા વેદવેત્તા પણ તમે જ છો. તેમજ જ્યોતિષાંગ એટલે જ્યોતિષના અંગને જાણવામાં પણ તમે જ પ્રવીણ છો. ૪૮.
ઘર્મનો પાર પામ્યા છો, તમે ઉદ્ધારનાર છો,
ભિક્ષશ્રેષ્ઠ, ગ્રહો ભિક્ષા, કૃપાના કરનાર, હો!”૪૯ અર્થ - તમે ઘર્મનો પાર પામ્યા છો, માટે અમારો ઉદ્ધાર કરવા સમર્થ છો. તમે જ શ્રેષ્ઠ ભિક્ષુ એટલે મુનિ છો, માટે હે કૃપાના કરનાર! આ ભિક્ષાને આપ ગ્રહણ કરો. ૪૯ાા
જયઘોષ કહે, “વિપ્ર મારે ભિક્ષા ન જોઈએ,
પરંતુ તું ગ્રહી દીક્ષા, સંસારપંક ઘોઈ લે. ૫૦ અર્થ :- જવાબમાં જયઘોષ મુનિ બોલ્યા કે હે વિપ્ર ! મારે ભિક્ષા જોઈતી નથી. પણ તું દીક્ષાને ગ્રહણ કરી આ સંસારરૂપી અંક એટલે કિચડને ઘોઈ નાખ. //૫૦ના
Page #54
--------------------------------------------------------------------------
________________
૩ ૮
પ્રજ્ઞાવબોઘ-વિવેચન ભાગ-૧
જન્મ-મૃત્યુ-ભયે પૂર્ણ સંસારે ભમ, ભાઈ, ના;
ભોગેચ્છા બંધનો તોડી, અભોગી, મુક્ત થા સદા. ૫૧ અર્થ :- જન્મ અને મૃત્યુના ભયથી પૂર્ણ એવા આ સંસારમાં હે ભાઈ! હવે તું ભમ મા, અર્થાત્ ભટકવાનું મૂકી દે. ભોગની ઇચ્છાના બંઘનોને તોડી અભોગી બનીને સદા દુઃખરૂપ આ સંસારથી હવે મુક્ત થા. //૫૧ાા.
ભીની માટી તણો ગોળો ભીંતે ચોટે, ન જો ટૂંકો;
વૈરાગી તેમ ચોટે ના સંસારે, વાસના મેંકો.”પર અર્થ - ભીની માટીનો ગોળો ફેંકવાથી તે ભીંતે ચોંટી જાય પણ જો તે સૂકો હોય તો ચોંટે નહીં. તેમ વૈરાગી જીવ સંસારમાં આસક્ત થાય નહીં. માટે સંસારની અનાદિની વાસનાને હવે મૂકો. | પરા
વિજયઘોષ દીક્ષા લે સાંભળી મુનિબોઘ આ;
તપસ્યા-સંયમે બન્ને મોક્ષે કર્મક્ષયે ગયા. પ૩ અર્થ :- આ પ્રમાણે મુનિનો બોઘ સાંભળીને વિજયઘોષે પણ દીક્ષા ગ્રહણ કરી. બન્ને ભાઈ તપશ્ચર્યા તથા સંયમને સમ્યક પ્રકારે આરાધી કર્મક્ષય કરીને મોક્ષે પઘાર્યા. આપવા
મોક્ષમાર્ગ ઘરે ઉરે, જનોઈઘાર તે ખરા,
નવ ગુણો વિના ઘારે ઘર્મલોપક વાનરા. ૫૪ અર્થ :- રાગ દ્વેષ જેથી ક્ષય થાય એવા સાચા મોક્ષમાર્ગને જે હૃદયમાં ધારણ કરે તે ખરા જનોઈધારી બ્રાહ્મણ જાણવા. પણ નવ ગુણો વિના જે જનોઈને ઘારણ કરે તે ઘર્મનો લોપ કરનાર નર નહીં પણ વાનર સરખા જાણવા. //પ૪
"ક્ષમા, વિજ્ઞાન, સંતોષ અદત્તત્યાગ, "સક્રિયા,
અષ્ટમૂળગુણો, ત્યાગ, ‘સમિતિ, ‘શીલ લેખિયા. પપ તે નવ ગુણો આ પ્રમાણે છે :
અર્થ :- (૧)ક્ષમા, (૨વિજ્ઞાન, (૩સંતોષ (૪)અદત્તયાગ, (૫)સક્રિયા, અષ્ટમૂળગુણો : મધ, માંસ, મદિરા, વડના ટેટા, પીપળાના ટેટા, પીંપળના ટેટા, ઉમરડા અને અંજીર એ આઠેયના ત્યાગને શ્રાવકના મૂળ ગુણ કહ્યા છે. (૭)ત્યાગ, (૮)સમિતિ, અને (૯)શીલ એને લેખિયા એટલે ભેગા ગણવાથી નવ થયા છે. પપા
યજ્ઞોપવીત માટે આ નવે ગુણો જરૂરના,
દુર્ગતિહેતુ નિન્દી ને હાંસીને પાત્ર તે વિના. ૧૬ અર્થ :- યજ્ઞોપવીત એટલે જનોઈને ઘારણ કરવાવાળા માટે ઉપર કહ્યાં એ નવ ગુણો જરૂરના છે. એ ગુણો વિના જનોઈ ઘારણ કરીને સાચું બ્રાહ્મણપણું જગતના જીવોને બતાવવું તે દુર્ગતિનું કારણ છે, તેમજ નિંદા અને હાંસીને પાત્ર છે. પકા
સાપ પાળે વિના મંત્ર, જડીબુટ્ટી ન જાણતો, મે'માન મૃત્યુનો થાશે; ગુણો એ જડ-મંત્ર જો. ૫૭
Page #55
--------------------------------------------------------------------------
________________
(૫) સાચું બ્રાહ્મણપણું
૩ ૯
અર્થ - જેમ કોઈ સાપ પાળે પણ તેને વશ કરવાનો મંત્ર જાણતો નથી અથવા તે ઝેરને ઉતારનારી જડીબુટ્ટીને જાણતો નથી તો તે કોઈ સમયે ઝેર ચઢી જવાથી મૃત્યુનો મહેમાન થશે. તેમ ઉપર કહેલા નવગુણોને સંસારરૂપી સાપના ઝેરને મારવા માટે જડીબુટ્ટી કે મંત્ર સમાન જાણવા. પગા
મહાપુરાણમાં ભાખ્યો વિસ્તારે અધિકાર આ;
પાંચમા વેદમાં વ્યાસે સાતમા પર્વમાં કહ્યા – ૫૮ અર્થ - મહાપુરાણ ગ્રંથમાં આ અધિકારને વિસ્તારથી કહ્યો છે. તેમજ પાંચમા વેદના સાતમા પર્વમાં વ્યાસજીએ પણ સાચા બ્રાહ્મણનું સ્વરૂપ વર્ણવ્યું છે તે નીચે પ્રમાણે – I૫૮ાા
ગુણો બ્રાહ્મણના જોજો: “શીલ તો શણગાર છે.
સ્વાત્મતુલ્ય ગણે સૌને દયાના ઘરનાર તે; ૫૯ અર્થ - સાચા બ્રાહ્મણના ગુણોમાં પ્રથમ શીલ એટલે સદાચાર છે. તે જ તેનો શણગાર અર્થાત્ તેની શોભા છે. તે દયાના ઘરનાર હોવાથી સર્વ જીવોને પોતાના આત્મા સમાન ગણે છે. પલા
વેશ વૈરાગ્યને પોષે; નહીં મોહ ઉરે ઘરે;
બેફિકર બનીને ના દુષ્ટ આચાર આચરે. ૬૦ અર્થ - જેનો વેષ પણ વૈરાગ્યને પોષે એવો હોય છે. જે મોહભાવને હૃદયમાં ઘારતા નથી. જે શુદ્ધ આચારના બળે બેફિકર બનીને કદી દુષ્ટ આચરણને સેવતા નથી. //૬૦ાા
કામી ને વિષયી પેઠે વિષયોમાં ન લીન તે;
લંપટી-કામીને મુખે સ્ત્રીવાર્તા સુણી ના રીઝે. ૬૧ અર્થ :- કામી અને વિષયી જીવોની પેઠે પાંચ ઇન્દ્રિયોના વિષયોમાં લીન રહેતા નથી તથા લંપટી એવા કામીના મુખે સ્ત્રીવાર્તા સાંભળીને જે રાજી થતા નથી. II૬૧ના
પોતે સ્ત્રીનાં કૂંપાદિની નહીં કામકથા કહે;
પરંતુ બોઘ દે તેથી કામ-ક્રોથાદિ સૌ દહે. ૬૨ અર્થ - પોતે સ્વયં સ્ત્રીના રૂપાદિની કામકથા કહે નહીં, પણ તેથી વિપરીત એવો બોધ આપે કે જેથી બીજાના પણ કામ ક્રોધાદિ ભાવો બળીને ભસ્મ થઈ જાય. કરા.
શરીર શણગારે ના, વાહનો વાપરે ન તે,
દયાના કારણે ચાલે, ચાલતાં ભૂમિ નીરખે. ૬૩ અર્થ :- જે શરીરનો શણગાર કરતા નથી. વાહનનો ઉપયોગ કરતા નથી; પણ દયાના કારણે ચાલીને વિહાર કરે છે. તેમજ ચાલતા પણ ભૂમિને નીરખે છે. I૬૩ાા
કરે ના દાતણો લીલાં, સન્ક્રિયા સઘળી કરે,
સાચવે બ્રહ્મચર્યાદિ : બ્રહ્મપદવી તે ઘરે. ૬૪ અર્થ :- જે લીલા દાતણો વગેરે કરે નહીં પણ સન્ક્રિયાઓ સઘળી કરે છે. જે બ્રહ્મચર્યાદિ ગુણોને સંપૂર્ણ સાચવે તે જ સાચી બ્રહ્મપદવી એટલે આત્મજ્ઞાનીની પદવીને પામે છે. ૬૪
Page #56
--------------------------------------------------------------------------
________________
૪ ૦
પ્રજ્ઞાવોધ-વિવેચન ભાગ-૧
સેવવાયોગ્ય સર્વેને આ ક્રિયાઓ સહિત જો; તે વિના ન ક્રિયા-બ્રહ્મ, કુશીલવંત જાણજો. ૬૫
અર્થ :– એવા સાચા બ્રાહ્મણના ગુણોના ઘારક આત્મજ્ઞાની મહાત્માઓ સર્વને સેવવા યોગ્ય છે. પણ જે બ્રહ્મની સત્ ક્રિયા કરતા નથી તે નામઘારી બ્રાહ્મણને કુશીલવંત જાણવા. ।।૫।। ક્રોથી, લોભી, અહંકારી, મમત્વી બ્રાહ્મણો કદી
શીલવાન જનોને તો સેવવાયોગ્ય તે નથી. ૬૬
અર્થ :— ક્રોધી, લોભી, અહંકારી, મમત્વી એવા નામધારી બ્રાહ્મણો શીલવાનજનોને કદી સેવવા યોગ્ય નથી. ।।૬।।
કુલ-બ્રાહ્મણ તે જાણો આ ક્રિયાઓ રહિત જે’
વેદવ્યાસ મુનિ સાચું મહાભારતમાં વર્તે. ૬૭
અર્થ :– ઉપર સન્ક્રિયાઓ ઉપદેશી છે, તે ક્રિયાઓથી રહિત એવા બ્રાહ્મણ કુળમાં જન્મેલા તે માત્ર
=
કુલ બ્રાહ્મણો જાણો. એવું વેદવ્યાસ મુનિ મહાભારતમાં સાચું કહે છે. ।।૬ના
મનુષ્યજાતિ તો ‘જાતિ-નામકર્મ'થી એક છે;
વૃત્તિભેદે થયા ભેદો, ચતુર્વર્ણાદિ ટેક જે. ૬૮
અર્થ :- જાતિ-નામકર્મથી જોઈએ તો સર્વ મનુષ્યજાતિ એક છે. છતાં તેમાં પણ મનુષ્યોની જાદી
=
જાદી વૃત્તિઓ હોવાના કારણે બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને શુદ્ર એવા ચાર વર્ણભેદ બન્યા હતા. ।।૬૮॥ તપ શ્રુત અને જાતિ કારણે બ્રાહ્મણો ગણો;
તપ શ્રુત વિનાનો તે જાતિ-બ્રાહ્મણ નિર્ગુણો. ૬૯
અર્થ :— તપ અને શ્રુત એટલે શાસ્ત્રજ્ઞાન સહિત બ્રાહ્મણ જાતિમાં જન્મેલાને બ્રાહ્મણ જાણો. પણ
=
તપ અને શ્રુત વિનાનો માત્ર બ્રાહ્મણ જાતિમાં જન્મેલ બ્રાહ્મણ તે નિર્ગુણી છે; તે પૂજવા યોગ્ય નથી. ।।૬૯।।
તે
બ્રાહ્મણ વ્રત-સંસ્કારે, ક્ષત્રિય શસ્ત્ર-ધારવે,
ન્યાય વ્યાપારથી વૈશ્ય, શુદ્રની નીચ વૃત્તિ છે. ૭૦
અર્થ :— સાચો બ્રાહ્મણ વ્રત અને સંસ્કાર ધારણ કરવાથી થાય છે. તથા શસ્ત્ર ધારણ કરવાથી ક્ષત્રિય ગણાય છે. ન્યાયપૂર્વક વ્યાપાર કરનાર તે વૈશ્ય એટલે વણિક કહેવાય છે અને નીચ છે વૃત્તિ જેની અર્થાત્ જેના આચાર વિચાર હલકા છે તે શુદ્રની કોટીમાં આવે છે. ૭૦
જિનસેનસૂરિ ભાખે એવું મહાપુરાણમાં;
સાચી બ્રાહ્મણતા સાઘો, માત્ર જન્મ વખાણ મા. ૭૧
અર્થ :— શ્રી જિનસેનસૂરિ મહાપુરાણમાં આવું ભાખી ગયા છે. જેથી હે ભવ્યો ! સાચા બ્રાહ્મણપણાને
=
સાધ્ય કરો. માત્ર બ્રાહ્મણકુળમાં જન્મ થવાથી તેના વખાણ કરો મા. કેમકે કુળ બ્રાહ્મણપણાથી કલ્યાણ નથી પણ સાચા બ્રાહ્મણના ગુણો પ્રગટાવવાથી જ જીવનું કલ્યાણ છે. ૭૧||
*
Page #57
--------------------------------------------------------------------------
________________
(૬) મૈત્રી આદિ ચાર ભાવના
૪ ૧
ગુણો છે યોગ્ય પૂજાને, વેશ કે વય કોઈ ના;
આત્મગુણો વિના જાગ્યે દુર્ગુણો ગુણને ગમ્યા. ૭૨ અર્થ - ગુણી પુરુષોના ગુણો પૂજાને યોગ્ય છે. વેષ કે વય કોઈ પૂજાના કારણ નથી. આત્માના વાસ્તવિક મૂળ ગુણો જ્ઞાન દર્શનાદિને જાણ્યા વિના તો બીજા ગુણોને પણ દુર્ગુણો ગણ્યા છે. રા.
સુજ્ઞ તો સાનમાં ચેતી આત્મભાવ સુધારતા,
ઝવેરી રત્નને જાણે પરીક્ષાબુદ્ધિ ઘારતા. ૭૩ અર્થ :- સુજ્ઞ પુરુષો તો સાનમાં એટલે ઈશારામાં સમજીને ચેતી જઈ પોતાના આત્મભાવોને સુઘારી લે છે. જેમ ઝવેરી પોતાની પરિક્ષકબુદ્ધિ વડે રત્નને શીધ્ર ઓળખી લે છે તેમ. I૭૩ાા
કાયાની શુદ્ધિ પાણીથી જળ-જીવો હણાય જ્યાં;
બ્રહ્મચર્ય-સુતીર્થે જા, ઘર્મસ્નાન ગણાય ત્યાં. ૭૪ અર્થ - કાયાની શુદ્ધિ પાણીથી થાય પણ ત્યાં જળકાયના જીવો હણાય છે. માટે બ્રહ્મચર્યરૂપી સાચા તીર્થમાં જા કે જ્યાં ઘર્મરૂપી જળમાં સ્નાન કરવાથી આત્માની શુદ્ધિ થાય છે. II૭૪
અગ્નિથી જીવહિંસા છે, યજ્ઞ તો નામમાત્ર તે;
તપ-અગ્નિ ખરો યજ્ઞ, કરે આત્મા પવિત્ર જે. ૭૫ અર્થ :- યજ્ઞમાં અગ્નિ સળગાવવાથી જીવોની હિંસા થાય છે, તેથી તે નામમાત્ર યજ્ઞ છે. પણ બાર પ્રકારના તપરૂપી અગ્નિને સળગાવવો એ ખરો યજ્ઞ છે. કે જેમાં બધા કમોં બળીને ભસ્મીભૂત થઈ આત્મા પરમ પવિત્ર બની ઝળકી ઊઠે છે. એવા તારૂપી અગ્નિવડે સર્વ કર્મને ભસ્મીભૂત કરનાર સાધકને જ સાચો બ્રાહ્મણ જાણવો. કેવળ બ્રાહ્મણકુલમાં ઉત્પન્ન થવા માત્રથી સાચો બ્રાહ્મણ કહેવાય નહીં. ૭૫
પાંચમાં પાઠમાં સાચું બ્રાહ્મણપણું એટલે સાચા મુનિપણા વિષે બોઘ કરવામાં આવ્યો. તે મુનિપણું આત્મજ્ઞાન સહિત હોય. આત્મજ્ઞાનને મેળવવા માટે મૈત્રી, પ્રમોદ, કારુણ્ય અને માધ્યસ્થ એવી ચાર ભાવનાઓ ભાવવી જોઈએ. એ ભાવનાઓ ભાવવાથી આત્મજ્ઞાન મેળવવાની યોગ્યતા પ્રાપ્ત થાય છે. માટે આ પાઠમાં ચાર ભાવનાઓનું વર્ણન કરવામાં આવે છે :
(૬) મૈત્રી આદિ ચાર ભાવના (રાગ –ચામર-નારાજ ને સમાની-પ્રમાણીને મળતો, કૂચ ગીતની ઢબ)
મૈત્રી ભાવના મૈત્રીભાવ ભાવનાર માનવી મહાન છે, વૈરભાવ ઘારનાર મૈત્રીનો અજાણ છે.
Page #58
--------------------------------------------------------------------------
________________
૪ ૨
પ્રજ્ઞાવબોઘ-વિવેચન ભાગ-૧
મૈત્રીભાવ ભાવનાર માનવી મહાન છે. ૧ અર્થ :- સર્વ જીવો પ્રત્યે મૈત્રીભાવ ભાવનાર માનવી મહાન છે. પણ જીવો પ્રત્યે જેને વૈરભાવ છે તેને મૈત્રીભાવમાં કેવું સુખ રહેલું છે, તેનો તે અજાણ છે. સર્વ જીવો પ્રત્યે મૈત્રીભાવ એટલે પ્રેમભાવ રાખનાર મનુષ્ય જગતમાં મહાન એવી મોક્ષપદવીને પામે છે. [૧]
સ્વસ્ખની સ્પૃહા ઘરી, અનેક યત્ન આદરી,
દુઃખ દૂર થાય તેમ આચરે સુજાણ જે. મૈત્રી. ૨ અર્થ :- જેને પોતાના આત્માને સુખી કરવાની ઇચ્છા છે, તે તો અનેક પ્રકારે પ્રયત્ન કરીને પણ બીજાનું દુઃખ દૂર થાય અથવા બીજાને મારા વતી દુઃખ ન થાય તેમજ આચરે છે. તે જ સુજાણ એટલે સમ્યક્ રીતે સુખના માર્ગનો જાણનાર છે. રા
સગાઈ સર્વ જીવથી ઘરી અનેક રીતથી,
ભવો અનેક ઘારી, જો વિચાર સૌ સમાન છે. મૈત્રી-૩ અર્થ - જગતમાં રહેલ સર્વ જીવો સાથે મારે પુત્રપણે, પિતાપણે, સ્ત્રીપણે, ભાઈપણે વગેરે અનેક રીતથી અનેક ભવોમાં સગાઈઓ થઈ ચૂકી છે. જો આવો વિચાર કરવામાં આવે તો સર્વ પ્રાણીઓ માટે મન સમાન છે, કેમકે સર્વ જીવો સાથે મારે અનેકવાર સંબંઘો થઈ ચૂક્યાં છે. તેથી સર્વ જીવો પ્રત્યે મૈત્રીભાવ રાખવો એ જ મારે યોગ્ય છે. સા.
માત તાત કો થયા, સુપુત્ર મિત્ર કો કહ્યા,
પ્યારી નારી મૃત્યુ પામી પશુ અને પ્રમાણ એ. મૈત્રી ૪ અર્થ :- કોઈ જીવો માતા થયા કે કોઈ પિતારૂપે થયા, કોઈ પુત્રરૂપે અવતર્યા તો કોઈ મિત્રરૂપે થયા. તેમ પોતાની પ્રિય ગણાતી સ્ત્રી પણ મરીને પશુપણે અવતરે છે. તો મારે હવે કોના પ્રત્યે વૈરભાવ રાખવો. અનેક દ્રષ્ટાંતોથી પણ આ વાત પ્રમાણભૂત થાય છે. માટે સર્વ જીવો પ્રત્યે મને મૈત્રીભાવ જ હો, પણ વૈરભાવ કદી ન હો. ||૪
કુર ભાવ કેમ થાય? પ્રેમ સર્વશું ઘરાય,
કુટુંબ તુલ્ય વિશ્વ થાય આત્મદ્રષ્ટિવાનને. મૈત્રીપ અર્થ - કોઈ પણ જીવો પ્રત્યે ક્રરભાવ કેમ કરાય. સર્વ સાથે પ્રેમભાવ જ રખાય એવો ભાવ આત્મદ્રષ્ટિવાનને હોય છે. કેમકે તેને મન તો આખું વિશ્વ કુટુંબ તુલ્ય છે. //પા.
ત્રિવિઘ તાપમાં મુઝાય જીવ સૌ સંસારમાંય,
સંત કલ્પદ્રુમછાંય શરણ શીતલ માન એ. મૈત્રી અર્થ :- સંસારમાં રહેલા સૌ પ્રાણીઓ આધિ, વ્યાધિ અને ઉપાધિમય ત્રિવિથ તાપથી સદા મુંઝાય છે. તે સર્વ જીવો પ્રત્યે સદૈવ મૈત્રીભાવ રાખનાર એવા સંત પુરુષોનું શરણ જ કલ્પદ્રુમની શીતલ છાયા સમાન સુખરૂપ છે, એમ તું માન. સર્વ જીવો પ્રત્યે નિર્વેર બુદ્ધિ રાખનાર અર્થાત્ સર્વ જીવો પ્રત્યે મૈત્રીભાવ ભાવનાર માનવી જગતમાં મહાન છે. Iકા
“મૈત્રી – સર્વ જગતના જીવ ભણી નિર્વેર બુદ્ધિ.” -શ્રીમદ્ રાજચંદ્ર
Page #59
--------------------------------------------------------------------------
________________
(૬) મૈત્રી આદિ ચાર ભાવના
૪ ૩
(૨)
પ્રમોદ ભાવના પ્રમોદ પ્રેમી-ઉરમાં ગુણાનુરાગરૂપમાં,
સદૈવ દીપ દીપતો, જ્યાં દ્વેષનું ન નામ છે. મૈત્રી ૭ પ્રમોદ–અંશમાત્ર પણ કોઈનો ગુણ નીરખીને રોમાંચિત ઉલ્લસવા.” -શ્રીમદ્ રાજચંદ્ર (વ.પૃ.૧૮૮)
અર્થ - પ્રમોદ ભાવના પ્રત્યે જેને સદા પ્રેમ છે તેના હૃદયમાં બીજાના ગુણાનુરાગરૂપમાં સદૈવ પ્રમોદ ભાવનો દીપક દેદીપ્યમાન રહે છે, અને ત્યાં શ્રેષનું નામ નિશાન રહેતું નથી. બીજાના અંશમાત્ર ગુણ જોઈને તેના રોમાંચ ઉલ્લસિત થાય છે. શા.
પુણ્ય-અમી ઊભરાય મન-વચન-કાયમાંય,
ત્રિભુવન સૌખ્યકારી સંત શશી સમાન છે. મૈત્રી૦૮ અર્થ - પ્રમોદ ભાવનાને કારણે જેના મન વચન કાયામાં પુણ્યરૂપી અમૃત ઉભરાય છે; અર્થાત્ મનથી બીજાના ગુણો ચિંતવી આનંદ પામે છે, વચનથી તેમના ગુણગાન કરે છે તથા કાયા વડે તેમની સેવા પણ કરે એવા ત્રિભુવનમાં સુખને આપનાર સંત પુરુષો જગતમાં શશી એટલે ચંદ્રમા સમાન આત્મશીતળતાને આપનાર છે. દા.
અન્યના ગુણાંશ આ ગિરિ સમા પ્રશંસતા,
પ્રફુલ્લ તરુ કદંબ શા સુસંત વિરલ જાણ એ. મૈત્રી ૯ અર્થ - અન્ય પુરુષોના ગુણોના અંશને પણ જે ગિરિ એટલે પહાડ સમાન ગણીને પ્રશંસા કરે, તેમજ કદંબ એટલે કેસુડાના વૃક્ષ સમાન બીજાના ગુણો જોઈ જે પ્રફુલ્લિત થાય, તેવા સાચા સંત પુરુષો જગતમાં વિરલા છે એમ જાણો. માટે જ કહ્યું કે મૈત્રીભાવ ભાવનાર માનવી મહાન છે.
કેસુડાનું વૃક્ષ વસંતઋતુને જોઈ ખીલી ઊઠે છે. આખું ઝાડ કેસરી રંગના ફુલોથી છવાઈ જાય છે. પાન કરતા પણ ફુલો વિશેષ હોય છે. એવું આ વિરલ ઝાડ છે. તેમ બીજાના ગુણો જોઈ પ્રફુલ્લિત થનાર સંતપુરુષો કોઈ વિરલા છે.
ગાય ખાય ઘાસ તોય દૂઘ તો અમૃત જોય,
જલધિમૂલ જલદનું ફલ ઈક્ષરસ સમાન છે. મૈત્રી ૧૦ અર્થ :- ગાય ઘાસ ખાઈને પણ તે ઘાસમાંથી અમૃત જેવું દૂઘ બનાવી આપે છે, તેમ બીજાના દોષોમાંથી પણ ગુણ ગ્રહણ કરવા જોઈએ. અથવા જલધિમૂલ એટલે સમુદ્ર છે મૂળ જેનું એવા જલદ એટલે વાદળાનું ફળ પણ ઈક્ષરસ એટલે શેરડી સમાન મીઠા જળને આપનાર થાય છે. અર્થાત્ સમુદ્રનું ખારું પાણી જે પીવાને લાયક નથી તેવા ખારા પાણીને પણ વાદળાઓ વરાળરૂપ બનાવી મીઠું કરીને જગતને આપે છે. જે પાણી શેરડીના રસ સમાન પીવાને લાયક બને છે. અથવા તે જ જળ શેરડીમાં જઈ સાકર બની મીઠા સ્વાદને આપે છે. તેમ ગમે તેવા દોષી જીવમાંથી પણ પ્રમોદભાવવડે ગુણ ગ્રહણ કરીને જીવનને અમૃતમય બનાવી શકાય છે. ૧૦
ગુણગ્રાહી દત્તાત્રય અનેક-ગુરુ-ગુણાલય, ગુણઘામ લોકત્રય ગુણાનુરાગવાનને. મૈત્રી ૧૧
Page #60
--------------------------------------------------------------------------
________________
४४
પ્રજ્ઞાવબોઘ-વિવેચન ભાગ-૧
અર્થ - ગુણગ્રાહી એવા દત્તાત્રય નામના સંત થઈ ગયા. જેને ગુણના ઘરરૂપ અનેક ગુરુઓ કર્યા હતા. જેનામાંથી ગુણ ગ્રહણ કરે તેને પોતાના ગુરુ માનતા. ગુણ પ્રત્યે છે અનુરાગ જેને એવા ગુણાનુરાગવાનને તો ત્રણેય લોક ગુણના ઘામરૂપ છે. શ્રીકૃષ્ણ મહાત્માની કે શ્રી યુધિષ્ઠિરની દ્રષ્ટિ પણ એવી ગુણાનુરાગવાળી હતી. [૧૧ાા
વૈરાગ્યદાયી વાદળી, સુજ્ઞાન દે રવિ વળી;
આજે ગુરુ અંજન-શળી તો વિશ્વગ્રંથ-ખાણ છે. મૈત્રી ૦૧૨ અર્થ - વાદળી જેવો, ત્રિવિઘ તાપથી બળતા આત્માને શીતળતા આપનાર વૈરાગ્ય હોય અને સૂર્ય જેવું પ્રકાશ આપનાર જેમાં સમ્યજ્ઞાન હોય, તેને શ્રી ગુરુ અંજન આંજવાની સળીથી ગુરુગમરૂપી અંજન આજે તો તેને આખું વિશ્વ ગ્રંથની ખાણરૂપ બની જાય અર્થાત્ તેની દ્રષ્ટિ પછી જ્યાં જ્યાં પડે ત્યાં ત્યાં દ્રવ્યદ્રષ્ટિવડે સર્વમાં ગુણ જ દેખાય અને પ્રમોદભાવ ઊપજે એવો શ્રી ગુરુનો મહિમા છે. ૧રા
પ્રમોદ એટલે ગુણજ્ઞ જીવ પ્રત્યે ઉલ્લાસપરિણામ.” -શ્રીમદ્ રાજચંદ્ર (વ.પૃ.૨૦૧)
કરુણા ભાવના દુઃખ દેખ પારકું કરુણ ઉર કંપતું,
દયા કરી સહાય દે અનુકંપાવાન એ. મૈત્રી ૧૩ કરુણા-જગતજીવના દુઃખ દેખીને અનુકંપિત થવું.' શ્રીમદ્ રાજચંદ્ર (વ.પૃ.૧૮૮) અર્થ :- બીજાનું દુઃખ જોઈને કરુણા ભાવનાવડે જેનું હૃદય કંપાયમાન થાય છે અને તેના પર દયા કરીને સહાય આપે તે અનુકંપાવાન જાણવો. ૧૩ના. પરહિત એ જ નિજ હિત સમજવું, અને પરદુઃખ એ પોતાનું દુઃખ સમજવું.” -શ્રીમદ્ રાજચંદ્ર (વ.પૃ.૧૪)
રુધિર વહે પરું ઝરે દુર્ગધ મૂત્ર-મળ કરે,
તોય ગ્લાનિ ના ઘરે શુશ્રષા-સુજાણ એ. મૈત્રી ૧૪ અર્થ - કોઈના શરીરમાં રુધિર એટલે લોહી વહેતું હોય, પરું ઝરતું હોય, કે દુર્ગઘમય મળમૂત્ર કરતા હોય, તો પણ એની સેવા શુશ્રષા કરવામાં જે ગ્લાનિ એટલે દુગંછાભાવ લાવતા નથી, તેને કરુણા ભાવનાના સાચા સુજાણ જાણવા. એવું નિર્વિચિકિત્સકપણું તે સમ્યફષ્ટિનું એક અંગ છે../૧૪ો.
તણાય વીંછ પાણીમાંય કાઢતાં દે ડંખ તોય,
ખમી અનેક ડંખને ઉગારનાર પ્રાણ તે. મૈત્રી. ૧૫ અર્થ :- પાણીમાં તણાતા વીંછીને કાઢતા અનેકવાર ડંખ આપે તો પણ તેના ડંખને સહન કરીને કરુણા ભાવનાવડે તેના પ્રાણને ઉગારે તેને ખરો કરુણા ભાવનો જાણનાર સમજવો.
જેમ વીંછીને ડંખ મારવાનો સ્વભાવ છે તેમ સાચી કરુણાને જાણનાર પણ પોતાની દયા કરવાનો સ્વભાવ છોડતો નથી. એ એની સાચી મિત્રતાની મહાનતાનું પ્રમાણ છે. [૧૫ાા
દયા સદા દિલે વસે, દ્વેષ ના ઉરે ડસે, દિલ દુખાય આર્ત દેખ, પરોપકારવાન એ. મૈત્રી. ૧૬
Page #61
--------------------------------------------------------------------------
________________
(૬) મૈત્રી આદિ ચાર ભાવના
૪૫
=
અર્થ :— જેના દિલમાં સદા દયાનો વાસ છે તેના હૃદયને દ્વેષરૂપી નાગ ડસતો નથી. બીજાનું આર્ત એટલે દુઃખ દેખી જેનું દિલ દુભાય છે તે ખરા પરોપકારવાન છે. તેના હૃદયમાં સર્વે જીવો પ્રત્યે મૈત્રીભાવનું પવિત્ર ઝરણું વહ્યા કરે છે. ।૧૬।।
જીવનતણા સટોસટે અન્યદુઃખ જો મટે, પ્રેમપંથ-પાવકે કો ઝંપલાય જાણ તે. મૈત્રી૦૧૭
અર્થ :— જેના હૃદયમાં કરુણાભાવ ભરેલ છે તે પોતાના જીવનતણા સોસટે કહેતા જાવન નિર્વાહની ભીડમાં પણ જો અન્યનું દુઃખ નાશ પામતું હોય તો પ્રેમપંથ પાવકે અર્થાત્ પરજીવો પ્રત્યેની પ્રેમમાર્ગરૂપી અગ્નિમાં પોતાને ઝંપલાવી દે છે, અર્થાત્ બીજાનું ભલું કરવા તત્પર થાય છે. તે જ સાચું પરહિત ક૨ના૨ જાણવા. ।।૧૭।
દુઃખસ્સુખ ના ગણે, સ્વદે મિટ્ટી શો ભાગે,
સર્વ સુખી થાય તેમ કરે કૃપાવાન જે. મૈત્રી૰૧૮
અર્થ :— જે કૃપાવાન પુરુષો છે તે પોતાના દુઃખ સુખને ગણતા નથી. પોતાના દેહને માટી જેવો માને છે, બીજા સર્વ જીવો સુખી કેમ થાય, એ જેનો લક્ષ છે, જગતનાજીવો પ્રત્યે આવો મૈત્રીભાવ ધરાવનાર પુરુષો ખરેખર મહાન છે. ।।૧૮।।
કરુણા—કોઈપણ જીવને જન્મમરણથી મુક્ત થવાનું કરવું.’ -શ્રીમદ્ રાજચંદ્ર (વ.પૃ.૨૦૧)
(૪)
ઉપેક્ષા ભાવના
શી રીતે સુખી થવાય? દુઃખ દૂર કેમ થાય?
એ વિકલ્પ જો શમાય તો ઉપેક્ષાવાન એ. મૈત્રી૰૧૯
અર્થ :— સંસારમાં શી રીતે સુખી થવાય? અથવા સર્વ દુઃખ કેમ દૂર થાય? એવા વિકલ્પ જેના
=
સમાઈ ગયા, તે ઉપેક્ષાવાન છે અર્થાત્ તે મધ્યસ્થ ભાવનાના ઘારક છે. ૧૯ના
‘ઉપેક્ષા એટલે નિસ્પૃહ ભાવે જગતમાં પ્રતિબંધને વિસારી આત્મતિમાં આવવું.’ શ્રીમદ્ રાજચંદ્ર સહનશીલતા સઘાય, નિર્વિકાર ચિત્ત થાય,
પ્રિય કે અપ્રિય કાંઈ નથી ક્ષમાવાનને. મૈત્રી ૨૦
=
અર્થ – જેનામાં સહનશીલતા સધાયેલી છે, જેનું ચિત્ત નિર્વિકાર થયેલું છે. જેને પ્રિય કે અપ્રિય કાંઈ નથી તે જ ખરો ક્ષમાવાન છે. IIરા
જ
કોઈ કરે સ્તુતિ અતિ વા વગોવે મુઢમતિ,
તોય ચિત્ત ના ચલે સુષ્ટિ શમવાન તે. મૈત્રી ૨૧
અર્થ :— જેની કોઈ અતિ સ્તુતિ એટલે અત્યંત પ્રશંસા કરે અથવા કોઈ મુઢમતિ તેના વગોવણા કરે તોય જેનું ચિત્ત ચલાયમાન થાય નહીં તે જ સુદૃષ્ટિ એટલે સમ્યષ્ટિ એવો શમવાન પુરુષ છે અર્થાત્ જેના કષાયો શમાઈ ગયા છે. ।।૨૧।।
હર્ષ શોક કેમ થાય? કામ-ક્રોધ બળી જાય,
મટે માન, લોભ, માયા સમભાવવાનને. મૈત્રી૦૨૨
Page #62
--------------------------------------------------------------------------
________________
४५
પ્રજ્ઞાવબોઘ-વિવેચન ભાગ-૧
અર્થ - સમ્યકુદ્રષ્ટિ જીવને હર્ષ શોક કેમ થાય? કેમકે જેના કામ ક્રોઘ બળી ગયા છે. માન, લોભ કે માયા જેના મટી ગયા છે તે જ ખરા સમભાવવાળા છે. તેથી ખરી મધ્યસ્થ ભાવનાને તે ઘારણ કરી શકે છે. ૨૨ા. માધ્યસ્થ કે ઉપેક્ષા–શુદ્ધ સમદ્રષ્ટિના બળવીર્યને યોગ્ય થવું. -શ્રીમદ્ રાજચંદ્ર (વ.પૃ.૧૮૮)
દુર્ગધ ગંદકી ભલે, સુગન્ધ સ્વાદ વા મલે,
કુરૂપ રૂપવંત સર્વ સમ સમજવાનને. મૈત્રી ૨૩ અર્થ:- ભલે દુર્ગઘ હો કે ગંદકી હો અથવા સુગંઘ હો કે સ્વાદની પ્રાપ્તિ હો, કુરૂપ હો કે રૂપવંત હો, તે સર્વ જેને સમાન ભાસે છે તે જ ખરો સમજવાન છે અર્થાત્ પદાર્થના વાસ્તિવક સ્વરૂપને તે યથાર્થ જાણનારો છે અને તે જ સર્વ પદાર્થો પ્રત્યે ઉપેક્ષાભાવ રાખી શકે છે. (૨૩ના
સંસારી જીવ સર્વ દીન, કર્મયંત્રને અઘીન,
ભવ-નાટકે પ્રવીણ સાક્ષી ભાનવાન છે. મૈત્રી ૨૪ અર્થ - સંસારી જીવો સર્વ કર્મરૂપી યંત્રને આધીન હોવાથી દીન એટલે ગરીબ જેવા છે. જે બિચારા કર્મોને આધીન હોવાથી સંસારરૂપી નાટકમાં નૃત્ય કરવાને માટે જાણે પ્રવીણ થયેલા છે. પણ જેને આત્માનું ભાન થયું છે તેવા જ્ઞાની પુરુષો તો માત્ર સાક્ષીભાવે આ સંસારમાં કર્મના ઉદયથી રહેલા છે. તેથી ખરી ઉપેક્ષાભાવના અથવા મધ્યસ્થભાવનાના તે ઘારક છે. તેમને અંતરથી સર્વ જીવો પ્રત્યે મૈત્રીભાવ છે, માટે તે પુરુષો જગતમાં સર્વથી મહાન ગણાય છે. રજા
ઉપસંહાર સર્વ પ્રાણી થાવ જ્ઞાની તજો પાપ-પંકખાણ,
આત્યંતિક દુઃખ-હાણિ ભાવે મૈત્રીમાન એ. મૈત્રી ૨૫ અર્થ - જગતમાં રહેલા સર્વ પ્રાણીઓ પાપરૂપી અંક એટલે કીચડની ખાણ સમા વિષય કષાયને મૂકીને જ્ઞાની બનો, સર્વના જન્મ, જરા, મરણ કે આધિ, વ્યાધિ, ઉપાધિરૂપ દુઃખની આત્યંતિક એટલે સંપૂર્ણપણે હાનિ થાઓ, એમ જે હૃદયમાં ભાવે છે તે જગત જીવોથી મૈત્રીભાવ રાખનાર સાચા મહાપુરુષ છે. રપા
ગુણો મહાન સંતના વિરલ લોકમાં ઘણા,
પામતાં ન કો ભણા, પ્રમોદ ગુણ પ્રમાણ એ. મૈત્રી૨૬ અર્થ :- ત્રણેય લોકમાં મહાન સંતપુરુષોના ગુણો પામવા ઘણા વિરલ છે. જેમાં કોઈપણ પ્રકારની મણા અર્થાતુ ખામી નથી, એવા મહાનપુરુષોના ગુણો જોઈને પ્રમોદભાવ એટલે ઉલ્લાસભાવ પામીએ તો તે ગુણો પામવાનો પ્રમાણભૂત એટલે યથાર્થ ઉપાય છે. /૨૬ાા
દૈન્ય, દુઃખ દૂર થાઓ, નિત્ય શાંતિમાં સમાઓ,
કોઈ જીવ ના દુભાઓ, ભાવે દયાવાન એ. મૈત્રી. ૨૭ અર્થ - જગતમાં જીવોનું દૈન્ય એટલે દીનપણું અર્થાતુ ગરીબાઈ તેમજ બીજા પણ સર્વ દુઃખો દૂર થાઓ, અને પ્રાણીઓ રાગદ્વેષ અજ્ઞાનનો ભાવ મૂકી દઈ સદા આત્મશાંતિમાં સમાઈ જાઓ, કોઈપણ
Page #63
--------------------------------------------------------------------------
________________
(૬) મૈત્રી આદિ ચાર ભાવના
४७
જીવનું મન ન દુભાઓ, એવી કરુણાભાવનાને જે ભાવે છે, તેને સાચો દયાવાન જાણવો. રશા
કોઈ દેવ-ગુરુ નિંદે, વેરથી પડી આનંદે,
સમર્થ તોય ખમીબુંદે એ ઉપેક્ષાવાન છે. ૨૮ અર્થ :- કોઈ અજ્ઞાની જીવ દેવ, ગુરુભગવંતની નિંદા કરે, અથવા કોઈ વેરભાવથી પીડા આપી. આનંદ માને; તેને નિવારવા પોતે સમર્થ છે છતાં આત્મવિચારથી તેને ખમીખૂંદે તે જ ખરો ઉપેક્ષાવાન છે અર્થાત્ તે જ સાચો મધ્યસ્થ ભાવનાનો ઘારક પુરુષ છે એમ જાણવું. ૨૮.
મધ્યસ્થતા-નિર્ગુણી જીવ પ્રત્યે મધ્યસ્થતા.” -શ્રીમદ્ રાજચંદ્ર (વ.પૃ.૨૦૧)
દેહભાવ ટળી જતાં, આત્મમાં નિમજ્જતાં,
સંસાર સૌ વિચારતાં અને ભગવાન એ. મૈત્રી ૨૯ અર્થ :- ઉપરોક્ત ચારેય યોગ્યતા આપનારી ભાવનાઓને ભાવતાં જ્યારે દેહભાવ ટળી જાય અને આત્મામાં નિમતાં એટલે આત્મામાં નિમગ્ન થતાં સંસારભાવની સર્વથા જેને વિસ્મૃતિ થાય તે પુરુષ ભગવાન બને છે. રા.
સુયોગથી શ્રવણ થાય, દુરાગ્રહો દંરે પલાય,
વિવેકદીપ પ્રગટાય સ્વભાવથી સુજાણ એ. મૈત્રી-૩૦ અર્થ – એવા ભગવાનસ્વરૂપ જ્ઞાની પુરુષનો સમ્યક્ યોગ થાય, તેના બોઘનું શ્રવણ થાય ત્યારે અનાદિના ખોટા આગ્રહો દૂર થાય છે. અને આત્મસ્વભાવમાંથી વિવેકરૂપી દીપકનો પ્રકાશ પ્રગટ થાય છે, તેને સુજાણ એટલે સમ્યતત્ત્વનો જાણનાર માનવો. (૩૦
સુભાવના સુકાર્ય-હેતુ દુર્દશાનો ધૂમકેતુ,
ભવોદધિમાંહી સેતુ પામે ભાગ્યવાન છે. મૈત્રી૦૩૧ અર્થ :- આ ચાર મૈત્રી, પ્રમોદ, કારુણ્ય અને મધ્યસ્થતાની સમ્યભાવનાઓ તે આત્માના કલ્યાણરૂપ સુકાર્ય કરવાના હેતુ માટે છે. જે આત્માની અનંતકાળની અજ્ઞાનમય દુર્દશાને નાશ કરવા ધૂમકેતુ એટલે પૂછડીયા તારા જેવી છે. તેમજ ભવોદધિ એટલે સંસારરૂપી સમુદ્રમાંથી પાર ઉતારવા માટે સેતુ એટલે પુલ સમાન છે. આ ભાવનાઓને જે ભાગ્યવાન પુરુષ છે તે જ પામી શકે. બીજા સામાન્ય વ્યક્તિનું ગજું નથી કે જે આ ઉત્કૃષ્ટ ભાવનાઓને ભાવી શકે. /૩૧ાા
કર્મગતિ વિચિત્ર છે. નિરંતર મૈત્રી, પ્રમોદ, કરુણા અને ઉપેક્ષા ભાવના રાખશો. મૈત્રી એટલે સર્વ જગતથી નિર્વેરબુદ્ધિ, પ્રમોદ એટલે કોઈ પણ આત્માના ગુણ જોઈ હર્ષ પામવો, કરુણા એટલે સંસારતાપથી દુઃખી આત્માના દુઃખથી અનુકંપા પામવી અને ઉપેક્ષા એટલે નિસ્પૃહભાવે જગતના પ્રતિબંઘને વિસારી આત્મહિતમાં આવવું. એ ભાવનાઓ કલ્યાણમય અને પાત્રતા આપનારી છે.” (વ.પૃ.૧૮૩)
અહો!પરમકૃપાળુનાથ, સાચો મને મળ્યો સાથ,
ગ્રહો હવે પ્રભુજીં હાથ, લાગો એકતાન એ. મૈત્રી ૩ર અર્થ :- અહો આશ્ચર્ય છે કે આવા ભયંકર ઠંડાઅવસર્પિણી કાળમાં પણ મને પરમકૃપાળનાથનો સાચો સાથ મળ્યો. માટે હે પ્રભુજી! હવે મારો હાથ ઝાલો અર્થાત્ મને સાચું માર્ગદર્શન આપો કે જેથી હું
Page #64
--------------------------------------------------------------------------
________________
૪ ૮
પ્રજ્ઞાવબોઘ-વિવેચન ભાગ-૧
જગતને ભૂલી આપની ભક્તિમાં એકતાનપણે લીન થઈ જાઉં. ૩રા
મૈત્રી આદિ ચાર ભાવનાઓનું સંપૂર્ણ સ્વરૂપ જાણવા માટે કે સકળ પદાર્થોનું યથાર્થ સ્વરૂપ જાણવા માટે સક્શાસ્ત્રો આપણને પરમ ઉપકારી છે. જ્ઞાનીપુરુષના વિરહમાં તો તે સુપાત્ર જીવને સંસારથી તરવા માટે પરમ આધારભૂત છે.
“આત્માદિ અસ્તિત્વના, એહ નિરુપક શાસ્ત્ર;
પ્રત્યક્ષ સગુરુ યોગ નહીં, ત્યાં આઘાર સુપાત્ર.” -આત્મસિદ્ધિ શાસ્ત્ર એક અપેક્ષાએ જોતાં ભગવાનની પ્રતિમા કરતાં પણ સન્શાસ્ત્રોનો આપણા ઉપર પરમ ઉપકાર છે. કારણ કે ભગવાનની પ્રતિમાનું માહાભ્ય જણાવનાર પણ તે જ છે. સન્શાસ્ત્ર કહો કે ભગવાનની વાણી કહો બન્ને એક જ છે. એવા સલ્ફાસ્ત્રોનું પરમ માહાભ્ય છે, જે આગળના પાઠમાં વિસ્તારથી વર્ણવે છે –
સન્શાસ્ત્રનો ઉપકાર
અહોહો! પરમ શ્રત-ઉપકાર!
ભવિને શ્રત પરમ આઘાર-ધ્રુવ. પરમ શાંતિ પામ્યા તે નરને, નમું નિત્ય ઉલ્લાસે; પરમ શાંતિરસ પ્રેમે પાયે, વર્તે તે વિશ્વાસે.
–અહોહો પરમ શ્રત-ઉપકાર. ૧ અર્થ :- અહોહો! શ્રત એટલે શાસ્ત્રોનો મારા ઉપર પરમ ઉપકાર છે. ભવ્યાત્માઓને મોક્ષનો માર્ગ બતાવનાર દીવા જેવા કૃતનો અમને પરમ આધાર છે.
પરમ એટલે ઉત્કૃષ્ટ આત્મશાંતિને પામ્યા એવા શ્રી પરમકૃપાળુ પરમાત્માને હું નિત્ય ઉલ્લાસભાવે નમસ્કાર કરું છું. જે અમારા આત્માને પરમ શાંતિ ઊપજે એવો જ્ઞાનરસ પ્રેમપૂર્વક પાએ છે. માટે હું સદા તેમના વિશ્વાસે જ વર્તે અર્થાત્ તે કહે તેમ જ કરું. તેમની આજ્ઞામાં જ મારું કલ્યાણ માનું. અહોહો! આશ્ચર્ય છે કે શ્રુતજ્ઞાને અમારા ઉપર પરમ ઉપકાર કર્યો છે. [૧]
સદ્ભુત શાંત રસે છલકાતું શાંત સરોવર જાણે,
શાંત રસ-હેતુએ સર્વે રસ ગર્ભિત પ્રમાણે અહોહો ૨ અર્થ - શાંતરસથી છલકાતું એવું સદ્ભૂત તો જાણે શીતળ જળથી ભરેલ શાંત સરોવર હોય તેવું ભાસે છે. કે જે બીજા અનેકની તૃષા છીપાવવા સમર્થ છે.
તે સત્કૃત એટલે સન્શાસ્ત્રોમાં મુખ્ય શાંતરસનું પ્રતિપાદન કરેલ છે. બીજા પણ તેમાં વીરરસ, હાસ્યરસ, વિભસરસ કે શૃંગારરસ આદિનું વર્ણન હોય, પણ તે માત્ર શાંતરસરૂપ ઔષઘને આપવા માટે ગોલ સાથે ગોલી’ આપવાની જેમ વર્ણવેલા છે.
Page #65
--------------------------------------------------------------------------
________________
(૭) સન્શાસ્ત્રનો ઉપકાર
૪ ૯
“શાંતરસનું જેમાં મુખ્યપણું છે, શાંતરસના હેતુએ જેનો સમસ્ત ઉપદેશ છે. સર્વે રસ શાંતરસગર્ભિત જેમાં વર્ણવ્યા છે, એવાં શાસ્ત્રનો પરિચય તે સત્કૃતનો પરિચય છે.” (વ.પૃ.૬૧૮) //રા
ત્રિવિઘ તાપથી બળતા જગને સદ્ભુત શાંતિ આપે,
શાંત હૃદયના ઉગારો તે કળિયળ સર્વે કાપે અહોહો.૩ અર્થ :- આધિ, વ્યાધિ, ઉપાધિરૂપ ત્રિવિઘ તાપથી બળતા જગતના જીવોને સત્કૃત પરમ શાંતિ આપનાર છે. તે સત્કૃત મહાપુરુષોના શાંત હૃદયના ઉદ્ગારો છે. તેથી સંસારી જીવોના સર્વે કળિયળને એટલે પાપરૂપ મળને કાપવા સમર્થ છે. અહોહો! સત્કૃતનો અમારા ઉપર પરમ ઉપકાર છે. ગાયા
સંસાર વાસના ઉરમાં જેને તે શું સત્ય જણાવે?
અસંસારગત વાણી સુણ જે તે સંસાર હણાવે –અહોહો ૪ અર્થ :- જેના હૃદયમાં સંસારની વાસનાઓ ઊભરાઈ રહી છે એવા વાસિતબોઘવાલા નામઘારી ગુરુઓ તે અમને શું સત્ય તત્ત્વ જણાવી શકે? પણ જેનો સંસારભાવ નાશ પામી ગયો છે એવા મહાપુરુષોની વાણી સાંભળવાથી જ અમારો સંસારભાવ હણી શકાય; એ જ એનો સાચો ઉપાય છે.
“અસંસારગત વાણીનો અસ્વચ્છંદ પરિણામે જ્યારે આઘાર પ્રાપ્ત થાય છે ત્યારે તે સંસારનો આકાર-નિરાકારતાને પ્રાપ્ત થતો જાય છે.” (વ.પૃ.૩૬૩) I/૪
મહામોહથી મીઠા લાગે જગજીવોને ભોગો,
કલ્પિત કથા મોહીં જન જોડે; અપથ્ય વઘારે રોગો –અહોહો૦૫ અર્થ - મહામોહ એટલે દર્શનમોહના કારણે જગતવાસી જીવોને પાંચ ઇન્દ્રિયના વિષયભોગ મીઠા લાગે છે. તેમાં વળી મોહી પુરુષો કલ્પિત કથાઓને જોડી તે મોહમાં વિશેષ વૃદ્ધિ થાય તેમ કરે છે. જેમ અપથ્ય ભોજન કરવાથી રોગોની વૃદ્ધિ થાય છે તેમ મોહવાલી કલ્પિત કથાઓ વાંચવાથી જીવોનો મોહરૂપી રોગ વિશેષ વૃદ્ધિ પામે છે. શ્રી બનારસીદાસે શૃંગારરસનો ગ્રંથ લખ્યો હતો પણ સમયસાર વાંચતા તે ખોટો લાગવાથી નદીમાં પઘરાવી દીધો.
“નાગ ડસ્યો તબ જાનીઓ, રુચિકર નીમ ચવાય;
મોહ ડસ્યો તબ જાનીઓ, જિનવાણી ન સુહાય.”ાપા રત્નદીપ જઈ લાવેલો નર રત્નો જનને આપે;
તેમ જ્ઞાનીજન શબ્દરન દઈ દુઃખ-દારિદ્રો કાપે અહોહો.૬ અર્થ - રત્નદ્વીપમાં જઈને રત્નો લાવેલો મનુષ્ય જેમ બીજાને રત્નો આપે તેમ જ્ઞાની પુરુષો શબ્દરત્ન એટલે બોઘરૂપી બહુમૂલ્ય રત્નો દઈને જીવોના દુઃખ દારિદ્રને કાપે છે. સત્પરુષો દ્વારા આપેલી એક એક શિખામણ તે બહુમૂલ્યવાન રત્નો કરતાં પણ વિશેષ છે. કેમકે રત્ન તો એક ભવના દુઃખને કાપે પણ સાચી સમજ તો અનંત ભવનાં અનંત દુઃખને કાપવા સમર્થ છે. કા.
જગમાં જે જે શુભ આચારો, સુવિચારો, ઉપકારો,
તે સત્કૃત થકી સમજી લો અનેક પુણ્યપ્રકારો –અહોહો૦૭ અર્થ :- જગતમાં પ્રચલિત જે મુનિ કે ગૃહસ્થના શુભ આચાર તથા વિષય કષાય ખરાબ છે.
Page #66
--------------------------------------------------------------------------
________________
૫ ૦.
પ્રજ્ઞાવબોઘ-વિવેચન ભાગ-૧
વગેરેના સુવિચારો અથવા દુઃખી પ્રત્યે ઉપકાર કરવો વગેરે પુણ્યના પ્રકારો છે તે સત્કૃત થકી સમજાય છે. માટે અહોહો! આ સત્કૃતનો ઉપકાર તો જીવનમાં કદી ભુલાય તેમ નથી. શા
સન્શાસ્ત્રો સાધુના નેત્રો મોક્ષમાર્ગ જોવાને;
શાસ્ત્રયોગ” સત્રદ્ધાળુને પ્રમાદમળ ટળવાને અહોહો.૮ અર્થ – સાધુપુરુષોને પણ મોક્ષમાર્ગ જોવા માટે સન્શાસ્ત્રો તે દિવ્ય નેત્ર સમાન છે. તેનાથી ત્રણે લોકમાં રહેલા પદાર્થો જણાય છે. શું કરવાથી નરકે જવાય? શું કરવાથી સ્વર્ગે જવાય? તિર્યંચ કેવા ભાવ કરવાથી થાય? વગેરે બધુ સલ્લાસ્ત્ર જણાવે છે. તેમ સસ્ત્રદ્ધાળુ જીવને સન્શાસ્ત્રનો યોગ થવો તે તેના પ્રમાદરૂપી મળ ટાળવાને માટે સત્ સાઘનરૂપ છે. “જેવી રીતે અંઘકારવાળા મહેલમાં, હાથમાં દીવો લઈ બઘા પદાર્થો આપણે જોઈએ છીએ, તેવી રીતે ત્રિભુવનરૂપ મંદિરમાં પ્રવચનરૂપી દીવાવડે સૂક્ષ્મ, પૂલ, મૂર્તિક કે અમૂર્તિક પદાર્થોને દેખીએ છીએ. પ્રવચનરૂપી નેત્રવડે મુનિશ્વર ચેતન આદિ ગુણવાળા સર્વ દ્રવ્યોનું અવલોકન કરે છે.” (સમાધિસોપાન પૃ.૨૩૩) //ટા
ગુરુગમ વિણ સૌ શાસ્ત્રો શસ્ત્રો, અપાત્રને દુઃખદાયી,
સુપાત્રને આઘાર પરમ છે ગુરુ-વિરહે સુખદાયી અહોહો૦૯ અર્થ :- ગુરુગમ વગર સૌ શાસ્ત્ર શસ્ત્રરૂપ છે. “ગમ પડ્યા વિના આગમ અનર્થકારક થઈ પડે છે” (વ.પૃ.૨૨૧) અપાત્ર જીવને તે દુઃખદાયી છે. પણ સુપાત્ર જીવને તે પરમ આઘારરૂપ છે. તે શાસ્ત્રોને સદ્ ગુરુના વિરહમાં પ્રત્યક્ષ સત્પરુષ તુલ્ય જાણી વાંચતા પરમ સુખના આપનાર સિદ્ધ થયા છે.
પ્રત્યક્ષ સદ્ગુરુ યોગ નહીં, ત્યાં આઘાર સુપાત્ર” -શ્રીમદ્ રાજચંદ્ર અહોહો! સત્કૃતનો ઉપકાર તો કંઈ કહ્યો જાય એમ નથી કે જે શ્રી સદ્ગુરુ ભગવંતના વિરહમાં પણ સદ્ગુરુનો બોઘ આપવા સમર્થ છે. Inલા
સજ્જન સાથે અતિ નિર્જરા સત્કૃતના સ્વાધ્યાયે,
ઘર્મધ્યાનનું કારણ સત્કૃત ચઢતા અધ્યવસાયે-અહોહો.૧૦. અર્થ :- સજ્જન પુરુષો સત્કૃતના સ્વાધ્યાયથી ચઢતા અધ્યવસાયે એટલે ચઢતા પરિણામથી અત્યંત નિર્જરાને સાથે છે. સદ્ભૂત એ ઘર્મધ્યાનનું પ્રબળ કારણ છે. છઠ્ઠા ગુણસ્થાનકે ઘર્મધ્યાન મધ્યમ છે. જ્યારે સાતમા ગુણસ્થાનકે ઘર્મધ્યાનની ઉત્કૃષ્ટતા છે. ||૧૦ના
શુક્લ ધ્યાનમાં પણ આલંબન કેવળજ્ઞાન સુધી તે,
સન્શાસ્ત્રોને કેમ વિસારે હિત-ઇચ્છક સું-ઘી જે? અહોહો. ૧૧ અર્થ :- આઠમા ગુણસ્થાનથી શુક્લધ્યાનની શરૂઆત છે. તે શુક્લધ્યાનમાં પણ સત્કૃતનું આલંબન છે, અને તે છેક બારમા ગુણસ્થાનના અંત સુધી જ્યાં કેવળજ્ઞાન પ્રગટે છે ત્યાં સુધી સત્કૃતના આશયનો આઘાર છે. માટે પોતાના હિત-ઇચ્છક એવા સુ-ઘી એટલે સમ્યક્ છે બુદ્ધિ જેની એવા આરાઘનો સન્શાસ્ત્રોને કેમ ભૂલે? ન જ ભૂલે. અહોહો! કેવળજ્ઞાન પ્રગટવા સુઘી પણ જેની જરૂર છે એવા શાસ્ત્રોનો અમારા ઉપર પરમ ઉપકાર છે.
બારમે ગુણસ્થાનકે વર્તતા આત્માને નિદિધ્યાસનરૂપ ધ્યાનમાં શ્રુતજ્ઞાન એટલે મુખ્ય એવાં જ્ઞાનીનાં વચનોનો આશય ત્યાં આઘારભૂત છે, એવું પ્રમાણ જિનમાર્ગને વિષે વારંવાર કહ્યું છે.” (વ.પૃ.૪૫૫) ૧૧ાા
Page #67
--------------------------------------------------------------------------
________________
(૭) સન્શાસ્ત્રનો ઉપકાર
૫ ૧
શ્રવણ કરી જ્ઞાનીનાં વચનો ઑવ ઉલ્લાસ ઘરતો,
ભિન્ન સ્વરૂપે જડ-ચેતનની સત્ય પ્રતીતિ કરતો –અહોહો. ૧૨ અર્થ - જ્ઞાનીપુરુષના વચનોને સાંભળીને ઉલ્લાસને ઘારણ કરતો એવો જીવ જડ અને ચેતન બન્ને ભિન્ન ભિન્ન દ્રવ્ય છે, તેની સત્ય પ્રતીતિને પામે છે અર્થાત તેને સાચી શ્રદ્ધા ઉપજે છે કે જડ એવા શરીરાદિ મારા આત્મસ્વરૂપથી સાવ ભિન્ન છે.
જ્ઞાનીનાં વાક્યના શ્રવણથી ઉલ્લાસિત થતો એવો જીવ, ચેતન, જડને ભિન્નસ્વરૂપ યથાર્થપણે પ્રતીત કરે છે, અનુભવે છે, અનુક્રમે સ્વરૂપસ્થ થાય છે.” (વ.પૃ.૬૪૨) I/૧૨
યથાસ્થિત અનુભવ આસ્વાદી સ્વàપસ્થિતિ ઍવ વરતો;
સન્શાસ્ત્રો સગુરુથી શીખી શું શું જીવ ન કરતો? અહોહો. ૧૩ અર્થ :- દેહથી ભિન્ન આત્માની સાચી પ્રતીતિ આવ્યા પછી યથાસ્થિત એટલે જેમ છે તેમ આત્માના અનુભવને આસ્વાદી તે જીવ સ્વરૂપસ્થિતિને પામે છે. “યથાસ્થિત અનુભવ થવાથી સ્વરૂપસ્થ થવા યોગ્ય છે.” (વ.પૃ.૧૪૨) એમ સદ્ગગમે શાસ્ત્રોના મર્મને જાણી જીવ શું શું નથી કરતો? અર્થાત્ સર્વોત્કૃષ્ટ એવું મોક્ષપદ પણ મેળવી લે છે. [૧૩ના
સ્વરૃપસ્થિતિ પર લઈ આવે છે શબ્દ બ્રહ્મ, મૃતદેવી,
દર્પણ સમ નિજ રૂપ બતાવી, અલોપ થઈ જાય એવી -અહોહો૧૪ અર્થ - અહો મૃતદેવી કેવી છે? તો કે પોતાના શબ્દ બ્રહ્મ એટલે બ્રહ્મને બતાવનાર એવા શબ્દો વડે જીવને પોતાના શુદ્ધ સ્વરૂપની સુખરૂપ સ્થિતિ પર લઈ આવે છે, અને પોતે શરીરનું રૂપ બતાવનાર એવા દર્પણ સમાન બની આત્માનું સ્વરૂપ બતાવીને અલોપ થઈ જાય છે.
અહોહો! આ શ્રુતદેવીનો ઉપકાર તો પરમ અદ્ભુત છે કે જે જીવને શાશ્વત સાચા સ્વરૂપસુખમાં બિરાજમાન કરી પોતે અલોપ થઈ જાય છે. ૧૪મા
શાસ્ત્ર' શબ્દની વ્યુત્પત્તિ તો રક્ષણ, શિક્ષણ” જાણો;
ભયભીત જીંવને કર્મ-ત્રાસથી ત્રાતા શાસ્ત્ર પ્રમાણો અહોહો. ૧૫ અર્થ - “શાસ્ત્ર' શબ્દની વ્યુત્પત્તિ કરીએ તો તેનો અર્થ “રક્ષણ” અને “શિક્ષણ થાય છે. રક્ષણ એટલે જે ખોટા પાપ કરવાથી બચાવી સંસારના શોક સંતાપથી રક્ષણ આપે અને “શિક્ષણ” એટલે જે સર્વ દુઃખના નાશનો ઉપાય બતાવવા શિક્ષણ આપે. તેમજ સંસારથી ભયભીત એવા જીવને આધિ, વ્યાધિ, ઉપાધિ કે જન્મ, જરા, મરણના કારણરૂપ કર્મના ત્રાસથી બચાવનાર એવા ત્રાતા શાસ્ત્રોનો અહોહો! અમારા પર અનંત ઉપકાર છે. ||૧૫ના.
મોક્ષમાર્ગ ઉપદેશ શાસ્ત્રો, જીવન્મુક્તની વાણી,
શ્રવણ થયું તો મહાભાગ્ય આરાઘો ઊલટ આણી -અહોહો૦૧૬ અર્થ - મોક્ષમાર્ગને ઉપદેશનારા શાસ્ત્રો તે જીવન્મુક્ત એટલે જીવતા છતાં મુક્ત એવા જ્ઞાની પુરુષોની વાણી છે. તે વાણી જો સાંભળવામાં આવી તો તમારું મહાભાગ્ય સમજો. તે વાણીની ઊલટ એટલે
Page #68
--------------------------------------------------------------------------
________________
૫ ૨
પ્રજ્ઞાવબોઘ-વિવેચન ભાગ-૧
ઉત્સાહપૂર્વક આરાઘના કરો અર્થાતુ ભગવાનની વાણીને સાંભળી, શ્રદ્ધી તે પ્રમાણે વર્તવાનો પુરુષાર્થ કરો તો અવશ્ય મોક્ષની પ્રાપ્તિ થાય. ૧૬ાા
આ ભવ પર ભવ બન્ને સુઘરે તેવો ઘર્મ બતાવે,
તેવા વક્તા, શ્રોતા મળતા પૂર્વે સહજ સ્વભાવે અહોહો૦૧૭ અર્થ - ભગવાનની વાણી, આપણને આ ભવ, પરભવ બન્ને સુધરે તેવો આત્મઘર્મ બતાવે છે. તેવા વક્તા એટલે જ્ઞાની પુરુષો તથા શ્રોતા એટલે તેમના બોઘને સાંભળનાર પુરુષો પૂર્વે અર્થાત્ ચોથા આરામાં સહજ સ્વભાવે મળી આવતા હતા. /૧૭થી
તો પણ તેવા યુગમાં દુર્લભ અંર્ગીકાર કરનારા,
વર્તમાનમાં વર્તન તો શું? ક્યાં વક્તા, સુણનારા? અહોહો. ૧૮ અર્થ :- તો પણ તેવા સયુગમાં તે ભગવાનના વચનોને અંગીકાર કરનારા તો દુર્લભ જ હતા. પણ વર્તમાનમાં તો વર્તનની વાત દૂર રહો પણ તેવા વક્તા એટલે સાચા આત્મજ્ઞાની મહાપુરુષો કે તેના ઉપદેશને ભાવપૂર્વક સાંભળનારા પણ મળવા મુશ્કેલ થઈ પડ્યા છે. ૧૮
ગફલત-નીંદ કરી દૂર જનની વિવેકનેત્ર ઉઘાડે,
હિત વિષે વર્તાવી સર્વે કષાય શાંત પમાડે. અહોહો. ૧૯ અર્થ - જ્ઞાનીપુરુષના વિરહમાં પણ મોહની ગફલત નિદ્રાને દૂર કરી જે વિવેકરૂપ નેત્ર ઉઘાડે તથા જીવને પોતાના આત્મહિતમાં લગાડી સર્વ કષાયભાવોને શાંત પમાડે, એવી જ્ઞાની પુરુષોની વાણી છે તે સદ્ભાગ્ય વિના ક્યાંથી સાંભળવામાં આવે. ૧૯ો.
સમ્યક તત્ત્વકૅપી આત્માનો નિર્ણય લેહ કરાવે.
એવી સંત પુરુષની વાણી ક્યાંથી શ્રવણે આવે?–અહોહો. ૨૦ અર્થ :- સાત તત્ત્વોમાં મુખ્ય એવું આત્મતત્ત્વ તેનો નિર્ણય કરાવી શકે એવા સંતપુરુષોની વાણી ભાગ્ય વિના ક્યાંથી સાંભળવામાં આવે. અહોહો! આ શાસ્ત્રો તો અમારા ઉપર પરમ ઉપકાર કરનાર છે; પણ તે ઉપકારને પામવા માટે જીવની યોગ્યતા જોઈએ. ૨૦ળા.
સન્શાસ્ત્રો સદગુરુકૃપાથે યોગ્ય થવા ભણવાનાં,
સત્રદ્ધા ને સદાચરણની દ્રઢતા પછી દેવાનાં. –અહોહો.૨૧ અર્થ :- સન્શાસ્ત્રો સદ્ગુરુ ભગવંતની કૃપાદ્રષ્ટિને પાત્ર થવા માટે ભણવાના છે. કેમકે – સપુરુષોની કૃપાદ્રુષ્ટિ એ જ સમ્યગ્દર્શન છે.” -શ્રીમદ્ રાજચંદ્ર
સતુશાસ્ત્રોનો અભ્યાસ થયે તે પ્રત્યે પ્રથમ સાચી શ્રદ્ધા પ્રગટશે, પછી સદાચરણમાં દ્રઢતા એટલે સમ્મચારિત્રમાં પણ સ્થિરતા આવશે. એમ સદ્ભુત વડે જીવને પરમ ઉપકાર થાય છે. ૨૧ાા
વિધિ-નિષેથો, બંઘ-મોક્ષની સમજણ શાસ્ત્ર કરાવે;
અમુક કાળ સુંઘી તેથી તે સૌ સાથકને ભાવે.અહોહો. ૨૨ અર્થ - વિધિ-નિષેઘો એટલે આ પ્રમાણે કરવા યોગ્ય છે અને આ પ્રમાણે કરવાયોગ્ય નથી, તેમજ કર્મબંઘનો માર્ગ શું? અને સર્વ દુઃખથી મુક્ત થવાનો માર્ગ શું? તેની સમજણ પણ શાસ્ત્ર આપે છે.
Page #69
--------------------------------------------------------------------------
________________
(૭) સન્શાસ્ત્રનો ઉપકાર
૫ ૩
માટે તે અમુક કાળ સુધી અર્થાત્ છઠ્ઠા ગુણસ્થાનક સુધી તે સૌ સાઘક જીવોના મનને ગમે છે.
અહોહો! સર્વ સુખના કારણભૂત શાસ્ત્રોનો ઉપકાર મહાન છે. ભવિજીવોને કલ્યાણ કરવામાં શ્રત પરમ આઘાર છે. રા.
પદ્મનંદ મુનિ ભાવે ભાવનાઃ “કદી ક્લેશ નહિ ઘારું,
ગુરુવચન જો ઉરે જાગતું નિત્ય સૌખ્ય દેનારું. -અહોહો ૨૩ અર્થ - વગડાઉ એવા પદ્મનંદી મુનિ ભાવના ભાવે છે કે હું કદી પણ મનમાં ક્લેશને ઘારણ કરીશ નહીં. કેમકે શ્રી ગુરુના સૌખ્ય એટલે સુખને આપનારા એવા વચન મારા હૃદયમાં સદા જાગૃત છે. ૨૩ાા
ભિક્ષા ભલે ગૃહી ના આપે, મુનિજન સ્નેહ ન રાખે,
નિર્ધનતામાં ભલે રિબાઉં, રોગ શરીરે આપે. -અહોહો ૨૪. અર્થ - મને ભલે ગૃહીજનો ભિક્ષા ન આપે, મુનિજનો પણ મારા પ્રત્યે સ્નેહ ન રાખે, બાહ્ય સામગ્રી ન મળવારૂપ નિર્ધનતામાં ભલે રિબાઉં, અથવા આખા શરીરે રોગ વ્યાપે તો પણ મને ગુરુ વચનો વડે સદા શાંતિ જ રહેશે. ૨૪
નગ્ન દેખી મુજને જન નિંદે, હાંસી કરે, ધિક્કારે,
મુક્તિદાયક ગુરુ-વચનોથી શાંતિ સર્વ પ્રકારે.” -અહોહો ૨૫ અર્થ - મને નગ્ન જોઈ કોઈ મારી નિંદા કરે, હાંસી કરે કે ધિક્કાર આપે તો પણ મુક્તિને દેવાવાળા એવા શ્રી ગુરુના વચનામૃતના પાન થકી મારા હૃદયમાં સર્વ પ્રકારે શાંતિ જ રહેશે. 1રપાા
“જે કોઈ સાચા અંતઃકરણે સપુરુષોની વાણી
ગ્રહશે તે તો સત્ય પામશે’, ‘કહે રાજગુરુજ્ઞાની. અહોહો. ૨૬ અર્થ :- જે કોઈ સાચા હૃદયથી સપુરુષોની વાણીને ગ્રહણ કરશે તે જરૂર સત્યને પામશે એમ શ્રીમદ રાજચંદ્ર જ્ઞાની ગુરુ ભગવંત ઉપદેશે છે. “જે કોઈ સાચા અંતઃકરણે સપુરુષના વચનને ગ્રહણ કરશે તે સત્યને પામશે એમાં સંશય નથી.” -શ્રીમદ્ રાજચંદ્ર (વ.પૃ.૬૦૪) I/૨૬ાા
રાગદ્વેષનાં પ્રબળ નિમિત્તો પ્રગટ્ય ક્ષોભ ન વ્યાપે,
તે જ્ઞાનીના આત્મજ્ઞાનનો વિચાર નિર્જરા આપે. અહોહો ૨૭ અર્થ :- રાગદ્વેષના પ્રબળ નિમિત્તો મળવા છતાં પણ જેના મનમાં ક્ષોભ ઉત્પન્ન થતો નથી. તેવા જ્ઞાનીપુરુષના આત્મજ્ઞાનનો વિચાર કરવા માત્રથી પણ જીવના ઘણા કમોંની નિર્જરા થાય છે. |રશા
કેળ-થડે અંદર પડ જે ચમત્કૃતિકૂંપ ભાસે,
સત્કૃતના અર્થો પણ તેવા, નિર્મળ જ્ઞાન પ્રકાશે.-અહોહો ૨૮ અર્થ - કેળના થડને અંદરથી તપાસતા પડ ઉપર પડ જામેલા જોઈ ચમત્કારરૂપ ભાસે છે; અર્થાત્ એક પડને ઉખેડતાં બીજાં પડ નિકળે, તેને ઉખેડતા વળી ત્રીજું નિકળે; એમ ઠેઠ સુધી પડ ઉપર પડ નીકળ્યા કરે છે. તેમ નિર્મળજ્ઞાનના પ્રકાશ વડે સત્કૃતના અર્થોને વિચારતાં તેમાંથી પણ જાદા જુદા અર્થો નીકળ્યા કરે છે. ૨૮
Page #70
--------------------------------------------------------------------------
________________
૫ ૪
પ્રજ્ઞાવબોઘ-વિવેચન ભાગ-૧
સપુરુષના વાક્ય વાકયે અનંત આગમ વ્યાપે,
માત્ર મંત્રફૅપ શબ્દ ઘણાનાં ભવદુઃખ સર્વે કાપે. -અહોહો. ૨૯ અર્થ :- “સપુરુષના એકેક વાક્યમાં, એક એક શબ્દમાં, અનંત આગમ રહ્યાં છે.' (વ.પૃ.૨૪૬)
સપુરુષના વાક્ય વાક્ય અનંત આગમ વ્યાપેલ છે. સત્પરુષે આપેલ માત્ર મંત્રરૂપ શબ્દ સહજાત્મસ્વરૂપ પરમગુરુ” ઘણાના ભવદુઃખને કાપવા સમર્થ થયેલ છે. માટે સત્પરુષના સત્કૃતનો મહિમા તો અપરંપાર છે. રા.
વિષય-કષાયે જે દિન વીત્યા તે તો સર્વે ભૂંડા,
સન્શાસ્ત્રોના અભ્યાસે જે વીતે તે દિન રૂડા. -અહોહો૩૦ અર્થ - વિષયકષાયના ભાવોમાં આજ સુધી જે દિવસો વ્યતીત થયા તે સર્વે ભૂંડા છે પણ સન્શાસ્ત્રોના અભ્યાસે જે દિવસો વ્યતીત થશે, તે જ રૂડા છે. નથી ઘર્યો દેહ વિષય વઘારવા; નથી ઘર્યો દેહ પરિગ્રહ ઘારવા.' - શ્રીમદ્ રાજચંદ્ર ૩૦ના
સન્શાસ્ત્રોના સ્વાધ્યાયે શુભ ધ્યાન વિષે મન રાખો,
પ્રમાદ, પાતક તો ઝટ છૂટે, ઉપશમ-અમીરસ ચાખો. -અહોહો૦૩૧ અર્થ :- સલ્ફાસ્ત્રોના સ્વાધ્યાય વડે શુભ ધ્યાનમાં મન રાખો તો પ્રસાદ અને પાતક એટલે પાપોથી શીધ્ર છૂટકારો થશે અને સ્વાધ્યાયવડે કષાયોનું શમન થવાથી ઉપશમરૂપ અમૃતરસનો આસ્વાદ મળશે. ૩૧ાા
સન્શાસ્ત્રોના સેવન વિણ તો ભવ, તન, ભોગાદિમાં,
વૃત્તિ ફરતી કદી ન અટકે, ક્યાંથી વિરાગ વઘે ત્યાં?–અહોહો. ૩૨ અર્થ:- સન્શાસ્ત્રોના સેવન વિના તો ભવ એટલે સંસાર, તન એટલે શરીર અને ભોગ એટલે પાંચ ઇન્દ્રિયો આદિના વિષયોમાં ફરતી વૃત્તિ કદી અટકે નહીં. તો પછી તે પ્રત્યે વૈરાગ્ય ક્યાંથી આવશે?
“શાસ્ત્રને જાળ સમજનારા ભૂલ કરે છે. શાસ્ત્ર એટલે શાસ્તાપુરુષનાં વચનો. એ વચન સમજાવા દ્રષ્ટિ સમ્યક્ જોઈએ.” -શ્રીમદ્ રાજચંદ્ર (વ.પૃ.૬૬૩) /૩રા
આગમના અભ્યાસે ઉજ્વલ સૌ વ્યવહાર સઘાતો,
પોષાયે પરમાર્થ-વિચારો, ઉજ્વલ યશ ફેલાતો.અહોહો૩૩ અર્થ - મહાપુરુષો દ્વારા રચિત આગમનો અભ્યાસ કરવાથી અથવા આત્મજ્ઞાની મહાપુરુષોના વચનામૃતના અભ્યાસથી સૌ વ્યવહાર પણ ઉજ્જવલ રીતે અથવા પરમાર્થને પોષે એમ સઘાય છે. તેથી પરમાર્થના એટલે જીવને આત્માર્થ સાધવાના વિચાર પણ ઉદ્ભવે છે. જેના પરિણામે સહજ ઉજ્વલ યશ પણ જગતમાં ફેલાય છે.
તે આગમોની રચના મહાપુરુષોએ શા માટે કરી છે તેનું કારણ પરમકૃપાળુદેવ જણાવે છે :
તે પુરુષનાં વચનો આગમસ્વરૂપ છે, તો પણ વારંવાર પોતાથી વચનયોગની પ્રવૃત્તિ ન થાય તેથી, તથા નિરંતર સમાગમનો યોગ ન બને તેથી, તથા તે વચનનું શ્રવણ તાદ્રશ સ્મરણમાં ન રહે તેથી, તેમજ કેટલાક ભાવોનું સ્વરૂપ જાણવામાં પરાવર્તનની જરૂર હોય છે તેથી, અને અનુપ્રેક્ષાનું બળ વૃદ્ધિ પામવાને અર્થે વીતરાગધ્રુત, વીતરાગ શાસ્ત્ર એક બળવાન ઉપકારી સાઘન છે; જો કે તેવા મહાત્માપુરુષ દ્વારા જ
Page #71
--------------------------------------------------------------------------
________________
શ્રીમદ્ રાજચંદ્ર' વચનામૃત
વચનામૃત વીતરાગના, પરમશાંતરસ મૂળ ઔષઘ જે ભવરોગનાં, કાયરને પ્રતિકૂળ.”
શ્રીમદ્ રાજચંદ્ર
‘જેણો આત્મા જાય તેeો સર્વ જાણ્યું.
-નિગ્રંથ પ્રવચન
શ્રીમદ્ રાજચંદ્ર આશ્રમ
અગાસ
Page #72
--------------------------------------------------------------------------
________________
(૭) સન્શાસ્ત્રનો ઉપકાર
૫
૫
પ્રથમ તેનું રહસ્ય જાણવું જોઈએ, પછી વિશુદ્ધ દ્રષ્ટિ થયે મહાત્માના સમાગમના અંતરાયમાં પણ તે શ્રુત બળવાન ઉપકાર કરે છે, અથવા જ્યાં કેવળ તેવા મહાત્માઓનો યોગ બની જ શકતો નથી, ત્યાં પણ વિશુદ્ધ દ્રષ્ટિવાનને વીતરાગધ્રુત પરમોપકારી છે, અને તે જ અર્થે થઈને મહત્મપુરુષોએ એક શ્લોકથી માંડી દ્વાદશાંગપર્યત રચના કરી છે.” (વ.પૃ.૭૭૮) //૩૩ી.
સમ્યજ્ઞાન જ ઉત્તમ ઘન છે, સૃહદ શ્રેષ્ઠ વિચારો,
સ્વાધીન આપસ-સંપદમાં ઉર-કંઠે શોભન ઘારો. અહોહો ૩૪ અર્થ - આ જગતમાં સમ્યકજ્ઞાન જ ઉત્તમ ઘન છે. તે જ્ઞાનવડે શ્રેષ્ઠ વિચારો કરવા તે સુહૃદ એટલે સગાં ભાઈ સમાન હિતકારી છે. તે વિચારો અને જ્ઞાન તે સ્વાધીન ઘન છે. તે સમ્યકજ્ઞાન આપત્તિ સમયે દુઃખમાં ગરકાવ ન થવા દે, અને સંપત્તિ સમયે ફુલાવા ન દે એવું છે. માટે તેને હૃદયમાં તેમજ કંઠે એટલે મુખપાઠ કરીને ઘારી રાખો. તે જ્ઞાન વડે હૃદયની કે કંઠની શોભા છે. માટે તેને જરૂર ઘારણ કરી જીવન ઘન્ય બનાવો. ૩૪
જ્ઞાન-દાન પોતાને દેજો વળી સંતાનાદિને,
કોટિ ઘનથી પણ તે અઘિકું, હણશે મદ આદિને. –અહોહો ૩પ અર્થ - જ્ઞાનરૂપી દાન પોતાના આત્માને દેજો. વળી પોતાના સંતાન આદિને પણ જ્ઞાનદાન આપવું. તે તેમને કરોડોનું ઘન આપવા કરતા પણ વિશેષ છે. જે તેમના મદ એટલે અહંકાર આદિ દોષો હશે તેને હણી નાખશે. ૩પા
શ્લોક, કડી, લીટી કે પદ પણ નિત્ય ભણે જે ભાવે,
તે પારગ શાસ્ત્રોનો બનશે પ્રવચન-ભક્તિ-પ્રભાવે.અહોહો ૩૬ અર્થ - એક શ્લોક, કડી, લીટી કે પદ પણ જે ભાવપૂર્વક નિત્ય ભણશે તે પુણ્યાત્મા પ્રવચન પ્રત્યેની ભક્તિના પ્રભાવે સર્વ શાસ્ત્રોમાં પારંગત બનશે. અહોહો! સત્કૃતનો પ્રભાવ કેવો અદભૂત છે. ૩૬ાા
સમ્યજ્ઞાન ગુરું. આપે તે જ પરમ ઉપકારી,
ત્રણે લોકમાં તેના સમ નહિ, હૃદયે રાખો ઘારી. અહોહો૦૩૭ અર્થ - શ્રી ગુરુ જે સમ્યકજ્ઞાન એટલે સાચી સમજણ આપે તે જ પરમ ઉપકારી છે. ત્રણે લોકમાં તેના જેવી ઉપકાર કરનાર કોઈ વસ્તુ નથી. માટે શ્રી ગુરુ દ્વારા આપેલ સમ્યકજ્ઞાનની દ્રઢ શ્રદ્ધા કરીને, હૃદયમાં સદા તેને ઘારણ કરીને રાખો. કદી તેની વિસ્મૃતિ ન થાય એ જ જીવને કલ્યાણકારક છે.
“સમકિતદાયક ગુરુ તણો, પ્રત્યુપકાર ન થાય;
ભવ કોડાકોડી લગે, કરતાં ક્રોડ ઉપાય.” ૩ણા અખંડ નિશ્ચય આ છોડું તો મેં આત્માર્થ જ ત્યાગ્યો,
ખરા ઉપકારીના ઉપકારો ઓળવનારો પાક્યો.” -અહોહો. ૩૮ અર્થ :- શ્રી સદ્ગુરુ ભગવંત સમાન ત્રણે લોકમાં બીજો કોઈ પરમ ઉપકાર કરનાર નથી. એવો અખંડ નિશ્ચય અંતરમાં રાખું. તે નિશ્ચય હું છોડું તો મેં આત્માર્થનો જ ત્યાગ કર્યો અને ખરા ઉપકારી એવા
Page #73
--------------------------------------------------------------------------
________________
૫ ૬
પ્રજ્ઞાવબોઘ-વિવેચન ભાગ-૧
સદ્ગુરુ ભગવંતના ઉપકારને ઓળવનારો હું પાક્યો એમ માનીશ. ૩૮
એમ વિચારી કદી કૃતઘી બની ન ગુરુ-ગુણ લોડો,
આજ્ઞાંકિત વિનયી બન ગુરુના, બોઘ-બીજ ઉર રોપો. અહોહો૩૯ અર્થ - ઉપરની ગાથા પ્રમાણે વિચારીને કદી પણ કૃતધ્રી એટલે કરેલા ઉપકારને ઓળવનાર બની શ્રી ગુરુના ગુણનો લોપ કરો નહીં. અર્થાત્ જે ગુરુથી પોતે જ્ઞાન પામ્યો, ગુણો પ્રાપ્ત કર્યા તે ગુરુને પોતાની મોટાઈ મેળવવા કદી ગૌણ કરો નહીં. પણ શ્રી ગુરુના વિનયપૂર્વક આજ્ઞાંકિત બની, શ્રી ગુરુએ જે બોઘ આપ્યો હોય તે બોઘરૂપી બીજ તમારા હૃદયમાં રોપો અર્થાતુ વાવો કે જેથી આગળ જતાં તે સમ્યકજ્ઞાનરૂપ બીજ કેવળજ્ઞાનરૂપ વૃક્ષ થઈને મોક્ષરૂપ ફળને આપનાર થાય.
આત્મસિદ્ધિશાસ્ત્ર” શ્રી દેવકરણજીએ આગળ પર અવગાહવું વઘારે હિતકારી જાણી હાલ શ્રી લલ્લુજીને માત્ર અવગાહવાનું લખ્યું છે; તોપણ જો શ્રી દેવકરણજીની વિશેષ આકાંક્ષા હાલ રહે તો પ્રત્યક્ષ સપુરુષ જેવો મારા પ્રત્યે કોઈએ પરમોપકાર કર્યો નથી એવો અખંડ નિશ્ચય આત્મામાં લાવી અને આ દેહના ભવિષ્ય જીવનમાં પણ તે અખંડ નિશ્ચય છોડું તો મેં આત્માર્થ જ ત્યાગ્યો અને ખરા ઉપકારીના ઉપકારને ઓળવવાનો દોષ કર્યો એમ જ જાણીશ, અને આત્માને પુરુષનો નિત્ય આજ્ઞાંકિત રહેવામાંજ કલ્યાણ છે એવો ભિન્નભાવરહિત, લોકસંબંથી બીજા પ્રકારની સર્વે કલ્પના છોડીને, નિશ્ચય વર્તાવીને, શ્રી લલ્લુજી મુનિના સહચારીપણામાં એ ગ્રંથ અવગાહવામાં હાલ પણ અડચણ નથી. ઘણી શંકાઓનું સમાઘાન થવા યોગ્ય છે.” (વ.પૃ.૫૫૮) Il૩૯ાા.
પરમ શાંતરસ-પ્રતિપાદક, જે વીતરાગની વાણી,
તે સત્કૃત, ઔષઘ ઉત્તમ, દે ચિત્ત-સ્થિરતા આણી. અહોહો ૪૦ અર્થ :- પરમ શાંતરસ એટલે વિષય કષાયરહિત સંપૂર્ણ આત્મશાંતિનો માર્ગ બતાવનાર શ્રી વીતરાગ પુરુષોની વાણી તે સત્કૃત છે, અને આત્મભ્રાન્તિરૂપી રોગને નાશ કરનાર તે ઉત્તમ ઔષઘ છે તથા ચંચળ એવા ચિત્તની સ્થિરતાને પણ આણી આપનાર તે જ છે.
પરમ શાંત શ્રતનું મનન નિત્ય નિયમપૂર્વક કર્તવ્ય છે.” (વ.પૃ.૬૪૧) સત્સમાગમના અભાવે વીતરાગકૃત, પરમ શાંતરસ પ્રતિપાદક વીતરાગવચનોની અનુપ્રેક્ષા વારંવાર કર્તવ્ય છે. ચિત્તસ્થર્ય માટે તે પરમ ઔષઘ છે.” -શ્રીમદ્ રાજચંદ્ર ૪૦
ઇન્દ્રિય-નિગ્રહ સહ આરાધો સત્કૃત અમૃતવેલી,
શંકા તર્જી, સત્રદ્ધા પામી, કરજો અસંગ-કેલી. -અહોહો ૪૧ અર્થ - ઇન્દ્રિય-નિગ્રહ એટલે વિષય કષાયમાં જતી વૃત્તિને રોકી, પુરુષોની વાણીને તમે વાંચો, વિચારો. કેમકે તે સત્કૃત અમૃતની વેલ સમાન છે. જેમ વેલ વૃદ્ધિ પામે તેમ જ્ઞાન પણ વૃદ્ધિ પામે છે. માટે તે સમ્યકજ્ઞાન વડે શંકાઓને તજી દઈ સઋદ્ધાને પામી, આત્માના અસંગ સ્વરૂપમાં કેલી કરજો અર્થાતુ રમણતા કરજો. અહોહો! સત્કૃતનો પરમ ઉપકાર છે કે જે આત્માના પરમ અસંગ શુદ્ધ સ્વરૂપને પણ મેળવી આપે છે.
“ઇન્દ્રિયોના નિગ્રહપૂર્વક સત્સમાગમ અને સદ્ભુત ઉપાસનીય છે.” (વ.પૃ.૯૩૯)
Page #74
--------------------------------------------------------------------------
________________
(૭) સન્શાસ્ત્રનો ઉપકાર
૫ ૭
“પરમ શાંત કૃતના વિચારમાં ઇન્દ્રિયનિગ્રહપૂર્વક આત્મપ્રવૃત્તિ રાખવામાં સ્વરૂપસ્થિરતા અપૂર્વપણે પ્રગટે છે.” (વ.પૃ.૬૪૦) //૪૧|
ઉપશમ સ્વફૅપ જિનાગમનું, ઉપદેશક ઉપશમવંતા,
ઉપશમ અર્થે ઉપદેશ્યાં, ઉપશમ આત્માર્થ ગÍતા. અહોહો૦૪૨ અર્થ - જિન આગમ છે તે ઉપશમ સ્વરૂપ છે, અર્થાતુ કષાયનું ઉપશમન કરાવનાર છે. એ જિન આગમના ઉપદેશક પુરુષો પણ ઉપશમવંત છે, અર્થાત્ જેના કષાયો સંપૂર્ણ શાંત થઈ ગયા છે. તે પુરુષોએ બીજા જીવોના કષાયો પણ ઉપશમ પામે તે અર્થે આ ગ્રંથોમાં ઉપદેશ આપ્યો છે. કેમકે કષાયભાવોને ઉપશમાવવા એને જ જ્ઞાની પુરુષોએ આત્માર્થ ગણ્યો છે.
જિનાગમ છે તે ઉપશમસ્વરૂપ છે. ઉપશમસ્વરૂપ એવા પુરુષોએ ઉપશમને અર્થે તે પ્રરૂપ્યાં છે. ઉપદેશ્યાં છે. તે ઉપશમ આત્માર્થે છે, અન્ય કોઈ પ્રયોજન અર્થે નથી.” (વ.પૃ.૩૩૧) //૪રા
આત્માર્થે જો ના આરાધ્યાં વાચન-શ્રવણ નકામું,
આર્જેવિકા, કીર્તિ, મદ માટે સાધે બંઘન સામું. અહોહો ૪૩ અર્થ - આત્માના કલ્યાણ અર્થે જિન આગમનું આરાઘન કરવામાં ન આવ્યું તો તે ગ્રંથોનું વાંચન શ્રવણ નકામું છે. આજિવિકા અર્થે કે કીર્તિ એટલે માન મેળવવા માટે અથવા તે શાસ્ત્રોનો અભ્યાસ કરી મદ એટલે અહંકાર વધારવામાં તેનો ગેરઉપયોગ કર્યો તો તે શાસ્ત્રો તેને સામા કર્મબંઘ કરાવનાર થશે અર્થાત્ તે શાસ્ત્રો તેને શસ્ત્રરૂપ થઈ પરિણમશે.
“આત્માર્થમાં જો તેનું આરાઘન કરવામાં ન આવ્યું, તો તે જિનાગમનું શ્રવણ, વાંચન નિષ્ફળરૂપ છે; એ વાર્તા અમને તો નિઃસંદેહ યથાર્થ લાગે છે.” (વ.પૃ.૩૩૧) ૪૩.
ચાર વેદ સમ જિન-આગમ પણ ચાર ભેદફૅપ જાણો,
ચરણ, કરણ ને દ્રવ્ય, પ્રથમ-એ અનુયોગો ઉર આણો. અહોહો ૪૪ અર્થ :- વેદાંત ઘર્મમાં જેમ ઋગવેદ, યજુર્વવેદ, અથર્વવેદ અને સામવેદ એમ ચાર વેદ પ્રચલિત છે. તેમ જૈન ઘર્મમાં પણ જિન આગમના ચાર ભેદ છે. તે ચરણાનુયોગ, કરણાનુયોગ, દ્રવ્યાનુયોગ અને પ્રથમાનુયોગ છે. તેનો ભાવ હૃદયમાં સમજવા પ્રયત્ન કરો. કેમકે આશ્ચર્યકારક એવું પોતાનું સ્વરૂપ તે આ સદ્ભુત વડે જીવને પ્રાપ્ત થાય છે.
ઉપદેશના ચાર મુખ્ય પ્રકાર છે : (૧) દ્રવ્યાનુયોગ. (૨) ચરણાનુયોગ. (૩) ગણિતાનુયોગ. (૪) ઘર્મકથાનુયોગ.”
(૧) લોકને વિષે રહેલાં દ્રવ્યો, તેનાં સ્વરૂપ, તેના ગુણ, થર્મ, હેતુ, અહેતુ, પર્યાયાદિ અનંત અનંત પ્રકારે છે, તેનું જેમાં વર્ણન છે તે “દ્રવ્યાનુયોગ.”
(૨) આ દ્રવ્યાનુયોગનું સ્વરૂપ સમજાયા પછી કેમ ચાલવું તે સંબંઘીનું વર્ણન તે “ચરણાનુયોગ.”
(૩) દ્રવ્યાનુયોગ તથા ચરણાનુયોગથી તેની ગણતરીનું પ્રમાણ, તથા લોકને વિષે રહેલા પદાર્થ, ભાવો, ક્ષેત્ર, કાળાદિની ગણતરીના પ્રમાણની જે વાત તે “ગણિતાનુયોગ.”
(૪) સપુરુષોનાં ઘર્મચરિત્રની કથાઓ કે જેનો ઘડો લઈ જીવને પડતાં અવલંબનકારી થઈ પરિણમે
Page #75
--------------------------------------------------------------------------
________________
પ્રજ્ઞાવબોધ-વિવેચન ભાગ-૧
તે ‘ધર્મકથાનુયોગ.’ (વ.પૃ.૭૫૫) ‘‘ઉપર જણાવેલ ચાર અનુયોગનું તથા તેના સૂક્ષ્મ ભાવોનું જે સ્વરૂપ, તે જીવે વારંવાર વિચારવા યોગ્ય છે, જાણવા યોગ્ય છે. તે પરિણામે નિર્જરાનો હેતુ થાય છે, વા નિર્જરા થાય છે. ચિત્તની સ્થિરતા કરવા માટે સઘળું કહેવામાં આવ્યું છે; કારણ કે એ સૂક્ષ્મમાં સૂક્ષ્મ સ્વરૂપ જીવે જો કાંઈ જાણ્યું હોય તો તેને વાસ્તે વારંવાર વિચાર કરવાનું બને છે; અને તેવા વિચારથી જીવની બાહ્યવૃત્તિ નહીં થતાં અંદરની અંદર વિચારતાં સુઘી સમાયેલી રહે છે.'' વ્યાખ્યાનસાર - ૧ (વ.પૃ.૭૫૬) ૧૪૪૫ કષાય ટળે પ્રથમાનુયોગે, પ્રમાદ ચરણે ટાળો,
જડ જેવું મન જગાડવા, કરુણાનુયોગ વાળો. અહોહો૦૪૫
૫૮
અર્થ :– પ્રથમાનુયોગ એટલે ધર્મકથાનુયોગ વડે જીવના કષાયભાવોને ટાળી શકાય છે. મહાન શત્રુ એવા પ્રમાદને ટાળવા ચરણાનુયોગ હિતકારી છે. જડ જેવા થયેલા મનને જગાડવા માટે કરણાનુયોગ કલ્યાણકારી છે. ૫૪૫૫૫
આત્માદિ તત્ત્વોનો નિર્ણય હો દ્રવ્યાનુયોગે,
ચિત્ત નિઃશંક હશે તો ફળશે યત્નો મોક્ષ-પ્રયોગે. –અહોહો૦ ૪૬
અર્થ :– આત્મા છે, તે નિત્ય છે વગેરે તત્ત્વોનો નિર્ણય ક૨વા માટે દ્રવ્યાનુયોગ પરમ ઉપકારી છે.
જીવ અજીવાદિ તત્ત્વોના નિર્ણયમાં ચિત્ત નિઃશંક હશે તો જ મોક્ષ માટે કરેલા પ્રયત્નો ફળીભૂત થશે; નહિં તો નહિં થાય. “મન જો શંકાશીલ થઈ ગયું હોય તો ‘દ્રવ્યાનુયોગ’ વિચારવો યોગ્ય છે; પ્રમાદી થઈ ગયું હોય તો ‘ચરણકરણાનુયોગ' વિચારવો યોગ્ય છે; અને કષાયી થઈ ગયું હોય તો ‘ધર્મકથાનુયોગ’ વિચારવો યોગ્ય છે; જડ થઈ ગયું હોય તો ‘ગણિતાનુયોગ' વિચારવો યોગ્ય છે.’” (વ.પૃ.૧૬૫) II૪૬ના જિન-આગમ છે કલ્પતરું સમ, જ્યાં જીવાદિ પદાર્થો,
,,
ફળ-ફૂલ સમ શ્રુત-સ્કંધ નમાવે અ-એકાંતિક અર્થો. “અહોહો૦૪૭
અર્થ :– જિન આગમ છે તે કલ્પવૃક્ષ સમાન છે. જેમાં જીવ, અજીવ, આસ્રવ, સંવર, બંધ, મોક્ષ નિર્જરા, પાપ, પુણ્ય વગેરે તત્ત્વોનું વર્ણન, ફળ, ફૂલ, સમાન બનીને તે શ્રુતસ્કંધરૂપી કલ્પવૃક્ષને નમાવે છે. અર્થાત્ ઉપરોક્ત તત્ત્વોનું વર્ણન જેમાં ભરપૂર ભરેલું છે તે તત્ત્વોના અર્થો અનેકાંતિક રીતે એટલે સ્યાદ્વાદની રીતે કરવામાં આવેલાં છે. સ્યાદ્વાદ એ વીતરાગ દર્શનનો પ્રાણ છે કે જેથી અનંત ગુણ ઘર્માત્મક વસ્તુનું વાસ્તવિક સ્વરૂપ યથાર્થ રીતે જાણી શકાય છે. ૪૭।। વચનપર્ણથી પૂર્ણ છવાયું અનેક નયશાખાઓ,
સભ્યતિરૂપ મૂળ પ્રબળ, મનમર્કટ ત્યાં જ ૨માવો. “અહોહો૦૪૮
-
અર્થ :— તે શ્રુત સ્કંધોરૂપી વૃક્ષ વચનપર્ણથી એટલે ઉત્તમ વચનોરૂપી પાંદડાઓથી પૂર્ણ છવાયેલ છે. જેની અનેક નયશાખાઓ છે, અર્થાત્ અનેક નય, નિક્ષેપ, પ્રમાણથી જેનું વર્ણન કરવામાં આવેલું છે.
તે જિન આગમરૂપ કલ્પવૃક્ષનું મૂળ પ્રબળ છે; અર્થાત્ જે પૂર્વાપર અવિરોધ છે. કેમકે તેનું મૂળ સમ્યક્મતિરૂપ છે, અર્થાત્ સંપૂર્ણ સમ્યક્મતિ જેને પ્રાપ્ત થઈ છે એવા કેવળી ભગવાન દ્વારા ઉપદિષ્ટ તે વચનામૃતો છે. માટે તમારા મર્કટ એટલે વાંદરા જેવા અત્યંત ચપળ મનને તે ભગવંતના ઉત્તમ વચનામૃતોમાં જ નિશંકપણે ૨માવો કે જેથી તે પણ સ્થિર થાય. અહોહો! શ્રુતનો પરમ ઉપકાર છે કે જે અનાદિ એવા ચપળ મનને પણ સ્થિર કરી દે. માટે તે ભવિજનોને પરમ આધારરૂપ છે. ૫૪૮
Page #76
--------------------------------------------------------------------------
________________
(૭) સન્શાસ્ત્રનો ઉપકાર
૫ ૯
સન્શાસ્ત્રોને વિચારવાનો સુયોગ નિશદિન સાથે,
તેનું ચિત્ત ન ચાહે ચપળા, ભાવ-મોક્ષ આરાશે. -અહોહો ૪૯ અર્થ - સન્શાસ્ત્રોને વિચારવાનો નિશદિન જે સુયોગ સાથે છે અર્થાત્ જે હંમેશાં નિયમિત સન્શાસ્ત્રોનું ચિંતન મનન કરે છે, તેનું ચિત્ત ચપળા એટલે ચંચળ સ્ત્રી અથવા લક્ષ્મીમાં આસક્ત થતું નથી. તે ભવ્ય પ્રાણી પ્રતિદિન ભાવથી મોક્ષની આરાધના કરે છે. I૪૯ાા
જ્ઞાન-સમુદ્રે નિર્ભય વિચરો, સન્શાસ્ત્રો છે વહાણો;
યુક્તિ શુક્તિ સમજી સંગ્રહી લ્યો, વિરતિ મૌક્તિક આણો. –અહોહો ૫૦ અર્થ:- હે ભવ્યો! જ્ઞાનરૂપી સમુદ્રમાં નિર્ભયપણે વિહાર કરો. એમાં બીજા સમુદ્રની જેમ ડૂબવાનો ભય નથી. કારણ જેમાં વિહાર કરવા માટે સન્શાસ્ત્રોરૂપી વહાણો છે. શાસ્ત્રરૂપી વહાણોમાં બેસી મોક્ષ પ્રાપ્ત કરવાની યુક્તિરૂપી શક્તિ એટલે છીપોને સમજી તેનો સંગ્રહ કરો. અને તેમાંથી વિરતિરૂપી મૌક્તિક અર્થાત્ સાચા ત્યાગરૂપ મોતીઓને ગ્રહણ કરો. કેમકે “જ્ઞાનસ્ય ફળ વિરતિ' છે અર્થાત્ જ્ઞાનનું ફળ વિરતિ એટલે ત્યાગ છે. માટે સમ્યકજ્ઞાન મેળવી જીવનમાં સાચો અંતરત્યાગ પ્રગટાવી શાશ્વત સુખ શાંતિરૂપ મોક્ષને પામો. ૫૦ના
અલોક-લોકને કેવળ જ્ઞાને જાણી કહીં જે વાણી,
સન્શાસ્ત્રોમાં તે ગૂંથાણી, અનંત નયની ખાણી.-અહોહો ૫૧ અર્થ :- લોકાલોકને કેવળજ્ઞાન વડે જાણીને ભગવંતે “અનંત અનંત ભાવ ભેદથી ભરેલી ભલી એવી વાણીને ઉપદેશી છે. તે સન્શાસ્ત્રોમાં “અનંત અનંત નય નિક્ષેપે વ્યાખ્યાની છે” અર્થાત તે વાણી અનંતનની ખાણરૂપ હોવાથી સન્શાસ્ત્રોમાં ગૂંથાયેલી છે. આપના
જિનવાણી સૌને ઉપકારી મોહશત્રુને મારે,
મોક્ષમાર્ગમાં નિશદિન પ્રેરે, ભવથી પાર ઉતારે. અહોહો પર અર્થ - જિનવાણી જગતના સર્વ જીવોને ઉપકાર કરનાર તેથી “સકલ જગત હિતકારિણી' છે. વળી મોહ શત્રુને મારનાર હોવાથી ‘હારિણી મોહ” છે તથા ભવસમુદ્રથી પાર ઉતારનાર હોવાથી ‘તારિણી ભવાબ્ધિ છે. તેમજ મોક્ષમાર્ગમાં નિશદિન પ્રેરનારી હોવાથી “મોક્ષ ચારિણી છે તથા પરમસત્યનો ઉપદેશ કરનારી હોવાથી પ્રમાણી” છે.
અહોહો! આશ્ચર્યકારી એવી જિનવાણીરૂપ પરમકૃતનો ઉપકાર તો જગતના જીવો ઉપર અત્યંત છે કે જે ભવ્યાત્માને ભવસાગરમાં બૂડતા ઘરી રાખવામાં પરમ આધારરૂપ છે. //પરાા.
સન્શાસ્ત્રો આપણા પરમ ઉપકારી હોવા છતાં પણ જીવ પ્રમાદવશ તેનો લાભ લઈ શકતો નથી. માટે પ્રમાદના સ્વરૂપનો વિશેષ વિચાર આગળના પાઠમાં કરવામાં આવે છે તે નીચે પ્રમાણે છે :
“પ્રમાદ = પ્ર એટલે પ્રકૃષ્ટપણે, મદ એટલે ચૂકી જવું. આત્માનો લક્ષ ચૂકીને બીજા કામમાં પ્રવર્તવું તે પ્રમાદ છે.” ઓ. ભા.૧ (પૃ.૧૧૬) ઘર્મની અનાદરતા, ઉન્માદ, આળસ, કષાય એ સઘળા પ્રમાદના લક્ષણ છે.” (વ.પૃ.૯૪).
Page #77
--------------------------------------------------------------------------
________________
૬ o
પ્રજ્ઞાવબોઘ-વિવેચન ભાગ-૧
(૮) પ્રમાદના સ્વરૂપનો વિશેષ વિચાર
(ઇન્દ્રવજા)
જે તીવ્રતા જ્ઞાનની અપ્રમાદે, સાથી, પ્રકાશી ગુરુ રાજચંદ્ર, ઈ તે સર્વ રીતે અવિરોઘ જાણી લેવું, નમી નિત્ય અગાઘ વાણી. ૧
અર્થ :- જે આત્મજ્ઞાનની તીવ્રદશાને અપ્રમાદપણે કહેતાં નિરંતર સદા આત્મજાગૃતિ સેવીને ગુરુદેવ શ્રીમદ્ રાજચંદ્ર પ્રભુએ સાધ્ય કરી તે જ આત્મદશા બીજા જીવો પણ પામે તેના માટે તે આત્મજ્ઞાન પ્રાપ્તિનો માર્ગ પરમકૃપાળુદેવે પ્રકાશ્યો છે. તે જ મોક્ષમાર્ગને સર્વ પ્રકારે અવિરોઘ જાણીને હું પણ એવું અર્થાત્ તેમના દ્વારા ઉપદિષ્ટ અગાધ એટલે અતિ ઊંડા ગંભીર આશયવાલા વચનોને સદા પ્રણામ કરીને હું પણ તે પ્રમાણે વર્તવા પ્રયાસ કરું.
“સર્વ વિભાવથી ઉદાસીન અને અત્યંત શુદ્ધ નિજ પર્યાયને સહજપણે આત્મા ભજે, તેને શ્રી જિને તીવ્રજ્ઞાનદશા કહી છે. જે દશા આવ્યા વિના કોઈ પણ જીવ બંઘનમુક્ત થાય નહીં, એવો સિદ્ધાંત શ્રી જિને પ્રતિપાદન કર્યો છે; જે અખંડ સત્ય છે.” (વ.પૃ.૪૫૪) I/૧ાા
આત્મજ્ઞ તો આત્મસમાધિ સાથી; જાગૃતિ સેવે, કદી ના પ્રમાદી,
તેથી સદા નિર્ભય હોય મેનિ; નિત્યે પ્રમાદે ભયમાં અમુનિ. ૨ અર્થ :- આત્મજ્ઞ એટલે આત્માને જાણનાર એવા જ્ઞાની પુરુષો તો પોતાના આત્માની સમાધિ એટલે આત્મપરિણામની સ્વસ્થતાને શ્રી તીર્થકર “સમાધિ' કહે છે.' એવી આત્મસમાધિને સાથી તે જ્ઞાની પુરુષો હંમેશાં સ્વરૂપ જાગૃતિ સેવે છે. અર્થાત્ પ્રમાદવશ થઈને કદી પણ સ્વરૂપને ભૂલતા નથી. તેથી તે આત્મજ્ઞાની મુનિ મહાત્માઓ સદા નિર્ભય હોય છે. પણ નિત્ય પ્રમાદને સેવનારા મુનિઓ ચાર ગતિરૂપ સંસારમાં રઝળવાના ભયથી ગ્રસિત હોવાથી અમુનિ છે. મુનિનો વેષ હોવા છતાં પણ મુનિપણું નથી. કહ્યું છે કે –
“જે જીવો મોહનિદ્રામાં સૂતા છે તે અમુનિ છે; નિરંતર આત્મવિચાર કરી મુનિ તો જાગૃત રહે; પ્રમાદીને સર્વથા ભય છે, અપ્રમાદીને કોઈ રીતે ભય નથી, એમ શ્રી જિને કહ્યું છે.” (વ.પૃ.૪૫૧) //રા
આત્મા મળેલું સ્વછૂપે ય ભૂલે, ડૂબી પ્રમાદે, ભવમાં ફૈલે છે;
તેથી મહાશત્રુ ગણી તજો તે, શિક્ષા ઉરે કોતરી રાખજો એ. ૩ અર્થ – આત્માને પોતાના સ્વરૂપનું ભાન થયું હોય છતાં પ્રમાદવશ તે સ્વરૂપને ભૂલી જઈ, ફરીથી સંસારમાં રઝળતો થઈ જાય છે. “પ્રમાદને લીધે આત્મા મળેલું સ્વરૂપ ભૂલી જાય છે. (વ.પૃ.૧૬૪)
“ચૌદપૂર્વઘારી અગિયારમેથી પાછો પડે છે તેનું કારણ પ્રમાદ છે. પ્રમાદના કારણથી તે એમ જાણે કે “હવે મને ગુણ પ્રગટ્યો.” આવા અભિમાનથી પહેલે ગુણસ્થાનકે જઈ પડે છે; અને અનંત કાળનું ભ્રમણ કરવું પડે છે. માટે જીવે અવશ્ય જાગ્રત રહેવું; કારણ કે વૃત્તિઓનું પ્રાબલ્ય એવું છે કે તે હરેક પ્રકારે છેતરે છે.” (વ.પૃ.૬૮૯) માટે પ્રમાદને પોતાનો મહાશત્રુ ગણી તજી દેજો. આ શિક્ષાને હૃદયમાં કોતરી રાખજો,
Page #78
--------------------------------------------------------------------------
________________
(૮) પ્રમાદના સ્વરૂપનો વિશેષ વિચાર
૬ ૧
અર્થાત્ આ વાતને કદી ભૂલશો નહીં.
ચૌદપૂર્વઘારી ભાનુદત્ત મુનિ પણ નિદ્રા અને પ્રમાદને વશ થવાથી ચૌદપૂર્વને ભૂલી જઈ યાવત્ નિગોદમાં પડ્યા છે. માટે સદા જાગ્રત રહી પ્રમાદને દૂર કરવો. આવા
આયુષ્યદોરી તૂટી તે તૂટી જો, તે સાંઘવાની ન જગે બૅટી કો,
તેથી મળેલી તક ના જવા દે, શાણા ગુમાવે પળ ના પ્રમાદે. ૪ અર્થ :- આયુષ્યરૂપી દોરી જો એકવાર તૂટી ગઈ તો તેને સાંઘવાની આ જગતમાં કોઈ જડીબુટ્ટી નથી; અર્થાત્ રત્નચિંતામણિ જેવો આ મનુષ્યદેહ હાથમાંથી ચાલ્યો ગયો તો તે ફરી મળનાર નથી. તેથી શાણા એટલે વિચારવાન સમજુ પુરુષો તો આવી મળેલી તકને વ્યર્થ જવા દેતા નથી. તેઓ આવા ઉત્તમ અવસરની એક પળ પણ પ્રમાદમાં વ્યર્થ વહી જવા ન દેતાં તેનો પૂરો સદુપયોગ કરે છે. શ્રી યશોવિજયજી મહારાજ આ વિષે જણાવે છે કે –
“અવસર પામી આળસ કરશે, તે મૂરખમાં પહેલોજી;
ભૂખ્યાને જેમ ઘેબર દેતાં, હાથ ન માંડે ઘેલોજી.
સેવો ભવિયાં વિમલ જિણેસર, દુલહા સજ્જન-સંગાજી.” નિત્યક્રમ (પૃ.૧૩૮) વળી શ્રીમદ્ રાજચંદ્ર ગ્રંથમાં જણાવે છે કે – “દુર્લભ યોગ જીવને પ્રાપ્ત થયો તો પછી થોડોક પ્રમાદ છોડી દેવામાં જીવે મૂંઝાવા જેવું અથવા નિરાશ થવા જેવું કંઈ જ નથી.” (વ.પૃ.૬૧૯) I૪
કાળ ખરે પાન પીળા બનીને, જીવિત તેવું જનનું ગણી લે;
તેથી મળેલી તક ના જવા દે, શાણા ગુમાવે પળ ના પ્રમાદે. ૫ અર્થ - કાળ પાયે ઝાડના પાન પીળા બનીને ખરી પડે છે તેમ મનુષ્યોનું જીવન પણ તેવું જ જાણો. આયુષ્યકર્મ પૂરું થયે આ મનુષ્ય પર્યાયનો પણ અવશ્ય નાશ થશે.
કાળ વ્યતીત થતાં ઝાડના સૂકા પાંદડા સફેદ થઈને ખરી પડે છે. તેવું જ મનુષ્યનું જીવન છે. તેથી હે ગૌતમ! સમય માત્રનો પણ પ્રમાદ ન કર.” -‘ઉત્તરાધ્યયન સૂત્ર' દ્રુમપત્રક અધ્યયન (પૃ.૭૦) તેથી આત્મકલ્યાણ સાધવાની મળેલી આ તકને જવા ન દેવી. શાણા પુરુષો તો એક પળનો પણ પ્રમાદ કરતા નથી.
“અતિ વિચક્ષણ પુરુષો સંસારની સર્વોપાથિ ત્યાગીને અહોરાત્ર ઘર્મમાં સાવઘાન થાય છે. પળનો પણ પ્રમાદ કરતા નથી. વિચક્ષણ પુરુષો અહોરાત્રના થોડા ભાગને પણ નિરંતર ઘર્મકર્તવ્યમાં ગાળે છે, અને અવસરે અવસરે ઘર્મકર્તવ્ય કરતા રહે છે. પણ મૂઢ પુરુષો નિદ્રા, આહાર, મોજશોખ અને વિકથા તેમજ રંગરાગમાં આયુ વ્યતીત કરી નાખે છે. એનું પરિણામ તેઓ અઘોગતિરૂપ પામે છે.”(વ.પૃ.૯૪) પા!
ટીપું ટકે કેટલી વાર ઘાસે? વાથી ખરી જાય, સુકાઈ જાશે;
તેવું જ વિઘોથી ઑવિત તૂટે, માટે મુમુક્ષુ ખૂબ લાભ લૂંટે. ૬ અર્થ - ઘાસ ઉપર પડેલ ઝાકળનું ટીપું કેટલી વાર ટકશે? વા આવ્યે કાં તો ખરી જશે અથવા તડકાથી સુકાઈ જશે. તેવી રીતે અનેક પ્રકારના વિધ્રોથી આ જીવિતનો નાશ થાય છે. જેમકે પાણીમાં ડૂબી મરવાથી, અગ્નિમાં બળી જવાથી, ઝેરથી કે અસાધ્ય રોગથી અથવા અણચિંતવ્યો અકસ્માત વગેરેથી આ આયુષ્ય પૂર્ણ થઈ જાય છે. તેથી અવસરનો જાણ એવો મુમુક્ષુ પોતાના આત્માનું કલ્યાણ
Page #79
--------------------------------------------------------------------------
________________
૬ ૨
પ્રજ્ઞાવબોઘ-વિવેચન ભાગ-૧
કરવાનું રહી ન જાય એમ વિચારી ભક્તિ, સત્સંગ, સ્વાધ્યાય, સ્મરણ કરીને ખૂબ લાભ લૂંટે છે. એ વિષે શ્રીમદ્ રાજચંદ્ર ગ્રંથમાં જણાવેલ છે કે –
ભગવાને ઉત્તરાધ્યયન સૂત્રમાં ગૌતમને કહ્યું કે, હે ગૌતમ! મનુષ્યનું આયુષ્ય ડાભની અણી પર પડેલા જળના બિંદુ જેવું છે. જેમ તે બિંદુને પડતાં વાર લાગતી નથી, તેમ આ મનુષ્યાય જતાં વાર લાગતી નથી. એ બોઘના કાવ્યમાં ચોથી કડી સ્મરણમાં અવશ્ય રાખવા જેવી છે. “સમર્થ ગોયમ મા પમU' - એ પવિત્ર વાક્યના બે અર્થ થાય છે. એક તો હે ગૌતમ! સમય એટલે અવસર પામીને પ્રમાદ ન કરવો અને બીજો એ કે મેષાનુમેષમાં ચાલ્યા જતા અસંખ્યાતમા ભાગનો જે સમય કહેવાય છે તેટલો વખત પણ પ્રમાદ ન કરવો. કારણ દેહ ક્ષણભંગુર છે; કાળશિકારી માથે ઘનુષ્યબાણ ચઢાવીને ઊભો છે. લીઘો કે લેશે એમ જંજાળ થઈ રહી છે, ત્યાં પ્રમાદથી ઘર્મકર્તવ્ય કરવું રહી જશે.”(વ.પૃ.૯૪) //ફા.
ક્યાંથી મળે માનવજન્મ આવો? માટે મળેલી પળ ના ગુમાવો.
જુવાની ચાલી જતી આ જણાય, ઉતાવળે આવી રહી જરાય; ૭ અર્થ :- આવો શ્રી સદ્ગુરુ ભગવંતના યોગસહિતનો માનવ જન્મ ફરી ક્યાંથી મળે? માટે મળેલી આવી ઉત્તમ પળોને વ્યર્થ ગુમાવવી નહીં. પણ ‘ઝબકે મોતી પરોવી લે તેમ તે પળ પળનો પૂરો સદુપયોગ કરી આત્માનું હિત કરી લેવું. “જ્ઞાનીઓ કહે છે કે, એ ભવ બહુ દુર્લભ છે; અતિ પુણ્યના પ્રભાવથી એ દેહ સાંપડે છે; માટે એથી ઉતાવળે આત્મસાર્થક કરી લેવું. અયમંતકુમાર, ગજસુકુમાર જેવાં નાનાં બાળકો પણ માનવપણાને સમજવાથી મોક્ષને પામ્યા. મનુષ્યમાં જે શક્તિ વધારે છે તે શક્તિ વડે કરીને મદોન્મત્ત હાથી જેવાં પ્રાણીને પણ વશ કરી લે છે; એ જ શક્તિ વડે જો તેઓ પોતાના મનરૂપી હાથીને વશ કરી લે તો કેટલું કલ્યાણ થાય!” (વ.પૃ.૫૮)
યુવાન અવસ્થા સમયે સમયે વ્યતીત થઈ રહી છે અને જરા અવસ્થા ઉતાવળે આવી રહી છે; તેનો ખ્યાલ કરી ચેતી જાઓ; નહીં તો આખરે પસ્તાવું પડશે. આ વિષે શ્રી લઘુરાજ સ્વામી, ઉપદેશામૃતમાં જણાવે છે કે – “જ્યાં સુધી કાયા સારી છે ત્યાં સુઘી ઘર્મ કરી લો; પ્રમાદ કર્તવ્ય નથી. મનુષ્યભવ મહા દુર્લભ છે. એકલો આવ્યો છે અને એકલો જશે. એક ઘર્મ સાથે છે. માટે ચેતી જાઓ. આવો જોગ ફરી મળવો દુર્લભ છે. આ શરીર સારું છે, ત્યાં સુઘી તેનાથી કામ કરી લેવું. ભક્તિ કરવામાં આ મનુષ્ય દેહનો ઉપયોગ કરી લેવો. આ હાડકાં, ચામડાં, લોહી એ કાંઈ આત્મા છે? આત્મા અપૂર્વ વસ્તુ છે. તેનું સુખ અચિંત્ય છે.” -ઉપદેશામૃત (પૃ.૩૬૯)
જરા ન પડે જ્યાં સુઘી, વ્યાધિ વઘી ન જાય;
મંદ પડે ના ઇન્દ્રિયો, ત્યાં સુઘી ઘર્મ સઘાય.” પૂ.શ્રી બ્રહ્મચારીજી //શા વ્યાધિ, પીડા, ફિકર ને ઉપાધિ, ઘેરી રહી, ક્યાંથી મળે સમાધિ?
તાકી રહેલો વળી કાળ ભાળો, તેથી પ્રમાદે નહિ કાળ ગાળો. ૮ અર્થ :- આ સંસારમાં ત્રિવિધ તાપરૂપ વ્યાધિ, પીડા, ફિકર-ચિંતા અને ઉપાથિએ સર્વ સંસારી જીવોને ઘેરી લીઘા છે, તો ત્યાં આત્માને શાંતિરૂપ સમાધિ ક્યાંથી પ્રાપ્ત થાય. વળી,
તારે માથે કોપી રહ્યો કાળ રે, ઊંઘ તને કેમ આવે,
પાણી પહેલાં બાંઘી લેને પાળ રે ઊંઘ તને કેમ આવે?” એમ માથા ઉપર કાળ તાકીને ઊભો છે તેને ભાળો અને પ્રમાદમાં હવે એક પળ પણ ન ગાળો.
Page #80
--------------------------------------------------------------------------
________________
(૮) પ્રમાદના સ્વરૂપનો વિશેષ વિચાર
૬ ૩
કાળરૂપી અજગરના મોઢામાં બેઠો છે તે મોઢું ક્યારે બંઘ કરશે તેની ખબર નથી માટે એક સમય પન્ન પ્રમાદ ન કરવો. ‘‘જીવને પ્રમાદમાં અનાદિથી રતિ છે, પણ તેમાં રિત કરવા યોગ્ય કાંઈ દેખાતું નથી.” ૐ (વ.પૃ.૬૧૩) II૮।।
ઉત્પત્તિ, મૃત્યુ વળી શોક, દુઃખ ટાળી પમાડે પરમાત્મ-સુખ, એવા સુધર્મ મન જોડી દેવું, શાને પ્રમાદે નર-આયુ ખોવું? ૯
ઉત્પત્તિ એટલે જન્મ, મૃત્યુ અને વળી શોક ચિન્તા કે દુઃખ એ બધા સંસારમાં રહેલા છે. ‘જન્મ, જરા ને મૃત્યુ, મુખ્ય દુઃખના હેતુ.' શ્રીમદ્ રાજચંદ્ર
આ બધા દુઃખોને ટાળી પરમાત્મસુખને સર્વ કાળને માટે પમાડે એવા સુધર્મમાં મનને જરૂર જોડી દેવું, પણ પ્રમાદમાં પડ્યા રહી આ દુર્લભ મનુષ્યઆયુને શું કામ ખોવું જોઈએ.
“કોઈ સગ્રંથનું વાંચન પ્રમાદ ઓછો થવા અર્થે રાખવા યોગ્ય છે.’’ (વ.પૃ.૩૮૩)
“પ્રમાદ વિષે પ્રથમ આપને લખેલું “એક પળ ખોવી તે એક ભવ ગુમાવવા તુલ્ય છે.' તે વિષે પાછળના પત્રોમાંથી જોવા વિનંતી છેજી. પરમાં વૃત્તિ રમે તે ખરી રીતે પ્રમાદ છે. તે અનાદિની કુટેવ ટાળવા દૃઢ નિશ્ચયની જરૂર છે. તે ઓછો કરવાનો જેણે નિશ્ચય કર્યો છે તે મહાપુરુષો કાળના મુખમાં પેસતી અનેક પળોને ઝુંટવી લઈ જેટલો અવકાશ મળે તેમાં મોક્ષમાર્ગ કે આત્માના વિચારમાં રહે છે. પ્રમાદ ઓછો ક૨વો જ છે એ લક્ષ ચુકાય નહીં તો જે કરવું છે તેનો વિચાર થાય; અને ‘કર વિચાર તો પામ’ કહ્યું છે તેમ આત્મસ્વરૂપનો નિર્ણય થયે તેમાં પ્રમાદ ન થાય ત્યાં સુધી અપ્રમત્ત રહેવાય તે જ માર્ગમાં કે આત્મામાં સ્થિતિ છે.'' યકૃત ભાગ-૩, પાં૨૨ ||૯||
નિર્મૂળ સૌ દુઃખ થવા બતાવે, સન્માર્ગ જે વીર મહા પ્રભાવે;
સંક્ષેપમાં તે સમજાય તેવું, આ કાવ્યમાંથી હિત ધારી લેવું. ૧૦
અર્થ – સંસારમાં જન્મ, જરા, મૃત્યુ કે આધિ, વ્યાધિ, ઉપાધિ કે રોગ, શોક, ચિંતા કે ઈષ્ટ વિયોગ, અનિષ્ટ સંયોગ વગેરે દુઃખો રહેલા છે, તે સર્વ દુઃખોને નિર્મૂળ કરવા માટે શ્રી વીર પરમાત્માએ મહાન અતિશયોના પ્રભાવ સહિત જે ઉપદેશ આપ્યો છે તે સંક્ષેપમાં સમજાય તેમ આ કાવ્યમાં વર્ણવ્યું છું. તેને જાણીને તે પ્રમાણે વર્તી આત્માનું હિત સાથી લેવું, ૧૦।।
સંપૂર્ણ જે જ્ઞાનવિકાસ સાથે, અજ્ઞાન ને મોહ અશેષ ઘાઈ; જે રાગ ને દ્વેષ સમૂળ છેદે, તે મોક્ષ-એકાંતિક-સુખ વેદે. ૧૧
અર્થ :— જે ભવ્યાત્મા પોતાના સંપૂર્ણ જ્ઞાનવિકાસને સાથે છે અર્થાત્ કેવળજ્ઞાનને પ્રગટાવે છે, તે અજ્ઞાન એટલે દર્શનમોહ અને ચારિત્રમોહનો પણ અશેષ એટલે સંપૂર્ણપણે નાશ કરે છે. એમ જે રાગ અને દ્વેષને સમૂળગા છે. તે જ મોક્ષના એકાન્તિક એટલે જ્યાં માત્ર અવ્યાબાધ સુખ રહ્યું છે એવા મોક્ષસુખનો ભોક્તા થાય છે. ।।૧૧।।
તેનો કહું માર્ગ સુણો સુચિત્તે : સદ્ગુરુ, મોટા નર સેવવા તે, અજ્ઞાનીના સંગી દૂર નાસો, સ્વાધ્યાય સત્શાસ્ત્રતણો ઉપાસો- ૧૨
અર્થ :— તે શાશ્વત સુખરૂપ મોક્ષનો માર્ગ કહું છું, તેને ચિત્તની એકાગ્રતાપૂર્વક સાંભળો. તેના માટે
Page #81
--------------------------------------------------------------------------
________________
૬૪
પ્રજ્ઞાવબોઘ-વિવેચન ભાગ-૧
મોટા પુરુષ એવા શ્રી સદગુરુ ભગવંતની પ્રથમ શોઘ કરીને તેની સેવા કરવી અર્થાતુ તેમની આજ્ઞા ઉપાસવી. અને અજ્ઞાની એવા કુગુરુના સંગથી સદા દૂર રહેવું, તથા પ્રતિદિન સન્શાસ્ત્રનો સ્વાધ્યાય કરવો. ||૧૨ાા
ને સ્વસ્થતાથી પરમાર્થ ખોજો, એકાન્તમાં ઘર્મરહસ્ય જોજો.
સાધુ, તપસ્વી સુસમાધિ પોષે, પામી મિતાહાર રહિત-દોષ. ૧૩ અર્થ – ચિત્તની સ્થિરતા કરીને પરમાર્થ એટલે આત્માને હિતરૂપ એવા તત્ત્વની ખોજ કરવી અને એકાન્તમાં બેસી ઘર્મનું રહસ્ય શું છે તે જાણવા પ્રયત્ન કરવો.
સાધુ અને તપસ્વી પુરુષો પણ દેહને ટકાવવા ૪૬ દોષરહિત મિતાહાર એટલે માપસર આહાર કરીને સુસમાધિને પોષે છે અર્થાત્ આત્મપરિણામની સ્વસ્થતાને જાળવવાનો પ્રયાસ કરે છે. ૧૩.
એકાન્ત શોથે સ્થળ નિરુપાધિ; નિપુણ તત્ત્વજ્ઞ સુસાથી સાથી,
વિશેષ ગુણી ન સુસાથી હોય, તો શોઘવાનો સમગુણી કોય. ૧૪ અર્થ - વળી નિરુપાથિમય એકાંત સ્થળને શોધે છે. તથા તત્ત્વમાં નિપુણ એટલે તત્ત્વને સારી રીતે જાણનારા એવા સાથીદારને શોધી તેની સાથે રહે છે. વિશેષ ગુણવાન એવો સાથીદાર ન મળે તો પોતાના સમાન ગુણવાલા સાથીદારની શોધ કરી તેની સાથે રહે છે. ૧૪
જો જોગ તેવો ય મળે ન સારો, એકાકી વિહાર-વિધિ વિચારો,
નિષ્પાપ વર્તે તાઁ ભોગ-ઇચ્છા, વૈરાગ્યવૃદ્ધિ સહ શાંતિ-વાંછા. ૧૫ અર્થ :- જો સમાન ગુણવાળા સાથીદારનો પણ સારો જોગ ન મળે તો એકાકી વિહાર-વિધિ એટલે એકલાને વિચરવાનો જે વિધિ ભગવાને કહ્યો હોય તે જાણીને વિચરવું. પણ પાંચ ઇન્દ્રિયના ભોગોની ઇચ્છાને સદા તજીને નિષ્પાપ ભાવે વર્તવું તથા વૈરાગ્યની વૃદ્ધિ કેમ થાય તે સદા લક્ષ રાખવો. અને આત્મશાંતિની વાંછા એટલે ઇચ્છાને કદી ભૂલવી નહીં. “પરમ શાંતિપદને ઇચ્છીએ એ જ આપણો સર્વ સમ્મત ઘર્મ છે અને તે ઇચ્છામાને ઇચ્છામાં મળી જશે.” (વ.પૃ.૧૭૦) /(૧૫ા.
ઇંડાથી પક્ષી, વળી તેથી ઇંડું, તૃષ્ણા અને મોહ સમાન જોડુ;
તૃષ્ણાથી જો મોહ થતો જણાય, ને મોહ તૃષ્ણા-બીજ એ જ જાય. ૧૬ અર્થ - જેમ ઇંડાથી પક્ષીનો જન્મ થાય અને પક્ષીથી ઇંડુ જન્મે, તેમ તૃષ્ણા અને મોહનો એક સાથે સંબંઘ છે. તૃષ્ણા હોવાથી પરપદાર્થમાં જીવને મોહ થતો જણાય છે અને પરપદાર્થનો મોહ એ જ નવી તૃષ્ણાના બીજને રોપનાર છે, અર્થાત્ પરપદાર્થના ભોગથી નવી નવી તૃષ્ણા વૃદ્ધિ પામે છે. એ જ ન્યાય છે, અર્થાત્ તૃષ્ણાથી મોહ અને મોહથી વળી તૃષ્ણા એ પ્રકારે થયા કરે છે. /૧૬ાા
છે રાગને વેષ વડે જ કર્મ, કર્મો થતાં મોહથી, તે અઘર્મ,
કમેં ફરે જીવ ભવે અનાદિ, જન્માદિ દુઃખો અતિ ઘોર સાદિ. ૧૭ અર્થ :- રાગ અને દ્વેષ વડે જ નવા કર્મનો બંઘ થાય છે.
“રાગ દ્વેષ અજ્ઞાન એ મુખ્ય કર્મની ગ્રંથ.” -શ્રીમદ્ રાજચંદ્ર રાગદ્વેષ અને અજ્ઞાન એ મોહનીય કર્મના જ ભેદ છે, મોહનીય કર્મથી નવા કર્મોનો બંધ થાય છે
Page #82
--------------------------------------------------------------------------
________________
(૮) પ્રમાદના સ્વરૂપનો વિશેષ વિચાર
૬ ૫
અને એ જ અધર્મ છે, અર્થાતુ પોતાના આત્માનો તે ધર્મ એટલે સ્વભાવ નથી પણ વિભાવ છે. એ કર્મોને લઈને જીવ અનાદિકાળથી આ સંસારમાં ભમે છે. તથા જન્મ, જરા, મરણાદિના ઘોર દુઃખોને અશરણ એવો આ જીવ અનુભવ્યા કરે છે તથા નવા નવા કર્મો બાંઘી ફરી ફરી તેની સાદિ એટલે નવી નવી શરૂઆત કર્યા કરે છે. “જન્મ, જરા,મરણાદિ દુઃખે કરી સમસ્ત સંસાર અશરણ છે.” (વ.પૃ.૪૫૪) ૧ળા
નિર્મોહીનું દુઃખ ગયું ભળાય, તૃષ્ણા નથી તો નથી મોહ-લાય;
તૃષ્ણા ગઈ જો નહિ લોભ પાંડે, નિર્લોભીને કર્મ કદી ન ભીડે. ૧૮ અર્થ - નિર્મોહી એવા જ્ઞાની પુરુષોનું દુઃખ ચાલ્યું ગયું એમ કહી શકાય. કેમકે તેમને તૃષ્ણા નથી તો મોહની લાય એટલે બળતરા પણ નથી.જો તૃષ્ણા ચાલી ગઈ તો તેને લોભ કષાય પીડી શકતો નથી. એવા નિર્લોભી પુરુષને કર્મ પણ કદી ભીડમાં લેતા નથી. કેમકે –“જન્મ, જરા, મરણ કોનાં છે? કે જે તૃષ્ણા રાખે છે તેનાં જન્મ, જરા, મરણ છે. માટે જેમ બને તેમ તૃષ્ણા ઓછી કરતા જવું.” (વ.પૃ.૪૫૫) I૧૮ના
ઉપાય રાગાદિ નિવારવાને, બોઘેલ વીરે સુણ સાવઘાને -
દૂઘાદિ દીતિકર સૌ રસોને, સેવો નહીં નિત્ય યથેચ્છ, જોને. ૧૯ અર્થ - રાગ દ્વેષાદિ ભાવકને નિવારવાનો ઉપાય શ્રી મહાવીર પ્રભુએ બોઘેલ છે. તેને હું કહું છું તે તું સાવધાનીપૂર્વક સાંભળ. દૂઘ, ઘી, સાકર, મિષ્ટાન્ન આદિ રસોને ઇન્દ્રિયો માટે દીતિકર એટલે ઉત્તેજન આપનાર ગણ્યા છે. માટે તેનું હંમેશાં ઇચ્છા પ્રમાણે સેવન કરવું નહીં. ૧૯ો.
ઝાડે ફળો સુંદર મિષ્ટ દેખી, ટોળે મળી ત્યાં ઘસતાં જ પંખી;
તેવી રીતે કામની વાસનાઓ, ઊઠી ઘસે દીસ દિલે બલાઓ. ૨૦ અર્થ :- ઝાડ ઉપર સુન્દર મીઠા ફળોને જોઈને પક્ષીઓના ટોળેટોળા ત્યાં આવીને ઘસે છે. તેવી રીતે ઉત્તેજિત આહાર વડે કામની વાસનારૂપ બલાઓ પણ દિલમાં આવીને વસી મનને દીપ્ત એટલે ઉત્તેજિત કરે છે. //રા
જો બ્રહ્મચારી જમશે યથેચ્છ, તો વિષયાગ્નિ શમશે ન, વત્સ!
દાવાગ્નિ ગાઢા વનનો શમે ના, જ્યાં વાયુનો વેગ વઘી ઘમે, હા! ૨૧ અર્થ - જો બ્રહ્મચારી મનની ઇચ્છા પ્રમાણે ભોજન લેશે તો હે વત્સ! તેની વિષયરૂપી અગ્નિ કદી શમશે નહીં, અર્થાત્ ઓલવાશે નહીં. જેમ ગાઢા વનનો દાવાનલ ઓલવાય નહીં કે જ્યાં વાયુનો વેગ વઘીને તે દાવાનલને વિશેષ ઘમણની જેમ ઘમ્યા કરે છે તેમ. વાયુના વેગથી જેમ અગ્નિ વધે છે તેમ દૂઘ, મિષ્ટાન્નાદિ વિશેષ ખાવાથી ઇન્દ્રિયોની ઉન્મત્તતા વિશેષ વૃદ્ધિને પામે છે. //ર૧TI
વ્યાધિ સમો રાગ-ર૬ ગણાય, ઇન્દ્રિય જીત્યે ઝટ તે હણાય;
આહાર ઓછો કરજો દવા તે, એકાન્તમાં વાસ ખરી હવા છે. ૨૨ અર્થ :- શરીરમાં વ્યાધિ એટલે રોગ સમાન રાગ પણ જીવનો શત્રુ ગણાય છે. ઇન્દ્રિયોનો જય કરવાથી તે રાગરૂપ શત્રુને શીધ્ર હણી શકાય છે. ઇન્દ્રિયોનો જય કરવા આહારને ઓછો કરજો, એ જ ખરી દવા છે. તથા બ્રહ્મચારીએ એકાન્તમાં વાસ કરવો એ જ આત્માની તંદુરસ્તી માટે ખરી હવા છે. ગારા
બિલાડીનો ત્રાસ સમીપવાસે, માની ભલા ઉંદર દૂર નાસે; માને મુનિ સ્ત્રી-સહવાસ તેવો, સ્ત્રીના મુકામે નહિ વાસ લેવો. ૨૩
Page #83
--------------------------------------------------------------------------
________________
પ્રાવધ-વિવેચન ભાગ-૧
અર્થ :– બિલાડીનો ત્રાસ સમીપમાં જાણીને ઉંદર દૂર નાસી જાય છે, તેમ મુનિ પણ સ્ત્રીના સહવાસને બિલાડી જેવો જાણી દૂર વસે છે, જ્યાં સ્ત્રીનો નિવાસ છે તેવા મુકામમાં મુનિએ કે બ્રહ્મચારીએ કદી વાસ કરવો નહીં. ।।૨૩।।
૬૬
ના બ્રહ્મચારી સ્ત્રી-સુરૂપ ચિંતે, વિલાસ-હાસ્યે મન કેમ રૂંધે?
મંજુલ વાણી વર્ષા અંગ-ચેષ્ટા, ભાવે ન જુએ કર્દી આત્મદ્રષ્ટા. ૨૪
અર્થ :- જે ખરા બ્રહ્મચારી છે તે સુરૂપવાન સ્ત્રીનું ચિંતન પણ કરે નહીં, તો તેની સાથે વિશ્વાસ કે હાસ્ય કરવામાં મનને કેમ રોકે? મંજીલ એટલે મીઠી છે વાણી જેની એવી સ્ત્રીની અંગ ચેષ્ટાને જે ખરા આત્મદ્રષ્ટા એટલે જેને આત્મા જોવાની દૃષ્ટિ છે એવા આત્મજ્ઞાની પુરુષ રાગભાવે કદી જુએ નહીં. ।।૨૪।। સ્ત્રી-કીર્તને કેમ ઘરે પ્રીતિ ને ? સ્ત્રી-સુખ ના સ્વપ્ન વિષે યચિંતે;
જો ધ્યાન ને બ્રહ્મયમે વિચારો, તો આચરો આ હિતના પ્રકારો. ૨૫
અર્થ :— એવા આત્મજ્ઞાની પુરુષો સ્ત્રી-કીર્તને એટલે સ્ત્રીના ગુણગાનમાં કે તેની પ્રશંસામાં કેમ પ્રીતિ ઘરે ? તે તો સ્ત્રીના સુખને સ્વપ્નમાં પણ ચિંતવતા નથી. જો ધ્યાન અને બ્રહ્મચર્યને યમરૂપે એટલે આજીવન વ્રતરૂપે ઘારવા વિચારતા હો તો આ ઉપર કહ્યાં છે તે હિતના પ્રકારો પ્રમાણે આચરણ કરો. ।।૨૫|| મુનિ ભલે ઉત્તમ દેવી જોયે, ના મોહ પામે, ઘરી ગુપ્તિ તોયે,
એકાંત, ના૨ીર્થી રહિત વાસ, તેને ય જાણો હિતકારી ખાસ. ૨૬
અર્થ :— જે મુનિ ઉત્તમ દેવીને જોઈ ભલે મોહ પામતા નથી અને મન વચન કાયાની ગુપ્તિને ચારણ કરીને રહે છે; તેને પણ સ્ત્રીથી રહિત માત્ર એકાંતવાસ જ ખાસ હિતકારી છે એમ જાણો. ર૬ા
સાધુ, મુમુક્ષુ ભવભીરુ કોય, જે મોક્ષમાર્ગે સ્થિર હાલ હોય,
તેને નહીં દુસ્તર કોઈ એવું, યુવાન નારી રૂપવંત જેવું. ૨૭
અર્થ :— જે સાધુ હોય અથવા સંસારથી ભય પામેલો એવો કોઈ મુમુક્ષુ હોય, કે જે ભલે હાલમાં મોક્ષમાર્ગે સ્થિર હોય; છતાં તેને પણ યુવાન એવી રૂપવંત સ્ત્રી જેવું કોઈ દુસ્તર કાર્ય નથી, અર્થાત્ આવા અનુકૂળ પ્રસંગને જિતવા તે મહાત્મા પુરુષોને પણ દુષ્કર થઈ પડ્યા છે.
માટે સદા પ્રમાદ છોડીને તેમનાથી દૂર રહેવું એ જ ભગવાનનો ઉપદેશ છે. રા
સ્ત્રી-કામના જે મૂળથી ઉખેડે, તે કામના સર્વ સદાય છોડે;
મોટા સમુદ્રો તરનાર કોય, ગંગાનદીનો ન હિસાબ જોય. ૨૮
અર્થ ઃ— જે સ્ત્રીની ઇચ્છાને જડમૂળથી ઉખેડે તે બીજી બધી ઇચ્છાઓને સદા છોડી શકે છે કેમકે : આ સપળા સંસારની, રમણી નાયક્રરૂપ; એ ત્યાગી, ત્યાગ્યું બધું, કેવળ શોસ્વરૂપ.. શ્રીમદ્ રાજચંદ્ર જેમ કોઈ મોટા સમુદ્રોને તરનાર હોય, તેના માટે ગંગા નદી તરવી તે કોઈ હિસાબમાં નથી.
એક વિષયને જીતતાં, જીત્યો સૌ સંસાર,
નૃપતિ જીતતાં જીતિયે, દળ, પુર ને અધિકાર. -શ્રીમદ્ રાજચંદ્ર
સ્ત્રી કામનાને જેણે જીતી લીધી તેણે સર્વ સંસાર પર જય મેળવી લીધો. જેમ રાજાને જીતતાં તેનું
દળ, પુર અને અધિકાર સર્વ આપોઆપ જિતાઈ જાય છે તેમ. ।।૨૮।।
Page #84
--------------------------------------------------------------------------
________________
(૮) પ્રમાદના સ્વરૂપનો વિશેષ વિચાર
૬ ૭
ત્રિલોકના દુઃખતણું જ મૂળ, છે કામના ભોગ તણી જ શૂળ;
તે ભોગનો રાગ તજી દીઘાથી, ત્રિતાપ છૂટે, ટકતી સમાધિ. ૨૯ અર્થ:- ત્રણેય લોકના દુઃખનું મૂળ પાંચ ઇન્દ્રિયોના વિષય ભોગની કામના છે. તે જ હંમેશાં શૂળ એટલે કાંટાની જેમ ચૂભ્યા કરે છે. તે ઇન્દ્રિય ભોગોનો રાગ તજી દેવાથી આધિ વ્યાધિ ઉપાધિના ત્રણેય તાપ છૂટી જાય છે અને આત્માની સમાધિ એટલે સ્વસ્થતા પણ ટકી રહે છે. રા.
તત્કાળ ભોગો રસવર્ણવંત, કિંપાક જેવા પણ દુષ્ટ અંત;
સાધુ સમાધિ, તપ ઇચ્છતા જે, પંચેન્દ્રિયાથું ન જરાય રાચે. ૩૦ અર્થ :- ભોગો, કિંપાકફળ જેવા તત્કાળ તો સુન્દર રસવાળા અને રંગબેરંગી વર્ણવાળા ભાસે છે પણ તેનો અંત કિંપાક ફળની જેમ દુ મરણ કરાવનાર છે અર્થાતુ આત્માના ગુણોની ઘાત કરનાર છે.
સાધુ પુરુષો જે આત્મ-સમાધિને ઇચ્છે અથવા જે ઇચ્છાઓને રોકી તપ વડે કર્મને તપાવવા ઇચ્છે તે પાંચ ઇન્દ્રિયના ભોગોમાં જરાય પણ રાચતા નથી. //૩૦માં,
ઇન્દ્રિય સર્વે વિષયે પ્રવર્તે, ને વિષયો, ઇન્દ્રિય યોગ્ય વર્તે,
વ્યાપાર એવો સહજ બને જ્યાં, અપ્રિય કે પ્રિય છૅવો ગણે ત્યાં. ૩૧ અર્થ - સર્વ ઇન્દ્રિયો પોતપોતાના વિષયોમાં પ્રવર્તે છે, અને વિષયો પણ પોતાની ઇન્દ્રિયોને યોગ્ય વર્તન કરે છે. એવો વ્યાપાર પરસ્પર જ્યાં સહેજે બની રહ્યો છે તેને સંસારી જીવો જોઈ, આ મને પ્રિય છે અને આ મને અપ્રિય છે એમ રાગદ્વેષ કર્યા કરે છે. [૩૧]
તે રાગ કે દ્વેષથી દુઃખી થાય, દ્રષ્ટાંત તેનાં જગમાં ઘણાંય -
રૂપે પતંગો દંપમાં બળે છે, સંગીતથી વ્યાઘ મૃગો છળે છે. ૩૨ અર્થ :- રાગ કે દ્વેષ કરવાથી જીવ દુઃખી થાય છે. તેના દ્રષ્ટાંત જગતમાં ઘણાય છે.
જેમ કે રૂપમાં આસક્ત બની પતંગીયા દીપકની જ્વાલામાં બળી મરે છે અને સંગીતના મોહથી આકર્ષાયેલ મૃગોને વ્યાઘ એટલે શિકારી છળથી પકડી લે છે. IT૩૨ાા
કો નાગ ઝાલે જડી-બુટ્ટગંધે, જો મત્સ્ય-તાલું રસશુળ વધે,
સ્પર્શી મરે છે ઍંડ-મુખ પાડો, હાથી ન જોતો મનદોષખાડો. ૩૩ અર્થ - નાકનો વિષય ગ્રંથ છે. જડીબુટ્ટીના ગંથમાં આસક્ત એવા નાગને કોઈ ઝાલી લે છે. રસનામાં આસક્ત થવાથી મત્સ્ય એટલે માછલાનું તાળવું કાંટાથી વિંઘાઈ જાય છે. સ્પર્શેન્દ્રિયને વશ ઝૂડ-મુખ એટલે મોટા મગર જેવા મુખવાળો પાડો પણ મરણને શરણ થાય છે તેમજ સ્પર્શેન્દ્રિયને વશ થવાથી હાથી પણ બનાવટી હાથણીને જોઈ દોડીને ખાડામાં પડી રીબાઈને પ્રાણ ગુમાવે છે; પણ તેને આ ખાડો છે તે સ્પર્શેન્દ્રિયને વશ ખ્યાલમાં આવતું નથી. [૩૩.
નીરાગીને વિષયદુઃખ શાના? લેપાય ના પંકજ પંકમાંના,
બીજાં મહાપાપ વિષે તણાય, જે વિષયાસક્તિ વડે હણાય. ૩૪ અર્થ :- નીરાગી પુરુષોને વિષયના દુઃખ શાના હોય? કેમકે જેમ પંકજ એટલે કમલ, પંક એટલે કીચડમાં જન્મવા છતાં પણ તેનાથી લેવાતું નથી. તેમ નીરાગી પુરુષો પણ સદા ઇન્દ્રિય-વિજયી હોવાથી
Page #85
--------------------------------------------------------------------------
________________
६८
પ્રજ્ઞાવબોઘ-વિવેચન ભાગ-૧
વિષયોમાં લેખાતા નથી. જ્યારે બીજા જીવો વિષયાસક્તિ વડે હણાયેલા હોવાથી અનેક મહાપાપોમાં તણાય છે. અર્થાત્ વિષયવશ અઘોર પાપો કરતાં પણ ડરતા નથી. [૩૪
સુખી થવા અન્ય ઑવો હણે તે, દુઃખી કરે, વાણી જૂઠી ભણે છે,
માયા રચે, ચોરી કરી ન લાજે, પરિગ્રહે તત્પર સાધુ, ગાજે. ૩૫ અર્થ - વિષયાસક્ત જીવો પોતે સુખી થવા અન્ય જીવોને હણે છે. દુઃખી કરે છે, વાણીમાં જૂઠ બોલે છે, માયા રચે છે, ચોરી કરતાં પણ લજાતા નથી અને પરિગ્રહ એકઠો કરવામાં જ તત્પર રહે છે. કોઈ સાધુપુરુષો પણ પોતાના સ્વધર્મને ભૂલી પરિગ્રહમાં રાચી કષાયવડે ગાજી ઊઠે છે. ૩પા.
દુર્દમ્ય દોષે ઑવ દુઃખી થાય, ના વાંક તેમાં પરનો જરાય;
ક્યાંથી વિચારે ગુઢ્યોગ વિના, કે વિષયાર્થી કદી કો સુખી ના? ૩૬ અર્થ - દુર્દમ્ય એટલે દુઃખે કરીને જેનું દમન થઈ શકે એવા વિષય કષાયાદિ દોષ વડે જીવ સ્વયં દુઃખી થાય છે, તેમાં પર જીવનો જરાય વાંક નથી. પણ શ્રી સદ્ગુરુ ભગવંતનો તેને યોગ થયા વિના તે એવું ક્યાંથી વિચારી શકે કે વિષયમાં આસક્ત જીવ, કદી કોઈ સુખી નથી. IT૩૬ાા.
પ્રાપ્તિ અને રક્ષણકાજ દુઃખી, ને ભોગકાળે વ્યયથી ન સુખી,
વિયોગનું દુઃખ સદાય સાલે; તૃપ્તિ થવાની નહિ કોઈ કાલે. ૩૭ ભોગની સર્વ અવસ્થાઓ દુઃખરૂપ છે. તે વાત હવે જણાવે છે :
અર્થ :- ભોગોની પ્રાપ્તિ કરવામાં દુઃખે પ્રાપ્ત થયેલા ભોગ નાશ ન પામી જાય તેની રક્ષા કરવાનું દુઃખ તેમજ ભોગવતા સમયે ઘનાદિનો વ્યય થાય તે પણ જીવને રૂચિકર નથી. એમ ભોગની સર્વ અવસ્થાઓ દુઃખરૂપ છે. તથા તે ભોગોનો જો વિયોગ થઈ જાય તો તે દુઃખ સદાય સાલ્યા કરે છે. એવા ભોગોથી જીવને કોઈ કાળે તૃપ્તિ થઈ નથી અને થવાની નથી, પણ ઉલ્ટા તે ભોગોને ભોગવવાથી તૃષ્ણાની વૃદ્ધિ થાય છે. [૩૭ના
સબોઘ વિના નહિ મોહ જાય, સંસારના સુખ નહીં તજાય;
શ્રદ્ધા વિના ના દુખ દૂર થાય, આત્મિક આનંદ નહીં ચખાય. ૩૮ અર્થ - જ્ઞાનીપુરુષના સબોઘ વિના મોહ કદી જાય નહીં અને સંસારના કાલ્પનિક પાંચ ઇન્દ્રિયોના સુખ પણ કદી તજાય નહીં. જ્ઞાનીપુરુષના વચનો ઉપર શ્રદ્ધા આવ્યા વિના સંસારનાં દુઃખ દૂર થાય નહીં; અને આત્માના નિરાકુળ આનંદનો આસ્વાદ કદી ચખાય નહી. |
સદગુરુનો યોગ સદા વિચારો, મોક્ષાભિલાષા ઉરમાં વઘારો,
આજ્ઞા સુગુરુની ઉઠાવશો જો ટાળી પ્રમાદો, સુખ પામશો તો. ૩૯ અર્થ - તે આત્મિક આનંદ પ્રાપ્ત કરવા માટે પ્રથમ સદ્ગુરુનો યોગ મેળવવાની જરૂર છે, એમ સદા વિચારો, તથા મોક્ષ પ્રાપ્ત કરવાની અભિલાષાને પણ હૃદયમાં વઘારો. સદ્ગુરુ મળે જો તેમની આજ્ઞાને ઉઠાવશો તો સર્વ પ્રમાદોને ટાળી તમે જરૂર સાચા આત્મિક સુખને પામશો.
“આ મનુષ્યભવમાં ઘર્મકાર્ય કરી લેવાનો ઉત્તમ અવસર આવ્યો છે, તેનો વારંવાર ખ્યાલ રહે અને જો પ્રમાદ ને આળસમાં આ અલ્પ આયુષ્ય વ્યતીત થશે તો લખચોરાશીના ફેરા ફરતાં કોઈ વખતે આવો
Page #86
--------------------------------------------------------------------------
________________
(૮) પ્રમાદના સ્વરૂપનો વિશેષ વિચાર
૬ ૯
લાગ આવવાનો નથી. માટે ગમે તેમ કરીને પણ આ ભવમાં તો જરૂર આત્માનું ઓળખાણ કરી લેવાનું છે. અનંતકાળ આમ ને આમ પ્રમાદમાં ગયો. પણ હવે તે દોષ ટાળી, આત્માને શાંતિ પ્રાપ્ત થાય તેવો યોગ આવ્યો છે તો તે વખત ઊંઘ આદિ લૂંટારા બહુ લૂંટી ન જાય તો જિંદગી સુખે લાંબી લાગશે. દોષ થયા પછી પણ પશ્ચાત્તાપ જીવને થાય તો ફરી તેવો પ્રસંગ આવતાં પહેલેથી ચેતવાનું બને. માટે જીવને દોષ કરતા અટકાવવા ઠપકો પણ આપતા રહેવું કે આમ ને આમ વર્તીને તારે કઈ ગતિમાં જવું છે? ઝાડ થઈને ઊંધ્યા જ કરવું છે? કે વાગોળની પેઠે લટકી જ રહેવું છે? જો હલકી પ્રવૃત્તિમાં પડી રહીશ તો પછી ઢોર-પશુના ભવમાં પરોણાના માર ખાવા પડશે, આરો ઘોંચાશે કે આડાં બરડે પડશે ત્યારે શું કરીશ? માટે સમજીને અત્યારે ઘર્મનું આરાધન કરી લે કે જેથી પછી અધોગતિમાં જવું જ ન પડે અને મોક્ષમાર્ગ આરાધી શકાય તેવો ભવ ફરી મળે. આમ વારંવાર જીવને જાગૃતિ આપતા રહેવું ઘટે છેજી.” બો. ભાગ-૩ (પૃ.૨૯૨) I/૩૯
અજ્ઞાન ને સંશય ટાળવાથી, ઘર્મ સદા આદર ઘારવાથી,
ના રાગ કે દ્વેષ વશે વસ્યાથી, સ્મૃતિ-ભુલાવાથી દૂર ખસ્યાથી. ૪૦ હવે પ્રમાદને કેમ તજવો તેનો ઉપાય દર્શાવે છે –
અર્થ :- અનાદિકાળથી ચાલ્યું આવતું અજ્ઞાન એટલે મિથ્યાત્વ તેને ટાળવાથી તથા સંશય એટલે ભગવાનનાં વચનોમાં થતી શંકાઓને દૂર કરવાથી, ઘર્મક્રિયામાં સદા આદરભાવ રાખવાથી, રાગ કે દ્વેષને વશ ન વર્તવાથી, આત્માનો ભુલાવો મટી જઈ તેની સ્મૃતિ રાખવાથી પ્રમાદનો નાશ થાય છે. ૪૦ના
ને સાવઘાની ત્રણ યોગ કેરી વિનાશ વિપર્યયનો કર્યાથી
એ આઠ રીતે તજતાં પ્રમાદ, જ્ઞાની ગણે જાગૃતિ અપ્રમાદ. ૪૧ અર્થ - વળી મન વચન કાયાના યોગ શામાં પ્રવર્તે છે તેની સાવધાની રાખવાથી, તથા વિપર્યય એટલે દેહમાં આત્મબુદ્ધિ વગેરે સમજણમાં વિપરીતતા છે તેને ટાળવાથી પ્રમાદનો નાશ થાય છે. ઉપરોક્ત આઠ રીતે જે પ્રમાદને તજે છે તેને જ્ઞાની પુરુષો આત્મજાગૃત્તિ ગણે છે અથવા અપ્રમાદદશા માને છે. IT૪૧ના
ઇન્દ્રિયના વિષય પાંચ ઘાર, ને ક્રોથ, માયા, મદ, લોભ ચાર,
સ્ત્રી-રાજ-આહાર-બૅમિ કથાઓ, નિદ્રા-પ્રીતિ–પંદર એ પ્રમાદો. ૪૨ અર્થ :- હવે પ્રમાદના પંદર ભેદ બતાવે છે :- પાંચ ઇન્દ્રિયના પાંચ વિષયો, ક્રોઘ, માયા, મદ એટલે માન તથા લોભ એ ચાર કષાય, પછી સ્ત્રી કથા, રાજકથા, ભોજનકથા તથા દેશની ભૂમિ વિષેની કથાઓ, તેમજ નિદ્રા અને સ્નેહ મળી પ્રમાદના મુખ્ય પંદર ભેદ છે. ૪રા.
ગોમટ્ટસારે’ બહુ ભેદ ભાખ્યા, વિસ્તાર-ગ્રુચિ જીંવ કાજ દાખ્યા;
ટાળે મુનિ સૂક્ષ્મ વિચારી દોષ, તો શુદ્ધ આત્મા કરી જાય મોક્ષ. ૪૩ અર્થ - ગોમટ્ટસાર જીવકાંડમાં ગાથા નંબર ૩૫ થી આ પ્રમાદના પંદર ભેદનો વિસ્તાર કરીને સાડા સાડત્રીસ હજાર ભેદ બતાવેલ છે. તે વિસ્તાર રુચી જીવને માટે ઉપયોગી છે. તેને વિચારી મુનિ પોતાના સૂક્ષ્મ દોષોને ટાળે છે. તેથી તેમનો આત્મા શુદ્ધતાને પામી મોક્ષે જાય છે. ૪૩
સંસારમાં વૃત્તિ રહે લગાર; મુમુક્ષતા તીવ્ર લહો ન સાર; માટે ફેંકીને પરભાવ સર્વ ઘારો સ્વભાવે મન, મૂક ગર્વ.૪૪
Page #87
--------------------------------------------------------------------------
________________
પ્રજ્ઞાવબોઘ-વિવેચન ભાગ-૧
હવે ભવ્યોને ધ્યાનમાં રાખવા યોગ્ય વાત જણાવે છે –
અર્થ :- સંસારમાં જો લગાર માત્ર વૃત્તિ રહી ગઈ તો તીવ્ર મુમુક્ષતા જે સારરૂપ છે તેને પામી શકશો નહીં. “આ લોકની અલ્પ પણ સુખેચ્છા” એ ઘણું કરીને તીવ્ર મુમુક્ષતાની ઉત્પત્તિ થયા પહેલાં હોય છે. તે હોવાનાં કારણો નિઃશંકપણે તે “સત્” છે એવું દ્રઢ થયું નથી, અથવા તે “પરમાનંદરૂપ” જ છે એમ પણ નિશ્ચય નથી. અથવા તો મુમુક્ષતામાં પણ કેટલોક આનંદ અનુભવાય છે, તેને લીધે બાહ્યશાતાનાં કારણો પણ કેટલીક વાર પ્રિય લાગે છે (!) અને તેથી આ લોકની અલ્પ પણ સુખેચ્છા રહ્યા કરે છે, જેથી જીવની યોગ્યતા રોકાઈ જાય છે.” (વ.પૃ.૨૮૯) માટે સર્વ પરભાવને મૂકી મનને સ્વભાવમાં રાખો કેમકે
સ્વભાવમાં રહેવું, વિભાવથી મૂકાવું' એ જ મુખ્ય તો સમજવાનું છે. (વ.પૃ.૬૯૫) વળી પ્રમાદથી થતો ગુણપ્રાપ્તિનો ગર્વ પણ મૂકી દેવો કારણ કે – “ચૌદપૂર્વઘારી અગિયારમેથી પાછો પડે છે તેનું કારણ પ્રમાદ છે. પ્રમાદના કારણથી તે એમ જાણે કે “હવે મને ગુણ પ્રગટ્યો.” આવા અભિમાનથી પહેલે ગુણસ્થાનકે જઈ પડે છે; અને અનંત કાળનું ભ્રમણ કરવું પડે છે. માટે જીવે અવશ્ય જાગ્રત રહેવું; કારણ કે વૃત્તિઓનું પ્રાબલ્ય એવું છે કે તે દરેક પ્રકારે છેતરે છે.” (વ.પૃ.૬૮૯) //૪૪l
ઉન્માદ ને આળસ છોડ, જોડો આજ્ઞા વિષે ચંચળ ચિત્ત-ઘોડો;
જો વ્યર્થ કાર્ય પળ એક ખોશો હારી જશો, હા! ભવ સર્વ, રોશો. ૪૫ અર્થ - હે ભવ્યો! ઉન્માદ એટલે ઘર્મ પ્રત્યેની અત્યંત બેદરકારી, મોહનું ગાંડપણ અને આળસ એટલે વિશેષ ઊંઘ લેવાનું મૂકી દઈ આ મનરૂપી ચંચળ ઘોડાને સપુરુષની આજ્ઞામાં જોડો. કેમકે–
“MID થી નાગાઈ તો !' “આજ્ઞાનું આરાઘન એ જ ઘર્મ અને આજ્ઞાનું આરાઘન એ જ તપ.” (આચારાંગ સૂત્ર) (વ.પૃ.૨૬૦)
જો આત્મા સિવાય વિષય, કષાય, વિકથા, નિદ્રા અને સ્નેહ આદિ વ્યર્થ કાર્યો કરવામાં એક પળનો પણ દુરુપયોગ કરશો તો હા! આશ્ચર્ય છે કે તમે સર્વ આ અમૂલ્ય મનુષ્યભવને હારી જશો અને પરિણામમાં અંતે રડવા જેવો વખત આવશે. ૪પા
થો લક્ષ ઓછો કરવા પ્રમાદ તો માર્ગવિચાર ટકે સુસાધ્ય,
વિચારથી માર્ગ વિષે સ્થિતિ છે, એવા પ્રયત્ન સ્મૃતિ ના ચેંકીજે, ૪૬ અર્થ :- પ્રમાદને ઓછો કરવા લક્ષ આપો કેમ કે–“ઓછો પ્રમાદ થવાનો ઉપયોગ એ જીવને માર્ગના વિચારમાં સ્થિતિ કરાવે છે, અને વિચાર માર્ગમાં સ્થિતિ કરાવે છે, એ વાત ફરી ફરી વિચારી, તે પ્રયત્ન ત્યાં વિયોગે પણ કોઈ પ્રકારે કરવું ઘટે છે. એ વાત ભૂલવા જોગ્ય નથી.” (વ.પૃ.૩૬૧)
જીવમાં પ્રમાદ વિશેષ છે, માટે આત્માર્થના કાર્યમાં જીવે નિયમિત થઈને પણ તે પ્રમાદ ટાળવો જોઈએ, અવશ્ય ટાળવો જોઈએ.” (વ.પૃ.૫૬૩) “કંઈક વાંચવું, કંઈક વિચારવું અને કંઈક ગોખવું. પ્રમાદમાં વખત ન જાય તે સાચવવું.” ઓ.ભા.૧ (પૃ.૨૨૩)
જીવને નવરો રાખવો નથી. કંઈક કંઈક કામ સોંપવું. “જીવને પ્રમાદમાં અનાદિથી પતિ છે.” પ્રમાદ સારો લાગે છે, મીઠો લાગે છે. ઊભો હોય તો બેસવાનું મન થાય. પ્રમાદમાં રતિ છે તે કાઢવાની છે.” બો.ભા.૧ (પૃ.૨૨૩) જો પ્રમાદ ઓછો થશે તો મોક્ષમાર્ગના વિચાર સુસાધ્ય એટલે સમ્યક્ પ્રકારે ટકી શકશે. વિચાર વડે જ મોક્ષમાર્ગમાં સ્થિર રહી શકાય છે.
કલિયુગ છે માટે ક્ષણવાર પણ વસ્તુ વિચાર વિના ન રહેવું.” -શ્રીમદ્ રાજચંદ્ર
Page #88
--------------------------------------------------------------------------
________________
(૮) પ્રમાદના સ્વરૂપનો વિશેષ વિચાર
૭ ૧
વિચારમાર્ગને આરાઘવા પ્રમાદને ઓછો કરવાનો પુરુષાર્થ, સ્મૃતિમાંથી કદી ભૂલશો નહીં.
હે આર્યો! હાલ તે પ્રમત્તભાવને ઉલ્લાસિત વીર્યથી મોળો પાડી, સુશીલ સહિત, સત્કૃતનું અધ્યયન કરી નિવૃત્તિએ આત્મભાવને પોષજો.” (વ.પૃ.૬૫૫) //૪૬ાા
મૃત્યુ પ્રમાદે જીંવને સતાવે કે મોહ અજ્ઞાન વડે મુઝાવે;
વિયોગ સૌ પ્રિયજનો તણો કે લક્ષ્મીતણાં સુખતણો ય લોકે. ૪૭ અર્થ - પ્રમાદના કારણે જીવને મૃત્યુ સતાવે છે કે હું મરી જઈશ તો આ ભોગો ભોગવવાના રહી જશે. અથવા અજ્ઞાનને કારણે આ મોહ મૂંઝવે છે કે આ મારા સ્ત્રી, પુત્રાદિ પ્રિયજનોનો મને વિયોગ થઈ ગયો તો? અથવા આ લોકમાં પ્રાપ્ત લક્ષ્મી આદિ સુખનો વિયોગ થઈ ગયો તો હું શું કરીશ? માટે કહ્યું છે કે –“પ્રમત્તભાવે આ જીવનું ભૂંડું કરવામાં કાંઈ ન્યૂનતા રાખી નથી, તથાપિ આ જીવને નિજહિતનો ઉપયોગ નથી એ જ અતિશય ખેદકારક છે.” (વ.પૃ. ૬૫૫) /૪૭ના
કે દુર્ગતિનો ડર જો ડરાવે તેથી અશાંતિ ઊભરાઈ આવે.
માટે ભજી લ્યો ભગવંત ભાવે, તે આશ્રયે જ્ઞાનથી શાંતિ આવે. ૪૮ અર્થ - પ્રમાદને લઈને જીવને મારી દુર્ગતિ થશે તો? એવો ડર લાગવાથી મનમાં અશાંતિ ઉભરાઈ આવે છે. તો હવે ભગવંતને ભાવપૂર્વક ભજી લ્યો. અને તે સપુરુષના આશ્રયે અર્થાત્ તેના શરણે સમ્યકજ્ઞાનનો વિચાર કરવાથી જીવને જરૂર આત્મશાંતિ પ્રાપ્ત થશે. એ વિષે જણાવે છે કે :
જે જ્ઞાની પુરુષો ભૂતકાળને વિષે થઈ ગયા છે, અને જે જ્ઞાની પુરુષો ભાવિકાળને વિષે થશે, તે સર્વ પુરુષોએ “શાંતિ' (બઘા વિભાવપરિણામથી થાકવુનિવૃત્ત થવું તે)ને સર્વ ઘર્મનો આઘાર કહ્યો છે. જેમ ભૂતમાત્રને પૃથ્વી આઘારભૂત છે, અર્થાત્ પ્રાણીમાત્ર પૃથ્વીના આઘારથી સ્થિતિવાળાં છે, તેનો આઘાર પ્રથમ તેમને હોવો યોગ્ય છે, તેમ સર્વ પ્રકારના કલ્યાણનો આઘાર, પૃથ્વીની પેઠે “શાંતિ'ને જ્ઞાની પુરુષે કહ્યો છે.” (સૂયગડાંગ) (વ.પૃ.૩૯૧) ૪૮.
તીર્થકરો કર્મ કહે પ્રમાદ, આત્મા અકર્મે ગણ અપ્રમાદ;
સંસાર કાર્યો અવકાશ છે જ્યાં, માનો પ્રસાદે નિજ વર્તના ત્યાં. ૪૯ અર્થ - શ્રી તીર્થકર ભગવંતો પ્રમાદને કર્મ કહે છે. અને જ્યાં આત્માની અકર્મ સ્થિતિ છે અર્થાત્ જ્યાં નવીન કર્મબંધ થતો નથી તેને શ્રી જિન અપ્રમાદદશા કહે છે.
“સમય માત્ર પણ પ્રમાદ કરવાની તીર્થકર દેવની આજ્ઞા નથી.” (વ.પૃ.૩૪૮)
જ્યાં જીવને સંસારકાર્યમાં અવકાશ છે અર્થાત્ સંસારના કાર્યોમાં જ્યાં મન સહિત પ્રવર્તન છે ત્યાં આત્માની વર્તના પ્રમાદમાં છે એમ માનો. ૪૯ાા
ના કોઈ ભાવો અવકાશ પામે આત્મા વિના, કેવળ અપ્રમાદે,
સ્વપ્ન ય સંસાર ચહે ન તેવા જ્ઞાની, સદા ઉદય વેદ લેવા. ૫૦ અર્થ - આત્મા સિવાય જ્યાં બીજા સંસારી ભાવોને અવકાશ નથી અને કેવળ અપ્રમાદમાં જ સ્થિતિ છે તેવા જ્ઞાની પુરુષો સ્વપ્નમાં પણ સંસારને ઇચ્છતા નથી. તેમનું સંસારમાં જે પ્રવર્તન છે તે માત્ર ઉદય-કર્મને વેચવા પૂરતું છે. પણ
Page #89
--------------------------------------------------------------------------
________________
૭ ૨
પ્રજ્ઞાવબોઘ-વિવેચન ભાગ-૧
સંભાળ સંભાળી દશા ટકાવે-વ્યામોહનો સંભવ છે પ્રમાદે.
મુમુક્ષુએ એ સ્મૃતિ રાખવાની વૈરાગ્ય અત્યંત વઘારવાની. ૫૧ અર્થ - જ્ઞાની પુરુષો આવા ભયંકર મોહમયી સંસારમાં સંભાળી સંભાળીને પોતાની દશાને ટકાવી રાખે છે કેમકે પ્રમાદમાં રહેવાથી ફરી વ્યામોહ એટલે આત્મભ્રાંતિનો ઉદય થવાની સંભાવના છે.
“સ્વપ્નય જેને સંસારસુખની ઇચ્છા રહી નથી, અને સંપૂર્ણ નિસારભૂત જેને સંસારનું સ્વરૂપ ભાસ્યું છે, એવા જ્ઞાનીપુરુષ પણ વારંવાર આત્માવસ્થા સંભાળી સંભાળીને ઉદય હોય તે પ્રારબ્ધ વેદે છે, પણ આત્માવસ્થાને વિષે પ્રમાદ થવા દેતા નથી. પ્રમાદના અવકાશ યોગે જ્ઞાનીને પણ અંશે વ્યામોહ થવાનો સંભવ જે સંસારથી કહ્યો છે, તે સંસારમાં સાઘારણ જીવે રહીને તેનો વ્યવસાય લૌકિકભાવે કરીને આત્મહિત ઇચ્છવું એ નહીં બનવા જેવું જ કાર્ય છે; કેમકે લૌકિકભાવ આડે આત્માને નિવૃત્તિ જ્યાં નથી આવતી, ત્યાં હિતવિચારણા બીજી રીતે થવી સંભવતી નથી. એકની નિવૃત્તિ તો બીજાનું પરિણામ થવું સંભવે છે. અહિતહેતુ એવો સંસારસંબંધી પ્રસંગ; લૌકિકભાવ, લોકચેષ્ટા એ સૌની સંભાળ જેમ બને તેમ જતી કરીને, તેને સંક્ષેપીને આત્મહિતને અવકાશ આપવો ઘટે છે.” (વ.પૃ.૪૨૩)
માટે મુમુક્ષુ પુરુષોએ સદા વૈરાગ્યભાવને અત્યંત વઘારવાની સ્મૃતિ રાખવી. “પ્રમાદમાં વૈરાગ્યની તીવ્રતા, મુમુક્ષતા મંદ કરવા યોગ્ય નથી; એવો નિશ્ચય રાખવો યોગ્ય છે.” (વ.પૃ.૩૧૩) //પલા
કાર્ય પ્રસંગે શીખ આ ન ભૂલે, તો તે ટકે જાગૃતિ-મોક્ષમૂલે.
સંસારમાં નિર્ભયતા ન ઘારો, પ્રારબ્ધ કાળે સમતા વઘારો. પર અર્થ - સંસારના કોઈપણ કાર્યમાં કે પ્રસંગમાં વૈરાગ્ય વધારવાની શિખામણને જે ભૂલશે નહીં; તે મોક્ષનું મૂળ એવી આત્મજાગૃતિમાં સદા ટકી રહેશે.
જે પ્રસંગમાં મહા જ્ઞાની પુરુષો સંભાળીને ચાલે છે, તેમાં આ જીવે તો અત્યંત અત્યંત સંભાળથી, સંક્ષેપીને ચાલવું, એ વાત ન જ ભૂલવા જેવી છે એમ નિશ્ચય કરી, પ્રસંગે પ્રસંગે કાર્યું કાર્યો અને પરિણામે પરિણામે તેનો લક્ષ રાખી તેથી મોકળું થવાય તેમ જ કર્યા કરવું એ શ્રી વર્ધમાનસ્વામીની છાસ્થ મુનિચર્યાને દ્રષ્ટાંતે અમે કહ્યું હતું.” (વ.પૃ.૪૨૩)
આ ભયના સ્થાનરૂપ સંસારમાં કદી પણ પ્રમાદવશ નિર્ભયપણે રહેશો નહીં, પણ વૈરાગ્યભાવને વઘારતા રહેજો. કેમકે – “સર્વ પ્રકારના ભયને રહેવાના સ્થાનરૂપ એવા આ સંસારને વિષે માત્ર એક વૈરાગ્ય જ અભય છે. એ નિશ્ચયમાં ત્રણે કાળને વિષે શંકા થવા યોગ્ય નથી.” (વ.પૃ.૪૯૦)
તથા પ્રારબ્ધના ઉદય સમયે પણ સમતાભાવને વઘારવાનો પુરુષાર્થ કરજો.
મુમુક્ષુજન સત્સંગમાં હોય તો નિરંતર ઉલ્લાસિત પરિણામમાં રહી આત્મસાઘન અલ્પકાળમાં કરી શકે છે, એ વાર્તા યથાર્થ છે; તેમ જ સત્સંગના અભાવમાં સમપરિણતિ રહેવી એ વિકટ છે; તથાપિ એમ કરવામાં જ આત્મસાઘન રહ્યું હોવાથી ગમે તેવા માઠાં નિમિત્તમાં પણ જે પ્રકારે સમપરિણતિ આવે તે પ્રકારે પ્રવર્તવું એ જ યોગ્ય છે. જ્ઞાનીના આશ્રયમાં નિરંતર વાસ હોય તો સહજ સાઘન વડે પણ સમપરિણામ પ્રાપ્ત હોય છે, એમાં તો નિર્વિવાદતા છે, પણ જ્યારે પૂર્વકર્મના નિબંઘનથી અનુકૂળ નહીં એવાં નિમિત્તમાં નિવાસ પ્રાપ્ત થયો છે, ત્યારે ગમે તેમ કરીને પણ તેના પ્રત્યે અદ્વેષપરિણામ રહે એમ પ્રવર્તવું એ જ અમારી વૃત્તિ છે, અને એ જ શિક્ષા છે.” (વ.પૃ.૩૪૮) //પરા.
Page #90
--------------------------------------------------------------------------
________________
(૯) મહાવીર દેવ ભાગ-૧
આઠમા પાઠમાં પ્રમાદના વિશેષ સ્વરૂપનું વર્ણન કર્યું. હવે એ પ્રમાદને કારણે ભગવાન મહાવીર સ્વામીના જીવને લગભગ એક કોડાકોડી સાગરોપમ સુધી આ સંસારમાં રઝળવું પડ્યું. તેમનું કેવી રીતે પરિભ્રમણ થયું તે આ “મહાવીર દેવ' નામના પાઠોમાં વર્ણન કરવામાં આવે છે.
(૯) મહાવીર દેવા
ભાગ ૧ (હરિગીત)
જય! દેવ, અગણિત ગુણ સ્વામી, વીર, મહાવીર સ્વામી જે. સુરવર પૅજે જેને છતાં પોતે સદા નિષ્કામ છે. વળી મળી મહાવીરથી શકે સુખ મોક્ષનું માટે નમું
અતિવીર, મહાવીર, સન્મતિ પ્રભુ-ગુણમાં ભાવે રમું. ૧ E અર્થ – હે અગણિત ગુણના સ્વામી ભગવાન મહાવીર દેવ! આપનો સદા જય હો જય હો. સર્વ કર્મોને હણી નાખવાથી આપ ખરેખરા વીર છો, મહાવીર છો. આપને સુરવર એટલે ઇન્દ્ર પણ પૂજે છે, છતાં આપ તો સદા નિષ્કામી અર્થાત્ નિસ્પૃહ છો. આપને કોઈ માન પૂજાદિકની ઇચ્છા નથી. વળી આપ મહાવીર સ્વામીના ઉપદેશ અનુસાર વર્તવાથી અમને પણ મોક્ષનું સુખ મળી શકે એમ છે. માટે જેના અનેક નામ અતિવીર, મહાવીર અથવા સન્મતિ છે એવા પ્રભુના ગુણમાં હું પણ ભાવપૂર્વક રમણતા કરું. ./૧૫
બળવાન બીજો પાપ હણનારો મહાવરથી નથી, જુગ જુગ જૅની લાંબી કથા સંક્ષેપથી કહીં આ મથી. સંસાર ત્રાસ ભરેલ તેથી છૂટવા જન ઇચ્છશે,
વળી મોક્ષમાર્ગ પમાય શાથી, એમ પોતે પૂછશે. ૨ અર્થ :- જેને બીજા ત્રેવીશ ભગવાન જેટલા કર્મ છે એવા મહાવીર ભગવાન જેવો બીજો કોઈ પાપને હણનાર બળવાન પુરુષ નથી. જેને ભગવાન ઋષભદેવવડે પૂર્વે સમકિતનો સ્પર્શ થયેલ એવા ભગવાન મહાવીરની લગભગ એક કોડાકોડી સાગરોપમથી પણ અધિક જુની કથાને સંક્ષેપમાં અત્રે દહીંને મથી જેમ માખણ કાઢે તેમ સારરૂપે કહી છે. આ સંસાર જન્મ જરા મરણના ત્રાસથી ભરેલો છે. તેથી જે પુરુષ છૂટવાની ભાવના રાખશે તે પુરુષ બીજાને પૂછશે કે મોક્ષમાર્ગ શાથી પમાય? તેને માટે આવા મહાપુરુષોના ચરિત્રો માર્ગદર્શક નીવડશે. રા.
જે ક્ષેત્રમાં મુનિગણ અનંત વિદેહ મુક્ત થયા હતા, ભાવિ વિષે પણ મુક્ત થાશે, હાલ પણ મોક્ષે જતા, તેવા વિદેહ વિષે મનોહર મધુક વન વિલસી રહ્યું
યાત્રા જતાં સાગર મુનિને કર્મયોગે શું થયું? ૩ અર્થ :- જે ક્ષેત્રમાં અનંત મુનિગણ વિદેહ મુક્ત એટલે સંપૂર્ણપણે આ દેહથી મુક્ત થઈ મોક્ષને
Page #91
--------------------------------------------------------------------------
________________
પ્રજ્ઞાવબોધ-વિવેચન ભાગ-૧
પામ્યા હતા, ભવિષ્યમાં પણ મુક્તિને પામશે તથા હાલમાં પણ મુક્તિને પામી રહ્યા છે, તેવા મહાવિદેહ ક્ષેત્રને વિષે મનોહર એવું મધુક નામનું વન વિલસી રહ્યું છે. ત્યાં યાત્રા કરવા જતાં સાગરમુનિ આવી ચઢ્યા. ત્યાં કર્મયોગે શું થયું તે હવે જણાવે છે :- ૫ગા
૭૪
તે વન વિષે પુરૂરવા ભીલરાજ સાથી સહ વસે, મૃગ માી મુનિવરને અરે! તે ભીલ હણવાને ઘસે; કલ્યાણકારી કાલિકા રાણી મના કરતી કહેઃ— “હે નાથ, હણવા ના જતા, વનદેવ એ, સૌને દહે. ૪
અર્થ :— તે વનમાં પુરુરવા નામનો ભીલોનો રાજા પોતાના સાથીદારો સાથે વસે છે. ત્યાં આવેલ આ મુનિવરને મૃગ એટલે હરણ જેવા માનીને અરે આશ્ચર્ય છે કે એ ભીલોનો રાજા તેમને હણવાને માટે તૈયાર થયો ત્યાં તેને પાપ કરતાં વારનાર કલ્યાણકારી કાલિકા નામની તેની રાણી ના પાડતી બોલી કે ‘હે નાથ! એ તો વનદેવતા છે. એને હણવા ના જતા. નહીં તો એ સૌને બાળી ભસ્મ કરી દેશે. ॥૪॥
તેને નમી પૂજા કરો, ભલું ભીલ સર્વેનું થશે”, સુણી વાણી રાણીની ભલી, ભીલ ભાવસહ ભક્તિવશે મુનિને નમી પૂજા કરે, ત્યાં મુનિ દયાળુ ઉચ્ચરે ઃ
“રે! ધર્મથી ત્રણ લોકની લક્ષ્મી મળે જો આચરે. ૫
અર્થ :– આ વનદેવતાની તો નમસ્કાર કરીને પૂજા કરો. જેથી સર્વ ભીલ લોકોનું ભલું થશે. એવી પોતાની રાણી કાલિકાની વાણી સાંભળી, ભીલ ભાવપૂર્વક ભક્તિને વશ થઈ મુનિને નમી પૂજા કરવા લાગ્યો. ત્યાં દયાળુ એવા મુનિ ભગવંત ઉપદેશ આપવા લાગ્યા કે હે જીવો! જો તમે સદ્ઘર્મનું આચરણ કરશો તો તમને ત્રણ લોકની લક્ષ્મી મળશે અર્થાત્ મુક્તિને પામી ત્રણેય લોકના તમે નાથ થશો. ।।૫।।
મદિરા, મધુ ને માંસ, અંજીર, ઉમરડાં, ટેટા તજો, સાચા જિનેશ્વર માની હિંસાદિ તજી અણુયમ ભજો;
વ્રત બાર પાળો શ્રાવકોનાં, તે સદા સુખદાર્યો છે, જો ટેક રાખીને નિભાવે સ્વર્ગસુખ અનુયાયી લે.'' ૬
અર્થ :— વળી હે ભવ્યો ! શ્રાવકના આઠ મૂળગુણને આદરો. તે માટે આ મદિરા એટલે દારૂ, મધુ એટલે મઘ અને માંસ, અંજીર, ઉમરડા તથા વડના ટેટા, પીપળના ટેટા, પીપળાના ટેટાઓ ખાવાનો ત્યાગ કરો. શ્રી જિનેશ્વર ભગવંતને સાચા માની અણુયમ એટલે અણુવ્રતરૂપે હિંસા, જૂઠ, ચોરી, અબ્રહ્મચર્ય તથા પરિગ્રહનો ત્યાગ કરો. એમ શ્રાવકના બારેય વ્રતનું પાલન કરો. તે સદા સુખને આપનારા છે. જો તેને મરણની છેલ્લી ઘડી સુધી જીવનપર્યંત ટેક રાખી નિભાવશો, તો તેનું અનુસરણ કરનાર અનુયાયી સ્વર્ગસુખને પામશે.।।૬।।
મુનિવાત માની મોક્ષમાર્ગે ચાલતાં ભીલભવ ગયો, અંતે સમાધિ સહિત મરી તે દેવ ઘર્મ–બળે થયો; વર્ષી અવધિબળથી જાણી સુર તે જ્ઞાની ભક્તિ કરે, ભવ દેવનો પૂરો કરીને ભરતસુત થઈ અવતરે. ૭
Page #92
--------------------------------------------------------------------------
________________
(૯) મહાવીર દેવ ભાગ-૧
૭ ૫.
અર્થ - મુનિ મહારાજની એવી વાત સ્વીકારીને તે પ્રમાણે મોક્ષમાર્ગે વર્તતા ભીલનો આખો ભવ ગયો. તેમજ અંતમાં સમાધિ સહિત મરણ કરી ઘર્મના બળે તે દેવ થયો. ત્યાં પણ અવધિજ્ઞાનના બળથી પોતાના પૂર્વભવમાં શ્રી ગુરુની કૃપા જાણી જ્ઞાનીપુરુષની ભક્તિમાં રત રહેવા લાગ્યો. તેથી દેવનો ભવ સુખે પૂરો કરી શ્રી ભરત મહારાજાના પુત્રરૂપે અવતાર પામ્યો. તેનું નામ મરીચિ રાખવામાં આવ્યું. શા
દાદા ઋષભ સાધુ થયા ત્યારે મરીચિ મુનિ બને, તાઁ ચક્રવર્તી તાતને દાદા સહિત વસતા વને; દાદા ઊભા ધ્યાને વને સ્થિર માસ ષ મેરુંસમાં
અકળાય ભૂખે મરચિ આદિ રાખી તેની ના તમા. ૮ અર્થ - જ્યારે તેમના દાદા શ્રી ઋષભદેવ સાધુ બન્યા ત્યારે મરીચિ પણ મુનિ બન્યો. પોતાના પિતા ચક્રવર્તી ભરત મહારાજાને છોડી દાદા સાથે વનમાં વસવા લાગ્યો. દાદા તો વનમાં મેરુપર્વતની જેમ અડોલ સ્થિર મુદ્રાએ છ માસ સુધી ધ્યાનમાં ઊભા રહ્યા. ત્યારે આ મરીચિ આદિ મુનિઓ ભૂખથી અકળાવા લાગ્યા. તેની ધ્યાનમાં ઊભેલા પ્રભુએ કંઈ પણ તમા એટલે દરકાર રાખી નહીં. દા.
થોડા દિનો ખર્મી દુઃખ થાક્યો, ભેખથી ભૂંખ ના ટળે, ઘર સાંભર્યું પણ ચિત્તમાં ભય ભરતનો તે અટકળે; ખાવા ફળો, પીવું સરોવર-જળ અને વસવું વને,
એવા વિચારે વર્તતાં તે નિંદ્ય-આચારી બને. ૯ અર્થ - મરીચિ થોડા દિવસ સુધી દુઃખ ખમીને થાક્યો અને વિચારવા લાગ્યો કે મુનિવેષ માત્રથી આ ભૂખનું દુઃખ ભાંગી શકાતું નથી. માટે પાછો ઘેર ચાલ્યો જઉં. પણ ચિત્તમાં પિતા ભરત મહારાજાનો ભય ખટકવા લાગ્યો કે એ શું કહેશે કે તું ચારિત્રથી ભ્રષ્ટ થઈ પાછો ઘરમાં આવ્યો. માટે વનમાં જ વાસ કરી ફળો ખાવા, સરોવરનું પાણી પીવું એવા વિચારથી વર્તતા નિંદા કરવા લાયક એવા મુનિના આચારને સેવવા લાગ્યો. II
તે વેષ મૂકી વર્તવા વનદેવ ઘમકાવી કહે, તેથી તપસ્વી-વેશ ઘારી વન વિષે ફરતો રહે; શાસ્ત્રો રચે વિપરીત મતનાં શિષ્યને શીખવે વળી,
ગ્રહતો નહીં, નિન્દ-કહે જે ઘર્મ ઋષભ કેવળી. ૧૦ અર્થ - ત્યારે વનદેવે તેને ઘમકાવીને કહ્યું કે જો આ રીતે તારે વર્તવું હોય તો આ ભગવાન ઋષભદેવના મુનિનો વેષ મૂકી દે. તેથી તે તપસ્વીનો વેષ ઘારણ કરી વનમાં જ ફરતો રહે છે. ભગવાનથી વિપરીત મતના શાસ્ત્રો રચે છે અને પોતાના શિષ્યોને પણ તે શીખવે છે. વળી ભગવાન ઋષભદેવ કેવળી થઈ જે ઘર્મનો ઉપદેશ આપે છે તેને ગ્રહતો નથી, પણ તે વચનોની નિંદા કર્યા કરે છે. II૧૦ના
જે ઘર્મના આઘારથી ભીલ સુરસુખો પામ્યો અતિ, તે, ચક્રવર્તી-કુમારપદ પામી, તજ્ય શું થઈ ગતિ? અજ્ઞાતતપથી દેવ થઈ બ્રાહ્મણ જટિલ નામે થયો, ઊછરી અયોધ્યામાં હવે તે વેદશાસ્ત્રો ભણી ગયો. ૧૧
Page #93
--------------------------------------------------------------------------
________________
૭ ૬
પ્રજ્ઞાવબોઘ-વિવેચન ભાગ-૧
અર્થ:- જે ઘર્મના આધારથી પોતે ભીલ છતાં દેવલોકના અત્યંત સુખને પામ્યો, તે જ જીવ ભરત ચક્રવર્તીનો પુત્ર મરીચિ બની તે ઘર્મને તજતા તેમજ કુલનો મદ કરતા તેને કેવી કેવી ગતિઓમાં રઝળવું પડ્યું છે તે હવે મરીચિ પછીના મહાવીર પ્રભુના ૨૭ મોટા પૂર્વભવો આંકડાથી દર્શાવે છે.
મરીચિના ભવમાં અજ્ઞાન તપના કારણે પાંચમાં બ્રહ્મદેવલોકમાં દસ સાગરોપમના આયુષ્યવાળો દેવતા થયો. ત્યાંથી તેનો સત્યાવીશમાનો પહેલો ભવ ગણાય છે. દેવલોકથી ચ્યવીને હવે બીજા ભવમાં જટિલ નામનો અયોધ્યામાં બ્રાહ્મણ થઈ વેદશાસ્ત્રોનો જાણકાર થયો. ૧૧ાા
સંન્યાર્સી થઈ તપ તપ ફરી તે દેવ થઈ બ્રાહમણ થયો, તે પુષ્પમિત્ર સુનામથી વળી તે જ નગરે ઊછર્યો સંસાર ત્યાગી સાંખ્યમત વિસ્તારતો તે વિચર્યો
મરી દેવ ગતિમાં ઊપજ્યો વળી વિપ્રરૂપે અવતર્યો. ૧૨ અર્થ :- ત્યાં પણ સંન્યાસી બની તપ તપીને ફરી સૌઘર્મ નામના પહેલા દેવલોકમાં બે સાગરોપમના ઉત્કૃષ્ટ આયુષ્યવાળો દેવતા થયો. ત્યાંથી ચ્યવી તે જ અયોધ્યા નગરીમાં હવે પુષ્પમિત્ર નામનો બ્રાહ્મણ થયો. ત્યાં ફરી સંસાર ત્યાગી સાંખ્યમતને વિસ્તારતો વિચારવા લાગ્યો. ત્યાંથી મરી ફરી પહેલા સૌથર્મ દેવલોકમાં એક સાગરોપમના આયુષ્યવાળો દેવતા થયો. ત્યાંથી ચ્યવી વળી બ્રાહ્મણરૂપે અવતર્યો. ૧૨ના
તે અગ્નિસહના નામથી વળી ત્યાગ પરિવ્રાજક બન્યો, પછી દેવ થઈ વળી વિપ્ર મંદિરપુરમાં શાસ્ત્રો ભણ્યો; સંસ્કાર જૂના જાગતાં સંન્યાસ લઈ તપ આદર્યું,
મરી દેવ થઈ, મંદિરનગરે વિપ્ર કર્મ કર્યા કર્યું. ૧૩ અર્થ:- તે આ છઠ્ઠીભવમાં અગ્નિસહના નામથી બ્રાહ્મણ થયેલ ત્યાં પણ સંસાર ત્યાગી પરિવ્રાજક સંન્યાસી બન્યો. ત્યાંથી અજ્ઞાનતપના પરિણામે સાતમા ભવમાં દેવલોકમાં સાત સાગરોપમના આયુષ્યવાળો દેવતા થયો. ત્યાંથી ચ્યવી મંદિરપુરમાં ફરીથી આઠમા ભવે અગ્નિમિત્ર નામે વિપ્ર એટલે બ્રાહ્મણ થઈ શાસ્ત્રો ભણ્યો. ત્યાં જુના સંસ્કારો જાગૃત થતાં ફરી સંન્યાસ લઈ તપ આદર્યું. તેના ફળમાં મરીને નવમાં ભવમાં ચોથા માહેન્દ્ર દેવલોકમાં દેવ થયો. ત્યાંથી ચ્યવી ફરી મંદિરનગરમાં બ્રાહ્મણ થયો. ૧૩મા
ઘર નામ ભારદ્વાજ તે ત્રિદંડ થઈ સ્વર્ગે ગયો, ત્યાંથી મરી કુકર્મના ઉદયે અઘોગતિમાં રહ્યો; એકેન્દ્રિયાદિ ભવ કર્યા સંખ્યારહિત વર્ષો સુઘી.
મિથ્યાત્વના ફળ દુઃખદાયી ચેતજો શાણા સુ-થી. ૧૪ અર્થ :- અહીં દસમા ભવમાં તેનું નામ ભારદ્વાજ બ્રાહ્મણ રાખવામાં આવ્યું. ત્યાં ત્રિદંડી થઈ અજ્ઞાનતાના ફળમાં ફરીથી પાછો ચોથા મહેન્દ્ર દેવલોકમાં સાત સાગરોપમના ઉત્કૃષ્ટ આયુષ્યવાળો દેવતા થયો. હવે દેવલોકથી ચ્યવીને કુકર્મના ઉદયે અહીંથી અધોગતિમાં ગયો. ત્યાં એકેન્દ્રિયાદિકના એટલે એકેન્દ્રિય, બે ઇંદ્રિય, ત્રણ ઇંદ્રિય, ચતુરેન્દ્રિય કે સંજ્ઞી અસંજ્ઞી પંચેન્દ્રિયના અસંખ્ય વર્ષો સુધી ભવો કર્યા. એમ મિથ્યા માન્યતાઓનું ફળ અત્યંત દુઃખદાયી છે, એમ જાણીને હે શાણા સુ-ઘી એટલે સમ્યક
Page #94
--------------------------------------------------------------------------
________________
(૯) મહાવીર દેવ ભાગ-૧
૧]
બુદ્ધિવાળા પ્રાણીઓ, સદા ચેતતા રહેજો. અર્થાત્ વીતરાગઘર્મ સિવાય કોઈપણ મિથ્યા માન્યતાઓને હૃદયમાં સ્થાન આપશો નહીં. ૧૪
બળવું ભલું અગ્નિ વિષે કે ઝેર પી મરવું ભલું, કે ડૂબવું દરિયે ભલે વા સિંહસંગે એકલું વસવું વને તે તો ભલું; પણ સેવવો કુસંગ ના.
સંકટ નડે સૌ એક ભવ, મિથ્યાત્વ નડતું ભવ ઘણા. ૧૫ અર્થ - અગ્નિમાં બળવું ભલું કે ઝેર પી મરવું ભલું, દરિયામાં ડૂબવું ભલું કે વનમાં સિંહ સાથે એકલા વસવું તે ભલું પણ કુસંગ સેવવો સારો નહીં. કેમકે અગ્નિ, ઝેર, જળ કે સિંહના સંકટ જીવને એક જ ભવ મારે; પણ કુસંગ તો મિથ્યા માન્યતાઓ કરાવી જીવને ભવોભવ સંસારમાં રઝળાવે છે. મોટામાં મોટો કુસંગ તે કુગુરુનો છે. ૧૫ા.
હિંસાદિ પાંચે પાપ ને મિથ્યાત્વ તોળો તાજવે તો પાપ મિથ્યાત્વે થતું મેરું ગિરિ સમ સરસવે; જ્ઞાની કહે તેથી તજો મિથ્યાત્વ ભયકારી મહા,
મુમુક્ષ તો તે ટાળવા સમ સેવતા નહિ કો ઇહા. ૧૬ અર્થ - હિંસા, જૂઠ, ચોરી, અબ્રહ્મ, પરિગ્રહ એ પાંચે પાપને ત્રાજવાના એક પલડામાં મૂકી અને બીજા પલડામાં માત્ર એકલા મિથ્યાત્વના પાપને મૂકી જુઓ, તો મિથ્યાત્વથી થતું પાપ તે મેરુ પર્વત જેવું મહાન થશે અને બીજા પાંચે પાપો તે સરસવના દાણા સમાન જણાશે. તેથી જ જ્ઞાની પુરુષો મહા ભયંકર એવા મિથ્યાત્વને શીધ્ર તજવાનો ઉપદેશ કરે છે. મુમુક્ષુ પુરુષો પણ તે સર્વ પાપના મૂળરૂપ મિથ્યાત્વને ટાળવા સમાન બીજી કોઈ મુખ્ય ઇહા એટલે ઇચ્છા મનમાં રાખતા નથી.
“મુમુક્ષુને અજ્ઞાન સિવાય બીજો કોઈ ભય હોય નહીં.” -શ્રીમદ્ રાજચંદ્ર ૧૬ાા
બહુ નીચ યોનિમાં ભમી, તે જીવ મરીચિનો હવે થઈ રાજગૃહીમાં વિપ્ર સ્થાવર ઘર્મ કુળનો સાચવે, મિથ્યાત્વના સંસ્કારથી ભણી વેદ ત્રિદંડી થયો,
તપ કાય-ફ્લેશાદિ તપી તે પાંચમે સ્વર્ગે ગયો. ૧૭ અર્થ - હવે મરીચિનો જીવ ઘણી નીચ યોનિઓમાં ભમીને રાજગૃહી નગરમાં સ્થાવર નામનો બ્રાહ્મણ થઈ પોતાના કુળથર્મને સાચવવા લાગ્યો. મિથ્યાત્વના સંસ્કારથી વેદ ભણીને ફરી ત્રિદંડી થયો. કાયક્લેશાદિ તપ તપી પાંચમા બ્રહ્મદેવલોકમાં તે સાત સાગરોપમના આયુષ્યવાળો દેવતા થયો. ૧ણા
પછી રાજગૃહીમાં ૧૨વિશ્વનંદી પાટવી કુંવર થતાં, તેના પિતાએ એક દિન નભ-અભ્ર નષ્ટ થતાં દીઠાં; વૈરાગ્યવેગે રાજ્ય સોંપી ભાઈને, દીક્ષા લીઘી,
યુવરાજપદ પર વિશ્વનંદીએ સ્વબળ-વૃદ્ધિ કીથી. ૧૮ અર્થ :- હવે દેવલોકથી આવી રાજગૃહી નગરમાં વિશ્વભૂતિ રાજાનો વિશ્વનંદી નામનો પાટવી
Page #95
--------------------------------------------------------------------------
________________
પ્રજ્ઞાવબોઘ-વિવેચન ભાગ-૧
કુંવર થયો. એક દિન આકાશમાં શરદઋતુના વાદળાને નષ્ટ થતા જોઈ રાજાને અત્યંત વૈરાગ્ય થયો. તેથી તુરંત પોતાના ભાઈને રાજ્ય સોંપી પોતે દીક્ષા લીધી. યુવરાજ પદ ઉપર વિશ્વનંદીએ રહી પોતાના બળથી રાજ્યની વૃદ્ધિ કરી. ૧૮.
વિશાખભૂતિ નામ નૃપનું, પુત્ર સ્વચ્છેદી અતિ, યુવરાજબાગ-
વિલાસ દેખી કરી પિતાને વિનતિ; કે મોહવશ નૃપ મોકલે યુવરાજને અરિ જીતવા,
પાછળ સમાચારો મળ્યા એ બાગ-વંચક અવનવા. ૧૯ અર્થ - વિશ્વનંદીના કાકા વિશાખભૂતિ હાલમાં જે રાજા છે, તેનો પુત્ર વિશાખનંદી, તે અત્યંત સ્વચ્છંદી હતો. યુવરાજ વિશ્વનંદીને મનોહર નામના બાગમાં વિલાસ કરતો જોઈ પોતાના પિતા જે હાલમાં રાજા છે તેમને વિનંતી કરી કે એ બાગ મને આપો; નહીં તો હું દેશ છોડી ચાલ્યો જઈશ. તે સાંભળી રાજાએ મોહવશ યુવરાજ વિશ્વનંદીને બહાનું કરી શત્રુઓને જીતવા મોકલ્યો. પાછળ વિશ્વનંદીને સમાચારો મળ્યા કે તમારો બગીચો લેવા માટે અવનવા ઠગવાના ઉપાયો કરી તેમને બહાર મોકલ્યા છે. ૧૯ાા
યુવરાજ કોશભર્યો ફર્યો પાછો, ગયો નિજ બાગમાં, નૃપસુંત સંતાતો ફરે તેને લીઘો ત્યાં લાગમાં;
જ્યાં સ્તંભ પથ્થરનો હતો, તેની પૂંઠે સંતાયેલો
જાણી, મેંઠીથી સ્તંભ તોડ્યો, દેખી અરિ ગભરાયેલો. ૨૦ અર્થ - યુવરાજ ક્રોધથી પાછો ફર્યો અને પોતાના ઉદ્યાનમાં ગયો. ત્યાં તેને આવેલો જાણી રાજાનો પુત્ર વિશાખનંદી દોડીને સંતાતો ફરે છે. તેને લાગમાં લીધો. ત્યારે એક પથ્થરના થાંભલા પાછળ તે સંતાઈ ગયો. તે જાણીને વિશ્વનંદીએ પોતાની મુઠી મારી તે થાંભલાને પણ તોડી નાખ્યો. તે જોઈ વિશાખનંદી ખૂબ ગભરાઈ ગયો કે કદાચ મને પણ મારી નાખશે. ૨૦ગા.
ધિક્કાર વિષયો પર છૂટ્યો યુવરાજને વૈરાગ્યથી, તેથી તજીને રાજસુખ, દીક્ષા ગ્રહે એ ભગવતી; વિશાખભૂતિ પણ હવે પસ્તાય પાપી કામથી,
ઝટ જૈન દીક્ષા તે ગ્રહે સંસારતાપ વિરામતી. ૨૧ અર્થ - હવે વિશાખનંદીને ગભરાયેલો જોઈ વિશ્વનંદીને વિષયો ઉપર ખૂબ ધિક્કાર છૂટ્યો કે અહો વિષયો કેવા છે કે જેના માટે જીવો મરણમાં પણ સપડાઈ જાય છે; એમ વિચારી રાજ્યસુખ તજી દઈ વિશ્વનંદીએ ભગવતી દીક્ષાને ગ્રહણ કરી.
તે જોઈ કાકા વિશાખાભૂતિને પણ પુત્રને મોહવશ કરેલ પાપી કામથી પસ્તાવો થયો. અને તેના પ્રાયશ્ચિત્તમાં પોતે પણ સંસારતાપથી વિરામ પમાડનારી એવી જૈન દીક્ષાને શીધ્ર ગ્રહણ કરી. If૨૧ાા
નૃપપુત્ર વ્યસની નીકળ્યો, રે! જાય વેશ્યામંદિરે, નિજ રાજ્ય સર્વ ગુમાવીને નીચ નોકરી નૃપની કરે; તે એક દિન બેઠો હતો મથુરા વિષે વેશ્યાવરે, ત્યાં ઓળખ્યા મુનિ વિશ્વનંદી, ઘોર તપ જે આદરે. ૨૨
Page #96
--------------------------------------------------------------------------
________________
(૯) મહાવીર દેવ ભાગ-૧
અર્થ - રાજા વિશાખભૂતિ તેમજ યુવરાજ વિશ્વનંદીએ દીક્ષા લીધી. તેથી હવે રાજ્ય વિશાખનંદીના હાથમાં આવ્યું. પણ આ રાજાનો પુત્ર વ્યસની નીકળ્યો. તે પોતાનું સર્વ રાજ્ય ખોઈ નાખી કોઈ રાજાનો દૂત બનીને મથુરા નગરીમાં આવેલો હતો. ત્યાં એક વેશ્યાના મકાનમાં છત ઉપર બેઠો હતો. તે વખતે મુનિ વિશ્વનંદી ઘોર તપ કરતા હતા, તેમને ત્યાં થઈને જતા જોયા અને ઓળખ્યા. રરા
સૂકું શરીર મડદા સમું શક્તિ વિનાનું લઈ ફરે, ગોવત્સના ઘક્કા વડે પડતા દીઠા રસ્તા પરે; તે દુષ્ટ હાંસીમાં કહેઃ “બળ સ્તંભ-તોડ, બતાવ રે!
એ ક્યાં ગયું બળ આકરું? દુર્બળ દીસે તન સાવ રે.” ૨૩ અર્થ - વિશ્વનંદી તપશ્ચર્યાને કારણે સૂકું થઈ ગયેલ શરીરને મડદા સમ શક્તિ વગરનું લઈને ફરે છે. ગાયના વાછરડાના ઘક્કા માત્રથી રસ્તા પર પડતા તેમને જોઈ દુષ્ટ એવો વિશાખનંદી હાંસીમાં બોલી ઊઠ્યો કે હવે તારું થાંભલા તોડ આકરું બળ ક્યાં ગયું? બતાવ. હવે તો તારું શરીર સાવ દુર્બળ થઈ ગયું જણાય છે. રા .
મુનિ માનવશ ક્રોધે ભરાયા લાલ નેત્રે ઉચ્ચરે : હાંસીતણું ફળ ચાખશે મુજ તપબળે તું આખરે.” સર્વસ્વ તારું હું હરું” એવું નિદાન કરી મરે.
નિદાન સંતો નિંદતા, દે દુર્ગતિ, તપ સૌ હરે. ૨૪ અર્થ :- મુનિ વિશ્વનંદી પણ માનવશ ક્રોધે ભરાઈ લાલ નેત્ર કરીને કહેવા લાગ્યા કે “અરે મારી હાંસી કરવાનું ફળ તું મારા તપબળે આખરે ચાખીશ.’ ‘તારું સર્વસ્વ હું હરણ કરનાર થાઉં.' એવું નિદાન મનમાં કરીને આયુષ્યપૂર્ણ થયે સ્વર્ગે ગયા. માટે સંતપુરુષો નિદાન કરવાના ભાવને નિંદે છે કે જે કાલાન્તરે પણ દુર્ગતિના ફળનું કારણ થાય છે. તેમજ કરેલ સર્વ તપને નષ્ટ કરનાર નિવડે છે. ૨૪
તે દેહ તર્જીને દેવલોકેશ૩ દેવરૂપે વિલસે; વિશાખભૂતિ પણ તે જ સ્વર્ગે શુદ્ધ તપબળથી વસે. વિશાખભૈતિનો જીવ પોદનપુરમાં પછી અવતરે
નરપતિ ઘરે, બળરામપદ સહ વિજય નામે ઊછરે. ૨૫ અર્થ - ત્યાંથી વિશ્વનંદી મુનિ દેહ છોડી મહાશુક્ર નામના સાતમા દેવલોકમાં ૧૬ સાગરોપમના આયુષ્યવાળા દેવતા થયા. વિશાખભૂતિ પણ તે જ દેવલોકમાં શુદ્ધ તપના બળથી આવીને વસ્યો. દેવલોકમાંથી ચ્યવીને વિશાખભૂતિનો જીવ પોદનપુરમાં રાજાને ઘેર અવતર્યો. ત્યાં તેમનું નામ વિજય રાખવામાં આવ્યું તથા બળરામપદને ઘારણ કર્યું. રપાા
જીંવ વિશ્વનંદીનો થયો લઘુભાઈ વિજયનો હવે, ત્યાં પ્રથમ હરિરૂપે સુખો *ત્રિપૃષ્ટ નામે ભોગવે; કરનાર મુનિની મશ્કરી તે દુષ્ટ દુઃખે બહુ ભમી,
અતિ પુણ્યયોગ વડે થયો વિદ્યાઘરેશ પરાક્રમી. ૨૬ અર્થ - વિશ્વનંદીનો જીવ પણ દેવલોકમાંથી આવી હવે વિજયનો નાનો ભાઈ થયો. ત્યાં પ્રથમ
Page #97
--------------------------------------------------------------------------
________________
પ્રજ્ઞાવબોધ-વિવેચન ભાગ-૧
ત્રિપૃષ્ટ નામના હરિ એટલે નારાયણ (વાસુદેવ) બની સુખ ભોગવવા લાગ્યો. મુનિની મશ્કરી કરનાર દુષ્ટ એવો વિશાખનંદીનો જીવ ચારગતિમાં બહુ દુ:ખ ભોગવી ઘણો ભમીને અતિ પુણ્યના યોગે હવે પરાક્રમી એવો વિદ્યાધરેશ એટલે વિદ્યાધરોનો રાજા થયો. જેનું નામ અશ્વગ્રીવ પાડ્યું. ।।૨૬।।
८०
એ અશ્વીવ ત્રણ ખંડ જીતી અર્ધચક્રી-પદ ઘરે, અલકાપુરીમાં ચક્રરત્ન સહિત સુખ માણ્યા કરે. ત્રિપૃષ્ટ વિદ્યાધર-સુતા પરણ્યો, સુણી ક્રોષે ભર્યો
આ અશ્વâવ જે અર્ધચક્રી, યુદ્ધ કરવા સંચર્યો. ૨૭
અર્થ :– એ અશ્વગ્રીવ ત્રણ ખંડ જીતીને અર્ધચક્રીપદ એટલે ત્રણ ખંડનો અધિપતિ બની પ્રતિ વાસુદેવની પદવીને ઘારણ કરી અલકાપુરીમાં ચક્રરત્ન સહિત સુખ ભોગવવા લાગ્યો.
ત્યાં ત્રિપૃષ્ટ વાસુદેવ વિદ્યાધરની પુત્રીને પરણ્યો. તે સાંભળી આ અર્ધચક્રી અશ્વગ્રીવ ક્રોધે ભરાયો અને ત્રિપૃષ્ટ વાસુદેવ સાથે યુદ્ધ કરવા નીકળી પડ્યો. ।।૨૭।।
હારી ગયો ત્રિપૃષ્ટથી ત્યાં ચક્ર હણવા લૈંકિયું, ત્રિપુષ્ટની જમણી ભુજા પર શાંત થઈ વિરાજિયું. એ અશ્વીવ તે ચક્રથી મરી સાતમી નરકે પડે, ક્યાં અર્ધચક્રીસુખ ને ક્યાં કષ્ટસાગ૨માં ૨હે! ૨૮
અર્થ :– ત્યાં યુદ્ધમાં ત્રિપૃષ્ટ વાસુદેવથી હારી ગયો જાણી, તેને હણવા માટે ચક્રરત્ન ફેંક્યું. પણ તે ચક્રરત્ન ત્રિપૃષ્ટની જમણી ભુજા પર આવીને શાંત થઈ વિરાજમાન થઈ ગયું.
હવે ત્રિપૃષ્ટ દ્વારા ફેંકેલ આ ચક્રરત્નથી અશ્વગ્રીવ મરીને સાતમી નરકમાં જઈ પડ્યો. ક્યાં તો અર્ધચક્રીપણાનું સુખ અને ક્યાં નરકના દુઃખનો સમુદ્ર, કે જ્યાં માત્ર રડવા જેવું દુઃખ જ છે. ।।૨૮।।
તે ચક્રરત્ને જીતિયા ત્રણ ખંડ ત્રિપૂણે પછી, લે સર્વની તે શ્રેષ્ઠ વસ્તુ ભોગવે એ નૃપતિ.
છે રાણી સોળ હજાર, તેવી સર્વ સામગ્રી અતિ, પણ ભોગમમતા પાપનાં મૂળ આપતાં ખોટી ગતિ. ૨૯
અર્થ :- તે ચક્રરત્ન વડે નારાયણે ત્રણ ખંડ જીત્યા. તથા સર્વની શ્રેષ્ઠ વસ્તુને લઈ ભોગવવા લાગ્યો. સોળ હજાર રાણીઓ તથા તેવી સર્વ અત્યંત સામગ્રીને પણ પામેલ છે છતાં ભોગમાં રહેલી મમતા કે જે પાપના મૂળરૂપ છે, તે નહીં જવાથી ત્રિપૃષ્ટ નારાયણ ખોટી ગતિને પામ્યા. ॥૨૯॥ સદ્ધર્મને ભૂલી પરિગ્ર—પાપમાં મરતાં લગી, ત્રિપૃષ્ટ વાસુદેવ વસિયો તğ દયાને મૂલગી;
મી૫ સાતમી નરકે ગયો, ત્રાસી અરે! પસ્તાય ત્યાંઃ
માર્યા ઘણા જીવો, અરે! નરભવ ગયો અન્યાયમાં. ૩૦
અર્થ :- સદ્ઘર્મ એટલે આત્મધર્મને ભૂલી, મરતા લગી પરિગ્રહના પાપમાં દયાને સમૂળગી છોડી દઈ ત્રિપૃષ્ટ વાસુદેવ તલ્લીન થઈ રહ્યો, તેના પરિણામે મરીને સાતમી નરકે ગયો. ત્યાં દુ:ખથી ત્રાસી પસ્તાય છે કે અરે ! મેં વાસુદેવના ભવમાં ઘણા જીવોને માર્યાં. મારો નરભવ અન્યાય કરવામાં જ ચાલ્યો
Page #98
--------------------------------------------------------------------------
________________
(૯) મહાવીર દેવ ભાગ-૧
૮
ગયો. હવે હું અહિં શું કરું? It૩૦ાા
દુર્બદ્ધિવશ પાપો કરી રે! ઘનતણા ઢગલા કર્યા, ખાઘા અખાદ્ય પદાર્થ મેં, આચાર ભૂંડા આચર્યા રે! પરમ ઘર્મ ઘર્યો નહીં, વ્રતનિયમો વિસારીયા,
શીલ, દાન, તપ ભાવો ક્ષમાદિ નરભવે ના ઘારિયા. ૩૧ અર્થ :- કુબુદ્ધિવશ પાપો કરી મેં ઘનના ઢગલા કર્યા. મેં નહીં ખાવા યોગ્ય અખાદ્ય પદાર્થ ખાધા. ભૂંડા આચાર સેવ્યા. રે! મેં અહિંસા પરમ ઘર્મને ઘારણ કર્યો નહીં. વળી વ્રત નિયમોને વિસારી દીધા. દાન, શીલ, તપ, ભાવ કે ક્ષમા, આર્જવ, માર્દવ, સત્ય, શૌચ, સંયમ, તપ, ત્યાગ, આકિંચન અને બ્રહ્મચર્ય જેવા ઉત્તમ દશવિઘ ઘમને મેં નરભવમાં પણ ઘારણ કર્યા નહીં. ૩૧ાા
હા!હા! પડ્યો દુખસાગરે, કોનું શરણ શોધું હવે? હું ક્યાં જઉં? કોને પૂંછું? રે! કોણ મુજને સાચવે ? ત્યાં તો પકડતા નારકી બીજા ભયંકર ક્રોર્થી ,'
અંગો ચીરે ને નેત્ર કાઢે, છેદ છેદી રાંથી દે. ૩૨ અર્થ – હા! હા! હવે આ નરકના દુઃખ સમુદ્રમાં પડ્યો હું કોનું શરણ શોધું? હું ક્યાં જઉં? કોને પૂછું? હવે મને કોણ સાચવે? તેટલામાં તો બીજા ભયંકર ક્રોથી નારકી જીવોએ તેને પકડી લઈ તેના અંગોપાંગ ચીરી, નેત્ર કાઢી, છેદી છેદીને રાંઘવા લાગ્યા. ૩રા
પાછું શરીર આખું થતા તે વન વિષે દોડી ગયો,
ત્યાં સિંહરૂપી નારકીના નખ-મુખે દુઃખી થયો; રે! નરકભૈમિની વેદના વઘુ વીંછી ડંખ હજારથી,
ખાવાપીવાનું ના મળે, દુખી તરસ ભૂખ અપારથી. ૩૩ અર્થ - છેદેલું શરીર પાછું આખું થઈ જતાં ત્યાંથી તે વન વિષે દોડી ગયો. ત્યાં સિંહનું રૂપ ઘારણ કરીને રહેલ નારકીના નખ અને મુખથી છેદાતા ત્યાં પણ દુઃખી થયો. અરે! નરકભૂમિની વેદના તો હજાર વીંછીના ડંખથી પણ વિશેષ છે. જ્યા ખાવા પીવાનું મળતું નથી, તેથી ભૂખ અને તરસથી પણ જીવ ત્યાં અપાર દુઃખી છે. ૩૩
વાણી અગોચર દુઃખ ભારે; ટાઢ કેમ ખમાય ત્યાં લોખંડનો મેરું મૂક્યું શતખંડ શીતથી થાય જ્યાં? મન-વચન-ત્તનથી, પર થકી ને ક્ષેત્રથી દુખ થાય જ્યાં
દિનરાત દુઃખો ભોગવે, નહિ આંખ પણ મીંચાય ત્યાં!૩૪ અર્થ - નરકભૂમિના ભારે દુઃખો તે વાણીથી અગોચર છે, વાણી દ્વારા કહી શકાય એમ નથી. ત્યાંની ટાઢ કેમ ખમાય કે જ્યાં મેરુ પર્વત જેટલો લોખંડનો ગોલો મૂકીએ તો ત્યાંની પૃથ્વીને અડતા પહેલાં ઠંડીના કારણે તેના સો ટુકડા થઈ જાય. પોતાના જ મન, વચન, કાયાથી કે પર જીવો વડે કે નરકના ક્ષેત્રથી જ્યાં દિનરાત દુઃખો જ ભોગવે છે. એવી નરકમાં આંખ પણ મીંચાતી નથી. [૩૪]
Page #99
--------------------------------------------------------------------------
________________
૮ ૨
પ્રજ્ઞાવબોઘ-વિવેચન ભાગ-૧
ત્રિપુટના વિયોગથી બળભદ્ર વૈરાગી બને, મુનિપદ ઘરી તપ-ધ્યાનથી તે સર્વ કર્મોને હણે; તે મોક્ષપદવી પામિયા, જ્યાં જ્ઞાન–વીર્ય-અનંતતા
બાઘારહિત ત્રિકાળ ત્યાં છે આત્મ-પરમાનંદતા. ૩૫ અર્થ - ત્રિપૃષ્ટ વાસુદેવનું મરણ થવાથી વિયોગ દુઃખે બળભદ્ર વૈરાગ્ય પામી મુનિવૃત ઘારણ કરી તપ અને ધ્યાનથી સર્વ કર્મોને હણી મોક્ષપદવીને પામ્યા, કે જ્યાં જ્ઞાન, દર્શન, સુખ અને વીર્યની અનંતતા છે. તથા જ્યાં બાઘા પીડારહિત ત્રણે કાળ આત્માની પરમાનંદતા જ છે. [૩પ
બે ભાઈમાં ગતિભેદ પાડે કર્મશત્રુ જો, અરે! અગણિત વર્ષો નરક-દુઃખે જાય, રીબી, આખરે વનિસિંહ ગિરિ ઉપરે તે સિંહ રૂપે અવતરે,
હિંસાદિ પાપે સિંહ મરી, ફર નરકખાડે૧૭ ઊતરે. ૩૬ અર્થ - બળદેવ અને વાસુદેવ એ બે ભાઈઓમાં ગતિભેદ પાડનાર ખરેખર કર્મ શત્રુ છે. બળદેવ સ્વર્ગે ગયા અને ત્રિપૃષ્ટ વાસુદેવ અગણિત વર્ષો સુધી સાતમી નરકના દુઃખો ભોગવી રીબાઈને, આખરે આયુષ્ય પૂર્ણ થતાં–જંબુદ્વીપના ભરતક્ષેત્રમાં ગંગાનદીના તટ પાસેના વનિસિંહ નામના પર્વત ઉપર સિંહરૂપે અવતર્યો. ત્યાં પણ હિંસાદિ તીવ્ર પાપો કરી મરીને પાછો પહેલી રત્નપ્રભા નામની નરકમાં જઈ પડ્યો. ત્યાં એક સાગરોપમ સુથી ભયંકર દુઃખો ભોગવ્યા. /૩૬ાાં
ત્યાંથી ફેંટી આ ભરતના હિમવાન પર્વત ઉપરે, તે સિંહ બની વિકરાળ રૂપે કુરતા કરતો ફરે. મૃગ મારીને ખાતો હતો, ચારણ મુનિ ત્યાં આવિયા,
આકાશથી ઊતરી મુનિ પથ્થર ઉપર બિરાજિયા. ૩૭ અર્થ - તે પહેલી નરકમાંથી નિકળી આજ જંબુદ્વીપની પૂર્વ દિશામાં આવેલ ભરતક્ષેત્રના હિમવાન પર્વત ઉપર ફરી સિંહ બની વિકરાળરૂપે ક્રૂરતા કરતો ફરે છે. તે એકવાર હરણને મારી ખાતો હતો. ત્યાં આકાશમાર્ગે જતાં પરમદયાળ એવા ચારણમુનિ ત્યાં આવ્યા. તે મુનિ આકાશથી ઊતરી પત્થર પર બિરાજમાન થયા. ૩શા.
શ્રી તીર્થપતિ શ્રીઘર કને વિદેહમાં મુનિએ સુણી હતી વાત કે હિમવાન પર વસનાર સિંહ મહાગુણી; તે તે જ ભરતે તીર્થપતિ ચોવીસમા, દશમે ભવે,
નામે મહાર્વર અવતરી બહુ તારશે જીવો હવે. ૩૮ અર્થ :- શ્રી તીર્થકર શ્રીઘર જિન પાસે મહાવિદેહક્ષેત્રમાં આ મુનિએ વાત સાંભળી હતી કે હિમવાન પર્વત ઉપર વસનાર સિંહ મહાગુણવાન જીવ છે.તે તેજ ભરત ક્ષેત્રમાં આજથી દશમા ભવે ચોવીસમા તીર્થંકર મહાવીર નામે અવતરીને ઘણા જીવોને તારશે. ૩૮.
તેથી સ્મૃતિ ભવ પૂર્વની આપવા મુનિ બોલતાઃ “હે!ભવ્ય મૃગપતિ, શબ્દ સુણ, તુજ હિતપડદા ખોલતા,
Page #100
--------------------------------------------------------------------------
________________
(૯) મહાવીર દેવ ભાગ-૧
૮ ૩
ત્રિપૃષ્ટ નારાયણ થઈ ઇન્દ્રિય સુખ તેં આદર્યો,
ત્રણ ખંડનો સ્વામી છતાં ના ઘર્મકાર્યો તેં કર્યાં. ૩૯ અર્થ - તેથી તે સિંહને પૂર્વભવની વાત અને આગલા ભવની સ્મૃતિ આપવા મુનિ બોલ્યા કે હે ભવ્ય મૃગરાજ! હું કહું તે સાંભળ તે તારા હિતમાં છે અને તારા કર્મરૂપી પડદાને દૂર કરનાર છે.
પૂર્વભવમાં તું ત્રિપૃષ્ટ નારાયણ થઈ ઇન્દ્રિયના સુખોમાં તન્મય રહ્યો. ત્યાં ત્રણ ખંડનો સ્વામી હોવા છતાં તેં ઘર્મના કાર્યો કર્યા નહીં. ૩૯
વિષયાંઘ રહી, પાપો કરી, મરી સાતમી નરકે ગયો, ત્યાં નારકી જીવો વડે અતિ ઘોર પીડા પામિયો, ત્યાં તું શરણ બહુ શોઘતો પણ કોઈ રક્ષક ના જડ્યો,
ત્યાંથી મરીને સિંહ બન હિંસાથી ફરી નરકે પડ્યો. ૪૦ અર્થ :- પાંચ ઇન્દ્રિયના વિષયોમાં આસક્ત રહી, પાપો કરીને મરી તું સાતમી નરકે ગયો. ત્યાં નારકી જીવો વડે અતિ ઘોર પીડાને પામ્યો. ત્યાં તું શરણ બહુ શોઘતો હતો પણ કોઈ તારી રક્ષા કરનાર જડ્યો નહીં. ત્યાંથી મરીને સિંહ બની હિંસા કરીને મરી ફરી તું નરકગતિમાં ગયો. ૪૦ના
તે ત્રાસદાયક સ્થાનથી હૂંટ સિંહ ભવ આ પામિયો, તોયે અરે! ક્રૂરતા તજે ના, નરક દુઃખો ભૂંલી ગયો? જો શીધ્ર ક્રૂરતા તું તજી સલ્લેખના વ્રત આદરે,
તો પાપ-કારણ-વારણે શુભ દેવગતિ હજીંયે વરે.”૪૧ અર્થ - તે ત્રાસદાયક નરકના સ્થાનથી છૂટીને હવે તું ફરીથી સિંહનો ભવ પામ્યો છું. તોયે અરે ! આશ્ચર્ય છે કે હજુ તું ક્રૂરતાને છોડતો નથી. તો શું તું નરકના દુઃખોને ભૂલી ગયો.
જો શીધ્ર તું ક્રૂરતાને તજી દઈ સલ્લેખના વ્રતને આદરે તો પાપના કારણે વારવાથી એટલે નિવારવાથી હજી પણ તું શુભ દેવગતિને પામી શકે છે. ૪૧ાા
મુનિ-વચનથી જાતિસ્મરણ સુજ્ઞાન પામી જાગિયો, સંસારના દુઃખો વિચારી સર્વ અંગે કંપિયો; રે! આંખથી આંસું વહે પસ્તાય અતિશય પાપથી,
હું સિંહભવમાં શું કરું?” એવું વિચારે આપથી. ૪૨ અર્થ - મુનિમહાત્માના વચનથી સિંહ જાતિસ્મરણજ્ઞાન પામવાથી જાગૃત થયો અને સંસારના સર્વ દુઃખોને વિચારી સર્વાગે કંપાયમાન થયો. આશ્ચર્ય છે કે જેના આંખમાંથી આંસુ વહે છે, પાપથી જે અતિશય પસ્તાય છે, તથા હવે હું આ સિંહ ભવમાં શું કરું? એમ પોતે પોતાના માટે વિચારે છે. In૪રા
પ્રેમે મુનિ પાસે પઘાર્યા શાંત વૃત્તિ ઓળખી, ભવ પૂર્વના સૌ યાદ દે માંડી પુરૂરવ ભીલથી. ‘દશમે ભવે તું તીર્થપતિ બનનાર છે” એ સાંભળી
ચેતાવવા હું આવિયો, તુજ પુણ્ય આવ્યા ઊછળી. ૪૩ અર્થ - સિંહની શાંતવૃત્તિ ઓળખીને મુનિ તેની પાસે પધાર્યા. પુરૂરવા ભીલથી માંડીને પૂર્વના
Page #101
--------------------------------------------------------------------------
________________
પ્રજ્ઞાવબોધ-વિવેચન ભાગ-૧
૮૪
સર્વ ભવોની તેને યાદી આપી તથા આગામી દશમે ભવે તું તીર્થપતિ એટલે તીર્થંકર બનનાર છે એમ મહાવિદેહક્ષેત્રમાં તીર્થંકર ભગવાન પાસે સાંભળીને હું તારા પુણ્યનો ઉછાળો આવવાથી તને ચેતવવા માટે અહીં આવ્યો છું. ૫૪૩||
સાધુ અજિતંજય હવે ઉપદેશ દે કરુણાકરુ : ભવહેતુ આ ચિરકાળનું મિથ્યાત્વ વમ તું આકરું. તું આત્મશુદ્ધિ-હેતુ આ સમ્યક્ત્વ ઘારણ જો કરે, તા તીર્થપતિપદ પાર્મીને ત્રૈલોક્યની વિભૂતિ વરે. ૪૪
અર્થ :– હવે સાધુ અજિતંજય કરુણા કરીને ઉપદેશ આપે છે કે ‘સંસારના હેતુભૂત અનાદિકાળથી ચાલ્યું આવતું આકરું આ મિથ્યાત્વ એટલે વિપરીત શ્રદ્ઘાન તેને તું વમી નાખ. અને આત્માની શુદ્ધિ માટે જો તું સમ્યક્ત્વને ધારણ કરે તો તું તીર્થપતિ પદ પામીને ત્રણ લોકની વિભૂતિનો સ્વામી થઈશ. ।।૪૪।।
સાધક નહીં સૌ હિતનો સમ્યક્ત્વ સમ સદ્ધર્મ કો; મિથ્યાત્વ સમ નહિ પાપ બીજું, કોષ સર્વ અનર્થનો.” સમ્યક્ત્વ સહ વ્રત બાર ને સંન્યાસ પણ તે આદરે, માંસાદિ હિંસાહેતુ તજતાં મરણનો ડર ના ઘરે. ૪૫
અર્થ :— સમ્યક્દર્શન સમાન આત્માનું હિત કરનાર એવું સધર્મનું બીજું કોઈ સાધન નથી. તેમજ
-
સર્વ અનર્થનો કોષ એટલે ભંડાર એવા મિથ્યાત્વ સમાન બીજું કોઈ પાપ નથી. મુનિ ઉપદેશ સાંભળી સિંહ સમ્યક્ત્વ સાથે બાર વ્રતને અંગીકાર કરે છે તથા ભાવથી સંન્યાસ લઈ અનશન પણ લઈ લે છે. માંસાદિને હિંસાના કારણો જાણી તેને છોડી દેતાં મરણનો ડર પણ રાખતો નથી. ।।૪૫।।
મુનિમુખ થકી સદ્ઘર્મરૂપ અમૃતરસ ઝરતો પીને, વિશુદ્ધ મનથી સિંહ મુનિને પરિક્રમા ત્રણ આપીને,
મસ્તક નમાવી વ્રત વિચારી સંયમી ભાવે રહ્યો;
ચિત્રેલ સિંહ સમાન દીસે, બોઘમાં તન્મય થયો. ૪૬
અર્થ - મુનિના મુખકમળથી ઝરતો સદ્ઘર્મરૂપ અમૃતરસ પીને વિશુદ્ધ મનથી સિંહ, મુનિને પરિક્રમા એટલે પ્રદક્ષિણા ત્રણ આપી, મસ્તક નમાવી, વ્રતની ભાવના કરીને સંયમભાવે બોધમાં એવો તન્મય થઈ ગયો કે જાણે ચિત્રમાં ચિત્રેલ સિંહ ન હોય તેવો દેખાવા લાગ્યો. ।।૪૬।।
સુસમાધિ સહ તે સિંહ મરીને સિંહકેતુ સુ૨૯ થયો, ને તીર્થપતિ આદિ તણા ઉપદેશ સુણવા પણ ગયો; યાત્રા પૂજાદિ ભક્તિ સહ સુખ સ્વર્ગનાં પૂરા કરી તે ઘાતકી ખંડે વિદેહે રાજપુત્ર થયો મી. ૪૭
અર્થ :— સમ્યક્ સમાઘિ સાથે મરણ કરીને તે સિંહ, સિંહકેતુ નામનો સૌધર્મ દેવલોકમાં બે સાગરોપમના આયુષ્યવાળો દેવતા થયો. ત્યાંથી તીર્થંકર ભગવાન આદિના ઉપદેશને સાંભળવા પણ ગયો. તીર્થોની યાત્રા, પૂજાઓ, ભક્તિભાવસહ કરતો સ્વર્ગમાં સુખપૂર્વક કાળ નિર્ગમન કરી, આયુષ્ય પૂરું થયે
Page #102
--------------------------------------------------------------------------
________________
(૯) મહાવીર દેવ ભાગ-૧
૮ ૫.
મરીને ઘાતકી ખંડના મહાવિદેહ ક્ષેત્રમાં કનકપુખ નામના વિદ્યાઘર રાજાના પુત્રપણે ઉત્પન્ન થયો. ૪શા
થરી નામ ૨૦કનકોજ્વલ સુશાસ્ત્રો ભણી સુમેરુ ગિરિ ગયો; ત્યાં મુનિ અવધિજ્ઞાનનો તેને સમાગમ શુભ થયો. તે ઘર્મની પ્રાપ્તિ થવા વંદન કરીને પૂછતો -
“મુનિરાજ, ઘર્મસ્વરૂપ શું, ઑવ જેથી મોક્ષે હોંચતો?”૪૮ અર્થ - તેનું નામ કનકોજ્જવલ રાખવામાં આવ્યું. તે સલ્ફાસ્ત્રો ભણ્યો. એકવાર તે સુમેરુ પર્વત પર ગયો હતો ત્યાં પુણ્યયોગે અવધિજ્ઞાની મુનિનો પવિત્ર સમાગમ થયો. ત્યાં ઘર્મની પ્રાપ્તિ થવા અર્થે વંદન કરી મુનિને પૂછવા લાગ્યો કે હે મુનિરાજ ! ઘર્મનું સ્વરૂપ શું? કે જેથી જીવ મોક્ષને પામે છે. ૪૮.
હિતકારી વાણી જ્ઞાન મુનિ કરુણા કરીને ઉચ્ચરે: “સુણ બુદ્ધિમાન, સુઘર્મ તે જે ભવ-જળથી ઉદ્ધરે, છે તૃણ સમા જે રંક તે ત્રિલોકપતિ તેથી બને,
આ લોકમાં પણ સંપદા પામી પ્રસારે કીર્તિને. ૪૯ અર્થ :- જ્ઞાનીમુનિ પણ કરુણા કરીને આત્માને હિતકારી એવી વાણી કહેવા લાગ્યા કે હે બુદ્ધિમાન! સાંભળ. સાચો ઘર્મ તે છે કે જે સંસારરૂપી જળમાં ડૂબતા પ્રાણીનો ઉદ્ધાર કરે, અથવા તૃણ સમાન રંક જીવો પણ તે ઘર્મના પ્રભાવથી ત્રણે લોકના અધિપતિ બની જાય, તેમજ આ લોકમાં પણ ભૌતિક એવું આત્મિક સંપત્તિ પામીને પોતાની કીર્તિને જગતમાં પ્રસરાવે છે. એવો એ ઘર્મનો મહિમા છે. ||૪૯યા
ઉત્તમ પદો જગનાં બઘાં સુંઘર્મ પાળ્યાનાં ફળો, તે ઘર્મ કેવળીએ અહિંસામય કહ્યો છે નિર્મળો; યતિઘર્મ મોક્ષ-ઉપાયફૅપ સર્વાગ યૌવનમાં ઘરો,
ને ક્રોઘ કામાદિ અરિ નિર્મળ તપ-શસ્ત્ર કરો.”૫૦ અર્થ :- જગતમાં જે જે જિનેન્દ્ર, ઇન્દ્ર, ચન્દ્ર, નાગેન્દ્ર કે નરેન્દ્ર વગેરેની ઉત્તમ પદવીઓ છે તે બઘા સઘર્મ પાળ્યાનાં જ ફળો છે, તે ઘર્મ શ્રી કેવળી ભગવંતે નિર્મળ એવો અહિંસામય કહ્યો છે.
શીધ્ર મોક્ષપ્રાપ્તિના ઉપાયરૂપ યતિઘર્મ એટલે ક્ષમા આદિ દસ લક્ષણરૂપ મુનિઘર્મ ભગવાને ભાખ્યો છે. તે સર્વાગપણે એટલે સંપૂર્ણપણે યૌવન અવસ્થામાં ઘારણ કરવા યોગ્ય છે. તથા તપરૂપ શસ્ત્ર વડે ક્રોઘ કામાદિ શત્રુઓને જડમૂળથી નષ્ટ કરવા યોગ્ય છે. આપણા
સુણીવાણી એ ગુણખાણ વિદ્યાઘર વિચારે છે : “અરે! મૃત્યુ ફરે માથા પરે, બહુ બાળને પણ તે હરે! જે ઘર્મ ભૂલે તે બઘા કરી પાપ મૃત્યમુખ પૅરે”
તર્જી સંગ સૌ દીક્ષા ઘરી; ઉલ્લાસ બહુ તેના ઉરે. ૫૧ અર્થ - એવી મુનિ ભગવંતની ગુણની ખાણરૂપ વાણી સાંભળીને વિદ્યાઘર કનકોજ્જવલ રાજા વિચારવા લાગ્યો કે અરે ! આ મૃત્યુ તો માથા ઉપર જ ફરે છે. તે તો ઘણા બાળકોને પણ હરી લે છે. જે ઘર્મને ભૂલે છે, તે બધા પાપના પોટલાં બાંધીને મૃત્યુના મુખમાં પેસી દુર્ગતિને સાથે છે. એમ વિચારી સર્વ
Page #103
--------------------------------------------------------------------------
________________
૮ ૬
પ્રજ્ઞાવબોઘ-વિવેચન ભાગ-૧
સંગનો ત્યાગ કરી રાજાએ હૃદયમાં ઉત્સાહ સહિત દીક્ષા ગ્રહણ કરી. /પલા
અંતે તજીને દેહ-મમતા વર સમાધિ, તે મરી સુખ ભોગવે સુરલોકનાં પણ ઘર્મ જાય ન વીસરી, શુભ ભાવના બહુ ચિંતવે, સમકિત-બળ ચિત્તે ઘરે,
ત્યાંથી ચ્યવીર હરિષેણ નૃપરૂપે અયોધ્યા અવતરે. પર અર્થ:- અંતમાં દેહની મમતાને છોડી દઈ સમાધિમરણને સાથી સાતમા દેવલોકમાં તેર સાગરોપમના આયુષ્યવાળો દેવતા થયો. ત્યાં દેવલોકના સુખ ભોગવે છે છતાં ઘર્મને કદી ભૂલતા નથી. ત્યાં રહ્યાં પણ શુભ ભાવનાઓનું ઘણું ચિંતવન કરે છે. તથા સમકિતના બળને ચિત્તમાં ધારણ કરીને રાખે છે. તેથી તે દેવલોકમાંથી ચ્યવી હરિષેણ રાજારૂપે હવે અયોધ્યા નગરીમાં અવતાર પામે છે. પરા.
(૧૦) મહાવીર દેવ
ભાગ ૨ (હરિગીત)
યૌવન વયે હરિષણ રાજા રાજ્ય-પદ-સુખ વિલસે. સમ્યકત્વ સહ યમ બાર ઘરી, મુનિભાવમાં મન ઉલ્લશેઃ
તે એક દિન વિચારતા વિવેકપૂર્વક શાંતિમાં કિ ને “હું કોણ છું? આ શરીર શું? ક્યાં સુધી ભમવું ભ્રાંતિમાં? ૧
અર્થ - યુવાવય પાયે હરિષેણ રાજા બની રાજ્ય પદના સુખ વિલાસને અનુભવવા લાગ્યા. સમકિત સાથે બાર યમ એટલે શ્રાવકના બાર વ્રતને ઘારણ કરીને મુનિ બનવાના ભાવથી તેમનું હૃદય ઉલ્લાસમાન રહેવા લાગ્યું. તે એક દિવસ શાંતિથી બેઠા વિવેકપૂર્વક વિચારવા લાગ્યા કે હું કોણ છું? આ શરીર શું છે? આ ભ્રાંતિમાં મારે ચાર ગતિમાં ક્યાં સુધી ભમ્યા કરવું? ૧ાા
અવિનાશી સુખ શાથી મળે? તૃષ્ણા શમે શાથી હવે? કર્તવ્ય શું સંસારમાં? વળી અહિત શું શું સંભવે? આ મોહ ને વિષયો સમું નથી અહિતકર્તા કોઈએ,
છે વિષયસુખ તો વિષ સમું, તપ આત્મહિતે જોઈએ. ૨ અર્થ :- જે સુખનો કદી નાશ નહી થાય એવું અવિનાશી સુખ શાથી પ્રાપ્ત થાય? હવે આ પરવસ્તુઓને મેળવવાની તૃષ્ણા શાથી શમે? આ સંસારમાં હું આવ્યો છું તો હવે મારે કરવા યોગ્ય શું હશે? વળી શું શું કરવાથી મારા આત્માનું અહિત થઈ શકે? એમ વિચારતાં લાગ્યું કે આ પરવસ્તુઓનો
Page #104
--------------------------------------------------------------------------
________________
(૧૦) મહાવીર દેવ ભાગ-૨
મોહ અને આ પાંચ ઇન્દ્રિયોના વિષય જેવું આ જગતમાં જીવનું અહિત કરનાર બીજું કોઈ નથી. વિષયસુખ તો વિષ સમાન છે, જેથી આત્માના કલ્યાણ માટે તો તપ જ તપવું જોઈએ. ારા
હું શરીર-મમતાને તજી, ભજીં તે જ તપ, મુક્તિ વરું; આ રાજ્ય ત હું જ્ઞાન વૈરાગ્ય મુનિપદ આચરું.” એવું વિચારી, લીથી દીક્ષા કુંતસાગર મુનિ-કરે,
ભણ, સિંહ સમ એકાકી વિચરી આકરાં તપ આચરે. ૩ અર્થ - હું હવે શરીરની મમતાને તજી દઈ ઇચ્છાઓને રોકવારૂપ તપને ભજી, મુક્તિરૂપી કન્યાને જ વરું. તેમ કરવા માટે પ્રથમ આ રાજ્યને તજી દઈ હું જ્ઞાન વૈરાગ્ય સહિત મુનિપદ ઘારણ કરીને સમ્ય પ્રકારે તેનું આચરણ કરું. એવું વિચારીને શ્રી શ્રુતસાગર મુનિના કરે એટલે હાથે દીક્ષા ગ્રહણ કરી. પછી શાસ્ત્રો ભણીને સિંહ સમાન નિર્ભય બની એકલા વિચરી આકરા તપ તપવા લાગ્યા. IIકા
આરાઘનાઓ સેવ ચાર સમાધિમૃત્યુથી મરે, પછી દેવ૩ દશમા સ્વર્ગમાં થઈ આત્મહિત ના વીસરે; ત્યાંથી અવી પુંડરકિણી પુરમાં જનમ નૃપઘર ઘરે,
પ્રિય મિત્ર નામ યથાર્થ ઘારે; પૂર્વ પુણ્ય સુખી કરે. ૪ અર્થ - સમ્યદર્શન, જ્ઞાન, ચારિત્ર અને તપ એ ચારેય પ્રકારની આરાઘનાઓને સેવી સમાધિ સહિત મૃત્યુ પામીને મહાશુક્ર નામના દશમા સ્વર્ગમાં સોલ સાગરોપમના આયુષ્યવાળા દેવતા થયા. ત્યાં પણ આત્મહિતને વિસરતાં નથી. દેવલોકમાંથી ચ્યવીને પુંડરીકિણી નગરમાં રાજાને ઘેર જન્મ પામ્યા. ત્યાં તેમનું નામ પ્રિયમિત્ર રાખવામાં આવ્યું. તે સર્વને પ્રિય થઈ પડ્યા માટે તે નામ યથાર્થ હતું. પૂર્વે બાંધેલું પુણ્ય હતું તે તેમને સુખનું કારણ થયું. [૪.
તે રાજ્ય કરતાં રત્ન ચૌદે પામિયા, ચક્રી બની ષટુ ખંડ જીતી, ઇન્દ્ર સમ દેવાદિ-સેવા લે ઘણી. દિન એક દર્શન તે કરે જિનેશ ક્ષેમકંર તણાં,
પૂજી પ્રભુને ભાવથી વચનો સુણે હિતનાં ઘણાં. ૫ અર્થ - હવે તે પ્રિય મિત્ર રાજા બની રાજ્ય કરતાં ચૌદ રત્નોને પામ્યા. ચૌદ રત્નનો પ્રભાવ નીચે પ્રમાણે છે :-ચૌદમાંના સાત રત્નો એકેન્દ્રિ (પૃથ્વીમય) રત્નો છે :
(૧) ચક્રરત્ન - છ ખંડ સાધવાનો માર્ગ બતાવનાર છે. (૨) છત્ર રત્ન - બાર યોજન લાંબી અને નવ યોજન ચૌડી છાયા કરનાર છે. તડકો તથા ઠંડીથી બચાવનાર છે. (૩) દંડરન - રસ્તામાં સડક બનાવે છે. વેતાડની બન્ને ગુફાના દરવાજાને ઉઘાડે છે. (આ ત્રણ રત્ન ચાર ચાર હાથ લાંબા હોય છે.) (૪) ખડગ રત્ન - પચાસ આંગળ લાંબુ, સોળ આંગળ ચૌડું અને અર્થો આંગળ જાડું, અતિ તિક્ષ્ણ ઘારવાળું ખડુગ હજારો કોસ દૂર રહેલા શત્રુના શિરને કાપી લાવે છે. (આ ચાર રત્નો આયુધ્ય શાળામાં ઉત્પન્ન થાય છે.) (૫) મણિરત્ન- ચાર આંગળ લાંબુ, બે આંગળી ચૌડું એનાથી બાર યોજન સુઘી ચંદ્રમાની જેમ પ્રકાશ થાય છે. એ રત્ન હાથીના કાને બાંધવાથી વિધ્ર નાશ થાય છે. (૬) કાંગણી રત્ન - ચાર ચાર આંગળ ચારે
Page #105
--------------------------------------------------------------------------
________________
પ્રજ્ઞાવોધ-વિવેચન ભાગ-૧
બાજુથી હોય છે. આઠ સોનૈયા જેટલું વજન હોય છે. અંઘકારથી વ્યાપ્ત એવી ગુફામાં એકેક યોજનના અંતરે ૪૯ મંડળ પાંચસો પાંચસો ઘનુષ્યના ગોળાકાર કરે છે. (અથવા થાય છે) તેથી ચક્રવર્તી જીવે ત્યાં સુધી ચંદ્રમાની સમાન પ્રકાશ રહે છે. (૭) ચર્મરત્ન – બે હાથ જેટલું લાંબુ હોય છે. અને ગંગા સિંધુ જેટલી મોટી નદીમાં ૧૨ યોજન લાંબી અને નવ યોજન ચૌડી નાવ સમાન થઈ જાય છે. એમાં સર્વ સૈન્ય બેસીને પાર થઈ જાય છે. (આ ત્રણ રત્ન લક્ષ્મી ભંડારમાં ઉત્પન્ન થાય છે.)
સાત પંચેદ્રિ રત્નો નીચે પ્રમાણે હોય છે :
૮૮
-
(૧) સેનાપતિ રત્ન – વચલા બે ખંડ છોડી આસપાસના ચાર ખંડ સાથે, ગુફાના કમાડ ખોલે. (૨) ગાથાપતિ રત્ન – ચર્મ રત્ન પૃથ્વીના આકારમાં જ્યારે બની જાય ત્યાર પછી તેમાં પહેલાં પહોરમાં ચોવીસ પ્રકારના અનાજ (ઘાન) અને સર્વ પ્રકારના ફળફૂલ, પત્તાભાજી, મેવા મસાલા વાવે, બીજા પહોરમાં સર્વ તૈયાર થઈ જાય. ત્રીજા પહોરમાં મીઠું તૈયાર કરે, ચોથા પહોરમાં સર્વને જમાડી દે.
(૩) વર્ષકીરત્ન – ચક્રવર્તીનું જ્યાં પડાવ હોય ત્યાં એક મુહૂર્તમાં બાર યોજન લાંબુ નવ યોજન ચૌડું નગર વસાવે, ચક્રવર્તીને માટે બેંતાલીસ ભોમિયા મહેલ પૌષધશાળા યુક્ત બનાવે.
(૪) પુરોહિતરત્ન – મુહૂર્ત બતાવે, સામુદ્રિક શુકન, સ્વપ્નનું ફળ બતાવે, શાંતિપાઠ ભણે (જપ કરે) આ ચાર રત્ન ચક્રવર્તીની નગરીમાં ઉત્પન્ન થાય છે; અને ચક્રવર્તી જેટલી જ ઊંચાઈ હોય છે.
(૫) સ્ત્રીરત્ન – શ્રીદેવી. વેતાડ્ય પર્વતના ઉત્તર દિશાની વિદ્યાધરની શ્રેણિમાં રાજકન્યા થાય છે. ચક્રવર્તીની ઊંચાઈ કરતા ચાર આંગળ ઓછી હોય છે. મહાદિવ્ય રૂપવંત, સદા કુમારિકાની જેમ યૌવનવંતી રહે છે. પુત્ર થાય નહીં.
(૬) અશ્વરત્ન – એકસો આઠ આંગળ પૂંછડાંથી મુખ સુધી લાંબો અને પગની ખરીથી તે કાન સુથી એંસી આંગળ ઊંચો ઘોડો, ક્ષણ માત્રમાં ઇચ્છિત સ્થાને પહોંચાડે, સંગ્રામમાં વિજય કરે,
(૭) ગજરત્ન – હાથી, ચક્રવર્તીથી બે ગુણો ઊંચો, મહાશોભાયમાન, અવસરનો જાણ, સવારીમાં કામ આવે. (અશ્વરત્ન અને ગજરત્ન એ બન્ને વેતાડ્ય પર્વતના મૂળમાં ઉત્પન્ન થાય છે.) નવનિઘિઓ નીચે પ્રમાણે છેઃ
(૧) નૈસર્વ નિધિ – ગ્રામાદિક વસાવાની, કટકના એટલે સેનાના પડાવની રીત બતાવે. (૨) પૈડુક નિધિ – તોલમાપની પ્રાપ્તિ થાય.
(૩) પિંગળ નિધિ – મનુષ્ય અને પશુના સર્વ પ્રકારના આભૂષણોની પ્રાપ્તિ થાય.
(૪) સવરયણ નિધિ – સર્વ પ્રકારના રત્ન, ઝવેરાતની પ્રાપ્તિ થાય.
–
(૫) મહાપદ્મ નિધિ – સર્વ પ્રકારના વસ્ત્ર તથા રંગને ધોવાની વસ્તુની પ્રાપ્તિ થાય.
=
(૬) કાળ નિધિ — અષ્ટાંગ નિમિત્તના ઇતિહાસ, કુંભકારાદિકના કર્મના પુસ્તકોની પ્રાપ્તિ થાય.
(૭) મહાકાલ નિધિ – સુવર્ણાદિ સર્વ ઘાતુની પ્રાપ્તિ થાય.
(૮) માણવક નિધિ – સંગ્રામની વિધિના પુસ્તક, સુભટોની પ્રાપ્તિ થાય.
(૯) શંખ નિધિ – થર્મ, અર્થ, કામ, મોક્ષની વિધિ બતાવવાળા શાસ્ત્રોની પ્રાપ્તિ થાય. અને સર્વ પ્રકારના વાજિંત્રની પ્રાપ્તિ થાય.
નવ નિધાન :– આ નવ નિધાન પેટી સમાન ૧૨ યોજન લાંબી, નવ યોજન પહોળી, ૮ યોજન
Page #106
--------------------------------------------------------------------------
________________
(૧૦) મહાવીર દેવ ભાગ-૨
૮ ૯
ઊંચી અને આઠ ચક્રવાળી હોય છે. આ નવ નિઘાન જ્યાં ગંગા નદી સમુદ્રમાં ભળે છે ત્યાં રહે છે. ચક્રવર્તી એને સાથે પછી એની પગની નીચે ચાલે છે. આ નવ નિધાનમાંથી દ્રવિક વસ્તુ તો સાક્ષાત્ નીકળે છે અને કર્મીક વસ્તુ બનાવવાની વિધિના પુસ્તક નીકળે છે. એને વાંચીને ઇચ્છિત કાર્ય સિદ્ધ કરે છે.
આ નવ નિધાન, ચૌદ રત્નના એકેક હજાર દેવ અધિષ્ઠાયક હોય છે. તે કાર્ય કરે છે.
ફૂટકર રિદ્ધિ – આત્મરક્ષક દેવ બે હજાર, છ ખંડનું રાજ, બત્રીશ હજાર દેશ, તેટલા જ મુકુટબંઘ રાજા, ચોસઠ હજાર રાણી (દિગંબરમાં શું હજાર રાણી હોય છે એમ કહે છે) હાથી, ઘોડા અને રથ ચોરાશી ચોરાશી લાખ, પાયદળ છન્નુ ક્રોડ, નાટક કરવાવાળા બત્રીશ હજા૨, રાજધાની સોળ હજાર, દ્વીપ સોળ હજાર, બંદર નવાણુ હજાર, ગ્રામ શુ કરોડ, બગીચા ઓગણપચાસ હજાર, મોટા મંત્રી ચૌદ હજાર, મ્લેચ્છ રાજા સોળ હજાર, રત્નોની ખાણ સોળ હજાર, સોના ચાંદીની ખાણ વીસ હજાર, પાટણ (નગર) અડતાલીસ હજાર, ગોકુલ ત્રણ ક્રોડ, (દશ હજાર ગાયનું એક ગોકુલ હોય છે.) આયુથ શાળા ત્રણ કરોડ, હકીમ (વૈદ) ત્રણ કરોડ, પંડિત આઠ હજાર, બેંતાલીસ માળવાળા મહેલ ચૌસઠ હજાર, ચાર કરોડ મણ અન્ન નિત્ય વપરાય, દસ લાખ મણ મીઠું નિત્ય વપરાય. બોત્તેર મા ઝીંગ નિત્ય વ૫રાય ઇત્યાદિ ઘણી રિદ્ધિ જાણવી. આ સર્વ રિદ્ધિ સંપૂર્ણ ભરતક્ષેત્ર (છ ખંડ)માં હોય છે. ત્રણસો ત્રેસઠ ૨સોઈઆ તો માત્ર તેમની સેવા કરે છે. આ સર્વને છોડી સંયમ લે તો સ્વર્ગ કે મોક્ષ પ્રાપ્ત થાય. અને તે ન છોડે તો સાતમી નરકે જાય. -જૈન તત્ત્વપ્રકાશ (પૃ.૭૬)
ચક્રવર્તી બનીને છએ ખંડોને જીતી ઇન્દ્રની સમાન દેવ, મનુષ્ય આદિની સેવાના ઉપભોગી થયા. એક દિવસ ક્ષેમંકર નામના જિનેશ્વર પ્રભુના દર્શન કરી, પ્રભુને ભાવથી પૂજી તેમના દ્વારા ઉપદિષ્ટ આત્મહિતકારી ઘણા વચનોને તે સ્થિરતાપૂર્વક સાંભળવા લાગ્યા. ।।૫।।
ભગવાન બારે ભાવનાનો બોધ દઈ અંતે કહે : “સુર્પી સુખવૃદ્ધિ સાધવા, દુર્ખ દુઃખ દળવા જો ચહે, તો ધર્મસેવન જરૂરનું ગી તે જ કાર્ય કર્યા કરે; આયુષ્ય ને સંસાર સૌ ક્ષણ ક્ષણ વિનાશિક છે, અરે! ૬
અર્થ :- ભગવાન ક્ષેમંકર પ્રભુ બારે ભાવનાનો બોધ આપી અંતમાં કહેવા લાગ્યા કે સુખી પુરુષો સુખની વૃદ્ધિ કરવા માટે, તેમજ દુઃખીજનો પોતાના દુઃખને દળવા ઇચ્છતા હો તો ધર્મનું સેવન કરવું જરૂરનું છે. એમ જાણી તે જ કાર્ય કર્યા કરવું. કેમકે આયુષ્ય અને સંસારના સર્વ પૌદ્ગલિક પદાર્થો અહો! ક્ષણ ક્ષણમાં વિનાશ પામી રહ્યા છે. ।।૬।।
ઘર સાપના દર રૂપ જાણી બુદ્ધિમાને ત્યાગવું, તૃષ્ણા તજી સદ્ધર્મ-સેવનમાં અહોનિશ જાગવું.' પછી ચક્રવર્તી ચિંતવે આ દિવ્ય ધ્વનિના મર્મને “નહિ તૃપ્તિ મન માને કદી અવલંબતાં આ કર્મને. ૭
:
અર્થ ઘરને તો સાપના દર સમાન જાણી બુદ્ધિમાન પુરુષે તેનો ત્યાગ કરવો. પરપદાર્થ મેળવવાની તૃષ્ણાને તજી દઈ સદ્ધર્મ એટલે આત્મધર્મનું સેવન કરવામાં રાતદિવસ જાગૃત રહેવું.
Page #107
--------------------------------------------------------------------------
________________
પ્રજ્ઞાવબોઘ-વિવેચન ભાગ-૧
આ પ્રભુની દિવ્ય ધ્વનિ સાંભળીને ચક્રવર્તી મનમાં તે વાણીના મર્મને ચિંતવવા લાગ્યા કે ખરેખર કર્મના અવલંબને આ મન પરપદાર્થો ભોગવવાથી તૃતિ પામતું જ નથી. શા
રે! મૂર્ખ કોઈ લાગતામાં તેલ રેડી ઓલવે, તેવું કર્યું મેં શાંતિ સારું વિષય ભોગો ભોગવ્ય. જે શરીરથી ભોગો મળે તે મૂત્રમળની ખાણ છે,
આ પાપકારણ રાજ્યને ધિક્કાર! ઘૂળ સમાન એ. ૮ અર્થ :- અરે! કોઈ મૂર્ખ માણસ સળગતી અગ્નિમાં તેલ રેડી તેને ઓલવવા ઇચ્છે, તેવું મેં પણ વિષય ભોગો ભોગવી શાંતિ મેળવવા માટેનો પ્રયાસ કર્યો. જે શરીરવડે ભોગોની પ્રાપ્તિ થાય તે શરીર તો મૂત્ર અને મળની ખાણ છે.
ખાણ મૂત્રને મળની, રોગ જરાનું નિવાસનું ઘામ,
કાયા એવી ગણીને, માન તજીને કર સાર્થક આમ.” -શ્રીમદ્ રાજચંદ્ર આ પાપના કારણરૂપ રાજ્યને પણ ધિક્કાર છે કે જે સંતોષ ઘન આવ્યું ધૂળ સમાન ભાસે. તા.
છન્ન હજારે રાણીઓ રે! પાપની સૌ ખાણીઓ, કુટુંબના બંધુજનો બંઘન સમાન પ્રમાણ લ્યો; વળી વિત્ત વેશ્યાસમ ગણો, નહિ એકને સેવે કદી,
રે! વિષય-સુખ સૌ ઝેર જાણો, ક્ષણિક સામગ્રી બઘી. ૯ અર્થ - અરે! આ છન્ન હજાર મારી રાણીઓ છે. તે પણ પાપ ભાવને કરાવનારી હોવાથી પાપની જ ખાણરૂપ છે. કુટુંબના ભાઈ વગેરે સ્વજનો પણ મોહ કરાવી કર્મબંઘન કરાવનાર છે. આ વાતને તમે પ્રમાણભૂત માનો.
વળી વિત્ત એટલે ઘનને તો વેશ્યા સમાન ગણો કે જે કદી એકને સેવતું નથી. અરે! આ પાંચ ઇન્દ્રિયોના વિષયસુખને ઝેર સમાન જાણો કે જે જીવને પરાધીન બનાવે છે અને ક્ષણિક છે. ll
હું જ્ઞાન તલવારે હવે આ મોહબંઘન કાપીને, જગપૂજ્ય દીક્ષા આદરું છું, પ્રભુ-પદે શિર થાપીને. સંયમ વિના દિન આટલા ખોયા અરે! મેં પાપીએ,
તે દિન પાછા કોઈ દે તો રાજ્ય સઘળું આપીએ. ૧૦ અર્થ :- હવે હું સમ્યકજ્ઞાનરૂપી તલવાર વડે આ મોહના બંધનને કાપી નાખી જગતપૂજ્ય એવી વીતરાગદીક્ષાને પ્રભુના ચરણમાં (આજ્ઞામાં) મન રાખીને ગ્રહણ કરું છું.
ઇન્દ્રિયોને રોકવારૂપ સંયમ વિના મેં પાપીએ જીવનના આટલા દિવસો વ્યર્થ ખોઈ નાખ્યા. તે દિવસોને કોઈ પાછા લાવી આપે તો હું કે સઘળું રાજ્ય આપી દઉં. /૧૦ના
અહંત-દીક્ષા દુર્લભા, સૌ દેવ, તિર્યંચાદિને, રે! ચક્રવર્તી મુક્તિ માટે પાળતા દુખ વેઠીને.” સદ્ઘર્મની દઈ દેશના કરતા સદાય પ્રભાવના, સંન્યાસ સહ સાથી સમાધિ-મરણથી આરાઘના. ૧૧
Page #108
--------------------------------------------------------------------------
________________
(૧૦) મહાવીર દેવ ભાગ-૨
૯ ૧
અર્થ :- અહંત ભગવંત દ્વારા ઉપદેશેલી દીક્ષા તે દેવ, તિર્યંચ કે નારકીઓને દુર્લભ છે. અહો! આશ્ચર્ય છે કે ચક્રવર્તી પણ મુક્તિને માટે દુઃખ વેઠીને તે દીક્ષાનું પાલન કરે છે, એમ વિચારી પોતે પણ એક હજાર રાજાઓ સાથે દીક્ષા લીધી. સઘર્મની ભવ્યોને દેશના આપતાં સદાય ઘર્મની પ્રભાવના કરવા લાગ્યા. અંતે સંન્યાસ સાથે સમાધિમરણની આરાધના કરીને સ્વર્ગે સિધાવ્યા. ||૧૧
તે સુરરપ સહસ્ત્રારે થયા, છે સૂર્યપ્રભનું નામ જ્યાં, અવધિ વડે જાણી લીધું કે ઘર્મફળ સુખરૂપ ત્યાં. વળી ઘર્મચર્ચા, દેવપૂજા, ભક્તિ, કલ્યાણક સમે
તત્પર રહે ઉલ્લાસથી, સુખપૂર્ણ જીવન નિર્ગમે. ૧૨ અર્થ - તે આઠમા સહસ્ત્રાર સ્વર્ગમાં અઢાર સાગરોપમના આયુષ્યવાળા અનેક ઋથિઘારી સૂર્યપ્રભ નામના દેવતા થયા. ત્યાં અવધિ જ્ઞાન વડે જાણી લીધું કે ઘર્મનું ફળ સુખરૂપ છે. તેથી ત્યાં પણ ઘર્મ ચર્ચા, દેવપૂજા, ભક્તિ વગેરે કરવા લાગ્યા. અને પ્રભુના પંચકલ્યાણક ઉત્સવ સમયે ઉલ્લાસભાવથી હાજરી આપવા લાગ્યા. એમ સુખપૂર્વક ત્યાં જીવન વ્યતીત થવા લાગ્યું. ૧૨
તે નગર છત્રાકારમાં ત્યાંથી ચ્યવીને અવતરે, ને નંદકુંવર નામ ઘારે નંદિવર્ધન નૃપ-ઘરે. સમ્યકત્વ સહ નિર્મળ ઘરે વ્રત બાર સમજું ઉમ્મરે,
પછી રાજ્ય મળતાં ઘર્મવૃદ્ધિ-કાર્ય ઉલ્લાસે કરે. ૧૩ અર્થ - હવે દેવલોકથી ચ્યવીને છત્રાકાર નગરમાં નંદિવર્ધન રાજાને ઘેર અવતર્યા. ત્યાં તેમનું નંદકુમાર નામ રાખવામાં આવ્યું. સમજણી ઉંમર થયે સમ્યકત્વ સાથે નિર્મળ બાર વ્રતોને ઘારણ કર્યા. પછી રાજ્ય મળતાં ઘર્મવૃદ્ધિના કાર્યો ઉલ્લાસપૂર્વક કરવા લાગ્યા. II૧૩મા
પ્રોષ્ઠિલ મુનિના દર્શનાર્થે એક દિન રાજા ગયા, સુણ બોઘ દશ યતિઘર્મનો, તે મોહનદથી જાગિયા. નિર્મળ મને વિચારતા: “સંસાર દુખદરિયો, ખરે!
આ ક્રોઘકામાગ્નિ ભભૂકે દેહઝૂંપડીમાં અરે! ૧૪ અર્થ - પ્રોષ્ઠિલ નામના મુનિવરના દર્શનાર્થે એકવાર રાજા ગયા. ત્યાં ક્ષમાદિ દશ મુનિઘર્મનો ઉપદેશ સાંભળીને મોહનિદ્રાથી જાગૃત થયા. જેથી નિર્મળ મને વિચારવા લાગ્યા કે અહો! ખરેખર આ સંસાર દુઃખનો દરિયો છે. અરે ! આ ક્રોથ, કામાગ્નિ વગેરે આ દેહરૂપી ઝૂંપડીમાં ભભૂકી રહ્યો છે, અને હું આ મોહરૂપી નિદ્રામાં નિશ્ચિતપણે સૂતો છું. I/૧૪
ઇન્દ્રિયચોરો ઘર્મઘનને ચોરતા ઘોળે દિને; જ્યાં ચક્રવર્તી દુઃખિયા ત્યાં સુખ શું રંકાદિને? ઇન્દ્રિયસુખ વિચારતાં નહિ ભોગયોગ્ય જણાય છે.”
એવું વિચારી મુનિ બની, શ્રુતપારગામી થાય તે. ૧૫ અર્થ - ઇન્દ્રિયરૂપી ચોરો ઘર્મરૂપી ઘનને ઘોળે દિને એટલે દિવસના પ્રકાશમાં પણ ચોરી લે છે. જ્યાં ચક્રવર્તી પણ સંસારમાં દુઃખી છે ત્યાં રંકાદિને સુખની શી આશા રાખવી. એમ ઇન્દ્રિયસુખનો
Page #109
--------------------------------------------------------------------------
________________
પ્રજ્ઞાવોધ-વિવેચન ભાગ-૧
૯૨
વિચાર કરતાં, તે ભોગવવા યોગ્ય જન્નાતું નથી. એમ જાળી, પોતે પણ મુનિ બનીને શ્રુતના પારગામી
થયા. ॥૧૫॥
તપ બાર ભેદે આચરે, ઘ્યાને રહે અતિ મગ્ન એ, મૈત્રીપ્રમુખ સૌ ભાવનાઓ ભાવતા મુનિ સુજ્ઞ તે, દર્શનવિશુદ્ધિ આદિ સોળે હેતુ તીર્થંક૨૫દે, દૃઢ ભાવથી ભાવી ઉપાૐ જિન-બીજ જે મોક્ષ દે. ૧૬
અર્થ :— બાર પ્રકારના તપ આચરવા લાગ્યા તથા આત્મધ્યાનમાં વિશેષ મગ્ન રહેવા લાગ્યા. મૈત્રી છે પ્રમુખ જેમાં એવી મૈત્રી, પ્રમોદ, કારુણ્ય અને માઘ્યસ્થ સર્વ ભાવનાઓને ભાવતાં સુજ્ઞ એવા આ મુનિએ તીર્થંકર પદ પ્રાપ્તિના કારણરૂપ દર્શન વિશુદ્ધિ આદિ સોળે ભાવનાઓને દૃઢ ભાવથી ભાવીને જિન-બીજ એટલે તીર્થંકર નામકર્મ ઉપાર્જન કર્યું, જે અનેક ભવ્યોને મોક્ષપદ આપનાર છે. ।।૧૬।।
આરાધના ઘારી સમાધિ-મરણ કરી મુનિ પામિયા શુભ ઇંદ્રપદ અચ્યુત" સ્વર્ગે સુખની ત્યાં ખામી ના.
સૌ સાહ્યબી પુણ્યે મળી તે ધર્મનું ફળ જાણીને ઉત્તમ રીતે આરાધનાની યોગ્યતા નથી, માર્નીને- ૧૭
અર્થ :– આમ આરાધનાને ઘારણ કરી સમાધિમરણ સાઘીને મુનિ બારમા અચ્યુત સ્વર્ગલોકમાં બાવીસ સાગરોપમના આયુષ્યવાળું ઇન્દ્રપદ પામ્યા. ત્યાં સુખની કંઈ ખામી નથી. ત્યાં ત્રણ હાથ ઊંચુ શરીર છે. બાવીસ પખવાડિયામાં એકવાર શ્વાસ લેતા હતા. બાવીસ હજાર વર્ષમાં એકવાર માનસિક અમૃતનો આહાર લેતા હતા અને બીજા શ્રેષ્ઠ પ્રકારના ભોગોથી સદા તૃપ્ત રહેતા હતા.
આ સર્વ સાહ્યબી પુણ્યથી મળી છે અને તેનું કારણ પણ આ ધર્મ છે, એમ જાણતા હતા. પણ ત્યાં દેવલોકમાં ઉત્તમ રીતે સંયમઘર્મ આરાધવાની ગતિ આશ્રિત યોગ્યતા નથી. દેવો કે ઇન્દ્રો દેવલોકમાં સર્વ સંગ પરિત્યાગ કરી શકતા નથી. એમ માનીને આરાધનાનો બીજો ઉપાય આચરતા હતા. ૧૭ના
યાત્રા, પૂજા, ભક્તિ, શ્રવણ, ચર્ચાદિમાં ભવ ગાળતા; પ્રારબ્ધ પૂર્વિક ભોગવે, સમ્યક્ત્વથી મન વાળતા. આ ભરતમાં વિદેહ સમ વિદેહ દેશે નગર આ કુંડલપુરી નામે વિરાજે બીજું અયોઘ્યા સમું મહા. ૧૮
અર્થ :– તીર્થ સ્થાનોની યાત્રા કરવી, પૂજા, ભક્તિ, ભગવાનના ઉપદેશનું શ્રવણ તથા ધર્મચર્ચાઓ આદિથી દેવલોકમાં સમય નિર્ગમન કરવા લાગ્યા. ત્યાં પૂર્વનું બાંધેલ પ્રારબ્ધ કર્મ ભોગવતા છતાં સમ્યક્ દર્શનના બળે મનને તે ભણીથી પાછું વાળવા લાગ્યા. હવે આ ભરતક્ષેત્રમાં વિદેહ સમાન વિદેહ નામના દેશમાં કુંડલપુરી નામનું સુંદર નગર છે. તે જાણે બીજી અયોધ્યા નગરી ન હોય એવું જણાતું હતું. ।।૧૮।
ત્યાં શોભતાં શાં મંદિરો! શું ધ્વજા-કરથી તેડતાં? શું સ્વર્ગવાસી ઇન્દ્ર-મનમાં મુક્તિસુખ–રસ રેડતાં! સિદ્ધાર્થ રાજા, ત્રિશલા પટરાણી : દેવી દેવ બે; સૌધર્મ ઇન્દ્ર છ માસ વ્હેલાં ભક્તિથી આદેશ દે— ૧૯
Page #110
--------------------------------------------------------------------------
________________
(૧૦) મહાવીર દેવ ભાગ-૨
૯ ૩
અર્થ - ત્યાં ઊંચા મંદિરોની શોભાનું શું વર્ણન કરું! ત્યાંના મંદિરોની ફરકતી ધ્વજાઓ જાણે કર એટલે હાથ વડે તેડતી એટલે બોલાવતી હોય તેમ જણાતું હતું. તે જાણીને સ્વર્ગવાસી ઇન્દ્રના મનમાં જાણે મુક્તિસુખનો રસ રેડાતો હોય એમ લાગતું હતું. કેમકે તે નગરીમાં દેવ દેવી જેવા સિદ્ધાર્થ રાજા અને ત્રિશલા પટરાણી રહેતા હતા. ત્યાં ભગવાન મહાવીરનું ગર્ભ કલ્યાણક થવાનું જાણી સૌઘર્મ ઇંદ્ર છ મહિના પહેલાથી જ ભક્તિપૂર્વક કુબેરને આદેશ આપે છે. ૧૯ો.
કુબેરને કે રનવૃષ્ટિ નિત્ય વર્ષાવો ભલી, પ્રભુ ગર્ભમાં આવ્યા પ્રથમ આશ્ચર્ય સૌ કરતા વળી સુગન્ધી જળવૃષ્ટિ, કુસુમ વર્ષાવતા નૃપ-મંદિરે.
મહિમા અહોહો! જગતગુરુનો નિત્ય નયનાનંદ રે!૨૦ અર્થ - સૌઘર્મેન્દ્ર કુબેરને જણાવે છે કે આ રાજા સિદ્ધાર્થના ભવનના આંગણામાં સાડા સાત કરોડની પ્રતિદિન વૃષ્ટિ કરો. પ્રભુ ગર્ભમાં આવ્યા પહેલાં જ આ રત્નોની વૃષ્ટિ જોઈને સૌ આશ્ચર્ય પામતા હતા. વળી સુગંથી જળની વૃષ્ટિ તથા કુસુમ એટલે ફૂલોની વૃષ્ટિ પણ રાજાના મહેલમાં વર્ષાવતા હતા. અહોહો! જગતગુરુનો મહિમા અપરંપાર છે કે જે નિત્ય નયનને આનન્દ આપનાર છે. ૨૦ના
રે! એક દિન તે ત્રિશલા માતા સુખે રાતે જુએ આનંદદાયી સોળ સ્વપ્નો, ઉર અતિ ઊભરાતું એ. અચ્યુંતથી એવી ઇન્દ્ર ત્રિશલા માતાના ગર્ભે રહ્યા
એ વાત પતિમુખથી સુણીને દંપતી રાજી થયાં. ૨૧ અર્થ :- હવે એક દિન ત્રિશલા માતાએ રાત્રે સુખપૂર્વક આનંદદાયી એવા સોળ સ્વપ્નોને દીઠા. જેથી ઉર એટલે હૃદય હર્ષથી ઉભરાઈ ગયું.
બારમા અય્યત દેવલોકથી ઇન્દ્રનો જીવ ચવીને ત્રિશલા માતાના ગર્ભમાં આવીને રહ્યો છે. એજ ભગવાન મહાવીરનો જીવ છે. એવી વાત પતિમુખથી સાંભળીને બેય દંપતી ઘણા રાજી થયા. ||૧૧||
શ્રી વીર જિનના ગર્ભ-કલ્યાણક મહોત્સવ કાજ આ એકત્ર થઈને દેવ ચારે જાતિના ત્યાં આવિયા; માતા પિતાને ભક્તિથી અભિષેક કરીને પૂજિયાં,
સ્મરી ગર્ભમાં પ્રભુને પ્રદક્ષિણા દઈને વંદિયાં. ૨૨ અર્થ - શ્રી વીર જિનેશ્વરના ગર્ભ કલ્યાણક મહોત્સવ કરવા ભુવન, વ્યંતર, જ્યોતિષ અને વૈમાનિક એ ચારે જાતિના દેવો ત્યાં આવી ચડ્યા. ભગવાનના માતાપિતાને ભક્તિથી અભિષેક કરીને પૂજી ગર્ભમાં પ્રભુ બિરાજમાન છે એમ સ્મરી પ્રદક્ષિણા આપીને પ્રભુને વંદન કર્યા. ગારા
શોભે મહા-મા રત્નગર્ભા ભૂમિ સમ, જિન ઘારીને; પછ માસ નવમો પૂર્ણ થાતાં ચૈત્ર સુદ તેરસ દિને જન્મા મહાવર, અવધિ આદિ જ્ઞાન ગુણથી શોભતા,
શું પૂર્વ-પુણ્ય-રવિ ઊગ્યો? ત્રિલોકમાં થઈ જ્ઞાતતા. ૨૩ અર્થ - હવે શ્રી જિનેશ્વર પ્રભુને ગર્ભમાં ઘારણ કરવાથી, રત્નગર્ભા ભૂમિ એટલે ગુણરૂપી
Page #111
--------------------------------------------------------------------------
________________
૯૪
પ્રજ્ઞાવબોઘ-વિવેચન ભાગ-૧
રત્નોની ખાણ સમાન પ્રભુની મહા માતા જગતમાં શોભવા લાગ્યા. પછી નવ માસ પૂર્ણ થતાં ચૈત્ર સુદ તેરસના દિવસે ભગવાન મહાવીરનો જન્મ થયો. જે મતિ, શ્રત, અવધિ એવા ત્રણ જ્ઞાનગુણથી શોભતા હતા. શું પૂર્વપુણ્યરૂપી સૂર્યનો ઉદય થયો? કે જેનું ત્રણેય લોકમાં જાણપણું થઈ ગયું.
વળ કલ્પતરુનાં પુષ્પની વૃષ્ટિ, સુગંથી વાયુ, જો બહુ દેવ દોડી આવિયા, ભરી નગરની સૌ બાજુઓ; ત્યાં આંગણામાં ઈન્દ્રઇન્દ્રાણી ઘણાં શોભી રહ્યાં,
ઇન્દ્રાણી તો પ્રસૂંતિગૃહે દર્શન પ્રભુનાં પામિયાં. ૨૪ અર્થ - વળી કલ્પવૃક્ષના ફૂલોની વૃષ્ટિ થઈ, સુગંધી વાયુ વાયો અને ઘણા દેવ દેવીઓ પણ દોડીને આવી પહોંચ્યા. આખું નગર ચોફેરથી ભરાઈ ગયું. ત્યાં પ્રભુના ઘર આંગણામાં ઊભેલા ઇંદ્ર ઇંદ્રાણી ઘણા શોભતા હતા. ઇંદ્રાણી તો પ્રસુતિગૃહમાં જઈને પ્રથમ પ્રભુના દર્શનને પણ પામ્યા. ૨૪
જિનમાત ને જિનને નમી સ્તુતિ શચી ત્યાં ઉચ્ચરે : “જિનદેવ-સુતને પ્રસવનારી મહાદેવી ઘન્ય હે! ત્રિલોકપતિને જન્મ આપ્યો તેથી જગમાતા તમે,
તુમ સમ નહીં સ્ત્રી અન્ય કોઈ, તેથી સૌ નમીએ અમે.” ૨૫ અર્થ - હવે શચી એટલે ઇંદ્રાણી જિનમાતાને તેમજ જિનેશ્વરને નમીને સ્તુતિરૂપે ઉચ્ચાર કરવા લાગ્યા, કે હે જિનદેવ-પુત્રને જન્મ આપનારી મહાદેવી તમને ઘન્ય છે. ત્રિલોકપતિને જન્મ આપ્યો માટે તમે જગતની માતા છો. તમારા સમાન જગતમાં બીજી કોઈ સ્ત્રી નથી. માટે તમને અમે સૌ નમસ્કાર કરીએ છીએ. /રપા
પછી દેવમાયા-નીંદ આપી માતને ઇન્દ્રાણીએ માયામયી બાળક મૈંકીને ઇન્દ્રને પ્રભુ આણી દે. પ્રભુ તેડતાં આનંદિયાં તે ઇન્દ્ર-ઇન્દ્રાણી અતિ;
સૌ દેવ જિનમુખ દેખી અનુપમ ભાવથી કરતા સ્તુતિ. ૨૬ અર્થ :- પછી ઇંદ્રાણીએ દેવાયા વડે પ્રભુની માતાને નિદ્રા આપી, ત્યાં માયામયી બાળક મૂકી પ્રભુને લઈ ઇન્દ્રને આણી આપ્યા. પ્રભુને તેડતા ઇન્દ્ર અને ઇંદ્રાણી ખૂબ આનંદ પામ્યા. તેમજ સર્વ દેવો પણ જિનમુખ નિરખતાં આનંદ પામી અનુપમ ભાવથી સ્તુતિ કરવા લાગ્યા. રા.
ઐરાવતે ચઢી ઇન્દ્ર વીરને ગોદમાં લઈ ચાલિયા, મેરું ઉપર કરીને મહોત્સવ આવ માને આલિયા; નિદ્રા કરી દૂર માતની લઈ પિતૃ–અંકે પ્રભુ ઘરે,
બહુ લોક પુરના આવિયા અભિષેકની વાતો કરે. ૨૭ અર્થ - ઐરાવત હાથી ઉપર ચઢી સૌધર્મેન્દ્ર પ્રભુ વીરને ગોદમાં લઈને ચાલ્યા. મેરુ ગિરી પર જઈ જન્મ મહોત્સવ ઊજવી પ્રભુનો અભિષેક કરી પાછા માતા પાસે લાવી આપ્યા. હવે માતાની માયામયી ઊંઘ નિવારી પ્રભુને લઈ પિતાના ખોળામાં મૂક્યા. પછી ઘણા નગરના લોકો પ્રભુના દર્શન કરવા આવ્યા અને પ્રભુનો અભિષેક કરવાની વાતો કરવા લાગ્યા. તેરા
Page #112
--------------------------------------------------------------------------
________________
(૧૦) મહાવીર દેવ ભાગ-૨
૯ ૫.
તે સર્વને સંતોષવાને ઇન્દ્ર નાટક આદરે, સિદ્ધાર્થ વરને ગોદમાં લઈ સર્વ દર્શાવ્યા કરે. મેરું ઉપર અભિષેક કીઘો તે બધું નાટક કરી,
વળી પૂર્વ ભવ વરના બતાવ્યા, ઇન્શક્તિ વાપરી. ૨૮ અર્થ - તે સર્વ લોકોને સંતોષ પમાડતા ઇન્દ્ર નાટકનો આદેશ કરે છે. પિતા સિદ્ધાર્થ રાજા, પુત્ર વીર ભગવાનને ગોદમાં લઈને સર્વ નાટક દર્શાવે છે.
મેરુ શિખર ઉપર પ્રભુનો અભિષેક કર્યો છે તે સર્વ નાટકરૂપે નગરજનોને બતાવ્યું તથા પ્રભુ મહાવીરના પૂર્વ ભવો પણ ઇન્દ્ર પોતાની શક્તિવડે નાટકમાં બતાવી આપ્યા. ૨૮
તે ઇન્દ્રજાલ સમાન નાટક દેખી સૌ રાજી થયા, બહુ દેવદેવી પાર્ટી સમ્યકદ્રષ્ટિ સૌ સ્વર્ગે ગયાં. પછી આઠમે વર્ષે પ્રભુ વ્રત બાર ઘર જનમન હરે,
બહુ રાજપુત્રો સહ સુખે વનમાં જઈ ક્રીડા કરે. ૨૯ અર્થ – તે ઇન્દ્રજાલ સમાન નાટક દેખીને સર્વ રાજી થયા. તથા ઘણા દેવદેવીઓ તે નાટક જોઈને સમ્યકુદ્રષ્ટિ પામી સ્વર્ગે ગયા. પછી આઠ વર્ષના પ્રભુ થયા ત્યારે બાર વ્રતને ઘારણ કરી, લોકોના મનને હરણ કરવા લાગ્યા. ઘણા રાજપુત્રો સાથે વનમાં જઈને સુખપૂર્વક ક્રીડા કરવા લાગ્યા. અરલા
દિન એક ઇન્દ્ર સુરસભામાં વર-વીર્ય વખાણિયું, પણ સંગમે નિબળમદે સાચું ન તેને માનિયું. તેથી પરીક્ષા કાજ આવ્યો વીર જે વૃક્ષે હતા,
વિકરાળ નાગ બની ચઢે વીંટાય ગાળા પર જતાં. ૩૦ અર્થ :- એક દિવસે દેવતાઓની સભામાં વીર પરમાત્માના વીર્ય એટલે બળના ઇન્દ્ર ખૂબ વખાણ કર્યા. પણ સંગમ નામના દેવતાએ પોતાના બળમદથી તે વાતને સાચી ન માની. પ્રભુના બળની પરીક્ષા કરવા માટે જે વૃક્ષ ઉપર પ્રભુ મહાવીર હતા ત્યાં આવ્યો અને નાગનું વિકરાળરૂપ ધારણ કરીને વૃક્ષ ઉપર ચઢવા લાગ્યો. આગળ જતાં થડમાંથી જ્યાં ડાળ જુદી પડે તે ગાળા ઉપર જઈ વીંટાઈ ગયો. રા.
સૌ રાજપુત્રો ડાળ પરથી પડી પડી નાઠા ડરી, પણ વીર જિન નિઃશંક ઊભા સર્પ-શિર પર પગ થરી; ઉપસર્ગ નાનાવિઘ દુખદ અતિ આકરા દેવે કર્યા,
રે! પ્રાણ છૂટે અન્યના તેવા છતાં વીર ના ડર્યા. ૩૧ અર્થ - સૌ રાજપુત્રો તો ડરીને ડાળ પરથી પડી પડીને નાઠી. પણ મહાવીર જિન તો સર્પના માથા ઉપર પગ દઈને નિશંક થઈ ત્યાં જ ઊભા રહ્યા. નાના પ્રકારના દુઃખને દે એવા અતિ આકરા ઉપસર્ગ દેવે કર્યા, જેથી બીજાના તો પ્રાણ છૂટી જાય; છતાં બળવાન મહાવીર તેથી ડર્યા નહીં. ૩૧ાા.
આશ્ચર્ય પામી પ્રગટ થઈ તે દેવ વિરગુણને સ્તવે– “થર, વીર આપ અહો! નમું છું જગમહાર્વીર ગણ હવે.
Page #113
--------------------------------------------------------------------------
________________
પ્રજ્ઞાવબોઘ-વિવેચન ભાગ-૧
હે! વર્ધમાન, સુદેવ નક્કી સિદ્ધિ-વઘ્ર વરશો તમે,
હે! દેવ સાચા, આપના સ્મરણે ઘીરજ વરીએ અમે.” ૩૨ અર્થ - આશ્ચર્ય પામી, દેવ પ્રગટ થઈને મહાવીરના ગુણની સ્તવના કરતો બોલ્યો કે અહો! શૈર્યવાન, વીર આપ જ છો. હું હવે તમને જગતમાં મહાવીર ગણીને નમસ્કાર કરું છું.
હે વર્ધમાન, તમે જ સતુ દેવ છો. તમે જરૂર સિદ્ધિ રૂપી સ્ત્રીને વરશો. હે સાચા દેવ, આપના સ્મરણથી અમે પણ ઘીરજને પામીએ છીએ. ૩રા
સ્વર્ગે ગયો તે, વીર જિન પણ પુણ્યફળને ભોગવે, કોમળ કમળ સમ શરીર પણ નહિ વજઘાને લેખવે. બલ અતુલ તોયે દુઃખ દે ના નિરપરાથી જીવને,
ત્રીસ વર્ષ સુખમાં ક્ષણ સમાં વીત્યાં, હવે ભરયૌવને- ૩૩ અર્થ :- એમ સ્તુતિ કરીને સંગમદેવ સ્વર્ગે ગયો. મહાવીર જિન પણ પુણ્યફળને ભોગવા લાગ્યા. જેનું કોમળ કમળ સમાન શરીર હોવા છતાં પણ જે વજના ઘાને ગણતા નથી.
ભગવાનમાં અતુલ્ય બળ હોવા છતાં નિરપરાથી જીવને તે દુઃખ આપતા નથી. ત્રીસ વર્ષ પ્રભુના સુખમાં ક્ષણ સમાન વ્યતીત થયા. હવે પ્રભુ ભર યૌવન અવસ્થામાં આવ્યા. ૩૩
વિચાર જાગ્યો વીરને ચારિત્રમોહ ઘટી જતાં જન્મો કરોડો રે! કર્યા, નહિ પાર પામ્યો તે છતાં, કય ભૂલ ભવ-ભવમાં રહી કે ભવ હજી કરવો પડ્યો?
ફરી ફરી વિચારી ટાળી દેવી,” એ વિચાર ઉરે ઘડ્યો. ૩૪ અર્થ - હવે ચારિત્રમોહ ઘટી જતાં પ્રભુને વિચાર જાગ્યો કે અરે! કરોડો જન્મ ઘારણ કરતાં છતાં પણ આ સંસાર સમુદ્રથી હું પાર પામ્યો નહીં.
એવી કઈ ભૂલ ભવ ભવમાં રહી જાય છે કે જીવને હજી ભવ કરવા પડે છે. તે ભૂલને હવે ફરી ફરી વિચારીને જરૂર ટાળી દેવી એવો વિચાર હૃદયમાં ઘડી રાખ્યો.
વિચારોની ઉત્પત્તિ થવા પછી વર્ધમાનસ્વામી જેવા મહાત્મા પુરુષે ફરી ફરી વિચાર્યું કે આ જીવનું અનાદિકાળથી ચારે ગતિ વિષે અનંતથી અનંત વાર જન્મવું, મરવું થયાં છતાં, હા તે જન્મ મરણાદિ સ્થિતિ ક્ષીણ થતી નથી, તે હવે કેવા પ્રકારે ક્ષીણ કરવાં? અને એવી કઈ ભૂલ આ જીવની રહ્યા કરી છે, કે જે ભૂલનું આટલા સુથી પરિણમવું થયું છે? આ પ્રકારે ફરી ફરી અત્યંત એકાગ્રપણે સદ્ગોઘનાં વર્ધમાન પરિણામે વિચારતાં વિચારતાં જે ભૂલ ભગવાને દીઠી છે તે જિનાગમમાં ઠામ ઠામ કહી છે; કે જે ભૂલ જાણીને તેથી રહિત મુમુક્ષુ જીવ થાય. જીવની ભૂલ જોતાં તો અનંતવિશેષ લાગે છે; પણ સર્વ ભૂલની બીજભૂત ભૂલ તે જીવે પ્રથમમાં પ્રથમ વિચારવી ઘટે છે, કે જે ભૂલનો વિચાર કર્યાથી સર્વે ભૂલનો વિચાર થાય છે; અને જે ભૂલના મટવાથી સર્વે ભૂલ મટે છે. કોઈ જીવ કદાપિ નાના પ્રકારની ભૂલનો વિચાર કરી તે ભૂલથી છૂટવા ઇચ્છે, તોપણ તે કર્તવ્ય છે, અને તેવી અનેક ભૂલથી છૂટવાની ઇચ્છા મૂળ ભૂલથી છૂટવાનું સહેજે કારણ થાય છે.” (વ.પૃ.૩૯૯) “મૂળ ભૂલ એ જ છે કે વૈરાગ્ય ઉપશમ નથી, મુમુક્ષુતા નથી. મુમુક્ષતા આવે તો શું કરવા જેવું છે, તે એને સમજાય. એ મોટી ભૂલ પહેલી કાઢવાની છે. વૈરાગ્ય ઉપશમ જેમ જેમ વઘારશો તેમ તેમ બધું સમજાશે. એ કેવળજ્ઞાનનું કારણ છે. વૈરાગ્યઉપશમની બહુ જરૂર છે. એને
Page #114
--------------------------------------------------------------------------
________________
(૧૦) મહાવીર દેવ ભાગ-૨
વઘારતાં વઘારતાં કેવળજ્ઞાન થાય છે. વૈરાગ્યઉપશમ વધે એવું શાસ્ત્રમાં ઘણું કહ્યું છે અને સિદ્ધાંતબોઘ તો થોડો જ છે.” .ભા. ૨ (પૃ.૧૬૮) ૩૪.
સદ્દબોઘના વઘતા બળે એકાગ્રતા અતિ આદરી, મેંળ ભૂલ ભગવાને દઠી જે ટાળવી અતિ આકરી. વૈરાગ્યવૃદ્ધિ ત્યાં થઈ, પુરુષાર્થબળ જાગ્યું અતિ,
નિશ્ચય કર્યો કે “અલ્પ વયમાં ટાળવી ચારે ગતિ. ૩૫ અર્થ :- સદ્ગોઘનું બળ હૃદયમાં વઘવાથી એકાગ્રતા અત્યંત પ્રાપ્ત થતાં જીવની મૂળ ભૂલ ભગવાને દીઠી. જે ટાળવી અત્યંત આકરી છે, એમ જાણી વૈરાગ્યની વૃદ્ધિ થઈ અને પુરુષાર્થ બળ અત્યંત જાગૃત થયું. તેથી એવો નિશ્ચય કર્યો કે હવે અલ્પ વયમાં મારે ચારે ગતિને અવશ્ય ટાળવી જ છે. (૩૫ા
આ મોહ હણવાને હવે ઘરી રત્નત્રય તપ આદરું; ત્રણ જ્ઞાન છે પણ જ્ઞાનફળ વિરતિ વિના ઘરમાં ફરું? તે ઘન્ય! નેમિનાથ આદિ ર્જીવન ટૂંકું જાણીને,
કુમારકાળે મોક્ષ માટે તન પીલે તપ-ઘાણીએ. ૩૬ અર્થ :- આ અનાદિના મોહને હણવાને માટે હવે સમ્યક્દર્શન, જ્ઞાન, ચારિત્ર એ ત્રણેય રત્નને ઘારણ કરી સર્વ કર્મોને બાર પ્રકારના તપ વડે તપાવી તેથી મુક્ત થાઉં. મતિ, શ્રુત, અવધિજ્ઞાન વિદ્યમાન છે પણ “જ્ઞાનસ્ય ફળ વિરતિ’ જ્ઞાનનું ફળ વિરતિ એટલે ત્યાગ આવવું જોઈએ. પણ એ વિના હજી હું ઘરમાં જ ફરું છું. એ નેમિનાથ આદિ ભગવંતોને ઘન્ય છે કે જેણે પોતાનું જીવન ટૂંકુ જાણીને સંસારમાં પડ્યા વિના જ કુમારકાળમાં મોક્ષ માટે તારૂપી ઘાણીમાં પોતાના તનને પીલવા લાગ્યા હતા અર્થાત ઇચ્છા નિરોઘ કરવારૂપ તપ કરવા લાગ્યા હતા. ૩૬ાા
અજ્ઞાનતામાં પાપ કીઘાં તે ટળે જ્ઞાને, ખરે! જે જ્ઞાન પામી પાપ કરતો, તે ઘૂંટે શાથી, અરે? રે! બાલ્યકાળ તથા જુવાનીમાં રહી ઘરમાં ઘણાં,
જીંવ પાપ સેવે, તેથી તજવાં પાપ ગૃલ્લંઘન તણાં. ૩૭ અર્થ - અજ્ઞાન અવસ્થામાં કરેલા પાપોનો સમ્યકજ્ઞાન વડે જરૂર નાશ કરી શકાય છે. પણ જે સમ્યકજ્ઞાન પામીને પણ પાપ જ કરે તે જીવ અરેરે! કઈ રીતે પાપોથી છૂટી શકશે? અરેરે! બાલ્ય અવસ્થામાં કે યુવાન અવસ્થામાં જીવ ઘરમાં રહીને ઘણા પાપ સેવે છે. તેથી મારે હવે ગૃહત્યાગ કરીને ઘરમાં રહેવાથી થતાં પાપોનો જરૂર ત્યાગ કરવો છે; એમ શ્રી વીર જિન ત્રીસ વર્ષના ભર યૌવનમાં ઘરમાં બેઠા ચિંતવન કરે છે. ૩શા
યૌવનવયે જે કામ જીતે સર્વને જીંતનાર એ, ને આત્મજ્ઞાને કર્મ હણીને મોક્ષસુખ વરનાર તે.” તે રાજ્યભોગાદિ થકી નિઃસ્પૃહ વિર બ્રહ્મચારી છે
ગૃહ કેદ સમ સમજી ચહે બનવા અસંગનવિહારી તે. ૩૮ અર્થ - યૌવનવયમાં જે કામરાગને જીતે તે સર્વ વિષયોને જિતનાર થાય છે.
Page #115
--------------------------------------------------------------------------
________________
પ્રજ્ઞાવબોઘ-વિવેચન ભાગ-૧
એક વિષયને જીતતાં, જીત્યો સૌ સંસાર;
નૃપતિ ઓંતતાં જીતિયે, દળ, પુરને અઘિકાર.” -શ્રીમદ્ રાજચંદ્ર તથા આત્મજ્ઞાન વડે કર્મરૂપી શત્રુઓને હણી તે મોક્ષસુખને પામનાર થાય છે.
તે ભવ્યાત્મા રાજ્યભોગ આદિ ઇન્દ્રિયના ક્ષણિક સુખ થકી નિસ્પૃહ થયેલો એવો વીર બ્રહ્મચારી છે અને તે જ જીવ ઘરને કેદ સમાન ગણીને અસંગ અપ્રતિબદ્ધ વિહારી એટલે મુનિ બનવા ચાહે છે.
“વર્થમાનસ્વામીએ ગૃહવાસમાં પણ આ સર્વ વ્યવસાય અસાર છે, કર્તવ્યરૂપ નથી, એમ જાણ્યું હતું. તેમ છતાં તે ગૃહવાસને ત્યાગી મુનિચર્યા ગ્રહણ કરી હતી. તે મુનિપણામાં પણ આત્મબળ સમર્થ છતાં તે બળ કરતાં પણ અત્યંત વથતા બળની જરૂર છે, એમ જાણી મૌનપણું અને અનિદ્રાપણું સાડાબાર વર્ષ લગભગ ભર્યું છે, કે જેથી વ્યવસાયરૂપ અગ્નિ તો પ્રાયે થઈ શકે નહીં.
જે વર્ધમાનસ્વામી ગૃહવાસમાં છતાં અભોગી જેવા હતા, અવ્યવસાયી જેવા હતા,નિઃસ્પૃહ હતા, અને સહજ સ્વભાવે મુનિ જેવા હતા, આત્માકાર પરિણામી હતા, તે વર્ધમાનસ્વામી પણ સર્વ વ્યવસાયમાં અસારપણું જાણીને, નીરસ જાણીને દૂર પ્રવર્તી; તે વ્યવસાય, બીજા જીવે કરી કયા પ્રકારથી સમાધિ રાખવી વિચારી છે, તે વિચારવા યોગ્ય છે. તે વિચારીને ફરી ફરી તે ચર્યા કાર્યો કાર્યો પ્રવર્તને પ્રવર્તને સ્મૃતિમાં લાવી વ્યવસાયના પ્રસંગમાં વર્તતી એવી રુચિ વિલય કરવા યોગ્ય છે. જો એમ ન કરવામાં આવે તો એમ ઘણું કરીને લાગે છે કે હજુ આ જીવની યથાયોગ્ય જિજ્ઞાસા મુમુક્ષપદને વિષે થઈ નથી, અથવા તો આ જીવ લોકસંજ્ઞાએ માત્ર કલ્યાણ થાય એવી ભાવના કરવા ઇચ્છે છે. પણ કલ્યાણ કરવાની તેને જિજ્ઞાસા ઘટતી નથી; કારણ કે બેય જીવનાં સરખાં પરિણામ હોય અને એક બંધાય, બીજાને અબંઘતા થાય, એમ ત્રિકાળમાં બનવાયોગ્ય નથી.” (વ.પૃ.૪૧૫) //૩૮ાા હવે શ્રી વર્ધમાન બાર ભાવનાઓનું ચિંતવન કરે છે. તેમાં પહેલી અનિત્ય ભાવના :
વૈરાગ્યભાવે ભાવના ભાવે વિવિઘ વિચારથી “મૃત્યુ ફરે માથા પરે, યૌવન જરારથ-સારથિ, સામ્રાજ્ય, લક્ષ્મી, ભોગ સૌ વિનાશી વાદળ સમ અહા!
ક્ષણમાં જતો લૂંટાઈ નરભવ દેવને દુર્લભ મહા. ૩૯ અર્થ :- વૈરાગ્યભાવ આવવાથી મુનિ બનવાના લક્ષે વિવિધ પ્રકારના વિચારથી શ્રી વીર જિન બાર ભાવનાઓને ભાવે છે. તેમાં પહેલી અનિત્ય ભાવના આ પ્રકારે વિચારે છે –
આ મરણ તો સદાય માથા ઉપર ફરે છે. વળી યૌવન છે તે જરા એટલે વૃદ્ધાવસ્થારૂપ રથને ચલાવી લાવનાર સારથિ સમાન છે. આ સામ્રાજ્ય, વૈભવ, લક્ષ્મી, પાંચ ઇન્દ્રિયોના ભોગ આદિ સર્વ પૌલિક વસ્તુઓ વાદળ સમાન અહો! વિનાશકારી છે. તથા દેવને દુર્લભ એવો આ મનુષ્યભવ પણ ક્ષણમાં લૂંટાઈ જાય એવો છે; એમાં શું મોહ કરું? એમ પહેલી અનિત્યભાવના ભાવે છે. [૩૯ાા હવે બીજી અશરણભાવના ભાવે છે :
ક્ષણ ક્ષણ વિનાશી વસ્તુ જગની સર્વ વિચારી કરું, ઉદ્યમ મહા, ઝટ મોક્ષનાં સુખ કાજ તત્પરતા ઘરું. વળ મરણ કાળે શરણરૃપ નથી કોઈ સંસારી જનો; સદ્ધર્મ, ઘર્માત્મા સમા ના પ્રબળ કો અવલંબનો. ૪૦
Page #116
--------------------------------------------------------------------------
________________
વિતસ્વામી શ્રી મહાવીર ભગવાન-નન્દિયા તીર્થ
Page #117
--------------------------------------------------------------------------
________________
(૧૦) મહાવીર દેવ ભાગ-૨
અર્થ – ક્ષણ ક્ષણમાં વિનાશ પામતી એવી જગતની સર્વ વસ્તુઓનો વિચાર કરીને હવે ઝટ મોક્ષના શાશ્વત સુખ મેળવવા માટે હું મહાઉદ્યમ કરું.
વળી મરણસમયે કોઈ પણ સંસારી જીવો જીવને શરણરૂપ નથી. તે સમયે સદ્ધર્મ કે ઘર્માત્મા સમાન સમાધિમરણ કરાવનાર બીજું કોઈ પ્રબળ અવલંબન નથી ॥૪૦॥
શું શરણ અજ્ઞાની જનોનું કે કુદેવ, ધનાદિનું? દુઃખદાર્ટી આખર નીવડે, તે મૂળ છે મોહાર્દિનું. નિર્મોહી નરને આશ્રયે સ્વ-સ્વરૂપ-સ્થિતિ સંભવે; તેથી ન બુદ્ધિમાન એવું શરણ લે જે ભુલવે. ૪૧
૯૯
અર્થ :— મરણ સમયે અજ્ઞાની એવા સગાંકુટુંબીઓનું કે કુદેવોનું કે ઘનાદિનું શું શરણ લેવું? તે જીવને આખરે દુઃખદાયી જ નિવડે છે. કેમકે તે મોહ, રાગદ્વેષાદિના મૂળ છે. નિર્મોહી નર એવા આત્મજ્ઞાની સત્પુરુષોના આશ્રયે જ પોતાના સ્વરૂપમાં સ્થિતિ થવાનો સંભવ છે. તેથી બુદ્ધિમાન એવા પુરુષો એવું શરણ કદી ગ્રહન્ન ન કરે કે જેથી જીવને સ્વસ્વરૂપનો ભુલાવો થાય. ૪૧ા હવે ત્રીજી સંસારભાવનાનો વિચાર કરે છે :—
‘સંસારવનની તનગુફામાં સિંહરૂપ દુખવાસ છે; ઇન્દ્રિય લૂંટારા એ ત્યાં કર્મ-અરિનો ત્રાસ છે. ભવ, ભાવ, દ્રવ્ય, ક્ષેત્ર સાથે કાળ રૂપ સંસાર તો પાંચે પ્રકારે રે! ભમ્યો જીવ, મોક્ષ એક જ સાર જો. ૪૨
=
અર્થ :— સંસારરૂપી વનમાં આવેલ તન એટલે શરીરરૂપી ગુફામાં, સિંહરૂપે જીવનો દુઃખમાં વાસ છે. શરીરમાં વળી ઇન્દ્રિયરૂપ લૂંટારા રહે છે. તેના કારણે જીવને કર્મરૂપી અર એટલે શત્રુઓનો ઘણો ત્રાસ સહન કરવો પડે છે.
દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવ અને ભવ એ પાંચ પ્રકારના પરાવર્તન કરતો આ જીવ સંસારમાં અનંતકાળ ભમ્યો અને દુઃખ પામ્યો. માટે આ સંસારમાં એક મોક્ષ જ સારભૂત તત્ત્વ છે, બાકી બધું અસાર છે. ‘સહજસુખસાધન’માંથી :– “આ સંસાર અગાધ, અનાદિ અને અનંત છે. આ સંસારી જીવે પાંચ પ્રકારના સંસાર પરાવર્તન અનંતવાર કર્યાં છે.
પાંચ પરાવર્તન – ૧. દ્રવ્ય પરાવર્તન. ૨. ક્ષેત્ર પરાવર્તન. ૩. કાળ પરાવર્તન. ૪. ભવ પરાવર્તન
=
૫. ભાવ પરાવર્તન. તેનું અતિ સંક્ષેપમાં સ્વરૂપ નીચે પ્રમાણે છે :—
(૧) દ્રવ્ય પરાવર્તન – પુદ્ગલ દ્રવ્યના બધાંય પરમાણુ અને સ્કંધોને આ જીવે ક્રમપૂર્વક ગ્રહણ કરી કરીને અને ભોગવી ભોગવીને છોડ્યાં છે. એવા એક દ્રવ્ય પરાવર્તનમાં અનંતકાળ વ્યતીત કર્યો છે.
=
(૨) ક્ષેત્ર પરાવર્તન – લોકાકાશનો કોઈ એવો પ્રદેશ બાકી રહ્યો નથી કે જ્યાં ક્રમ ક્રમથી જીવ ઉત્પન્ન થયો ન હોય. એવા એક ક્ષેત્ર પરાવર્તનમાં દ્રવ્ય પરાવર્તનથી પણ દીર્ઘ અનંતકાળ વિતાવ્યો છે. (૩) કાળ પરાવર્તન :- ઉત્સર્પિણી એટલે જે કાળચક્રમાં આયુ, કાળ, સુખ વધતાં જ જાય છે. અવસર્પિણી એટલે જે કાળમાં એ બધાં ઘટતાં જાય છે. આ બન્ને યુગોના સુક્ષ્મ સમયોમાં કાઈ એવો સમય બાકી રહ્યો નથી કે જેમાં આ જીવે ક્રમ ક્રમથી જન્મ અને મરણ કર્યા ન હોય. એવા એક કાળપરાવર્તનમાં
Page #118
--------------------------------------------------------------------------
________________
૧ ૦ ૦
પ્રજ્ઞાવબોઘ-વિવેચન ભાગ-૧
ક્ષેત્રપરાવર્તનથી પણ અધિક અનંતકાળ વ્યતીત કર્યો છે.
(૪) ભવ પરાવર્તન :- ચારેય ગતિમાં નવ ગ્રેવેયિક પર્યત કોઈ ભવ શેષ રહ્યો નથી કે જે આ જીવે ઘારણ કર્યો ન હોય. આ એક ભવપરાવર્તનમાં કાળપરાવર્તનથી પણ અધિક અનંતકાળ વીત્યો છે.
(૫) ભાવ પરાવર્તન - આ જીવ આઠ કર્મોનાં બંઘન થવા યોગ્ય ભાવોને પ્રાપ્ત થયો છે. આ એક ભાવપરાવર્તનમાં ભવપરાવર્તનથી પણ અધિક અનંતકાળ ગયો છે. એમ સંસારભાવનાનું સ્મરણ કર્યું.”II૪રા હવે ચોથી એકત્વભાવનાનું ચિંતવન કરે છે :
સંસારમાં ર્જીવ એકલો જન્મ, મરે દુખ-પાંગળો, વળ કર્મ બાંધે એકલો ને છોડશે પણ એકલો; સુખદુઃખ કર્મોથીન સૌને, કો ન લે-આપે જરી,
આત્મા અસંગ વિચારી કેવળ જ્ઞાન પામી રહ્યું ઠરી. ૪૩ અર્થ – આ સંસારમાં જીવ એકલો જ જન્મે છે. અને ત્રિવિધ તાપના દુઃખ ભોગવી ભોગવીને પાંગળો થયેલો જીવ એકલો જ મરે છે. વળી કર્મ પણ પોતે એકલો જ બાંધે છે અને તે કર્મને છોડશે પણ એકલો જ. સૌ જીવ પોતપોતાના કર્મે કરી સુખ દુઃખને અનુભવે છે. કોઈ કોઈનું સુખ કે દુઃખ જરી પણ કોઈ લેવા કે આપવા સમર્થ નથી. આત્મા સ્વયં મૂળ સ્વરૂપે જોતાં ભૌતિક સુખ દુઃખથી રહિત અસંગ
સ્વભાવવાળો છે. તે સ્વરૂપને વિચારી, પુરુષાર્થ બળે કેવળજ્ઞાન પામીને સ્વસ્વરૂપમાં સર્વ કાળને માટે સ્થિર થઈને રહું એ જ શાશ્વત સુખ પ્રાપ્તિનો સાચો ઉપાય છે. ૪૩ હવે પાંચમી અન્યત્વભાવનાનો વિચાર કરે છે –
માતા, પિતા, પરિજન જુદાં; નથી કોઈ જગમાં જીવનું સાથે રહે આ શરીર નિત્યે તોય તત્ત્વ અજીવનું. મન, વચન, કાયા સર્વ જુદાં, કર્મકૃત સૌ અન્ય છે,
માટે ગ્રહું હું રત્નત્રયમય શુદ્ધ રૂપ અનન્ય છે. ૪૪ અર્થ - માતાપિતા સગાંસંબંધીઓ એ સર્વ મારાથી જુદા છે. જગતમાં આ જીવનું કોઈ નથી. આ શરીર જે સદા સાથે રહેવા છતાં પણ તે અજીવ તત્ત્વનું છે, પણ મારા જીવતત્ત્વનું નથી.
મન વચન કાયા એ સર્વ જીવથી જાદા છે. એ સર્વ કરેલા કર્મનું ફળ છે. માટે મારાથી સર્વ અન્ય છે. તેથી હું તો મારું જે અનન્ય રત્નત્રયમય શુદ્ધ સ્વરૂપ છે, તેને જ ગ્રહણ કરવા પ્રયત્ન કરું. I૪જા હવે છઠ્ઠી અશુચિભાવનાનું ચિંતવન કરે છે :
જ્યાં કુંડ ચામડિયા, તણો મળ, માંસ, ચર્મ, રુધિર ને બહુ હોડ, આંતરડા, નસો, કફ, લાળથી ભરપૂર જે જોવા કહે કોઈ જરી તો નાક મરડે દેખતાં,
ત્યાં થુંકવા પણ જાય ના; તેવું જ સૌના દેહમાં. ૪૫ અર્થ - ચામડિયાને ત્યાં મળ, માંસ, ચામડા, લોહી અને ઘણા હાડકાં, આંતરડા, નસો, કફ, લાળથી ભરપૂર એવા કુંડ હોય છે. તેને કોઈ જરા જોવા કહે તો તે જોઈને પણ દુર્ગધ સહન ન થવાથી નાક
Page #119
--------------------------------------------------------------------------
________________
(૧૦) મહાવીર દેવ ભાગ-૨
૧ ૦ ૧
મરડે, ત્યાં થૂકવા પણ જાય નહીં. તેવું જ સર્વ જીવોના દેહમાં ભરેલું છે. એ દુર્ગઘમય સત ઘાતુથી જ બનેલો સર્વનો દેહ છે. તેમાં હે જીવ! તું શું રાગ કરે છે. ૪પાા.
સો શરીર નરનારીતણાં છે ચામડે કપડે કૂંડાં, બન્ને કરી ઘો દૂર તો દેખાય કુંડ થકી કૂંડાં. રે! રે! અવિચારે રૃપાળી દેહ માની જીંવ ભમે,
દુર્ગથી, ગંદી કેદમાં મુમુક્ષુ જીવો ના રમે. ૪૬ અર્થ - સર્વ નર કે નારીઓના શરીર માત્ર માંખીની પાંખ જેવા ચામડીના પડથી તેમજ ઉપર રંગબેરંગી કપડાંના ઢાંકણ વડે શોભે છે. તે બન્નેને જો દૂર કરી દ્યો તો તે ચામડીઆના કુંડથી પણ વિશેષ ભયંકર બિહામણું લાગશે. રે! રે! આશ્ચર્ય થાય છે કે શરીરનું એવું ખરું સ્વરૂપ હોવા છતાં પણ જીવ અવિચારથી તે દેહને રૂપાળો માની, તેમાં મોહ કરી આ ચારગતિરૂપ સંસારમાં ભમ્યા કરે છે. પણ આવી દુર્ગઘમય ગંદી શરીરરૂપી કેદમાં કે જેમાં આ જીવ કર્મવશ સપડાયેલો છે; તેમાં મુમુક્ષ જીવો મોહવશ રમણતા કરતા નથી. ૪૬ાા.
બહુ પુષ્ટ હો કે શુષ્ક હો, પણ દેહ ચેહ વિષે જશે; આ ભોગ રોગ વઘારતાં; તપ જ્ઞાન કેવળ આપશે. બસ, શરીર-સુખ-ઇચ્છા તજી, અપવિત્ર તનથી તપ કરું;
રત્નત્રયી-જળ-સ્નાનથી વર મોક્ષ-હેતું આદરું. ૪૭ અર્થ :- આ શરીર બહુ પુષ્ટ હો કે સૂકાઈ ગયેલું હો પણ અંતે તો તે ચેહ એટલે મડદા માટે ખડકેલી ચિતાને વિષે બળીને ભસ્મ થશે. તેમજ શરીરથી ભોગવાતા ભોગો પણ રોગની વૃદ્ધિનું કારણ છે. પણ આજ શરીર વડે જો હું તપ કરું તો તે મને કેવળજ્ઞાનને આપશે.
માટે બસ, હવે આ શરીર સુખની ઇચ્છાને તજી દઈ અપવિત્ર એવા શરીર વડે માત્ર ઇચ્છા રોથનરૂપ તપ કરું; અને મોક્ષના હેતુરૂપ શ્રેષ્ઠ રત્નત્રયી એવા સમ્યદર્શન, જ્ઞાન, ચારિત્રરૂપી જળમાં સ્નાન કરીને મારા આત્માને સંપૂર્ણ શુદ્ધ કરું. I૪૭ના હવે સાતમી આસ્રવભાવના વિચારે છે :
આ રાગ-રોષાદિ ઘણાં છિદ્રો વડે ઑવનાવમાં, પાણી સમો છે કર્મ-આસ્રવ, જો ન જીવ-સ્વભાવમાં; જ્ઞાનાદિથી તે છિદ્ર જે રૂંઘે ન, તે ભવમાં ભમે,
બહુ આકરાં તપ છો તપે પણ શિવ-સુખમાં ના રમે. ૪૮ અર્થ :- આ જીવરૂપી નાવમાં રાગદ્વેષાદિરૂપ ઘણા છિદ્રોવડે પાણી સમાન કમનો આસ્રવ થઈ રહ્યો છે, જો જીવ સ્વભાવમાં નથી તો.
સમ્યકજ્ઞાન દર્શનચારિત્રવડે તે રાગદ્વેષાદિરૂપ છિદ્રોને રૂંઘશે નહીં તે જીવ આ સંસારમાં જ ભમ્યા કરશે. તે ભલેને ઘણા આકરા તપ તપે પણ મોક્ષસુખની રમણતાને પામશે નહીં. [૪૮ાા હવે આઠમી સંવરભાવનાનું ચિંતવન કરે છે :
વ્રત ગુપ્તિથી જો વર્તતા મુનિ જ્ઞાન-ધ્યાન ઉપાયમાં તો કર્મ-આસ્રવ-દ્વાર રૂંધ્ય, સ્વછૂંપ-સંવર થાય ત્યાં;
Page #120
--------------------------------------------------------------------------
________________
૧ ૦ ૨.
પ્રજ્ઞાવબોઘ-વિવેચન ભાગ-૧
પણ તપ વડે જે પાપ રોકે શુભ મને આસ્રવ કરે,
તે મોક્ષ પામે ના કદી; મનશુદ્ધિથી સિદ્ધિ વરે. ૪૯ અર્થ - આત્મજ્ઞાની મુનિ પંચ મહાવ્રત અને ત્રણ ગુતિ વડે જ્ઞાનધ્યાનમાં વર્તતા, કર્મ આવવાના સત્તાવન આસ્ત્રવધારને રૂંઘે છે. અને તેથી સ્વરૂપ-સંવર થાય છે અર્થાત્ નવીન કમ આવીને તેમના આત્મા સાથે જોડાઈ શકતા નથી. પણ જે આત્મજ્ઞાન વગર માત્ર બાહ્ય તપવડે પાપોને રોકે છે તે તો શુભભાવથી ફરી નવીન કમોંનો આસ્રવ કરે છે; તેથી તે કદી મોક્ષ પામી શકે નહીં. પણ મનના શુદ્ધભાવથી જીવ મોક્ષસિદ્ધિને પામે છે. “તેહ શુભાશુભ છેદતાં ઊપજે મોક્ષ સ્વભાવ.” -શ્રીમદ્ રાજચંદ્ર ૪૯ો. હવે નવમી નિર્જરાભાવનાનો વિચાર કરે છે :
પ્રત્યેક ઑવને કર્મ ફળ આપી હૂંટે તે નિર્જરા, પણ તે જ કાળે નવન કર્મો બાંઘતા જન નિર્બળાસવિપાક નામે નિર્જરા તે મોક્ષનો હેત નથી;
અવિપાક નામે નિર્જરા સંવર વડે તપથી થતી. ૫૦ અર્થ :- પ્રત્યેક જીવને કર્મનું ફળ આપી જે છૂટે તે નિર્જરા તત્ત્વ છે. પણ તે જ સમયે નિર્બળ એવો જીવ ફરી રાગદ્વેષના ભાવો કરીને નવીન કર્મનો બંઘ કરે છે. ઉદયમાં આવીને કર્મ નિર્જરે તે સવિપાક નામની નિર્જરા છે. તે જીવને મોક્ષનું કારણ થતી નથી. પણ અવિપાક નામની જે નિર્જરા છે તે મોક્ષનો હેતુ થાય છે. પણ તે જ્ઞાનસહિત તપવડે નવીન કમનો સંવર કરવાથી થાય છે. ૫૦ગા. હવે દસમી લોકભાવનાનું ચિંતવન કરે છે :
નીચે નરક છે સાત લોકે, મધ્ય લોકે આપણે, છે ઊર્ધ્વ લોકે દેવ ગણ ને સિદ્ધ લોકાંતે ભણે. ચારે ગતિમાં ભટકતાં બહુ લોકયાત્રા તો કરી;
પણ બોધિરૃપ ત્રણ રત્નની પ્રાપ્તિ થવી બહુ આકરી. ૫૧ અર્થ :- આ લોકમાં નીચે સાત નરકો છે. મધ્યલોકમાં આપણે છીએ. તથા ઊર્ધ્વલોકમાં દેવોનો સમૂહ વસે છે. તેમજ સિદ્ધ ભગવંતો લોકના અંતમાં બિરાજમાન છે.
મારા આત્માએ ચારે ગતિમાં ભટકતા ઘણી લોકયાત્રા કરી, તો પણ સમ્યદર્શન, જ્ઞાન, ચારિત્રરૂપ બોધિ-રત્નની પ્રાપ્તિ થઈ નહીં. તે રત્નત્રયની પ્રાપ્તિ થવી આ સંસારમાં બહુ આકરી છે. ૫૧ાા. હવે અગિયારમી બોધિદુર્લભ ભાવનાને વિચારે છે :
વળી બોધિલાભ થયા છતાં તપ ના પ્રમાદે જે કરે, તો તે રખે! બોધિ-જહાજ તજી પડે રત્નાકરે. દુર્લભ અતિ યતિઘર્મ દશ, મુમુક્ષુને તે મોક્ષ દે;
સર્વોપરી પુરુષાર્થ સાથું–થર્મ-મર્મ અલક્ષ છે.” પર અર્થ - વળી રત્નત્રય૩૫ બોધિની પ્રાપ્તિ થયા છતાં પણ પ્રમાદવશ જે બાર પ્રકારના અનશન, ઊણોદરી કે સ્વાધ્યાય, ધ્યાન, કાયોત્સર્ગ વગેરે તપનું આચરણ કરતા નથી, તો તે રખે! એટલે કદાચ બોધિરૂપ જહાજને છોડી દઈ પાછા રત્નાકર એટલે સંસારરૂપી સમુદ્રમાં પડી જશે.
Page #121
--------------------------------------------------------------------------
________________
(૧૧) મહાવીર દેવ ભાગ-૩
૧ ૦ ૩
હવે બારમી ઘર્મદુર્લભભાવનાનું ચિંતન કરે છે :
દશ લક્ષણરૂપ ક્ષમાદિ યતિઘર્મ પ્રાપ્ત થવો તે અતિ દુર્લભ છે. તે યતિઘર્મ સંસારથી છૂટવાના ઇચ્છુક એવા મુમુક્ષુને તો મોક્ષ આપનાર થાય છે. માટે સર્વોપરી પુરુષાર્થ આદરું. કેમકે થર્મનો મર્મ જે દેહાધ્યાસ છોડવારૂપ છે તે સહજે લક્ષમાં આવવો દુર્લભ છે.
ઘર્મ એ વસ્તુ બહુ ગુપ્ત રહી છે. તે બાહ્ય સંશોઘનથી મળવાની નથી. અપૂર્વ અંતસંશોઘનથી તે પ્રાપ્ત થાય છે, તે અંતસંશોઘન કોઈક મહાભાગ્ય સદ્ગુરુ અનુગ્રહે પામે છે.” (વ.પૃ.૧૭૮) //પરા
પ્રભુ-ભાવ જ્ઞાને જાણ લોકાંતિક દેવો આવિયા, તે પ્રાર્થના પ્રભુની કરેઃ “તપકાળ તક શુભ આવી આ. તર તારશો બહુજન તમે; વળી કોઈ તમ સમ પણ થશે,
તપ આદરી સમકિત સહ મોક્ષે મહાભાગ્યે જશે.” પ૩ અર્થ :- પ્રભુના યતિધર્મ આરાધવાના ભાવ અવધિજ્ઞાનથી જાણીને લોકાંતિક દેવો ત્યાં આવી પહોંચ્યા, અને પ્રભુને પ્રાર્થના કરવા લાગ્યા કે હે પ્રભુ! તપ આરાઘવાની શુભ તક આવી ગઈ છે. આપ સંસાર સમુદ્રને તરી બીજા અનેક ભવ્યોને તારશો. વળી કોઈ તો આપના પસાયે આપ સમાન તીર્થંકર પદ પ્રાપ્તિ કરનાર પણ થશે. આપની કૃપાએ મુમુક્ષુઓ ઇચ્છાઓનો નિરોઘ કરવારૂપ તપને આદરી સમકિત પામી મહાભાગ્ય વડે મોક્ષપદને પામશે. આપણા
(૧૧) મહાવીર દેવ
ભાગ ૩ (હરિગીત)
દેવર્ષિ લૌકાંતિક દેવો દેવલોકે જ્યાં ગયા, ત્યાં ઇન્દ્ર આદિ અન્ય સુરગણ ભક્તિથી ભેગા થયા. તૈયારી તપ-કલ્યાણ-ઉત્સવ કાજ સર્વ કરે હવે,
અભિષેક ક્ષીરોદધિ-જળ પ્રભુને કરી દેવો સ્તવે. ૧ અર્થ - દેવોમાં ઋષિ સમાન લૌકાંતિક દેવો પ્રભુને દીક્ષા માટે પ્રાર્થના કરીને દેવલોકમાં જ્યાં ગયા કે ત્યાં ઇન્દ્ર આદિ બીજા દેવતાઓ પણ ભક્તિથી ભેગા થયા અને ભગવાનના તપકલ્યાણક ઉત્સવ માટેની સર્વ તૈયારી કરવા લાગ્યા. પછી પ્રભુ પાસે આવી ક્ષીરોદધિ સમુદ્રનું જળ લાવીને પ્રભુનો અભિષેક કરી તેમની ભાવપૂર્વક સ્તુતિ કરી. લા.
માતાપિતાને શ્રી મહાવીર મઘુર વચને બોઘતા, વૈરાગ્યભર વાણી વડે બહુ બહુ કરી સમજાવતા.
Page #122
--------------------------------------------------------------------------
________________
૧ ૦ ૪
પ્રજ્ઞાવબોઘ-વિવેચન ભાગ-૧
આજ્ઞા મળી દીક્ષા તણી કે તુર્ત ચાલી નીકળ્યા,
ઇન્દ્ર રચેલી પાલખીમાં બેસી વન ભણી સંચર્યા. ૨ અર્થ - હવે દીક્ષા લેવા માટે માતાપિતાને શ્રી મહાવીર પ્રભુ મધુર વચને બોઘવા લાગ્યા. વૈરાગ્યભરી વાણીથી ઘણા ઘણા પ્રકારે પ્રભુ તેમને સમજાવવા લાગ્યા. જ્યારે દીક્ષા લેવાની આજ્ઞા મળી કે તુરત ત્યાંથી ચાલી નીકળ્યા અને ઇન્દ્ર રચેલી પાલખીમાં બિરાજમાન થઈ વન ભણી રવાના થયા. રા.
ખંકા મહાવનમાં શિલા પર ઊતરી સમભાવથી વસ્ત્રાદિ તર્જી નિઃસ્પૃહ તન પ્રતિ, સિદ્ધ વંદે ભાવથી; પછ મોહના ફાંસા સમા શિરકેશ ઉખાડી દશા
જો, પંચમુષ્ટિથી વિરે; વ્રત ઉચ્ચરી પાંચે લીઘા. ૩ અર્થ :- ખંકા નામના મહાવનમાં આવી પાલખી પરથી ઊતરી સમભાવથી શીલા ઉપર જઈ પોતાના શરીર ઉપર રહેલ વસ્ત્ર આભૂષણાદિને તજી, શરીર પ્રત્યે પણ સાવ નિઃસ્પૃહ થઈ સિદ્ધ ભગવંતને ભાવથી વંદના કરી. પછી વાળના કારણે શરીરની સુંદરતા રહે છે અને તેથી જીવને મોહ થાય છે; એમ જાણી મોહના ફાંસા સમાન શિરકેશને પંચમુષ્ટિના લોચ વડે ઉખાડી દીધા અને પાંચ મહાવ્રતનો ઉચ્ચાર કરી પ્રભુએ પંચ મહાવ્રત ઘારણ કર્યા. “વાળ ઉપર જેટલી આસક્તિ છે તેટલો દેહાધ્યાસ છે, એ સહજ વિચારે સમજાય તેવી વાત છે. માથું હોળતાં વાળ કાંસકા ઉપર આવ્યા હોય તેને ઘરના કોઈ ખૂણામાં રાખવા કોઈ ઇચ્છતું નથી, તથા હજામત કરાવેલા વાળ દૂર ફેંકી દે છે. કોઈ કપડામાં ભરાયો હોય તો ખેંચ ખૂંચ કરે. તેવી નિરર્થક ચીજમાં વારંવાર વૃત્તિ રાખી તેની ઠીકઠાકમાં મનુષ્યભવની મોંઘી પળો ગુમાવવી એ વિચારવાનને કેમ પાલવે?” .ભાગ-૩ (પૃ.૪૨૮) ૩.
કાર્તિક વદની દશમ-સાંજે એકલા વર મુનિ થયા ત્યાં જ્ઞાન મનપર્યાય ઊપન્ય, સ્તુતિ કરી દેવો ગયા. પછી પારણું વીરનું પ્રથમ ખરનું થયું નૃપમંદિરે–
કુલરાય ભક્તિમાન દાતા, પાત્ર ઉત્તમ જ્ઞાની એ. ૪ અર્થ - કાર્તિક વદ દશમની સાંજે પ્રભુ મહાવીર એકલા જ મુનિ થયા. મુનિવ્રત ગ્રહણ કરતાં જ પ્રભુને મન:પર્યવજ્ઞાન ઉત્પન્ન થયું. પછી પ્રભુની સ્તુતિ કરીને દેવો બઘા દેવલોકે ગયા.
પ્રભુ મહાવીરનું પ્રથમ પારણું ખીરનું રાજાના મહેલમાં થયું. રાજા કુલરાય ભક્તિમાન દાતા હતા, અને જ્ઞાની ભગવંત મહાવીર જેવા ઉત્તમ પાત્ર હતા. ||૪||
ત્યાં પંચ આશ્ચર્યો થયાં, અનુમોદના લોકે કરી, મન-વચન-કાયે પુણ્ય બાંઘે પાત્ર-દાતાને સ્મરી; આળસરહિત યતિઘર્મ પાળે સ્વામી ઉપયોગી અતિ,
સ્વપ્નેય દોષ ન દેખતા, દ્રઢ પરમ ચારિત્રે મતિ. ૫ અર્થ - પ્રભુ મહાવીરના પારણા સમયે પાંચ આશ્ચર્યો અથવા પંચ દિવ્ય પ્રગટ થયા. તે આ પ્રમાણે :- ૧. તેમના ઘરમાં સુગંધી જળ ૨. પુષ્પની વૃષ્ટિ ૩. આકાશમાં દુંદુભીનો ગંભીર ધ્વનિ ૪. વસ્ત્રની વૃષ્ટિ અને પ. દ્રવ્યની એટલે સોનૈયાની વૃષ્ટિ. તે જોઈ લોકોએ તેની અનુમોદના કરી. તે નિમિત્તે
Page #123
--------------------------------------------------------------------------
________________
ભગવાન મહાવીરને કરેલા નિરી
અનેક ઉપસર્ગ છે
હ
Page #124
--------------------------------------------------------------------------
________________
(૧૧) મહાવીર દેવ ભાગ-૩
૧ ૦ ૫
ઉત્તમ પાત્ર પ્રભુ મહાવીર અને ભક્તિમાન દાતા શ્રી કુલરાય રાજાનું સ્મરણ કરી લોકોએ મન વચન કાયાથી પુણ્ય બાંધ્યું. અત્યંત ઉપયોગપૂર્વક આપણા સ્વામી ભગવાન મહાવીર આળસ રહિત થઈ દશ લક્ષણરૂપ યતિધર્મ પાળવા લાગ્યા. જે સ્વપ્નમાં પણ પરના દોષ જોતા નથી અને જેની બુદ્ધિ દ્રઢપણે ઉત્કૃષ્ટ ચારિત્રઘર્મ પાળવામાં જ લાગેલી રહે છે. પા
રે! સખત ઠંડીમાં પ્રભું નિર્વસ્ત્ર વનમાં વિચરે, નહિ ટાઢને લીઘે કદી કર બગલમાં ઘાલી ફરે; ઠંડી અસહ્ય પચ્ચે પ્રભુ ઉપયોગસહ ઘડી ચાલતા,
નિદ્રા પ્રમાદ વઘારનારી જાણી જાગ્રત થઈ જતા. ૬ અર્થ - રે! આશ્ચર્ય છે કે સખત ઠંડીમાં પણ પ્રભુ સાવ વસ્ત્ર વગર વનમાં વિચરે છે, ટાઢને લીધે કદી બગલમાં હાથ ઘાલીને પણ ફરતા નથી. સહન ન થઈ શકે એવી અસહ્ય ઠંડીમાં પણ પ્રભુ આત્મઉપયોગ સાથે ઘડીભર ચાલતા હતા. નિદ્રાને પ્રમાદ વઘારનારી જાણી શીધ્ર જાગૃત થઈ જતા હતા. કા
તડકે રહીને ગ્રીષ્મમાં સુવિચારચોગ વઘારતા; વર્ષાઋતુમાં વૃક્ષ નીચે ધૈર્ય છત્રી ઘારતા. ઓછું જમે શક્તિ છતાંયે, મૌન ઘરને વિચરે,
નહિ આંખ ચોળે, કે વલૂરે ગાત્ર, અરતિ ના ઘરે. ૭ અર્થ - પ્રભુ ગ્રીષ્મ ઋતુમાં પણ તડકામાં ઊભા રહી સુવિચાર-યોગ વઘારતા હતા. સુવિચાર એક મહાન યોગ છે. જે વડે આત્માનું મોક્ષની સાથે જોડાણ થઈ શકે. વર્ષાઋતુમાં પણ વૃક્ષ નીચે શૈર્યરૂપી છત્રીને ઘારણ કરી કાયોત્સર્ગ કરતા હતા.
શક્તિ હોવા છતાં પણ ભગવાન ઓછું જમતા. મૌન ઘારણ કરીને વિહાર કરતા. આંખ જેવા કોમળ અંગને પણ કદી ચોળતા નહોતા કે ખાજ ખણવા માટે કદી ગાત્ર એટલે શરીરને પણ વલૂરતા નહોતા અર્થાતુ ખણતા નહોતા. તેમજ કોઈ પ્રત્યે પણ અરતિ એટલે અણગમો ઘરતા નહોતા. શા
વળ લાઢ દેશ વિષે પડે જન, કૂતરાં કરડે, નડે, સમભાવથી જનમાર સહતા, દૂર-વિહારે આથડે; સ્ત્રીઓની સામે નજર ના દે, ધ્યાનમાં નિમગ્ન એ, આ કોણ છે? એવું પૅછે, તો “
ભિખુ” શબ્દ સદા વ. ૮ અર્થ - વળી લાઢ જેવા અનાર્યદેશમાં ભગવંત વિચરતા હતા. ત્યાંના લોકો ઘણી પીડા આપે, શિકારી કૂતરાં કરડે, લોકો અનેક પ્રકારે નડતરરૂપ થાય, મારે તો પણ ભગવાન સમભાવથી બધું સહન કરતા હતા. દૂર દૂર વિહાર કરી કષ્ટ સહન કરીને પણ પ્રભુ કર્મોની નિર્જરા કરતા હતા.
સ્ત્રીઓની સામે નજર કરતા નહોતા, પોતાના આત્મધ્યાનમાં સદા નિમગ્ન રહેતા. કોઈ પૂછે કે આ કોણ છે? તો માત્ર હું “
ભિખુ એટલે ભિક્ષુક છું એટલો શબ્દ સદા બોલતા હતા. આટલા પ્રભુ ઉજ્જયિની નગરના પિતૃવને વળી આવિયા, કાયાણી મમતા તજી ઊભા મહાવીર યોર્ગી આ;
પગને પણ
પ્રોતાતેમજ " aષે પીડે
"વિહારે
છે.
Page #125
--------------------------------------------------------------------------
________________
૧ ૦ ૬
પ્રજ્ઞાવબોઘ-વિવેચન ભાગ-૧
ઘારી પ્રતિમાયોગ નિશ્ચલ ગિરિસમાં ઊભા રહે,
ત્યાં સ્થાણુ નામે રુદ્ર અંતિમ વીરબળ જોવા ચહે. ૯ અર્થ - હવે પ્રભુ ઉજ્જયની નગરીના પિતૃવન એટલે સ્મશાનમાં આવ્યા. ત્યાં કાયાની મમતા મૂકી દઈ યોગી એવા પ્રભુ મહાવીર પ્રતિમાયોગ ઘારણ કરીને નિશ્ચલપણે પર્વત સમાન અડોલ સ્થિર થઈ ધ્યાનમાં ઊભા રહ્યા હતા, ત્યાં સ્થાણું નામનો રૂદ્ર આવ્યો. તે પણ અંતમાં ભગવાન મહાવીરનું બળ જોવા ઇચ્છા કરે છે. લા.
તે આંખ ફાડી, રૌદ્ર રીતે, દાંત કાઢીને હસે પિશાચરૂપે બહુ ડરાવે, તોય પ્રભુ તો ના ખસે; હથિયાર સહ બૂમ પાડી, ઘસતાં ઉપસર્ગો બહુ કરે,
વીર-ઉર નિશ્ચલ દેખી, હજીં તે સિંહ-સર્પ-રૂપો ઘરે. ૧૦ અર્થ :- રુદ્ર આંખો ફાડીને રૌદ્ર એટલે ભયંકર રીતે દાંત કાઢીને અટ્ટહાસ્ય કરવા લાગ્યો. પિશાચ એટલે રાક્ષસનું રૂપ ઘરી બહુ ડરાવવા લાગ્યો છતાં પ્રભુ તો ત્યાંથી ખસ્યા નહીં. હથિયાર સાથે બૂમ પાડીને ઘસી આવી અનેક ઉપસર્ગો કર્યા. તો પણ વીર ભગવંતનું હૃદય નિશ્ચલ જાણીને હજી તે સિંહ, સર્પ વગેરેના રૂપ ધારણ કરવા લાગ્યો. ૧૦ના
વળી પવન, અગ્નિ આદિથી, દુર્વચનથી દે ત્રાસ તે; તો યે મહાવીર ના ચળે, બળવાન આત્મવિકાસ છે. નિશ્ચલ રહ્યા વીર જાણીને તે રુદ્ર લજ્જા પામિયો,
સ્તુતિ કરે, “હે!દેવ, જગગુરુ આપ વરવર-સ્વામી છો. ૧૧ અર્થ - વળી, તીવ્ર પવન વડે, કે અગ્નિ આદિના ઉપસર્ગો કરી કે દુર્વચન કહીને અનેક પ્રકારે ત્રાસ આપ્યા તો પણ મહાવીર પ્રભુ ચલાયમાન નહીં થયા; કેમકે જેમના આત્માનો વિકાસ ઘણો જ બળવાન છે. પ્રભુને એવા નિશ્ચલ જાણી તે રુદ્ર અંતે લજ્જા પામી પ્રભુની સ્તુતિ કરવા લાગ્યો, કે હે! દેવ, આપ જ જગગુરુ છો, આપ જ વીરોમાં શ્રેષ્ઠ એવા સ્વામી છો. ૧૧ાા.
નિઃખેદ પૃથ્વી સમ મહાવીર નામ શબ્દ યથાર્થથી, જગમાં ગવાશો સન્મતિ, અતિવીર ફેંપ પરમાર્થથી.” તે પાર્વતી સહ નાચ કરી આનંદ ઘર ચાલ્યો ગયો;
શું યોગબળ સાચા પુરુષનું! શત્રુ પણ રાજી થયો. ૧૨ અર્થ - તમે નિમ્મદ એટલે અંતરમાં ખેદ રહિત છો, પૃથ્વી સમાન ઘીરજના ઘરનાર છો. આપનું મહાવીર નામ યથાર્થ છે. જગતમાં તમે સન્મતિના નામે પણ ગવાશો. તેમજ પરમાર્થથી જોતાં પણ તમે અતિવીર છો કેમકે અનાદિના મહામોહરૂપી શત્રુને આપે હણ્યો છે. તે રુદ્ર પાર્વતી સાથે ભગવાન સમક્ષ નાચ કરીને આનંદ સહિત સ્વર્ગે ગયો. અહો! સાચા પુરુષનું યોગબળ કેવું છે કે જેથી શત્રુ પણ રાજી થઈને ગયો. ૧૨ાા
Page #126
--------------------------------------------------------------------------
________________
ET
સાંકળથી બાંધેલી ચંદનબાલા
ચંદનબાલા
ફૂટી વધારે વતા દેવી
牛
ભગવાનને વહોરાવતી ચંદનબાલા
અહો દાનમ
*મ
દીક્ષા લઈ દેશ આપતી ચંદ્રભાલા
Page #127
--------------------------------------------------------------------------
________________
(૧૧) મહાવીર દેવ ભાગ-૩
છે ચંદના નૃપકુંવરી ચેટકતણી અતિ રૂપવતી, વિદ્યાઘરે કુદૃષ્ટિથી ઉપાડી લીધી તે સતી; વિદ્યાધરી પાછળ દીઠી તેથી તજી મહાવન વિષે, સી તો પ્રભુનું નામ લેતી ધર્મભાવ વિષે દીસે. ૧૩
અર્થ :— ચેટક રાજાની પુત્રી ચંદના અતિ રૂપવતી હતી. તે વનમાં ક્રીડા કરતી હતી. તેને જોઈ વિદ્યાધર કામબાણથી પીડિત થયો. તેથી તે સતીને ત્યાંથી વિદ્યાના બળે ઉપાડી લીધી. પછી પાછળ પોતાની સ્ત્રી વિદ્યાધરીને આવતા જોઈ તે ચંદનાને મહાવન વિષે જ મૂકી દીધી. તે સતી તો પ્રભુનું નામ લેતી ધર્મભાવમાં જ મગ્ન હોય એમ દેખાતી હતી. ।।૧૩।।
તે ભીલપતિ-હાથે ચઢી, ઘનલોભથી વેચી દીધી, રાખી વૃષભ શેઠે છતાં શેઠાણીએ દુઃખી કોઁઘી; રૂપસંપદાથી શોક્ય બનશે એમ શંકા આણ્ણને, ખોરાકમાં દે કોદરી ને બાંઘી છે પગ તાણીને. ૧૪
૧૦૭
અર્થ :— તે ચંદના સતી જંગલમાં ભીલપતિના હાથે ચઢી. તેણે વૃષભદત્ત શેઠને ઘનના લોભથી વેચી દીઘી. વૃષભશેઠે તેને ઘરમાં રાખી છતાં શેઠાણી સુભદ્રાએ તેને દુઃખી કરી. ચંદના પોતાના રૂપની સંપત્તિ વડે મારી શોક્ય બની જશે એમ મનમાં શંકા લાવીને શેઠાણી તેને ખોરાકમાં કોદરી આપતી હતી. અને તેના પગ સાંકળથી બાંધીને રાખતી હતી. ।।૧૪।।
પ્રભુ તે જ કૌશાંબી પુરીમાં પારણાર્થે નીકળ્યા, દર્શન થતાં બંધન તૂટ્યાં, એ પૂર્વ-પુણ્યન્તરું ફળ્યાં. તે ચંદનાએ ભાવનાએ પ્રાર્થના પ્રભુને કરી,
કે તાવડી બર્ની કનકની સુભાત બી ગઈ કોદરી. ૧૫
અર્થ :– ભગવાન મહાવીર તે જ કૌશાંબી નગરીમાં એક દિવસ તપના પારણા અર્થે આહાર લેવા નીકળ્યા. ભગવાનને જોઈને ચંદના તેમના સામે જવા લાગી. ભગવાનના દર્શન થતાં જ ચંદનાના સાંકળના બંધનો તૂટી ગયા, પૂર્વે કરેલા પુણ્યરૂપી વૃક્ષ ઉપર ફળ આવ્યા. ચંદનાએ ભક્તિભાવથી પ્રભુને આહાર ગ્રહણ કરવાની પ્રાર્થના કરી કે તેના હાથમાં રહેલી માટીની તાવડી તે કનક એટલે સોનાની બની ગઈ અને કોદરી તે ઉત્તમ ભાત બની ગયું. ।૧૫।।
ત્યાં પારણું પ્રભુને કરાવ્યું ચંદનાએ ભક્તિથી, આશ્ચર્ય પાંચે ઊપજ્યાં અદ્ભુત વીરની શક્તિથી. તે પુણ્યયોગે ચંદનાનાં સ્વજન પણ આવી મળ્યાં, સુદાન ઉત્તમ ઉચ્ચ ભાવે આદર્યું દુ:ખો ટળ્યાં. ૧૬
અર્થ :– ચંદનાએ પ્રભુને ભક્તિથી પારણું કરાવ્યું કે ત્યાં ભગવાન મહાવીરની અદ્ભુત શક્તિના પ્રભાવે પંચ આશ્ચર્ય પ્રગટ થયા. (૧) સુગંધી જળ, (૨) પુષ્પ વૃષ્ટિ, (૩) આકાશમાં દુંદુભિનો ગંભીર ધ્વનિ, (૪) વસ્ત્રોની વૃષ્ટિ, (૫) દ્રવ્ય (સોનૈયા, રત્નો)ની વૃષ્ટિ. તેમજ ચંદનાનો પુણ્યયોગ વધી જતાં તેના સ્વજન કુટુંબીઓ પણ આવી મળ્યા. આ સર્વ દુઃખો દૂર થવાનું કારણ ઉચ્ચભાવ સહિત ઉત્તમ સુપાત્રદાન
Page #128
--------------------------------------------------------------------------
________________
૧ ૦૮
પ્રજ્ઞાવબોઘ-વિવેચન ભાગ-૧
આપ્યું તે છે. I૧૬ના
વળી વર્ષ સાડાબારથી વધુ કાળ વર-છઘસ્થતા, આવે ઋજુંકૂલા-કિનારે ગ્રામ છે જ્યાં જંભિકા, તે ગામના સુંદર વને સુંદર શિલા પર શોભતા,
શુભ શાલ તરુ નીચે પ્રતિમાયોગ ઘર છઠ ઘારતા. ૧૭ અર્થ :- હવે જગતબંધુ મહાવીરને છદ્મસ્થ અવસ્થામાં સાડાબાર વર્ષથી વધુ કાળ વ્યતીત થયો. તે એક દિવસ જભિકા નામના ગામની પાસે આવેલ જાકૂલા નદીના કિનારે સુંદર વનમાં સુંદર શિલા ઉપર શુભ શાલ વૃક્ષની નીચે છઠ તપનો નિયમ લઈ પ્રતિમાઘારીને બિરાજમાન થયા; જે અતિ શોભાસ્પદ જણાતા હતા. /૧૭ના
થર શીલ બખ્તર પર મહાવ્રત-ભાવનાàપ વસ્ત્ર જો, સંવેગ-હાથી પર ચઢી, લે રત્નત્રયરૅપ શસ્ત્ર, હો! ચારિત્ર-રણમાં ઝૂઝતા ઝટ દુષ્ટ કર્મ-અરિ હણે
યોદ્ધો મહાવીર જોઈ લ્યો, સમભાવને તે બળ ગણે. ૧૮ અર્થ :- પ્રથમ પંચ મહાવ્રતની પાંચ પાંચ ભાવનારૂપ વસ્ત્ર પહેરી તેના ઉપર શીલરૂપી બખ્તર ઘારણ કર્યા. તે પ્રત્યેક અહિંસાદિ પંચ મહાવ્રતની પાંચ પાંચ ભાવનાઓ નીચે પ્રમાણે છે :
સહજ સુખ સાઘન'માંથી - એ પાંચ મહાવ્રતોની દ્રઢતા માટે એક એક વ્રતની પાંચ પાંચ ભાવનાઓ છે, જેના ઉપર વતી ધ્યાન રાખે છે.
(૧) અહિંસાવ્રતની પાંચ ભાવનાઓ :- (૧) વચનગુતિ (૨) મનોગુતિ (૩) ઈર્ષા સમિતિ (૪) આદાન નિક્ષેપણ સમિતિ (૫) આલોકિત પાનભોજન એટલે – દેખી તપાસીને પીવાના પદાર્થો કે ભોજન કરવું.
(૨) સત્યવ્રતની પાંચ ભાવનાઓ :- (૧) ક્રોથનો ત્યાગ (૨) લોભનો ત્યાગ (૩) ભયનો ત્યાગ (૪) હાસ્યનો ત્યાગ, કેમકે આ ચારને વશ થઈ અસત્ય બોલી જવાય છે, (૫) અનુવીચી ભાષણ એટલે – શાસ્ત્રોક્ત વચન કહેવું.
(૩) અચૌર્યવ્રતની પાંચ ભાવનાઓ :- (૧) શૂન્યાગાર–શૂન્ય એકાન્ત જગાએ રહેવું. (૨) વિમોચિતાવાસ–છોડી દીધેલાં ઉજ્જડ થયેલાં સ્થાનમાં રહેવું. (૩) પરોપરોઘાકરણ–પોતે જ્યાં હોય ત્યાં બીજા આવે તો મનાઈ ન કરવી, અથવા જ્યાં કોઈ મનાઈ કરે ત્યાં ન રહેવું. (૪) શૈક્ષ્યશુદ્ધિ-શુદ્ધ ભિક્ષા અંતરાય કે દોષ ટાળીને લેવી. (૫) સાઘર્મી અવિસંવાદ-સાઘર્મી ઘર્માત્માઓ સાથે વિસંવાદ અથવા તકરાર ન કરવી.
(૪) બ્રહ્મચર્ય વ્રતની પાંચ ભાવનાઓઃ- (૧) સ્ત્રી રાગકથા શ્રવણત્યાગ-સ્ત્રીઓની રાગ વઘારનારી કથાઓનો ત્યાગ, (૨) તન્મનોહરાંગ નિરીક્ષણ ત્યાગ-સ્ત્રીઓનાં મનોહર અંગોને દેખવાનો ત્યાગ, (૩) પૂર્વરતાનુસ્મરણ ત્યાગ–પહેલાં ભોગવેલા ભોગોના સ્મરણનો ત્યાગ, (૪) વૃષ્ટોષસ ત્યાગ–કામોદ્દીપક પુષ્ટ રસનો ત્યાગ, (૫) સ્વશરીર સંસ્કાર ત્યાગ–પોતાના શરીરના શૃંગારનો ત્યાગ.
(૫) પરિગ્રહત્યાગ વ્રતની પાંચ ભાવનાઓ :- મનોજ્ઞ અને અમનોજ્ઞ પાંચ ઇન્દ્રિયોના પદાર્થોને
Page #129
--------------------------------------------------------------------------
________________
(૧૧) મહાવીર દેવ ભાગ-૩
૧ ૦૯
પામીને રાગદ્વેષ ન કરતાં સંતોષ રાખવો. (પૃ.૫૪૩)
પછી સંવેગ એટલે માત્ર મોક્ષ અભિલાષરૂપ હાથી પર ચઢીને રત્નત્રય એવા સમ્યકજ્ઞાન, દર્શન ચારિત્રરૂપ શસ્ત્રને હાથમાં લઈ, ચારિત્રરૂપ રણભૂમિમાં ઝઝૂમતા, ઝટ દુષ્ટ કર્મોરૂપી શત્રુઓને હણે છે એવા મહાવીરરૂપ યોદ્ધાને જોઈ લો કે જે સમભાવને જ મહાન બળ ગણે છે. ૧૮
તે કર્મ હણતાં સિદ્ધ-ગણના આઠ ગુણને ચિંતવે:સંપૂર્ણ સમ્યક જ્ઞાન-દર્શન-વીર્ય-સુખ અનંત ને સૂક્ષ્મત્વ, અવગાહન અગુરુલઘુ ગુણમાં એકત્વથી,
ઘનઘાત કર્મો ક્ષય કરી, વિર થાય કેવળી તત્ત્વથી. ૧૯ અર્થ :- આ પ્રમાણે કર્મને હણતા શ્રી મહાવીર, સિદ્ધ ભગવંતમાં સમૂહરૂપે રહેલા આઠ ગુણોને ચિંતવે છે કે–સિદ્ધ ભગવંતમાં જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય, અંતરાય અને મોહનીય એ ચાર ઘાતીયાકર્મ ક્ષય થવાથી ક્રમશઃ તેમનામાં અનંત સંપૂર્ણ સમ્યજ્ઞાન, દર્શન, વીર્ય અને સુખગુણ પ્રગટ થયેલ છે, તથા અઘાતીયા એવા નામકર્મ જવાથી અમૂર્તિક અથવા સૂક્ષ્મત્વ ગુણ, આયુષ્યકર્મનો ક્ષય થવાથી અક્ષય સ્થિતિ ગુણ અથવા અટલ અવગાહના પ્રાપ્ત થઈ છે, જે હવે કોઈ દિવસ બદલાવાની નથી. તથા ગૌત્રકર્મના ક્ષયથી અગુરુ લઘુ ગુણ પ્રાપ્ત થયો તેમજ વેદનીય કર્મના ક્ષયથી અવ્યાબાદ સ્થિતિ ગુણ પ્રગટ્યો; એમ એ ગુણોના ચિંતવનમાં એકત્વભાવ પામી શ્રી મહાવીર પણ ચાર ઘનઘાતી કર્મોનો ક્ષય કરીને કેવળજ્ઞાન પામ્યા. ||૧૯ાાં
વૈશાખની સુદિ દશમ-સાંજે લબ્ધિ કેવળ પામિયા, દેવો વિજય-આનંદથી જયકાર કરતા આવિયા. કુબેર દેવ રચે હવે સમવસરણ અતિ શોભતું,
જે એક યોજન ગોળ ને નભમાં ઘણું ઊંચુ હતું. ૨૦ અથ- વૈશાખ સુદ દશમની સાંજે શ્રી મહાવીર પ્રભુ કેવળજ્ઞાનની નવ લબ્ધિઓને પામ્યા, તે આ પ્રમાણે :- “તે ભગવાન (૧) ક્ષાયિક સમ્યકત્વ, (૨) ક્ષાયિક ચારિત્ર, (૩) કેવળજ્ઞાન, (૪) કેવલ દર્શન, (૫) અનંત દાન, (૬) અનંત લાભ, (૭) અનંત ભોગ, (૮) અનંત ઉપભોગ અને (૯) અનંત વીર્ય, એ નવ કેવલજ્ઞાનની લબ્ધિઓથી વિભૂષિત થઈને શિવરમણી એટલે મોક્ષલક્ષ્મીના મનને રંજન કરનાર પતિ થયા છે. આ જ્ઞાનકલ્યાણકના મહિમાને સાંભળીને સૌ કોઈ સુખ પામે છે.”-નિત્યનિયમાદિ પાઠ (પૃ.૨૭૨)
દેવો પણ ભગવાનને ચાર ઘાતીયા કર્મ ઉપર વિજય પ્રાપ્ત થયો જાણી, આનંદથી જયજયકાર કરતા ત્યાં આવ્યા. હવે ઇન્દ્રની આજ્ઞાથી કુબેર દેવ અત્યંત શોભાયમાન સમવસરણની રચના કરે છે. જે એક યોજન પ્રમાણ ગોલાકાર અને નભ એટલે આકાશમાં ઘણું ઊંચુ હતું. //૨૦ણી.
ત્રણ પીઠિકા તે મંડપે વચ્ચે સુશોભિત રત્નની, કરી ગંઘકુટ તે ઉપર સિંહાસન રચે સુયત્નથી. દ્વાદશ પરિષદ ઘેરી રહી, વર-વચન સુણવા તે મળી,
ઇન્દ્રાદિને પણ સેવવા જેવા પ્રભુ સેવે વળી. ૨૧ અર્થ :- સમવસરણમાં બાર સભાઓની બરોબર વચ્ચે રત્નોની ત્રણ પીઠિકા સુશોભિત બનાવી તેના ઉપર ગંદકુટી કરી. તે ગંદકુટી ઉપર સુંદર કમળની રચના દેવે કરી. તે કમળ ઉપર
Page #130
--------------------------------------------------------------------------
________________
૧ ૧ ૦
પ્રજ્ઞાવબોઘ-વિવેચન ભાગ-૧
ભગવાન અદ્ધર બિરાજમાન થયા. ભગવાનની ચોફેર, આંતરા પાડીને દ્વાદશ પરિષદ એટલે બાર સભાઓ બનાવી. તે બાર સભાઓમાંથી પહેલીમાં મુનિઓ અને ગણઘર, બીજીમાં કલ્પવાસી દેવોની દેવાંગનાઓ, ત્રીજીમાં આર્યા (સાધ્વી)ઓ, ચોથીમાં જ્યોતિષી દેવોની દેવીઓ, પાંચમીમાં વ્યંતર દેવોની દેવીઓ, છઠ્ઠીમાં ભવનવાસી દેવીઓ, સાતમીમાં ભવનવાસી દેવ, આઠમીમાં વ્યંતર દેવ, નવમીમા જ્યોતિષ દેવ, દશમીમાં કલ્પવાસી દેવ, અગિયારમીમાં મનુષ્ય અને બારમીમાં પશુ બેઠા હતાં. તે બધા ભગવાન મહાવીર સ્વામીના વચન સાંભળવા માટે ભેગા મળ્યા હતા. ઇન્દ્રો આદિને પણ સેવવા યોગ્ય પ્રભુ હોવાથી સર્વ પ્રભુની સેવા એટલે આજ્ઞા ઉઠાવતા હતા. ૨૧
ત્યાં વાદળાં સમ દેવ સહુ વર્ષાવતા પુષ્પો બહુ, મુદ્રા મનોહર દેખી વીરની ઘન્ય નેત્ર ગણે સહુ. ઇન્દ્ર સ્તુતિ પ્રભુની કરી બહુવિઘ બુદ્ધિ વાપરી,
સ્વ-સ્થાનમાં બેસી રહ્યા સૌ; દિવ્ય વાણી ના ખરી. ૨૨ અર્થ - વાદળાં જેમ જળ વરસાવે તેમ સર્વ દેવો આકાશમાંથી ઘણા પુષ્પો વરસાવતા હતા. તેમજ પ્રભુની મનોહર મુદ્રાને જોઈ સર્વ પોતાના નેત્રને ઘન્ય માનતા હતા.
ત્યાં સમવસરણમાં ઇન્દ્ર બહુ પ્રકારે બુદ્ધિ વાપરીને ભગવાનની પ્રથમ સ્તુતિ કરી. સર્વ દેવો કે મનુષ્યો આદિ પોતપોતાના સ્થાનમાં બેસી રહ્યા છે, છતાં પ્રભુની દિવ્યવાણી ખરી નહીં. રા.
ઇન્દ્ર અવધિજ્ઞાનથી લહે ખામ ગણઘરદેવની, નહિ મુનિવરોમાં યોગ્યતા દીઠી અતુલ્ય પ્રભાવની; વળી એક વાર સુણી પ્રભુની દિવ્ય વાણી જે રચે
સૌ શાસ્ત્ર, તેવા પ્રબળ દીઠા એક ગૌતમ વિપ્રને. ૨૩ અર્થ :- ઇન્દ્ર પ્રભુની વાણી નહીં ખરવાનું કારણ અવધિજ્ઞાનથી જોયું, તો ત્યાં ગણઘરદેવની ખામી જણાઈ. મુનિવરો ત્યાં જે હાજર હતા તેમાં અતુલ્ય પ્રભાવક એવા ગણઘર જેવી યોગ્યતા કોઈમાં દીઠી નહીં, કે જે એકવાર પ્રભુની દિવ્યવાણી સાંભળીને દ્વાદશાંગી વગેરે શાસ્ત્રોની રચના કરી શકે. તેવી પ્રબળ યોગ્યતાવાળા એક ઇન્દ્રભૂતિ ગૌતમને ઇન્દ્ર અવધિજ્ઞાન વડે જોયા. ર૩યા
“જઈ બ્રહ્મપુરમાં, લાવવા ગૂઢાર્થ કાવ્ય દોરીને નિર્ણય કરે કે જર્ફેર લાવું વિકતાઘર-ઘોરીને; પછી વેશ લઈને વિપ્રવરનો ઇન્દ્ર ગૌતમને મળે,
સવિનય કહેઃ “હે આર્યવર, સંદેહ મુજ તુમથી ટળે. ૨૪ અર્થ - તે ઇન્દ્રભૂતિ ગૌતમને ભગવાન પાસે લાવવા માટે ઇન્દ્ર નિર્ણય કર્યો કે બ્રહ્મપુરીમાં જઈને ગુઢ છે અર્થ જેનો એવા કાવ્યનો અર્થ વેદાંતના વિદ્વાનોમાં પ્રથમ એવા આ ગૌતમને પૂછીને તેને ન આવડવાથી યુક્તિથી અહીં ભગવાન પાસે દોરી લાવું. તેના માટે વિપ્ર વર એટલે શ્રેષ્ઠ બ્રાહ્મણનો વેશ લઈને ઇન્દ્ર ગૌતમ પાસે આવીને સવિનય કહેવા લાગ્યો કે હે આર્યોમાં શ્રેષ્ઠ! મને જે સંદેહ છે તે માત્ર તમારાથી ટળી શકે એમ છે. ર૪.
ઉપકાર માનશ આપનો, યશવૃદ્ધિ તમને પ્રાપ્ત હો! મુજ ગુરુ મહાવીર બોલતા નથી, કાવ્ય અર્થ મને કહો.”
Page #131
--------------------------------------------------------------------------
________________
(૧૧) મહાવીર દેવ ભાગ-૩
૧ ૧ ૧
અભિમાન ગૌતમ ઉચ્ચરે “રે! દ્વિજ કહું ઝટ અર્થ હું,
તો દઈ શકે શું?” વચન બોલ્યા, શરત કરવા, મર્મનું. ૨૫ અર્થ - તે સંદેહ ટળવાથી હું તમારો ઉપકાર માનીશ. તેમજ તમારા પણ યશની વૃદ્ધિ થશે. મારા ગુરુ શ્રી મહાવીર બોલતા નથી, માટે આ કાવ્યનો અર્થ મને કહો.
તે સાંભળીને અભિમાની એવા ઇન્દ્રભૂતિ ગૌતમ બોલી ઊઠ્યા કે રે! દ્વિજ એટલે બ્રાહ્મણ હું તને ઝટ જો અર્થ કહું તો તું મને શું આપીશ? એવું મર્મનું વચન શરત કરવા બોલ્યા. રપા
તે વિપ્ર વદતોઃ “જો મને સંતોષ અર્થથ થાય તો હં શિષ્ય બની સેવા કરું; તમને ન જો સમજાય તો?” ગૌતમ કહે: “તો ભાઈ ને શિષ્યો લઈ તુજ ગુરુ કને
દીક્ષા લઉં, એ વચન આપું; આણ શંકા નહિ મને.” ૨૬ અર્થ - ત્યારે બ્રાહ્મણરૂપે રહેલ ઇન્દ્ર બોલ્યા કે જો મને અર્થથી પૂરો સંતોષ થશે તો હું તમારો શિષ્ય બની સેવા કરીશ. પણ તમને જો તેનો અર્થ ન સમજાય તો શું કરશો? ત્યારે ઇન્દ્રભૂતિ ગૌતમ કહેજો ન સમજાય તો હું મારા ભાઈઓને તથા સર્વ શિષ્યોને લઈ તારા ગુરુ પાસે જઈ દીક્ષા લઉં; એ તને વચન આપું છું. એમાં જરા પણ શંકા મનમાં આણીશ નહીં. l/૨૬ાા
ઇન્દ્ર કરાવી સુપ્રતિજ્ઞા, કાવ્ય ગૂઢ કહે હવેઃ ત્રિકાળમાં ષ દ્રવ્ય, ગતિ સૌ, નવ પદાર્થો સંભવે; વ્રત, સમિતિ, ગતિ, સસ તત્ત્વો અસ્તિકાયો પંચ છે
સુંઘર્મ સિદ્ધિમાર્ગ સમ્ય, જીંવ છકાય અનંત જે. ૨૭ અર્થ:- ઇન્દ્ર આમ સુપ્રતિજ્ઞા કરાવી, હવે તે ગૂઢ અર્થવાળું કાવ્ય કહ્યું કે “ત્રણે કાળમાં છ દ્રવ્ય, સૌ મળીને ચાર ગતિઓ અને નવ પદાર્થો સંભવે છે, પાંચ વ્રત, પાંચ સમિતિ, ત્રણ ગતિ, સાત તત્ત્વો તેમજ પાંચ અસ્તિકાય છે. દશ લક્ષણરૂપ સદ્ઘર્મ, સિદ્ધિનો માર્ગ સમ્યગદર્શન છે, તેમજ છ કાયવાળા જીવો જગતમાં અનંત છે. //રા.
વળી વિશ્વ, વેશ્યા, વિધિ-જનિત ફળ; જ્ઞાન આનું જે ઘરે, તે મુક્તિગામી ભવ્ય આત્મા આત્મદર્શન પણ કરે.” ગૌતમ ઘણા ગભરાય, “નહિ તો આ વાત વેદ વિષે દસે,
નથી સાંભળી કદી કે વિચારી, કેમ કરવું તે વિષે? ૨૮ અર્થ:- તથા વિશ્વ કેટલું મોટું છે, વેશ્યાઓ કેટલી છે? તેમજ વિધિપૂર્વક વર્તવાનું ફળ શું છે? એનું જ્ઞાન જે ઘરે તે ભવ્યાત્મા આત્મદર્શન પણ કરે એમ કહ્યું છે તો તેનો અર્થ મને કહો.
ઇન્દ્રભૂતિ ગૌતમ ઘણા ગભરાવા લાગ્યા કે આ વાત તો વેદમાં ક્યાંય દીઠી નથી, કે સાંભળી નથી કે કદી વિચારી નથી તો હવે તે વિષે કેમ કરવું? ૨૮ાા.
અતિ ગૂઢ અર્થ ભરેલ કાળે વિપ્ર મુજને મૂંઝવે, સર્વજ્ઞ કે શ્રુતકેવળી વિણ કોણ ઉત્તર સૂચવે?
Page #132
--------------------------------------------------------------------------
________________
૧૧૨
પ્રજ્ઞાવબોઘ-વિવેચન ભાગ-૧
સામાન્ય વિપ્ર સમક્ષ શું આ માનભંગ ખમાય કે?
તેના ગુરું પાસે વિવાદે હારતાં શું જાય છે?” ૨૯ અર્થ - અતિ ગૂઢ અર્થ ભરેલ કાવ્યથી આ બ્રાહ્મણ મને મૂંઝવે છે પણ સર્વજ્ઞ કે શ્રુતકેવળી વિના આનો ઉત્તર કોણ આપી શકે? સામાન્ય એવા આ વિપ્ર એટલે બ્રાહ્મણ સમક્ષ મારું માનભંગ કેમ ખમી શકાય? એનાં કરતાં તો તેના ગુરુ પાસે જઈ વિવાદ કરીને હારતાં શું જાય છે? ગારો.
એવું વિચારીને વદેઃ “હે વિપ્ર, તુજ ગુરુની કને આનું વિવેચન કરી, વિવાદે જીતવાનું મન મને.” તે પાંચસો શિષ્ય લઈ, સૌ ભાઈ સાથે ઊપડ્યો;
વાટે વિચારેઃ “વિપ્રને ઉત્તર નથી દેવા જડ્યો; ૩૦ અર્થ - ઇન્દ્રભૂતિ ગૌતમ આવું વિચારીને કહેવા લાગ્યા કે હે વિપ્ર ! તારા ગુરુની પાસે આ પ્રશ્નનું વિવેચન કરી, વાદવિવાદ કરીને જીતવાનું મારું મન છે.
એમ કહી પોતાના પાંચસો શિષ્યો તથા સર્વ ભાઈઓને સાથે લઈ ભગવાન મહાવીર પાસે જવા રવાના થયો. રસ્તામાં વિચારે છે કે આ વિપ્રના પ્રશ્નોનો ઉત્તર કાંઈ જડ્યો નહીં. ૩૦ના
કેવા ય તેના ગુરુ હશે, તો જીતવાની આશ શી? તો પણ સમાગમ સપુરુષનો થાય પુણ્ય-વિકાસથી, નહિ હાનિ તેમાં કોઈ રીતે; યોગ્ય આ સૌ થાય છે.”
શુભ માનસ્તંભો દેખતાં મદ વિપ્રનો ગળી જાય છે. ૩૧ અર્થ :- તો એના ગુરુ પણ કેવા હશે? માટે જીતવાની કંઈ આશ જણાતી નથી. તો પણ એવા સપુરુષોનો સમાગમ ઘણા પુણ્યની વૃદ્ધિ થયે થાય છે. તેમાં કોઈ રીતે હાનિ તો નથી જ. આ સૌ યોગ્ય જ થઈ રહ્યું છે એમ વિચારતાં વિચારતાં પ્રભુના સમવસરણમાં આવેલ માનસ્તંભોને દૂરથી જોતાં જ વિપ્ર એવા ઇન્દ્રભૂતિ ગૌતમનું મદ ગળી ગયું. [૩૧ાા
પછી નમ્ર ભાવે દિવ્ય વિતિ દેખી મંડપમાં ગયા, ત્યાં દિવ્યમૂર્તિ શ્રી મહાવીર દેખી આનંદિત થયા; અતિ ભક્તિથી પ્રભુને પ્રદક્ષિણા દઈ ચરણે નમે,
સ્તુતિ કરે બહુ ભાવથી, પ્રભુનામ મનને બહુ ગમે. ૩૨ અર્થ - પછી નમ્રભાવથી ભગવાનના અતિશયોથી પ્રગટેલી આ દિવ્ય વિભૂતિને જોઈ તેઓ મંડપમાં પ્રવેશ્યા. ત્યાં દિવ્યમૂર્તિ ભગવાન શ્રી મહાવીરને જોઈ ખૂબ આનંદ પામ્યા. હવે ઇન્દ્રભૂતિ ગૌતમ અતિ ભક્તિવડે પ્રભુને પ્રદક્ષિણા દઈ તેમના ચરણમાં નમી પડ્યા. તથા પ્રભુની ઘણા જ ભાવથી સ્તુતિ કરવા લાગ્યા. પ્રભુનું નામ તેમના મનને બહું જ પ્રિય લાગ્યું. ૩રા
“હે! ઘર્મરાજા, ઘર્મચક્રી, ઘર્મી, ઘર્માત્માગુરું સુંધર્મનેતા, ઘર્મઘોરી, ઘર્મર્તા, જગગુરું; હે શ્વેર્મબાંઘવ, ઘર્મ-થી, ઘર્મશ, ઉતીર્થકર, ૧૩વિભુ, હે વિશ્વનાયક, વિશ્વજ્ઞાયક, વિશ્વનાથ, નમું પ્રભુ. ૩૩
Page #133
--------------------------------------------------------------------------
________________
(૧૧) મહાવીર દેવ ભાગ-૩
૧ ૧ ૩
અર્થ - હવે અનેક ઉપનામથી ઇન્દ્રભૂતિ ગૌતમ ભગવાનની ભાવવડે સ્તુતિ કરે છે. તે આ પ્રમાણે ઃ
હે! ઘર્મશાસનના ઘોરી એવા ઘર્મરાજા, હે! કર્મરૂપી શત્રુઓને હણવામાં ચક્રવર્તી સમાન ઘર્મચક્રી, સ્વભાવમાં રહેનાર હોવાથી ઘર્મી, ઘર્માત્મા જીવોને માર્ગદર્શન આપનાર હોવાથી ઘર્માત્મા-ગુરુ, સમ્યક ઘર્મને બતાવનાર હોવાથી સુઘર્મનેતા, ઘર્મમાં પ્રમુખ સ્થાને હોવાથી ઘર્મઘોરી, ઘર્મ એટલે સ્વભાવના જ માત્ર કર્તા હોવાથી ઘર્મકર્તા, ત્રણેય લોકના નાથ હોવાથી જગગુરુ, “મોક્ષનો માર્ગ બતાવે તે મૈત્રી' એમ હોવાથી ઘર્મબાંઘવ, ઘર્મસંબંધી સકળ જ્ઞાનના ઘારક હોવાથી ઘર્મ-ઘી, જગતમાં રહેલ સર્વ વસ્તુના ઘર્મને સર્વ પ્રકારે જાણનાર હોવાથી ઘર્મજ્ઞ, સાધુ, સાધ્વી, શ્રાવક, શ્રાવિકા એ ચવિઘ તીર્થના સ્થાપક હોવાથી તીર્થકર, જ્ઞાન અપેક્ષાએ સર્વ વ્યાપી હોવાથી વિભુ, વિશ્વમાં સર્વના ઉપરી હોવાથી વિશ્વનાયક, સકળ વિશ્વના જાણનાર હોવાથી વિશ્વજ્ઞાયક, સકળ વિશ્વના નાથ હોવાથી વિશ્વનાથ એવા હે પ્રભુ! હું આપને ભક્તિભાવે નમસ્કાર કરું છું. ||૩૩ાા.
દ્રષ્ટા, મહાજ્ઞાની, ૨૦મહાત્રાતા, મહાદાતા, ચવ્રતી, જગમાન્ય૩, ૨૪જગના નાથ, રપજગમાં જ્યેષ્ઠ, સૌજગના પતિ, સાચા મહાયોગી, મહાવીર દેવ, હે! વિશ્વાગ્રણી,
જગસેવ્ય, "ત્રિજગપૂજ્ય, ત્રિજગબંઘુ, ત્રિજગના ઘણી. ૩૪ અર્થ - રાગદ્વેષ રહિત પણ જગતને જોનાર હોવાથી હે પ્રભુ! તમે માત્ર દૃષ્ટા છો. કેવળજ્ઞાનના ઘારક હોવાથી મહાજ્ઞાની છો. સર્વ જીવોની રક્ષા કરનાર હોવાથી મહાત્રાતા, સર્વ જીવોને અભયદાનના આપનાર હોવાથી મહાદાતા, સંપૂર્ણ મહાવ્રતોને અંગીકાર કરેલ હોવાથી વ્રતી, જગતના સર્વ ભવ્ય જીવોને માન્ય હોવાથી જગમાન્ય, જગતમાં સર્વ જીવોનું ભલું ઇચ્છનાર હોવાથી જગના નાથ, જગતમાં સર્વ શ્રેષ્ઠ ભૂમિકાને પ્રાપ્ત હોવાથી જગમાં શ્રેષ્ઠ, ઊર્ધ્વ, અઘો અને મધ્ય ત્રણેય લોકના સ્વામી હોવાથી સૌ જગના પતિ, આત્માને મોક્ષ સાથે જોડનાર હોવાથી સાચા મહાયોગી, આત્માનું મહા વીરત્વ પ્રગટ કરવાથી મહાવીર દેવ, વિશ્વમાં સૌથી અગ્ર સ્થાને હોવાથી વિશ્વાગ્રણી, જગતના સર્વ જીવોને સેવવા યોગ્ય હોવાથી જગસેવ્ય, ત્રણેય જગતમાં આપ પૂજાઓ છો માટે ત્રિજગપૂજ્ય; દેવો, મનુષ્યો કે નારકીઓ સર્વને સુખ આપનાર હોવાથી ત્રિજગબંઘુ તથા ઊર્ધ્વ, અઘો કે તિર્યલોક સર્વના નાથ હોવાથી હે પ્રભુ! આપ ત્રિજગના ઘણી છો. [૩૪ો.
સર્વજ્ઞ”, “સર્વાચાર, સર્વોપરી, દયા કરતા મહા, તુજ શુદ્ધ મનથી નામ એક જ આપ સમ કરી દે, અહા!” મિથ્યામતિ ટળી, જ્ઞાન સમકિત પામિયા ગૌતમ ગણી,
દીક્ષિત બની ચારિત્ર ઘારી થાય મુનિમાં અગ્રણી. ૩૫ અર્થ - જગતમાં રહેલ સર્વ દ્રવ્યો, તેના ગુણો તથા તેના પર્યાયોને જાણનાર હોવાથી આપ સર્વજ્ઞ છો, જગતના સર્વ જીવોને સુખના આધાર હોવાથી સર્વાધાર તથા જગતમાં રહેલ સર્વ ત્રેસઠ ગ્લાધ્યપુરુષોની મહાપદવીઓમાં સર્વોત્કૃષ્ટ પદવીના ઘારક હોવાથી આપ જ સર્વોપરી છો. આપ સર્વ જીવો ઉપર મહાન દયાના કરનાર છો. જો શુદ્ધ મનથી આપનું એક નામ જ લેવામાં આવે તો તે ભક્તોને અહા! આશ્ચર્ય કારક છે કે તે આપ સમાન જ બનાવી દે એવું છે.
શ્રી ઇન્દ્રભૂતિ ગૌતમની મિથ્યામતિ ટળી ગઈ અને સમ્યજ્ઞાન પામ્યા. તેથી ભગવાન પાસે દીક્ષા
Page #134
--------------------------------------------------------------------------
________________
૧૧૪
પ્રજ્ઞાવબોઘ-વિવેચન ભાગ-૧
લઈ સમ્યક્ ચારિત્રઘારી બનીને મુનિઓમાં અગ્રણી એટલે આગેવાન બની ગયા. રૂપા
ગૌતમ પૂછે પ્રશ્નો સભામાં સર્વજનહિત સાઘવા, દે ઉત્તરો તેના મહાવીર પૂર્વ કર્મ ખપાવવા : ર્જીવ તત્ત્વ વિષે હે પ્રભુ, કહોઃ વાર્ણ મથુરી આપની.
ચારે ગતિ શાથી થતી? કહો વાત પાપ-અપાપની.” ૩૬ અર્થ - હવે સર્વ લોકનું હિત સાધવા માટે શ્રી ગૌતમસ્વામી ભગવાનને સભામાં પ્રશ્નો પૂછવા લાગ્યા. ભગવાન મહાવીર પણ પોતાના પૂર્વ કર્મ ખપાવવા માટે તે પ્રશ્નોના ઉત્તરો દેવા લાગ્યા.
તેમાં પહેલો પ્રશ્ન એ છે કે હે પ્રભુ! આપની મધુરી વાણીવડે પ્રથમ જીવ-તત્ત્વ વિષે વાત કહો. પછી જીવને ચાર ગતિઓમાં શા માટે જવું પડે છે? તથા પાપ અને અપાપ એટલે પુણ્ય સંબંધી પણ વિસ્તારથી વાત જણાવો. ૩૬
“જે પ્રાણથી વતો હતો, જીવે અને હજીં જીવશે, તે “જીવ” સાર્થક નામ, ગૌતમ ભવ્ય જન મન ભાવશે. મન, વચન, તન, ઇંદ્રિય પાંચે, આયુ શ્વાસોશ્વાસ એ
દશ પ્રાણ ભાખે બુદ્ધિમાનો, રાખવો વિશ્વાસ તે. ૩૭ અર્થ :- હવે ભગવાન પ્રથમ જીવ તત્ત્વ વિષે જણાવે છે કે જે વ્યવહારથી દસ પ્રાણ વડે જીવતો હતો, જીવે છે અને જીવશે તે જીવ છે. તે “જીવ' નામ તેનું સાર્થક છે કે જે સદા જીવ જીવ જ કરે છે. કોઈ કાળે તે મરતો નથી માટે હે ગૌતમ! આ વાત ભવ્ય જીવ હશે તેને સમજાશે અને ગમશે.
મન, વચન, કાયા, પાંચેય ઇન્દ્રિયો, આયુ અને શ્વાસોશ્વાસ અને બુદ્ધિમાન પુરુષો દસ પ્રાણ કહે છે, તેનો વિશ્વાસ રાખવો. ૩શા
પૃથ્વી, ઉદક, વાયુ, વનસ્પતિ, અગ્નિકૂંપ કાયા ઘરે તે જીવ એકેન્દ્રિય પાંચે, ત્રસ સહિત ષટું કાય એ. જો શ્વેત સૂતર રંગભેદે ભિન્ન ભાત રચે છતાં
જે શ્વેતતા મૂળમાં રહી તે પ્રગટશે રંગો જતાં. ૩૮ અર્થ - તે જીવોના છ પ્રકાર છે. પૃથ્વીકાય, ઉદક એટલે પાણીના જીવો તે જળકાય, વાયુકાય, વનસ્પતિકાય તથા જે અગ્નિરૂપ કાયાને ઘારણ કરનાર છે તે અગ્નિકાય, એમ આ પાંચે એકેન્દ્રિય સ્થાવર જીવો છે તથા બે ઇન્દ્રિયથી માંડીને પંચેન્દ્રિયના જીવો સુઘીના સર્વ જીવો તે ત્રસકાય કહેવાય છે. એમ બઘા મળીને છ કાયના જીવો કહેવાય છે.
હવે જીવને ચાર ગતિમાં કેમ રઝળવું પડે છે તે જણાવે છે કે જેમ સફેદ સુતર પર અનેક પ્રકારના કાચા રંગો ચઢવાથી તે રંગભેદે જોતાં અનેક જાતનું જણાય છે; પણ સૂતરના મૂળમાં જે શ્વેતતા એટલે સફેદાઈ રહેલી છે, તે રંગો ઊડી જતાં ફરીથી પ્રગટ થાય છે. (૩૮)
તેવી રીતે ઑવ કર્મના સંયોગથી ભવમાં ભમે, ચારે ગતિની ભાત ટળતાં, નિત્ય, શુદ્ધ બની રમે. જુગાર, મદિરા, માંસ, ચોરી, પરવઘુ-આસક્તતા, શિકાર ને વેશ્યાગમન આ વ્યસન પાપે રક્તતા. ૩૯
Page #135
--------------------------------------------------------------------------
________________
(૧૧) મહાવીર દેવ ભાગ-૩
૧ ૧૫
અર્થ : - તેવી જ રીતે આ જીવ પણ રાગદ્વેષાદિ કર્મના સંયોગે ચાર ગતિરૂપ સંસારમાં ભમે છે. પણ ચારે ગતિરૂપ કર્મરંગની ભાત ટળતા ફરીથી આત્માની શ્વેતતા એટલે શુદ્ધતા પ્રગટ થાય છે અને આત્મા પોતાના શુદ્ધ સ્વરૂપમાં સર્વકાળને માટે રમણતા કરે છે.
હવે ખરેખર પાપ કોને કહેવાય તે વિષે ભગવાન સમજાવે છે :
જુગાર, દારૂ, માંસ, ચોરી, પરસ્ત્રીમાં આસક્તિ, શિકાર અને વેશ્યાગમન એ સાતેય વ્યસનમાં લીન રહેવું એ ખરેખર પાપ છે. ૩ાા
બહુ પાપના ઘંઘા અને બહુ ઘન વિષે મસ્તાનતા, ને જૂઠ, હિંસા, ચોરી, જારી લૂંટમાં ગુલતાનતા; કુકર્મમાં બહુ મોહ ને નિંદા અરે! ઘર્મી તણી,
વળી પાપની જે પ્રેરણા, નરકે પીડા આપે ઘણી. ૪૦ અર્થ - જે ઘંઘામાં બહુ હિંસા, જૂઠ, માયા આદિ સેવાતાં હોય તેવા પાપના ઘંઘા કરવા અને આત્માને ભૂલી ઘન કમાવવામાં મસ્ત રહેવું, તથા જૂઠ, હિંસા, ચોરી જારી એટલે વ્યભિચારપણું તથા પરિગ્રહમાં આસક્તિવશ લોકોને લૂંટવામાં ગુલતાન રહેવું એ સૌ પાપના કાર્યો છે.
ખોટા કામ કરવામાં ઘણો મોહ રાખવો અને અરે ! ઘર્મી પુરુષોની નિંદા કરવી, વળી કોઈને પાપ કરવાની પ્રેરણા કરવી, એ સૌ જીવને નરકમાં ઘણી પીડા આપનાર થાય છે. ૪૦ના.
કરીને કપટ પરથન હરે, દિનરાત વળી ખાયા કરે, મતિમૂઢ, મિથ્યાશાસ્ત્ર-પંડિત, પીંપળ ફેરા ફરે, બહુ વાર દિનમાં નાહ્ય ને શુદ્ધિ ગણે કુતીર્થથી,
રે! શીલ, વ્રત સેવ્યા વિના મરી જાય પશુ-કુકર્મથી. ૪૧ અર્થ - કપટ કરીને પરઘનને હરણ કરવું, રાતદિવસ ખાઘા કરવું, સમ્યકજ્ઞાનથી અજાણ એવા મતિમૂઢ રહેવું, ખોટા શાસ્ત્રોમાં પંડિત બની લોકોને મિથ્યા માર્ગે વાળવા, અથવા અજ્ઞાનવશ પીપળામાં દેવ માની પ્રતિદિન તેની પ્રદક્ષિણા કરવી, દિવસમાં અનેકવાર સ્નાન કરવું કે કુતીર્થમાં સ્નાન કરીને આત્માની શુદ્ધિ ગણવી, અથવા શીલ કે વ્રત સેવ્યા વિના માત્ર પશુકર્મ જેવા ભોગાદિમાં જ જીવન વ્યતીત કરી મરી જવું, એ સૌ જીવના પાપને પુષ્ટ કરનાર અને દુર્ગતિમાં લઈ જનાર કાર્યો છે. I૪૧TI.
જે તીર્થપતિ વા જ્ઞાર્ને ગુરુની ભક્તિ ભાવ વડે કરે, વળી તેમની આજ્ઞા ઉઠાવે, વ્રતતપાદિ આદરે, સમ્યકત્વ-હાર ઘરે ઉરે, ચારિત્રમોલિ મસ્તકે,
સુજ્ઞાન-કુંડલ કાનમાં, શુભ ભાવથી સ્વર્ગે ટકે. ૪૨ અર્થ - હવે જીવને પુણ્યનો બંઘ શાથી થાય છે? તે વિષે જણાવે છે :
જે જીવ તીર્થપતિ એટલે તીર્થકર ભગવાનની કે જ્ઞાની ગુરુની ભક્તિ ભાવવડે કરે છે, જે તેમની આજ્ઞા ઉઠાવે છે, જે શ્રાવકના વ્રતો કે બાર પ્રકારના તપ આદિને સેવે છે, જે તત્ત્વોના સમ્યક્ શ્રદ્ધાનરૂપ હારને હૃદયપટ પર ઘારણ કરે છે, જે સમ્યકારિત્રરૂપ મૌલિ એટલે મુકુટને મસ્તક પર ઘારણ કરે છે, જે સમ્યકજ્ઞાનરૂપ કંડલને કાનમાં પહેરે છે અર્થાત્ જે સમ્યકજ્ઞાનનું પ્રતિદિન શ્રવણ કરે છે, એવો જીવ
Page #136
--------------------------------------------------------------------------
________________
૧૧ ૬
પ્રજ્ઞાવબોઘ-વિવેચન ભાગ-૧
પોતાના શુભભાવથી સ્વર્ગમાં નિવાસ કરે છે. II૪રા.
કોમળ, સરળ, સંતોષ, વિનયી, સત્યવક્તા શાંત જે, સુંદેવ-સુંગુરુ-ઘર્મ-રાગી, દાન-શલઘર, દાન્ત જે, અતિ પુણ્યથી તે આર્ય ખંડે શ્રેષ્ઠ કુળમાં નર બને,
સમ્યકત્વસહ ચારિત્ર પાળી, મોક્ષને આણે કને.”૪૩. અર્થ - જે જીવ સ્વભાવે કોમળ, સરળ, સંતોષી, વિનયી, સત્યવક્તા અને શાંત છે, જે સદેવ, સગુરુ અને સઘર્મનો રાગી છે, દાન અને શીલ એટલે સદાચારનો ઘારક છે અને દાન્ત એટલે ઇન્દ્રિયોને દમન કરનાર છે, એવો જીવ પોતાના અતિ પુણ્યથી આર્ય ખંડના શ્રેષ્ઠ કુળમાં મનુષ્ય અવતાર લે છે, અને ક્રમે કરી સમ્યક્દર્શન સાથે સમ્યકુચારિત્ર પાળી, મોક્ષને પોતાની પાસે લાવે છે. I૪૩ાા
સંક્ષેપમાં પ્રભુએ કહેલું, સ્વલ્પ મતિમાં લ્યો ઘરી. ગૌતમ મુનિ પ્રભુને પૂંછે: “કહો મોક્ષમાર્ગ કૃપા કરી.” “સંપૂર્ણ ગુણનિથિ આત્મ-ભગવરૂપની શ્રદ્ધા બની
નિશ્ચય કહી સમકિત દશા તે સ્વાનુભવકૅપ પણ ગણી. ૪૪ અર્થ :- માટે હે ભવ્યો! સંક્ષેપમાં પ્રભુએ કહેલી જીવતત્ત્વની, ચારે ગતિ થવાના કારણની,પાપની કે પુણ્યની વાતને પોતાની સ્વલ્પ મતિમાં ઘારણ કરો. વળી ગૌતમ મુનિ ભગવંતને પ્રશ્ન પૂછે છે કે હે પ્રભુ! આપ કૃપા કરી અમને મોક્ષનો માર્ગ બતાવો. ત્યારે ભગવંત પ્રત્યુત્તરમાં કહે છે કે “સંપૂર્ણ ગુણનો ભંડાર એવો જે શુદ્ધ આત્મા તે જ ભગવરૂપ છે. તેની જો શ્રદ્ધા થઈને તે આત્માનો સ્વાનુભવ થયો તો તેને નિશ્ચય સમકિત દશા કહી છે, અર્થાત્ તે જીવ નિશ્ચયનયથી સમ્યક્દર્શનને પામ્યો એમ કહ્યું છે. I૪૪ા
જો પરમ પદ આત્માતણું ઑવ સ્વાનુભવથી ઓળખે, તો જ્ઞાન સમ્યક્ નિશ્ચયે તેને અનુભવીઓ લખે. સૌ બાહ્ય-અંતરના વિકલ્પો છૂટતાં જે સ્થિરતા
થર્ટી આત્મમાં, તે નિશ્ચયે ચારિત્ર સમ્યક્ વીરતા. ૪૫ અર્થ :- જો જીવ સ્વાનુભવથી આત્માના પરમપદને ઓળખી લે તો તેને અનુભવીઓ એટલે જ્ઞાનીઓ નિશ્ચયનયથી સમ્યકજ્ઞાનદશા કહે છે. તથા સર્વ બાહ્ય અને અંતરના વિકલ્પો છૂટી જઈ આત્મામાં સ્થિરતા થાય તેને નિશ્ચયનયથી સમ્યકુચારિત્રદશા કહે છે. એવી આત્મામાં સ્થિરતા કરવારૂપ સમ્યક ચારિત્રદશા પ્રગટાવવી એ જ આત્માનું સાચું વીરપણું છે. //૪પા
રત્નત્રયી આ નિશ્ચયે સાક્ષાત મુક્તિ આપશે, જે જે મુમુક્ષુ સેવશે તે મોહ-ફાંસો કાપશે. ત્રિકાળમાં મોક્ષે ગયા, ને જાય છે કે જે જશે
તે સર્વનો આ માર્ગ એક જ રત્નત્રયરૂપી હશે.”૪૬ અર્થ - આ નિશ્ચયરત્નત્રય એટલે સ્વરૂપનો અનુભવ કરવારૂપ સમ્યગ્દર્શન, સ્વરૂપનું જ્ઞાન કરવારૂપ સમ્યજ્ઞાન અને સ્વરૂપમાં જ રમણતા કરવારૂપ સમ્યક્યારિત્ર, એ નિશ્ચય રત્નત્રય જીવને સાક્ષાત મુક્તિ આપનાર છે. જે જે મુમુક્ષુ જીવ આ રત્નત્રયની આરાધના કરશે તે અનાદિકાળથી ગળામાં
Page #137
--------------------------------------------------------------------------
________________
(૧૧) મહાવીર દેવ ભાગ-૩
૧ ૧૭
પડેલ મોહના ફાંસાને જરૂર કાપી નાખશે.
ત્રણે કાળમાં જે જીવો મોક્ષે ગયા છે, વર્તમાનમાં જાય છે અને ભવિષ્યમાં પણ જશે, તે સર્વ જીવોને માટે મોક્ષમાર્ગ આ રત્નત્રયરૂપ એક જ રહેશે. તે સિવાય બીજો કોઈ સત્ય મોક્ષમાર્ગ ત્રણેય કાળમાં હશે નહીં. ૪૬ાા.
પ્રશ્નોત્તરો બહુવિઘ થયા તે મૂળ દ્વાદશ અંગનું, આઘાર છે તે તીર્થનો, ફળ એ પરમ સત્સંગનું; ગૌતમ વિચારે: ઘન્ય હું, પુયે પ્રભુ આજે મળ્યા,
વળી મોક્ષમાર્ગ બતાવતા પ્રભુ ભાવથી મેં સાંભળ્યા.”૪૭ અર્થ - આમ અનેક પ્રકારના પ્રશ્નોત્તરો ભગવાન સાથે થયા. તે દ્વાદશાંગીનું મૂળ છે, તથા સાધુ, સાધ્વી, શ્રાવક, શ્રાવિકારૂપ તીર્થને મોક્ષમાર્ગ આરાઘવામાં પરમ આધારભૂત છે. ભગવાન સાથે પરમ સત્સંગ કરવાનું આવું ફળ આવે છે.
ગૌતમ મુનિ વિચારે છે કે આજે મારા મહાપુણ્યના ઉદયે આવા પ્રભુ મળવાથી મારું જીવતર ઘન્ય બની ગયું. વળી આજે પ્રભુને મોક્ષમાર્ગ બતાવતા મેં ભાવથી સાંભળ્યા. ૪શા
સૌ ભાઈઓ, શિષ્યો અને બહુ અન્ય જન સાધુ થયા, બહુ રાજકન્યાઓ વળી સ્ત્રીઓ બીજી સાથ્વી થયાં; ગૃહઘર્મીનાં વ્રત ઉચ્ચરે નરનારી મુમુક્ષુ ભલાં,
વળી સિંહ આદિ પશુ ગૃહીનાં વ્રત લઈ તેમાં ભળ્યાં. ૪૮ અર્થ :- હવે ઇન્દ્રભૂતિ ગૌતમના વાયુભૂતિ આદિ ભાઈઓ તથા સર્વ શિષ્યો અને બીજા પણ ઘણા લોકોએ પ્રભુ પાસે દીક્ષા લીધી. અનેક રાજકન્યાઓ તથા બીજી સ્ત્રીઓ પણ સાથ્વી થયાં. તથા મુમુક્ષુ એવા નરનારીઓએ પણ ગૃહસ્થઘર્મના બાર વ્રત ભગવાન પાસે ઉચ્ચર્યા. તેમજ સિંહ આદિ પશુઓએ પણ ગૃહસ્થઘર્મના વ્રત અંગીકાર કર્યા. ૪૮
“મોક્ષાર્થી જીવો વ્રત વિનાના દાન, પૂજાદિ ચહે, શક્તિ પ્રમાણે ભક્તિ, ઉત્સવ, ભાવથી કર્મો દહે. પછી ઇન્દ્ર વીરને વીનવે વિહાર દેશાંતર થવા,
ત્યાં મોહનિદ્રામાં સેંતેલા ભવ્ય જીંવને બોઘવા. ૪૯ અર્થ - બીજા મોક્ષાર્થી જીવો દેવ, મનુષ્યાદિ કે જે વ્રત લેવાને શક્તિમાન નથી, તે દાન, પૂજા આદિ કરવા લાગ્યા તથા શક્તિ પ્રમાણે ભક્તિ તેમજ મહાપુરુષોના કલ્યાણકો નિમિત્તે થતાં ઉત્સવોમાં ભાવથી ભાગ લઈ કમને બાળવા લાગ્યા. પછી ઇન્દ્ર મહાવીર પ્રભુને દેશાંતરમાં વિહાર કરવા માટે વિનવવા લાગ્યા કે જેથી મોહનિદ્રામાં સૂતેલા ભવ્ય જીવોને પણ બોઘ થાય. II૪૯ાા
પ્રારબ્ધ જાણી વીર જિન પણ રાજગૃહ નગરે ગયા; વિપુલાચલે પધરામણી સુણ રાય શ્રેણિક આવિયા. પૂજા, સ્તુતિ કરી, બોઘ સુણી, નિજ પૂર્વ ભવ પૂછે વળી, ગૌતમ કહેઃ “ભીલના ભવે સદ્ઘર્મ વાત ભલી મળી. ૫૦
Page #138
--------------------------------------------------------------------------
________________
૧૧૮
પ્રજ્ઞાવબોઘ-વિવેચન ભાગ-૧
અર્થ :- શ્રી વીર પરમાત્મા પણ પોતાનું એવું પ્રારબ્ધ જાણી રાજગૃહ નગરમાં આવ્યા. ત્યાં વિપુલાચલ પર્વત ઉપર પ્રભુની પધરામણી થઈ છે એમ જાણી રાજા શ્રેણિક ત્યાં આવી પહોંચ્યા. પછી પ્રભુની પૂજા, સ્તુતિ કરી, બોઘ સાંભળીને પોતાના પૂર્વભવ વિષે પૂછવા લાગ્યા. ત્યારે ગૌતમસ્વામીએ કહ્યું કે પૂર્વે ભીલના ભાવમાં સદ્ઘર્મની વાત શ્રી ગુરુ પાસેથી તમને ભલી મળી હતી. //૫૦
રે! કાગડાનું માંસ મુનિના વચનથી તર્જી ટેકથી કરી દેવ ભવ શ્રેણિક નૃપતિ થાય જો તું વિવેકથી. સાચા પુરુષની સાક્ષીએ કે અલ્પ વ્રત બળ કેટલું?
ભલભવ મટાડીને મહાવીર સમ બનાવે તેટલું. ૫૧ અર્થ - તે ભીલના ભાવમાં કાગડાનું માંસ જ્ઞાની મુનિના વચનથી તજી દીધું. તે વ્રત ટેકપૂર્વક પાળવાથી ત્યાંથી મરીને દેવ થઈ હવે શ્રેણિક રાજા થયા. તે ભીલના ભવમાં પણ વ્રત નહીં તોડવાના વિવેકથી આ સ્થિતિને પામ્યા. સાચા જ્ઞાની પુરુષની સાક્ષીએ લીઘેલું અલ્પ પણ વ્રત કેટલું બળવાન છે કે જે ભીલનો ભવ મટાડી જીવને ભગવાન સમાન તીર્થંકર પદ આપી શકે તેટલું બળવાન છે. પલા
દર્શનવિશુદ્ધિ આદિ કારણ ભાવના ભાવી ભલી, ચરણે મહાર્વરને વવાશે તીર્થપતિપદ બેંજ વળી. રે! નરકગતિ બાંથી દથી છે, તેથી મારી નરકે જશો;
પણ આવતી ચોવીશીમાં તો પ્રથમ તીર્થંકર થશો.” પર અર્થ - દર્શનવિશુદ્ધિ આદિ સોળ તીર્થંકર પદ પ્રાપ્તિની કલ્યાણકારક ભાવનાઓને ભાવી તમે મહાવીર પ્રભુના ચરણકમળમાં તીર્થંકર પદ પ્રાપ્તિના બીજની વાવણી કરશો. રે! આશ્ચર્ય છે કે અજ્ઞાનવશ તમે આ ભવમાં નરકગતિ બાંધી દીધી છે, માટે અહીંથી મરીને નરકે જશો; પણ આવતી ચોવીશીમાં તમે પ્રથમ પદ્મનાભ નામના તીર્થકર થશો. Ifપરા
વિહાર બહુ દેશે કરી બહુ જીવને જાગ્રત કર્યા, ચંપાપુરીના બાગમાં અંતે પ્રભુજી ઊતર્યા. એ વર્ષ ત્રીસમું તીર્થનું; ત્યાં યોગ રોથી સ્થિર થયા,
દિવાળીએ સૌ કર્મ બાળી વીર પ્રભુ મોક્ષે ગયા. ૫૩ અર્થ – પ્રભુએ અનેક દેશોમાં વિહાર કરીને ઘણા જીવોને મોહનિદ્રામાંથી જાગૃત કર્યા. હવે ચંપાપુરીના બાગમાં, પણ પાઠાંતરમાં સકળકીર્તિકૃત “મહાવીર પુરાણ” અનુસાર પાવાપુરીમાં અંત સમયે પ્રભુએ આવી ઉતારો કર્યો. ભગવંતને કેવળજ્ઞાન પામી તીર્થની સ્થાપના કર્યાને એ ત્રીસમું વર્ષ હતું. ત્યાં હવે મન,વચન, કાયાના યોગને રોથી ભગવંત આત્મધ્યાનમાં સ્થિર થઈ ગયા. દિવાળીના દિવસે સર્વ કમોને બાળી ભસ્મીભૂત કરીને મહાવીર પ્રભુ મોક્ષે પધાર્યા. ભગવાન ગૃહસ્થાવસ્થામાં ત્રીસ વર્ષ, દીક્ષા લઈ છદ્મસ્થ અવસ્થામાં સાડા બાર વર્ષ અને કેવળજ્ઞાન થયા પછી ત્રીસ વર્ષ મળીને કુલ ૭૨ વર્ષ લગભગ આયુષ્ય ભોગવી સિદ્ધ ગતિને પામ્યા. પ૩ી.
અગિયાર ગણઘર આપના ને સાતસો વળી કેવળી, ચૌદ હજાર બધા મુનિવરને નમું ભાવે વળી;
Page #139
--------------------------------------------------------------------------
________________
(૧૧) મહાવીર દેવ ભાગ-૩
૧ ૧૯
છત્રીસ હજાર સુસાઘવી, ત્રણ લાખ શ્રાવિકા ભલી,
વ્રતવંત શ્રાવક લાખ પૂજે પ્રભુચરણકમલાવલી. ૫૪ અર્થ - ભગવાન મહાવીર પ્રભુના કુલ અગ્યાર ગણધર હતા, સાત સો કેવળી હતા તથા ચૌદ હજાર મુનિવરો હતા. તે સર્વને હું ભાવપૂર્વક નમસ્કાર કરું છું. વળી છત્રીસ હજાર સત્સાધ્વીઓ હતી, તથા ત્રણ લાખ ભલી એવી શ્રાવિકાઓ હતી તેમજ બાર વ્રતના ઘારક એવા એક લાખ શ્રાવક હતા. જે હમેશાં પ્રભુના ચરણકમળની પૂજા કરતા હતા. ૫૪
વળી દેવદેવી છે અસંખ્યાતા, પશું સંખ્યાત છે, માને પ્રભુ મહાવીરને સૌ આત્મશ્રદ્ધાવંત એ; નિર્વાણ કલ્યાણક તણો ઉત્સવ કરે ઇન્દ્રાદિ જ્યાં,
ગૌતમગણીને જ્ઞાન કેવળ તે દિને પ્રગટેલ ત્યાં. ૫૫ અર્થ - વળી ભગવંત પાસે અસંખ્યાત દેવદેવીઓ આવે છે અને સંખ્યાત એવા પશુઓ પણ આવે છે, જે પ્રભુ મહાવીરને માને છે અને સર્વ આત્મશ્રદ્ધાવંત છે અર્થાતુ સૌને આત્મા નામના તત્ત્વની શ્રદ્ધા છે. પ્રભુ મોક્ષે પધાર્યા માટે નિર્વાણ કલ્યાણકનો ઉત્સવ ઇન્દ્રાદિ દેવો આદિ કરતા હતા. તે જ દિવસે ગૌતમગણી એટલે ગૌતમ સ્વામી એવા ગણઘરને કેવળજ્ઞાન ઉત્પન્ન થયું. પપા
ઉપસંહાર “સંયમ હજારો વર્ષનો મોટા મુનિજન સંઘરે, તેથી વધુ વૈરાગ્ય વર જિન ગૃહવાસ વિષે ઘરે. જે વીરને મતિ, ધૃત, અવધિ જ્ઞાન જન્મ થકી હતાં
તે પુરુષનાં ગુણગાન કરતાં કર્મ કોટી છૂટતાં.”૫૬ અર્થ - હજારો વર્ષના સંયમી એવા મોટા મુનિજન જે વૈરાગ્યને સંઘરે છે, તેથી પણ વધુ વૈરાગ્યભાવ શ્રી મહાવીર જિન જ્યારે ગૃહસ્થાવાસમાં હતા ત્યારે તેમનામાં હતો.
જે મહાવીર જિનને મતિ, શ્રુત, અવધિજ્ઞાન તો જન્મ થકી જ હતા. તે પુરુષના ગુણગ્રામ કરતાં કોટી કર્મોની નિર્જરા થાય છે.
“શ્રીમદ રાજચંદ્ર'માંથી :- “મહાવીર સ્વામી ગ્રહવાસમાં રહેતા છતાં પણ ત્યાગી જેવા હતા.
હજારો વર્ષના સંયમી પણ જેવો વૈરાગ્ય રાખી શકે નહીં તેવો વૈરાગ્ય ભગવાનનો હતો. જ્યાં જ્યાં ભગવાન વર્તે છે, ત્યાં ત્યાં બથા પ્રકારના અર્થ પણ વર્તે છે. તેઓની વાણી ઉદય પ્રમાણે શાંતિપૂર્વક પરમાર્થ હેતુથી નીકળે છે, અર્થાત તેમની વાણી કલ્યાણ અર્થે જ છે. તેઓને જન્મથી મતિ, શ્રત, અવધિ એ ત્રણ જ્ઞાન હતાં. તે પુરુષના ગુણગ્રામ કરતાં અનંતી નિર્જરા છે.” -ઉપદેશછાયા (વ.પૃ.૭૩૦) //પકા
વર્ષો પચીસસો તો થવા આવ્યાં છતાં તેની દયા, સંસારની ક્રૂર વાસનાને દૂર કરી દે યાદ આ. આ એકવીશ હજાર વર્ષો વીર-શાસન ચાલશે,
ત્યાં સુધી જીંવને શરણ આપી મુક્તિ માર્ગે વાળશે. ૫૭ અર્થ :- ભગવાન મહાવીરને થયાને પચીસસો વર્ષ થવા આવ્યા છતાં પણ તેમના દ્વારા ઉપદેશેલ
Page #140
--------------------------------------------------------------------------
________________
૧ ૨ ૦
પ્રજ્ઞાવબોઘ-વિવેચન ભાગ-૧
દયા-ઘર્મ હજા વિદ્યમાન છે. “તેને પચીસસો વર્ષ થયાં છતાં તેમનાં દયા આદિ હાલ વર્તે છે. એ તેમનો અનંત ઉપકાર છે. -ઉપદેશછાયા (વ.પૃ.૭૩૦)
ભાખ્યું ભાષણમાં ભગવાન, ઘર્મ ન બીજો દયા સમાન;
સર્વ પ્રકારે જિનનો બોઘ, દયા દયા નિર્મળ અવિરોઘ!”-મો.શિક્ષાપાઠ-૨ (વ.પૃ.૫૯) આ દયા ઘર્મના બોઘની યાદી સંસારમાં રહેલી એવી જીવની ક્રૂર પાંચ ઇન્દ્રિયોની વાસનાને પણ દૂર કરી દે એવી છે. ભગવાન મહાવીરનું આ શાસન એકવીશ હજાર વર્ષ સુધી ચાલશે.
એઓનું આ ઘર્મતીર્થ પ્રવર્તે છે. તે ૨૧,૦૦૦ વર્ષ એટલે પંચમકાળની પૂર્ણતા સુથી પ્રવર્તશે એમ ભગવતીસૂત્રમાં પ્રવચન છે.” -મો.શિક્ષાપાઠ ૫૩ (વ.પૃ.૯૬) એકવીસ હજાર વર્ષના અંત સુધી ભગવાનનું આ શાસન મુમુક્ષ જીવને શરણ આપી મુક્તિમાર્ગે વાળશે. //પશા.
બહુ મતમતાંતર પછી થયા તે માર્ગમાં કળિકાળથી: મધ્યસ્થ જન નહિ આગ્રહી, લે સત્યની ખરી કાળજી, વિવેક-
વિચારે ઘરે મૂળ તત્ત્વ પર પ્રીતિ અતિ,
શીલવાન મુનિ પર ભાવ ઘરીને, મન દમે સ્વ-વિચારથી. ૫૮ અર્થ :- ભગવાન મહાવીરના ગયા પછી બહુ મતમતાંતર વીતરાગ માર્ગમાં પડી ગયા, તે આ કળિકાળનો પ્રભાવ છે. તેમાં મધ્યસ્થ આત્માર્થીજનો મતનો આગ્રહ રાખતા નથી. પણ સત્યની શોધ કરી તેની જ ખરી કાળજી રાખે છે, તથા વિવેકપૂર્વક વિચાર કરીને આત્મઘર્મના મૂળ તત્ત્વો ઉપર અત્યંત પ્રેમભાવ રાખે છે, તેમજ શીલવાન એવા આત્મજ્ઞાની મુનિઓ ઉપર સદુભાવ રાખીને, સ્વઆત્મવિચારથી પોતાના મનને દમે છે અર્થાત્ પોતાના મનને વશ કરે છે. //૫ટા.
ભગવાન મહાવીરસ્વામી સંપૂર્ણ કર્મનો ક્ષય કરી પોતાના શુદ્ધ આત્મસ્વરૂપને પામ્યા, તેમ હું પણ મારા શુદ્ધ સહજાન્મસ્વરૂપને પામવા માટે નીચે પ્રમાણે આ ત્રણ મનોરથને સેવું કે જેથી મારા આત્માનું પણ કલ્યાણ થાય.
“પરિગ્રહ મમતા તજી કરી, પંચ મહાવ્રત ઘાર; અંત સમય આલોચના, કરું સંથારો સાર. તીન મનોરથ એ કહ્યા, જો ધ્યાવે, નિત મન્ન; શક્તિ સાર વર્તે સહી, પાવે શિવસુખ ઘન્ન.” -નિત્યક્રમ (પૃ.૨૭૪)
(૧૨) ત્રણ મનોરથ
| (ઇંદવછંદ) (રાગ-બેઠત રામ હિ, ઊઠત રામ હિ, બોલત રામ હિ, રામ રહ્યા હૈ.)
જે ગુરુ રાજ સમાધિરસે પરિપૂર્ણ સુખી પરમાતમ પોતે, સર્વ વિકલ્પ રહિત થયા, નહિ કોઈ મનોરથ આતમ-જ્યોતે;
Page #141
--------------------------------------------------------------------------
________________
(૧૨) ત્રણ મનોરથ
૧ ૨૧
તે પદમાં પ્રણમી મનથી, તઓં સર્વ મનોરથ લૌકિક જે જે,
સર્વ વિકલ્પ જવા ત્રણ સેવીશ શુભ મનોરથ સાઘક તે તે. ૧ અર્થ :- શ્રીમદ્ રાજચંદ્ર ગુરુદેવ સ્વરૂપ સમાધિરસ વડે પરિપૂર્ણ સુખી છે, પોતે પરમાત્મસ્વરૂપને પામ્યા છે. સર્વ વિકલ્પથી જે રહિત થયા છે. જેની આત્મજ્યોતિમાં કોઈ પ્રકારનો મનોરથ નથી અર્થાત જેને કોઈપણ પદાર્થની ઇચ્છા નથી, એવા સહજાત્મસ્વરૂપી પરમકૃપાળુદેવના ચરણકમળમાં ભાવથી પ્રણામ કરીને હું પણ જે જે લૌકિક મનોરથ ઘન, કુટુંબ, માનાદિની ઇચ્છાના છે તે સર્વનો ત્યાગ કરું, તથા સર્વ પ્રકારના વિકલ્પોને દૂર કરવા માટે શુભ એવા ત્રણ મનોરથને જ એવું કે જે મને આત્મસાધનામાં પરમ સહાયક છે. તેના
કાળ અનંત ગયો મમતાવશ, ઘારી પરિગ્રહભાર, અરેરે! મોહવશે નહિ દેખી શકે દુઃખ, જન્મ-જરા-મરણે જ ફરે રે! હિંસક વૃત્તિ નહીં છૂટતી હજી, નિર્દયતા સુખકાજ ઘરે રે!
ટાળ હવે મન, ઇન્દ્રિયખની ચાહ ગણી વિષ-દાહ ખરે રે! ૨ અર્થ - હવે પ્રથમ પરિગ્રહની મમતા વિષે વિચારે છે કે –
અરેરે! પૂર્વે મારો અનંતોકાળ મમતાવશ પરિગ્રહનો ભાર વઘારવામાં જ વહી ગયો. દર્શનમોહ એટલે મિથ્યાત્વના ગાઢપણાને લીધે આ જીવ પોતાના આધિ, વ્યાધિ, ઉપાધિરૂપ ત્રિવિધ તાપાગ્નિના દુઃખને પણ જોઈ શકતો નથી; અને તેના ફળમાં જન્મ, જરા, મરણના અનાદિથી ફેરા જ ફર્યા કરે છે.
હવે પંચ મહાવ્રત ઘારણ કરવામાં બાઘક એવી જીવની પ્રથમ હિંસકવૃતિ વિષે જણાવે છે કે – પાંચ ઇન્દ્રિયોના સુખ સાજ માટે છ કાય જીવોની હિંસા કરવાની વૃત્તિ હજા તારી છૂટતી નથી. પૃથ્વી, જળ, વાયુ, અગ્નિ, વનસ્પતિ તથા ત્રસકાયની હિંસામાં નિર્દયતાપૂર્વક વર્તતા તને વિચાર પણ આવતો નથી કે હું આ શું કરું છું. એ વૃત્તિને હે જીવ! હવે તું ટાળ અને ઇન્દ્રિયસુખની ચાહનાને વિષ-દાહ એટલે વિષની બળતરા સમાન જાણી ત્યજી દે, કેમકે તે ખરેખર દુઃખનું જ મૂળ છે. //રા
સત્ય વિષે સુખ-શાંતિ વસે, નહિ એવી પ્રતીતિ ઉરે દ્રઢ ઘારી, સત્ય-કસોટી તકે ટકતો નર તે હરિશ્ચંદ્ર સમો વ્રતધારી; સત્યવ્રતી-ઉરમાં વસશે નિજ સત્ય સ્વરૂપ સદા સુખકારી,
સમ્યગ્રુષ્ટિ જ સત્યવ્રતી પરમારથને નીરખે હિતકારી. ૩ અર્થ :- હવે સત્ય મહાવ્રતનું મહાભ્ય દર્શાવે છે :
જીવની સાચી સુખશાંતિ સત્યમાં વસે છે. એવી દ્રઢ પ્રતીતિ એટલે વિશ્વાસ હજા સુધી જીવમાં આવ્યો નથી. જો આવ્યો હોય તો સત્યની કસોટી સમયે સત્યવ્રતધારી રાજા હરિશ્ચંદ્રની જેમ સર્વસ્વ જાય તો પણ તે ટકી રહેશે.
સત્યવ્રતને દ્રઢપણે ઘારણ કરનારના હૃદયમાં સદા સુખને આપનાર એવું પોતાના આત્માનું સત્ય સ્વરૂપ એટલે શુદ્ધ સ્વરૂપમાં તેનો વાસ થશે અર્થાતુ તેને તે સ્વરૂપ પ્રાપ્ત થશે. ખરેખર તો સમ્યકુદ્રષ્ટિ જ સત્યવ્રતી છે કેમકે તે પરમાર્થને જ હિતકારી માની પરમાર્થ સત્ય ભાષા બોલે છે અર્થાતુ પ્રથમ આત્મા જોઈને પછી તેના પર્યાયને જુએ છે. ૩ાા
Page #142
--------------------------------------------------------------------------
________________
૧ ૨ ૨
પ્રજ્ઞાવબોઘ-વિવેચન ભાગ-૧
ચોર તજે નહિ ચોરર્ટી વૃત્તિ, અતિ ઘન વૈભવ હોય ભલે જો, પારકી થાળી વિષે રસ કલ્પત જીભ, રસોઈ અનન્ય મળે તો; જે નિજ આત્મસુખે નહિ તૃસ, ચહે પરચીજ અનેક પ્રકારે,
ગાય હરાયી સમાન ભમી પર ક્ષેત્ર વિષે બહુ દુઃખ વધારે. ૪ અર્થ :- હવે પંચ મહાવ્રતમાં ત્રીજું અચૌર્ય મહાવ્રત છે. તેમાં બાળક એવી ચોરટી વૃત્તિ વિષે બોઘ આપે છે કે – જીવને ચોરી કરવાની આદત પડી ગઈ હોય તો અતિ ઘન, વૈભવ ભલે હોય તો પણ તે ચોરટી વૃત્તિ જીવમાંથી જતી નથી. જેમ ઘરમાં અનન્ય એવી શ્રેષ્ઠ રસોઈ મળતા છતાં પણ જીભ પારકા ઘરની થાળીમાં રસ કહ્યું છે, અર્થાત્ પારકા ઘરની રસોઈ જીવને મીઠી લાગે છે.
તેમ જે જીવ પોતાના આત્મસુખ વડે તૃપ્ત નથી તે જ અનેક પ્રકારે પરવસ્તુને ઇચ્છે છે. અને તેના ફળમાં ચાર ગતિમાં ભમીને અનંત દુઃખ પામે છે. જેમ હરાયા ઢોર સમાન ગાય ભમીને પરના ક્ષેત્રમાં મોટું ઘાલે તો ડફણાનો માર પણ તેને ખાવો પડે છે. જો
કામ-વિકાર વશે ઑવ ઝૂર સહે અતિ દુઃખ ભવોભવ ભારી; સ્પર્શ-વિયોગ નહીં કર્દી, તેથી અનાદિ વઘી નીંચ વિષય જારી. મૂળ મહાન પરિગ્રહનું રતિ-વૃત્તિ હણે સત્સંગતિ સાચી,
આ કળિકાળ વિષે અતિ દુર્લભ સજ્જનયોગ કરે જ અયાચી. ૫ અર્થ - હવે ચોથા બ્રહ્મચર્ય મહાવ્રતમાં બાઘક એવા કામવિકારો વિષે જણાવે છે –
કામ વિકારને વશ થઈને જીવ ઝૂરે છે અને તેના ફળમાં ભવોભવ અત્યંત દુઃખોને સહન કરે છે. કોઈ કાળે જીવને સ્પર્શેન્દ્રિયના વિષયનો વિયોગ થયો નથી. તેથી અનાદિકાળની જીવની નીચ એવી વિષય વાસના છૂટતી નથી. સૌ આરંભ અને પરિગ્રહનું મૂળ તે રતિ-વૃત્તિ એટલે કામવૃત્તિ છે. તે કામવૃત્તિ સાચા પુરુષોની સંગતિથી હણાય છે.
સત્સંગ છે તે કામ બાળવાનો બળવાન ઉપાય છે.” -શ્રીમદ્ રાજચંદ્ર
આ કળિકાળમાં એવા સજ્જન પુરુષોનો યોગ મળવો અતિ દુર્લભ છે કે જે જીવને સર્વકાળને માટે અયાચી એટલે ભૌતિક સુખના ભિખારીપણાનો નાશ કરી દે. આપણા
“ઘર્મ ભેંલે ઘનમાં જનનાં મન, લાભ થતાં બહુ લોભ વધે છે; લોક ગણે ઘન ઉત્તમ શાર્થી? મળે સુખને યશ, લોક વદે છે. એ સુખ ને યશ કાયમ કો નર આજ સુથી ઘનથી નથી પામ્યો,
તોય ગમાર વિચાર કરે નહીં, આંઘળી દોડ થકી ન વિરામ્યો.” અર્થ - હવે પંચમ પરિગ્રહ ત્યાગ મહાવ્રતમાં વિદન કરનાર ઘન પ્રત્યેની આસક્તિની વિચિત્રતા જણાછે છે કે – લોકોના મન ઘનમાં આસક્ત થઈને ઘર્મને ભૂલી જાય છે. કેમકે લાભ થતાં જીવનો લોભ બહ વધી જાય છે. તે વિષે “મોક્ષમાળા'માં શ્રીમદ્ રાજચંદ્ર જણાવે છે કે : કોણ જાણે લક્ષ્મી આદિકમાં કેવીયે વિચિત્રતા રહી છે કે જેમ જેમ લાભ થતો જાય છે તેમ તેમ લોભની વૃદ્ધિ થતી જાય છે; ઘર્મ સંબંઘી કેટલુંક જ્ઞાન છતાં, ઘર્મની દૃઢતા છતાં પણ પરિગ્રહના પાશમાં પડેલો પુરુષ કોઈક જ છૂટી શકે છે; વૃત્તિ એમાં જ લટકી રહે છે; પરંતુ એ વૃત્તિ કોઈ કાળે સુખદાયક કે આત્મહિતૈષી થઈ નથી. જેણે એની ટૂંકી
Page #143
--------------------------------------------------------------------------
________________
(૧૨) ત્રણ મનોરથ
૧ ૨ ૩
મર્યાદા કરી નહીં તે બહોળા દુઃખના ભોગી થયા છે.” (વ.પૃ.૭૬)
લોકો ઘનને ઉત્તમ શાથી ગણે છે? તો કે એથી સુખ અને યશ મળે છે, એમ લોકવાયકા છે. પણ એ ઘનથી સુખ અને યશ આજ દિવસ સુધી કાયમને માટે કોઈ પામ્યું નથી. તોય ગમાર એવો આ પામર જીવ હજા સુધી તે માટે વિચાર કરતો નથી અને માત્ર આંથળી દોડ જ દોડ્યા કરે છે; પણ તેથી વિરામ પામતો નથી. કાા
માતપિતા, પ્રિય સ્ત્રી, તનુજો સહુ સ્વાર્થવિઘાત થતાં અરિ જાણો, પ્રીતિ ઘરો અતિ તે જ પદાર્થ કરે બહુ બંઘન, સજ્જન માનો; તે દિન ઘન્ય હશે માં જે દિન બંઘન છોડી વસું વનવાસે,
ધ્યાન વિષે નિશદિન રહું, નહિ વૃત્તિ ફરે શરીરે જગવાસે. ૭ અર્થ - હવે બાહ્ય પરિગ્રહનું સ્વરૂપ જણાવે છે. તે જાણી તેનો ત્યાગ કરવા યોગ્ય છે.
આ સંસારમાં માતાપિતા, પ્રિય સ્ત્રી, તનુજો એટલે પુત્રો આદિ સર્વ પોતાના સ્વાર્થનો ઘાત થતા શત્રુરૂપ થઈ જાય છે. જેમકે ઘનના લોભથી માતાએ પોતાના પુત્ર અમરને વેચી દીઘો. રાજ્યના લોભથી રાજા પોતાના પુત્રના અંગ ખંડિત કરતો હતો, જેથી તે રાજા બની શકે નહીં. પોતાની વાસના પોષાતી નથી એમ જાણી સૂર્યકાન્તા રાણીએ પતિ પરદેશી રાજાને વિષ આપ્યું. પોતાની વિષયવાસના પોષવામાં પોતાના જ પુત્ર બ્રહ્મદત્ત આડો આવે છે એમ જાણી તેને મારી નાખવાનો પ્રયત્ન કર્યો અથવા કોણિકે રાજ્યના લોભથી પોતાના પિતા શ્રેણિકને જેલમાં નાખ્યા. એવા કુટુંબીજનો ઉપર અત્યંત પ્રીતિ કરવી તે જીવને કર્મબંઘનો જ હેતુ છે, એમ હે સજ્જન પુરુષો તમે માનો.
તે દિવસ મારો ઘન્ય હશે કે જે દિવસે હું સર્વ કર્મબંઘનને છોડી વનમાં વાસ કરીશ, તથા આત્મધ્યાનમાં નિશદિન રહીશ, તેમજ મારી વૃત્તિ પણ શરીરમાં કે જગતના ભોગ વિલાસમાં ફરશે નહીં. તે દિવસ મારો પરમ કલ્યાણકારી થશે. શા.
પંચ મહાવ્રત શુદ્ધ સ્વભાવથી જીવન-અંત સુધી નિરવાણું, વર્તન જિનની આણ પ્રમાણથી રંચ ચતું ન અતિક્રમવા હું; કેવળજ્ઞાન થતાં સુઘી આણ શિરે ઘરી સમ્યક ભાવ વધારું,
વ્યાધિ-જરા-મરણે નહિ દેહ વિષે મમતા મનમાં પણ ઘારું. ૮ અર્થ:- આ ગાથામાં અંતરંગ પરિગ્રહને ત્યાગી ભગવાનની આજ્ઞાને જ ઉપાસું એમ જણાવે છે :
મારા આત્માના શુદ્ધ સ્વભાવનો અનુભવ કરી, અંતરંગ કષાય, નોકષાયને સર્વથા ત્યાગી પંચ મહાવ્રતનો જીવનના અંત સુધી નિર્વાહ કરું. તથા મારું વર્તન જિનેશ્વરની આજ્ઞા પ્રમાણે જ રાખું. તે આજ્ઞાને રંચ માત્ર પણ અતિક્રમવા એટલે ઉલંઘવા ઇચ્છું નહીં.
કેવળજ્ઞાન થતાં સુધી ભગવાનની આજ્ઞાને શિરોઘાર્ય કરી હંમેશાં સમ્યભાવને વઘાર્યા કરું તથા વ્યાધિ, વૃદ્ધાવસ્થા કે મરણના પ્રસંગે, દેહપ્રત્યે મમતાભાવ મનમાં પણ ઘારણ કરું નહીં. દા.
પાપ-ઉપાધિ તજું, મુનિભાવવ્રતે દ્રઢતા, મરણાંત સુથારું, એ ત્રણ મુંજ મનોરથ આ ભવમાંથી સદાય ઘરું, ન વિસારું; આત્મસ્વભાવ સુરક્ષિત હો મુજ, દેહતણી દરકાર ન રાખું, મૌન મહાવ્રત અંતરમાં ઘરી, સત્ય સદા વચને શુભ ભાખું. ૯
Page #144
--------------------------------------------------------------------------
________________
૧ ૨૪
પ્રજ્ઞાવબોઘ-વિવેચન ભાગ-૧
અર્થ :- પરિગ્રહ એ પાપ છે, પાપનો પિતા છે એવી પરિગ્રહરૂપી પાપઉપાધિનો ત્યાગ કરું, પંચ મહાવ્રત ધારણ કરવારૂપ મુનિભાવમાં દ્રઢતા રાખું, તથા મરણાંત સમયે પાપની આલોચના કરીને મરણ સુઘારું અર્થાત્ સમાધિમરણ કરું. આ મારા ત્રણ મનોરથ આ ભવમાં સદાય ઘારણ કરીને રાખું, પણ કદી તેને વિસારું નહીં. મારા આત્માનો સભ્ય જ્ઞાન, દર્શન, ચારિત્રમય જે સ્વભાવ છે તે સદા સુરક્ષિત રહો, તેની કાળજી રાખું પણ દેહની દરકાર કરું નહીં, અર્થાત્ નાશવંત એવા દેહની સંભાળમાં મનુષ્યભવનો અમૂલ્ય સમય વ્યતીત કરું નહીં, તથા મહાવ્રત જેવા મૌનવ્રતને હૃદયમાં ધારણ કરીને જરૂર પડ્યે સદા શુભ સત્ય વચનનો જ ઉચ્ચાર કરું. લા.
ઓળખ હે! જીવ, શુદ્ધ ગુરુંપદ, તે વિણ દેહ ઘરી ભટકે તું, દેહતણી નહિ ઓળખ સાચી, ન દેક્સગાઈ જરી હિત-હેતુ. ભાન વિના ભટકે ભેંત-પ્રેત સમાન, કહે મૂળ મૂઠ જ બીજું,
ખાય, પીએ, દિન સર્વ, ફરે, નહિ બંઘન-ત્રાસ પશુસમ કીધું. ૧૦ અર્થ - હવે ત્રણ મનોરથ પૂર્ણ કરવા હોય તો સદ્ગુરુ મેળવી આત્માને ઓળખવા માટે સત્સંગ, ભક્તિ, વૈરાગ્ય લાવ. હે જીવ! હવે તારા શુદ્ધ ગુરુપદનું ઓળખાણ કર, અર્થાત્ શુદ્ધ આત્મસ્વરૂપમય એવા ગુરુ એટલે મહાન આત્મપદને ઓળખ. અથવા શુદ્ધ આત્મપદને પ્રાપ્ત એવા શ્રી ગુરુની ઓળખાણ કર. તે વિના તું નવા નવા દેહ ઘારણ કરીને આ ચતુર્ગતિરૂપ સંસારમાં ભટક ભટક કરે છે. દેહને તું તારું સ્વરૂપ માને છે પણ તે તારી ઓળખાણ સાચી નથી. આ દેહ સાથેની સગાઈ એટલે દેહ પ્રત્યે જે તારો પ્રેમ છે તે તારા આત્માને જરાપણ હિતનું કારણ નથી. હે જીવ! તું તારું ભાન ભૂલી, ભૂત-પ્રેત સમાન આ સંસારમાં ભટકે છે. તું તારું મૂળ સ્વરૂપ જે અનંત સુખરૂપ છે, તેને મૂકી બીજાં જ કરે છે.
તું કર્માનુસાર ખાય છે, પીએ છે, આખો દિવસ ફરફર કરે છે, પણ કર્મબંધનનો ત્રાસ હજુ તને લાગતો નથી. માટે તારું જીવન પશુ સમાન છે એમ મહાપુરુષો કહે છે. ૧૦ના
ભાવ ફરે સત્સંગ થયે; પણ ત્યાંય ન બોઘની સોટીં ય લાગે, તે જીંવ કેમ હવે સુથરે? નહિ હિત અહિતનવિચારથી જાગે. કર્મ મહા બળવાન છતાં પુરુષાર્થ સદાય વસે છંવ પાસે;
એ જ ઉપાય ઉપાસ રહો, શુભ સાઘનનું ફળ શુભ જ થાશે. ૧૧ અર્થ :- સત્સંગ થવાથી જીવના ભાવ ફરે છે, પણ જેને સત્સંગમાં પણ સત્પરુષના બોઘની સોટી લાગતી નથી, તે જીવ હવે કેમ સુઘરે? કેમકે સત્સંગમાં આત્માનું હિત શામાં છે, અહિત શામાં છે, એવી વિચારણા થવા છતાં પણ જીવ જાગતો નથી. તેનું કારણ કર્મ મહા બળવાન છે. તો પણ જીવની પાસે સદાય પુરુષાર્થ વસે છે. એ પુરુષાર્થ કર્મને હણવાનો સાચો ઉપાય છે. માટે પુરુષાર્થની જ હંમેશાં ઉપાસના કર્યા રહો તો શુભ સાઘન કરવાનું ફળ કાલાન્તરે શુભ જ આવશે.
શ્રીમદ્ લઘુરાજ સ્વામી કહે છે કે પડ્યો રહે સત્સંગમાં, સાંભળ સાંભળ કર તો કોઈ દિવસ કામ થઈ જશે. ૧૧ાા.
માત્ર મનોરથ તારી શકે નહિ, બિન-મનોરથ સાઘન ક્યાંથી? સાઘન સત્ય, યથારથ શોઘી, સુભક્તિ કરે શરૂઆત જ ત્યાંથી.
Page #145
--------------------------------------------------------------------------
________________
(૧૨) ત્રણ મનોરથ
૧ ૨ ૫.
ભક્તિ કરી ભગવાન પિછાની અહોનિશ તલ્લીનતા સુખ આપે,
દ્રષ્ટિ સમાન ગણી બથ સૃષ્ટિ, કરો સવળી પછી પાપ ન વ્યાપે. ૧૨ અર્થ - માત્ર મનોરથ એટલે માત્ર મનવડે કરેલી ભાવના તે જીવને સંસાર સમુદ્રથી તારી શકે નહીં. તેમજ બિન મનોરથ એટલે મનની સાચી ભાવના વિના પણ જીવ આત્મકલ્યાણના સાઘનને ક્યાંથી મેળવે. માટે પ્રથમ તે વસ્તુ મેળવવાના ભાવ કરી, તેના સત્ય સાઘન શ્રી સદ્ગુરુ, સત્સંગ આદિને યથાર્થ શોઘી, તેની સારી રીતે ભક્તિ કરે તો ત્યાંથી મોક્ષમાર્ગની શરૂઆત થાય છે. તે ભગવાનની ભક્તિ કરીને તેનું સ્વરૂપ પિછાની એટલે સ્વરૂપની ઓળખાણ કરી, તેમાં રાતદિવસ તલ્લીન રહે તો તે જીવને સાચું સુખ પ્રગટે છે. પોતાના આત્મા સમાન જગતના સર્વ જીવોને ગણી કોઈને દુઃખ ન આપે એવી સવળી દ્રષ્ટિ જો જીવ કરે તો તેના આત્મામાં પાપ વ્યાપી શકતું નથી; અને તે છૂટી શકે છે. ૧૨ા.
મોહવિકાર વડે જગ દુઃખ, ટળે સુવિચાર થકી જ વિકારો, સમ્યવ્રુષ્ટિ સદાય સુખી ગણ, હોય ભલે નરકે બહુ મારો; ચક્રતણાં સુખ પૃથ્વી વિષે બહુ, તોય ન તૃપ્તિ અનુભવનારો;
ત્યાગ-વિરાગ સુદ્રષ્ટિ સહિત અનંત સુખી જીંવને કરનારો. ૧૩ અર્થ :- આખું જગત મોહના વિકાર વડે દુઃખી છે. એ મોહના વિકાર સમ્યક વિચાર વડે જ ટાળી શકાય છે. દર્શનમોહના વિકાર ટળી જઈ જેની સમ્યક દ્રષ્ટિ થઈ છે તે જીવને સદાય સુખી જાણો. પૂર્વ કર્માનુસાર તેવા જીવને નરકમાં પણ બહુ માર ખમવા પડતા હોય તો પણ સમ્યદ્રષ્ટિના કારણે તે ત્યાં પણ સુખી છે. જ્યારે ચક્રવર્તીના સુખ આ પૃથ્વી ઉપર ઘણા બધા પ્રાપ્ત હોય, છતાં આ જીવ જો વૃતિને અનુભવતો નથી તો તે સદા દુઃખી જ છે. સમ્યકદ્રષ્ટિ સહિતના ત્યાગ વૈરાગ્ય, જીવને સર્વકાળને માટે અનંત સુખના આપનાર થાય છે. II૧૩ાા.
સમ્યજ્ઞાન દીવો સમજો, ઘરી દીપક હાથ ફૂવે પડશે તે જે નહિ વિરતિભાવ ઘરે, નહિ અંત સમાધિ સુખે કરશે જે; મોહ તજી, લઘુભાવ સજી, ખમી સર્વ, ખમાવી મરે જીવતાં જે
તે જ સુજાગ્ય મહાજન ના ફરી જન્મ ઘરે, બની મુક્ત ભવાંતે. ૧૪ અર્થ:- સમ્યકજ્ઞાનને તમે દીપક સમાન સમજો. તે જગતમાં રહેલ સર્વ હિતાહિત પદાર્થને સ્પષ્ટ જણાવનાર છે. એ જ્ઞાનરૂપ દીપકને લઈ અર્થાત્ તત્ત્વ જાણીને પણ જે જીવ સંસારરૂપી કૂવામાં પડશે, અથવા જ્ઞાનનું ફળ વિરતિ છે એમ જાણવા છતાં જે વિરતિભાવને એટલે ત્યાગભાવને હૃદયમાં ઘારણ કરશે નહીં, તે જીવ પોતાના જીવનનો અંત સમાધિસુખ સહિત કરી શકશે નહીં.
પણ જે જીવ મોહભાવને તજી, લઘુત્વભાવ ઘારણ કરી, પોતા પર આવેલ ઉપસર્ગોને ખમશે, સહન કરશે તથા બીજા સર્વ જીવોને ખમાવશે એટલે પોતાના કરેલા અપરાધોની માફી માગશે, તેમજ જીવતા છતાં જાણે મરી ગયો એવો ભાવ લાવી બાકીનું જીવન માત્ર આત્માર્થે જ ગાળશે; તે જ મહાજન સદા સમ્યક્ પ્રકારે જાગૃત છે. તેવા ઉત્તમ પુરુષ ભવના અંતે મુક્ત બનીને ફરી નવા જન્મ ઘારણ કરશે નહીં, અર્થાતુ મોક્ષસિદ્ધિને સર્વકાળને માટે પામશે. ||૧૪મા
Page #146
--------------------------------------------------------------------------
________________
૧ ૨૬
પ્રજ્ઞાવબોઘ-વિવેચન ભાગ-૧
જે જીવ ત્રણ મનોરથને સાચા ભાવે ઘારણ કરે તે કાળે કરીને ચાર સુખ શય્યાને પામે છે. તે ચાર સુખશય્યા કઈ કઈ છે તેનું વર્ણન હવે આ પાઠમાં કરે છે :
(૧૩) ચાર સુખશય્યા
(દોહરા)
અનંત સુખશય્યા વિષે સ્થિર થયા ગુરુ રાજ,
અયાચક પદ ઉર ઘરી, સુખશયા કહું આજ. ૧ અર્થ - આત્માની અનંતગુણરૂપ સુખશય્યા પામીને પરમકૃપાળુ શ્રીમદ્ રાજચંદ્ર ગુરુદેવ સ્વસ્વરૂપમાં સ્થિર થયા તે અયાચક પદને એટલે જે પદ પામ્યા પછી કંઈ પણ માંગવાનું રહે નહીં એવા ઉત્તમ શુદ્ધ આત્મપદને હૃદયમાં ઘારણ કરી, ચાર સુખશય્યાનું વર્ણન આજે કરું છું. ૧||
મોક્ષસુખ સરખાવવા કહે સુષુતિરૂપ,
પણ ક્યાં મોહર્તીત દશા ક્યાં નિદ્રા અઘકૂપ!૨ અર્થ - મોક્ષસુખને સરખાવવા માટે જીવનની સુષુતિરૂપ નિદ્રાવસ્થાનું દ્રષ્ટાંત વ્યવહારથી આપવામાં આવે છે. પણ ક્યાં આત્માની મોહાતીત દશાનું અદ્ભુત સુખ અને ક્યાં અઘકૂપ એટલે પાપના ઘરરૂપ એવી નિદ્રાનો સુખાભાસ. “જે નિદ્રાને વિષે બીજા સર્વ પદાર્થથી રહિતપણું છે, ત્યાં પણ હું સુખી છું એવું જે જ્ઞાન છે, તે બાકી વધ્યો એવો જે જીવ પદાર્થ તેનું છે; બીજાં કોઈ ત્યાં વિદ્યમાન નથી, અને સુખનું ભાસવાપણું તો અત્યંત સ્પષ્ટ છે; તે જેનેથી ભાસે છે તે જીવ નામના પદાર્થ સિવાય બીજે ક્યાંય તે લક્ષણ જોયું નથી.” (વ.પૃ.૩૬૮) રા.
માત્ર વિકલ્પ-રહિતતા દર્શાવે દૃષ્ટાંત,
ભાન નહીં દુઃખનું ભલે, પણ ક્યાં સુખ એકાંત!૩ અર્થ :- આ ઉપરનું સુપુતિનું દ્રષ્ટાંત તો કેવળ વિકલ્પ-રહિતપણું દર્શાવવા માટે છે કે ખરું સુખ તો માત્ર વિકલ્પથી રહિત થવામાં જ છે.
ઊંઘમાં ભલે એને દુઃખનું ભાન નથી, પણ મોક્ષમાં આત્મસ્વભાવનું જે એકાંત નિરાકુળ સુખ છે તેનો અનુભવ ક્યાં અને આ નિદ્રાવસ્થાનો સુખાભાસ ક્યાં? એ તો માત્ર જીવને નિદ્રાના સુખાભાસનો અનુભવ હોવાથી કંઈક ખ્યાલ આવે તે માટે તુલના કરી સમજાવવા પ્રયત્ન કર્યો છે. હા
શેષનાગ-શયા પર પોઢે પ્રભુ સાક્ષાત્
પૌરાણિક કથા વિષે ગૂઢ કહી કંઈ વાત. ૪ અર્થ - શેષનાગની શય્યા ઉપર વિષ્ણુ ભગવાન સાક્ષાત પોઢે છે એવી વૈષ્ણવ ઘર્મના પુરાણોમાં કથા કહી છે. પણ તે કંઈ ગૂઢ આશયેવાળી વાત હોય એમ જણાય છે. ll૪.
ક્ષીરસાગર સમ્યકત્વ જો, શેષનાગ પ્રારબ્ધ, સેવે જાગૃતિ-લક્ષ્મી પદ, આત્મા-હરિ અબદ્ધ. ૫
Page #147
--------------------------------------------------------------------------
________________
(૧૩) ચાર સુખશયા
૧૨૭
અર્થ - ક્ષીર સાગરરૂપ સમ્યકત્વ પામીને શેષનાગરૂપ પ્રારબ્ધ કર્મ પર આઘારિત થઈ, સદા લક્ષ્મીરૂપ આત્મજાગૃતિને સેવનાર હરિ એવો શુદ્ધ આત્મા તે સદા અબદ્ધ છે; અર્થાતુ નવીન કમોંથી બંઘાતો નથી. પા.
વળી સિદ્ધાંતિક વાત પણ કહે સુખશયા ચાર:
સ્વાનુભવ, સંતોષ ને સંયમ, ઘીરજ ઘાર. ૬ અર્થ - વળી સૈદ્ધાંતિક વાત જે આત્મ અનુભવથી સિદ્ધ થયેલી છે, તે હવે જણાવે છે કે સુખશય્યા ચાર છે અર્થાતુ સાચા આત્મિક સુખને પામવા માટેની ચાર સુખશય્યા છે. તે ૧. સ્વાનુભવ, ૨. સંતોષ, ૩. સંયમ અને ૪. ઘીરજ છે. કા.
દુખમાં જીંવ ઊંઘી રહ્યો, પર વસ્તુમાં મગ્ન,
દેહસુખો દુખગેહ જો, સુખ અંત-દુઃખ-લગ્ન. ૭ અર્થ - હવે પ્રથમ સ્વાનુભવ નામની સુખશય્યા વિષે જણાવે છે કે –
અનાદિકાળથી જીવ દુઃખમાં જ સુખ માની મોહનિદ્રામાં ઊંઘી રહ્યો છે. આત્માથી પર એવા દેહ, સ્ત્રી, પુત્ર, ઘનાદિ પદાર્થોમાં જ મગ્ન બનીને રહે છે. પણ દેહથી પ્રાપ્ત થતા સુખો એ જ દુઃખના ઘરરૂપ છે એમ તું જાણ. કેમકે ઇન્દ્રિયોથી પ્રાપ્ત થતું સુખ તે અંતરની દુઃખ લગની સાથેનું છે, અર્થાત્ ઇન્દ્રિય સુખ હમેશાં અંતરમાં થતી અનેક પ્રકારની ઇચ્છાઓની બળતરા સહિતનું છે. માટે તે અંતર્દાહરૂપ શાતા છે, પણ ખરું સુખ નથી. IIળા
બંધનકારી બાંઘવો, અલંકાર જડ ભાર,
કપડાં કપટ વઘારતાં, નારી અરિ વિચાર. ૮ અર્થ - ભાઈઓ પ્રત્યેના રાગને કર્મબંઘન કરાવનાર જાણ. શરીર ઉપર પહેરાતાં અલંકાર એટલે સોના વગેરેના દાગીનાઓને જડના ભાર ઉપાડવા સમાન જાણ, કપડાં પણ શરીરની ઉબડ ખાબડ એવી કદરૂપી વસ્તુને ઉપરથી સુંદર બતાવનાર હોવાથી માત્ર કપટને જ વઘારનારા છે, તથા નારી એટલે સ્ત્રી પ્રત્યેનો પોતાનો રાગ તેને પણ શત્રુ સમાન જાણી ઘટાડ તો સ્વ આત્માનો તને અનુભવ થશે. Iટા.
વિષ-શર નરનો સ્નેહ ગણ, પુત્રપ્રેમ અહિવિષ;
જ્યાં જ્યાં મન મહિમા ઘરે, તે જ કપાવે શીશ. ૯ અર્થ - સ્ત્રીઓએ પણ પુરુષ પ્રત્યેના સ્નેહને વિષના શર એટલે ઝેરી બાણ સમાન જાણવો. તથા પુત્રપ્રેમને અહિ એટલે સર્પના ઝેર સમાન જાણવો. ઝેરનું બાણ શરીરમાં પ્રવેશી વિવિલાટ કરાવે તેમ પુરુષ પ્રત્યેનો રાગ પણ જીવને અત્યંત આકુળવ્યાકુલતા જ ઉપજાવે છે. સર્પનું વિષ મરણ કરાવે તેમ પુત્રપ્રેમ પણ મોહવશ જીવને અસમાધિમરણનું કારણ થાય છે.
જ્યાં જ્યાં ઉપરોક્ત પદાર્થોમાં મનને માહાભ્ય બુદ્ધિ રહે, ત્યાં ત્યાં જીવને શીશ એટલે મસ્તક કપાવા જેવું છે, અર્થાત્ તે જન્મમરણના જ કારણ થાય છે. લા
રાગ-રોષ મળ ટાળવા ઘરવો ઉર વિવેક; સદગુરુ-બોઘ વિચારતાં ઝટ ટળશે અવિવેક. ૧૦
Page #148
--------------------------------------------------------------------------
________________
૧૨૮
પ્રજ્ઞાવબોઘ-વિવેચન ભાગ-૧
અર્થ - રાગદ્વેષરૂપ મળને ટાળવા માટે જીવે હૃદયમાં હિતઅહિતના ભાનરૂપ વિવેક પ્રગટાવવો જોઈએ. તે અર્થે સદગુરુનો બોઘ વિચારતાં અવિવેકભાવ શીધ્ર ટળશે. ||૧૦ના
સદગુરુબોઘ વિચારવા ઉરમાં કર અવકાશ,
ઇંદ્રિય-વિષય-વાસના, કષાય કચરો ખાસ. ૧૧ અર્થ :- સદગુરુનો બોધ વિચારવા માટે પ્રથમ બીજા વિચારો મૂકીને હૃદયમાં અવકાશ લાવ. તે બોઘને વિચારવામાં ખાસ બાઘક કારણો તે પંચેન્દ્રિયના વિષયની વાસના તથા કષાયરૂપ કચરો છે; તેને પ્રથમ દૂર કર. /૧૧ાા
ઉપશમ-ત્યાગ-વિરાગથી સન્મુખ વૃત્તિ થાય,
ગુરુકૃપાથી જીવને સ્વાનુભવ સમજાય. ૧૨ અર્થ - વિષય કષાયનું ઉપશમન કરવાથી જીવમાં વૈરાગ્ય અને ત્યાગભાવ પ્રગટે છે. તેથી જીવની આત્મસન્મુખ વૃત્તિ થાય છે, અને ગુરુકૃપાથી જીવને સ્વઆત્માનો અનુભવ કેમ કરવો તેનો ઉપાય સમજાય છે. ૧૨ાા
વસ્તુ-ચિંતન-ધ્યાનથી મન જ્યારે સ્થિર થાય.
ઇંદ્રિયાતીત નિજસુખે રહીં, અનુભવ વેદાય. ૧૩ અર્થ :- આત્મવસ્તુના ચિંતન કે ધ્યાનથી મન જ્યારે સ્થિર થાય ત્યારે ઇન્દ્રિયથી અતીત એટલે જુદા એવા નિજ આત્મસુખના અનુભવનું પોતાને સાક્ષાત્ વેદન થાય છે.
“વસ્તુ વિચારત ધ્યાવતે, મન પામે વિશ્રામ; રસ સ્વાદત્ સુખ ઉપજૈ, અનુભવ યાકો નામ.” -સમયસાર નાટક ||૧૩મા સ્થિરતા બે ઘડી ત્યાં થતાં પ્રગટે કેવળ જ્ઞાન;
કર્મતણા ઘક્કા થકી ટકે ન તેનું ધ્યાન. ૧૪ અર્થ - સ્વરૂપમાં બે ઘડી સુધી સ્થિરતા થતાં જીવને કેવળજ્ઞાન પ્રગટે છે. પણ કર્મના ઘક્કાથી ધ્યાનની તે શ્રેણી બે ઘડી સુધી ટકવી ઘણી મુશ્કેલ છે. ૧૪
અનુભવ જન મંડ્યા રહે અભ્યાસે ઘર ખંત,
કરે નિર્જરા કર્મની કરી આત્મા બળવંત. ૧૫ અર્થ :- આત્મ અનુભવી જ્ઞાની પુરુષો ઉત્સાહ ઘરીને તે ધ્યાનની શ્રેણીને બે ઘડી સુધી ટકાવવા પુરુષાર્થના બળે મંડ્યા રહે છે, અને આત્માને અત્યંત બળવાન બનાવી અંતે સર્વ કર્મની નિર્જરા કરી કેવળજ્ઞાનને પ્રગટ કરે છે. ૧પો
(૨)
બાહ્ય વૃત્તિ બહુ દોડતી, કરવા પર વ્યવહાર;
લોભ સર્વનું મૂળ છે, લાભ લોભ અપાર. ૧૬ અર્થ - હવે બીજી સંતોષ નામની સુખશયા વિષે બોધ આપે છે :અનાદિકાળથી જીવની બાહ્યવૃત્તિ તે પર પદાર્થના લે મેલ કરવાના વ્યવહારમાં જ આનંદ માનીને
Page #149
--------------------------------------------------------------------------
________________
(૧૩) ચાર સુખય્યા
૧૨૯
દોડતી ફરે છે. તે સર્વનું મૂળ કારણ લોભ છે. પર પદાર્થની ઇચ્છા માત્ર કરવી તે સર્વ લોભ કષાયનું કારણ છે. જેમ જેમ ભૌતિક વસ્તુની જીવને પ્રાપ્તિ થાય છે તેમ તેમ અપાર એવો લોભ પણ વઘતો જાય છે. ।।૧૬।। કીર્તિ-કનક-કાન્તા વિષે લોભતણો નિવાસ;
મોટ ઘટે જો તેનો તો સંતોષ-વિકાસ. ૧૭
અર્થ :— જીવને અનાદિથી કીર્તિ, ધન કે સ્ત્રી મેળવવાનો લોભ વિશેષ છે. આ ત્રણ વસ્તુનો જો મોહ ઓછો થાય તો સંતોષભાવ વૃદ્ધિ પામે એમ છે. ।।૧૭।।
વારંવાર વિચારથી લોભ-લૂંટ સમજાય;
તુચ્છ લોભના યોગથી આત્મા પામર થાય. ૧૮
અર્થ : વારંવાર વિચાર કરવાથી આ લોભ કષાય મારા આત્મઘનને લૂંટી રહ્યો છે એમ સમજાય છે. સંસારની નાશવંત એવી તુચ્છ વસ્તુઓનો લોભ કરવાથી આત્મા પામરપણું ભજે છે, અર્થાત્ તુચ્છ વસ્તુઓ મેળવવા માટે ગમે તેવા કામ કરવા તે તૈયાર થઈ જાય છે. ।।૧૮।।
વા-વંટોળ તૃણ ઊંડે, તેમ જ જીવ તણાય;
લોભ-થોભ જેણે કર્યો તે સૌ સુખી જણાય. ૧૯
અર્થ :— હવાનો વંટોળો આવ્યે તેમ તણખલા ઉડે તેમજ જીવ પણ લોભ કષાયમાં તણાઈ જાય છે. જેણે લોભનો થોભ કર્યો તે સૌ જીવ જગતમાં સુખી જણાય છે. “સંતોષી નર સદા સુખી,' ।।૧૯।। નિર્લોભી સદ્ગુરુતન્ના સેવો પ્રેમે પાય;
તો સંતોષ ઉરે વસે એ જ અચૂક ઉપાય, ૨૦
અર્થ :– નિર્લોભી એવા સદ્ગુરુ ભગવંતના ચરણકમળની પ્રેમપૂર્વક સેવા કરો અર્થાત્ તેમની આજ્ઞા ઉપાસો તો સંતોષભાવ જરૂર હૃદયમાં આવી વસશે. લોભ કષાયને દૂર કરવાનો એ જ અચૂક ઉપાય છે. ।।૨૦।।
(૩)
વિષય વિષે વૃત્તિ ફરે. એ જ અસંયમ જાણ,
બાહ્ય ત્યાગ પણ નટ-દશા, શું સાથે કલ્યાણ? ૨૧
અર્થ :- હવે ત્રીજી સુખશય્યા સંયમ છે, તેના વિષે સમજાવે છે :–
પાંચ ઇન્દ્રિયના શબ્દ, રૂપ, રસ, ગંઘ, સ્પર્શ વિષયોમાં જીવની વૃત્તિ ફર્યા કરે એ જ અસંયમ છે એમ તું જાણ. મનના એવા અસંયમ પરિણામ હોવા છતાં બાહ્ય પદાર્થોનો ત્યાગ કરી જગતને સાધુ કહેવરાવવું તે નાટક કરનાર નટની સ્થિતિ જેવું છે. જેમ નટ રાજા બને પણ તે રૂપ તે નથી તેમ ‘વેષ ઘર્યા જો સિદ્ધિ થાય તો ભાંડ ભવૈયા મોક્ષે જાય.' અથવા 'ઉપર વેષ અચ્છો બન્યો, માંટે મોહ ભરપૂરજી.' એવા જીવો આત્માનું કલ્યાણ શું સાધી શકે?
“ઉપર તજે ને અંતર ભજે, એમ નવિ સરે અર્થજી; વણસ્યો રે વર્ણાશ્રમ થકી, અંતે ક૨શે અનર્થજી,
ત્યાગના ટકે રે વૈરાગ્ય વિના’-નિષ્કુલાનંદ ||૨૧||
Page #150
--------------------------------------------------------------------------
________________
૧ ૩૦
પ્રજ્ઞાવબોઘ-વિવેચન ભાગ-૧
ભવ, તન, ભોગ વિચારતાં ઊપજે જે વૈરાગ્ય,
ઉદાસીનતા સેવતાં અર્પે અંતરુ-ત્યાગ. ૨૨ અર્થ :- ભવ એટલે સંસાર, તન એટલે શરીર અને ભોગ એટલે પાંચ ઇન્દ્રિયના વિષયોનો વિચાર કરતાં જીવને વૈરાગ્ય ઉત્પન્ન થાય. તેનાથી પરપદાર્થો પ્રત્યે ઉદાસીનતા આવે છે. તેનું વારંવાર સેવન કરતાં જીવમાં સાચો અંતર ત્યાગ પ્રગટે છે. મારા.
દેહદ્રષ્ટિ દૂર થાય તો ભોગ રોગ સમજાય;
સંયમસુખ ચાખે ખરું, ભોગી ભૂંડ ભળાય. ૨૩ અર્થ :- દેહમાં આત્મબુદ્ધિ જો દૂર થાય તો પાંચ ઇન્દ્રિયના ભોગ તે રોગ ઉપજાવનાર સમજાય. પાંચ ઇન્દ્રિયો અને છઠ્ઠા મનનો સંયમ કરવાથી જે સુખશાંતિ પ્રાપ્ત થાય છે તેનો ખરેખર સ્વાદ જો જીવ ચાખે તો આ સંસારના ભોગી જીવો તેને ભૂંડ જેવા જણાય. /૨૩
કાદવમાં ક્રીડા કરે, ભૂંડ-ભૂંડણી જેમ,
મોહવશે નર, દેવ પણ, ફરે ફુલાયા તેમ. ૨૪ અર્થ - કાદવમાં ક્રીડા કરીને ભૂંડ-ભૂંડણી જેમ પોતાને સુખી માને છે તેમ મોહવશ મનુષ્ય કે દેવ પણ સંસારના કીચડ જેવા તુચ્છ ઇન્દ્રિય ભોગોમાં સુખ માની ફલાઈને ફર્યા કરે છે. ૨૪.
દેહ-સ્નેહની નાથથી પશુ સમ નર દોરાય;
અધોગતિ જ અસંયમે, સુખ નહિ સત્ય જરાય. ૨૫ અર્થ - દેહ પ્રત્યેના સ્નેહરૂપી નાથમાં સપડાયેલો મનુષ્ય પશુ સમાન વિષયોમાં દોરાય છે. તે વિષય વૃત્તિરૂપ અસંયમ તેને અધોગતિનું જ કારણ થાય છે. તેમાં સાચું સુખ જરા પણ નથી. / રપાઈ
સમકિત પશુતા ટાળશે, દેશે શિવ-સુર-સુંખ;
ક દવા સમ સંયમે ટળશે ભવનાં દુઃખ. ૨૬ અર્થ :- સમકિત એટલે સુખ આત્મામાં છે એવી સાચી માન્યતા, તે પશુ-વૃત્તિને ટાળશે, અને શિવ એટલે મોક્ષ તથા સુર એટલે દેવતાના સુખોને પણ આપશે.
“પશુ ટાળી સુરરૂપ કરે જે, સમકિતને અવદાત રે.
એ ગુણ વીર (રાજ) તણો ન વિસારું, સંભારું દિનરાત રે;” કટુ એટલે કડવી દવાનું સેવન જેમ રોગના દુઃખને ટાળે છે તેમ ઇન્દ્રિય સંયમ અને પ્રાણી સંયમનું પાલન કરવાથી સંસારના બધા દુઃખ નાશ પામશે. ||૨૬ાાં
સત્ય સંયમે સુખ વસે આત્મસ્થિરતારૂપ;
નથી સર્વારથસિદ્ધિમાં એવું સુંખ અનૂપ. ૨૭ અર્થ :- આત્મજ્ઞાન સહિત સાચા સંયમમાં આત્મસ્થિરતાનું જે સુખ અનુભવાય છે તેવું અનુપમ સુખ સર્વાર્થસિદ્ધિ વિમાનમાં રહેનારા એકાવતારી જીવોને પણ નથી. શા
જડ, ચલ જગની એંઠથી કંટાળે મતિમાન; સુંદર આત્મ-સ્વરૂપનું ભોગ ભુલાવે ભાન. ૨૮
Page #151
--------------------------------------------------------------------------
________________
(૧૩) ચાર સુખશય્યા
૧૩૧
અર્થ - જડ અને ચલાયમાન એવા જગતના એંઠવાડા સમાન ભોગોથી બુદ્ધિમાન જ્ઞાની પુરુષો કંટાળે છે; જ્યારે અજ્ઞાનીને તે જ ભોગો સુંદર એવા આત્મસ્વરૂપના ભાનને પણ ભૂલાવી દે છે. ૨૮
ભોગ અનુકૂળ વિધ્ર છે ભલભલા ભૂંલી જાય,
માટે દંરથી તે તજો; જુઓ ઑવન વહી જાય. ૨૯ અર્થ - ઇન્દ્રિયોના ભોગ જીવને અનુકૂળ વિપ્ન સમાન છે. તેમાં ભલભલા જીવો પણ સંયમથી પડી જાય છે. માટે એવા ભોગોને તમે દૂરથી જ તજો. કેમકે ક્ષણભંગુર એવું જીવન ક્ષણે ક્ષણે વિનાશ પામી રહ્યું છે. ર૯ો
નર્દીજળ મીઠાં વહ વહી દરિયે ખારાં થાય,
જીવન ભોગ વિષે વૃથા જાય, પાપ બંઘાય. ૩૦ અર્થ - નદીનું મીઠું જળ પણ વહેતું વહેતું દરિયામાં ભળી જઈ ખારું થઈ જાય છે તેમ આ અલ્પ જીવન પણ ભોગમાં વપરાઈને વૃથા જાય છે અને વળી ઉપરથી પાપનો બંઘ કરાવે છે. ll૩૦ાા
દુખ ભોગવવું ના ગમે, દેહ દુઃખની ખાણ;
પરમાનંદ સ્વરૂપનું કરી લે ઓળખાણ. ૩૧ અર્થ – હે જીવ! જો તને દુઃખ ભોગવવું ગમતું ન હોય તો આ દેહ જ દુઃખની ખાણ છે એમ માન.
“ખાણ મૂત્રને મળની, રોગ જરાને નિવાસનું થામ;
કાયા એવી ગણીને, માન તજીને કર સાર્થક આમ.” -શ્રીમદ્ રાજચંદ્ર જો તને સાચા સુખની કામના હોય તો પરમાનંદમય એવા આત્માની ઓળખાણ કરી લે. ૩૧ાા
(૪)
ભાન નહીં નિજરૂપનું તેથી ઑવ મૂંઝાય,
ઘીરજ દુઃખમાં ના ઘરે, આકુળ-વ્યાકુળ થાય. ૩૨ અર્થ :- હવે ચોથી સુખશયા “થીરજ' છે તે શૈર્યગુણને પ્રગટાવવા બોઘ આપે છે :
જીવને પોતાના આત્મસ્વરૂપનું ભાન નથી. તેથી રોગાદિ દુઃખના પ્રસંગોમાં તે મૂંઝાય છે, ઘીરજ ઘરી શકતો નથી અને આકુળ-વ્યાકુળ થાય છે.
ઘીરજ કર્તવ્ય છે.......દરેક માણસે આફત અને અડચણોને માટે સદા તત્પર જ રહેવું ઘટે છે. નસીબમાં ગમે તે લખ્યું હોય-સુખ કે દુઃખ-તેની સામા જોવાનો, થવાનો એક જ ઉપાય “સમતા ક્ષમા ઘીરજ’ છે. કદી હિમ્મત હારવી નહીં.” -ઉપદેશામૃત (પૃ.૬૬) I/૩રા.
અકળાયે દુખ ના ટળે, કર્મ દયા નહિ ખાય;
તો કાયર શાને થવું? ત્યાં જ સમજ પરખાય. ૩૩ અર્થ - ઘીરજ મૂકીને અકળાવાથી કંઈ દુઃખ જતું રહેતું નથી. ઉદયમાં આવેલ કર્મો કંઈ આપણું દુઃખ દેખી દયા ખાતા નથી. તો પછી શા માટે કાયર થઈ પોતાની નબળાઈ જાહેર કરવી? તેમ કરવાથી પોતાની કેટલી સાચી સમજ થયેલ છે તેની પણ પરખ એટલે પરીક્ષા થઈ જાય છે. ૩૩ાા
Page #152
--------------------------------------------------------------------------
________________
પ્રજ્ઞાવોધ-વિવેચન ભાગ-૧
વીર બનીને જો સહે સર્વ પ્રકારે દુઃખ, કાળે કરી દુઃખ સૌ ટળે; સમતા અંતર્સુખ. ૩૪
--
અર્થ :— વીર બની આવેલ સર્વ પ્રકારના દુઃખને ધીરજ રાખી જે સમભાવે સહન કરે તેના સર્વ પ્રકારના દુઃખ કાળે કરી નાશ પામે છે, કેમકે અંતર્ગાત્માને સુખ આપનાર સાચી સમતા જ છે. ।।૩૪।। ભૂખ-રોગન્દુખ બહુ સહે નહિ શત્રુ દેખાય,
દુખ દેનારા જો દીસે તો નહિં દુઃખ ખમાય.' ૩૫
૧૩૨
અર્થ :– ભૂખ અને રોગના દુઃખને આ જીવ બહુ સહન કરે છે, પણ તે દુઃખ આપનાર કર્મરૂપી શત્રુ તેને નજર સમક્ષ દેખાતાં નથી, તેથી શું કરે? પણ જો તે દુઃખ આપનાર શત્રુ નજર સમક્ષ દેખાય તો તે દુ:ખ તેનાથી ખમાય નહીં; અને થીરજ મૂકી શત્રુની સામે થાય. ।।૩૫।।
બાહ્ય નિમિત્ત જ માનતાં કર્મ તરફ નહિ લક્ષ;
લડે બાહ્ય નિમિત્ત સહ, દુખ વેદે પ્રત્યક્ષ. ૩૬
અર્થ :– આ જીવ બાહ્ય નિમિત્તને જ દુઃખનું કારણ માને છે. પણ તેનું મૂળ કારણ તો કર્મ છે. છતાં તેના તરફ જીવનો લક્ષ નથી. બાહ્ય નિમિત્તકારણ સાથે આ જીવ લડવા મંડી પડે છે અને તેનું પ્રત્યક્ષ ફળ દુઃખ વેઠે છે. ગ૩૬ના
વિરલા સહન કરે વચન, ઊંડું ઊતરી જાય; ઘા રુઝાયે શસ્ત્રનો વચન-ઘા ન રુઝાય. ૩૭
અર્થ :— વીરલા જીવો જ કડવું વચન સહન કરે છે. “ધીરજ રાખવી. કોઈ ગમે તે કહે તે સહન
*
કરવાની ટેવ પાડવી. તેથી બહુ લાભ થાય છે.’’ (ઉ.પૃ.૧૦૭)
જેને ઘીરજ નથી તેને કડવું વચન હૃદયમાં ઊંડું ઊતરી જાય છે. શસ્ત્રનો ઘા રુઝાય પણ કડવા વચનનો પડેલ પા તે હ્રદયમાં રુઝાતો નથી. ।।૩૭મા
મન, મોતી ને કાચ એ તૂટ્યાં નહિ સંથાય; સંત-સમજ સવળું કરે, અરિ પણ મિત્ર મનાય. ૩૮
અર્થ :— મન, મોતી ને કાચ એ જો તૂટી ગયા તો ફરી સંઘાય નહીં. માટે ઘીરજ રાખી આવેલ દુઃખને સહન કરવાની ટેવ પાડવી, પણ કોઈને પોતાનો શત્રુ માનવો નહીં.
સંતપુરુષોની સમજ સાચી હોવાથી તે સદા અવળાનું પણ સવળું કરે છે; જેથી તેમનાથી શત્રુભાવ રાખનાર પ્રત્યે પણ તેમને તો મિત્ર ભાવ જ છે. ।।૩૮।।
અંતર લાખો ગાઉનું નભ-યાને
કપાય, ગાન વિલાયતમાં થતાં અહીં બેઠાં ય સુણાય. ૩૯
અર્થ :– વર્તમાનકાળમાં લાખો ગાઉનું અંતર હોય તો પણ નભયાન એટલે આકાશમાં ઉડતા વિમાન વડે કપાઈ જાય છે અથવા વિલાયતમાં થતાં ગાયન પણ અહીં બેઠા સાંભળી શકાય છે. પુદ્ગલની એવી શક્તિઓને બહાર લાવવામાં જીવનો તે વિજય ગણાય છે. એ બધા કામ ઘીરજ રાખવાથી થાય છે. ।।૩।
Page #153
--------------------------------------------------------------------------
________________
(૧૩) ચાર સુખશપ્યા
૧ ૩૩
યુદ્ધ-કલા-વિજ્ઞાનમાં જનમન વિજય જણાય,
પણ મનને જે વશ કરે તે જ મહાન ગણાય. ૪૦ અર્થ :- યુદ્ધ, કલા કે વિજ્ઞાન વિષયમાં આ કાળમાં ઘણી પ્રગતિ થઈ છે. તેથી મનુષ્યોના મનમાં તે એક પ્રકારનો વિજય જણાય છે. પણ ખરેખર તો જે ઘીરજ રાખી મનને વશ કરે તે જ મહાન વિજયી છે એમ ગણવા યોગ્ય છે.
ઉત્તરાધ્યયનસૂત્રમાં નમિરાજ મહર્ષિએ શકેંદ્ર પ્રત્યે એમ કહ્યું કે દશ લાખ સુભટને જીતનાર કંઈક પડ્યા છે, પરંતુ સ્વાત્માને જીતનારા બહુ દુર્લભ છે; અને તે દશ લાખ સુભટને જીતનાર કરતાં અત્યુત્તમ છે. મન જ સર્વોપાર્થિની જન્મદાતા ભૂમિકા છે. મન જ બંઘ અને મોક્ષનું કારણ છે. મન જ સર્વ સંસારની મોહિનીરૂપ છે. એ વશ થતાં આત્મસ્વરૂપને પામવું લેશમાત્ર દુર્લભ નથી.” (વ.પૃ.૧૦૮) I૪૦ના
બાહ્ય નિમિત્તો નહિ છતાં મન ઘડતું બહુ ઘાટ,
પીંપળપાન સમાન મન ઉપજાવે ઉચાટ.૪૧ અર્થ :- બાહ્ય નિમિત્તો નહિ હોય તો પણ મન અનેક પ્રકારના ઘાટ ઘડતું રહે છે. પીંપળના પાન સમાન હમેશાં ચંચળ રહી તે જીવને ઉચાટ ઉપજાવે છે. અનેક પ્રકારના વિકલ્પો કરાવી તે જીવને દુઃખ આપે છે. ૪૧ાા
પરમ પ્રેમ પ્રભુ પર વધ્યે મનબળ ભાંગી જાય,
આત્મ-રમણતા રૂપ એ સત્ય થરજ સમજાય. ૪૨ અર્થ - પરમ પ્રેમ પ્રભુ ઉપર વઘવાથી ચંચળ એવા મનનું બળ ભાંગી જાય છે. અને જગતને ભૂલી આત્મસ્વરૂપમાં રમણતા કરવારૂપ સાચી ઘીરજ જીવને સમજાય છે. ૪૨ાા
જો, છંવ, ઇચ્છે પરમ પદ, તો ઘીરજ ગુણ ઘાર,
શત્રુ-મિત્ર, મણિ-તૃણ ભણી સમદ્રષ્ટિ ઘર સાર. ૪૩ અર્થ - હે જીવ! જો તું પરમ પદ એવા મોક્ષપદને ઇચ્છે છે તો ઘીરજ ગુણને ઘારણ કર. કારણ કે “ધીરજનાં ફળ મીઠાં છે.” સર્વ કર્માનુસાર થઈ રહ્યું છે એમ જાણીને, શત્રુમિત્ર આદિમાં કે મણિમાણિક્ય કે તૃણ વગેરેમાં સમદ્રષ્ટિને ઘારણ કર. ઉદય પ્રમાણે જે બની આવે તે સર્વમાં ઘીરજ રાખી ખમી ખુંદવાનો અભ્યાસ કર. “કષાયનું સ્વરૂપ જ્ઞાની જ જાણે છે. મરણ સમયે કષાય તોફાન મચાવે છે, વેશ્યા બગાડે છે. માટે પહેલો પાઠ શીખવાનો છે. તે એ કે “ઘીરજ.” ઓહો! એ તો હું જાણું છું, એમ નહીં કરવું. ઘીરજ, સમતા અને ક્ષમા–આ ત્રણનો અભ્યાસ વઘારવો. રોગ કે વેદની ખમી ખૂંદવાનો અભ્યાસ કરવો.”
-ઉપદેશામૃત (પૃ.૩૫૬) //૪૩ો.
ઉપર પોતાનું માનવું, પરલાભે અભિલાષ,
ભોગેચ્છા, આકુળતા–દુખશયા ગણ ખાસ. ૪૪ અર્થ - હવે ચાર દુઃખની શય્યા શું છે તેનું વર્ણન કરે છે –
પરિગ્રહની મમતાનો ત્યાગ કરી સ્વાનુભવમાં આવવાને બદલે શરીર, ઘન, સ્ત્રી આદિ પરને પોતાના માનવા એ પહેલી દુઃખ શય્યા છે.
Page #154
--------------------------------------------------------------------------
________________
પ્રજ્ઞાવોધ-વિવેચન ભાગ-૧
સર્વ બાહ્ય અને અંતરંગ પરિગ્રહનો ત્યાગ કરી સંતોષભાવ લાવી પંચ મહાવ્રત ધારણ કરવાને બદલે જગતની પર એવી પૌદ્ગલિક વસ્તુઓ મેળવવાનો અભિલાષ રાખવો એ બીજી દુઃખશય્યા છે. પંચેન્દ્રિયના ભોગોનો ત્યાગ કરી સંયમમાં આવી, અંત સમયે પાપની આલોચના કરવી જોઈએ તેના બદલે તે ભોગોની ઇચ્છા કર્યા કરવી તે ત્રીજી જીવને દુઃખકારક એવી શય્યા અર્થાત્ પથારી જાણવી. અંતસમયે જગતના સર્વ વિક્લ્પોથી મુક્ત થઈ ઘીરજ રાખીને આત્માને નિરાકુલ બનાવવો જોઈએ; તેના બદલે ભાવોમાં જો આકુળતા જ રહી તો તે પણ જીવને અધોગતિમાં લઈ જનાર હોવાથી ચોથી દુખીથ્યા જ જાણવી. ।।૪૪
૧૩૪
ચારે દુખશય્યા તજે તો સુખશય્યા આપ;
પણ ના સાલે દુઃખ તો ટળે શી રીતે તાપ ? ૪૫
અર્થ :ઉપરોક્ત ચારેય પ્રકારની દુઃખશય્યાને જો જીવ તજે તો પોતાનું સ્વરૂપ જ સુખશય્યારૂપ ભાસશે. પણ જીવને સંસારના ત્રિવિધ તાપનું દુઃખ જ સાલે નહીં અર્થાત્ ખૂંચે નહીં તો તે ત્રિવિધ તાપનું દુઃખ કેવી રીતે ટળે ? ।।૪૫૦
નિજ દોષો દેખી હશે તે જ મુમુકૢ જીવ,
મૂળ દોષ મિથ્યાત્વને હણી, વરે સુખ શિવ. ૪૬
અર્થ :— પોતાના દોષો જોઈ, તેને દૂર કરશે તે જ મુમુક્ષુ જીવ જાણવો. સર્વ દોષોનું મૂળ પરને પોતાના માનવારૂપ અથવા પરમાં સુખ બુદ્ધિરૂપ મિથ્યાત્વ છે. તેને જે હણશે તે મુમુક્ષુ જીવ શિવસુખને વરશે અર્થાતુ પામશે. ‘દીઠા નહીં નિજ દોષ તો, તરિયે કોણ ઉપાય ?' -શ્રીમદ્ રાજચંદ્ર ||૪૬॥
આત્મા સૌષ્યસ્વરૂપ છે, નિજ ગુણ શય્યા ઘાર,
અનંત ચતુષ્ટથી વર્યા. તે પ્રભુ મુજ આધાર. ૪૭
અર્થ :પોતાનો શુદ્ધ આત્મા જ અનંત સુખસ્વરૂપ છે. શુદ્ધ બુદ્ધ ચૈતન્યઘન સ્વયં જ્યોતિ સુખધામ'' ” છે. તથા આત્માના જ્ઞાનદર્શનાદિ ગુણો જ સાચી સુખશય્યાના મૂળ આધાર છે.
પોતાના આત્માના જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય, મોઇનીય અને અંતરાય કર્મનો ક્ષય કરી ક્રમશઃ અનંતજ્ઞાન, અનંત દર્શન, અનંતસુખ અને અનંતવીર્ય, જે અનંત ચતુષ્ટય કહેવાય છે તેને જે પામ્યા એવા પ્રભુ મારા આત્માના ક્લ્યાણ માટે પરમ આઘારરૂપ છે. ૪૭ા
જે સમ્યગ્દષ્ટિપણે શ્રદ્ધે શુદ્ધ સ્વરૂપ, ગુરુકૃપાથી તે તરે ભવસાગર દુઃખરૂપ. ૪૮
અર્થ :જે જીવ સમ્યક્દ્રષ્ટિ પામીને આત્માના શુદ્ધ સ્વરૂપની શ્રદ્ધા કરશે તે ભવ્ય પ્રાણી ગુરુકૃપાથી દુઃખરૂપ એવા ભવસાગરને જરૂર તરી જઈ શાશ્વત સુખશય્યાને પામશે. ।।૪૮।।
ચાર સુખશય્યા પ્રાપ્ત કરવા માટે, ચાર ગતિમાં રઝળતા જીવોના વ્યાવહારિક ભેદ જાણવા જરૂરના છે, કે જેથી ચોરાશી લાખ જીવયોનિમાં ભટકવાનું જીવને બંથ કેમ થાય અને તેનો ઉપાય શોથી જીવ શાશ્વત સુખ શાંતિને પામે, તે ભેદો નીચે પ્રમાણે વિસ્તારથી વર્ણવવામાં આવે છે –
Page #155
--------------------------------------------------------------------------
________________
(૧૪) વ્યાવહારિક જીવોના ભેદ
૧ ૩ ૫
(૧૪) વ્યાવહારિક જીવોના ભેદ
(અનુષ્ટ્રપ)
કેવળ જ્ઞાન-ભાનુના પ્રકાશે જગ જાણીએ;
ઉપકારી પ્રભુ શ્રીમકૃપાથી સુખ માણીએ. ૧ અર્થ - કેવળજ્ઞાનરૂપી ભાનુ એટલે સૂર્યના પ્રકાશથી આખું જગત જણાય છે. તે કેવળજ્ઞાન પ્રગટવામાં ઉપકારી એવા શ્રીમદ્ રાજચંદ્ર પ્રભુની કૃપાદ્રષ્ટિથી અમે પણ સુખ માણીએ છીએ. લા.
જાણે જીવ પદાર્થોને લોકોના અભિપ્રાયથી;
પદાર્થ-બોઘ પામ્યો ના જ્ઞાનીના અભિપ્રાયથી. ૨ અર્થ - લોકોના અભિપ્રાય પ્રમાણે જીવ જગતના પદાર્થોનું સ્વરૂપ જાણે છે. પણ જ્ઞાનીના અભિપ્રાય પ્રમાણે જીવ જગતના પદાર્થોનો બોઘ પામ્યો નથી. રા.
જે જ્ઞાનીના અભિપ્રાયે બોઘ પામે વિચક્ષણો,
સમ્યગ્દષ્ટિ થશે તેઓ; આમાં સંશય ના ગણો. ૩ અર્થ :- જે વિચક્ષણ પુરુષો જ્ઞાનીના અભિપ્રાય પ્રમાણે પદાર્થનો બોઘ પામશે તે જીવો સમ્યકુદ્રષ્ટિ થશે. તેમની દ્રષ્ટિ સમ્યક એટલે સવળી થશે. આમાં કોઈ સંશય એટલે શંકા રાખશો નહીં. “જગતના અભિપ્રાય પ્રત્યે જોઈને જીવ પદાર્થનો બોઘ પામ્યો છે. જ્ઞાનીના અભિપ્રાય પ્રત્યે જોઈને પામ્યો નથી. જે જીવ જ્ઞાનીના અભિપ્રાયથી બોઘ પામ્યો છે તે જીવને સમ્યક્રદર્શન થાય છે.” (વ.પૃ.૩૨૫) સા.
જીવ-અજીવ ભેદોને એકાગ્ર મનથી સુણી,
મુમુક્ષુ સંયમે વર્તે સમ્યક્ પ્રકારથી ગુણી. ૪ અર્થ - જીવ તથા અજીવ તત્ત્વોના ભેદોને એકાગ્ર મનથી સાંભળીને જે મુમુક્ષ તે જીવોની રક્ષા કરવામાં સમ્યક્ પ્રકારે સંયમમાં પ્રવર્તશે તે જીવ ગુણી થશે અર્થાત્ ગુણનો ભંડાર થશે. જો
ચૈતન્યલક્ષણે સર્વે જીવો એક પ્રકારથી;
સિદ્ધ, સંસારી એવા બે ભેદો છે વ્યવહારથી. પ અર્થ :- સંસારમાં રહેલા સર્વ જીવો ચૈતન્ય લક્ષણે એટલે જ્ઞાનદર્શન ઉપયોગ લક્ષણે જોતાં સર્વ એક પ્રકારના છે. વ્યવહારથી એટલે પર્યાયથી જોતાં તે જીવો સિદ્ધ અને સંસારી એવા બે પ્રકારે છે. આપણા
સિદ્ધોમાં ભેદ ના જાણો, ભેદો સંસારના બહુ;
સિદ્ધો પૂર્ણ ગુણે શોભે, કર્મોવાળા બીજા સહુ. ૬ અર્થ - સિદ્ધ થયેલા જીવોમાં કોઈ ભેદ નથી. સંસારી જીવોના જ ઘણા ભેદ છે. સિદ્ધ ભગવાન તો સંપૂર્ણ ગુણ વડે શોભી રહ્યા છે. જ્યારે બીજા સર્વ જીવ તો કર્મમળથી યુક્ત છે. કાા
Page #156
--------------------------------------------------------------------------
________________
૧ ૩૬
પ્રજ્ઞાવબોઘ-વિવેચન ભાગ-૧
ત્રસ, સ્થાવર-સંસારી જીવો બે મુખ્ય ભેદથીઃ
ભયથી ત્રાસ પામીને ચાલે તે ત્રસ ખેદથી; ૭ અર્થ :- સંસારી જીવોના મુખ્ય બે ભેદ તે ત્રસ અને સ્થાવર છે. ભયથી ત્રાસ પામીને જે જીવો ખેદથી ચાલવા માંડે તે ત્રસકાયના જીવો છે. ||શા
સ્થળાંતરે ન શક્તિમાનું સ્થાવરો દુઃસ્થિતિ-જડા.
સ્ત્રી-નૃ-નપુંસકો વેદે જીવો ત્રિવિઘ સર્વદા. ૮ અર્થ:- સ્થળાંતર કરવામાં જે જીવો શક્તિમાન નથી તે સ્થાવર જીવો છે. તે જાણે જડ જેવા થઈને દુઃખી સ્થિતિમાં પડ્યા રહે છે. સ્ત્રી, નૃ એટલે પુરુષ અને નપુંસક એમ જીવોના ત્રણ વેદ છે. તે પ્રકારે જોતાં જગતના સર્વ જીવો એ ત્રણેય વેદમાં સમાઈ જાય છે. દા.
એકેન્દ્રી વિકલેન્દ્રિય, પંચેન્દ્રિય બીજા ત્રણે.
વિકસેન્દ્રિયને ઇન્દ્રી ચાર, બે ત્રણ ગણે. ૯ અર્થ - બીજી રીતે જોતાં એકેન્દ્રિય, વિકસેન્દ્રિય અને પંચેન્દ્રિય એમ ત્રણ પ્રકારમાં સર્વ જગતના જીવોનો સમાવેશ થાય છે. વિકલેન્દ્રિય જીવોને વઘારેમાં વધારે ચાર ઇન્દ્રિયો હોય છે. કોઈને સ્પર્શ અને મુખ એમ બે ઇન્દ્રિય અને કોઈને સ્પર્શ, મુખ અને નાક એમ ત્રણ ઇન્દ્રિય અને કોઈને સ્પર્શ, મુખ, નાક અને આંખ એમ ચાર ઇન્દ્રિયો હોય છે. લા.
દેવો, નારક, તિર્યંચો, મનુષ્યો ભેદ ચાર એ
ગતિભેદે સુખી-દુઃખી - પશુતા મોક્ષ-કારણે. ૧૦ અર્થ - દેવ, નારકી, તિર્યંચ, અને મનુષ્ય એમ ગતિ ભેદથી પણ જીવો ચાર પ્રકારના જણાય છે. તેમાં દેવો ભૌતિક રીતે સુખી છે. નારકી જીવો સદા દુઃખી છે. તિર્યંચ જીવોમાં પશુતા એટલે વિવેક બુદ્ધિ નથી, તેમને હિતાહિતનું ભાન નથી. જ્યારે મનુષ્યો મોક્ષ પ્રાપ્તિ પણ કરી શકે છે. મનુષ્યગતિ સિવાય બીજી કોઈ ગતિથી જીવનો મોક્ષ થતો નથી. /૧૦ળા
માત્ર સ્પર્શેન્દ્રિય યુક્ત તે એકેન્દ્રિય જીવ છે;
દિ-ત્રિ-ચો-પંચ ઇન્દ્રિય અકેકી અઘિકી ક્રમે- ૧૧ અર્થ - માત્ર જેને સ્પર્શ ઇન્દ્રિય જ છે તે એકેન્દ્રિય જીવો છે. તે જીવો બે, ત્રણ, ચાર કે પાંચ ઇન્દ્રિય ક્રમપૂર્વક પોતાના કર્મ પ્રમાણે અઘિકી પ્રાપ્ત કરે છે. I/૧૧ના
જિહા, ઘાણ, નયનો ને કર્ણ ઇન્દ્રિય પામતા,
એવા પાંચ પ્રકારે જો સંસારી જીવ સામટા. ૧૨ અર્થ - એક ઇન્દ્રિયવાળા જીવોને માત્ર સ્પર્શ ઇન્દ્રિય એટલે શરીર હોય છે. બે ઇન્દ્રિયવાળા જીવોને જિલ્લા એટલે જીભ પ્રાપ્ત થાય છે. ત્રણ ઇન્દ્રિયવાળા જીવોને વઘારેમાં ધ્રાણ એટલે નાક, ચાર ઇન્દ્રિયવાળા જીવોને નયન એટલે આંખ અને પાંચ ઇન્દ્રિયવાળા જીવોને કાનની પ્રાપ્તિ હોય છે. એમ પાંચ ઇન્દ્રિયોના પાંચ પ્રકારથી સંસારના સામટા એટલે સર્વ જીવો તેમાં સમાઈ જાય છે. [૧૨ના
Page #157
--------------------------------------------------------------------------
________________
(૧૪) વ્યાવહારિક જીવોના ભેદ
૧ ૩૭
પૃથ્વી, પાણી અને અગ્નિ, વાયુ, વનસ્પતિવર્ષ
ઘારે એકેન્દ્રિયો પાંચ; છઠ્ઠા ત્રસ તઘરું. ૧૩ અર્થ :- હવે જીવોના છ પ્રકાર બતાવે છે :- પૃથ્વી, પાણી, અગ્નિ, વાયુ અને વનસ્પતિ એ વધુ એટલે કાયા છે જેની એવા એકેન્દ્રિય જીવોના પાંચ પ્રકાર તથા છઠ્ઠો પ્રકાર ત્રણ-ત્તનું એટલે ત્રસકાયને ઘારણ કરનાર એવા ત્રસકાયના જીવો મળીને કુલ જીવોના છ પ્રકાર થયા. આ છ પ્રકારને છ કાયના જીવો કહે છે. એમાં પણ જગતના સર્વ જીવો સમાઈ ગયા. II૧૩ાા.
છકાય જીવની રક્ષા ભગવંતે ભણી ઘણી;
સર્વ જીવો સુખી થાય, વાણી એવી પ્રભુતણી. ૧૪ અર્થ :- આ છે કાયજીવની રક્ષા કરવા માટે ભગવંતે ઘણો બોધ આપ્યો છે. સર્વ જીવો સુખને પામે એવી પ્રભુની વાણીનો આશય છે. ૧૪
એકેન્દ્રી પાંચ જીવો ને પંચેન્દ્રી, વિકલન્દ્રિય,
સાત ભેદે બઘા જીવો, જાણે જ્ઞાન અતીન્દ્રિય.” ૧૫ અર્થ - પૃથ્વી આદિ એકેન્દ્રિયના પાંચ સ્થાવર જીવો તથા પંચેન્દ્રિય, વિકસેન્દ્રિય મળીને કુલ સાત ભેદે જોઈએ તો પણ જગતના બધા જીવો તેમાં સમાઈ જાય છે. એમ અતીન્દ્રિય એટલે ઇન્દ્રિયોથી રહિત એવા કેવળજ્ઞાન વડે ભગવાને જાણ્યું છે. ૧૫ના
એકેન્દ્રિય", વિક્લેન્દ્રિય, સંજ્ઞી, અસંજ્ઞા આઠ એ
બે પંચેન્દ્રી તણા ભેદે, સંસારી જીંવ પાઠ તેઃ ૧૬ અર્થ - પૃથ્વી આદિ સ્થાવર જીવોના પાંચ, વિકસેન્દ્રિયનો એક ભેદ તથા સંજ્ઞી એટલે મનવાળા અને અસંજ્ઞી એટલે મન વગરના પંચેન્દ્રિય જીવો મળીને સંસારી સર્વ જીવોના કુલ આઠ ભેદ થયા. આમ શાસ્ત્રોમાં જીવોના આઠ પ્રકાર ગણવાનો પાઠ છે. (૧૬)
પાંચ એકેન્દ્રી ને ચારે ત્રસના ભેદ એ નવ,
જિનાગમે કહેલા તે; રોકવા પાપ-આસ્રવ. ૧૭ અર્થ :- પાંચ એકેન્દ્રિય જીવો તે પૃથ્વી, પાણી, અગ્નિ, વાયુ અને વનસ્પતિકાયના તથા ચાર ત્રણ જીવો તે બેઇન્દ્રિય, ત્રિઇન્દ્રિય, ચૌરેન્દ્રિય અને પંચેન્દ્રિય મળીને કુલ નવ ભેદ પણ જિનાગમમાં જીવોના કહેલા છે. તે સર્વ ભેદો જીવોને બચાવી પાપ આશ્રય રોકવા માટે કહેલા છે. ||૧૭થા
વનસ્પતિતણા ભેદો સાઘારણ, પ્રત્યેક બે;
દશ થાયે ગયે જુદા. ભેદો એવા અનેક છે. ૧૮ અર્થ - વનસ્પતિકાયના વળી બે ભેદો છે. સાઘારણ વનસ્પતિકાય અને પ્રત્યેક વનસ્પતિકાય. એમ ઉપરની સત્તરમી ગાથામાં કહેલ ભેદોમાં એક વનસ્પતિકાયના જાદા જુદા આ બે ભેદ ગણીએ તો જીવોના નવ ભેદને બદલે દસ ભેદ થાય છે. આ પ્રમાણે એવા અનેક ભેદો જીવોના થઈ શકે છે. I/૧૮
બાદર, સૂક્ષ્મ ભેદે સૌ સ્થાવરના દશ ભેદ જો, એકાદશ ત્રસ સાથે ભેદો જાણે જ સુજ્ઞ તા. ૧૯
Page #158
--------------------------------------------------------------------------
________________
૧૩૮
પ્રજ્ઞાવબોઘ-વિવેચન ભાગ-૧
અર્થ :- સૌ સ્થાવર એટલે પૃથ્વી, પાણી, અગ્નિ, વાયુ અને વનસ્પતિકાયના જીવો બાદર પણ છે અને સૂક્ષ્મ પણ છે. એમ જો ગણીએ તો પાંચ સ્થાવરના જ દસ ભેદ થાય છે. અને સાથે બીજા બઘા ત્રાસ જીવોને ગણતા કુલ અગિયાર ભેદ સર્વ જીવોના થાય છે. સુજ્ઞ પુરુષો આ પ્રમાણે પણ જીવોના ભેદ જાણે છે. ૧૯
દશ સ્થાવર, પંચેન્દ્રી, વિકસેન્દ્રિય બાર એ;
સંજ્ઞી, અસંજ્ઞી પંચેન્દ્રી જુદા જોતાં જ તેર તે. ૨૦ અર્થ – ઉપર પ્રમાણે સ્થાવર જીવોના બાદર અને સૂક્ષ્મ મળી દશ ભેદ તથા એક પંચેન્દ્રિયનો ભેદ તથા બીજો વિકલેન્દ્રિયનો ભેદ ગણતાં કુલ બાર ભેદ પણ જીવોના થાય છે. હવે ઉપર જણાવેલ પંચેન્દ્રિય જીવોના પણ બે ભેદ છે. તે સંજ્ઞી એટલે મન સહિત અને અસંજ્ઞી એટલે મનરહિત પંચેન્દ્રિય તે બે ભેદોને જુદા પાડતા, જીવોના બાર ભેદને બદલે તેર ભેદ થાય છે. સારા
સંજ્ઞી, અસંજ્ઞી પંચેન્દ્રિ, વિકલેન્દ્રી ત્રણે વળી,
સૂક્ષ્મ, બાદર એકેન્દ્રી : ભેદો સાત બઘા મળી. ૨૧ અર્થ :- હવે જીવોના ચૌદ ભેદ બતાવે છે :- સંજ્ઞી અને અસંજ્ઞી પંચેન્દ્રિય એ બે ભેદ તથા બે ઇંદ્રિય, ત્રણ ઇંદ્રિય અને ચાર ઇંદ્રિયવાળા વિકલેન્દ્રિયના ત્રણ ભેદ તેમજ એકેન્દ્રિયના સૂક્ષ્મ અને બાદર મળી બે ભેદ, એમ બધા મળીને કુલ સાત ભેદ થયા. ૨૧ાા
સૌ પર્યા, અપર્યાપ્ત ચૌદે જીવ-સમાસ એ;
ચોરાશી લાખ જાતિના સંસારી જીવ-વાસ છે - ૨૨ અર્થ - તે સાતેય ભેદના જીવોમાં કેટલાક પર્યાપ્ત છે. અને કેટલાક અપર્યાપ્ત જીવો પણ છે. માટે સાતેય પ્રકારના જીવોને બમણા કરતાં કુલ જીવોના ચૌદ ભેદ થયા. એમ ચૌદ પ્રકારે જીવ સમાસ અર્થાતુ સમૂહ ગણાય છે. હવે સંસારી જીવોના બધા મળીને કુલ ચોરાશી લાખ જાતિના વાસ છે. અર્થાત્ રહેવાના સ્થાન છે. તેના પ્રકાર નીચે જણાવે છે. |રરા
પૃથ્વીકાય, જળકાય, અગ્નિ ને વાયુકાયની,
નિત્ય, ઇતર નિગોદે, સાઘારણ હરિતની- ૨૩ અર્થ :- પૃથ્વીકાય, જળકાય, અગ્નિકાય અને વાયુકાયના તથા નિત્યનિગોદ અને ઇતરનિગોદમાં રહેલ સાઘારણ હરિત એટલે સાધારણ વનસ્પતિકાયના જીવોની હવે વાત કરે છે. રિયા
જાતિ દરેકની સાત લાખ, આગમમાં ગણી;
ને દશ લાખ પ્રત્યેક વનસ્પતિ-તને ભણી. ૨૪ અર્થ :- ઉપરોક્ત દરેક પ્રકારના જીવોની સાત સાત લાખ જાતિ છે. અર્થાત્ પૃથ્વીકાય, જળકાય, અગ્નિકાય, વાયુકાય તથા નિત્યનિગોદ અને ઇતરનિગોદમાં રહેલ સાઘારણ વનસ્પતિકાયના જીવો, એ દરેકની સાત સાત લાખ જાતિ આગમમાં કહેલી છે. તેમાંથી નિત્યનિગોદની સાત લાખ જાતિ અને ઇતરનિગોદની સાત લાખ જાતિ મળીને ચૌદ લાખ સાઘારણ વનસ્પતિકાય પણ તેને કહેવાય છે.
તથા પ્રત્યેક વનસ્પતિકાયના જીવોની દશ લાખ જાતિ આગમમાં જણાવી છે. ૨૪
Page #159
--------------------------------------------------------------------------
________________
(૧૪) વ્યાવહારિક જીવોના ભેદ
બેઇન્દ્રી, ત્રીન્કી, ચૌરેન્દ્રી બબ્બે લાખ દરેક જો; દેવતા, નારકી, તિર્થંક્-પંચેન્દ્રી લાખ ચાર સૌ. ૨૫
અર્થ :– બે ઇન્દ્રિય તથા ત્રણ ઇન્દ્રિય તથા ચાર ઇન્દ્રિયવાળા જીવોની દરેકની બબ્બે લાખ જાતિ છે. ત્યારે દેવતા, નારકી તથા તિર્યંચ પંચેન્દ્રિય દરેકની ચાર ચાર લાખ જાતિ છે. ।।૨૫।। ચૌદ લાખ મનુષ્યોની : યોનિ ચોરાશી લાખ એ. દયાળુ જીવ, જાણી આ, સ્વ-દયા દિલ રાખજે. ૨૬
-
અર્થ :– મનુષ્યોની ચૌદ લાખ જાતિ છે. એમ સંસારમાં બધા જીવોની મળીને ચોરાશી લાખ જીવ યોનિ થાય છે, દયાળુ જીવે તો આ સર્વ જાણી પોતાના આત્માની સ્વ-દયા દિલમાં લાવી, તેને આ સર્વ દુઃખમાંથી છોડાવવો એ જ યોગ્ય છે. ।।૨૬।
જાતિભેદે ગણો કુલ, સંખ્યા તેની ગણાય છે - અનુક્રમે ભૂમિકાય, અમુકાય, અગ્નિકાય ને- ૨૭
અર્થ ::– જાતિના ભેદને કુલ કહે છે. ભૂમિકાય એટલે પૃથ્વીકાય, અકાય એટલે જળકાય, અગ્નિકાય આદિ જાતિ છે. તે જાતિના ભેદને કુલ કહે છે. જેમકે મનુષ્યમાં ક્ષત્રિય, વૈશ્ય કુલ અથવા તિર્યંચોમાં ગાય, ઘોડા વગેરે કે માકડ, કીડી વગેરે કુલ છે. તેમજ વનસ્પતિમાં વડ, પીંપળ વગેરે કુલ કહેવાય છે. તે કુલોની સંખ્યાની ગણતરી નીચે બતાવે છે. ।।૨૭।।
વાયુકાય તણાં કુલ બાવીસ લાખ કોડ જો
સાત લાખ, ત્રણ લાખ, સાત લાખ કરોડ સૌ. ૨૮
૧૩૯
અર્થ :— વાયુકાય પણ એક જાતિ છે. તેના અનુક્રમે એટલે પ્રથમ પૃથ્વીકાય જીવોના બાવીસ લાખ કુલ છે. પછી જળકાય જીવોના કુલની સંખ્યા સાત લાખ કરોડ છે, અગ્નિકાય જીવોના કુલ ત્રણ લાખ કરોડ છે તથા વાયુકાયિક જીવોના કુલની સંખ્યા સાત લાખ કરોડ છે. રા
કરોડ
બેન્દ્રી, ત્રીન્દ્રી, ચતુરિન્દ્રી હરિત કાયનાં દીસે,
ક્રોડ લાખ બર્થ, સાત, આઠ, નવ, અઠાવશે. ૨૯
અર્થ :– બે ઇન્દ્રિય, ત્રણ ઇન્દ્રિય, ચાર ઇન્દ્રિય અને હરિતકાય એટલે વનસ્પતિકાય જીવોના ક્રમશઃ સાત, આઠ, નવ અને અઠ્ઠાવીસ લાખ કરોડ કુલ છે. અર્થાત્ બે ઇન્દ્રિયના સાત લાખ કરોડ, ત્રણ ઇન્દ્રિય જીવોના આઠ લાખ કરોડ, ચાર ઇન્દ્રિય જીવોના નવ લાખ કરોડ અને વનસ્પતિકાયીક જીવોના અઠ્ઠાવીસ લાખ કરોડ કુલ છે. રા
જળચરો, નભગામી, પશુ, ઘો-સર્પનાં ક્રમે સાડાબાર તથા બાર, દશ, નવ યથાગમે. ૩૦
અર્થ :— જળચર એટલે જળમાં રહેનાર પંચેન્દ્રિય જીવો માછલા, મગરમચ્છ વગેરે, નભગામી એટલે આકાશમાં ઉડનારા પંચેન્દ્રિય જીવો હંસ, ભારંડ પક્ષી વગેરે તથા ભૂચર પશુ એટલે ભૂમિ ઉપર ચાલનાર સિંહ, વાઘ વગેરે પંચેન્દ્રિય જીવો તથા છાતીને આધારે ચાલનારા ભૂચર ચંદન ઘો તથા સર્પ વગેરે પંચેન્દ્રિય જીવો તેના ક્રમપૂર્વક સાડાબાર લાખ કરોડ, બાર લાખ કરોડ, દશ લાખ કરોડ અને નવ
Page #160
--------------------------------------------------------------------------
________________
૧૪ ૦
પ્રજ્ઞાવબોઘ-વિવેચન ભાગ-૧
લાખ કરોડ કુલોની સંખ્યા આગમમાં કહી છે. ૩૦ના
નર, નારક, દેવોનાં ચૌદ, પચ્ચીસ, છવ્વીસ
કરોડ લાખ કુળો છે ક્રમે; કુલ ગણાવીશ. ૩૧ અર્થ - નર એટલે મનુષ્ય જાતિ, નારકી એટલે નરક વાસિયોના તથા દેવલોકમાં વસનારા દેવોના ક્રમશઃ ચૌદ લાખ કરોડ, પચ્ચીસ લાખ કરોડ તથા છવ્વીસ લાખ કરોડ કુલો છે. હવે તે સર્વ કુલોની ભેગી સંખ્યા ગણાવે છે. ૩૧
એક ક્રોડ અને સાડી નવ્વાણુ લાખને ગુણે
એક ક્રોડ થતાં કુળો સર્વ આગમ દાખવે. ૩૨ અર્થ – ઉપર પ્રમાણે સર્વ સંસારી પૃથ્વીકાયિક જીવોથી લગાવીને પંચેન્દ્રિય મનુષ્ય દેવાદિ જીવો પર્યત સર્વ જીવોના કુલોની સંખ્યા આ પ્રમાણે થાય છે –એક કરોડ અને સાડા નવાણુ લાખને એક ક્રોડ સાથે ગુણતાં જે સંખ્યા આવે તેટલી સંસારી જીવોના કુલોની સંખ્યા છે. તેને એક કોડાકોડી તથા નવ્વાણું લાખ અને પચાસ હજાર કરોડ સંખ્યા કહેવામાં આવે છે. આ સર્વ વાત આગમમાં કહેલ છે. ૩રા
કાયા, કષાય, ઇન્દ્રિય, ગતિ, યોગાદિ કારણે,
મૂળાચાર', વિષે ભેદો અનેક વિધિએ ગણે. ૩૩ અર્થ :- ઉપર પ્રમાણે સંસારી જીવોના એવા ચૌદ સ્થાનો છે કે જેમાં કોઈ પણ સંસારી જીવને શોઘવાથી તે મળી આવે છે. તે કાયા, કષાય, ઇન્દ્રિય, ગતિ, યોગ, વેદ, જ્ઞાન, સંયમ, દર્શન, વેશ્યા, ભવ્ય, સમ્યકત્વ, સંજ્ઞી અને આહાર એ ચૌદ માર્ગણાઓ છે. એ વડે જીવોના અનેક ભેદો વિધિપૂર્વક “મૂળાચાર' ગ્રંથમાં વર્ણવવામાં આવેલ છે. તેમજ “સહજ સુખસાઘન' ગ્રંથમાં પણ આપેલ છે. ત્યાંથી સંક્ષેપમાં અત્રે આપીએ છીએ.
ચૌદ માર્ગણાઓ :- આ ચૌદ માર્ગણાઓ એક સાથે દરેક પ્રાણીમાં મળી આવે છે. એ ચૌદ માર્ગણાઓ અને તેના ભેદો નીચે પ્રમાણે છે :(૧) કાય છ:- પૃથ્વીકાય, જલકાય, અગ્નિકાય, વાયુકાય, વનસ્પતિકાય અને ત્રસકાય. (૨) કષાય ચાર :- ક્રોધ, માન, માયા, લોભ. (૩) ઇન્દ્રિય પાંચ :- સ્પર્શન, રસના, ધ્રાણ, ચક્ષુ, શ્રેત્ર. (૪) ગતિ ચાર:- નરક, તિર્યંચ, મનુષ્ય, દેવ. (૫) યોગ ત્રણ - મન, વચન, કાયા. (૬) વેદ ત્રણ - સ્ત્રીવેદ, પુરુષવેદ, નપુંસક વેદ. (૭) જ્ઞાન આઠ - મતિ, શ્રત, અવધિ, મન:પર્યવ, કેવલ અને કુમતિ, કુશ્રુત, કુઅવધિ. (૮) સંયમ સાત :- સામાયિક, છેદોપસ્થાપન, પરિહાર વિશુદ્ધિ, સૂક્ષ્મસાપરાય, યથાખ્યાત, દેશસંયમ અને અસંયમ. (૯) દર્શન ચાર :- ચક્ષુ, અચકું, અવધિ અને કેવલ. (૧૦) લેશ્યા છ :- કૃષ્ણ, નીલ, કપોત, પીત, પા અને શુક્લ.
Page #161
--------------------------------------------------------------------------
________________
(૧૪) વ્યાવહારિક જીવોના ભેદ
૧૪૧
(૧૧) ભવ્ય બે - ભવ્ય અને અભવ્ય. (૧૨) સમ્યકત્વ છ :- ઉપશમ, ક્ષયોપશમ, ક્ષાયિક, મિથ્યાત્વ, સાસ્વાદન અને મિશ્ર. (૧૩) સંજ્ઞી બે :- મન સહિત તે સંજ્ઞી, મન રહિત તે અસંજ્ઞી. (૧૪) આહાર બે - આહાર, અનાહાર. સામાન્ય દ્રષ્ટિથી આ ચૌદ માર્ગણાઓ એક સાથે દરેક પ્રાણીમાં મળી આવે છે.
જાણને વિરતિ સાથે, અસંસારી થવા મથે,
તેને સુજ્ઞ, સુપંડિત સર્વ જ્ઞાનીજનો કર્થ. ૩૪ અર્થ - ઉપર પ્રમાણે ચોરાશી લાખ જીવ યોનિમાં ઘણું દુઃખ છે એમ જાણીને જે વિરતિ સાથે છે અર્થાત્ સંસાર ત્યાગ કરવા પ્રયત્નશીલ છે, તેમજ ભાવથી અસંસારી થવા જે મથે છે તેને સર્વ જ્ઞાની પુરુષો સુજ્ઞ એટલે સમ્યકતત્ત્વને જાણવાવાળો અને સુપંડિત એટલે ખરો વિદ્વાન કહે છે. ૩૪
સત્સંગે સવિચારે જે આજ્ઞા સદ્ગુરુની વહે,
સુખે સુખે સદા આત્મા ઉન્નતિપથને લહે. ૩૫ અર્થ :- સત્સંગમાં રહી સર્વિચાર કરીને જે સદ્ગુરુની આજ્ઞાને ઉઠાવે છે, તેનો આત્મા સુખે સુખે સદા ઉન્નતિપથ પર આરુઢ થઈ આગળ વધ્યા કરે છે. (૩૫ા.
વાંચી સન્શાસ્ત્ર અભ્યાસે વૈરાગ્ય, ત્યાગ કેળવે,
દેહ-મોહ મટાડે તે મોક્ષનાં સુખ મેળવે. ૩૬ અર્થ :- જે અભ્યાસપૂર્વક સાસ્ત્રને વાંચી, વૈરાગ્ય અને અંતરત્યાગના લક્ષપૂર્વક બાહ્યત્યાગને કેળવે છે તથા દેહ પ્રત્યેના મોહને મટાડે છે તે ભવ્યાત્મા મોક્ષના શાશ્વત સુખને પામે છે. ૩૬
આત્મલક્ષ-અપેક્ષાએ ભેદ છે ત્રણ જીવના:
આત્મહિતતણું કાંઈ એકને કશું ભાન ના. ૩૭ અર્થ - આત્મલક્ષની અપેક્ષાએ જોતાં જગતમાં જીવોના ત્રણ ભેદ છે. તેમાં પહેલા પ્રકારના જીવોને તો આત્મહિત કરવાનું કાંઈ પણ ભાન નથી. તે તો સ્ત્રી, પુત્ર, ઘનાદિમાં તદાકાર થઈને જીવન વ્યતીત કરે છે. “દોષ કરે છે એવી સ્થિતિમાં આ જગતના જીવોના ત્રણ પ્રકાર જ્ઞાની પુરુષે દીઠા છે. (૧) કોઈ પણ પ્રકારે જીવ દોષ કે કલ્યાણનો વિચાર નથી કરી શક્યો, અથવા કરવાની જે સ્થિતિ તેમાં બેભાન છે, એવા જીવોનો એક પ્રકાર છે. (૨) અજ્ઞાનપણાથી, અસત્સંગના અભ્યાસે ભાસ્યમાન થયેલા બોઘથી દોષ કરે છે, તે ક્રિયાને કલ્યાણ સ્વરૂપ માનતા એવા જીવોનો બીજો પ્રકાર છે. (૩) ઉદયાથીનપણે માત્ર જેની સ્થિતિ છે, સર્વ પરસ્વરૂપનો સાક્ષી છે એવો બોઘસ્વરૂપ જીવ, માત્ર ઉદાસીનપણે કર્તા દેખાય છે; એવા જીવોનો ત્રીજો પ્રકાર છે. એમ ત્રણ પ્રકારના જીવસમૂહ જ્ઞાની પુરુષે દીઠા છે. ઘણું કરી પ્રથમ પ્રકારને વિષે સ્ત્રી, પુત્ર, મિત્ર, ઘનાદિ પ્રાપ્તિ-અપ્રાપ્તિના પ્રકારને વિષે તદાકાર-પરિણામી જેવા ભાસતા એવા જીવો સમાવેશ પામે છે.” (વ.પૃ.૨૯૪) ૩ળા
મન વિના શું વિચારે? મનવાળા ય મોહમાં તણાતા કર્મના પૂરે, તલ્લીન દેહ-મોહમાં. ૩૮
Page #162
--------------------------------------------------------------------------
________________
૧૪ ૨
પ્રજ્ઞાવબોઘ-વિવેચન ભાગ-૧
અર્થ :- જેને પાંચ ઇન્દ્રિયો છે પણ મન નથી તે બિચારા જીવો તો શું વિચાર કરી શકે? પણ મનસહિત પંચેન્દ્રિય જીવો પણ મોહવશ કર્મના પૂરમાં તણાય છે અને દેહના મોહમાં તલ્લીન થઈને રહે છે. ૩૮ાા
બીજા કોઈ વિચારીને સંસાર તરવા ચહે,
ઉન્માર્ગે વર્તતાં માને મોક્ષનો માર્ગ, જે ગ્રહે. ૩૯ અર્થ– બીજા પ્રકારના જીવો જે સંસાર સમુદ્રને દુઃખરૂપ જાણીને તરવા ઇચ્છે છે પણ ઉન્માર્ગે એટલે કલ્યાણથી વિપરીત માર્ગે વર્તતાં છતાં પોતે ગ્રહેલ માર્ગને જ મોક્ષનો માર્ગ માને છે.
“જુદા જાદા ઘર્મની નામક્રિયા કરતા એવા જીવો, અથવા સ્વચ્છેદ-પરિણામી એવા પરમાર્થમાર્ગે ચાલીએ છીએ એવી બુદ્ધિએ ગૃહીત જીવો તે બીજા પ્રકારને વિષે સમાવેશ પામે છે.” (વ.પૃ.૨૯૪) //૩૯માં
અસગુરું મનાવે તે માનને ભવ ગાળતાં,
આગ્રહો ગ્રહી ચૂકે તે, સત્યયોગ મળે છતાં. ૪૦ અર્થ:- ઉપર જણાવેલ બીજા પ્રકારના જીવો અસદ્ગુરુ જે મનાવે તે પ્રમાણે માનીને પોતાનો ભવ ગાળે છે. તથા મતનો આગ્રહ ગ્રહણ કરવાથી સાચા સદગુરુનો યોગ મળતો હોય તો પણ તેને ચૂકે છે.
“પ્રત્યક્ષ સગુરુયોગમાં, વર્તે દ્રષ્ટિ વિમુખ;
અસગુરુને દ્રઢ કરે, નિજ માનાર્થે મુખ્ય.” -શ્રીમદ્ રાજચંદ્ર//૪૦ણી ત્રીજા જ્ઞાની સુવૈરાગી, સાક્ષી, બોઘસ્વરૂપ છે,
ઉદાસીનપણે કર્તા દેખાતા, આત્મતા ભજે. ૪૧ અર્થ – ત્રીજા પ્રકારના જીવો તે જ્ઞાની છે. જે સમ્યક્ઝકારે વૈરાગ્યને ઘારણ કરનાર છે, પર પદાર્થના તે સાક્ષીભૂત જ્ઞાતા દ્રષ્ટા છે, બોઘસ્વરૂપ એટલે જ્ઞાનસ્વરૂપ છે, ઉદાસીનપણે એટલે અનાસક્તભાવે માત્ર કર્મના કર્તા દેખાય છે પણ સદા આત્મતા એટલે આત્મસ્વરૂપને ભજનારા છે.
“સ્ત્રી, પુત્ર, મિત્ર, ઘનાદિ પ્રાપ્તિ અપ્રાપ્તિ એ આદિ ભાવને વિષે જેને વૈરાગ્ય ઉત્પન્ન થયો છે, અથવા થયા કરે છે; સ્વચ્છેદ-પરિણામ જેનું ગણિત થયું છે, અને તેવા ભાવના વિચારમાં નિરંતર જેનું રહેવું છે, એવા જીવના દોષ તે ત્રીજા પ્રકારમાં સમાવેશ થાય છે. જે પ્રકારે ત્રીજો સમૂહ સાધ્ય થાય તે પ્રકાર વિચાર છે. વિચારવાની છે તેને યથાબુદ્ધિએ,સગ્રંથે, સત્સંગે તે વિચાર પ્રાપ્ત થાય છે, અને અનુક્રમે દોષરહિત એવું સ્વરૂપ તેને વિષે ઉત્પન્ન હોય છે. આ વાત ફરી ફરી સૂતાં તથા જાગતાં અને બીજે બીજે પ્રકારે વિચારવા, સંભારવા યોગ્ય છે.” (વ.પૃ.૨૯૪) //૪૧||
ગાળી સ્વચ્છેદભાવો તે ઉદયાથી વર્તતા,
સંયોગે ન તદાકાર, મોક્ષ માટે જ જીવતા. ૪૨ અર્થ - તે જ્ઞાની પુરુષો પોતાના સ્વચ્છેદભાવોને ગાળી માત્ર ઉદયાથીનપણે વર્તે છે. પ્રાપ્ત સંયોગોમાં પણ તદાકાર થતા નથી, પણ માત્ર મોક્ષ પ્રાપ્તિને માટે જ જીવે છે.
એવા જ્ઞાની પુરુષો સ્વયં સાચું જીવન જીવી જગતના જીવોને માર્ગદર્શક રૂપ થાય છે. I૪રા
Page #163
--------------------------------------------------------------------------
________________
(૧૫) ત્રણ આત્મા
૧૪૩
વ્યાવહારિક જીવોના ભેદ જાણી, ચોરાશી લાખ જીવયોનિના દુઃખમાંથી નિવૃત્ત થવા અર્થે બહિરાત્મા, અંતરઆત્મા અને પરમાત્મા; એમ ત્રણ આત્માનું સ્વરૂપ જાણવું જરૂરનું છે. તે આ પાઠમાં જણાવવામાં આવે છે :
| (૧૫)
ત્રણ આત્મા (અપૂર્વ અવસર એવો ક્યારે આવશે?—એ રાગ)
જય શ્રી સદ્ગુરુ રાજચંદ્ર દયોદધિ, આ પામર પર અતિ કર્યો ઉપકાર જો;
કોટિ ઉપાય પણ બદલો દેવાય નહિ, પરમ પદ દર્શાવી દ્યો સહકાર જો. જય૦૧
અર્થ – શ્રીમદ્ રાજચંદ્ર સદ્ગુરુ ભગવંતનો જગતમાં સદા જયજયકાર હો કે જે દયોદધિ કહેતાં દયાના ઉદધિ અર્થાત સમુદ્ર છે. જેણે મારા જેવા પામર પર અતિ ઉપકાર કર્યો છે.
કરોડો ઉપાય કરીને પણ જેનો બદલો આપી શકાય એમ નથી, એવા પરમકૃપાળુ પરમાત્મા મને હવે પરમપદ અર્થાતુ શુદ્ધ આત્મપદના દર્શન કરાવવા સહાયતા આપો. દયાના ભંડાર એવા શ્રી રાજચંદ્ર પ્રભુ જગતમાં સદા જયવંત વર્તા. ||૧||
ભવ ભવ ભમતાં જે પદ જીવ ન પામિયો, ગુરુ-કુપા વિણ કેમ કરી સમજાય જો;
તેથી શ્રીમદ્ રાજચંદ્ર-ચરણે રહ્યો, સ્તવન નમન કરી યાચું મોક્ષ-ઉપાય જો. જય૦૨
અર્થ - અનંતકાળથી સંસારમાં ભમતા જે શુદ્ધ આત્મપદને જીવ પામ્યો નથી, તે પદ ગુરુની કૃપા વિના કેમ સમજાય? “સગુરુના ઉપદેશ વણ, સમજાય ન જિનરૂપ.” -શ્રીમદ્ રાજચંદ્ર
તેથી શ્રીમદ્ રાજચંદ્ર પ્રભુના ચરણકમળમાં વાસ કરીને રહ્યો છું. તેમનું ભાવથી સ્તવન, નમન કરીને મોક્ષપ્રાપ્તિના ઉપાયની યાચના કરું છું. પરમકૃપાળુ સગુરુદેવનો સદા જય હો. રા.
શુદ્ધ સ્વરૂપે નિજ અખંડિત આતમા, સમજી અનુભવવાનો સહજ પ્રકાર જો;
અપૂર્વ કરુણા કરી આવા કળિકાળમાં દર્શાવ્યો છે, કરવા અમ ઉદ્ધાર જો. જય૦ ૩ અર્થ - શુદ્ધ સ્વરૂપની અપેક્ષાએ પોતાનો આત્મા અખંડ છે. તે કદી ખંડિત થયો નથી. તે શુદ્ધ સ્વરૂપને સમજી, તેને અનુભવવાનો જે સહજ પ્રકાર છે જેણે અપૂર્વ કરુણા કરીને અમારા ઉદ્ધાર માટે આવા કળિકાળમાં પણ દર્શાવ્યો એવા પરમકૃપાળુ પરમાત્માનો જગતમાં સદા જય જયકાર હો. વા.
તે જ સમજવા ત્રણ ભેદો વિચારીએ બાહ્ય દશા, અંતર, પરમાતમરૂપ જો,
ટાળી બાહ્ય દશા અંતર્થી સાથએ પરમાતમ-પદ નિર્મળ નિજ ચિદ્રુપ જો. જય૦ ૪
અર્થ - તે શુદ્ધસ્વરૂપને જ સમજવા માટે હવે ત્રણ ભેદોનો વિચાર કરીએ. તે આત્માની બહિરાત્મદશા, અંતરઆત્મદશા અને પરમાત્મદશા છે. બહિરાત્મદશાને ટાળી, અંતરઆત્મદશા પામીને પરમાત્મપદની સાધના કરીએ કે જે પોતાના આત્માનું સહજ નિર્મળ ચિદ્રપ એટલે જ્ઞાનસ્વરૂપ છે. એવા નિર્મળ જ્ઞાનસ્વરૂપને પામેલા શ્રીમદ્ રાજચંદ્ર સદ્ગુરુ ભગવંત જગતમાં સદા જયવંત વર્તા. ૪
Page #164
--------------------------------------------------------------------------
________________
૧૪૪
પ્રજ્ઞાવબોઘ-વિવેચન ભાગ-૧
બહિરાત્મા તો મિથ્યા દ્રષ્ટિ જાણિયે, મૂળ દ્રવ્યનું જેને નહિ ઓળખાણ જો; બાહ્યદશામાં સંયોગે તલ્લીન તે દેહદૃષ્ટિને કિંચિત નહિ નિજ ભાન જો. જય૦ ૫
અર્થ :- હવે પ્રથમ બહિરાત્માના સ્વરૂપનું વર્ણન કરે છે :–બહિરાત્માને તો મિથ્યાદ્રષ્ટિ જ જાણો. કેમકે જેને મૂળ આત્મદ્રવ્યનું જ ઓળખાણ નથી.
બહિરાત્મદશાના કારણે જે હમેશાં પરપદાર્થના સંયોગમાં જ તલ્લીન રહે છે. એવા દેહદ્રષ્ટિવાળા જીવને તો કિંચિત્ માત્ર પણ પોતાના આત્મસ્વરૂપનું ભાન નથી. પણ
કર્મભાવમાં તન્મય તેની વૃત્તિ છે, માને કે “સુંદર', “શ્યામસ્વરૂપ” જો, હું જાડો’, ‘હું કૃશ”, “નીરોગી” “રોગ” કે “બ્રાહ્મણ’, ‘ભંગી' “નર” “નારી” તદ્રુપ જો.” જય૦ ૬
અર્થ :- કર્મોને લીધે ઉત્પન્ન થતાં રાગદ્વેષના ભાવોમાં જ તેની સદા તન્મય વૃત્તિ છે. જે દેહને જ પોતાનું સ્વરૂપ માને છે. જેથી હું સુંદર છું કે શ્યામ છું, હું જાડો છું કે કુશ એટલે પાતળો છું, નીરોગી છું કે રોગી છું, બ્રાહ્મણ છું કે ભંગી છું, નર છું કે નારી છું, એમ તદ્રુપ એટલે તે રૂપોને જ જે પોતાનું સ્વરૂપ માને છે, તે બહિરાત્મા છે. કા.
દિગંબર” “શ્વેતાંબર”, “સાધુ “સાઘવી”, “વેદાન્તી”, “વૈષ્ણવ', વાબુદ્ધ', “ફકીર જો; માત, પિતા, પતિ, પત્ની, ઘન સંબંઘની ‘દેખત-ભેલીમાં બહુ મૂંઝાય બહિર જો. જય૦ ૭
અર્થ – હું દિગંબર છું, શ્વેતાંબર છું, સાધુ છું, સાધ્વી છું, વેદાન્તી છું, વૈષ્ણવ છું, અથવા બુદ્ધ છું કે ફકીર છું એમ પોતાને માને છે. માતા, પિતા, પતિ, પત્નિ કે ઘન આદિ પૂર્વ કર્માનુસાર થયેલ સંબંઘને જોઈ જોઈને “દેખત ભૂલી'માં પડ્યો છે. તે બહિર એટલે બહિરાત્મા આ પર પદાર્થોને પોતાના માની, જોઈને રાગદ્વેષ કરી પોતાના વાસ્તવિક આત્મસ્વરૂપને ભૂલી મોહમાં બહુ મૂંઝાય છે. Iળા.
દેહ, દેશ, જ્ઞાતિ ખ્યાતિ મારાં ગણી, અપયશ, દુખ શત્રુવટ ના ભૂંસાય જો;
અંતગ્રથિ ગાઢ કલ્પનાની વણી બહિરાત્મા હા! સંસારે રેંસાય જો.” જય૦ ૮ અર્થ - જે દેહમાં પોતે રહેલ છે તેને તથા જે દેશમાં કે જ્ઞાતિમાં પોતે જન્મ્યો છે તેને અને ખ્યાતિ એટલે કીર્તિ આદિને પોતાના માને છે. તેથી ક્યાંય અપયશ થઈ જાય તો પોતે દુઃખી થાય છે અને તેના પ્રત્યે શત્રુવટનો ભાવ રાખે છે; જે ભુસાવવો મુશ્કેલ થઈ પડે છે. આવી કલ્પનાની અંતગ્રંથિને ગાઢ વણી, આ બહિરાત્મા હા! આશ્ચર્ય છે કે આ સંસારમાં રેંસાય છે અર્થાત્ રીબાય છે. આવી બહિરાત્મદશાને દૂર કરનાર શ્રીમદ્ સગુરુ રાજચંદ્ર પ્રભુનો આ જગતમાં જય જયકાર હો. ૮ાા.
(૨) સદ્ભાગ્યે જો સદ્ગશ્યોગે જીવને કેવળી કથિત સુઘર્મ સ્વરૅપ સમજાય જો,
તો વિષયાદિક દેહસુખો દુઃખો ગણે, આત્માના સુખ કાજે ઉદ્યમી થાય જો. જય૦ ૯ હવે બીજી અંતરઆત્મદશાનું સ્વરૂપ સમજાવે છે :
અર્થ :- સદ્ભાગ્યનો ઉદય થતાં જીવને સગુયોગે કેવળી પ્રરૂપિત સાચા આત્મધર્મનું સ્વરૂપ જો સમજાય તો પાંચ ઇન્દ્રિયના વિષયથી ઉત્પન્ન થતા દેહસુખો તેને દુઃખરૂપ ભાસે અને આત્માના સ્વભાવથી
Page #165
--------------------------------------------------------------------------
________________
(૧૫) ત્રણ આત્મા
૧૪ ૫
ઉત્પન્ન થતાં સાચા સુખની પ્રાપ્તિ માટે તે ઉદ્યમી બને છે.
“સુખ વસે આત્મા વિષે, તેનો નહીં નિર્ધાર;
સુખ શોધે હીન વસ્તુમાં, જડમાં નહીં જડનાર.”ાલા સમ્યગ્વષ્ટિ અંતર આત્મા તે થયો, જ્ઞાન અને વૈરાગ્ય સહિત વર્તાય જો;
અહંમમત્વ દોષ અનાદિનો ગયો, વિશ્વ-વિલોકન, વિભ્રમ ટાળી, થાય જો. જય૦ ૧૦ અર્થ - ઉપરની ગાથામાં કહ્યું તેમ આત્મસુખની ઇચ્છક થવાથી તે સમ્યવૃષ્ટિ અંતરઆત્મા થયો. હવે તેનું વર્તન જ્ઞાન અને વૈરાગ્ય સહિત હોય છે. તેથી અનાદિકાળનો જીવમાં રહેલો અહંભાવ, મમત્વભાવનો દોષ નાશ પામે છે. તથા તે જીવની વિભ્રમ એટલે પદાર્થ સંબંધની ભ્રાંતિ સર્વથા ટળી જઈ કાલાન્તરે તે વિશ્વ વિલોકન કરનાર થાય છે, અર્થાત્ સમ્યગ્દર્શન વડે તે આત્મા કેવળજ્ઞાન પ્રગટાવીને આખા વિશ્વનું વિલોકન એટલે દર્શન કરે છે. “અહંભાવ મમત્વભાવ નિવૃત્ત થવાને અર્થે જ્ઞાની પુરુષોએ આ છ પદની દેશના પ્રકાશી છે.” (વ.પૃ.૩૯૫) ૧૦ના
આત્મા ગોરો, કાળો, રાતો ના ગણે, નહિ તે બ્રાહ્મણ, ભંગી કે નર, નાર જો. દેવ, મનુજ કે નારક, પશુ તે ના બને, ગુરું-શિષ્ય નહિ, નહીં વેષ-વ્યવહાર જો. જય૦ ૧૧
અર્થ :- સમ્યકુદ્રષ્ટિ જીવ આત્માને ગોરો, કાળો કે રાતો માનતો નથી. આત્મા બ્રાહ્મણ, ભંગી, મનુષ્ય કે સ્ત્રી નથી. ચારે ગતિમાં આત્મા દેવ, મનુષ્ય, નારકી કે પશુ સ્વભાવથી બનતો નથી. આત્મા ગુરુ નથી કે કોઈનો શિષ્ય નથી. દેવ, મનુષ્ય, નારકી કે તિર્યંચ એ બધા કર્મના વેષ છે. તેવો વેષ-વ્યવહાર આત્માને નથી. આત્મા તો સ્વભાવે સંપૂર્ણ શુદ્ધ છે. I/૧૧ાા
જુદો દેહથી પોતાને જે જાણશે, દેહ અચેતન માને મ્યાન સમાન જો; તે પરનો પણ દેહ અચેતન માનશે, સ્વ-પર વિષેની ભૂલ તજે વિદ્વાન જો. જય૦ ૧૨
અર્થ :- જે સમ્યવ્રુષ્ટિ આત્મા પોતાને આ દેહથી જાદો જાણશે તે આ દેહને પણ તલવારને રહેવાના સ્થાનરૂપ અચેતન મ્યાન જેવો જાણશે, તે બીજા જીવોના દેહને પણ અચેતન એટલે જડ જેવો માનશે. એમ સ્વ શું? અને પર શું? એ અનાદિથી ચાલી આવતી ભૂલને તે ટાળશે. તેને જ જ્ઞાની પુરુષો ખરો વિદ્વાન કહે છે. II૧૨ા.
જાડે કપડે દેહ ન જાડો જાણિયે, જૂને કપડે દેહ ન ઘરડો હોય જો;
રાતે કપડે દેહ ન રાતો માનિયે, વસ્ત્ર-વિનાશે દેહ-વિનાશ ન જોય જો. જય૦ ૧૩
અર્થ - જાડાં કપડાં પહેરવાથી દેહને આપણે જાડો જાણતા નથી. જૂના કપડાં પહેરવાથી દેહ કંઈ ઘરડો થઈ જતો નથી. રાતાં કપડાં પહેરવાથી દેહને કંઈ રાતો માનતા નથી. તેમજ વસ્ત્રના વિનાશથી આપણા દેહનો કંઈ વિનાશ થઈ જતો નથી. ૧૩.
તેમજ જાડા દેહે જાડો ર્જીવ નહીં, જીર્ણ દેહમાં જીવ ન જીર્ણ ગણાય જો; રક્ત દેહમાં જીવ ન રક્ત બને જરી, દેહ-વિનાશે જીવવિનાશ ન થાય જો. જય૦ ૧૪
અર્થ - તેમજ દેહ જાડો થતાં જીવ જાડો થતો નથી. દેહ જીર્ણ થતાં જીવ ઘરડો થતો નથી. દેહ લાલ થતાં જીવ લાલ બની જતો નથી. તેમજ દેહનો વિનાશ થતાં જીવ કદી વિનાશ પામતો નથી. /૧૪
Page #166
--------------------------------------------------------------------------
________________
પ્રજ્ઞાવોધ-વિવેચન ભાગ-૧
પરમાણુ બહુ દેહ વિષે પેસે, ખરે, પણ આકૃતિ એની એ જ જણાય. જો; એક જ ક્ષેત્રે જીવ-તન ક્ષીર-નીરની ૫૨ે, પણ વિલક્ષણ લક્ષણર્થી ઓળખાય જો. જય૦ ૧૫ અ – નવા નવા ઘણા પુદ્ગલ પરમાણુ આ દેહમાં પેસે છે અને જૂના ખરે છે. છતાં તેની આકૃતિ એની એ જ જણાય છે. એક જ ક્ષેત્રમાં જીવના પ્રદેશો અને શરીરના પુદ્ગલ પરમાણુઓ ક્ષીરનીર એટલે દૂધ અને પાણીની જેમ રહેલા છે, છતાં વિલક્ષણ એટલે અસાધારણ લક્ષણ વડે જીવ અને પુદ્ ગલની ઓળખાણ કરી શકાય છે. જીવનું અસાધારણ લક્ષન્ન જ્ઞાન અને દર્શન છે, તે બીજા કોઈ દ્રવ્યમાં નથી. તેમજ પુદ્ગલનું અસાધારણ લક્ષણ, રૂપ, રસ, ગંધ, સ્પર્શ છે, તે કોઈ બીજા દ્રવ્યમાં નથી. તેથી જીવ અને પુદ્ગલની ભિન્ન ઓળખાણ કરી શકાય છે. ।।૧૫।।
અંતર્ર આત્મા તત્ત્વસ્વરૂપને ઓળખે; તેથી ક્યાંથી રાગાર્દિક કરાય જા?
૧૪૬
જગજીવોને શત્રુ-મિત્ર ન તે લખે; જ્ઞાનીને જાણે તે તેવો થાય જો. જય૦ ૧૬ અર્થ ઃ– અંતરાત્મા જીવ અજીવ આદિના તત્ત્વસ્વરૂપને ઓળખે છે. માટે તેનાથી પરપદાર્થમાં રાગાદિક કેમ થાય? તે જગતના જીવોને શત્રુ કે મિત્રરૂપ માનતો નથી. એવા જ્ઞાનીપુરુષના સ્વરૂપને જે જાણે તે પણ તેવો જ થાય છે. ।।૧૬।।
બુદ્ધિમાં ના આતમજ્ઞાન વિના બીજું જ્ઞાની ઘારે અધિક સમય હૈં કામ જો;
વાણી, કાયાથી વર્તે જો જરૂરનું કામ પડ્યું, પણ મન રાખે નિષ્કામ જો. જય૦ ૧૭
અર્થ :— બુદ્ધિમાં આત્મજ્ઞાન વિના અધિક સમય તક જ્ઞાનીપુરુષો બીજું કોઈ કામ ધારી રાખતા નથી. કોઈ જરૂરનું કામ આવી પડે તો વાણી કે કાયાથી પ્રવર્તે છે. પણ મનને તો નિષ્કામ જ રાખે છે; અર્થાત્ મનને કોઈ બીજા ભાવમાં તન્મય થવા દેતા નથી.
“આત્મજ્ઞાન વિના ક્યાંય, ચિત્ત દ્યો ચિરકાળ ના;
આત્માર્થે વાી કાયાથી, વર્તી તન્મયતા વિના.'' સમાધિશતક||૧૭ના
અંતર્ આત્મા આત્મવિચારે જાગતો, વ્યવહારે વર્તે સુષુપ્ત સમાન જો;
જગત-કુશળ ના આત્મરસી પ્રાર્ય થતો, વિષય-કષાયે કે ભૂલી ભાન જો. જય૦ ૧૮
અર્થ :– અંતર્આત્મા સદા આત્મવિચારે જાગૃત રહે છે. તે વ્યવહારમાં સુષુપ્ત એટલે સૂતેલા સમાન વર્તે છે. તેને જગતના મિથ્યા વ્યવહાર કરવામાં રસ નથી. આત્માનો રસિક એવો આ જીવ પ્રાયે જગત વ્યવહારમાં કુશળ થતો નથી. પણ જો સ્વરૂપના ભાનને ઉદયાધીન ભૂલી જાય તો વિષયકષાયના ખાડામાં થઈ પડે છે.
“વ્યવહાર સૂતો મૂકે, તો જાગે આત્મ-કાર્યમાં;
ચિંતવે વ્યવહારો જે, તે ઊંઘે આત્મ-કાર્યમાં.’’ સમાધિશતક ।।૧૮।।
જે દેખાતું રૂપતિ જગમાં બધું, તે ના જાણે કાંઈ, વૃથા વ્યવહાર જો;
જાણે તેનું રૂપ ન નજરે આવતું, કોની સાથે વદવું? કર વિચાર જો. જય૦ ૧૯
અર્થ :— જગતમાં જે રૂપસહિત બધું દેખાય છે, તે તો પુદ્ગલ દ્રવ્ય છે. તે જડ છે, તે કંઈ જાણતું
:
નથી. માટે તેની સાથે વ્યવહાર કરવો તે વૃથા છે. અને જે સર્વને જાણે છે એવો સ્વપર પ્રકાશક આત્મા તેનું
Page #167
--------------------------------------------------------------------------
________________
(૧૫) ત્રણ આત્મા
૧૪૭
રૂપ નજરે આવતું નથી. કેમકે તે અરૂપી પદાર્થ છે. તો કોની સાથે વદવું? અર્થાત્ બોલવું? એનો હે જીવ તું વિચાર કર.
“જે મને રૂપ દેખાય, તે તો જાણે ન સર્વથા;
જાણે તે તો ન દેખાય, કોની સાથે કરું કથા?” -સમાધિશતક (૧૯ાા કોઈ મને સમજાવે', “પરને બોઘ દઉં” ગાંડાની ચેષ્ટા સમ સર્વ ગણાય જો;
વચનાતીત, સ્વરૂપે નિર્વિકલ્પ હું', એમ વિચાર્યું વાણી પણ રોકાય જો. જય૦ ૨૦
અર્થ - કોઈ મને સ્વરૂપ સમજાવે અથવા હું કોઈને સ્વરૂપનો બોઘ આપું, એવો જે સર્વ વ્યવહાર તે અંતર્માત્માને ગાંડાની ચેષ્ટા સમાન જણાય છે. કેમકે આત્મા તો વચનાતીત એટલે વચનથી અગોચર છે, વચનથી તે જણાવી શકાય એમ નથી. તથા તે આત્મા નિશ્ચયથી જોતાં તો નિર્વિકલ્પ સ્વરૂપ છે. એમ વિચાર કરવાથી તેની વાણી પણ મૌનપણાને ભજે છે અને અંતર્મુખવૃત્તિ થાય છે. પરિણા
બાહ્ય અને અંતર્વાચાને રોકતાં, યોગી પ્રગટાવે પરમાત્મ-પ્રદીપ જો;
સર્વે ઇન્દ્રિયના સંયમને સાઘતાં કર મન સ્થિર, પરમાત્મા, તેજ સમીપ જો. જય૦ ૨૧
અર્થ :- બાહ્યવાણી અને અંતર્વાચા એટલે સંકલ્પવિકલ્પને રોકીને યોગીપુરુષો પરમાત્મસ્વરૂપમય પ્રકષ્ટ દીપકને પ્રગટાવે છે. સર્વ ઇન્દ્રિયોના સંયમને સાથી મનને સ્થિર કર તો પરમાત્મસ્વરૂપ તારા, સમીપમાં જ તને ભાસશે.
“ઇંદ્રિયો સર્વ રોકીને, કરીને સ્થિર ચિત્તને;
જોતાં જે ક્ષણમાં ભાસે, પરમાત્મસ્વરૂપ તે.” -સમાધિશતક ||૧| તાઁ બહિરાત્મપણું અંતમાં સ્થિર થા; સર્વે સંકલ્પોથી ભિન્ન સ્વ મ જો
પરમાત્માનું, ભાવે અંતર્ આતમા; દૃઢ અભ્યાસે થાયે સ્થિર તદ્રુપ જો. જય૦ ૨૨
અર્થ :- બહિરાત્મપણું ત્યાગીને તું તારા અંતરાત્મામાં સ્થિર થા. કેમકે પરમાત્માનું સ્વરૂપ સર્વ સંકલ્પ વિકલ્પથી રહિત છે. એમ અંતર્વાત્માની સદા ભાવના હોય છે. તે પોતાના દ્રઢ અભ્યાસથી સમય આબે તદ્રુપ એટલે શુદ્ધ આત્મસ્વરૂપમાં તલ્લીન થાય છે. રા.
નિત્ય, નિરંજન, પરમાનંદ સ્વરૂપ છે, જ્ઞાન અનંતનું પરમાત્મા તો ઘામ જો;
શુદ્ધ, બુદ્ધ ને શાંત, શિવ અનૂપ તે, દેહરહિત ને દેહસહિત બે નામ જો. જય૦ ૨૩ હવે પરમાત્મસ્વરૂપનું વર્ણન કરે છે :
અર્થ - પરમાત્માનું પરમાનંદ સ્વરૂપ તે સદા નિત્ય છે, શાશ્વત છે, નિરંજન એટલે કર્મરૂપી કાલિમાથી રહિત છે. પરમાત્મા તો અનંતજ્ઞાનના ઘામ છે. તે શુદ્ધ છે, બુદ્ધ એટલે જ્ઞાની છે અને કષાયરહિત હોવાથી શાંત છે. તે અનુપમ શિવ એટલે મોક્ષસ્વરૂપ છે. એવા પરમાત્માના દેહરહિત અને દેહસહિત એવા બે નામ છે. અરિહંત ભગવાન કે કેવળી ભગવાન તે દેહસહિત હોવાથી સાકાર પરમાત્મા છે અને સિદ્ધ ભગવાન તે દેહરહિત હોવાથી નિરાકાર પરમાત્મા કહેવાય છે. ૨૩
વર્ણ, ગંથ કે સ્પર્શ, શબ્દ રસ જ્યાં નહીં, જન્મ-મરણ વિણ જેહ નિરંજન નામ જો; ક્રોઘ, માન, મદ, માયા, મોહ રહ્યાં નથી, સ્થાન-ધ્યાન વિણ તે જ નિરંજન રામ જો. જય૦ ૨૪
Page #168
--------------------------------------------------------------------------
________________
૧૪૮
પ્રજ્ઞાવબોઘ-વિવેચન ભાગ-૧
અર્થ :- પરમાત્મસ્વરૂપમાં વર્ણ, ગંધ, સ્પર્શ, શબ્દ કે રસ નથી. જે જન્મમરણ વગરના હોવાથી કર્મરૂપી અંજનથી રહિત છે, માટે જેનું નિરંજન એવું નામ છે. જેમને ક્રોઘ, માન, મદ, માયા કે મોહ રહ્યાં નથી. જેને હવે કોઈ ધ્યાન કરવાના સ્થાનની જરૂર નથી. જે સદા શુદ્ધ આત્મામાં જ રમતા રામ છે. તે જ ખરેખર નિરંજન પરમાત્મા કહેવા યોગ્ય છે.
વેદ, શાસ્ત્ર, ઇન્દ્રિય જાણ્યો જાય નહિ, નિર્મળ ધ્યાને ગમ્ય, સદા દુર્લક્ષ્ય જો;
અનંત ચતુષ્કાય, કેવળ લબ્ધિ જ્યાં રહી, સંત નિરંતર ઘરે અલક્ષ્ય લક્ષ્ય જો. જય૦ ૨૫
અર્થ :- એ પરમાત્મસ્વરૂપ કંઈ વેદ, શાસ્ત્ર કે ઇન્દ્રિયો દ્વારા જાણ્યું જાય એમ નથી. નિર્મળ એવા શુક્લધ્યાને જ તે ગમ્ય છે. પણ એવા નિર્મળ ધ્યાનનો જીવને સદા દુર્લક્ષ રહે છે.
પરમાત્મ સ્વરૂપ પામેલા એવા પરમપુરુષને જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય, મોહનીય અને અંતરાય કર્મ એ ચાર ઘાતીયા કર્મનો ક્ષય થવાથી ક્રમશઃ અનંતજ્ઞાન, દર્શન, સુખ અને વીર્ય એ અનંત ચતુષ્ટય પ્રાપ્ત થયેલા છે. અથવા ચાર ઘાતીયા કર્મનો ક્ષય થવાથી નીચે પ્રમાણે નવ લબ્ધિઓ પ્રગટેલી હોય છે :
જ્ઞાનાવરણીય કર્મના ક્ષયથી (૧) અનંતજ્ઞાન લબ્ધિ દર્શનાવરણીય કર્મના ક્ષયથી (૨) અનંત દર્શન લબ્ધિ મોહનીય કર્મના બે ભેદ છે. તેમાંથી દર્શનમોહનીય કર્મ જવાથી (૩) ક્ષાયિક સમ્યકત્વ લબ્ધિ અને ચારિત્રમોહનીય કર્મ જવાથી (૪) ક્ષાયિક ચારિત્ર લબ્ધિ પ્રગટેલ છે. તથા અંતરાય કર્મના પાંચ ભેદ છે. તેમાંથી દાનાંતરાયકર્મનો ક્ષય થવાથી (૫) અનંતદાન લબ્ધિ, લાભાંતરાય કર્મના ક્ષય થવાથી (૬) અનંતલાભ લબ્ધિ. ભોગાંતરાય કર્મના ક્ષયથી (૭) અનંત ભોગલબ્ધિ. ઉપભોગાંતરાય કર્મના ક્ષયથી (૮) અનંત ઉપભોગ લબ્ધિ તથા વીર્યંતરાયકર્મના ક્ષયથી (૯) અનંતવીર્ય લબ્ધિ પ્રાપ્ત થયેલી છે. એમ કુલ નવ લબ્ધિઓ કેવળી ભગવાનને પ્રાપ્ત થયેલી છે.
એવા અલક્ષ્ય પરમાત્મસ્વરૂપની પ્રાપ્તિનો સંત એવા જ્ઞાની પુરુષો નિરંતર લક્ષ રાખે છે. દેવ-દેવળે વસતા જે વ્યવહારથી, કેવળજ્ઞાનકૂંપી તઘારી દેવ જો,
તેની ભક્તિ થાય વિરાગ-વિચારથી; તો ભવ-વેલી બળી જશે સ્વયમેવ જો. જય૦ ૨૬
અર્થ - પ્રારબ્ધ કર્મ ભોગવવાના કારણે વ્યવહારથી જેનો આ દેહરૂપી દેવળમાં નિવાસ છે એવા સાકાર પરમાત્મા, તે નિશ્ચયથી તો કેવળજ્ઞાનરૂપી શરીરને જ ઘારણ કરનારા દેવ છે.
એવા આ દેવની ભક્તિ જો વૈરાગ્યસહિત વિચારથી થાય તો સંસારરૂપી વેલ સ્વયમેવ એટલે આપોઆપ બળીને ભસ્મ થઈ જશે. રકા
તારો એક અનંત ગગન વિષે દસે કેવળજ્ઞાને તેમ જ વિશ્વ-વિલાસ જો;
તેવા કેવળી પણ આ વિશ્વ વિષે વસે, પણ જગરૂપ નહીં, પરમાત્મ-પ્રકાશ જો. જય૦ ૨૭
અર્થ - અનંત એવા ગગન એટલે આકાશમાં જેમ એક તારાનો પ્રકાશ દેખાય પણ તે કદી આકાશરૂપ થતો નથી. તેમ એક કેવળજ્ઞાન વડે આખા વિશ્વનો વિલાસ માણી શકાય અર્થાત્ જાણી શકાય છે તથા તેવા કેવળી ભગવંતો પણ આ વિશ્વમાં જ વસે છે અને તેના પરમાત્મ પ્રકાશમાં આખું વિશ્વ ઝળકે છે છતાં પોતે કદી તે વિશ્વરૂપ થતાં નથી. રા.
મંડપ લર્ગી વેલી વર્દી વર્ષો પથરાય છે, તેમજ શેય પદાર્થો સંથી જ્ઞાન જો. સર્વ જાણવાની શક્તિ ઊભરાય છે, પણ નહિ જોય મળે તો અટકે જ્ઞાન જો. જય૦ ૨૮
Page #169
--------------------------------------------------------------------------
________________
(૧૫) ત્રણ આત્મા
૧૪૯
અર્થ - જ્યાં સુધી મંડપ હોય ત્યાં સુધી વેલ વઘીવથીને પથરાય છે. તેમજ જ્યાં સુધી શેયપદાર્થો વિશ્વમાં છે ત્યાં સુધી ભગવાનનું કેવળજ્ઞાન પહોંચે છે. કેવળજ્ઞાનમાં સર્વ જાણવાની શક્તિ ઊભરાય છે પણ વિશેષ શેય પદાર્થો જ ન મળે તો ત્યાં જ્ઞાન અટકી જાય છે, અર્થાત્ એવા અનંત વિશ્વ હોય તો પણ જાણવાની શક્તિ કેવળજ્ઞાનમાં રહેલી છે. ર૮.
જ્ઞાનસ્વરૃપ જે મુનિગણના મનમાં વસે, દેહદારીના દેહે દેહાતીત જો, દિવ્ય દેહરૂપ ત્રિભુવનગુરુ જો ઉલ્લસે, નિજ મનમાં ગણ મુક્તિ તણી એ રીત જો. જય૦ ૨૯
અર્થ - કેવળજ્ઞાનનું સ્વરૂપ પ્રગટાવવાનો ભાવ મુનિગણના મનમાં સદા વસે છે. તે કેવળજ્ઞાન પણ દેહધારી એવા સાકાર પરમાત્માના દેહે દેહાતીત એટલે દેહથી જાદું રહેલ છે. એવા કેવળજ્ઞાનરૂપ દિવ્ય દેહને ઘારણ કરનાર ત્રિભુવનગુરુ પ્રત્યે જો મનમાં સાચો પ્રેમભાવ સદા ઉલ્લસતો રહે તો એને જ તું મુક્તિ પામવાની સાચી રીત જાણજે. કેમકે ભક્તિ વિના કોઈની મુક્તિ થતી નથી. રા.
વિષયસુખમાં અંઘ બનેલા જીવને દિવ્ય યોગ મુક્તિદાયક દુષ્માપ્ય જો; શિવ સ્વરૂપે કેવળ શાંત મુનિ બને, જય પામો તે શિવસુખ જેને પ્રાપ્ય જો. જય૦ ૩૦
અર્થ - પાંચ ઇન્દ્રિયોના વિષયોમાં અંધ બનેલા જીવને મુક્તિદાયક એવો પ્રભુનો દિવ્યયોગ પ્રાપ્ત થવો દુષ્કર છે. શિવ એટલે મોક્ષસ્વરૂપને તો વિષયકષાયથી કેવળ શાંત બનેલા એવા મુનિઓ જ પામી શકે છે. એવું શિવસુખ જેને પ્રાપ્ત છે એવા ભગવંતો જગતમાં સદા જયવંત વર્તા. ૩૦
પરમ પુરુષ તો મુક્તિ મૂર્તિમાન છે, બોઘરૂપી હાથે કરતા ઉદ્ધાર જો;
ભવ-સમુદ્ર ભવ્ય ડૂબે બેભાન જે, તેને તારે યોજી હિત-ઉપચાર જો. જય૦ ૩૧ અર્થ :- “મૂર્તિમાન મોક્ષ તે સત્પરુષ છે.” તે બોઘરૂપી હાથ વડે કરીને જીવોનો ઉદ્ધાર કરે છે. સંસારસમુદ્રમાં ભવ્યાત્માઓ સ્વસ્વરૂપના બેભાનપણાથી ડૂબી રહ્યાં છે. તે જીવોને અનેક પ્રકારના હિત ઉપચારોની યોજના કરીને જે તારે છે.
પૂર્વે થઈ ગયેલા મોટા પુરુષનું ચિંતન કલ્યાણકારક છે; તથાપિ સ્વરૂપસ્થિતિનું કારણ હોઈ શકતું નથી; કારણ કે જીવે શું કરવું તે તેવા સ્મરણથી નથી સમજાતું. પ્રત્યક્ષ જોગે વગેરે સમજાવ્યું પણ સ્વરૂપસ્થિતિ થવી સંભવિત માનીએ છીએ, અને તેથી એમ નિશ્ચય થાય છે કે તે જોગનું અને તે પ્રત્યક્ષ ચિંતનનું ફળ મોક્ષ હોય છે. કારણ કે મૂર્તિમાન મોક્ષ તે સપુરુષ છે.” (વ.પૃ.૨૮૭) ૩૧ાા
પરમાત્માની વચનવિલાસે અતિ સ્તુતિ કરનારા વિદ્વાનો થોકે થોક જો;
બ્રહ્માનંદ-સુથા સાગરના સ્નાનથી ભવ-સંતાપ તજે, હા! વિરલા કોક જો. જય૦ ૩ર અર્થ - જગતમાં પરમાત્માની વચનવિલાસે અનેક પ્રકારથી સ્તુતિ કરનારા વિદ્વાનો થોકે થોક છે, અર્થાત્ ભગવાનની વચનદ્વારા સ્તુતિ કરનારા તો જગતમાં અનેક છે. પણ બ્રહ્માનંદના અમૃતને અનુભવનારા એવા સત્પરુષોના વચનામૃતરૂપ અમૃતસાગરમાં સ્નાન કરીને સર્વકાળને માટે સંસારના ત્રિવિશે તાપને શમાવનારા તો હા! આ જગતમાં કોઈક વિરલા જ છે.
આવા ત્રિવિધ તાપને શમાવવામાં પ્રબળ નિમિત્તકારણરૂપ પરમકૃપાળુ શ્રીમદ્ સગુરુ રાજચંદ્ર પ્રભુનો જગતમાં સદા જય જયકાર હો. ||૩૨ાા
Page #170
--------------------------------------------------------------------------
________________
૧૫ ૦
પ્રજ્ઞાવબોઘ-વિવેચન ભાગ-૧
પંદરમાં પાઠમાં ત્રણેય આત્માનું સ્વરૂપ વર્ણવી હવે અંતર્માત્મા થવાનો ઉપાય જણાવે છે –
સામાન્ય રીતે લોકભાષામાં દર્શન એટલે જોવું - દર્શન કરવું એવો અર્થ થાય છે. અથવા મતના અર્થમાં દર્શન એટલે છ દર્શન – જૈન દર્શન, વેદાંત દર્શન, સાંખ્ય દર્શન, બૌદ્ધ દર્શન, નૈયાયિક દર્શન અને નાસ્તિક દર્શન એમ અર્થ થાય છે, અથવા દર્શનાવરણીય કર્મમાં દર્શન એટલે સામાન્ય પ્રતિભાસરૂપ દર્શન એટલે અવલોકન એમ અર્થ થાય છે. જેમકે પદાર્થનું જ્ઞાન થતાં પહેલાં આ કંઈક છે એવો ભાસ થવો તેને દર્શન કહેવાય છે. પણ અહીં તો દર્શન એટલે સમ્યગ્દર્શન અર્થાત્ સત્ શ્રદ્ધાના અર્થમાં આ શબ્દનો પ્રયોગ કરેલ છે. શ્રદ્ધા ત્રણ પ્રકારની છે. મિથ્યા શ્રદ્ધા, સમ્યક શ્રદ્ધા અને શાશ્વત શ્રદ્ધા. મિથ્યા શ્રદ્ધા તે મિથ્યાદર્શન છે, સમ્યક શ્રદ્ધા તે સમ્યગ્દર્શન છે અને શાશ્વત શ્રદ્ધા તે લાયક સમ્યગ્દર્શન છે. હવે આ પાઠમાં એવા સમ્યગ્દર્શન વિષે વિસ્તારથી સમજાવવામાં આવે છે –
(૧૬)
સમ્યગ્દર્શન
(ઇંદવછંદ) (આજ મને ઉછરંગ અનુપમ, જન્મ તારથ જોગ જણાયો)
જે ભવકારણ જ્ઞાન અનાદિથી ભાન ભુલાવી કુમાર્ગ બતાવે, - તે ક્ષણમાં ભવ-નિવૃત્તિ કારણ સમ્યગ્દર્શન-સૂર્ય બનાવે; (1) સમ્યગ્દર્શનનું પણ કારણ સગુરુદેવ કૃપાળુની વાણી,
૨ સર્વ અપૂર્વ સુહેતુ નમું ગુરુ રાજપદે ઉર ઊલટ આણી. અર્થ :- જે સંસારનું કારણ એવું મિથ્યાજ્ઞાન જીવને અનાદિકાળથી ભાન ભુલાવીને કુમાર્ગ એટલે સંસારવૃદ્ધિનો જ માર્ગ બતાવે છે, તે મિથ્યાજ્ઞાનને ક્ષણમાત્રમાં ભાવ એટલે સંસારથી નિવૃત્ત કરવાને માટે સમ્યગ્દર્શન તે સૂર્ય સમાન છે. તે પ્રગટ થતાં જ મિથ્યાત્વરૂપ અંઘકાર તે જ ક્ષણે નાશ પામે છે.
અનંત કાળથી જે જ્ઞાન ભવહેતુ થતું હતું તે જ્ઞાનને એક સમયમાત્રમાં જાત્યાંતર કરી જેણે ભવનિવૃત્તિરૂપ કર્યું તે કલ્યાણમૂર્તિ સમ્યગ્દર્શનને નમસ્કાર.” (વ.પૃ.૬૨૫)
તે સમ્યક્દર્શન પ્રાપ્તિનું પણ કારણ શ્રી સદગુરુ પરમકૃપાળુદેવની વાણી છે. “સપુરુષની કૃપાદ્રષ્ટિ એ જ સમ્યગ્દર્શન છે.” -શ્રીમદ્ રાજચંદ્ર
સર્વ અપૂર્વ એવા સમ્યક્દર્શન, જ્ઞાન, ચારિત્ર પ્રાપ્તિના સુહેતુ એટલે સાચા કારણ શ્રી ગુરુરાજના ચરણકમળ છે. તેને હું હૃદયમાં ઊલટ એટલે ઉલ્લાસભાવ આણીને નમસ્કાર કરું છું. ૧ાા
સમ્યગ્દર્શન-દાયકનો ઉપકાર વળે નહિ કોઈ પ્રકારે; ટાળી પશુગતિ ને નરકાદિક મોક્ષત બીજ વાવ વઘારે; સિદ્ધ થયા ભૂતકાળ વિષે, વળી ભાવિ વિષે નર સિદ્ધ થશે જે,
હાલ વરે નર સિદ્ધગતિ, સહુ સમ્યગ્દર્શનવંત હશે તે. અર્થ - સમ્યગ્દર્શનદાયક એવા શ્રી ગુરુનો ઉપકાર કોઈ પ્રકારે પણ વળી શકે એમ નથી.
Page #171
--------------------------------------------------------------------------
________________
(૧૬) સમ્યગ્દર્શન
૧
૫ ૧
“સમકિતદાયક ગુરુતણો, પ્રત્યુપકાર ન થાય;
ભવ કોડાકોડી લગે, કરતાં ક્રોડ ઉપાય.” -શ્રી યશોવિજયજી શ્રી ગુરુ, જીવની પશુગતિ અને નરક નિગોદાદિક ગતિઓને ટાળી મોક્ષરૂપી વૃક્ષના બીજની વાવણી કરી, તેને બોઘરૂપી પાણી પાવીને વઘારે છે.
પશુ ટાળી સુરરૂપ કરે જે, સમકિતને અવદાત રે;
એ ગુણ રાજ તણો ન વિસારુવાલા સંભારું દિનરાત રે.” -આઠ દૃષ્ટિની સઝાય જે જીવો ભૂતકાળમાં સિદ્ધ અવસ્થાને પામ્યા, વળી ભાવિ એટલે ભવિષ્યકાળમાં પણ જે મનુષ્યો સિદ્ધ પદને પામશે, તેમજ હાલમાં પણ મહાવિદેહ ક્ષેત્રમાંથી જે મનુષ્યો સિદ્ધગતિને પામે છે, તે સર્વ સમ્યગ્દર્શનવંત જ હશે, અર્થાત્ સમ્યગ્દર્શન વગર કોઈ પણ જીવ મુક્તિને પામી શકે નહીં. જરા
કેવળથી નહિ કોઈ અધિક સુદેવ મનાય મનોહર ભાવે, ગ્રંથરહિત ગુરુથી નહીં અઘિકો જગમાં ગુરુ ઉરથી લાવે; કેવળી-ભાષિત ઘર્મ દયામૅળ અંકુર ઉર વિષે પ્રગટે છે,
તે વ્યવહારથી સમ્યગ્દર્શન, નિશ્ચય આત્મ-અનુભવ દ તે. હવે વ્યવહાર સમ્યગ્દર્શન કોને કહે છે તે જણાવે છે –
અર્થ - આ જગતમાં કેવળજ્ઞાનથી અધિક કોઈ જ્ઞાન નથી. એવા જ્ઞાનને જે ઘારણ કરે તેને મનોહરભાવે અર્થાત અંતઃકરણના પૂજ્યભાવે જે સાચા દેવ માને, તથા જેની મિથ્યાત્વરૂપી ગ્રંથિ એટલે ગાંઠ ગળી ગઈ છે અર્થાત્ જે આત્મજ્ઞાની છે એવા ગુરુથી જગતમાં કોઈ મહાન ગુરુ નથી, એવો ભાવ જેના હૃદયમાં હોય. તેમજ કેવળી પ્રરૂપતિ દયામૂળ ઘર્મ એ જ સર્વોત્કૃષ્ટ ઘર્મ જગતમાં છે એવા ભાવના અંકુર જેના હૃદયમાં પ્રગટ થયા હોય. તે જીવને વ્યવહારથી સમ્યગ્દર્શન છે એમ કહી શકાય. નિશ્ચય સમ્યગ્દર્શન તો આત્માનો સાક્ષાત અનુભવ આપે તેને કહેવાય છે.
“ભગવત્ તીર્થંકરના નિગ્રંથ, નિગ્રંથિનીઓ, શ્રાવક તથા શ્રાવિકાઓ કંઈ સર્વને જીવાજીવનું જ્ઞાન હતું તેથી તેને સમકિત કહ્યું છે એવો સિદ્ધાંતનો અભિપ્રાય નથી. તેમાંથી કંઈક જીવોને તીર્થકર સાચા પુરુષ છે, સાચા મોક્ષમાર્ગના ઉપદેષ્ટા છે, જેમ તે કહે છે તેમ જ મોક્ષમાર્ગ છે એવી પ્રતીતિથી, એવી રુચિથી, શ્રી તીર્થકરના આશ્રયથી, અને નિશ્ચયથી સમકિત કહ્યું છે.” (વ.પૃ.૫૯૯) //૩
સમ્યગ્દર્શનની ઝૂરણા સહ સમ્યગ્દર્શન ચિંતવતા જે, તે જીંવ ત્યાગ-વિરાગ વઘારી, ગુસંગમ ઘારી સુદ્રષ્ટિ થતા તે; સ્વપ્ન વિષે પણ સમ્યગ્દર્શન દૂષિત જે ન કરે સુવિચારી,
તે જીંવ સમ્યભાવ વિષે રમ, કર્મ ખપાવ વરે શિવનારી. અર્થ - સમ્યગ્દર્શન પ્રાપ્ત કરવાની જેને ઝૂરણા જાગી છે તે દર્શન પરિષહ છે. તેને ઘીરજથી વેદાય તો તેમાંથી સમ્યગ્દર્શનની પ્રાપ્તિ થાય છે. એ વિષે શ્રીમદ્જી જણાવે છે કે –
“પરમાર્થ પ્રાપ્ત થવા વિષે કોઈ પણ પ્રકારનું આકુળવ્યાકુળપણું રાખવું–થવું–તેને “દર્શન પરિષહ' કહ્યો છે. એ પરિષહ ઉત્પન્ન થાય તે તો સુખકારક છે; પણ જો ઘીરજથી તે વેદાય તો તેમાંથી દર્શનની ઉત્પત્તિ થવાનો સંભવ થાય છે.” (વ.પ્ર.૩૧૭) તે જીવ સમ્યગ્દર્શન એટલે ભેદજ્ઞાનને ચિંતવે છે. જેમ કે :
Page #172
--------------------------------------------------------------------------
________________
૧૫ ૨
પ્રજ્ઞાવબોઘ-વિવેચન ભાગ-૧
“જડ ચેતનનો ભિન્ન છે, કેવળ પ્રગટ સ્વભાવ;
એકપણું પામે નહીં, ત્રણે કાળ દ્રય ભાવ.” -શ્રી આત્મસિદ્ધિશાસ્ત્ર એવો જીવ સમ્યગ્દર્શનની યોગ્યતા માટે ત્યાગવૈરાગ્યને વઘારે છે કેમ કે :
“ત્યાગ વિરાગ ન ચિત્તમાં, થાય ને તેને જ્ઞાન.” -શ્રી આત્મસિદ્ધિશાસ્ત્ર ત્યાગ વૈરાગ્ય વઘારીને ગુરુગમ એટલે ગુરુએ આપેલ સમજને યથાર્થ ઘારણ કરી તે જીવ સુદ્રષ્ટિ એટલે સમ્યદ્રષ્ટિવંત બને છે. સમ્યગ્દર્શનની યોગ્યતા મેળવવા શ્રીમદ્જી જણાવે છે કે
કોઈ પણ પ્રકારની આકુળતા વિના વૈરાગ્યભાવનાએ, વીતરાગભાવે, જ્ઞાની વિષે પરમભક્તિભાવે સન્શાસ્ત્રાદિક અને સત્સંગનો પરિચય કરવો હાલ તો યોગ્ય છે.” (વ.પૃ.૩૧૮)
સ્વપ્નમાં પણ જે સમ્યગ્દર્શન એટલે દેહ તે હું નહીં પણ આત્મા છું એવા ભાવને સમ્યક્ વિચારવડે ઘારી રાખે છે પણ દૂષિત કરતા નથી, તે જીવ સમ્યકુભાવમાં સદા રમી સર્વ કર્મ ખપાવીને શિવનારી એટલે મોક્ષરૂપી લક્ષ્મીને પામે છે. એ વિષે શ્રીમદ્જી જણાવે છે –
અજ્ઞાનદશારૂપ સ્વખરૂપયોગે આ જીવ પોતાને, પોતાનાં નહીં એવા બીજાં દ્રવ્યને વિષે સ્વપણે માને છે; અને એ જ માન્યતા તે સંસાર છે, તે જ અજ્ઞાન છે, નરકાદિ ગતિનો હેતુ તે જ છે, તે જ જન્મ છે, મરણ છે અને તે જ દેહ છે, દેહના વિકાર છે, તે જ પુત્ર, તે જ પિતા, તે જ શત્રુ, તે જ મિત્રાદિ ભાવ કલ્પનાના હેતુ છે, અને તેની નિવૃત્તિ થઈ ત્યાં સહજ મોક્ષ છે; અને એ જ નિવૃત્તિને અર્થે સત્સંગ, સપુરુષાદિ સાધન કહ્યાં છે; અને તે સાથન પણ જીવ જો પોતાના પુરુષાર્થને તેમાં ગોપવ્યા સિવાય પ્રવર્તાવે તો જ સિદ્ધ છે. વઘારે શું કહીએ? આટલો જ સંક્ષેપ જીવમાં પરિણામ પામે તો તે સર્વ વ્રત, યમ, નિયમ, જપ, યાત્રા, ભક્તિ, શાસ્ત્રજ્ઞાન આદિ કરી છૂટ્યો એમાં કંઈ સંશય નથી. એ જ વિનંતી.” (વ.પૃ.૪૩૬) I૪.
સમ્યગ્દર્શન શુદ્ધ ઘરે નર તે વર કારણ મોક્ષતણું લે, તેથી ગણાય જ જીવમુક્ત, મહાગુણવંત સુજાણ ગણું તે; તે વીર, ઘન્ય, કૃતાર્થ, મનુષ્ય, સુપંડિત, આર્ય, મુમુક્ષુ, સુદૃષ્ટિ,
જે જડ, ચેતન ભાવ વિચારી, ગણે નિજ જીવન આતમપુષ્ટિ. અર્થ - જે મુમુક્ષુ સમ્યગ્દર્શનને શુદ્ધ રીતે ઘારણ કરે છે તે મોક્ષપ્રાપ્તિના વર એટલે શ્રેષ્ઠ કારણને પામે છે. તેથી તે જીવનમુક્ત ગણાય છે. તે જ મહાગુણવંત અને સુજાણ એટલે જીવાદિ તત્ત્વને સમ્યકુરીતે જાણનારો છે. તે જ વીર ઘન્ય અને કૃતાર્થ છે. તે જ માનવપણાને સમજ્યો છે, તે જ ખરો પંડિત, આર્ય, મુમુક્ષુ કે સુદ્રષ્ટિવાળો જીવ છે કે જે જડ ચેતનભાવને વિચારી પોતાના જીવનને આત્માની પુષ્ટિ અર્થે જ ગાળે છે.
“હે સર્વોત્કૃષ્ટ સુખના હેતુભૂત સમ્યકદર્શન! તને અત્યંત ભક્તિથી નમસ્કાર હો.
આ અનાદિ અનંત સંસારમાં અનંત અનંત જીવો તારા આશ્રય વિના અનંત અનંત દુઃખને અનુભવે છે. તારા પરમાનુગ્રહથી સ્વસ્વરૂપમાં રુચિ થઈ. પરમ વીતરાગ સ્વભાવ પ્રત્યે પરમ નિશ્ચય આવ્યો. કૃતકૃત્ય થવાનો માર્ગ ગ્રહણ થયો.” (વ.પૃ.૮૨૪) //પા
લાભ ત્રિલોકતણો ન અઘિક ગણો યદિ સમ્યગ્દર્શન આવે, રાજ્ય ત્રિલોકતણું છૂટી જાય, જરૂર સુદર્શન મોક્ષ અપાવે;
Page #173
--------------------------------------------------------------------------
________________
(૧૬) સમ્યગ્દર્શન
૧ ૫૩
સૈન્ય પરીષહનું બહુ હોય છતાં નહિ સમ્યગ્દષ્ટિ ડરે છે,
મૃત્યુ-પળે પણ સમ્યગ્દર્શન જે ન ભેંલે, સુસમાધિ વરે તે. અર્થ - જો સમ્યગ્દર્શન જીવને પ્રાપ્ત થાય તો એ ત્રણેય લોકના રાજ્ય મળવા કરતાં પણ અધિક છે. મળેલું ત્રણ લોકનું રાજ્ય તો છૂટી જાય પણ સમ્યગ્દર્શન જીવને જરૂર મોક્ષ અપાવે છે. ગમે તેટલા પરિષહ-કોની સેના હોય છતાં પણ સમ્યવ્રુષ્ટિ આત્માઓ તેથી ડરતા નથી. મૃત્યુના પળે પણ જે સમ્યગ્દર્શન એટલે આત્મભાવને ભૂલતા નથી તે પુણ્યાત્મા સમ્યપ્રકારે સમાધિમરણને સાથે છે. દા.
સમ્યગ્દર્શન, સંયમ, જ્ઞાન અને તપ જ્ઞાનની ભક્તિથી આવે, જેમ વિધિથી અનાજન વાવણી વૃષ્ટિ વડે બહુ પાક પકાવે; સમ્યગ્દર્શન-વાહન-આરૂંઢ, સંવર-બખ્તર સંયમ ઘારે,
જ્ઞાનઘનુષ્ય સજી તપ-બાણ ચલાવી અરિરૂપ કર્મ વિદારે. અર્થ – સમ્યક્દર્શન, સમ્યકજ્ઞાન અને સંયમ એટલે સમ્મચારિત્ર તથા સમ્યક્ તપ એ બધું જ્ઞાનીની ભક્તિથી આવે છે. કેમકે શ્રીમદ્જીએ જણાવ્યું છે કે –
“ભક્તિના બળે જ્ઞાન નિર્મળ થાય છે. નિર્મળ જ્ઞાન મોક્ષનો હેતુ થાય છે.” (વ.પૃ.૪૩૦)
“આસપુરુષના વચનની પ્રતીતિરૂપ, આજ્ઞાની અપૂર્વ રુચિકર, સ્વચ્છંદનિરોઘપણે આપ્તપુરુષની ભક્તિરૂપ, એ પ્રથમ સમકિત કહ્યું છે.” (વ.પૃ.૫૭૦)
જેમ વિધિપૂર્વક પ્રથમ અનાજની વાવણી કરવામાં આવે, અર્થાત્ ખેતર ખેડીને સમયસર બીજ વાવવામાં આવે તો વૃષ્ટિ થયે તેના વડે ઘણો અનાજનો પાક મેળવી શકાય છે. તેમ જ્ઞાની ભગવંત પ્રત્યેના ગુણાનુરાગ સહિત આજ્ઞાની વિધિપૂર્વક સમ્યક્દર્શન, જ્ઞાન, ચારિત્ર અને તપની આરાધના કરવામાં આવે તો ઘણો લાભ મેળવી શકાય છે. સમ્યક્દર્શનરૂપ વાહન પર આરૂઢ થઈ કર્મ આવવાના દ્વારને રોકવા માટે સંવરરૂપ બખ્તર પહેરીને સંયમી પુરુષ જ્ઞાનરૂપી ઘનુષ્યને સજ્જ કરી, તારૂપી બાણ ચલાવી કર્મરૂપી શત્રુઓનું વિદારણ કરે છે અર્થાત્ તેમને વીંધીને હણી નાખે છે. IIણા
સંયમયુદ્ધ વિષે જીતી તે વર શાશ્વત રાજ્ય અનુપમ પામે, ક્ષાયિક સમ્યગ્દર્શન આદિ અનંત ચતુષ્ટયવંત સુનામે; દેહ તજી, નહિ દેહ ઘરે ફરી, દેહરહિત રહે નિજભાવે,
એર્વી અલૌકિક ઉત્તમ લક્ષ્મય શાશ્વ સમ્યગ્દર્શન લાવે. અર્થ:- સંયમરૂપી યુદ્ધમાં ઇન્દ્રિયો અને મનને જીતી તે વીર પુરુષ શાશ્વત એવા મોક્ષના અનુપમ રાજ્યને પામે છે. મોક્ષ રાજ્યમાં મળેલ આત્મિક રિદ્ધિ તે ક્ષાયિક સમ્યગ્દર્શન તથા ચારેય ઘાતીયાકર્મના ક્ષય થવાથી ઉત્પન્ન થયેલ તે અનંત જ્ઞાન, દર્શન, સુખ અને વીર્ય નામની શક્તિઓ પણ ત્યાં પ્રગટ થયેલ છે. તે પુણ્યાત્મા કેવળજ્ઞાન પ્રગટ થવાથી હવે દેહ તજી ફરી નવો દેહ ધારણ કરશે નહી. પણ દેહરહિત પોતાના શુદ્ધ આત્મભાવમાં જ નિરંતર વાસ કરીને રહેશે એવી અલૌકિક ઉત્તમ શાશ્વત મોક્ષ લક્ષ્મીને આપનાર તો સમ્યગ્દર્શન જ છે. IIટા.
ઇન્દ્રિય-વિષય-ઇચ્છક, આત્મિક સુંખ ચહે નહિ તે નિજ વેરી, જેમ તજી અમ, નંદન બાગ વિષે, વિષપાન કરે જન ઝેરી.
Page #174
--------------------------------------------------------------------------
________________
૧ ૫૪
પ્રજ્ઞાવબોઘ-વિવેચન ભાગ-૧
દુર્લભ ચંદન બાવળ માફક મૂરખ રાખ કરી રડવાનો,
તેમજ વિષયલોભ વિષે ભવ દુર્લભ હે! જીંવ, વ્યર્થ જવાનો. અર્થ :- પાંચ ઇન્દ્રિયના વિષયનો ઇચ્છક જીવ આત્મિક સુખને ચાહતો નથી, તે પોતે જ પોતાનો વૈરી બને છે. “વિષયથી જેની ઇન્દ્રિયો આર્ત છે, તેને શીતળ એવું આત્મસુખ, આત્મતત્ત્વ ક્યાંથી પ્રતીતિમાં આવે?” (વ.પૂ.૬૨૦) જેમ મનુષ્યભવરૂપી નંદન બાગમાં આવી કોઈ અમૃત પીવાનું મૂકી દઈ વિષપાન કરે તેના જેવું છે. અથવા દુર્લભ એવા ચંદનના લાકડાને બાવળની જેમ બાળીને રાખ કરવાથી અંતે રડવાનો વખત આવે; તેમ હે જીવ! પાંચ ઇન્દ્રિયોના વિષયમાં ગાળેલ દુર્લભ એવો મનુષ્યભવ વ્યર્થ ખોવાથી અંતે દુર્ગતિમાં રડવાનો જ સમય આવશે. ગાલા
રત્ન ન લે જન રત્નબૅમિ જઈ, સંગ્રહ કાષ્ઠ તણો કર લાવે, ઘર્મ તજી, ભવ ભોગ-પરિગ્રહ-સંગ્રહમાં નર તેમ ગુમાવે; પથ્થર-ભાર સમાન ગણો શમ, સંયમ, બોઘ, તપાદિ ગુણો યે
સમ્યગ્દર્શન યુક્ત બઘા ગુણ રત્ન સમાન અમૂલ્ય ગણો એ. અર્થ :- રત્નભૂમિમાં જઈને પણ જે જીવ રત્નોને ન લેતા, કાષ્ઠ એટલે લાકડાના ભારાનો જ સંગ્રહ કરીને લાવે, તેમ ઘર્મ તજી આ મનુષ્યભવને ભોગ તથા પરિગ્રહના સંગ્રહમાં જે જીવ વ્યર્થ ગુમાવે તે પણ તેના જેવું જ આચરણ કરે છે. તે સંબંધી પરમકૃપાળુદેવ દ્રષ્ટાંતથી જણાવે છે :
“ચાર કઠિયારાના દ્રષ્ટાંતે ચાર પ્રકારના જીવો છે –ચાર કઠિયારા જંગલમાં ગયા. પ્રથમ સર્વેએ કાષ્ઠ લીઘા. ત્યાંથી આગળ ચાલ્યા કે સુખડ આવી. ત્યાં ત્રણે સુખડ લીધી. એક કહે “એ જાતના લાકડાં ખપે કે નહીં, માટે મારે તે લેવાં નથી, આપણે રોજ લઈએ છીએ તે જ મારે તો સારાં.' આગળ ચાલતાં સોનુરૂપું આવ્યું. ત્રણમાંથી બેએ સુખડ નાખી દઈ સોનુંરૂપું લીધું, એકે ન લીધું. ત્યાંથી આગળ ચાલ્યા કે રત્નચિંતામણિ આવ્યો. બેમાંથી એકે સોનું નાખી દઈ રત્નચિંતામણિ લીઘો. એકે સોનુ રહેવા દીધું.
(૧) આ જગ્યાએ એમ દ્રષ્ટાંત ઘટાવવું કે જેણે લાકડાં જ લીઘા અને બીજાં ન લીધું તે પ્રકારનો એક જીવ છે; કે જેણે લૌકિક કર્મો કરતાં જ્ઞાની પુરુષને ઓળખ્યા નહીં; દર્શન પણ કર્યા નહીં; એથી તેનાં જન્મ જરા મરણ પણ ટળ્યાં નહીં; ગતિ પણ સુઘરી નહીં. (૨) સુખડ લીધી અને કાષ્ઠ મૂકી દીધાં ત્યાં દ્રષ્ટાંત એમ ઘટાવવું કે જેણે સહેજે જ્ઞાનીને ઓળખ્યા, દર્શન કર્યા તેથી તેની ગતિ સારી થઈ. (૩) સોનું આદિ લીધું તે દ્રષ્ટાંત એમ ઘટાવવું કે જેણે જ્ઞાનીને તે પ્રકારે ઓળખ્યા માટે તેને દેવગતિ પ્રાપ્ત થઈ. (૪) રત્નચિંતામણિ જેણે લીઘો તે દ્રષ્ટાંત એમ ઘટાવવું કે જે જીવને જ્ઞાનીની યથાર્થ ઓળખાણ થઈ તે જીવ ભવમુક્ત થયો.” (વ.પૃ.૯૯૦)
શમ એટલે કષાયનું ઉપશમન, સંયમ એટલે ઇન્દ્રિયો, મન આદિનો સંયમ, સપુરુષનો બોઘ તથા તપ આદિ ગુણો એ સર્વ સમ્યગ્દર્શન વગર પથ્થરના ભાર સમાન ગણાય છે. જ્યારે સમ્યગ્દર્શન યુક્ત એ બઘા ગુણો અમૂલ્ય રત્ન સમાન ગણવામાં આવે છે.
“શમ, બોઘ, વૃત, તપાદિ ગુણ, પાષાણ-ભાર-સમા વૃથા,
પણ તેજ જો સમ્યકત્વયુત તો પૂજ્ય ઉત્તમ મણિ યથા.” -આત્માનુશાસન /૧૦ના છે જીંવ કર્મ-મલિન અનાદિથ, બંઘન આઠ રીતે કરતો એ; આસ્રવ, બંઘતણું બીજ, તે પણ ક્રોઘ, મદાદિ થકી ઘરતો તે;
Page #175
--------------------------------------------------------------------------
________________
(૧૬) સમ્યગ્દર્શન
૧ ૫ ૫
તે પણ અવ્રતથી પજે, બીજ એક કુદર્શન સર્વ તણું છે.
ઉત્તમ યોગથી એક સુદર્શન જીવ લહે, બીજ મોક્ષતણું તે. અર્થ – અનાદિકાળથી જીવ કર્મ વડે મલિન છે. તે આઠ પ્રકારે નવિન કર્મનો બંઘ કરે છે. કર્મોનો આશ્રવ છે તે જ કર્મબંઘનું બીજ છે. તે કર્મોના આશ્રવ પણ ક્રોધ, માન, માયા, લોભાદિ ભાવોથી થાય છે. તે કષાયભાવો પણ જીવમાં અવ્રત એટલે અસંયમ હોવાથી ઊપજે છે. તે અસંયમભાવ વગેરે સર્વનું બીજ એકમાત્ર કુદર્શન અર્થાત્ મિથ્યાત્વ છે. ઉત્તમ જ્ઞાની પુરુષનો યોગ પ્રાપ્ત થયે જો જીવ સુદર્શન એટલે સમ્પ્રદર્શનને પ્રાપ્ત કરી લે તો તે મોક્ષસુખના બીજને પામ્યો એમ ગણવા યોગ્ય છે. I૧૧ાા
સમ્યગ્દર્શન-કારણ-યોગ સમ્યજ્ઞાન પ્રમાણ બનાવે, સર્વ પદાર્થ-પ્રકાશક જ્ઞાન જ હિત-અહિત યથાર્થ જણાવે. હિત-અહિત-વિચારક કુશીલ છોડ, સુશીલ ઘરે પુરુષાર્થી,
શીલ મહોદય દે, પછી ઉત્તમ મોક્ષતણાં સુખ લે પરમાર્થી. અર્થ - સમ્યક્દર્શનના કારણ વડે જ સમ્યજ્ઞાન પ્રમાણભૂત બને છે. તથા સર્વ પદાર્થ પ્રકાશક એવું સમ્યકજ્ઞાન જ આત્માને હિત કે અહિતરૂપ શું છે તે યથાર્થ જણાવે છે. હિત અહિતનો વિચારક એવો પુરુષાર્થી જીવ તે કુશીલ એટલે ખરાબ આચરણને તજી સુશીલ એટલે સદાચાર અથવા સમ્યક્રચારિત્રને ઘારણ કરે છે. પછી શીલ એટલે સ્વરૂપમાં રમણતારૂપ સમ્યક્રચારિત્રનો મહાન ઉદય થયે તે પરમાર્થપ્રેમી જીવ મોક્ષતણાં ઉત્તમ સુખને પામે છે. (૧૨ાા
તે ત્રણ લોક વિષે ય પ્રઘાન ગણાય સુપંડિત પામ સુદ્રષ્ટિ, શાશ્વત સુંખ-નિશાન જ કેવળજ્ઞાન લહે શિવ-સાઘન-પુષ્ટિ; ઇન્દ્રિય વિષયમાં મન જેમ ઘરે રતિ, તેમ રમે નિજ ભાવે,
તો નહિ મોક્ષ અતિ Èર; એમ મહાપુરુષો ર્જીવને સમજાવે. અર્થ :- સુદ્રષ્ટિ એટલે સમ્યગ્દર્શન પામેલ જીવ ત્રણેય લોકમાં પ્રઘાન ગણાય છે. તે જ સુપંડિત અર્થાત સાચો વિદ્વાન છે કે જેણે પોતાના સ્વરૂપને યથાર્થ ઓળખી લીધું. એવો જીવ શિવસાઘનની પુષ્ટિ કરીને અર્થાત્ મોક્ષ પ્રાપ્તિના સાઘન જે જ્ઞાન, દર્શન, સમાધિ, વૈરાગ્ય, ભક્તિ આદિ છે તેને સેવી શાશ્વત સુખનો ભંડાર એવું કેવળજ્ઞાન જ છે, તેને પામે છે.
ઇન્દ્રિયોના વિષયોમાં મન જેમ અતિ રાગપૂર્વક પ્રવર્તે છે તેમ જો પોતાના આત્મભાવમાં રમે તો મોક્ષપ્રાપ્તિ અતિ દૂર નથી. એમ મહાપુરુષો જીવને સમજાવે છે.
“કામ વીર્ય વશે જેમ ભોગી, તેમ આતમ થયો ભોગી રે; શૂરપણે આતમ ઉપયોગી, થાય તેહણે અયોગી રે.
વીરજીને ચરણે લાગું, વીરપણું તે માંગુ રે.” -શ્રી આનંદઘનજી ૧૩ નિર્મળતા સ્થિરતાદિ ગુણો ગણ સમ્યગ્દર્શન જો ત્રણ ભેદ, આત્મપ્રતીતિ બઘાય વિષે ગણ, ક્ષાયિક ભેદ બહુ બળને દે; અંશથી સિદ્ધપણું પ્રગટાવત એ જ રુચિ કહીં મોક્ષની સામે; તેથી મલિનપણે પ્રતીતિ ક્ષય-ઉપશમે વળ વેદક નામે;
Page #176
--------------------------------------------------------------------------
________________
૧ ૫ ૬
પ્રજ્ઞાવબોઘ-વિવેચન ભાગ-૧
અર્થ - નિર્મળતા, સ્થિરતા આદિ ગુણોથી ગણીએ તો સમ્યગ્દર્શનના ત્રણ ભેદ થાય છે. તે ઉપશમ, ક્ષયોપશમ અને ક્ષાયિક સમ્યગ્દર્શન છે. આત્માની પ્રતીતિ એટલે શ્રદ્ધા તો ત્રણેય સમકિતમાં છે. પણ તેમાં ક્ષાયિક સમ્યગ્દર્શન નામનો ભેદ તો આત્માને બહુ બળ આપે છે. તેને ઘારણ કરનારની આત્મપ્રતીતિ કદી જતી નથી. સમ્યગ્દર્શન અંશથી સિદ્ધપણાને પ્રગટ કરે છે. અર્થાત્ સિદ્ધ ભગવંતો કેવું સુખ અનુભવે છે તેનો અંશ અનુભવ કરાવે છે. કેમકે “સર્વ ગુણાંશ તે સમકિત.' એમ કહ્યું છે. આત્માના સુખનો અનુભવ થયે તેમાં સદા રહેવાની રૂચિ ઉત્પન્ન થાય છે. અને તે જ જીવને મોક્ષની સન્મુખ કરે છે. ક્ષયોપશમ સમ્યગ્દર્શનમાં મલિનપણે આત્માની પ્રતીતિ છે. કેમકે ત્યાં સમકિત મોહનીયનો ઉદય હોય છે. વળી વેદક નામનું પણ સમ્યગ્દર્શન છે, જે ક્ષાયિક સમ્યગ્દર્શન થતાં પહેલાં અલ્પ પુદ્ગલનું જ્યાં વેદવું રહ્યું છે તેને કહેવાય છે.
“નિજ સ્વભાવજ્ઞાનમાં કેવળ ઉપયોગે, તન્મયાકાર, સહજસ્વભાવે, નિર્વિકલ્પપણે આત્મા પરિણમે તે “કેવળજ્ઞાન” છે. તથારૂપ પ્રતીતિપણે પરિણમે તે “સમ્યકત્વ” છે. નિરંતર તે પ્રતીતિ વર્યા કરે તે “ક્ષાયિકસમ્યકત્વ” કહીએ છીએ. ક્વચિત્ મંદ, ક્વચિત્ તીવ્ર, ક્વચિત્ વિસર્જન, ક્વચિત્ સ્મરણરૂપ એમ પ્રતીતિ રહે તેને “ક્ષયોપશમ સમ્યકત્વ' કહીએ છીએ. તે પ્રતીતિને સત્તાગત આવરણ ઉદય આવ્યાં નથી; ત્યાં સુધી “ઉપશમ સમ્યકત્વ' કહીએ છીએ. આત્માને આવરણ ઉદય આવે ત્યારે તે પ્રતીતિથી પડી જાય છે, તેને “સાસ્વાદન સમ્યકત્વ” કહીએ છીએ. અત્યંત પ્રતીતિ થવાના યોગમાં સત્તાગત અલ્પ પુગલનું વેદવું જ્યાં રહ્યું છે, તેને ‘વેદક સમ્યકત્વ' કહીએ છીએ. તથારૂપ પ્રતીતિ થયે અન્યભાવ સંબંઘી અહંમમત્વાદિ, હર્ષ, શોક, ક્રમે કરી ક્ષય થાય.” (વ.પૃ.૭૨૦) I/૧૪ો.
કાળ ઘણો રહી ક્ષાયિક રુચિ બને; કર્દી કર્મ-કુસંગથી ભૂલે, તો ભટકે ભવમાં પણ આખર ક્ષાયિક દૃચિથી કૈવલ્ય તે લે; ઔપશમિક સમ્યકત્વ ટકે નહિ બે ઘડીયે, પણ નિર્મળ સારું,
થાય ક્ષયોપથમિક કદાચિત, ભ્રાંતિ વિષે પણ તે પડનારું. અર્થ :- ક્ષયોપશમ સમકિત ઘણા કાળ સુધી એટલે છાસઠ સાગરોપમ સુધી પણ રહી શકે છે. તેમાંથી ક્ષાયિક સમ્યગ્દર્શન થઈ શકે છે. પણ કર્મના કુસંગથી જો કદી જીવ સ્વભાવને ભૂલી જાય અને સમકિતને વમી નાખે તો ફરીથી સંસારની ચાર ગતિઓમાં ભટકવા લાગે છે. છતાં પણ આખરે ક્ષાયિક સમ્યગ્દર્શન પામી તે જીવ કૈવલ્યજ્ઞાનને પ્રાપ્ત કરે છે.
ઔપશમિક સમ્યગ્દર્શન બે ઘડી એટલે અડતાલીસ મિનિટ સુધી પણ ટકી શકતું નથી, પણ તેની નિર્મળતા સારી છે. કારણ ત્યાં દર્શન મોહનીય કર્મની સાતેય પ્રકૃતિ ઉપશમ પામેલી છે, એકનો પણ ત્યાં ઉદય નથી. બે ઘડીની અંદર ઔપથમિક સમ્યકત્વમાંથી કાંતો તે ક્ષયોપથમિક સમ્યકત્વમાં આવે છે અથવા ફરી તે આત્મભ્રાંતિને પામી મિથ્યાત્વમાં ચાલ્યો જાય છે. ૧૫ા.
સમ્યગ્દર્શન નિશ્ચયથી ક્ષણ એક કદી ઑવ પામી જશે જે, પુદ્ગલ અર્થ પરાવર્તને પણ નિયમથી ગણ સિદ્ધ થશે તે; એ જ અલૌકિક ભાવ સુથર્મતણો દૃઢ રંગ કદી નહિ છૂટે,
નામ કહો બીજ ભક્તતણું, ન અનંત જુગો ભમતાં ય વછૂટે. અર્થ :- સમ્યગ્દર્શને નિશ્ચથી એટલે આત્માનુભવરૂપે એક ક્ષણ માત્ર પણ એટલે રાઈનો દાણો
Page #177
--------------------------------------------------------------------------
________________
(૧૬) સમ્યગ્દર્શન
૧૫૭
ગાયના શીંગડા પર ટકે તેટલી વાર પણ જે જીવ પામી જશે તે નિયમથી કેવળજ્ઞાનને પામશે. ઉપદેશછાયા'માં આ વિષે શ્રીમદ્જી જણાવે છે કે :
સમકિતને ખરેખરું વિચારે તો નવમે સમયે કેવલજ્ઞાન થાય; નહીં તો એક ભવમાં કેવળજ્ઞાન થાય; છેવટે પંદરમે ભવે કેવળજ્ઞાન થાય જ. માટે સમકિત સર્વોત્કૃષ્ટ છે.” (વ.પૃ.૭૨૨)
તે પવિત્ર દર્શન થયા પછી ગમે તે વર્તન હો, પરંતુ તેને તીવ્ર બંધન નથી. અનંત સંસાર નથી, સોળ ભવ નથી, અત્યંતર દુઃખ નથી, શંકાનું નિમિત્ત નથી, અંતરંગ મોહિની નથી, સત્ સત્ નિરુપમ, સર્વોત્તમ શુક્લ, શીતળ, અમૃતમય દર્શનજ્ઞાન; સમ્યક જ્યોતિર્મય, ચિરકાળ આનંદની પ્રાપ્તિ, અદ્ભુત સસ્વરૂપદર્શિતાની બલિહારી છે!
જ્યાં મતભેદ નથી; જ્યાં શંકા, કંખા, વિડિગિચ્છા, મૂઢદ્રષ્ટિ એમાંનું કાંઈ નથી. છે તે કલમ લખી શકતી નથી, કથન કહી શકતું નથી, મન જેને મનન કરી શકતું નથી. છે તે.” (વ.પૃ.૨૦૬)
જો કદી જીવ સમ્યગ્દર્શનને વમી નાખે અર્થાતુ છોડી દે તો પણ તે ફરીથી આત્મજાગૃતિ પામી અદ્ધપુદ્ગલ પરાવર્તનમાં તો સિદ્ધ ગતિને પામશે જ એવો નિયમ છે.
સમ્યદર્શનનો ભાવ તે અલૌકિક ભાવ છે. એ આવે સમ્યક આત્મઘર્મનો દ્રઢ રંગ કદી છૂટતો નથી. નવપદજીની પૂજામાં શ્રી યશોવિજયજી મહારાજ જણાવે છે કે :
સમ્યગ્દર્શન તેહ નમી જે, જિન ઘર્મે દ્રઢ રંગ રે, ભવિકા સિદ્ધચક્ર પદ વંદો.”-પૂજાસંચય (પૃ.૧૭૪)
તે સમ્યકત્વને ભક્તતણું બીજ કહો અર્થાત્ આ સમકિતનું બીજ જો ભક્તના હૃદયમાં રોપાઈ ગયું એટલે કે તેને એકવાર જો આત્માનો અનુભવ થઈ ગયો અને કદાચ મોહવશ તે સમકિતને વમી નાખી અનંત યુગો સુથી સંસારમાં ભટકે તો પણ તે બીજ તેના અંતરમાંથી જતું નથી. કારણ કે તે જીવના મોહનીય કર્મના હવે ત્રણ ટુકડા થઈ ગયા. ફરીથી કદી તે અનાદિ મિથ્યાત્વી થવાનો નથી. તે ત્રણ ટૂકડા મિથ્યામોહનીય મિશ્રમોહનીય અને સમકિત મોહનીયરૂપે ગણાય છે.
જ્ઞાન બે પ્રકારનાં છે - એક બીજભૂત જ્ઞાન; અને બીજું વૃક્ષભૂત જ્ઞાન. પ્રતીતિએ બન્ને સરખાં છે; તેમાં ભેદ નથી. વૃક્ષભૂત જ્ઞાન, કેવળ નિરાવરણ થાય ત્યારે તે જ ભવે મોક્ષ થાય; અને બીજભૂત જ્ઞાન થાય ત્યારે છેવટે પંદર ભવે મોક્ષ થાય.” (વ.પૃ.૭૦૮) /૧૬
સમ્યદ્રષ્ટિ જ સાહસ આ કરતા ડરતા નહિ જો જગ ડોલે, તેમ પડે નભથી કદી વજ ચઢે જનનાં મન તો ચગડોળે. નિર્ભય સમ્યગ્વષ્ટિ સદા, ભય મૃત્યુ તણો ઉરમાં નહિ ઘારે;
જ્ઞાનશરીર અવધ્ય સદા ગણ નિજ અનુભવને ન વિસારે. અર્થ - જે સમ્યદ્રષ્ટિ હોય છે તે જ આ સાહસ કરે છે કે આખું જગત ડોલવા લાગે અર્થાત્ પ્રલયકાળ આવી જાય તો પણ તે ડરતા નથી. કદાચ નભ એટલે આકાશમાંથી વજ પડે તો મનુષ્યોના મન તો ચગડોળે ચઢી ચક્કર ખાવા લાગી જાય, પણ સમ્યવ્રુષ્ટિ તો તે સમયે પણ નિર્ભય હોય છે, કેમકે તેમના હૃદયમાં મૃત્યુનો ભય હોતો નથી. તે તો આત્માના જ્ઞાનરૂપી શરીરને અવધ્ય જાણી અર્થાત્ આત્માને કોઈ છેદી ભેદી શકે નહીં એમ જાણી, પોતાને થયેલા આત્મ અનુભવને તે કદી ભૂલતા નથી. ||૧૭ી.
પ્રાણ ફૂંટ્યાથી કહે જન મૃત્યુ, છતાં જીવ ચેતન-પ્રાણથી જીવે; જ્ઞાન જ ચેતનરૂપ સદા, નહિ જ્ઞાનપ્રકાશ હણાય કદીયે.
Page #178
--------------------------------------------------------------------------
________________
૧૫૮
પ્રજ્ઞાવબોઘ-વિવેચન ભાગ-૧
આમ મરે નહિ જીવ કદી, ભય જ્ઞાન સમીપ કદી નહિ આવે,
જ્ઞાન જ નિત્ય નિઃશંકપણે સહજે સમજુ જન તો મન લાવે. અર્થ – હવે આગળની ગાથાઓમાં સમ્યગ્દર્શનના આઠ અંગ જણાવે છે. તેમાં પ્રથમ નિઃશંકિત અંગનું સ્વરૂપ સમજાવે છે. કર્મ સંયોગે જીવની સાથે રહેલ પાંચ ઇન્દ્રિયો, મનબળ, વચનબળ, કાયબળ તથા શ્વાસોચ્છવાસ અને આયુષ્ય એ દશ પ્રાણનો નાશ થવાથી માણસનું મૃત્યુ થયું એમ લોકો કહે છે. છતાં જીવ તો પોતાના ચેતન પ્રાણથી સદા જીવતો રહે છે. આત્માનું જ્ઞાન જ ચેતનરૂપ છે. તેનો જ્ઞાનપ્રકાશ કદી હણાતો નથી. આમ જીવનું કદી મૃત્યુ થતું નથી. તે તો સદા અજર અમર અને અવિનાશી છે. તેથી મરણનો ભય જ્ઞાનીપુરુષ સમીપે કદી આવતો નથી. આત્માનું જ્ઞાન જ ત્રિકાલિક હોવાથી તે સદા નિત્ય છે એમ નિઃશંકપણે સહજે સમ્યફષ્ટિ સમજુ જન તો મનમાં લાવે છે. એમ નિશ્ચયથી સમ્યકદ્રષ્ટિનું આ નિઃશંકિત નામનું પહેલું અંગ છે. ૧૮
દેહ કપાય ભલે છૂટી જાય, સડે, બગડે ય, ભલે બળી જાતો; જેમ થનાર થશે, નહિ એ મુજ-જ્ઞાની ન સાત ભયે ગભરાતો. કર્મ-વિપાક અનેક રીતે જિન વર્ણવતા, નહિ તે મુજ ભાવો,
આત્મસ્વભાવ સુદ્રષ્ટિ ગણે નિજ; એક જ જ્ઞાન વિષે મન લાવો. અર્થ - ફરીથી એ જ અંગને સ્પષ્ટ કરે છે –દેહ કપાય કે ભલે છૂટી જાય, સડે બગડે કે ભલે બળી જાય, જેમ થવાનું હોય તે થાય, એ દેહ મારો નથી એમ જ્ઞાની માને છે. તેથી આલોકભય, પરલોકભય, મરણભય, વેદનાભય, અરક્ષાભય, અગુપ્તિભય કે અકસ્માતભય એ સાતે ભયથી તે ગભરાતા નથી. કર્મ વિપાક એટલે કર્મના ફળનું અનેક રીતે જિનેશ્વર ભગવાને વર્ણન કર્યું છે. તે કર્મના કારણ રાગદ્વેષના ભાવો છે. નિશ્ચયનયથી જોતાં તે ભાવો મારા નથી. મારો તો એક શુદ્ધ આત્મસ્વભાવ છે. એમ સમ્યકદ્રષ્ટિ માને છે. તે તો માત્ર એક આત્માના શુદ્ધ જ્ઞાન વિષે મનને રાખે છે. આ નિઃશંકિત અંગ ઉપર અંજનચોરની કથા પ્રસિદ્ધ છે તે નીચે પ્રમાણે છે :
પહેલા નિઃશંકિત અંગ ઉપર અંજન ચોરની કથા – એક ઘનવંતર નામનો રાજા અને વિશ્વલોમ નામનો પુરોહિત બે મિત્ર હતા. રાજા જૈન ઘર્મી અને પુરોહિત વેદાંતી હતો. બેય દેહ છોડી અમિત પ્રભ અને વિદ્યુત પ્રભ નામના દેવ થયા. ત્યાં બેયની ચર્ચા થઈ કે કયો ઘર્મ શ્રેષ્ઠ. તે તપાસવા બેય ચકલારૂપે બની પહેલા વેદાંતના ત્રઋષિ જમદગ્નિ તપ કરતા હતા, તેની દાઢીમાં આવી બેઠા અને બોલ્યા કે અપુત્યાની ગતિ નથી. આ સાંભળી તેઓ ચલાયમાન થયા અને લગ્ન કર્યા. પછી બન્ને દેવો જિનદત્ત શેઠ ઉપવાસ કરી જ્યાં સ્મશાનમાં ધ્યાનમાં ઊભા હતા. તેમને આખી રાત ઉપસર્ગ કર્યા પણ તે ચલાયમાન થયા નહીં. તેથી દેવતાઓ તેમને આકાશગામિની વિદ્યા આપી સ્વર્ગે ગયા. માળી પાસેથી રોજ તે શેઠ ફુલ લઈને આકાશમાં ઊડતા જોઈ માળીએ તે વિદ્યા મને શીખવો કે જેથી હું પણ તમારી સાથે ભગવાનના દર્શન કરવા આવી શકું. તેથી શેઠે કહ્યું કે કાળી ચૌદસની રાત્રે વડની ડાળીએ ૧૦૮ દોરડાનું શીકું બાંઘી તેની નીચે જમીન પર તલવાર ભાલા વગેરે હથિયારો ઊભા ગોઠવવા. પછી શીકામાં બેસી નવકાર બોલીને એક એક દોરડાને કાપવું. તેમ કરવા જતાં માળીને શંકા થઈ કે જો વિદ્યા સિદ્ધ ન થઈ તો આ ભાલા તલવારથી મારું મૃત્યુ થઈ જશે. તેથી ત્યાં ચઢ ઊતર કરે છે. એટલામાં અંજનચોર જે વેશ્યા માટે
Page #179
--------------------------------------------------------------------------
________________
(૧૬) સમ્યગ્દર્શન
૧૫૯
પ્રજાપાળ રાજાની રાણીનો હાર ચોરીને આવતાં કોટવાળે જોયો. તેથી હારને ત્યાં જ નાખી દઈ જે વડ નીચે માળી ચઢ ઊતર કરતો હતો ત્યાં આવીને બધી વાત પૂછી અને કહ્યું કે તને આ મંત્ર આપનાર પુરુષ સાચો છે? માળી કહે હું તેમને રોજ આકાશમાં ઊડતા જોઊં છું. ત્યારે અંજનચોર કહે તો લાવ મને શીકામાં બેસવા દેએણે બેસીને મંત્ર બોલતા એક સાથે જ ૧૦૮ દોરીઓ કાપી નાખી એટલે તુરંત વિદ્યા સિદ્ધ થઈ. અંજને વિદ્યાને કહ્યું કે મને આ મંત્ર આપનાર શેઠ પાસે લઈ જા. વિદ્યા ત્યાં લઈ ગઈ. શેઠને બથી હકીકત જણાવીને અંજનચોરે મુક્તિનો ઉપાય બતાવવા કહ્યું. ત્યારે શેઠ તેને ચારણ મુનિ પાસે લઈ ગયા. તેમણે માત્ર સાત દિવસનું આયુષ્ય બાકી છે એમ જણાવ્યું. તેથી દીક્ષા લઈ કેવળ જ્ઞાન પ્રગટાવી શીધ્ર મુક્તિને પામ્યા. એમ સત્ય વસ્તુ મળતાં નિઃશંકપણે ઘર્મની પૂર્ણ આરાધના કરવાથી તત્કાળ મોક્ષ મેળવી શકાય છે. ૧૯ો.
ભોગર્વી ચીજ ભેંલે સમજું જન, ભાવિ તણી નહિ લાલચ રાખે. હાલ મળેલ પદાર્થ ચહે નહિ, હેય ગણે રતિભાવ ન ચાખે; રોગ સમાન ગણે સહુ ભોગ સુદ્રષ્ટિ ત્રિકાળ અનિચ્છક માનો,
જે પરલોક તથા પરભાવ ચહે નર સમ્યવ્રુષ્ટિ જ શાનો? હવે બીજાં નિષ્કાંક્ષિત અંગ છે, તેનું વર્ણન કરે છે :
અર્થ – સમા પુરુષો એટલે જ્ઞાની પુરુષો ભોગવેલ વસ્તુ પાંચ ઇન્દ્રિયોના વિષયો આદિને ભૂલી જાય છે, ભવિષ્યમાં તેની લાલચ રાખતા નથી. વર્તમાનમાં મળેલ પદાર્થને પણ અંતરથી ચાહતા નથી, સર્વને હેય ગણે છે, તેના પ્રત્યે રતિભાવ એટલે આસક્તિપૂર્વક રાગભાવ રાખતા નથી.
ઘર્મ જનિત પણ ભોગ ઇહાં તેમ લાગે અનિષ્ટ તે મનને રે,
એ ગુણ રાજતણો ન વિસારું વાલા સંભારુ દિનરાત રે.” -આઠ દૃષ્ટિની સઝાય પુણ્યથી મળેલ ભોગોને પણ તે તો મનથી અનિષ્ટ માને છે. સર્વ ભોગોને તે રોગ સમાન ગણે છે.
“ભોગ બૂરે ભવરોગ બઢાવે, વૈરી હૈ જગ જી કે;
બૈરસ હોય વિપાક સમય, અતિ સેવત લાગે નીકે.” -છહ ઢાલા એવા સમ્યક દ્રષ્ટિ પુરુષોને ત્રણે કાળમાં અનિચ્છક એટલે નિષ્કાંક્ષિત અંગવાળા માનો. પણ જે દેવલોકાદિ પરલોકના સુખને ઇચ્છે તથા પરભાવ એવા રાગદ્વેષમાં જ આનંદ માને તે નર સમ્યવ્રુષ્ટિ શાના? અર્થાત્ પરપદાર્થમાં જ તેની સુખબુદ્ધિ હોવાથી તે નર સમ્યક દ્રષ્ટિવાન ગણાય નહીં. આ નિષ્કાંક્ષિત અંગ ઉપર અનંતમતીની કથા પ્રચલિત છે તે નીચે પ્રમાણે છે :
બીજા નિષ્કાંક્ષિત અંગ ઉપર અનંતમતીની કથા – શેઠ પ્રિયદત્ત અને માતા અંગવતીની પુત્રી અનંતમતી હતી. પિતાએ આચાર્ય પાસે આઠ દિવસનું બ્રહ્મચર્ય વ્રત લેતા અનંતમતીને પણ તે પ્રમાણે વ્રત ગ્રહણ કરાવ્યું. અનંતમતી મોટી થઈ. સગપણ વખતે તેણીએ કહ્યું મારે તો બ્રહ્મચર્ય વ્રત છે. પિતા કહે તે તો માત્ર આઠ દિવસનું વ્રત લીધું હતું. અનંતમતી કહે – આચાર્યું એવું કાંઈ સ્પષ્ટ કર્યું નહોતું. માટે મારે તો આજીવન બ્રહ્મચર્ય વ્રત છે. પછી હમેશાં તે વિદ્યાકળા અને શાસ્ત્રાભ્યાસમાં વખત ગાળવા લાગી. એક વખત બગીચામાં હીંચકા ખાતા વિદ્યાઘરના રાજાએ તેને જોઈ. તેના પર મોહિત થવાથી તેને ઉપાડી લઈ જતો હતો, તેટલામાં તેની સ્ત્રીને સામે આવતા જોઈ અનંતમતીને લઘુ વિદ્યા આપીને મહા અટવીમાં છોડી દીધી. ત્યાં ભીલોનો રાજા આવ્યો. તેણે તેણીની સાથે રાત્રે દુર્વ્યવહારના વિચાર કરતાં તેના શિયળના
Page #180
--------------------------------------------------------------------------
________________
૧૬૦
પ્રજ્ઞાવબોઘ-વિવેચન ભાગ-૧
પ્રભાવે વનદેવતાએ ભિલ્લને મારવા માંડ્યો. તેથી તેને કોઈ દેવી જાણી ત્યાંથી જતા વેપારીને આપી દીઘી. તે વ્યાપારીએ પણ તેની સાથે પરણવાની ઇચ્છા દર્શાવી, પણ અનંતમતીએ માન્યું નહીં. તેથી તેને વેશ્યાને ત્યાં આપી. ત્યાં પણ વેશ્યા થવા સંમત થઈ નહીં. તેથી સિંહરાજ રાજાને આપી. રાજાએ રાત્રે બળાત્કાર કરતાં નગરદેવતાએ આવી રાજાને ઉપસર્ગ કર્યો. તેથી ભય પામીને રાજાએ તેને ઘરની બહાર છોડી દીધી. ત્યાં રૂદન કરતી જોઈને કમલશ્રી સાધ્વીએ પોતાની પાસે રાખી. આટલા ઉપસર્ગ થયા છતાં વિઘાઘરે આપેલ વિદ્યાનો ઉપયોગ કર્યો નહીં. અથવા શિયળ ઘર્મથી મને દેવદેવી મદદ કરે એવી ઇચ્છા પણ કરી નહીં. એ તેનો નિષ્કાંક્ષિત ગુણ હતો.
હવે અનંતમતીના પિતા શોકના કારણે તીર્થયાત્રાઓ કરતાં જ્યાં અનંતમતી છે ત્યાં આવી પહોંચ્યા, ત્યારે ફરીથી મેળાપ થયો. પછી પિતાને પુત્રીએ કહ્યું – મેં સંસારનું ભયંકર સ્વરૂપ જોઈ લીધું. માટે હવે મને દીક્ષાની અનુજ્ઞા આપો. પછી દીક્ષા લઈ તપ તપીને સહસ્ત્રાર નામના આઠમા દેવલોકમાં દેવ રૂપે તેનો અવતાર થયો. રા.
નિર્વિચિકિત્સક ગુણ ઘરે વળી સમ્યગ્દષ્ટિ સદા સુખકારી, ભેદવિજ્ઞાનથી ઓળખતા ચીજ, પુગલ કેમ ગણે દુઃખકારી? દુઃખ ન દે નિજ ભાવ વિના કદી કોઈ, વિચાર સદા શમ વેદે,
કોઈ સમે ન રુચે પર ચીજ છતાં બળ વાપરી વેષ તજે તે. અર્થ - હવે સમ્યવૃષ્ટિનું ત્રીજું અંગ નિર્વિચિકિત્સક છે. તેને સમજાવે છે. કોઈપણ વસ્તુ પ્રત્યે દુગંછા કે અણગમો ન લાવવો તે નિર્વિચિકિત્સક ગુણ છે. તે સુખકારીગુણને સમ્યગ્રુષ્ટિ જીવ સદા ઘારણ કરે છે. તે સમ્યદ્રષ્ટિ ભેદવિજ્ઞાનના બળે જડ ચેતનાત્મક વસ્તુના સ્વરૂપને ઓળખે છે. તે એમ માને છે કે જડ એવા પુદ્ગલ તે મને કદી દુઃખ આપી શકે નહીં. મારા જ રાગદ્વેષના ભાવ વિના મને કોઈ કદી દુઃખ આપવા સમર્થ નથી. એમ વિચારીને તે સદા કષાયભાવોને ઉપશમાવે છે. સમ્યદ્રષ્ટિને કોઈ પણ સમયે પર ચીજ પ્રત્યે રુચિ નથી કે રાગ નથી. છતાં બળ વાપરીને પર ચીજ પ્રત્યે તે કદી દ્વેષભાવ કે અણગમો લાવતા નથી. આ અંગ ઉપર ઉદયન રાજાની કથા આ પ્રમાણે છે :
- ત્રીજા નિર્વિચિકિત્સા અંગ ઉપર ઉદયન રાજાની કથા : – એકદા સૌઘર્મેન્દ્ર પોતાની સભામાં ઉદયન મહારાજાના નિર્વિચિકિત્સક ગુણની પ્રશંસા કરી. તેની પરીક્ષા કરવા વાસવ નામનો એક દેવ જળોદરથી પીડાતા મુનિનું રૂપ લઈ આવ્યો. તેને આહાર માટે બોલાવતાં માયા વડે સર્વ આહાર જલ આરોગીને પછી અત્યંત દુર્ગઘમય ઊલટી કરી. તેના દુર્ગધથી સર્વ સેવકો નાસી ગયા. ત્યારે રાજારાણીએ તે મુનિની સેવા કરી બધું સાફ કર્યું. પરંતુ ફરીથી મુનિએ રાજા અને રાણી પ્રભાવતી ઉપર જ વમન કર્યું. ત્યારે રાજાએ સ્વનિંદા કરી કે આ મુનિને અમે કંઈ વિપરીત આહાર આપ્યો છે, તેથી બિચારા દુઃખી થાય છે. એમ વિચારી ઘણી ભક્તિપૂર્વક બધું સાફ કર્યું. પરંતુ દુર્ગાછા આણી નહીં. ત્યારે દેવે પ્રગટ થઈ બઘી વાત કરી અને સ્તુતિ કરીને સ્વર્ગે ગયો. ઉદયન રાજા અંતે શ્રી મહાવીર સ્વામી પાસે દીક્ષા લઈને મોક્ષે પધાર્યા. અને પ્રભાવતી રાણી સંયમ ગ્રહણ કરીને તપ તપી, પાંચમા બ્રહ્મ દેવલોકમાં દેવ થઈ. ર૧
શુભ અશુભ બહિર પદાર્થ સમાન ગણી, નહિ મૂઢ બને છે, સમ્યવ્રુષ્ટિ અમૂઢે ગણાય, ન મોહવશ પર નિજ ગણે તે;
Page #181
--------------------------------------------------------------------------
________________
(૧૬) સમ્યગ્દર્શન
૧ ૬૧
સિદ્ધ ભજી; "ઉપબૃહણ કે ઉપગૃહન ગુણ સુદ્રષ્ટિ ઘરે જે,
પુષ્ટ કરે નિજ આતમશક્તિ, દબાવ વિભાવ, સ્વભાવ વરે છે. અર્થ – હવે સમ્યવૃષ્ટિનું ચોથું અંગ અમૂઢદ્રષ્ટિ અને પાંચમું અંગ ઉપગૃહન અંગ છે, તેના વિષે સમજાવે છે :
જે દેવ-કુદેવને, ગુરૂકુગુરુને, થર્મ-અધર્મને, ભક્ષ્ય-અભક્ષ્યને, પુણ્ય-પાપને એવા શુભ-અશુભ સર્વ બાહ્ય નિમિત્ત પદાર્થોને સમાન ગણી પોતાના આત્માને મૂઢ બનાવતા નથી. એ અમૂઢ દ્રષ્ટિવાન કહેવાય છે. આ વ્યવહારથી કથન છે. એ ઉપર રેવતી રાણીનું દ્રષ્ટાંત તે આ પ્રમાણે :
અમૂઢ દ્રષ્ટિ ઉપર રેવતી રાણીની કથા - એકદા વિદ્યાઘર રાજાએ ગુણાચાર્ય પાસે ક્ષુલ્લક દીક્ષા ગ્રહણ કરી. પછી તીર્થે જતાં, આચાર્યને પૂછ્યું કે કોઈને કંઈ કહેવું છે ? ત્યારે ગુણાચાર્ય બોલ્યા કે સુવ્રતમુનિને વંદન કહેજો અને મહારાણી રેવતીને આશીર્વાદ કહેજો.
ગુરુએ મહારાણી રેવતીને આશીર્વાદ શા માટે કહ્યા હશે? તેની પરીક્ષા કરું એમ વિચારી એક દિવસ દેવે અસુરોથી વંદન કરાતા બ્રહ્માનું રૂપ ધારણ કર્યું. બીજા બઘા જોવા ગયા પણ રેવતી ન આવી. પછી વિષ્ણુનું અને પછી જટાધારી શંકરનું રૂપ ઘારણ કર્યું. તો પણ રેવતી ન આવી. તેથી હવે મુનિઓથી નમન કરાતા તીર્થંકરનું રૂપ ઘારણ કર્યું. બધા લોકો આવ્યા પણ રેવતી ન આવી. રાણી રેવતીએ વિચાર્યું કે તીર્થકર ચોવીશ જ હોય. આ કોઈ માયાવી છે. પછી ક્ષુલ્લકે વાસ્તવિક રૂપ લઈ રેવતીદેવીને વંદન કર્યું. અને ગુરુનું આશિષવચન સંભળાવ્યું. તથા બધી વાત કહી. લોકોમાં તેના અમૂઢદ્રષ્ટિ ગુણની પ્રશંસા કરી. તે દેવ સ્વસ્થાને ગયો. રેવતી રાણી પણ અંતે દીક્ષા પાળીને પાંચમા બ્રહ્મ દેવલોકમાં દેવરૂપે અવતરી.
એવા સમ્યફષ્ટિ જીવો અમૂઢદ્રષ્ટિવાન ગણાય છે. જે મોહને વશ થઈ આત્માથી સર્વ પરવસ્તુને કદી પોતાની માનતા નથી. પરપદાર્થને પોતાના માનવા એ નિશ્ચયથી મૂઢતા છે.
સમ્યવ્રુષ્ટિ જીવ પોતાનો આત્મા જે સિદ્ધ જેવો છે તેના શુદ્ધ સ્વરૂપને ભજી ઉપબૃહંણ કહો કે ઉપગૃહન કહો તે અંગને ઘારણ કરે છે. અર્થાત્ સ્વરૂપને ભજી પોતાની આત્મશક્તિને પુષ્ટ કરે છે. અને વિભાવ એટલે રાગદ્વેષના ભાવોને દબાવી અર્થાત્ તેનું ઉપગૃહન કરી પોતાના શુદ્ધ સ્વભાવને પ્રાપ્ત કરે છે. એ નિશ્ચયથી કથન છે. જ્યારે કોઈના દોષને જાહેરમાં પ્રગટ ન કરવો તે વ્યવહારથી ઉપગૃહન અંગ કહેવાય છે. આ વિષે જિનદત્ત શેઠની કથા પ્રચલિત છે તે નીચે પ્રમાણે :
ઉપગૃહન અંગ ઉપર જિનેન્દ્ર શેઠની કથા - રાજા યશોઘરનો પુત્ર સુવીર નામે હતો. સાતે વ્યસનો સેવનાર હોવાથી ઘરથી તેને કાઢી મૂક્યો. પછી તે ચોરોનો આગેવાન થયો. જિનેન્દ્ર શેઠે અત્યંત કીમતી વૈર્યમણિની પાર્શ્વનાથ ભગવાનની પ્રતિમા કરાવી હતી. તે જાણી ચોરોની પલ્લીમાંનો એક સર્ય નામનો ચોર તેને આ પ્રતિમા ચોરી લાવવાનું કામ સોંપ્યું. તે ક્ષુલ્લકનો વેષ લઈ લોકોમાં નામાંકિત થતો શેઠના ઘરે આવ્યો. શેઠને પણ તેના ઉપર વિશ્વાસ આવ્યો અને પાર્શ્વનાથ પ્રભુની પ્રતિમાનો રક્ષક કર્યો.
એકદા શેઠની સમુદ્રયાત્રાએ જવા માટેની તૈયારી થતી જોઈ તે જ રાત્રિએ મૂર્તિ લઈ તેણે ભાગવા માંડ્યું. પણ મણિના તેજથી રસ્તામાં કોટવાળ તેને પકડવા પાછળ પડ્યો. હવે પકડાઈ જશે એમ જાણી તે શેઠને શરણે ગયો. શેઠે તેને ચોર જાણ્યો પણ ઘર્મની નિંદા ન થાય તેમજ તેનો દોષ ઢાંકવા માટે કોટવાલને એમ કહ્યું કે આ પ્રતિમાને તો મેં જ મંગાવી હતી. એમ કહી સમકિતીના ઉપગૃહન અંગનું રક્ષણ
Page #182
--------------------------------------------------------------------------
________________
૧૬૨
પ્રાવોધ-વિવેચન ભાગ-૧
કર્યું. પછી તે ક્ષુલ્લક રૂપે આવેલ ચોરને રાતોરાત રજા આપી રવાના કર્યો. એમ સભ્યવૃષ્ટિએ અન્નાની બળહીન સાધર્મીઓ વડે ઘર્મમાં લાગેલ દોષોને ઢાંકી, તેને પણ શિક્ષા કરવી. ।।૨૨।।
સ્થિર કરે નિજ ભાવ, કુમાર્ગ ભણી ઢળતા અટકાવ્વ સુદૃષ્ટિ, તે સ્થિતિકારી સુગુણ ઘરે શિવ-માર્ગ વિષે સ્થિતિસ્થાપક દૃષ્ટિ; રત્નત્રયી શિવમાર્ગ-સુસાધક ઉપર વત્સલ ભાવ ઘરે જે, વાત્સલ્ય ગુજ઼ સહિત સુદૃષ્ટિ સ્વરૂપ પ્રતિ અનુરાગ કરે છે.
હવે સમ્યગ્દષ્ટિનું છઠ્ઠું સ્થિતિકરણ અને સાતમું વાત્સલ્ય અંગ છે તેનું સ્વરૂપ સમજાવે છે.
:
અર્થ : સમ્યગ્દષ્ટિ જીવ પોતાના ભાવોને કુમાર્ગ એટલે મોક્ષના મિથ્યામાર્ગ ભણી ઢળતા અટકાવી પોતાના સ્વભાવમાં સ્થિર કરે છે, એ સદ્ગુણવડે જેની શિવમાર્ગ એટલે મોક્ષમાર્ગમાં સ્થિતિસ્થાપકવૃષ્ટિ છે અર્થાત્ જે પોતાના ભાવોને મોક્ષમાર્ગમાં જ સ્થિત કરે છે, વિભાવમાં જવા દેતા નથી; એ તેનું નિશ્ચયથી સ્થિતિક૨ણ અંગ છે. કોઈ જીવ ધર્મથી ભ્રષ્ટ થતો હોય તેને અટકાવી પુનઃ ધર્મમાં સ્થિર કરવો તે વ્યવહારથી સ્થિતિકરણ અંગ છે. આ ઉપર કથા છે તે નીચે પ્રમાણે –
સ્થિતિકરણ અંગ ઉપર વારિપેણની કથા – રાજા શ્રેણિકનો પુત્ર વારિષેણે વૈરાગ્યભાવ પામી દીક્ષા ગ્રહણ કરી. મંત્રીપુત્ર પુષ્પડાલને ત્યાં વહોરવા માટે ગયા. મિત્ર પુષ્પડાલ તેમને વહોરાવી, વળાવવા માટે સાથે આવ્યો. ત્યાં ગુરુને કહી વારિણ મુનિએ પુષ્પડાલને દીક્ષા અપાવી. પણ પોતાની સ્ત્રી સોમિલા જે કાંણી કદરૂપી હોવા છતા તેને તે ભૂલી શક્યો નહીં. બાર વર્ષ પછી ભગવાન મહાવીરના સમવસરણમાં એક દેવને નાટક કરતો જોઈ પોતાની સ્ત્રીનું સ્મરણ થવાથી ત્યાંથી ઊઠીને ચાલવા માંડ્યું. વારિણ પણ તેના મનની વાત જાણી તેની સાથે ગયો. અને ફરીથી ધર્મમાં સ્થિર કરવા અર્થે તેને પોતાને ઘેર લઈ ગયો અને પોતાની ૩૨ સુંદર સ્ત્રીઓને બતાવી કહ્યું કે આ મારી સ્ત્રીઓ અને યુવરાજ પદને તું ગ્રહણ કર. આ સાંભળી પુષ્પડાલ અત્યંત લજ્જા પામ્યો અને વિચારવા લાગ્યો અહો! એણે કેવો અદ્ભુત ત્યાગ કર્યો છે અને હું મારી કાંણી અને કદરૂપી સ્ત્રીને પણ ભૂલી ન શક્યો. પછી પરમ વૈરાગ્ય પામી તપને વિષે તત્પર થયો. એમ કોઈને ધર્મથી ભ્રષ્ટ થતા પ્રાણીને ઘર્મમાં સ્થિર કરવો તે સ્થિતિકરણ નામનું સમ્યક્ દૃષ્ટિનું છઠ્ઠું અંગ કહેવાય છે.
સમ્યક્દર્શન, જ્ઞાન, ચારિત્ર એ રત્નત્રય છે. એ રત્નત્રયમયી મોક્ષમાર્ગના સત્સાઘક એવા મુમુક્ષુ જીવો ઉપર જે સદા વાત્સલ્યભાવ ઘરે છે; એ સમ્યગ્દષ્ટિનું વ્યવહારથી વાત્સલ્ય અંગ છે. તે આ પ્રમાણે – વિષ્ણુકુમાર મુનિની વાત્સલ્યઅંગ ઉપર કથા -- અવંતિ દેશમાં ઉજ્જયિની નગરીમાં શ્રીવર્મા નામે રાજા હતો. તે નગરીમાં અકંપનાચાર્ય ૭૦૦ મુનિઓ સાથે આવ્યા હતા. આચાર્યે વિચાર્યું કે અહીંના ચારે મંત્રીઓ સ્વચ્છંદી છે. માટે કંઈ બોલવું જ નહીં એમ બધા મુનિઓને કહ્યું. રાજા મંત્રી વગેરે દર્શન કરવા આવ્યા પણ કોઈ બોલ્યું નહીં. એક મુનિ બહાર આહાર માટે ગયેલા હતા. રાજા મંત્રીઓ સાથે સામે મળ્યો. ત્યાં મંત્રીઓ સાથે વાદવિવાદ થતાં મુનિએ મંત્રીઓને જીતી લીધા. તેથી આચાર્યે કહ્યું કે જે જગ્યાએ તમારે વાદવિવાદ થયો છે ત્યાં જઈને ઊભા રહો નહીં તો આખા સંઘને વિઘ્ન આવશે.
તે મુનિ રાતના ત્યાં જઈ ઊભા રહ્યા. ચારે મંત્રીઓનું અપમાન થયેલું હતું. તેથી સંઘને મારવા માટે તેઓ આવતા હતા. ત્યાં જ રસ્તામાં તે મુનિને જોઈ ચારે જણે મારવા માટે તલવાર ઉગામી કે નગરદેવતાએ
Page #183
--------------------------------------------------------------------------
________________
(૧૬) સમ્યગ્દર્શન
૧૬૩
મુનિની રક્ષા કરવા ત્યાં જ મંત્રીઓને થંભી દીધા. રાજાને ખબર પડતાં ચારે મંત્રીઓને પોતાના નગરમાંથી કાઢી મૂક્યાં. હસ્તિનાપુરમાં રાજા પદ્મને ત્યાં જઈને ચારે મંત્રીઓ રહ્યાં. પદ્મ રાજાના રાજ્યમાં એક રાજા જીતાતો નહોતો. મંત્રીએ જીતી લીધો. તેથી વરદાન માંગવા કહ્યું. તેણે કહ્યું માગું ત્યારે આપજો. પછી અકંપનાચાર્ય ૭૦૦ મુનિઓ સહિત હસ્તિનાપુરમાં આવ્યા જાણી મંત્રીએ ૭ દિવસ માટે રાજ લીધું અને મુનિઓને ઉપસર્ગ કરવા લાગ્યો. ત્યારે મુનિઓ તો ઘ્યાનમાં લીન થઈ ગયા.
શ્રુતસાગરાચાર્ય મિથિલા નગરીમાં હતા. તેમણે રાત્રિએ અવધિજ્ઞાનથી જાણી કહ્યું કે હસ્તિનાપુરમાં મુનિઓને ઉપસર્ગ થઈ રહ્યાં છે. તેથી એક ક્ષુલ્લક મુનિને કહ્યું કે એક પહાડ ઉપર વિષ્ણુ મુનિ છે તે વિક્રિય ઋદ્ધિવાળા છે એટલે કે તે પોતાના શરીરને મેરૂ પર્વત જેટલું મોટું કરી શકે અને નાનામાં નાનું પણ કરી શકે. તે આ ઉપસર્ગ દૂર કરી શકશે.
તે ક્ષુલ્લક ત્યાં જઈ વિષ્ણુમુનિને બધી વાત કરી. તેથી હસ્તિનાપુરમાં આવી વામનરૂપ લઈ બળી પાસે આવ્યા. બળીએ કહ્યું તને શું આપું? બ્રાહ્મણે કહ્યું મને ત્રણ ડગલાં પૃથ્વી આપો. બળી કહે વધારે માગો. તે કહે ત્રણ ડગલા જ આપો. પછી વિષ્ણુમુનિએ એક પગલું મેરૂ પર્વત ઉપર, બીજો પગ મોનુષોત્તર પર્વત ઉપર મૂક્યો. અને ત્રીજું પગલું બળીના પીઠ ઉપર મૂકી તેને દાબી દીધો. એમ મુનિઓનો ઉપસર્ગ દૂર કર્યો. એ વાત્સલ્ય અંગ છે. ચારે મંત્રીઓએ બધા મુનિઓની માફી માગી. અને ચારે શ્રાવક બન્યા. નિશ્ચયથી તો એ અંગસહિત સય્યદૃષ્ટિ જીવ પોતાના શુદ્ધ સ્વરૂપ પ્રત્યે સદા અનુરાગ અર્થાત્ વાત્સલ્યભાવ રાખે છે. ા૨ા
જ્ઞાનની વૃદ્ધિરૂપી રથ-આરૂંઢ સમ્યગ્દષ્ટિ મનોરથપંથે, આત્મપ્રભાવ વધારી ફરે, ગુણ તે જ પ્રભાવન અષ્ટમ અંગે; નિશ્ચય સમ્યગ્દર્શનનાં ઘર આઠ સુઅંગ અરે ! જીવ, નિત્ય, તો શિવમાર્ગ સઘાય, હૂઁટે સહુ કર્મ થકી બર્નીને કૃતકૃત્ય.
--
અર્થ - સમ્યક્ત્તાનની વૃદ્ધિ કરવારૂપ રથ ઉપર આરૂઢ થઈને સમ્યગ્દષ્ટિ જીવ ત્રણ મનોરથના પંથે આગળ વધે છે. પરિગ્રહની મમતાનો ત્યાગ, પંચ મહાવ્રતને ધારણ કરવા તથા અંતસમય આલોચના કરી સમાઘિમરણ સાધવાના ત્રણ મનોરથને ઉપાસે છે. એમ પોતાના આત્મગુણોના પ્રભાવને વધારતા ફરે છે. એ ગુણ નિશ્ચયથી એમનું આઠમું પ્રભાવના અંગ છે. વ્યવહારથી જોતાં ધર્મના અનુષ્ઠાનો વડે ઘર્મની પ્રભાવના કરવી તે પણ પ્રભાવના અંગ કહેવાય છે. તે પ્રભાવના અંગ ઉપર નીચે પ્રમાણે દૃષ્ટાંતઃ– પ્રભાવના અંગ ઉપર ઉર્વિલા રાણીની કથા - મથુરામાં રાજા પૂતિગંઘ અને તેની રાણી ઉર્વિલાદેવી હતી. તે ઉર્વિલા રાણી સમ્યદૃષ્ટિ હતી. જિનધર્મની પ્રભાવનામાં તે અતિરક્ત હતી. વર્ષમાં ત્રણવાર નંદીશ્વર અઠ્ઠાઈ વખતે જિનેન્દ્ર રથયાત્રા કાઢતી. એ જ નગરમાં એક શેઠની પુત્રી હતી. તેના માતાપિતા મૃત્યુ પામવાથી તે દરિદ્રા ફેંકી દીધેલા અન્ન ખાતી હતી. રસ્તે જતા મુનિએ કહ્યું આ બાપડી બહુ કષ્ટથી જીવે છે. ત્યારે બીજા મુનિએ કહ્યું કે એ તો અહિંના જ રાજાની પ્રિય પટ્ટરાણી થશે. આ વાત ઘર્મશ્રી નામના બૌદ્ધકવંદકે સાંભળી. તેણે વિચાર્યું કે મુનિ વચન અન્યથા હોય નહીં. તેથી તે બાલિકાને પોતાના મઠમાં લઈ ગયો. તેનું આહાર વગેરેથી શરીરનું પોષણ કરવા માંડ્યું. તે યૌવનવયમાં આવી ત્યારે એકવાર રાજાના જોવામાં આવી. રાજા તેના ઉપર મોહિત થયો. તેથી તે બૌદ્ધવંદકને વાત કરવામાં આવી. ત્યારે તેણે કહ્યું કે તમે બૌદ્ધધર્મ સ્વીકારો તો આ કન્યા તમને પરણાવું, ત્યારે રાજાએ બૌદ્ધ ધર્મ સ્વીકાર્યો.
Page #184
--------------------------------------------------------------------------
________________
૧ ૬૪
પ્રજ્ઞાવબોઘ-વિવેચન ભાગ-૧
પછી લગ્ન કર્યા. હવે ફાગણ મહિનાની નંદિશ્વરની અઠ્ઠાઈ આવી તેથી રાણી ઉર્વિલાએ ખૂબ ધામધૂમથી રથયાત્રાની તૈયારી કરી. તે જોઈ બૌદ્ધમતી રાણીએ કહ્યું કે મારો રથ પહેલા નગરમાં ફરશે. રાજા કહે ભલે પહેલાં ફરે. ઉર્વિલાએ કહ્યું પહેલા મારો રથ ફરશે તો જ આહાર કરીશ.
ઉર્વિલા આચાર્યના દર્શન કરવા ગઈ ત્યાં સર્વ હકીકત જણાવી. ત્યારે વજમુનિએ દેવની સહાયથી એનો રથ પહેલા ફેરવ્યો. તે જોઈ રાજા તથા પટ્ટરાણી પ્રતિબોઘ પામી જૈન ઘર્મનો સ્વીકાર કર્યો. માટે હે જીવ! નિશ્ચયથી સમ્યગ્દર્શનના આઠ અંગને તું નિત્ય ઘારણ કરી જેથી તને મોક્ષમાર્ગની
છૂટી કેવળજ્ઞાન પામી તું કૃતકૃત્ય બની જાય. ૨૪. સમ્યવંત મહંત સદા સમ ભાવ ઘરે દુઃખ-સંકટ આવ્ય, બંઘ નવીન પડે નહિ, પૂરવ બંઘ ઘૂંટે નિજ આતમ ભાવે; પૂરણ અંગ સુદર્શનરૂપ, ઘરો શ્રુતજ્ઞાન અનુભવ વાગે,
એમ સથે શિવમાર્ગ નિરંતર, મોક્ષ વિષે સુખ શાશ્વત લાગે. અર્થ :- સમ્યવ્રુષ્ટિવંત તે મહંત એટલે મહાપુરુષ છે. તે સદા દુઃખ-સંકટ આવ્યે સમભાવને ઘારણ કરે છે. જેથી તેમને નવિન કર્મનો બંઘ પડતો નથી. તેમજ પોતાના આત્માની ભાવના ભાવવાથી પૂર્વકર્મની પણ બળવાન નિર્જરા થાય છે. આઠેય અંગને પૂર્ણ ઘારણ કરવા એ જ સમ્યગ્દર્શન છે. એ સમ્યગ્દર્શન સહિત શ્રુતજ્ઞાનનો અભ્યાસ કરો તો અનુભવમાં વિશેષ વૃદ્ધિ થશે. એમ નિરંતર પુરુષાર્થ કરવાથી મોક્ષનો માર્ગ સથાય છે. અને મોક્ષ પ્રાપ્તિ થયે ત્યાં આત્માનું શાશ્વત અનંત સુખ અનુભવાય છે, તેનો કદી પણ નાશ થતો નથી. રપા.
જીવ-અજીવ વિચાર કરી, પ્રભુ, આમ્રવ-બંઘ-નિરોઘ ઉપાસું, સંવર-નિર્જર ભાવ વિષે રહીં, મુક્તિ વિના નહિ અન્ય વિમાસું; દેહપ્રમુખથી ભિન્ન ગણી નિજ શુદ્ધ સ્વરૂપ-અનુભવ ચાખું,
શુદ્ધ કરી મન, ઘર્મ-વિચાર, સમાધિ વિષે ઉપયોગ જ રાખું. અર્થ :- હે પ્રભુ! હવે હું પણ જીવ અને અજીવ તત્ત્વનો વિચાર કરી આશ્રવ અને બંઘ તત્ત્વના નિરોથનો ઉપાય કરું. તથા સંવર અને નિર્જરા એ મોક્ષ પ્રાપ્તિના ઉપાય છે. માટે કમનો સંવર કેમ થાય અર્થાત્ કર્મોને આવતા કેમ રોકવા અને બંધાઈ ગયેલા કર્મોની કેમ નિર્જરા કરવી અર્થાત્ તેને કેમ દૂર કરવા તેની ભાવનામાં જ ચિત્તને રોકું. હવે તો માત્ર મોક્ષ અભિલાષ વિના અન્ય પદાર્થના વિમાસણમાં પડું નહીં. કેમકે એ બઘાં જીવને કર્મ બંઘનના જ કારણ છે. મુખ્ય એવા દેહથી આત્માને ભિન્ન ગણી પોતાના શુદ્ધ સ્વરૂપના અનુભવનો આસ્વાદ ચાખું. તેમજ હમેશાં મનને શુદ્ધ કરી, ઘર્મ વિચારમાં રોકી આત્માની સ્વસ્થતા કેમ જળવાઈ રહે તેમાં જ મારા ઉપયોગને જોડી રાખું; કેમકે ઉપયોગ એ જ સાધના છે અને ઉપયોગ એ જ ઘર્મ છે એમ ભગવંતનો ઉપદેશ છે. |૨૬ાા.
સમકિતના ૬૭ બોલ : ૪ સદહણા જીવ અજીવ પદાર્થ-વિચાર ગુસંગમથી સમયે સત્ "શ્રદ્ધા, બીઓં મુનિ સમકિતી તણી કરવી ગુણરત્ન વિચારી શુશ્રષા;
Page #185
--------------------------------------------------------------------------
________________
(૧૬) સમ્યગ્દર્શન
૧૬૫
દર્શનભ્રષ્ટની સંગતિ ત્યાગવી એ મનમાં ગણ ત્રીજીં સુશ્રદ્ધા,
*અન્ય-મતાગ્રહીં-સંગતિ ત્યાગવી ચોથ સુરક્ષક શુદ્ધ પ્રસિદ્ધી. અર્થ - સમકિત એટલે સમ્યગ્દર્શનના ૬૭ બોલ અર્થાત્ તેના ભેદ છે, તેમાંથી પ્રથમ સદુહણા એટલે શ્રદ્ધાના ચાર ભેદનું સ્વરૂપ જણાવે છે :
જીવ અજીવ વગેરે તત્ત્વોને ગુરુગમપૂર્વક સમજીને ચિત્તમાં તેનું નિરંતર ચિંતવન કરવું તે પ્રથમ સતુ શ્રદ્ધા નામનો ભેદ છે. એ વિષે અભયકુમારનું દ્રષ્ટાંત આ પ્રમાણે છે :
અભયકુમારનું દ્રષ્ટાંત – જીવાદિ તત્ત્વો ઉપર દ્રઢ શ્રદ્ધા. અભયકુમારને પરમાર્થ સંસ્તવ એટલે ઘર્મ પ્રત્યે બહુમાન નામની પ્રથમ શ્રદ્ધા હતી. મહાવીર ભગવાન રાજગૃહમાં સમવસર્યા. તેમને વંદન કરવા માટે અભયકુમાર ગયા. ત્યાં અત્યંત કૃશ થયેલા મહર્ષિને જોઈને અભયકુમારે ભગવાનને પૂછ્યું કે આ મહાત્મા કોણ છે? ત્યારે ભગવાને કહ્યું કે વીતભયપતનના રાજા ઉદયન છે. તેમણે અમારા ઉપદેશથી વૈરાગ્ય પામી દીક્ષા લીધી છે. આ છેલ્લા રાજર્ષિ છે. તે સાંભળી અભયકુમારને થયું કે જો હું રાજા થઈશ, તો દીક્ષા નહીં લઈ શકું. માટે મારે તો હવે શીધ્ર દીક્ષા લેવી છે. તેથી પિતાશ્રી શ્રેણિકને પૂછવા ગયા. ત્યારે શ્રેણિકે કહ્યું હું તને કહ્યું કે તું અહીંથી જતો રહે ત્યારે દીક્ષા લેજે. એ પહેલા નહીં.
એક વખત શ્રેણિકરાજા કોઈ કારણસર અંતઃપુરને સળગાવાનું અભયકુમારને કહી ભગવાન મહાવીરને વંદન કરવા ગયા. ત્યાં ભગવાનને પૂછે છે કે ચેલણા સતી છે ત્યારે ભગવાને કહ્યું કે તારી બધી રાણીઓ સતી છે. તેથી અભયકુમારને પાછો ના પાડવા આવતા હતા, ત્યાં સામે જ અભયકુમાર મળ્યા. રાજાએ પૂછ્યું કે અંતઃપુર સળગાવી દીધું? અભયકુમારે કહ્યું હતું, મહારાજ. એ સાંભળીને શ્રેણિકે કહ્યું કે જા મારી નજર આગળથી જતો રહે, તેં એવું કામ વિચાર્યા વગર કેમ કર્યું? અભયકુમારે ઝટ જઈને ભગવાન પાસે દીક્ષા લઈ લીધી. એમના અંતરમાં ભગવાને કહેલા જીવાદિ તત્ત્વો ઉપર નિરંતર ચિંતન અને દ્રઢ શ્રદ્ધા છે જેથી તેમને સંસાર દુઃખરૂપ જ લાગે છે. અંતરમાં કેવો વૈરાગ્ય ઝળહળી રહ્યો હશે કે તરત જ જઈને તેમણે દીક્ષા લઈ લીધી. એ પરમાર્થ સંસ્તવ નામનો શ્રદ્ધાનો પહેલો ભેદ ગણાય છે. અભયકુમાર સમાધિમરણ સાથી સર્વાર્થસિદ્ધિ વિમાનમાં દેવતારૂપે અવતર્યા.
ગુણના રત્નરૂપ સમકિતી મુનિઓ છે એમ વિચારી તેમની શુશ્રષા એટલે સેવા કરવી તે બીજો શ્રદ્ધાનો ભેદ છે. તે સેવા તત્ત્વજ્ઞાનમાં પુષ્ટિ આપનારી છે. એ વિષે દ્રષ્ટાંત નીચે પ્રમાણે –
પુષ્પચૂલા સાધ્વીનું દ્રષ્ટાંત -- ગુરુ સેવાથી કેવળજ્ઞાન. જંબુદ્વીપના ભરતક્ષેત્રને વિષે પૃથ્વીપુર નામના નગરમાં પુષ્પકેતુ નામે રાજા અને પુષ્પાવતી નામે રાણી હતી. તેણે પુષ્પચૂલ નામનો પુત્ર અને પુષ્પચૂલા નામની પુત્રીને એક સાથે જન્મ આપ્યો. બન્નેને પરસ્પર ગાઢ પ્રીતિ હોવાથી રાજાએ ભાઈબેનના જ લગ્ન કરી દીઘા. તે જોઈને રાણીએ વૈરાગ્ય પામી દીક્ષા લીધી. તપશ્ચર્યા કરીને દેવલોકે ગઈ. ત્યાં પોતાના પુત્ર અને પુત્રીનો આવો વ્યવહાર જોઈને પુત્રીને વૈરાગ્ય પમાડવા માટે સ્વપ્નમાં નરકના દુઃખો તથા સ્વર્ગના સુખો બતાવ્યા. તેણીએ ભય પામીને રાજાને એની વાત કરી. રાજાએ અન્ય દર્શનીયોને પૂછવાથી તેનો સરખો ઉત્તર ન મળ્યો. તેથી અગ્નિકાપુત્ર આચાર્યને બોલાવીને પૂછ્યું. તેણે નરક તથા સ્વર્ગનું આબેહૂબ વર્ણન કર્યું. તેથી રાણીએ વૈરાગ્ય પામી પોતાના પતિ રાજાની આજ્ઞા લઈને આચાર્ય ભગવંત પાસે દીક્ષા લઈ લીધી. એકવાર દુષ્કાળને કારણે આચાર્ય ભગવંતે સર્વ શિષ્યોને બીજા દેશમાં
Page #186
--------------------------------------------------------------------------
________________
૧ ૬૬
પ્રજ્ઞાવબોઘ-વિવેચન ભાગ-૧
મોકલ્યા, અને પોતે વૃદ્ધ હોવાથી ત્યાં જ રહ્યાં. ત્યાં પૂષ્પચૂલા સાધ્વી આચાર્ય ભગવંતને શુદ્ધ આહાર પાણી લાવી ગુરુની વૈયાવૃત્ય કરવા લાગી. ગીતાર્થ જ્ઞાની મુનિની સેવામાં આસક્ત થયેલી મહાસતી સાધ્વી પુષ્પચૂલા સર્વ કર્મનો ક્ષય કરવા વડે ઉજ્જવલ કેવળજ્ઞાનને પામી.
દર્શન એટલે શ્રદ્ધાથી જે ભ્રષ્ટ થયેલા છે એવા કદાગ્રહી જીવોનો સંગ ન કરવો એમ મનમાં રાખવું તે ત્રીજી સત્સુદ્ધા નામનો ભેદ છે. એ વિષે જમાલીનું દ્રષ્ટાંત નીચે પ્રમાણે છે :
જમાલીનું દ્રષ્ટાંત - દર્શનભ્રષ્ટની સંગતિ તજવી. જમાલિમુનિ એમના શિષ્યો સાથે વિહાર કરતા શ્રાવસ્તિ નગરીએ પહોંચી ઉદ્યાનમાં ઊતર્યા. ત્યાં જમાલિને દાહવર ઉત્પન્ન થયો. તેથી કહ્યું કે મારે માટે સંથારો તૈયાર કરો. શિષ્યો સંથારો કરવા લાગ્યા. થોડીવાર પછી જમાલિએ પૂછ્યું કે સંથારો થયો? સાધુએ કહ્યું – હા થઈ ગયો. ત્યાં આવી જમાલિએ જોયું તો સંથારો કરવાનું કામ હજુ ચાલુ છે. અને તમે સંથારો થઈ ગયો એમ કેમ કહ્યું? જે કામ કરતું હોય તે કર્યું કેમ કહેવાય. ભગવાનનું આ વચન ખોટું છે. તે વખતે મિથ્યાત્વનો ઉદય થઈ જવાથી એમ બોલવા લાગ્યા. સ્થવિર મુનિએ સમજાવ્યા તો પણ સમજ્યા નહીં. તેથી અમુક મુનિઓ ભગવાન પાસે ચાલ્યા ગયા. પણ પ્રિયદર્શના સાધ્વી જે ભગવાનની પુત્રી અને જમાલિની સ્ત્રી હતી તે તેમની સાથે જ વિહાર કરવા લાગી.
એક દિવસ પ્રિયદર્શનાનો ઢંકનામના શ્રાવકના ઘરમાં ઉતારો હતો. ત્યાં પણ પોતાના મનની વાત ઢંકને સમજાવી. તેથી એક દિવસે પ્રિયદર્શના સ્વાધ્યાય કરતી હતી ત્યારે વસ્ત્ર ઉપર ઢંકે અંગારો નાખ્યો. તે જોઈને સાધ્વી બોલી કે હે શ્રાવક, તેં મારું વસ્ત્ર બાળી નાખ્યું. ત્યારે ટંક બોલ્યો એ મત તો ભગવાન મહાવીરનો છે, તમારો નથી. એ સાંભળીને સાધ્વી બૂઝયાં અને જમાલિ પાસે આવી કહ્યું કે ભગવાન મહાવીર કહે છે તે જ સાચું છે. છતાં પણ તેણે નહિ માન્યું. ત્યારે પ્રિયદર્શના સાધ્વીએ ભગવાન પાસે જઈ માફી માગી, અને ફરીથી માર્ગમાં આવ્યા. એમ જે સમકિતથી ભ્રષ્ટ થયા હોય તેનો સંગ કરવો નહીં. ઢંક શ્રાવકને દર્શનભ્રષ્ટનો સંગ થયો તો પણ શ્રદ્ધાનો ત્યાગ કર્યો નહીં, પણ સાધ્વીને ઠેકાણે લાવી. એમ કરવું.
હવે અન્ય મતના મિથ્યાદ્રષ્ટિ આગ્રહીઓની સોબતનો ત્યાગ કરવો. એ સમ્યગ્દર્શનની સારી રીતે રક્ષા કરનારી ચોથી પ્રસિદ્ધ શુદ્ધ શ્રદ્ધા છે. એ વિષે ગૌતમ સ્વામીનું દ્રષ્ટાંત જાણવું.
ગૌતમસ્વામીનું દ્રષ્ટાંત - અન્ય મતાગ્રહીઓના સંગનો ત્યાગ કરવો. જેમ ઇન્દ્રભૂતિ ગૌતમને ભગવાન મહાવીરનો સમાગમ થવાથી પોતાને સતુવસ્તુ સમજાઈ ગઈ, તેથી અન્ય મતાગ્રહીઓના સંગનો ત્યાગ કરી ભગવાનના કહેલા વચનમાં જ શ્રદ્ધા રાખતા થયા. તે અન્યમતિ પાખંડીઓના સંગનો ત્યાગ કરવારૂપ ચોથી શ્રદ્ધાનો ભેદ છે. |૨૭ળા
ત્રણ લિંગ શ્રુતરુચિ ગણ લિંગ સુદ્રષ્ટિતણું વળી ઘર્મરુચિ પણ બીજું;
આળસ છોડ઼ કરે ગુરુદેવની સેવ ગણો શુભ લિંગ જ ત્રીજું. અર્થ - લિંગ એટલે ચિહ્ન. સમ્યગ્દષ્ટિનું પહેલું ચિહ્ન તે શ્રુત રુચિ અર્થાત્ સત્પરુષના બોઘને સાંભળવાની રુચિ ઉત્પન્ન થવી તે. એ વિષે દ્રષ્ટાંત :
સુદર્શન શ્રેષ્ઠીનું વૃષ્ટાંત – સપુરુષનો બોઘ સાંભળવાની પિપાસા. રાજગૃહ નગરની
Page #187
--------------------------------------------------------------------------
________________
(૧૬) સમ્યગ્દર્શન
૧ ૬૭
બહાર ઉદ્યાનમાં મહાવીર ભગવાન પધાર્યા છે. તેના ખબર સુદર્શન શ્રાવકે સાંભળ્યા. તેથી ભગવાનના વચનામૃત સાંભળવાની ઇચ્છા થવાથી માતાપિતાને કહ્યું કે હું ભગવાનને વાંદવા જાઉં છું. માતાપિતાએ કહ્યું ત્યાં જવાથી અનમાળીનો ઉપસર્ગ થશે. તે સાંભળી સુદર્શન બોલ્યા કે ભગવાનનો ઉપદેશ સાંભળ્યા પછી જ હું બહાર પાણી કરીશ, તે પહેલાં કરું નહીં. એ પ્રમાણે કહી માતાપિતાની રજા લઈને ભગવાનના દર્શન કરવા ગયા. ત્યાં રસ્તામાં અર્જુનમાળી મારવા માટે આવ્યો. તે વખતે સુદર્શન શ્રાવક સાગાર અનશન કરીને કાયોત્સર્ગમાં ઊભા રહ્યા. તેમના પ્રભાવે અર્જાનમાળીમાંથી યક્ષ નીકળીને ચાલ્યો ગયો. પછી અર્જુન માળીએ પણ સુદર્શન શ્રાવક સાથે ભગવાન પાસે આવી ઉપદેશ સાંભળ્યો. તેથી વૈરાગ્ય પામી અર્જાનમાળીએ દીક્ષા ગ્રહણ કરી. તેમ હમેશાં ભગવાનના ઉપદેશ સાંભળવાની ઇચ્છા રાખવી તે સમ્યગ્દર્શનનું પહેલું લિંગ છે.
બીજા લિંગ તે ભગવંતે ઉપદેશેલ ગૃહસ્થઘર્મ કે મુનિઘર્મ પ્રત્યે સભાવ થવો તે. એ વિષે દ્રષ્ટાંતઃ
ચિલાતીપુત્રનું દ્રષ્ટાંત - ઘર્મપ્રાપ્તિની રુચિ. ચિલાતી પુત્રના હાથમાં કાપેલ મસ્તક હોવા છતાં જંગલમાં કાયોત્સર્ગ ધ્યાનમાં ઊભેલા ચારણમુનિને જોઈ કહ્યું કે મુંડા મોક્ષ આપ, નહીં તો આ સ્ત્રીના મસ્તકની જેમ તારું મસ્તક પણ છેદી નાખીશ. મુનિએ યોગ્ય જીવ જાણી તેને ઉપશમ વિવેક અને સંવર એમ ત્રણ શબ્દો આપ્યા. ટૂંકામાં ત્રણ શબ્દોમાં આખો ચારિત્રઘર્મ આપ્યો. એ ત્રણે શબ્દોના વિચાર કરતાં, મુનિની જેમ કાયોત્સર્ગમાં ઊભા રહ્યા. આખું શરીર રૂધિરથી ખરડાઈ ગયેલું હોવાથી કીડીઓએ આખા શરીરને ચારણી જેવું કરી દીધું. અઢી દિવસમાં તે મહાવેદનાને સમતાભાવે સહન કરી તે ભાવમુનિ આઠમા સહસ્ત્રાર દેવલોકમાં દેવતા થયા. એમ રત્નત્રયરૂપ ઘર્મ પ્રત્યે અત્યંત પ્રીતિ ઊપજવી તે સમકિતનું ઘર્મરાગરૂપ બીજાં લિંગ ગણાય છે.
ત્રીજાં શુભ લિંગ તે આળસ છોડીને સદ્ગુરુદેવની સેવા કરવાનો ભાવ ઊપજવો તે. આ વિષે દ્રષ્ટાંત – જ્ઞાની મુનિ ભગવંતની સેવા કરવારૂપ ત્રીજા લિંગ વિષે –
નંદીષેણ મુનિનું દ્રષ્ટાંત - સેવા કરવાનો ઉત્કૃષ્ટ ભાવ. નંદિષેણ બ્રાહ્મણપુત્ર કદરૂપો હોવાથી કોઈ તેને પુત્રી આપતું નહીં. તેના મામાની આઠ પુત્રીઓએ પણ ના કહેવાથી તેને બહુ દુ:ખ થયું. તેથી જંગલમાં જઈ પર્વત ઉપરથી પડી મરી જવા તૈયાર થયો. ત્યાં મુનિ ભગવંત મળ્યા. તેમના ઉપદેશથી વૈરાગ્ય પામી દીક્ષા ગ્રહણ કરી. વિનયપૂર્વક શાસ્ત્રોનો અભ્યાસ કરી ગીતાર્થ થયો. પછી એવો અભિગ્રહ લીધો કે છઠ્ઠ તપ કરીને પારણાને દિવસે વૃદ્ધ, ગ્લાન, બાળમુનિની વૈયાવૃત્ય કરીને પછી આયંબિલ કરવું. દેવે પણ એમની પરીક્ષા કરી. તો પણ સેવા કરવામાં ગ્લાનીભાવ લાવ્યો નહીં. પણ મુનિને કેમ શાંતિ થાય તેવા ઉપાય જ કરવા લાગ્યો. તે જોઈ દેવ પ્રગટ થઈ તેમને વંદન કર્યા. દેવલોકમાં પણ ઇન્દ્ર એમની વૈયાવૃત્યની પ્રશંસા કરી, તે સમ્યગ્દર્શનનું ત્રીજું લિંગ કહેવાય છે. આ ત્રણે શુભ લિંગ સમ્યગ્દષ્ટિના છે.
દશ પ્રકારે વિનય વિનયના દશ ભેદ સુણોઃ “અરિહંત વિદેહીની જિનપ્રતિમા,
"આગમ, “ઘર્મ, મુનિ, સૂરિ, વાચક, સંઘ અને સમકિત મહિમા. હવે સમકિતને સૂચવનાર એવા વિનયના કુલ દસ ભેદ છે તે સાંભળો. અરિહંત ભગવંતનો વિનય કરવો, વિદેહી એટલે સિદ્ધ પરમાત્માનો, જિનેશ્વર પ્રભુની પ્રતિમાનો, આગમ ગ્રંથોનો, વીતરાગ ઘર્મનો,
Page #188
--------------------------------------------------------------------------
________________
૧ ૬૮
પ્રજ્ઞાવબોઘ-વિવેચન ભાગ-૧
આત્મજ્ઞાની મુનિનો, સૂરિ એટલે આચાર્યનો, વાચક કહેતા સૂત્ર ભણાવવાવાળા એવા ઉપાધ્યાયનો, સંઘ એટલે સાઘર્મીભાઈઓનો, તથા સમકિતની મહિમાનો હૃદયમાં સદા અહોભાવ રહેવો તે સમકિતનો વિનય છે. આ દસ પ્રકારનો વિનય સમ્યગ્દષ્ટિના હૃદયમાં હોય છે. એ વિષે નીચે પ્રમાણે દ્રષ્ટાંત છે –
ભુવનતિલક રાજકુમારનું દ્રષ્ટાંત - સર્વનો યથાયોગ્ય વિનય કરવો. કુસુમપુરમાં ઘનદ નામનો રાજા રાજ્ય કરે છે. તે રાજાનો પુત્ર ભુવનતિલક નામે રાજકુમાર છે. સભામાં મંત્રી વગેરે બેઠા છે ત્યાં રત્નસ્થલ નામના નગરનો રાજા અમરચંદ્રનો પ્રઘાન ત્યાં આવ્યો. તેણે કહ્યું કે અમારા રાજાની પુત્રી યશોમતિ આપના પુત્રના વિદ્યાઘરીઓના મુખથી ગવાતા ગુણગાન સાંભળીને કુમાર ઉપર તે અનુરક્ત થઈ છે. તે સાંભળીને ઘનદ રાજાએ તેની સાથે પુત્રના વિવાહ કરવાનું સ્વીકાર્યું અને પ્રધાનો સાથે કુંવરને રવાના કર્યો. રસ્તામાં જતાં અચાનક મૂછ ખાઈને તે રથમાં પડ્યો. તેને બોલાવવા છતાં મૂંગાની જેમ તે બોલતો નથી. મંત્ર તંત્ર વગેરેથી ઘણા ઉપાય કર્યા છતાં ફેર પડ્યો નહીં. તે સમયે થોડે દૂર કેવળી ભગવંત કમળપત્ર ઉપર બેસી દેશના આપતા હતા. ત્યાં પ્રઘાનો ગયા. દેશના સાંભળ્યા પછી પ્રથાને કેવળી ભગવંતને પૂછ્યું કે કુમારને અચાનક દુઃખ પ્રાપ્તિ થવાનું કારણ શું? કેવળી ભગવંત બોલ્યા કે ઘાતકીખંડના ભરતક્ષેત્રને વિષે ભવનાગાર નામના નગરમાં સૂરિ પોતાના ગચ્છસહિત પઘાર્યા હતા. તે સૂરિનો વાસવ નામનો શિષ્ય હતો. તે મહાત્માઓના શત્રુરૂપ હતો. અવિનયવાળો હતો. ગુરુ તેને ઘણું સમજાવતા કે વિનયનું ફળ ગુરુની સેવા કરવી કે જેથી જ્ઞાનની પ્રાપ્તિ થાય. જ્ઞાનથી વિરતિ આવે છે. વગેરે અનેક પ્રકારે સમજાવવા છતાં તે માનતો ન હતો.
એક દિવસ મુનિઓને મારવા માટે તે વાસવ શિષ્ય પાણીમાં તાલપુટ વિષ નાખી દીધું. પછી ભય લાગવાથી જંગલમાં ભાગી ગયો. ત્યાં દાવાનલ લાગવાથી રૌદ્રધ્યાનથી મૃત્યુ પામી પહેલી નરકે ગયો.
અહીં શાસનદેવતાએ સૂરિ વગેરેને તાલપુટવાળું પાણી પીતા અટકાવ્યા.
વાસવનો જીવ મસ્યાદિ અનેક ભવોમાં ભટકીને કર્મની લઘુતા થવાથી હવે એ રાજકુમાર થયો છે. તેની પાસે જઈ એનો આ પૂર્વભવ કહેશો તો તે બોલશે. તેમ કરવાથી તેને જાતિસ્મરણ જ્ઞાન થયું. પછી કેવળી પાસે આવી વૈરાગ્ય પામીને તેણે દીક્ષા ગ્રહણ કરી. પછી અહંત, સિદ્ધ જિનપ્રતિમા વગેરેનો દશ પ્રકારે યથાયોગ્ય વિનય કરવા લાગ્યો. આ પ્રમાણે વિનય કરવાથી સંપૂર્ણ કમનો ક્ષય કરી તે મોક્ષે પધાર્યા. તેમ સમકિત પામવા માટે સર્વનો યથાયોગ્ય વિનય કરવો. ૨૮ાા
ત્રણ શુદ્ધિ દેવ-ગુરું-વચને મનશુદ્ધિ", કરે ગુણકીર્તન વાણી-વિશુદ્ધિ;
વંદન, સેવન દેહ વડે નહિ અન્યતણું ઘર ઘર્મની બુદ્ધિ. હવે સમ્યગ્દર્શનને નિર્મળ કરનારી મન વચન કાયાની ત્રણ શુદ્ધિ છે. તે આ પ્રમાણે –
અર્થ - સાચા દેવ વીતરાગ પ્રભુએ કે નિગ્રંથ ગુરુએ બોઘેલા વચનોને જ સત્ય માનવા અને મિથ્યાત્વીઓના શાસ્ત્રોને અસત માનવા તે પ્રથમ મનશદ્ધિનો પ્રકાર છે. તેના ઉપર દ્રષ્ટાંત -
જયસેનાનું દ્રષ્ટાંત - સદૈવ મન શુદ્ધિ રાખવી. ઉજ્જયિની નગરીમાં વૃષભ નામે એક શ્રેષ્ઠી રહેતો હતો. તેની જયસેના નામની સ્ત્રી સમકિતવંત અને પતિવ્રતા હતી. તેને પુત્ર ન હતો. જયસેનાના આગ્રહથી ઋષભ શ્રેષ્ઠીએ બીજા લગ્ન કર્યા.
Page #189
--------------------------------------------------------------------------
________________
(૧૬) સમ્યગ્દર્શન
૧૬૯
બીજી સ્ત્રીનું નામ ગુણસુંદરી હતું. તેને એક પુત્ર થયો. એક દિવસે ગુણસુંદરીની માતાએ ગુણસુંદરીને પૂછ્યું કે કેમ તને સુખ છે ને? ત્યારે તે બોલી કે શોક્ય ઉપર આપવાથી મને શું સુખ હોય? મારો પતિ તો શોક્યમાં જ આસક્ત છે. જ્યારે જયસેનાએ તો ઘરનો બધો ભાર એને જ સોંપી દીધો હતો. છતાં એના ઉપર એ ખોટો દ્વેષ રાખતી હતી. એક દિવસ ગુણસુંદરીની માતાએ યોગીને વશ કરીને જયસેનાને મારવાનો ઉપાય કર્યો. તેથી યોગીએ રાતના મરદામાં વેતાલનો પ્રવેશ કરાવીને કહ્યું કે જા જયસેનાને મારીને આવ. તે વેતાલ ગયો પણ જયસેના તો નિશ્ચલ ચિત્તે કાયોત્સર્ગમાં હતી. ઘર્મના પ્રભાવથી તે જયસેનાને મારી શક્યો નહીં, પણ તેને પ્રદક્ષિણા દઈને તે પાછો આવ્યો. યોગી ભયને લીઘે ભાગી ગયો. એમ ત્રણ દિવસ કર્યું પણ જયસેના તો ધ્યાનમાં જ સ્થિત હોય. ચોથે દિવસે યોગીએ કહ્યું કે જે દુષ્ટ હોય તેને મારીને આવજે. તેથી પ્રમાદી એવી ગુણસુંદરીને મારી નાખી. જયસેના મરી ગઈ હશે એમ ઘારીને ગુણસુંદરીની માતાએ ત્યાં આવીને જોયું તો પોતાની પુત્રીને જ મરેલી દીઠી. તેની ખબર રાજાને કરી તેથી રાજા જયસેનાને દરબારમાં લઈ ગયા. રાજાએ પૂછ્યું કે તેં ગુણસુંદરીને મારી છે? ત્યારે જયસેના કાંઈ બોલતી નથી. યોગી જ શાસનદેવીની પ્રેરણાથી રાજદરબારમાં આવ્યો અને જે રાતના બન્યું હતું તે કહી દીધું . જયસેના નિર્દોષ ઠરી. તેથી રાજાએ માનપૂર્વક તેને ઘેર મોકલી.
સ્યાદ્વાદઘર્મના વિચારમાં જ ચિત્ત રાખનારી તથા મિથ્યાદર્શન ઉપર કિંચિત પણ રાગ નહીં રાખનારી એવી જયસેના મનની શુદ્ધિથી અનુક્રમે અનંત સુખવાળું મોક્ષપદ પામશે.
આનંદશ્રાવકનું દ્રષ્ટાંત - આનંદ શ્રાવકને મનશુદ્ધિથી અવધિજ્ઞાન પ્રાપ્ત થયું. તેથી તે ઉપર પહેલા સૌઘર્મ દેવલોક સુઘી અને નીચેની પહેલી નરક સુઘી તથા તિસ્તૃલોકમાં લવણ સમુદ્ર સુઘી તથા પૂર્વ પશ્ચિમ અને દક્ષિણ એમ ત્રણ દિશામાં પાંચસો યોજન સુધી અને ઉત્તર દિશામાં શુદ્ધ હિમાચલ સુધી સર્વ વસ્તુઓ જાએ છે. તે પણ મનશુદ્ધિનું જ કારણ છે.
બીજી વચન શુદ્ધિ. વાણી વડે ભગવાનના ગુણનું કીર્તન કરે. તથા ભગવાને જીવ અજીવાદિ તત્ત્વોનું જે પ્રમાણે સ્વરૂપ જણાવ્યું હોય તે પ્રમાણે જ વાણી વડે કહે, વિપરીત ન કહે તે વાણીની વિશુદ્ધિ છે. તે ઉપર દ્રષ્ટાંત –
કાલિકાચાર્યનું દ્રષ્ટાંત - નિર્ભયપણે સત્ય કહેવું. કાલિકાચાર્યનો ભાણેજ દત્ત નામે હતો. તુરમણિ ગામનો રાજા જિતશત્રુ નામે હતો. દત્તની ચાતુર્યતા જોઈને રાજાએ તેને પ્રઘાનપદ આપ્યું. પછી રાજ્યવર્ગને પોતાના કરી રાજાને પદ ભ્રષ્ટ કરી દીધો, અને પોતે રાજા થઈ બેઠો અને પશુઓને યજ્ઞમાં હોમી યજ્ઞ કરવા લાગ્યો.
એક વખત દત્તના રાજ્યમાં કાલિકાચાર્ય પધાર્યા. માતાના આગ્રહથી તે કાલિકાચાર્ય મામા થાય માટે તેમને વાંદવા આવ્યો. દત્તે સૂરિને પ્રશ્ન કર્યો કે યજ્ઞનું ફળ શું? સૂરિએ રાજાનો ભય રાખ્યા વિના કહી દીધું કે યજ્ઞનું ફળ નરક છે. વળી કહ્યું કે આજથી સાતમે દિવસે કુંભીપાકની વેદના ભોગવીને તું નરકે જઈશ. આ સાંભળી દત્ત રાજાને ક્રોધ આવવાથી સૂરિને પૂછ્યું કે સાત દિવસ પછી મારું મૃત્યુ છે તેની નિશાની શું? સૂરિએ કહ્યું કે તારા મૃત્યુના સમય પહેલાં તારા મુખમાં મનુષ્યની વિષ્ઠા પેસશે. તે સાંભળીને સૂરિને મારવા માટે વિચાર કર્યો પણ પાછો વિચાર આવ્યો કે સાત દિવસ પછી જીવતો રહીશ ત્યારે મારીશ. એમ વિચારી પોતાના મહેલમાં જઈને રહ્યો. સાત દિવસ પૂરા થયા અને આજે આઠમો દિવસ છે એમ જાણી તે સુરિને મારવા માટે ચાલ્યો. રસ્તામાં માળીએ વિષ્ટા કરેલ હતી. તેના ઉપર
Page #190
--------------------------------------------------------------------------
________________
૧
૭ 0
પ્રજ્ઞાવબોઘ-વિવેચન ભાગ-૧
ઘોડાનો પગ પડવાથી વિષ્ટા ઊછળીને તેના મોઢામાં આવીને પડી. સૂરિના કહેલા વચન પર વિશ્વાસ આવવાથી તેણે સેવકોને પૂછ્યું કે આજે કેટલામો દિવસ છે. સેવકોએ કહ્યું આજે સાતમો દિવસ છે. તેથી દત્ત પાછો મહેલ તરફ વળ્યો કે જિતશત્રુ રાજાના સેવકોએ તેને પકડી લીધો. અને કુંભીમાં નાખીને પકવ્યો. તે મરીને નરકે ગયો. શ્રી કાલિકાચાર્યે રાજાનો પણ ભય રાખ્યો નહીં કે મને રાજા શિક્ષા કરશે પણ જે સત્ય હતું તે કહી દીધું. એ વચનશુદ્ધિનું સમકિતનું બીજું દ્વાર છે.
ત્રીજી કાયશુદ્ધિ સદેવગુરુ ઘર્મ વિના બીજા મિથ્યાત્વી દેવોને ઘર્મબુદ્ધિથી કાયા વડે વંદન કરે નહીં કે તેમની સેવા કરે નહીં. તે ત્રીજી કાયશુદ્ધિનો પ્રકાર છે. જે સમ્યવ્રુષ્ટિમાં હોય છે. તે ઉપર દૃષ્ટાંત -
- વજકર્ણ રાજાનું દ્રષ્ટાંત :- કાયાથી દર્શન કરવામાં વૃઢ. દશપુર નગરનો વજકર્ણ નામે મહાપરાક્રમી રાજા હતો. તે વ્યસનોથી દૂષિત થયેલો હતો. એકદા જંગલમાં શિકાર કરતાં હરણીના ગર્ભમાંથી બચ્યું બહાર પડ્યું. તેને તરફડતું જોઈ રાજાને દયા આવી. તેથી વિચાર્યું કે મેં નરક જવાય એવા કામો કર્યા છે. એમ વિચારતો જંગલમાં ભ્રમણ કરવા લાગ્યો. ત્યાં એક મુનિ ભગવંતને જોઈને પૂછ્યું કે હે ભગવંત! આપ શું કરો છો? મહાત્માએ કહ્યું - હું આત્મહિત કરું છું. રાજાએ કહ્યું કે હે સ્વામી!મને પણ આત્મહિતનો રસ્તો બતાવો. ત્યારે મુનિ બોલ્યા કે હિંસાનો ત્યાગ કરવો. દેવ ગુરુ અને ઘર્મ પ્રત્યે દ્રઢ શ્રદ્ધાન કરવું. અરિહંત અને સાધુ ભગવંત સિવાય બીજા કોઈને નમસ્કાર કરવા નહીં. એ સાંભળીને રાજાએ બીજા કોઈને પણ નહી નમવાનું પચ્ચખાણ કર્યું.
નગરમાં આવ્યા પછી વિચાર કર્યો કે મારો ઉપરી રાજા અવંતિનગરીનો છે. તેને મારે પ્રણામ કરવા પડશે. એમ વિચારી તેણે વીંટીમાં મુનિસુવ્રત ભગવાનની નાની પ્રતિમા બનાવી તેમાં મઢાવી અને મનવડે ભગવાનને જ નમસ્કાર કરતો હતો. જ્યારે ઉપરથી સિંહરથ રાજાને પ્રણામ કરતો દેખાતો હતો.
કોઈ ખળ પુરુષે રાજા આગળ તેની આ વાત કરી. તેથી તેને મારવા માટે રાજાએ દશપુર નગરે ચઢાઈ કરી. તેને ઘેરો ઘાલ્યો. પછી દૂતને મોકલી કહેવડાવ્યું કે હે વજકરણ, તું મને વીંટી પહેર્યા વિના પ્રણામ કરવા આવ. વજકરણે કહેવરાવ્યું કે મારે રાજ્યની જરૂર નથી. મને માત્ર ઘર્મકાર આપો કે જેથી બીજે સ્થાને જઈને મારા નિયમનું પાલન કરું. એમ કહ્યાં છતાં પણ રાજા માન્યો નહીં પણ વિશેષ ક્રોધિત થયો, અને તેના કિલ્લાને ઘેરી રહ્યો. ત્યાં લક્ષ્મણ આવે છે અને સિંહરથને સમજાવે છે છતાં તે સમજતો નથી. તેથી તેની સાથે લડાઈ કરી તેને જીતી લે છે. પછી લક્ષ્મણ, વજકરણને ઉજ્જયિનીનું રાજ્ય આપે છે અને સિંહરથને તેનો સેવક બનાવે છે. આ કથાનો સાર એ છે કે વજકરણ રાજાએ સંકટ આવ્યા છતાં પણ નિયમનો ભંગ કર્યો નહીં અને કાયશુદ્ધિ પાળવાથી તે સ્વર્ગે ગયો. ત્યાંથી અનુક્રમે મોક્ષને પામશે.
પંચ દૂષણ એ ત્રણ દર્શનશુદ્ધિ કહી, વળી દૂષણ પંચ તત્યે જીંતડંકા,
નિર્ભયતા નહિ પામી શકે મન જો ઘરશે સતમાંહી કુશંકા. ઉપર પ્રમાણે ત્રણ સમ્યગ્દર્શનની શુદ્ધિ કહી. હવે સમ્યગ્દર્શનના પાંચ દૂષણ કહે છે. તે તજવાથી વિજયનો ડંકો વાગી જશે એમ જાણવું. સમકિતનું પહેલું દૂષણ તે કુશંકા છે. વીતરાગે પ્રરૂપેલા ઘર્મને વિષે સંદેહ બુદ્ધિ રાખવી તે કુશંકા કહેવાય છે. જે પ્રાણી આવા સત્યથર્મમાં પણ કુશંકા રાખશે તેનું મન કદી નિર્ભયતા પામી શકશે નહીં. તે ઉપર દ્રષ્ટાંત :
Page #191
--------------------------------------------------------------------------
________________
(૧૬) સમ્યગ્દર્શન
૧૭૧
બાળકોનું દ્રષ્ટાંત :- કુશંકાનું વિપરીત પરિણામ. એક ગામમાં કોઈ વ્યક્તિને બે પુત્રો હતા. એક પુત્ર શોક્યનો હતો. એક દિવસ અડદની દાળ બનાવી. તેમાં કાળા કાળા છોતરા દેખાયા. તે જોઈને શોક્યના પુત્રને શંકા થઈ કે રાબડીમાં આ બધી માખીઓ છે. આ મારી શોક્યમાતાએ કર્યું છે. આ પ્રમાણે શંકા રાખવાથી તેને વમન થયું. તે જ રીતે રોજ કંઈ ને કંઈ શંકા રાખવાથી ઊલટીઓ થવા લાગી. ઉર્ધ્વતાનો વ્યાધિ થયો અને છેવટે તે મૃત્યુ પામ્યો. પહેલો બાળક નિઃશંકપણે ભોજન કરવાથી સુખી થયો. એને પૂર્ણ વિશ્વાસ હતો કે મારી માતા મક્ષિકાવાળું ભોજન આપે નહીં. તેમ ભગવાને કહેલા તત્ત્વમાં કોઈ દિવસે પણ શંકા કરવી નહીં. ભગવાને કહ્યું તે સંપૂર્ણ સત્ય જ હોય એમ નિઃશંકતા રાખવી. //રા.
કુમત-બાવળ ઇષ્ટ ગણે તર્જી સુરતરું સમ સુંગુરુ “કાંક્ષા; સંશય ઘર્મતણા ફળમાં મનમાં ઊગતાં ગણવી વિચિકિત્સા, કુમત-ઘારીંતણી સ્તવના વળી સંગતિ" અંતિમ દોષ ગણો છે.
આઠ પ્રભાવક દર્શનના જિનશાસન-દીપક સુજ્ઞ સુણો તેઅર્થ - સમકિતનું બીજાં દૂષણ તે કાંક્ષા છે. કાંક્ષા એટલે ઇચ્છા. બીજા ઘર્મ વિષેનો અંશ કે સર્વથા અભિલાષ કરવો તે. સદગુરુરૂપી કલ્પવૃક્ષને તજીને કુમતવાદીરૂપી બાવળના વૃક્ષને ઇષ્ટ ગણવું. અર્થાત તેની ઇચ્છા કરવી તે કાંક્ષા નામનું દૂષણ છે. જે સમકિતને મલિન કરે છે તે ઉપર દ્રષ્ટાંત – - શ્રીઘરનું દ્રષ્ટાંત – કોઈ પણ દેવ પાસે કંઈ માંગવું નહીં. ગજપુર નગરમાં શ્રીઘર નામે વણિક રહેતો હતો. તે જૈન ઘર્મનું શ્રવણ કરીને રોજ ત્રિકાળ પૂજા કરતો. સર્પ આવ્યો તો પણ તે ભગવાનની ભક્તિ કરવામાં નિશ્ચલ જ રહ્યો. તેની નિશ્ચલતા જોઈને શાસનદેવીએ તે સર્પના માથામાંથી મણિ લઈ તેને આપ્યો, તે સુખે રહેવા લાગ્યો. હવે ઘરમાં કોઈને વ્યાધિ આવવાથી કોઈના કહેવાથી તે અન્ય અનેક દેવોને પૂજવા લાગ્યો. એક દિવસ ઘરમાં ચોરો આવ્યા અને સર્વ ઘન લઈ ગયા. તેથી દુઃખી થવાથી અનેક દેવો પાસે ઘનની આકાંક્ષા કરવા લાગ્યો; કોઈએ કંઈ આપ્યું નહીં, પણ બધા દેવો તેની મશ્કરી કરવા લાગ્યા; કે જા ગોત્રદેવી આપે. તે કહે જા ચંડિકા પાસે. છેવટે શાસનદેવી પાસે જઈ આરાધના કરવા લાગ્યો. તે જોઈ શાસનદેવી બોલી કે અરે મૂર્ખ! તેં આ બધું શું કર્યું? ઘણી ભૂલ કરી છે. કુદેવોને મૂકી હવે સાચા દેવાધિદેવને જ ભજ. કોઈ પણ જાતની આકાંક્ષા રાખ્યા વિના ભજ. આકાંક્ષા રાખવી એ તો દૂષણ છે. સમકિતને દૂષિત કરનાર છે. તે સાંભળી બધું છોડી દઈ શ્રીઘર ઇચ્છા રહિતપણે ફરીથી ભગવાનને જ ભજવા લાગ્યો. થોડાં કાળમાં તે મોક્ષપદને પામશે. - ત્રીજું દૂષણ તે વિચિકિત્સા નામે છે. કરેલી ઘર્મક્રિયાનું ફળ હશે કે નહીં એવી અંશે કે સર્વથા મનમાં શંકા ઉત્પન્ન થવી તે અથવા તે કારણે ઘર્મમાં અણગમો અથવા ઘર્મક્રિયામાં ઉત્સાહ ન થવો તે વિચિકિત્સા નામના સમકિતમાં દોષ ગણાય છે. તે ઉપર દ્રષ્ટાંત –
એક શ્રેષ્ઠી પુત્રી ઘનશ્રીનું દ્રષ્ટાંત - કદી જુગુપ્સા કરવી નહીં. ઘનશ્રી નામે એક શ્રેષ્ઠીની પુત્રી હતી. એક વખત ગ્રીષ્મઋતુમાં મુનિ ભગવંત વોહરવા પધાર્યા. તે વખતે શેઠે ઘનશ્રીને કહ્યું કે મુનિઓને વહોરાવ. તે વહોરાવવા લાગી પણ ઉનાળાને લીધે મુનિઓના શરીરમાંથી પરસેવાની દુર્ગઘ આવવા લાગી. તેથી ઘનશ્રીએ પોતાનું મુખ મરડ્યું. અને વિચારવા લાગી કે આ સાધુઓ પ્રાસુક જળવડે સ્નાન કરતા હોય તો તેમાં શો દોષ? એ પ્રમાણે એણે જાગુપ્સા કરી. જાનુસારૂપ પાપકર્મની આલોચના
Page #192
--------------------------------------------------------------------------
________________
૧૭૨
પ્રજ્ઞાવબોઘ-વિવેચન ભાગ-૧
કર્યા વગર મરણ પામીને તે ગણિકાના ઉદરમાં પુત્રીપણે ઉત્પન્ન થઈ. તેના શરીરમાં અત્યંત દુર્ગધને લીધે ગણિકાએ વિષ્ઠાની જેમ તેને રાજમાર્ગમાં નાખી દીધી. તેથી કોઈ દિવસ પણ જુગુપ્સા કરવી નહીં.
કુમતથારી એટલે ખોટી માન્યતાના ઘરનાર કે વર્તનાર એવા મિથ્યામતવાદીઓની સ્તવના એટલે તેમની પ્રશંસા કરવી તે સમકિતનું ચોથું દૂષણ જાણવું. તે ઉપર દ્રષ્ટાંત –
સુમતિ અને નાગિલનું દ્રષ્ટાંત - મિથ્યાત્વીઓની પ્રશંસા કરવી નહીં. સુમતિ અને નાગિલ બન્ને ભાઈ પરદેશ કમાવા માટે ગયા. રસ્તામાં સાધુઓનો ભેટો થયો. તેથી તેમની સાથે ચાલવા લાગ્યા. નાગિલને કેટલાક દિવસ પછી લાગ્યું કે સાધુઓની ચેષ્ટા અને વાણી કુશીલીયા જેવી લાગે છે. માટે નાગિલે સુમતિને કહ્યું કે ભાઈ આ સાધુઓની સાથે ચાલવું યોગ્ય નથી. આપણે તો કુશીલીયાનું મોટું પણ ન જોવું એમ ભગવાન નેમિનાથ પાસે નિશ્ચય કર્યો છે ત્યારે સુમતિએ કહ્યું–તું તો દોષ જોનારો જણાય છે. મને તો એ સાધુઓ સાથે વાત કરવી યોગ્ય લાગે છે. વળી કહ્યું કે જેવો તું બુદ્ધિ વિનાનો છે તેવા તે તીર્થકર પણ હશે કે જેણે તને આવો નિષેઘ કર્યો. એ પ્રમાણે મિથ્યાત્વીઓની પ્રશંસા અને તીર્થકરોની નિંદા કરીને તેણે ભયંકર કર્મ ઉપાર્જન કર્યું. તેથી તે અનંત કાળ સુધી સંસારમાં પરિભ્રમણ કરશે. જ્યારે નાગિલે મિથ્યાત્વીઓની પ્રશંસા કરી નહીં તેથી તે જ ભવે તે મુક્તિને પામ્યો.
વળી તેવા મિથ્યાત્વીઓની સાથે વાતચીત, ગોષ્ઠી કે તેમની સંગતિ કરવી તે સમકિતનું અંતિમ પાંચમું દૂષણ જાણવું. તે ઉપર દૃષ્ટાંત –
ઘનપાલ કવિનું દ્રષ્ટાંત - ભાવથી મિથ્યાત્વીઓની સંગત કરવી નહીં. ઘનપાલ કવિને દ્રવ્યથી રાજા વગેરે મિથ્યાત્વીઓનો પરિચય હોવા છતાં પણ ભાવથી તેવા પાપસંગના નાશની સ્પૃહાવાળા ઘનપાલે સર્વ દોષરહિત સમકિતને ઘારણ કર્યું તેવી રીતે સર્વ જીવોએ કરવું.
સમ્યગ્દષ્ટિ આત્મા એ પાંચે દૂષણથી દૂર રહે છે.
હવે જિનશાસનને દીપાવનાર દીપક સમા અને સુજ્ઞ એવા જૈન દર્શનના આઠ પ્રભાવકની વાત સાંભળો. ૩૦ના
આઠ પ્રભાવક જે શ્રુતનો પરમાર્થ અપાર છતાં ગુણગામ મુનિ-ઉર સ્ફરે, ઘર્મકથા કરનાર સચોટ પ્રભાવ વડે જનસંશય ચૂરે, વાર્દી પ્રભાવક તર્ક બળે પરવાદ જીંતી જિન-શાસન ઓપે,
જોષી પ્રભાવક ભાખી ભવિષ્ય સુઘર્મ વિષે જનનાં મન રોપે. અર્થ - વીતરાગદર્શનના આઠ પ્રભાવકમાંના પહેલા પ્રવચન પ્રભાવક વિષે જણાવે છે -
જે શ્રત એટલે શાસ્ત્રનો પરમાર્થ અપાર હોવા છતાં પણ, ગુણના ઘરરૂપ મુનિના હૃદયમાં તે શ્રુતનો આશય ભાવ ફરાયમાન થાય છે એવા મુનિ સમય અનુસાર આગમની પ્રરૂપણા કરી ચતુર્વિઘ સંઘને શભમાર્ગે પ્રવર્તાવે તે પ્રવચન પ્રભાવક નામે ઓળખાય છે. તે ઉપર દ્રષ્ટાંત –
વજસ્વામીનું દ્રષ્ટાંત - પ્રવચન પ્રભાવક. તેઓ આઠ વર્ષના થયા ત્યારે તેમના પ્રવચનથી પ્રભાવિત થઈને સૂરિએ તેમને આચાર્યપદ આપ્યું.
એક વખત બારવર્ષનો દુષ્કાળ પડવાથી સર્વ સંઘ અત્યંત વ્યાકુળ થયો. તે જોઈ વજસ્વામી સર્વ
Page #193
--------------------------------------------------------------------------
________________
(૧૬) સમ્યગ્દર્શન
૧૭૩
સંઘને એક કપડાં પર બેસાડી આકાશગામિની વિદ્યાના બળથી સુકાળવાળી નગરીએ લઈ ગયા. ઘર્મના સંકટ વખતે મહાપુરુષો વિદ્યાનો પ્રયોગ કરી આ પ્રમાણે પ્રભાવના કરે છે.
જે મુનિ, હેતુ, યુક્તિ અને દ્રષ્ટાંત વડે ઘર્મકથા કરીને જનસમુહ ઉપર સચોટ પ્રભાવ પાડી તેમના સંશય એટલે શંકાઓને ચૂરી નાખે તે ઘર્મકથક નામના બીજા પ્રભાવક કહેવાય છે. તે ઉપર દ્રષ્ટાંત – | સર્વજ્ઞસૂરિનું ધૃષ્ટાંત – ઘર્મકથા પ્રભાવક. શ્રીપતિ નામે એક શ્રેષ્ઠિનો પુત્ર કમલ નામે હતો. તે ઘર્મથી પરાગમુખ અને સાતે વ્યસનોમાં તત્પર હતો. શેઠના કહેવાથી આચાર્યે તેને ઉપદેશ આપ્યો પણ કિંઈ અસર થઈ નહીં. પછી સર્વજ્ઞસૂરિ પધાર્યા. તેમને શેઠે કહ્યું કે મારા પુત્રને ઘમેની રુચિ થાય તેમ કરો. તેથી ગુરુએ તેની વૃત્તિ જાણીને કહ્યું હે કમલ! સ્ત્રીઓ ચાર પ્રકારની હોય છે. પદ્મિની, હસ્તિની, ચિત્રણી અને શંખિની. સ્ત્રી સબંઘી વાત કરતાં કમલને તેમાં રસ પડવા લાગ્યો. તેથી ગુરુ એક માસ ત્યાં રહ્યા ત્યાં સુઘી રોજ તે આવવા લાગ્યો. સૂરિએ જતી વખતે કહ્યું કે તું કંઈક નિયમ લે. ત્યારે કમલ કહે નિયમ શેનો ? પથ્થર નહીં ખાઉં, ઇંટ ન ખાઉં તેનો નિયમ આપો. એમ કહી ગુરુની મશ્કરી કરી. ત્યારે ગુરુએ કહ્યું કે કમલ એમ કરવાથી કર્મ બંઘાય. પશુ થવું પડે કે નરકમાં જાય. અમારા સમાગમથી કંઈક તારે નિયમ લેવો જોઈએ. તે સાંભળી તે શરમાઈ ગયો અને કહ્યું : અમારી સામે એક ટાલવાળો કુંભાર રહે છે તેની ટાલ જોઈને હું જમીશ એ નિયમ આપો. સૂરિએ એવો નિયમ આપ્યો. તે નિયમનું રોજ પાલન કરે છે. એક દિવસ મોડું થવાથી જમવા બેઠો અને નિયમ યાદ આવ્યો. તેથી કુંભારને ઘેર ગયો. પણ કુંભાર માટી ખોદવા ગયો હતો તેથી તેની પાછળ ગયો. કુંભારને માટી ખોદતાં ચરુ નીકળ્યા. ત્યાં કમલ તેની ટાલ દેખવાથી બોલ્યો કે જોયું-જોયું એમ કહીને દોડવા લાગ્યો. ત્યારે કુંભારે બોલાવીને કહ્યું કે ભાઈ બૂમ માર નહીં. ભલે તું બધું લઈ લેજે. પછી ત્યાં આવીને જોયું તો ચરુ જોયા. ચરુમાંથી થોડું ઘન કુંભારને આપ્યું અને બીજું પોતે લીધું. તેના પરથી તે વિચારવા લાગ્યો કે અહો! પ્રતિજ્ઞા પાલનથી મને ચરુ મળ્યા. માટે તે મહાત્મા મળે તો હવે હું શ્રાવક ઘર્મ અંગીકાર કરું. પછી ગુરુને શોધી, તેમની પાસેથી બારવ્રત અંગીકાર કરી કલ્યાણ સાધ્યું.
જે આચાર્ય નય નિક્ષેપ કે પ્રમાણ ગ્રંથોના બળે કે સિદ્ધાંતના બળથી કે તર્કથી પરમતવાદીઓને જીતી જિનશાસનની શોભાને વધારે તે ત્રીજા વાદી પ્રભાવક કહેવાય છે. તે ઉપર દ્રષ્ટાંત –
શ્રી વૃદ્ધવાદી સૂરિનું દ્રષ્ટાંત :- વાદી પ્રભાવક. સિદ્ધસેન નામનો બ્રાહ્મણ પંડિત વિક્રમ રાજાનો ઘણો માનીતો હતો. તે મિથ્યાત્વી હોવાથી પોતાની બુદ્ધિના અતિશયપણાને લીધે આખા જગતને નૃણ સમાન માનતો. તેણે પ્રતિજ્ઞા કરી કે “મને વાદમાં જીતે તેનો હું શિષ્ય થઈ જાઉં.” વૃદ્ધવાદીની કીર્તિ સાંભળી તે સહન નહીં થવાથી સિદ્ધસેન તેમની સાથે વાદવિવાદ કરવા ચાલ્યા. રસ્તામાં તે મળી જતાં તે બોલ્યો કે મારાથી વાદ કરો. ત્યારે વૃદ્ધવાદી બોલ્યા કે બહુ સારું પણ સાક્ષી કોણ છે? સિદ્ધસેન બોલ્યાઃ આ ગોવાળ લોકો સાક્ષી છે. ગોવાળકો બોલ્યા કે સિદ્ધસેન તું જ પ્રથમ વાદ શરૂ કર. સિદ્ધસેન તર્કશાસ્ત્રની વાતો સંસ્કૃતમાં બોલવા લાગ્યો. તેથી ગોવાળીયાઓ કંઈ સમજી શક્યા નહીં. તેથી તે બોલ્યા કે એ તો ભેંસની જેમ બરાડા પાડી કાન ફોડી નાખે છે. માટે આ તો મૂર્ખ છે. તેથી હે વૃદ્ધ! તમે કાંઈક કાનને સારું લાગે એવું બોલો. તે સાંભળી વૃદ્ધવાદી સૂરિ અવસરના જાણ હોવાથી બોલ્યા કે “કોઈ પ્રાણીને મારવો નહીં, કોઈનું ઘન ચોરવું નહીં, પરસ્ત્રી પ્રત્યે નમન કરવું નહી.....” એ સાંભળી ગોવાલીયાઓ
Page #194
--------------------------------------------------------------------------
________________
૧૭૪
પ્રજ્ઞાવબોઘ-વિવેચન ભાગ-૧
બહુ આનંદ પામ્યા અને બોલ્યા કે આ સૂરિએ બ્રાહ્મણને હરાવ્યો. આ પ્રમાણે પોતાની નિંદા સાંભળી સિદ્ધસેને કહ્યું કે “હે પૂજ્ય! મને દીક્ષા આપો. ત્યારે વૃદ્ધસૂરિએ કહ્યું કે રાજસભામાં વાદ કરીશું. પછી
ત્યાં વાદ વિવાદ શરૂ થયો અને વૃદ્ધસૂરિ જીત્યા. તેથી સિદ્ધસેને વૃદ્ધસૂરિ પાસે દીક્ષા લીધી. જૈન શાસ્ત્રમાં પ્રવીણ થયા. પછી સિદ્ધસેન દિવાકર એવું તેમને બિરૂદ આપી ગુરુએ પોતાનું સૂરિપદ આપ્યું. એમ વાદવિવાદ કરીને સૂરિએ જૈનધર્મની પ્રભાવના કરી.
જે મુનિ અષ્ટાંગ નિમિત્ત જ્ઞાનવડે ભવિષ્ય ભાખી સાચા આત્મિક ઘર્મમાં મનુષ્યના મનને રોપે અર્થાત્ સ્થિર કરે તે જોષી પ્રભાવક કહેવાય છે. તે ઉપર દૃષ્ટાંત – - શ્રી ભદ્રબાહ સ્વામીનું દ્રષ્ટાંત - જ્યોતિષ પ્રભાવક. દક્ષિણ દેશમાં પ્રતિષ્ઠાનપુરને વિષે ભદ્રબાહુ અને વરાહમિહિર નામના બે પંડિત ભાઈઓએ યશોભદ્રસૂરિ પાસે દીક્ષા ગ્રહણ કરી. મોટા ભાઈ ભદ્રબાહએ અનુક્રમે ચૌદપૂર્વનો અભ્યાસ કર્યો. તેથી યોગ્ય જાણીને ગુરુએ તેમને સૂરિપદ આપ્યું. એક દિવસ વરાહમિહિરે જ્ઞાનના ગર્વથી મોટાભાઈ પાસે સૂરિપદની માગણી કરી. ત્યારે મોટાભાઈએ કહ્યું કે
હે ભાઈ! તું વિદ્વાન છો પણ અભિમાની હોવાથી તેને સૂરિપદ અપાય નહીં. એ સાંભળીને વરાહમિહિરે દીક્ષા છોડી દઈ બ્રાહ્મણનો વેષ અંગીકાર કર્યો.
લોકોમાં પોતાની પ્રસિદ્ધિ કરવા માટે તે કહેવા લાગ્યો કે સૂર્યદેવે મારા પર પ્રસન્ન થઈ તેમના વિમાનમાં બેસાડીને બધું જ્યોતિશ્ચક્ર બતાવ્યું. તે જાણીને હું કૃતાર્થ થયો છું. તે સાંભળી રાજાએ વરાહને રાજ્યપુરોહિત બનાવ્યો. વરાહ ગર્વને લીધે જૈનમુનિઓ ઉપર દ્વેષ રાખી તેમની નિંદા કરતો હતો. જેથી શ્રાવકોએ ભદ્રબાહ સ્વામીને મોટા ઉત્સવપૂર્વક નગરમાં પ્રવેશ કરાવ્યો. તે જોઈ વરાહ ખેદ પામ્યો.
થોડા દિવસ પછી રાજાને ઘેર પુત્રજન્મ થયો. તેની જન્મપત્રિકા વરાહે કરીને કહ્યું કે તે સો વર્ષના આયુષ્યવાળો થશે. પછી રાજાને ઘેર પુત્રપ્રસવનો હર્ષ દેખાડવા માટે ગામના લોકો આવ્યા. ત્યારે વરાહે રાજાને કહ્યું કે ઇર્ષાળુ ભદ્રબાહુસૂરિ તમને મળવા આવ્યા નથી. ત્યારે રાજાએ મંત્રીને ભદ્રબાહુસ્વામી પાસે મોકલ્યા. આપ કેમ રાજપુત્રના જન્મના હર્ષ માટે આવ્યા નહીં. ત્યારે સૂરિએ કહ્યું કે બે વખત આવવાનું કષ્ટ શા માટે કરવું? કેમકે સાત દિવસમાં તેનું બિલાડીથી મૃત્યુ થવાનું છે. મંત્રીએ તે વાત રાજાને જણાવી. તેથી શહેરમાની બધી બિલાડીઓને બાહર કાઢી મૂકી. પછી સાતમે દિવસે બિલાડીના આકારનો આગળો તેના ઉપર પડ્યો અને તે મરી ગયો. રાજાએ વરાહનો તિરસ્કાર કર્યો. ભદ્રબાહુસ્વામીએ નિમિત્ત જ્ઞાનવડે જાણ્યું. તેથી રાજા જૈનધર્મી થયો. એમ નિમિત્તજ્ઞાનવડે પ્રભાવના કરનાર શ્રી ભદ્રબાહુસ્વામી પ્રસિદ્ધ થયા. /૩૧ાાં
અંતર્ બાહ્ય, તપે મુનિ ઘર્મ-અતિશય લોક વિષે પ્રસરાવે દેવ સહાયથી, મંત્રબળે વળી કોઈ પ્રભાવક સંઘ બચાવે; અંજનયોગથી કોઈ પ્રભાવક ઘાર્મિક કાર્યથી ઘર્મ ગજાવે,
કાવ્ય વડે પ્રતિબોઘ કરે નૃપ આદિ મહાજનને મુનિ-ભાવે. અર્થ - અંતરંગ અને બાહ્ય અનેક પ્રકારની તપશ્ચર્યા કરીને જે મુનિ લોકમાં જૈન ઘર્મની અતિશય પ્રભાવના કરે તે પાંચમા તપસ્વી પ્રભાવક કહેવાય છે. તે ઉપર દ્રષ્ટાંત –
શ્રી કાષ્ઠમુનિનું દ્રષ્ટાંત - તપસ્વી પ્રભાવક. રાજગૃહ નગરમાં કાષ્ઠ નામે શ્રેષ્ઠી રહેતો હતો.
Page #195
--------------------------------------------------------------------------
________________
(૧૬) સમ્યગ્દર્શન
૧૭૫
'
ના,
ઘરનો ભાર પોતાની સ્ત્રીને સોંપી પૈસા કમાવવા માટે તે પરદેશ ગયો. તેની સ્ત્રી વજા કુલટા હતી. કાષ્ઠ શ્રેષ્ઠી પરદેશથી ઘેર આવ્યા ત્યારે પોતાની સ્ત્રીનું આવું ચરિત્ર સાંભળી વૈરાગ્ય પામી દીક્ષા લીધી. પછી અનેક પ્રકારની તપશ્ચર્યા કરીને જૈનધર્મનો પ્રભાવ વધાર્યો. તેથી તે તપસ્વી પ્રભાવક નામે પ્રસિદ્ધ થયા.
જે મુનિ દેવના સહાયથી કે મંત્ર, યંત્ર વગેરે વિદ્યાના બળે કરીને સંઘને સંકટમાંથી બચાવે તે છઠ્ઠા વિદ્યા પ્રભાવક ગણાય છે. તે ઉપર દ્રષ્ટાંત –
શ્રી હેમચંદ્રાચાર્યનું દ્રષ્ટાંત :-- વિદ્યા પ્રભાવક. શ્રી હેમચંદ્રાચાર્યે વિદ્યાના પ્રભાવથી કુમારપાળરાજાને દ્રઢ જૈનધર્મી બનાવ્યો.
નવરાત્રિના દિવસે દેવીના પૂજારીએ આવીને રાજાને કહ્યું કે હે મહારાજ ! કુળદેવી આગળ સાતમને દિવસે સાતસો પાડા, આઠમને દિવસે આઠસો પાડા અને નોમને દિવસે નવસો પાડાનો વઘ કરવાની કુળ પરંપરા આગળથી ચાલી આવે છે. તે પ્રમાણે નહીં કરશો તો દેવી વિઘ્ન કરશે. તે સાંભળીને રાજાએ સૂરિ પાસે જઈ બધી વાત કરી. સૂરિએ કહ્યું કે જે દિવસે જેટલા પાડા હણાય છે તેટલા પ્રાણીઓ તે દેવી પાસે ઘરીને કહેવું કે – હે દેવી! આ શરણરહિત પશુઓ તમારી પાસે મૂક્યા છે, હવે જેમ તમને યોગ્ય લાગે તેમ કરો. પછી રાજાએ સૂરિના કહેવા પ્રમાણે કર્યું. દેવીએ એકે પ્રાણીનું ભક્ષણ કર્યું નહીં. પરંતુ નવમીની રાત્રિએ હાથમાં ત્રિશૂળને ઘારણ કરી દેવીએ આવી રાજાને કહ્યું કે હે રાજા! પરંપરાથી ચાલતી આવતી રીતને તેં કેમ ભૂલવી દીધી? રાજાએ જવાબ આપ્યો કે હું જીવું ત્યાં સુધી તો એક કીડીનો પણ વઘ કરીશ નહીં. તે સાંભળી દેવીએ રાજાના માથા પર ત્રિશૂળનો પ્રહાર કર્યો. તેથી તત્કાળ કોઢનો વ્યાધિ ઉત્પન્ન થયો. રાજા મરવાને તૈયાર થયા. તે વાત ઉદયન મંત્રીએ સૂરિને કહી. તેથી સૂરિએ જળ મંત્રીને ઉદયન મંત્રીને આપ્યું. તે રાજાને છાંટવાથી તેનો દેહ પાછો સુવર્ણની કાંતિ જેવો થઈ ગયો. પ્રાતઃકાળે રાજા ગુરુના દર્શન કરવા ગયો. ત્યાં એક થાંભલે બાંધેલી દેવીને રુદન કરતી દીઠી. ત્યારે સૂરિ બોલ્યા–હે રાજા! તેની પાસેથી કંઈ માંગી લે. ત્યારે રાજાએ તે દેવી પાસે અઢાર દેશમાં જીવરક્ષા માટે કોટવાળપણું માંગ્યું. તે વાત દેવીએ સ્વીકારી. એટલે તેને આચાર્યે બંઘનથી મુક્ત કરી. વિદ્યાના પ્રભાવથી હેમચંદ્રાચાર્યે ચમત્કાર બતાવી જૈન ઘર્મની પ્રભાવના કરી જેથી કુમારપાળ રાજા દ્રઢ જૈનધર્મી થયો.
અંજન, ચૂર્ણ કે લેપ વગેરે સિદ્ધ કરેલા પ્રયોગથી કોઈ ઘાર્મિક કાર્ય કરીને જે ઘર્મને ગજાવે તે સાતમા સિદ્ધ પ્રભાવક કહેવાય છે. તે ઉપર દૃષ્ટાંત –
પાદલિપ્તસૂરિનું દ્રષ્ટાંત - સિદ્ધ પ્રભાવક. પાદલિપ્તસૂરિ વિહાર કરતા અન્યદા ખેટકપુર નગરમાં આવ્યા. ત્યાં પાદલેપ વિદ્યાના બળે કરી પ્રતિદિન પાંચ તીથએ જઈ વંદના કરીને પછી ભોજન કરતા હતા. એકદા સૂરિ ઢંકપુરે આવ્યા. નાગાર્જુન નામનો યોગી પાદલેપ વિદ્યા શીખવા માટે સૂરિ પાસે આવી શ્રાવક થઈને રહ્યો. રોજ સૂરિના ચરણને વંદન કરવાથી ઔષથીઓને ઓળખી લીધી. તેથી તે સર્વ ઔષથીઓને પાણીમાં મેળવી પોતાના પગે લેપ કરી આકાશમાં ઊડવા લાગ્યો. પણ થોડે દૂર જઈ પાછો પડી જાય. તેથી તેના શરીરે ચાઠા પડી ગયા. તે જોઈ સૂરિએ તેને કહ્યું કે શરીરે ક્ષત શાના છે. યોગીએ સત્યવાત કહી. તેથી સૂરિએ રંજિત થઈ તેને વિદ્યા શીખવાડી કે સર્વ ઔષધિઓને ચોખાના ઓસામણમાં એકત્ર કરી પછી લેપ કરવો. તેથી તેને તે વિદ્યા સિદ્ધ થઈ. પછી તે યોગી પણ દ્રઢ શ્રાવક બની ગયો.
એકવાર નાગાર્જુને ઘણા દ્રવ્યનો વ્યય કરી સુવર્ણસિદ્ધિ નિપજાવી. પછી ગુરુનો ઉપકાર વાળવા માટે એક રસકુપી ભરીને ગુરુ પાસે મોકલી. તે જોઈ ગુરુએ શિષ્યને કહ્યું કે અમે તૃણ અને સુવર્ણને સરખું
Page #196
--------------------------------------------------------------------------
________________
૧૭૬
પ્રજ્ઞાવબોઘ-વિવેચન ભાગ-૧
ગણીએ છીએ. અને તે કુપીમાં પોતાનું મૂત્ર ભરીને તે યોગીના શિષ્યને આપ્યું. તે લઈ શિષ્ય નાગાર્જુનને આપ્યું. તેથી તેણે ક્રોઘ પામી તે કુપીને પત્થર ઉપર પછાડી કે તે આખો પત્થર સોનાનો બની ગયો. તે જોઈ યોગીએ વિચાર્યું કે સૂરિના શરીરમાં કેવી કેવી સિદ્ધિઓ પ્રગટેલી છે. મેં સુવર્ણસિદ્ધિ માટે ખોટી મહેનત કરી. એમ વિચારી નાગાર્જુન કલ્પવૃક્ષ સમાન ગુરુની સેવા તથા વંદન કરવામાં તત્પર થયો.
લેપ વગેરે અનેક સિદ્ધિઓ વડે જૈનશાસનની અનેક પ્રકારે પ્રભાવના કરી આચાર્ય સ્વર્ગે પધાર્યા.
જે મુનિ અભુત ભાવથી યુક્ત કાવ્ય રચીને રાજા આદિ મહાજનોને પ્રતિબોધ પમાડે તે કવિ પ્રભાવક નામના આઠમા પ્રભાવક ગણવામાં આવેલ છે. તે ઉપર દ્રષ્ટાંત
માનતુંગસૂરિનું દ્રષ્ટાંત - કવિ પ્રભાવક, ઘારાનગરીમાં બાણ અને મયૂરી નામના બે પંડિતો રહેતા હતા. બાણ, મયૂરનો સાળો હતો. બહેનના શ્રાપથી બાણ કુષ્ટી રોગવાળો થયો હતો. બન્ને પંડિતો રાજસભામાં એકઠા થયા. ત્યારે મયૂરે પોતાના સાળા બાણને કુષ્ટી કહીને બોલાવ્યો. તેથી તેણે મોટો ખાડો કરી તેમાં અંગારા ભર્યા. પછી ઉપર શીકું બાંધી તેની અંદર બેઠો. પછી સૂર્યની સ્તુતિ કરતાં દોરી કાપતાં છઠ્ઠી શ્લોકે છઠ્ઠી દોર કપાતાં અંગારામાં નહીં પડતાં સૂર્ય દેવે પ્રત્યક્ષ થઈ તેના દેહને વ્યાધિરહિત સુવર્ણમય કરી દીધો. તેથી બાણે મયૂરને કહ્યું કે હે ક્ષુદ્ર પક્ષી! ગરુડની પાસે કાળા કાગડાની જેમ મારી પાસે તારી શી શક્તિ છે? જો હોય તો મારી જેમ પ્રત્યક્ષ દેખાડ. ત્યારે મયૂરે પણ પોતાના હાથ પગ કાપી નાખ્યા. પછી ચંડીદેવીની સ્તુતિ કરતા તેના હાથપગ સાજા થઈ ગયા અને શરીર વજમય બની ગયું. તે જોઈ રાજાએ આશ્ચર્ય પામી મયૂરને ઘણું માન આપ્યું. તે જોઈ જૈનધર્મના દ્વેષી બ્રાહ્મણોએ રાજાને કહ્યું કે “જો જૈનોમાં પણ કોઈ આવો પ્રભાવશાળી હોય તો જ આ દેશમાં જૈનોને રહેવા દેવા; નહિં તો તે સર્વને દેશ બહાર કાઢી મૂકવા જોઈએ.” આવું વચન માનતુંગ આચાર્યના સાંભળવામાં આવ્યું. તેથી જૈન શાસનનો પ્રભાવ બતાવવાની ઇચ્છા કરી. રાજસભામાં આવ્યા. રાજા પાસે પોતાના શરીર પર ચૂમ્માલીશ બેડીઓ નખાવી અને ઓરડાની અંદર ઓરડો એવા ચૂમ્માલીશ ઓરડામાં પોતે બેઠા. બધા ઓરડાઓને પણ તાળા લગાડી દીઘા. પછી માનતુંગ સૂરિએ ભક્તામર સ્તોત્ર રચ્યું. એક એક ગાથા બોલતાં જાય તેમ તેમ શરીર ઉપરની એક એક બેડી તૂટતી જાય અને એક એક ઓરડાનું તાળું પણ તૂટતું જાય. એમ બધા તાળા તૂટી ગયા. એટલે સૂરિ મહારાજ સભામાં આવી પહોંચ્યા. એમ ઉત્તમ કાવ્ય રચીને સૂરિએ જૈનશાસનનો મોટો પ્રભાવ પ્રગટ કરી સર્વને આશ્ચર્ય ચકિત કર્યા. ૩રા
પંચ ભૂષણ ભૂષણ પંચ સુદર્શનનાં વિધિ-કુશળતા, વળ તીરથ-સેવા, દેવ-ગુરુ પ્રતિ પૂજનભક્તિ, સુદર્શન-ભાવ ચળે નહિ તેવા; પંચમ ભૂષણ ઘર્મ-પ્રભાવ અનેક પ્રકારથી લોક વખાણે;
તેમ સુવર્તન, દાન, દયા, તપ, જ્ઞાન ઘરે નિજ શક્તિ પ્રમાણે. અર્થ :- હવે ભૂષણ એટલે જે સમકિતનું ઘરેણું છે. તેના પાંચ પ્રકાર છે.
તેમાં વિવિઘ કુશળતા એટલે છ આવશ્યકાદિક ક્રિયાઓ કરવામાં જે કુશળ હોય તે સમકિતનું પહેલું ભૂષણ છે. (૧) પ્રતિક્રમણ, (૨) પચ્ચખાણ, (૩) સામાયિક, (૪) સ્તવન એટલે ભગવાનના ગુણગાન, (૫) વંદન એટલે ભગવાનના દર્શન તથા (૬) કાયોત્સર્ગ. એ છ આવશ્યક ક્રિયાઓ ગણાય છે. તે ઉપર દ્રષ્ટાંત –
Page #197
--------------------------------------------------------------------------
________________
(૧૬) સમ્યગ્દર્શન
૧૭૭.
આવશ્યક ક્રિયાઓમાં કુશળતા-આવશ્યકાદિક ક્રિયાઓને વિષે જેની કુશળતા હોય તે સમકિતનું પહેલું ભૂષણ કહેવાય છે. તેનું ભવ્ય પ્રાણીએ આચરણ કરવું. તે સંબંધમાં ઉદાયી રાજાનું દ્રષ્ટાંત નીચે પ્રમાણે છે :
ઉદાયી રાજાનું દ્રષ્ટાંત :- રાજગૃહ નગરમાં કોણિક રાજાની રાણી પદ્માવતીએ પુત્રને જન્મ આપ્યો તેનું નામ ઉદાયી પાડવામાં આવ્યું. જ્યારથી ઉદાયી રાજા બની પાટલીપુરમાં આવ્યો ત્યારથી તેના પ્રતાપરૂપી સૂર્યના ઉદયને નહીં સહન કરતા એવા શત્રુ રાજાઓ ઘુવડની જેમ અંઘ થઈ ગયા.
ઉદાયી રાજાએ પ્રતિદિન દાન, યુદ્ધ અને ઘર્મનો ઘણો વિસ્તાર કર્યો. જૈનઘર્મની પૃથ્વી પર સર્વત્ર પ્રભાવના કરી, સદ્ગુરુ પાસે બારવ્રત અંગીકાર કર્યા. તેનું સમકિત અત્યંત દ્રઢ હતું. મહિનામાં ચાર દિવસ ઉપવાસ કરી, દેવગુરુને વંદન કરી, છ આવશ્યકાદિ ક્રિયાઓ કરી, પૌષધ ગ્રહણ કરીને આત્માને પવિત્ર કરતો હતો. તેણે અંતઃપુરમાં જ પૌષધશાળા કરાવી હતી. તેમાં રાત્રીને સમયે વિશ્રાંતિ લઈ સાઘુની જેમ સંથારો કરતો હતો. આ પ્રમાણે તે જૈનધર્મની સર્વ ક્રિયાઓમાં અત્યંત કુશળ હતો. એ જ એમનું ભૂષણ એટલે આભૂષણ હતું.
બીજાં ભૂષણ તીર્થસેવા છે. જેથી તરાય તે તીર્થ છે. સંસારભાવથી વિરક્ત છે એવા સત્પરુષો તો જંગમ એટલે હાલતાં ચાલતાં તીર્થરૂપ છે. અને મહાપુરુષોએ સ્પર્શેલ ભૂમિઓ તે સ્થાવર તીર્થ છે. એવા તીર્થોની સેવા કરવી તે સમકિતનું બીજાં ભૂષણ છે. તે ઉપર દ્રષ્ટાંત –
જેથી તરાય તે તીર્થ છે. જ્યાં સત્સંગ કે સત્પરુષનો જોગ થાય એવા સતુતીર્થની સેવા મોટો ગુણ ઉત્પન્ન કરે છે. પુરુષો જંગમ તીર્થરૂપ છે. પણ અપ્રશસ્તતીર્થની સેવા કાંઈપણ ગુણનું કારણ થતી નથી. તે જણાવવા નીચે પ્રમાણે દ્રષ્ટાંત છે –
ગૌતમી શ્રાવિકાનું દ્રષ્ટાંત - તુંબડીને તીર્થસ્નાન છતાં કડવાશ ગઈ નહીં. વિષ્ણુ સ્થળ નગરમાં ગૌતમી નામે એક સાર્થવાહની સ્ત્રી પરમ શ્રાવિકા હતી. તેને ગોવિંદ નામે પુત્ર હતો. તે મિથ્યાત્વી હતો. માતાએ તેને જૈનધર્મ પમાડવા માટે ઘણો સમજાવ્યો પણ તે માન્યો નહીં. ગોવિંદ લૌકિકતીર્થની યાત્રા કરવા નીકળ્યો. તેને પ્રતિબોઘ કરવા માટે માતાએ એક કડવી તુંબડી આપીને કહ્યું કે ગંગા વગેરેમાં તું સ્નાન કરે ત્યારે એને પણ સ્નાન કરાવજે. એ વાત માન્ય કરી તે યાત્રાએ ગયો. પોતે ગંગા વગેરેમાં સ્નાન કરી મુંડન વગેરે કરાવીને પાછો ઘેર આવ્યો. માતાના હાથમાં તે તુંબડી આપી. માતાએ તેનું શાક બનાવ્યું. ગોવિંદ જમતી વખતે શાક ચાખતાં તે કડવું લાગવાથી કહે કે માતા તુંબડીનું શાક તો બહું કડવું છે. ત્યારે માતાએ કહ્યું - તુંબડીને ગંગા વગેરે તીર્થોમાં સ્નાન કરાવ્યું તો પછી તેમાં કડવાશ શેની? ગોવિંદ કહે જળમાં સ્નાન કરાવવા માત્રથી કંઈ અંદરની કડવાશ જાય નહીં. ત્યારે માતાએ કહ્યું : તેમ હિંસા, અસત્ય, ચોરી, મૈથુન વગેરેથી લાગેલા પાપોના સમૂહ તે કંઈ જળમાં સ્નાન કરવા માત્રથી જાય નહીં. તે સાંભળી ગોવિંદ માતા સાથે સમ્મત થઈ ગુરુ પાસે ગયો અને બારવ્રત અંગીકાર કર્યા અને પ્રાંતે શત્રુંજય તીર્થ પર સિદ્ધિ સુખને પામ્યો. સતુદેવ ગુરુ પ્રત્યે સાચી અંતરંગ ભક્તિ ઉપજવી તે સમકિતીનું ત્રીજાં પૂજન ભક્તિ નામનું ભૂષણ છે. તે ઉપર દૃષ્ટાંત –
જીરણશેઠનુ વૃષ્ટાંત - અંતરંગ પૂજન ભક્તિભાવનું ફળ. વિશાળ નગરીના ઉદ્યાનમાં મહાવીર ભગવાન ચાતુર્માસી તપ કરીને પ્રતિમા ઘારણ કરી રહ્યા હતા. તે નગરનો રહેવાસી જીર્ણ
Page #198
--------------------------------------------------------------------------
________________
૧૭૮
પ્રજ્ઞાવબોઘ-વિવેચન ભાગ-૧
શ્રેષ્ઠીએ પ્રભુને જોઈ વિજ્ઞપ્તિ કરી કે હે પ્રભુ! આજે પારણા માટે મારે ઘેર પધારવા કૃપા કરજો.” એમ કરતા ચાર મહિના સુધી રોજ ભગવાનને વિનંતી કરતો હતો. આજે વિચાર્યું કે ચોમાસું પુરું થવાથી જરૂર ભગવાન મારે ઘેર પારણા માટે પધારશે. એમ ભાવના કરતાં મોતીનો થાળ લઈ ભગવાનને વઘાવવા માટે ઘરના દ્વાર પાસે ઉભા છે. ભાવના કરે છે કે પ્રભુ પધારશે. પ્રભુને વઘાવીને પારણું કરાવીશ વગેરે અનેક પ્રકારની ભાવના ભાવતા હતા. પછી બાકી રહેલું અન્ન હું ખાઈશ. ઇત્યાદિ મનોરથની શ્રેણિપર આરૂઢ થઈ તેમણે બારમા દેવલોકને યોગ્ય પુણ્ય ઉપાર્જન કર્યું. પણ પૂરણશેઠને ત્યાં ભગવાનનું પારણ થવાથી દેવ-દુંદુભીના નાદથી વિચારવા લાગ્યા કે મને ધિક્કાર છે કે ભગવાનનું પારણું મારે ત્યાં થયું નહીં. એમ વિચારતાં તેમના ધ્યાનમાં ભંગ પડ્યો. નહીં તો એ વિચારની ઘારામાં ને ઘારામાં શ્રેણી માંડીને કેવળજ્ઞાન પ્રાપ્ત કરત. એમ પ્રભુની ભક્તિવડે કેવળજ્ઞાન સુધી પહોંચી શકાય છે.
જેના સુદર્શન એટલે સઘર્મમાં દ્રઢતાના ભાવ-શ્રદ્ધા, તે દેવના ઉપસર્ગવડે પણ ચલાયમાન નહીં થાય તે સુદર્શન-ભાવ અથવા ધૈર્ય નામનું સમકિતીનું ચોથું ભૂષણ છે. તેના ઉપર દ્રષ્ટાંત
સતી સુલસાનું દ્રષ્ટાંત - વીતરાગ દર્શનમાં અચળ સ્થિરતા. એકદા ચંપાનગરીમાં શ્રી મહાવીરસ્વામીને નમી અંબડ નામનો પરિવ્રાજક જે જૈનધર્મને પામ્યો હતો તે રાજગૃહી નગરી તરફ જવાનો હતો. તે વખતે શ્રી મહાવીર સ્વામીએ તેને કહ્યું કે - “તમે રાજગૃહી નગરીમાં સુલસા શ્રાવિકા રહે છે તેને અમારો ઘર્મલાભ કહેજો.” તે પ્રભુનું વાક્ય અંગીકાર કરી અંબડ શ્રાવકે રાજગૃહી નગરીએ આવી વિચાર કર્યો કે ભગવાને સુલતાને ઘર્મલાભ કહેવડાવ્યો છે તો તેની ઘર્મમાં કેવી દ્રઢતા છે તેની પરીક્ષા કરું. એમ વિચારી પારિવ્રાજકે જુદી જુદી દિશાઓમાં ત્રણ દિવસ બ્રહ્મા, વિષ્ણુ, મહેશના જુદા જુદા રૂપ વિક્ર્યા. તેથી ગામના બઘા લોકો તેના દર્શન કરવા ગયા. સુલતાને લોકોએ કહ્યું કે વંદન માટે ચાલો. તો પણ વીતરાગ ઘર્મમાં સ્થિરતાવાળી એવી સુલસા વંદન કરવા ગઈ નહીં. તેથી ચોથે દિવસે તેણે ઉત્તર દિશા તરફ સમવસરણમાં બિરાજેલ તીર્થકરનું રૂપ વિકુવ્યું. તો પણ તુલસા વંદન કરવા ગઈ નહીં. ત્યારે અંબડે તેને બોલાવવા માણસ મોકલ્યો અને કહેવડાવ્યું કે પચ્ચીસમા તીર્થંકર પધાર્યા છે તો વંદન કરવા કેમ જતા નથી. ત્યારે સુલતાએ કહ્યું કે ભાઈ! તે જિનેશ્વર નથી પણ કોઈ વિદ્યાઘારી પાખંડી લોકોને છેતરે છે. એવી રીતે સુલસા ચલિત થઈ નહીં. પછી અંબડ, શ્રાવકનું રૂપ લઈ સુલતાને ઘેર આવ્યો ત્યારે તેનું આદર કર્યું. તેણે સુલતાને કહ્યું કે ભગવાને તમને ઘર્મલાભ કહેવડાવ્યો છે. તે સાંભળીને હર્ષિત થયેલી સુલસાએ ઊભા થઈ ભગવાનની દિશામાં સ્તુતિ કરી. એવી દ્રઢતા ઘર્મમાં જોઈએ; તો સમ્યક્દર્શન નિર્મળ રહે છે.
અનેક પ્રકારથી લોકો ઘર્મના વખાણ કરે એવાં ઘર્મના વિવિઘ કાર્યો કરી જૈનશાસનની ઉન્નતિ કરે તે ઘર્મપ્રભાવના નામનું સમકિતીનું પાંચમું ભૂષણ છે.
જેમકે સુવર્તન એટલે સદાચારપૂર્વક વર્તી પોતાની શક્તિ પ્રમાણે દાન, દયા, તપ અને જ્ઞાનને ઘારણ કરી જૈન ઘર્મની શોભાને વધારે છે. તે ઉપર દ્રષ્ટાંત –
દેવપાલનું દૃષ્ટાંત - ઉત્તમ કાર્યો વડે ઘર્મની પ્રભાવના. ઘર્મના અનેક કાર્યો કરવા વડે નિરંતર જૈનશાસનની ઉન્નતિ કરવી, તે પ્રભાવના નામનું સમકિતનું ભૂષણ જાણવું.
અચલપુર નગરમાં જિનદત્ત નામે એક શ્રેષ્ઠી રહેતો હતો. તેને ત્યાં દેવપાળ નામનો ચાકર હતો. તે વનમાં ગાયોને ચરાવવા જાય. એક દિવસ વર્ષાઋતુમાં નદીના કાંઠા ઉપર આદિનાથ ભગવાનની મૂર્તિના
Page #199
--------------------------------------------------------------------------
________________
(૧૬) સમ્યગ્દર્શન
તેને દર્શન થયા. તેથી દેવપાળે ઘાસની ઝૂંપડી બનાવી તેમાં તે મૂર્તિને સ્થાપના કરીને પુષ્પવડે તેની પૂજા કરી અને નિયમ કર્યો કે હું આપનાં દર્શન-પૂજા કર્યા વગર ભોજન કરીશ નહીં. વરસાદના કારણે સાત દિવસ સુધી દર્શન કરવા જવાયું નહીં, તેથી સાત ઉપવાસ થયા. પછી આઠમે દિવસે પાણીનું પૂર ઊતર્યું એટલે દર્શન કરવા ગયો. ભગવાનની મૂર્તિ આગળ સિંહ બેઠો હતો છતાં તેનાથી ડર્યા વિના ભગવાન પાસે જઈ દર્શન કરીને સ્તુતિ કરી કહ્યું કે હે ભગવાન! આપના દર્શન વિના મારા સાતેય દિવસો વૃથા ગયા. તેના સત્વથી દેવ પ્રસન્ન થઈને બોલ્યો કે - માગ તારે જે જોઈએ તે માગ. દેવપાળ કહે મારે ભગવાનની ભક્તિ સિવાય કાંઈ જોઈતું નથી. છતાં દેવે તુષ્ટમાન થઈ તેને રાજ્ય આપ્યું. તેથી ભગવાનનું મોટું મંદિર બનાવી તેમાં ભગવાનની પ્રતિમાને સ્થાપિત કરી પછી ત્રણે કાળ ભગવાનની પૂજા ભક્તિ કરતાં તીર્થકર નામકર્મ ઉપાર્જન કર્યું. અને ઘર્મના અનેક કાર્યો કરી જૈનધર્મની પ્રભાવના કરીને અંતે દીક્ષા લઈ સ્વર્ગને પામ્યો. [૩૩મા
પાંચ લક્ષણ લક્ષણ પાંચ સુદર્શનનાં શમ, મોક્ષરુચિ, ભવખેદ, દયા ને
નિઃસ્પૃહીં સંતની વાણી વિષે મન-તલ્લીનતા ગણ “આસ્તિકતા એ. અર્થ - હવે સમ્યગ્દર્શનના પાંચ લક્ષણ જણાવે છે. જે સમ્યવ્રુષ્ટિ જીવને હોય છે. તેમાં પહેલું શમ એટલે જેના ક્રોધાદિ કષાયો ઉપશમેલા હોય. તે ઉપર દ્રષ્ટાંત –
કુગડું મુનિનું દ્રષ્ટાંત – કષાયોનું શમન. જે મોટો અપકાર કરનાર ઉપર પણ સમભાવ રાખીને ક્રોધાદિકને શાંત કરે. તેનામાં શમ નામનું પહેલું લક્ષણ છે. તેનાથી સમકિત ઓળખાય છે.
કુરગડું મુનિ તિર્યંચ ગતિમાંથી આવ્યા હોવાથી તપશ્ચર્યા થતી નહોતી. તેથી ગુરુએ કહ્યું કે હે વત્સ! તું ક્ષમાનો જ આશ્રય કર. તેમ કરવાથી તે સર્વે તપનું ફળ પામીશ. બીજા ચાર તપસ્વીઓ હતા. તે કુરગડું મુનિને નિત્યભોજી કહીને તેની નિંદા કરતા. એક દિવસે દેવીએ કુરગડું મુનિને વંદન કર્યા અને કહ્યું કે આજથી સાતમે દિવસે એક મુનિને કેવળજ્ઞાન થશે. સાતમે દિવસે કુરગુડું મુનિએ ખીચડીનો શુદ્ધ આહાર લાવી ગુરુ અને તપસ્વીઓને બતાવ્યો. ત્યારે ક્રોઘથી તપસ્વીઓએ તેમાં કફનો બળખો નાખ્યો. તો પણ મનમાં તેને ઘી માની સમભાવથી પોતાના નિત્ય ભોજન કરવાની મનમાં નિંદા કરતાં અને ખીચડી મથતા મથતા શ્રેણી માંડીને કેવળજ્ઞાન પામ્યા. એમ કષાયને શમાવી સારા ખોટામાં સમભાવ રાખવો એ સમકિતનું પહેલું લક્ષણ છે.
બીજાં મોક્ષરુચિ એટલે જેને મોક્ષ પ્રાપ્ત કરવાની જ રુચિ હોય. તે ઉપર દ્રષ્ટાંત –
અનાથીમુનિનું દ્રષ્ટાંત - માત્ર મોક્ષ અભિલાષ. અનાથી કુમારને આંખની વેદના ઉત્પન્ન થઈ. માતાપિતાએ અનેક પ્રકારની દવા કરાવી તો પણ વેદના ઘટી નહીં. તેથી અનાથી કુમારે એક દિવસ એમ વિચાર્યું કે જો હું વેદનાથી મુક્ત થાઉં તો ખંતી, દંતી અને નિરારંભી એવી પ્રવજ્યા ઘારણ કરું. એમ વિચારીને શયન કરી ગયો. તેના ઉત્તમ માત્ર મોક્ષ અભિલાષથી તે વેદના શમી ગઈ. પછી બીજે દિવસે તેણે દીક્ષા લીધી. એમ માત્ર મોક્ષ અભિલાષ થવો તે સમકિતનું સંવેગ નામનું બીજું લક્ષણ છે.
ત્રીજાં ભવ ખેદ એટલે જેને સંસાર પ્રત્યે વૈરાગ્ય હોય. તે ઉપર દ્રષ્ટાંત – હરિવહન રાજાનું દ્રષ્ટાંત -- હે જીવ! હવે ઘણી થઈ થોભ. સંસારરૂપી કારાગૃહને ત્યાગ
Page #200
--------------------------------------------------------------------------
________________ 180 પ્રજ્ઞાવબોઘ-વિવેચન ભાગ-૧ કરવાની જેની બુદ્ધિ હોય તે પુરુષ નિર્વેદવાન કહેવાય છે. ભોગવતી નગરીમાં કેવળી ભગવંત પધાર્યા. તે હરિવહન રાજાના પિતા છે. તેમને વાંદવા હરિવાહન રાજા ગયો. ત્યાં કેવળી ભગવંત દેશના આપે છે કે વિષયરૂપી માંસમાં લુબ્ધ થયેલા પ્રાણીઓ આ જગતને શાશ્વત માને છે, પરંતુ સમુદ્રના મોજાં જેવા ચપલ આયુષ્યને તે જોતા કે જાણતાં પણ નથી. ઇત્યાદિ ઘર્મદેશના સાંભળીને રાજાએ કેવળી ભગવંતને પૂછ્યું કે હે ભગવંત! મારું આયુષ્ય કેટલું બાકી છે? કેવળીએ કહ્યું કે નવપ્રહર માત્ર. તે સાંભળીને સંસારને કારાગૃહ સમાન માની હે જીવ હવે ઘણી થઈ થોભ એમ વિચારી રાજાએ દીક્ષા લઈ એકત્વ ભાવનાવડે શુભધ્યાન ધ્યાતાં મૃત્યુ પામીને સર્વાર્થસિદ્ધિ વિમાનમાં દેવપણે ઉત્પન્ન થયા. ચોથું દયા એટલે જેને જગતના સર્વ જીવો પ્રત્યે દયાભાવરૂપ અનુકંપાબુદ્ધિ હોય. તે ઉપર દ્રષ્ટાંત– ચાર રાણીઓનું દ્રષ્ટાંત - સર્વ જીવો પ્રત્યે સ્વાત્મતુલ્ય બુદ્ધિ કર્તવ્ય. વસંતપુરમાં અરિદમન નામે રાજા હતો. તે એક દિવસ પોતાની ચાર રાણીઓ સાથે ગોખમાં બેઠો હતો. તે વખતે એક ચોરને વથસ્થાન પર લઈ જવાતો જોઈ મોટી રાણીએ રાજાને કહ્યું કે એક દિવસ એને મુક્ત કરી મને સોંપો. પછી રાણીએ તેને સુખી કરવા એક હજાર રૂપિયાનો ખર્ચ તેની પાછળ કર્યો. બીજી રાણીઓએ પણ વિશેષ વિશેષ ખર્ચ કરીને તેને સુખી કરવા માટે પ્રયત્ન કર્યા. ચોથી રાણીએ તે ચોરને કહ્યું કે તું હવે ચોરી ન કરે તો તને ફાંસીમાંથી મુક્તિ કરાવી દઉં. ચોરે કહ્યું કે હવે હું કદી ચોરી નહીં કરું. તેથી રાણીએ તેને ચોરી નહીં કરવાનો નિયમ આપ્યો. પછી રાણીએ અનુકંપા કરી રાજાને કહીને તેને ફાંસીમાંથી મુક્ત કરાવ્યો. એટલું જ નહીં, પણ ચોરીનો ત્યાગ કરાવવાથી તેનો પરભવ પણ સુથાય. બીજી રાણીઓએ કહ્યું કે છેલ્લી રાણીએ એને શું સુખી કર્યો? એક પૈસાનો પણ ખર્ચ તો કર્યો નથી. એમ વિવાદ કરવા લાગી. પછી રાજાએ ચોરને જ બોલાવીને પૂછ્યું કે તને વઘારે સુખી કઈ રાણીએ કર્યો. ત્યારે તે કહે કે મહારાજ આપની છેલ્લી રાણીએ મને વિશેષ સુખી કર્યો છે. બીજી રાણીઓએ તો સુંદર ભોજન સ્નાન વગેરે કરાવવા છતાં પણ મારા મનમાં તો એમ હતું કે કાલે સવારે તો મારે ફાંસીએ ચઢવાનું છે. તેથી મને કંઈ સુખ ભાસ્યું નહીં. પણ છેલ્લી રાણીએ તો મને અભયદાન આપ્યું. તેથી મારા આનંદનો પાર રહ્યો નહીં. આ પ્રમાણે સર્વ જીવોને પોતા સમાન માની અનુકંપા બુદ્ધિ રાખવી તે સમ્યક્દર્શનનું ચોથું લક્ષણ છે. તથા જેને નિઃસ્પૃહી એવા સંતપુરુષોની વાણીમાં મનની તલ્લીનતા હોય, તેને આસ્તિકતા અર્થાત્ શ્રદ્ધા કે આસ્થા લક્ષણ કહ્યું છે. તે ઉપર દૃષ્ટાંત - સદેવગુરુઘર્મમાં દ્રઢ શ્રદ્ધા. બીજા ઘર્મમતનું શ્રવણ કર્યા છતાં પણ વીતરાગ પ્રભુએ જે કહ્યું તે જ સત્ય છે એમ જે નિઃશંક પણે માને તેને આવી આસ્થા હોય છે. પદ્રશેખર રાજાનું દ્રષ્ટાંત - પૃથ્વીપુરનો પદ્મશેખર નામે રાજા, વિનયંઘર નામના આચાર્યશ્રીથી પ્રતિબોધ પામીને જૈનધર્મી થયો હતો. જૈનઘર્મ આરાધવામાં તે સદા તત્પર હતો. તે રાજસભા સમક્ષ નિરંતર લોકો પાસે ગુરુનું આ પ્રમાણે વર્ણન કરતો હતો. જે ગુરુ અન્ય જનોને ઉપદેશ વડે જાગૃત કરે, મોક્ષની ઇચ્છાવાળા જીવોને હિતકારી ઉપદેશ આપે તે સુગુરુ કહેવાય છે. એમને કોઈ વંદન કરે તો રાજી થતા નથી અને નિંદા કરે તેથી ખેદ પામતા નથી.