________________
૧૪ ૦
પ્રજ્ઞાવબોઘ-વિવેચન ભાગ-૧
લાખ કરોડ કુલોની સંખ્યા આગમમાં કહી છે. ૩૦ના
નર, નારક, દેવોનાં ચૌદ, પચ્ચીસ, છવ્વીસ
કરોડ લાખ કુળો છે ક્રમે; કુલ ગણાવીશ. ૩૧ અર્થ - નર એટલે મનુષ્ય જાતિ, નારકી એટલે નરક વાસિયોના તથા દેવલોકમાં વસનારા દેવોના ક્રમશઃ ચૌદ લાખ કરોડ, પચ્ચીસ લાખ કરોડ તથા છવ્વીસ લાખ કરોડ કુલો છે. હવે તે સર્વ કુલોની ભેગી સંખ્યા ગણાવે છે. ૩૧
એક ક્રોડ અને સાડી નવ્વાણુ લાખને ગુણે
એક ક્રોડ થતાં કુળો સર્વ આગમ દાખવે. ૩૨ અર્થ – ઉપર પ્રમાણે સર્વ સંસારી પૃથ્વીકાયિક જીવોથી લગાવીને પંચેન્દ્રિય મનુષ્ય દેવાદિ જીવો પર્યત સર્વ જીવોના કુલોની સંખ્યા આ પ્રમાણે થાય છે –એક કરોડ અને સાડા નવાણુ લાખને એક ક્રોડ સાથે ગુણતાં જે સંખ્યા આવે તેટલી સંસારી જીવોના કુલોની સંખ્યા છે. તેને એક કોડાકોડી તથા નવ્વાણું લાખ અને પચાસ હજાર કરોડ સંખ્યા કહેવામાં આવે છે. આ સર્વ વાત આગમમાં કહેલ છે. ૩રા
કાયા, કષાય, ઇન્દ્રિય, ગતિ, યોગાદિ કારણે,
મૂળાચાર', વિષે ભેદો અનેક વિધિએ ગણે. ૩૩ અર્થ :- ઉપર પ્રમાણે સંસારી જીવોના એવા ચૌદ સ્થાનો છે કે જેમાં કોઈ પણ સંસારી જીવને શોઘવાથી તે મળી આવે છે. તે કાયા, કષાય, ઇન્દ્રિય, ગતિ, યોગ, વેદ, જ્ઞાન, સંયમ, દર્શન, વેશ્યા, ભવ્ય, સમ્યકત્વ, સંજ્ઞી અને આહાર એ ચૌદ માર્ગણાઓ છે. એ વડે જીવોના અનેક ભેદો વિધિપૂર્વક “મૂળાચાર' ગ્રંથમાં વર્ણવવામાં આવેલ છે. તેમજ “સહજ સુખસાઘન' ગ્રંથમાં પણ આપેલ છે. ત્યાંથી સંક્ષેપમાં અત્રે આપીએ છીએ.
ચૌદ માર્ગણાઓ :- આ ચૌદ માર્ગણાઓ એક સાથે દરેક પ્રાણીમાં મળી આવે છે. એ ચૌદ માર્ગણાઓ અને તેના ભેદો નીચે પ્રમાણે છે :(૧) કાય છ:- પૃથ્વીકાય, જલકાય, અગ્નિકાય, વાયુકાય, વનસ્પતિકાય અને ત્રસકાય. (૨) કષાય ચાર :- ક્રોધ, માન, માયા, લોભ. (૩) ઇન્દ્રિય પાંચ :- સ્પર્શન, રસના, ધ્રાણ, ચક્ષુ, શ્રેત્ર. (૪) ગતિ ચાર:- નરક, તિર્યંચ, મનુષ્ય, દેવ. (૫) યોગ ત્રણ - મન, વચન, કાયા. (૬) વેદ ત્રણ - સ્ત્રીવેદ, પુરુષવેદ, નપુંસક વેદ. (૭) જ્ઞાન આઠ - મતિ, શ્રત, અવધિ, મન:પર્યવ, કેવલ અને કુમતિ, કુશ્રુત, કુઅવધિ. (૮) સંયમ સાત :- સામાયિક, છેદોપસ્થાપન, પરિહાર વિશુદ્ધિ, સૂક્ષ્મસાપરાય, યથાખ્યાત, દેશસંયમ અને અસંયમ. (૯) દર્શન ચાર :- ચક્ષુ, અચકું, અવધિ અને કેવલ. (૧૦) લેશ્યા છ :- કૃષ્ણ, નીલ, કપોત, પીત, પા અને શુક્લ.