SearchBrowseAboutContactDonate
Page Preview
Page 169
Loading...
Download File
Download File
Page Text
________________ (૧૫) ત્રણ આત્મા ૧૪૯ અર્થ - જ્યાં સુધી મંડપ હોય ત્યાં સુધી વેલ વઘીવથીને પથરાય છે. તેમજ જ્યાં સુધી શેયપદાર્થો વિશ્વમાં છે ત્યાં સુધી ભગવાનનું કેવળજ્ઞાન પહોંચે છે. કેવળજ્ઞાનમાં સર્વ જાણવાની શક્તિ ઊભરાય છે પણ વિશેષ શેય પદાર્થો જ ન મળે તો ત્યાં જ્ઞાન અટકી જાય છે, અર્થાત્ એવા અનંત વિશ્વ હોય તો પણ જાણવાની શક્તિ કેવળજ્ઞાનમાં રહેલી છે. ર૮. જ્ઞાનસ્વરૃપ જે મુનિગણના મનમાં વસે, દેહદારીના દેહે દેહાતીત જો, દિવ્ય દેહરૂપ ત્રિભુવનગુરુ જો ઉલ્લસે, નિજ મનમાં ગણ મુક્તિ તણી એ રીત જો. જય૦ ૨૯ અર્થ - કેવળજ્ઞાનનું સ્વરૂપ પ્રગટાવવાનો ભાવ મુનિગણના મનમાં સદા વસે છે. તે કેવળજ્ઞાન પણ દેહધારી એવા સાકાર પરમાત્માના દેહે દેહાતીત એટલે દેહથી જાદું રહેલ છે. એવા કેવળજ્ઞાનરૂપ દિવ્ય દેહને ઘારણ કરનાર ત્રિભુવનગુરુ પ્રત્યે જો મનમાં સાચો પ્રેમભાવ સદા ઉલ્લસતો રહે તો એને જ તું મુક્તિ પામવાની સાચી રીત જાણજે. કેમકે ભક્તિ વિના કોઈની મુક્તિ થતી નથી. રા. વિષયસુખમાં અંઘ બનેલા જીવને દિવ્ય યોગ મુક્તિદાયક દુષ્માપ્ય જો; શિવ સ્વરૂપે કેવળ શાંત મુનિ બને, જય પામો તે શિવસુખ જેને પ્રાપ્ય જો. જય૦ ૩૦ અર્થ - પાંચ ઇન્દ્રિયોના વિષયોમાં અંધ બનેલા જીવને મુક્તિદાયક એવો પ્રભુનો દિવ્યયોગ પ્રાપ્ત થવો દુષ્કર છે. શિવ એટલે મોક્ષસ્વરૂપને તો વિષયકષાયથી કેવળ શાંત બનેલા એવા મુનિઓ જ પામી શકે છે. એવું શિવસુખ જેને પ્રાપ્ત છે એવા ભગવંતો જગતમાં સદા જયવંત વર્તા. ૩૦ પરમ પુરુષ તો મુક્તિ મૂર્તિમાન છે, બોઘરૂપી હાથે કરતા ઉદ્ધાર જો; ભવ-સમુદ્ર ભવ્ય ડૂબે બેભાન જે, તેને તારે યોજી હિત-ઉપચાર જો. જય૦ ૩૧ અર્થ :- “મૂર્તિમાન મોક્ષ તે સત્પરુષ છે.” તે બોઘરૂપી હાથ વડે કરીને જીવોનો ઉદ્ધાર કરે છે. સંસારસમુદ્રમાં ભવ્યાત્માઓ સ્વસ્વરૂપના બેભાનપણાથી ડૂબી રહ્યાં છે. તે જીવોને અનેક પ્રકારના હિત ઉપચારોની યોજના કરીને જે તારે છે. પૂર્વે થઈ ગયેલા મોટા પુરુષનું ચિંતન કલ્યાણકારક છે; તથાપિ સ્વરૂપસ્થિતિનું કારણ હોઈ શકતું નથી; કારણ કે જીવે શું કરવું તે તેવા સ્મરણથી નથી સમજાતું. પ્રત્યક્ષ જોગે વગેરે સમજાવ્યું પણ સ્વરૂપસ્થિતિ થવી સંભવિત માનીએ છીએ, અને તેથી એમ નિશ્ચય થાય છે કે તે જોગનું અને તે પ્રત્યક્ષ ચિંતનનું ફળ મોક્ષ હોય છે. કારણ કે મૂર્તિમાન મોક્ષ તે સપુરુષ છે.” (વ.પૃ.૨૮૭) ૩૧ાા પરમાત્માની વચનવિલાસે અતિ સ્તુતિ કરનારા વિદ્વાનો થોકે થોક જો; બ્રહ્માનંદ-સુથા સાગરના સ્નાનથી ભવ-સંતાપ તજે, હા! વિરલા કોક જો. જય૦ ૩ર અર્થ - જગતમાં પરમાત્માની વચનવિલાસે અનેક પ્રકારથી સ્તુતિ કરનારા વિદ્વાનો થોકે થોક છે, અર્થાત્ ભગવાનની વચનદ્વારા સ્તુતિ કરનારા તો જગતમાં અનેક છે. પણ બ્રહ્માનંદના અમૃતને અનુભવનારા એવા સત્પરુષોના વચનામૃતરૂપ અમૃતસાગરમાં સ્નાન કરીને સર્વકાળને માટે સંસારના ત્રિવિશે તાપને શમાવનારા તો હા! આ જગતમાં કોઈક વિરલા જ છે. આવા ત્રિવિધ તાપને શમાવવામાં પ્રબળ નિમિત્તકારણરૂપ પરમકૃપાળુ શ્રીમદ્ સગુરુ રાજચંદ્ર પ્રભુનો જગતમાં સદા જય જયકાર હો. ||૩૨ાા
SR No.009273
Book TitlePragnav Bodh Part 01 - Pages From 001 to 200
Original Sutra AuthorN/A
AuthorBramhachari, Paras Jain
PublisherShrimad Rajchandra Ashram
Publication Year
Total Pages200
LanguageGujarati
ClassificationBook_Gujarati & Rajchandra
File Size97 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy