SearchBrowseAboutContactDonate
Page Preview
Page 78
Loading...
Download File
Download File
Page Text
________________ (૮) પ્રમાદના સ્વરૂપનો વિશેષ વિચાર ૬ ૧ અર્થાત્ આ વાતને કદી ભૂલશો નહીં. ચૌદપૂર્વઘારી ભાનુદત્ત મુનિ પણ નિદ્રા અને પ્રમાદને વશ થવાથી ચૌદપૂર્વને ભૂલી જઈ યાવત્ નિગોદમાં પડ્યા છે. માટે સદા જાગ્રત રહી પ્રમાદને દૂર કરવો. આવા આયુષ્યદોરી તૂટી તે તૂટી જો, તે સાંઘવાની ન જગે બૅટી કો, તેથી મળેલી તક ના જવા દે, શાણા ગુમાવે પળ ના પ્રમાદે. ૪ અર્થ :- આયુષ્યરૂપી દોરી જો એકવાર તૂટી ગઈ તો તેને સાંઘવાની આ જગતમાં કોઈ જડીબુટ્ટી નથી; અર્થાત્ રત્નચિંતામણિ જેવો આ મનુષ્યદેહ હાથમાંથી ચાલ્યો ગયો તો તે ફરી મળનાર નથી. તેથી શાણા એટલે વિચારવાન સમજુ પુરુષો તો આવી મળેલી તકને વ્યર્થ જવા દેતા નથી. તેઓ આવા ઉત્તમ અવસરની એક પળ પણ પ્રમાદમાં વ્યર્થ વહી જવા ન દેતાં તેનો પૂરો સદુપયોગ કરે છે. શ્રી યશોવિજયજી મહારાજ આ વિષે જણાવે છે કે – “અવસર પામી આળસ કરશે, તે મૂરખમાં પહેલોજી; ભૂખ્યાને જેમ ઘેબર દેતાં, હાથ ન માંડે ઘેલોજી. સેવો ભવિયાં વિમલ જિણેસર, દુલહા સજ્જન-સંગાજી.” નિત્યક્રમ (પૃ.૧૩૮) વળી શ્રીમદ્ રાજચંદ્ર ગ્રંથમાં જણાવે છે કે – “દુર્લભ યોગ જીવને પ્રાપ્ત થયો તો પછી થોડોક પ્રમાદ છોડી દેવામાં જીવે મૂંઝાવા જેવું અથવા નિરાશ થવા જેવું કંઈ જ નથી.” (વ.પૃ.૬૧૯) I૪ કાળ ખરે પાન પીળા બનીને, જીવિત તેવું જનનું ગણી લે; તેથી મળેલી તક ના જવા દે, શાણા ગુમાવે પળ ના પ્રમાદે. ૫ અર્થ - કાળ પાયે ઝાડના પાન પીળા બનીને ખરી પડે છે તેમ મનુષ્યોનું જીવન પણ તેવું જ જાણો. આયુષ્યકર્મ પૂરું થયે આ મનુષ્ય પર્યાયનો પણ અવશ્ય નાશ થશે. કાળ વ્યતીત થતાં ઝાડના સૂકા પાંદડા સફેદ થઈને ખરી પડે છે. તેવું જ મનુષ્યનું જીવન છે. તેથી હે ગૌતમ! સમય માત્રનો પણ પ્રમાદ ન કર.” -‘ઉત્તરાધ્યયન સૂત્ર' દ્રુમપત્રક અધ્યયન (પૃ.૭૦) તેથી આત્મકલ્યાણ સાધવાની મળેલી આ તકને જવા ન દેવી. શાણા પુરુષો તો એક પળનો પણ પ્રમાદ કરતા નથી. “અતિ વિચક્ષણ પુરુષો સંસારની સર્વોપાથિ ત્યાગીને અહોરાત્ર ઘર્મમાં સાવઘાન થાય છે. પળનો પણ પ્રમાદ કરતા નથી. વિચક્ષણ પુરુષો અહોરાત્રના થોડા ભાગને પણ નિરંતર ઘર્મકર્તવ્યમાં ગાળે છે, અને અવસરે અવસરે ઘર્મકર્તવ્ય કરતા રહે છે. પણ મૂઢ પુરુષો નિદ્રા, આહાર, મોજશોખ અને વિકથા તેમજ રંગરાગમાં આયુ વ્યતીત કરી નાખે છે. એનું પરિણામ તેઓ અઘોગતિરૂપ પામે છે.”(વ.પૃ.૯૪) પા! ટીપું ટકે કેટલી વાર ઘાસે? વાથી ખરી જાય, સુકાઈ જાશે; તેવું જ વિઘોથી ઑવિત તૂટે, માટે મુમુક્ષુ ખૂબ લાભ લૂંટે. ૬ અર્થ - ઘાસ ઉપર પડેલ ઝાકળનું ટીપું કેટલી વાર ટકશે? વા આવ્યે કાં તો ખરી જશે અથવા તડકાથી સુકાઈ જશે. તેવી રીતે અનેક પ્રકારના વિધ્રોથી આ જીવિતનો નાશ થાય છે. જેમકે પાણીમાં ડૂબી મરવાથી, અગ્નિમાં બળી જવાથી, ઝેરથી કે અસાધ્ય રોગથી અથવા અણચિંતવ્યો અકસ્માત વગેરેથી આ આયુષ્ય પૂર્ણ થઈ જાય છે. તેથી અવસરનો જાણ એવો મુમુક્ષુ પોતાના આત્માનું કલ્યાણ
SR No.009273
Book TitlePragnav Bodh Part 01 - Pages From 001 to 200
Original Sutra AuthorN/A
AuthorBramhachari, Paras Jain
PublisherShrimad Rajchandra Ashram
Publication Year
Total Pages200
LanguageGujarati
ClassificationBook_Gujarati & Rajchandra
File Size97 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy