SearchBrowseAboutContactDonate
Page Preview
Page 61
Loading...
Download File
Download File
Page Text
________________ (૬) મૈત્રી આદિ ચાર ભાવના ૪૫ = અર્થ :— જેના દિલમાં સદા દયાનો વાસ છે તેના હૃદયને દ્વેષરૂપી નાગ ડસતો નથી. બીજાનું આર્ત એટલે દુઃખ દેખી જેનું દિલ દુભાય છે તે ખરા પરોપકારવાન છે. તેના હૃદયમાં સર્વે જીવો પ્રત્યે મૈત્રીભાવનું પવિત્ર ઝરણું વહ્યા કરે છે. ।૧૬।। જીવનતણા સટોસટે અન્યદુઃખ જો મટે, પ્રેમપંથ-પાવકે કો ઝંપલાય જાણ તે. મૈત્રી૦૧૭ અર્થ :— જેના હૃદયમાં કરુણાભાવ ભરેલ છે તે પોતાના જીવનતણા સોસટે કહેતા જાવન નિર્વાહની ભીડમાં પણ જો અન્યનું દુઃખ નાશ પામતું હોય તો પ્રેમપંથ પાવકે અર્થાત્ પરજીવો પ્રત્યેની પ્રેમમાર્ગરૂપી અગ્નિમાં પોતાને ઝંપલાવી દે છે, અર્થાત્ બીજાનું ભલું કરવા તત્પર થાય છે. તે જ સાચું પરહિત ક૨ના૨ જાણવા. ।।૧૭। દુઃખસ્સુખ ના ગણે, સ્વદે મિટ્ટી શો ભાગે, સર્વ સુખી થાય તેમ કરે કૃપાવાન જે. મૈત્રી૰૧૮ અર્થ :— જે કૃપાવાન પુરુષો છે તે પોતાના દુઃખ સુખને ગણતા નથી. પોતાના દેહને માટી જેવો માને છે, બીજા સર્વ જીવો સુખી કેમ થાય, એ જેનો લક્ષ છે, જગતનાજીવો પ્રત્યે આવો મૈત્રીભાવ ધરાવનાર પુરુષો ખરેખર મહાન છે. ।।૧૮।। કરુણા—કોઈપણ જીવને જન્મમરણથી મુક્ત થવાનું કરવું.’ -શ્રીમદ્ રાજચંદ્ર (વ.પૃ.૨૦૧) (૪) ઉપેક્ષા ભાવના શી રીતે સુખી થવાય? દુઃખ દૂર કેમ થાય? એ વિકલ્પ જો શમાય તો ઉપેક્ષાવાન એ. મૈત્રી૰૧૯ અર્થ :— સંસારમાં શી રીતે સુખી થવાય? અથવા સર્વ દુઃખ કેમ દૂર થાય? એવા વિકલ્પ જેના = સમાઈ ગયા, તે ઉપેક્ષાવાન છે અર્થાત્ તે મધ્યસ્થ ભાવનાના ઘારક છે. ૧૯ના ‘ઉપેક્ષા એટલે નિસ્પૃહ ભાવે જગતમાં પ્રતિબંધને વિસારી આત્મતિમાં આવવું.’ શ્રીમદ્ રાજચંદ્ર સહનશીલતા સઘાય, નિર્વિકાર ચિત્ત થાય, પ્રિય કે અપ્રિય કાંઈ નથી ક્ષમાવાનને. મૈત્રી ૨૦ = અર્થ – જેનામાં સહનશીલતા સધાયેલી છે, જેનું ચિત્ત નિર્વિકાર થયેલું છે. જેને પ્રિય કે અપ્રિય કાંઈ નથી તે જ ખરો ક્ષમાવાન છે. IIરા જ કોઈ કરે સ્તુતિ અતિ વા વગોવે મુઢમતિ, તોય ચિત્ત ના ચલે સુષ્ટિ શમવાન તે. મૈત્રી ૨૧ અર્થ :— જેની કોઈ અતિ સ્તુતિ એટલે અત્યંત પ્રશંસા કરે અથવા કોઈ મુઢમતિ તેના વગોવણા કરે તોય જેનું ચિત્ત ચલાયમાન થાય નહીં તે જ સુદૃષ્ટિ એટલે સમ્યષ્ટિ એવો શમવાન પુરુષ છે અર્થાત્ જેના કષાયો શમાઈ ગયા છે. ।।૨૧।। હર્ષ શોક કેમ થાય? કામ-ક્રોધ બળી જાય, મટે માન, લોભ, માયા સમભાવવાનને. મૈત્રી૦૨૨
SR No.009273
Book TitlePragnav Bodh Part 01 - Pages From 001 to 200
Original Sutra AuthorN/A
AuthorBramhachari, Paras Jain
PublisherShrimad Rajchandra Ashram
Publication Year
Total Pages200
LanguageGujarati
ClassificationBook_Gujarati & Rajchandra
File Size97 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy