________________
(૭) સન્શાસ્ત્રનો ઉપકાર
૫ ૯
સન્શાસ્ત્રોને વિચારવાનો સુયોગ નિશદિન સાથે,
તેનું ચિત્ત ન ચાહે ચપળા, ભાવ-મોક્ષ આરાશે. -અહોહો ૪૯ અર્થ - સન્શાસ્ત્રોને વિચારવાનો નિશદિન જે સુયોગ સાથે છે અર્થાત્ જે હંમેશાં નિયમિત સન્શાસ્ત્રોનું ચિંતન મનન કરે છે, તેનું ચિત્ત ચપળા એટલે ચંચળ સ્ત્રી અથવા લક્ષ્મીમાં આસક્ત થતું નથી. તે ભવ્ય પ્રાણી પ્રતિદિન ભાવથી મોક્ષની આરાધના કરે છે. I૪૯ાા
જ્ઞાન-સમુદ્રે નિર્ભય વિચરો, સન્શાસ્ત્રો છે વહાણો;
યુક્તિ શુક્તિ સમજી સંગ્રહી લ્યો, વિરતિ મૌક્તિક આણો. –અહોહો ૫૦ અર્થ:- હે ભવ્યો! જ્ઞાનરૂપી સમુદ્રમાં નિર્ભયપણે વિહાર કરો. એમાં બીજા સમુદ્રની જેમ ડૂબવાનો ભય નથી. કારણ જેમાં વિહાર કરવા માટે સન્શાસ્ત્રોરૂપી વહાણો છે. શાસ્ત્રરૂપી વહાણોમાં બેસી મોક્ષ પ્રાપ્ત કરવાની યુક્તિરૂપી શક્તિ એટલે છીપોને સમજી તેનો સંગ્રહ કરો. અને તેમાંથી વિરતિરૂપી મૌક્તિક અર્થાત્ સાચા ત્યાગરૂપ મોતીઓને ગ્રહણ કરો. કેમકે “જ્ઞાનસ્ય ફળ વિરતિ' છે અર્થાત્ જ્ઞાનનું ફળ વિરતિ એટલે ત્યાગ છે. માટે સમ્યકજ્ઞાન મેળવી જીવનમાં સાચો અંતરત્યાગ પ્રગટાવી શાશ્વત સુખ શાંતિરૂપ મોક્ષને પામો. ૫૦ના
અલોક-લોકને કેવળ જ્ઞાને જાણી કહીં જે વાણી,
સન્શાસ્ત્રોમાં તે ગૂંથાણી, અનંત નયની ખાણી.-અહોહો ૫૧ અર્થ :- લોકાલોકને કેવળજ્ઞાન વડે જાણીને ભગવંતે “અનંત અનંત ભાવ ભેદથી ભરેલી ભલી એવી વાણીને ઉપદેશી છે. તે સન્શાસ્ત્રોમાં “અનંત અનંત નય નિક્ષેપે વ્યાખ્યાની છે” અર્થાત તે વાણી અનંતનની ખાણરૂપ હોવાથી સન્શાસ્ત્રોમાં ગૂંથાયેલી છે. આપના
જિનવાણી સૌને ઉપકારી મોહશત્રુને મારે,
મોક્ષમાર્ગમાં નિશદિન પ્રેરે, ભવથી પાર ઉતારે. અહોહો પર અર્થ - જિનવાણી જગતના સર્વ જીવોને ઉપકાર કરનાર તેથી “સકલ જગત હિતકારિણી' છે. વળી મોહ શત્રુને મારનાર હોવાથી ‘હારિણી મોહ” છે તથા ભવસમુદ્રથી પાર ઉતારનાર હોવાથી ‘તારિણી ભવાબ્ધિ છે. તેમજ મોક્ષમાર્ગમાં નિશદિન પ્રેરનારી હોવાથી “મોક્ષ ચારિણી છે તથા પરમસત્યનો ઉપદેશ કરનારી હોવાથી પ્રમાણી” છે.
અહોહો! આશ્ચર્યકારી એવી જિનવાણીરૂપ પરમકૃતનો ઉપકાર તો જગતના જીવો ઉપર અત્યંત છે કે જે ભવ્યાત્માને ભવસાગરમાં બૂડતા ઘરી રાખવામાં પરમ આધારરૂપ છે. //પરાા.
સન્શાસ્ત્રો આપણા પરમ ઉપકારી હોવા છતાં પણ જીવ પ્રમાદવશ તેનો લાભ લઈ શકતો નથી. માટે પ્રમાદના સ્વરૂપનો વિશેષ વિચાર આગળના પાઠમાં કરવામાં આવે છે તે નીચે પ્રમાણે છે :
“પ્રમાદ = પ્ર એટલે પ્રકૃષ્ટપણે, મદ એટલે ચૂકી જવું. આત્માનો લક્ષ ચૂકીને બીજા કામમાં પ્રવર્તવું તે પ્રમાદ છે.” ઓ. ભા.૧ (પૃ.૧૧૬) ઘર્મની અનાદરતા, ઉન્માદ, આળસ, કષાય એ સઘળા પ્રમાદના લક્ષણ છે.” (વ.પૃ.૯૪).