________________
પ્રજ્ઞાવબોધ-વિવેચન ભાગ-૧
તે ‘ધર્મકથાનુયોગ.’ (વ.પૃ.૭૫૫) ‘‘ઉપર જણાવેલ ચાર અનુયોગનું તથા તેના સૂક્ષ્મ ભાવોનું જે સ્વરૂપ, તે જીવે વારંવાર વિચારવા યોગ્ય છે, જાણવા યોગ્ય છે. તે પરિણામે નિર્જરાનો હેતુ થાય છે, વા નિર્જરા થાય છે. ચિત્તની સ્થિરતા કરવા માટે સઘળું કહેવામાં આવ્યું છે; કારણ કે એ સૂક્ષ્મમાં સૂક્ષ્મ સ્વરૂપ જીવે જો કાંઈ જાણ્યું હોય તો તેને વાસ્તે વારંવાર વિચાર કરવાનું બને છે; અને તેવા વિચારથી જીવની બાહ્યવૃત્તિ નહીં થતાં અંદરની અંદર વિચારતાં સુઘી સમાયેલી રહે છે.'' વ્યાખ્યાનસાર - ૧ (વ.પૃ.૭૫૬) ૧૪૪૫ કષાય ટળે પ્રથમાનુયોગે, પ્રમાદ ચરણે ટાળો,
જડ જેવું મન જગાડવા, કરુણાનુયોગ વાળો. અહોહો૦૪૫
૫૮
અર્થ :– પ્રથમાનુયોગ એટલે ધર્મકથાનુયોગ વડે જીવના કષાયભાવોને ટાળી શકાય છે. મહાન શત્રુ એવા પ્રમાદને ટાળવા ચરણાનુયોગ હિતકારી છે. જડ જેવા થયેલા મનને જગાડવા માટે કરણાનુયોગ કલ્યાણકારી છે. ૫૪૫૫૫
આત્માદિ તત્ત્વોનો નિર્ણય હો દ્રવ્યાનુયોગે,
ચિત્ત નિઃશંક હશે તો ફળશે યત્નો મોક્ષ-પ્રયોગે. –અહોહો૦ ૪૬
અર્થ :– આત્મા છે, તે નિત્ય છે વગેરે તત્ત્વોનો નિર્ણય ક૨વા માટે દ્રવ્યાનુયોગ પરમ ઉપકારી છે.
જીવ અજીવાદિ તત્ત્વોના નિર્ણયમાં ચિત્ત નિઃશંક હશે તો જ મોક્ષ માટે કરેલા પ્રયત્નો ફળીભૂત થશે; નહિં તો નહિં થાય. “મન જો શંકાશીલ થઈ ગયું હોય તો ‘દ્રવ્યાનુયોગ’ વિચારવો યોગ્ય છે; પ્રમાદી થઈ ગયું હોય તો ‘ચરણકરણાનુયોગ' વિચારવો યોગ્ય છે; અને કષાયી થઈ ગયું હોય તો ‘ધર્મકથાનુયોગ’ વિચારવો યોગ્ય છે; જડ થઈ ગયું હોય તો ‘ગણિતાનુયોગ' વિચારવો યોગ્ય છે.’” (વ.પૃ.૧૬૫) II૪૬ના જિન-આગમ છે કલ્પતરું સમ, જ્યાં જીવાદિ પદાર્થો,
,,
ફળ-ફૂલ સમ શ્રુત-સ્કંધ નમાવે અ-એકાંતિક અર્થો. “અહોહો૦૪૭
અર્થ :– જિન આગમ છે તે કલ્પવૃક્ષ સમાન છે. જેમાં જીવ, અજીવ, આસ્રવ, સંવર, બંધ, મોક્ષ નિર્જરા, પાપ, પુણ્ય વગેરે તત્ત્વોનું વર્ણન, ફળ, ફૂલ, સમાન બનીને તે શ્રુતસ્કંધરૂપી કલ્પવૃક્ષને નમાવે છે. અર્થાત્ ઉપરોક્ત તત્ત્વોનું વર્ણન જેમાં ભરપૂર ભરેલું છે તે તત્ત્વોના અર્થો અનેકાંતિક રીતે એટલે સ્યાદ્વાદની રીતે કરવામાં આવેલાં છે. સ્યાદ્વાદ એ વીતરાગ દર્શનનો પ્રાણ છે કે જેથી અનંત ગુણ ઘર્માત્મક વસ્તુનું વાસ્તવિક સ્વરૂપ યથાર્થ રીતે જાણી શકાય છે. ૪૭।। વચનપર્ણથી પૂર્ણ છવાયું અનેક નયશાખાઓ,
સભ્યતિરૂપ મૂળ પ્રબળ, મનમર્કટ ત્યાં જ ૨માવો. “અહોહો૦૪૮
-
અર્થ :— તે શ્રુત સ્કંધોરૂપી વૃક્ષ વચનપર્ણથી એટલે ઉત્તમ વચનોરૂપી પાંદડાઓથી પૂર્ણ છવાયેલ છે. જેની અનેક નયશાખાઓ છે, અર્થાત્ અનેક નય, નિક્ષેપ, પ્રમાણથી જેનું વર્ણન કરવામાં આવેલું છે.
તે જિન આગમરૂપ કલ્પવૃક્ષનું મૂળ પ્રબળ છે; અર્થાત્ જે પૂર્વાપર અવિરોધ છે. કેમકે તેનું મૂળ સમ્યક્મતિરૂપ છે, અર્થાત્ સંપૂર્ણ સમ્યક્મતિ જેને પ્રાપ્ત થઈ છે એવા કેવળી ભગવાન દ્વારા ઉપદિષ્ટ તે વચનામૃતો છે. માટે તમારા મર્કટ એટલે વાંદરા જેવા અત્યંત ચપળ મનને તે ભગવંતના ઉત્તમ વચનામૃતોમાં જ નિશંકપણે ૨માવો કે જેથી તે પણ સ્થિર થાય. અહોહો! શ્રુતનો પરમ ઉપકાર છે કે જે અનાદિ એવા ચપળ મનને પણ સ્થિર કરી દે. માટે તે ભવિજનોને પરમ આધારરૂપ છે. ૫૪૮