SearchBrowseAboutContactDonate
Page Preview
Page 74
Loading...
Download File
Download File
Page Text
________________ (૭) સન્શાસ્ત્રનો ઉપકાર ૫ ૭ “પરમ શાંત કૃતના વિચારમાં ઇન્દ્રિયનિગ્રહપૂર્વક આત્મપ્રવૃત્તિ રાખવામાં સ્વરૂપસ્થિરતા અપૂર્વપણે પ્રગટે છે.” (વ.પૃ.૬૪૦) //૪૧| ઉપશમ સ્વફૅપ જિનાગમનું, ઉપદેશક ઉપશમવંતા, ઉપશમ અર્થે ઉપદેશ્યાં, ઉપશમ આત્માર્થ ગÍતા. અહોહો૦૪૨ અર્થ - જિન આગમ છે તે ઉપશમ સ્વરૂપ છે, અર્થાતુ કષાયનું ઉપશમન કરાવનાર છે. એ જિન આગમના ઉપદેશક પુરુષો પણ ઉપશમવંત છે, અર્થાત્ જેના કષાયો સંપૂર્ણ શાંત થઈ ગયા છે. તે પુરુષોએ બીજા જીવોના કષાયો પણ ઉપશમ પામે તે અર્થે આ ગ્રંથોમાં ઉપદેશ આપ્યો છે. કેમકે કષાયભાવોને ઉપશમાવવા એને જ જ્ઞાની પુરુષોએ આત્માર્થ ગણ્યો છે. જિનાગમ છે તે ઉપશમસ્વરૂપ છે. ઉપશમસ્વરૂપ એવા પુરુષોએ ઉપશમને અર્થે તે પ્રરૂપ્યાં છે. ઉપદેશ્યાં છે. તે ઉપશમ આત્માર્થે છે, અન્ય કોઈ પ્રયોજન અર્થે નથી.” (વ.પૃ.૩૩૧) //૪રા આત્માર્થે જો ના આરાધ્યાં વાચન-શ્રવણ નકામું, આર્જેવિકા, કીર્તિ, મદ માટે સાધે બંઘન સામું. અહોહો ૪૩ અર્થ - આત્માના કલ્યાણ અર્થે જિન આગમનું આરાઘન કરવામાં ન આવ્યું તો તે ગ્રંથોનું વાંચન શ્રવણ નકામું છે. આજિવિકા અર્થે કે કીર્તિ એટલે માન મેળવવા માટે અથવા તે શાસ્ત્રોનો અભ્યાસ કરી મદ એટલે અહંકાર વધારવામાં તેનો ગેરઉપયોગ કર્યો તો તે શાસ્ત્રો તેને સામા કર્મબંઘ કરાવનાર થશે અર્થાત્ તે શાસ્ત્રો તેને શસ્ત્રરૂપ થઈ પરિણમશે. “આત્માર્થમાં જો તેનું આરાઘન કરવામાં ન આવ્યું, તો તે જિનાગમનું શ્રવણ, વાંચન નિષ્ફળરૂપ છે; એ વાર્તા અમને તો નિઃસંદેહ યથાર્થ લાગે છે.” (વ.પૃ.૩૩૧) ૪૩. ચાર વેદ સમ જિન-આગમ પણ ચાર ભેદફૅપ જાણો, ચરણ, કરણ ને દ્રવ્ય, પ્રથમ-એ અનુયોગો ઉર આણો. અહોહો ૪૪ અર્થ :- વેદાંત ઘર્મમાં જેમ ઋગવેદ, યજુર્વવેદ, અથર્વવેદ અને સામવેદ એમ ચાર વેદ પ્રચલિત છે. તેમ જૈન ઘર્મમાં પણ જિન આગમના ચાર ભેદ છે. તે ચરણાનુયોગ, કરણાનુયોગ, દ્રવ્યાનુયોગ અને પ્રથમાનુયોગ છે. તેનો ભાવ હૃદયમાં સમજવા પ્રયત્ન કરો. કેમકે આશ્ચર્યકારક એવું પોતાનું સ્વરૂપ તે આ સદ્ભુત વડે જીવને પ્રાપ્ત થાય છે. ઉપદેશના ચાર મુખ્ય પ્રકાર છે : (૧) દ્રવ્યાનુયોગ. (૨) ચરણાનુયોગ. (૩) ગણિતાનુયોગ. (૪) ઘર્મકથાનુયોગ.” (૧) લોકને વિષે રહેલાં દ્રવ્યો, તેનાં સ્વરૂપ, તેના ગુણ, થર્મ, હેતુ, અહેતુ, પર્યાયાદિ અનંત અનંત પ્રકારે છે, તેનું જેમાં વર્ણન છે તે “દ્રવ્યાનુયોગ.” (૨) આ દ્રવ્યાનુયોગનું સ્વરૂપ સમજાયા પછી કેમ ચાલવું તે સંબંઘીનું વર્ણન તે “ચરણાનુયોગ.” (૩) દ્રવ્યાનુયોગ તથા ચરણાનુયોગથી તેની ગણતરીનું પ્રમાણ, તથા લોકને વિષે રહેલા પદાર્થ, ભાવો, ક્ષેત્ર, કાળાદિની ગણતરીના પ્રમાણની જે વાત તે “ગણિતાનુયોગ.” (૪) સપુરુષોનાં ઘર્મચરિત્રની કથાઓ કે જેનો ઘડો લઈ જીવને પડતાં અવલંબનકારી થઈ પરિણમે
SR No.009273
Book TitlePragnav Bodh Part 01 - Pages From 001 to 200
Original Sutra AuthorN/A
AuthorBramhachari, Paras Jain
PublisherShrimad Rajchandra Ashram
Publication Year
Total Pages200
LanguageGujarati
ClassificationBook_Gujarati & Rajchandra
File Size97 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy