SearchBrowseAboutContactDonate
Page Preview
Page 87
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રજ્ઞાવબોઘ-વિવેચન ભાગ-૧ હવે ભવ્યોને ધ્યાનમાં રાખવા યોગ્ય વાત જણાવે છે – અર્થ :- સંસારમાં જો લગાર માત્ર વૃત્તિ રહી ગઈ તો તીવ્ર મુમુક્ષતા જે સારરૂપ છે તેને પામી શકશો નહીં. “આ લોકની અલ્પ પણ સુખેચ્છા” એ ઘણું કરીને તીવ્ર મુમુક્ષતાની ઉત્પત્તિ થયા પહેલાં હોય છે. તે હોવાનાં કારણો નિઃશંકપણે તે “સત્” છે એવું દ્રઢ થયું નથી, અથવા તે “પરમાનંદરૂપ” જ છે એમ પણ નિશ્ચય નથી. અથવા તો મુમુક્ષતામાં પણ કેટલોક આનંદ અનુભવાય છે, તેને લીધે બાહ્યશાતાનાં કારણો પણ કેટલીક વાર પ્રિય લાગે છે (!) અને તેથી આ લોકની અલ્પ પણ સુખેચ્છા રહ્યા કરે છે, જેથી જીવની યોગ્યતા રોકાઈ જાય છે.” (વ.પૃ.૨૮૯) માટે સર્વ પરભાવને મૂકી મનને સ્વભાવમાં રાખો કેમકે સ્વભાવમાં રહેવું, વિભાવથી મૂકાવું' એ જ મુખ્ય તો સમજવાનું છે. (વ.પૃ.૬૯૫) વળી પ્રમાદથી થતો ગુણપ્રાપ્તિનો ગર્વ પણ મૂકી દેવો કારણ કે – “ચૌદપૂર્વઘારી અગિયારમેથી પાછો પડે છે તેનું કારણ પ્રમાદ છે. પ્રમાદના કારણથી તે એમ જાણે કે “હવે મને ગુણ પ્રગટ્યો.” આવા અભિમાનથી પહેલે ગુણસ્થાનકે જઈ પડે છે; અને અનંત કાળનું ભ્રમણ કરવું પડે છે. માટે જીવે અવશ્ય જાગ્રત રહેવું; કારણ કે વૃત્તિઓનું પ્રાબલ્ય એવું છે કે તે દરેક પ્રકારે છેતરે છે.” (વ.પૃ.૬૮૯) //૪૪l ઉન્માદ ને આળસ છોડ, જોડો આજ્ઞા વિષે ચંચળ ચિત્ત-ઘોડો; જો વ્યર્થ કાર્ય પળ એક ખોશો હારી જશો, હા! ભવ સર્વ, રોશો. ૪૫ અર્થ - હે ભવ્યો! ઉન્માદ એટલે ઘર્મ પ્રત્યેની અત્યંત બેદરકારી, મોહનું ગાંડપણ અને આળસ એટલે વિશેષ ઊંઘ લેવાનું મૂકી દઈ આ મનરૂપી ચંચળ ઘોડાને સપુરુષની આજ્ઞામાં જોડો. કેમકે– “MID થી નાગાઈ તો !' “આજ્ઞાનું આરાઘન એ જ ઘર્મ અને આજ્ઞાનું આરાઘન એ જ તપ.” (આચારાંગ સૂત્ર) (વ.પૃ.૨૬૦) જો આત્મા સિવાય વિષય, કષાય, વિકથા, નિદ્રા અને સ્નેહ આદિ વ્યર્થ કાર્યો કરવામાં એક પળનો પણ દુરુપયોગ કરશો તો હા! આશ્ચર્ય છે કે તમે સર્વ આ અમૂલ્ય મનુષ્યભવને હારી જશો અને પરિણામમાં અંતે રડવા જેવો વખત આવશે. ૪પા થો લક્ષ ઓછો કરવા પ્રમાદ તો માર્ગવિચાર ટકે સુસાધ્ય, વિચારથી માર્ગ વિષે સ્થિતિ છે, એવા પ્રયત્ન સ્મૃતિ ના ચેંકીજે, ૪૬ અર્થ :- પ્રમાદને ઓછો કરવા લક્ષ આપો કેમ કે–“ઓછો પ્રમાદ થવાનો ઉપયોગ એ જીવને માર્ગના વિચારમાં સ્થિતિ કરાવે છે, અને વિચાર માર્ગમાં સ્થિતિ કરાવે છે, એ વાત ફરી ફરી વિચારી, તે પ્રયત્ન ત્યાં વિયોગે પણ કોઈ પ્રકારે કરવું ઘટે છે. એ વાત ભૂલવા જોગ્ય નથી.” (વ.પૃ.૩૬૧) જીવમાં પ્રમાદ વિશેષ છે, માટે આત્માર્થના કાર્યમાં જીવે નિયમિત થઈને પણ તે પ્રમાદ ટાળવો જોઈએ, અવશ્ય ટાળવો જોઈએ.” (વ.પૃ.૫૬૩) “કંઈક વાંચવું, કંઈક વિચારવું અને કંઈક ગોખવું. પ્રમાદમાં વખત ન જાય તે સાચવવું.” ઓ.ભા.૧ (પૃ.૨૨૩) જીવને નવરો રાખવો નથી. કંઈક કંઈક કામ સોંપવું. “જીવને પ્રમાદમાં અનાદિથી પતિ છે.” પ્રમાદ સારો લાગે છે, મીઠો લાગે છે. ઊભો હોય તો બેસવાનું મન થાય. પ્રમાદમાં રતિ છે તે કાઢવાની છે.” બો.ભા.૧ (પૃ.૨૨૩) જો પ્રમાદ ઓછો થશે તો મોક્ષમાર્ગના વિચાર સુસાધ્ય એટલે સમ્યક્ પ્રકારે ટકી શકશે. વિચાર વડે જ મોક્ષમાર્ગમાં સ્થિર રહી શકાય છે. કલિયુગ છે માટે ક્ષણવાર પણ વસ્તુ વિચાર વિના ન રહેવું.” -શ્રીમદ્ રાજચંદ્ર
SR No.009273
Book TitlePragnav Bodh Part 01 - Pages From 001 to 200
Original Sutra AuthorN/A
AuthorBramhachari, Paras Jain
PublisherShrimad Rajchandra Ashram
Publication Year
Total Pages200
LanguageGujarati
ClassificationBook_Gujarati & Rajchandra
File Size97 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy