SearchBrowseAboutContactDonate
Page Preview
Page 86
Loading...
Download File
Download File
Page Text
________________ (૮) પ્રમાદના સ્વરૂપનો વિશેષ વિચાર ૬ ૯ લાગ આવવાનો નથી. માટે ગમે તેમ કરીને પણ આ ભવમાં તો જરૂર આત્માનું ઓળખાણ કરી લેવાનું છે. અનંતકાળ આમ ને આમ પ્રમાદમાં ગયો. પણ હવે તે દોષ ટાળી, આત્માને શાંતિ પ્રાપ્ત થાય તેવો યોગ આવ્યો છે તો તે વખત ઊંઘ આદિ લૂંટારા બહુ લૂંટી ન જાય તો જિંદગી સુખે લાંબી લાગશે. દોષ થયા પછી પણ પશ્ચાત્તાપ જીવને થાય તો ફરી તેવો પ્રસંગ આવતાં પહેલેથી ચેતવાનું બને. માટે જીવને દોષ કરતા અટકાવવા ઠપકો પણ આપતા રહેવું કે આમ ને આમ વર્તીને તારે કઈ ગતિમાં જવું છે? ઝાડ થઈને ઊંધ્યા જ કરવું છે? કે વાગોળની પેઠે લટકી જ રહેવું છે? જો હલકી પ્રવૃત્તિમાં પડી રહીશ તો પછી ઢોર-પશુના ભવમાં પરોણાના માર ખાવા પડશે, આરો ઘોંચાશે કે આડાં બરડે પડશે ત્યારે શું કરીશ? માટે સમજીને અત્યારે ઘર્મનું આરાધન કરી લે કે જેથી પછી અધોગતિમાં જવું જ ન પડે અને મોક્ષમાર્ગ આરાધી શકાય તેવો ભવ ફરી મળે. આમ વારંવાર જીવને જાગૃતિ આપતા રહેવું ઘટે છેજી.” બો. ભાગ-૩ (પૃ.૨૯૨) I/૩૯ અજ્ઞાન ને સંશય ટાળવાથી, ઘર્મ સદા આદર ઘારવાથી, ના રાગ કે દ્વેષ વશે વસ્યાથી, સ્મૃતિ-ભુલાવાથી દૂર ખસ્યાથી. ૪૦ હવે પ્રમાદને કેમ તજવો તેનો ઉપાય દર્શાવે છે – અર્થ :- અનાદિકાળથી ચાલ્યું આવતું અજ્ઞાન એટલે મિથ્યાત્વ તેને ટાળવાથી તથા સંશય એટલે ભગવાનનાં વચનોમાં થતી શંકાઓને દૂર કરવાથી, ઘર્મક્રિયામાં સદા આદરભાવ રાખવાથી, રાગ કે દ્વેષને વશ ન વર્તવાથી, આત્માનો ભુલાવો મટી જઈ તેની સ્મૃતિ રાખવાથી પ્રમાદનો નાશ થાય છે. ૪૦ના ને સાવઘાની ત્રણ યોગ કેરી વિનાશ વિપર્યયનો કર્યાથી એ આઠ રીતે તજતાં પ્રમાદ, જ્ઞાની ગણે જાગૃતિ અપ્રમાદ. ૪૧ અર્થ - વળી મન વચન કાયાના યોગ શામાં પ્રવર્તે છે તેની સાવધાની રાખવાથી, તથા વિપર્યય એટલે દેહમાં આત્મબુદ્ધિ વગેરે સમજણમાં વિપરીતતા છે તેને ટાળવાથી પ્રમાદનો નાશ થાય છે. ઉપરોક્ત આઠ રીતે જે પ્રમાદને તજે છે તેને જ્ઞાની પુરુષો આત્મજાગૃત્તિ ગણે છે અથવા અપ્રમાદદશા માને છે. IT૪૧ના ઇન્દ્રિયના વિષય પાંચ ઘાર, ને ક્રોથ, માયા, મદ, લોભ ચાર, સ્ત્રી-રાજ-આહાર-બૅમિ કથાઓ, નિદ્રા-પ્રીતિ–પંદર એ પ્રમાદો. ૪૨ અર્થ :- હવે પ્રમાદના પંદર ભેદ બતાવે છે :- પાંચ ઇન્દ્રિયના પાંચ વિષયો, ક્રોઘ, માયા, મદ એટલે માન તથા લોભ એ ચાર કષાય, પછી સ્ત્રી કથા, રાજકથા, ભોજનકથા તથા દેશની ભૂમિ વિષેની કથાઓ, તેમજ નિદ્રા અને સ્નેહ મળી પ્રમાદના મુખ્ય પંદર ભેદ છે. ૪રા. ગોમટ્ટસારે’ બહુ ભેદ ભાખ્યા, વિસ્તાર-ગ્રુચિ જીંવ કાજ દાખ્યા; ટાળે મુનિ સૂક્ષ્મ વિચારી દોષ, તો શુદ્ધ આત્મા કરી જાય મોક્ષ. ૪૩ અર્થ - ગોમટ્ટસાર જીવકાંડમાં ગાથા નંબર ૩૫ થી આ પ્રમાદના પંદર ભેદનો વિસ્તાર કરીને સાડા સાડત્રીસ હજાર ભેદ બતાવેલ છે. તે વિસ્તાર રુચી જીવને માટે ઉપયોગી છે. તેને વિચારી મુનિ પોતાના સૂક્ષ્મ દોષોને ટાળે છે. તેથી તેમનો આત્મા શુદ્ધતાને પામી મોક્ષે જાય છે. ૪૩ સંસારમાં વૃત્તિ રહે લગાર; મુમુક્ષતા તીવ્ર લહો ન સાર; માટે ફેંકીને પરભાવ સર્વ ઘારો સ્વભાવે મન, મૂક ગર્વ.૪૪
SR No.009273
Book TitlePragnav Bodh Part 01 - Pages From 001 to 200
Original Sutra AuthorN/A
AuthorBramhachari, Paras Jain
PublisherShrimad Rajchandra Ashram
Publication Year
Total Pages200
LanguageGujarati
ClassificationBook_Gujarati & Rajchandra
File Size97 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy