SearchBrowseAboutContactDonate
Page Preview
Page 92
Loading...
Download File
Download File
Page Text
________________ (૯) મહાવીર દેવ ભાગ-૧ ૭ ૫. અર્થ - મુનિ મહારાજની એવી વાત સ્વીકારીને તે પ્રમાણે મોક્ષમાર્ગે વર્તતા ભીલનો આખો ભવ ગયો. તેમજ અંતમાં સમાધિ સહિત મરણ કરી ઘર્મના બળે તે દેવ થયો. ત્યાં પણ અવધિજ્ઞાનના બળથી પોતાના પૂર્વભવમાં શ્રી ગુરુની કૃપા જાણી જ્ઞાનીપુરુષની ભક્તિમાં રત રહેવા લાગ્યો. તેથી દેવનો ભવ સુખે પૂરો કરી શ્રી ભરત મહારાજાના પુત્રરૂપે અવતાર પામ્યો. તેનું નામ મરીચિ રાખવામાં આવ્યું. શા દાદા ઋષભ સાધુ થયા ત્યારે મરીચિ મુનિ બને, તાઁ ચક્રવર્તી તાતને દાદા સહિત વસતા વને; દાદા ઊભા ધ્યાને વને સ્થિર માસ ષ મેરુંસમાં અકળાય ભૂખે મરચિ આદિ રાખી તેની ના તમા. ૮ અર્થ - જ્યારે તેમના દાદા શ્રી ઋષભદેવ સાધુ બન્યા ત્યારે મરીચિ પણ મુનિ બન્યો. પોતાના પિતા ચક્રવર્તી ભરત મહારાજાને છોડી દાદા સાથે વનમાં વસવા લાગ્યો. દાદા તો વનમાં મેરુપર્વતની જેમ અડોલ સ્થિર મુદ્રાએ છ માસ સુધી ધ્યાનમાં ઊભા રહ્યા. ત્યારે આ મરીચિ આદિ મુનિઓ ભૂખથી અકળાવા લાગ્યા. તેની ધ્યાનમાં ઊભેલા પ્રભુએ કંઈ પણ તમા એટલે દરકાર રાખી નહીં. દા. થોડા દિનો ખર્મી દુઃખ થાક્યો, ભેખથી ભૂંખ ના ટળે, ઘર સાંભર્યું પણ ચિત્તમાં ભય ભરતનો તે અટકળે; ખાવા ફળો, પીવું સરોવર-જળ અને વસવું વને, એવા વિચારે વર્તતાં તે નિંદ્ય-આચારી બને. ૯ અર્થ - મરીચિ થોડા દિવસ સુધી દુઃખ ખમીને થાક્યો અને વિચારવા લાગ્યો કે મુનિવેષ માત્રથી આ ભૂખનું દુઃખ ભાંગી શકાતું નથી. માટે પાછો ઘેર ચાલ્યો જઉં. પણ ચિત્તમાં પિતા ભરત મહારાજાનો ભય ખટકવા લાગ્યો કે એ શું કહેશે કે તું ચારિત્રથી ભ્રષ્ટ થઈ પાછો ઘરમાં આવ્યો. માટે વનમાં જ વાસ કરી ફળો ખાવા, સરોવરનું પાણી પીવું એવા વિચારથી વર્તતા નિંદા કરવા લાયક એવા મુનિના આચારને સેવવા લાગ્યો. II તે વેષ મૂકી વર્તવા વનદેવ ઘમકાવી કહે, તેથી તપસ્વી-વેશ ઘારી વન વિષે ફરતો રહે; શાસ્ત્રો રચે વિપરીત મતનાં શિષ્યને શીખવે વળી, ગ્રહતો નહીં, નિન્દ-કહે જે ઘર્મ ઋષભ કેવળી. ૧૦ અર્થ - ત્યારે વનદેવે તેને ઘમકાવીને કહ્યું કે જો આ રીતે તારે વર્તવું હોય તો આ ભગવાન ઋષભદેવના મુનિનો વેષ મૂકી દે. તેથી તે તપસ્વીનો વેષ ઘારણ કરી વનમાં જ ફરતો રહે છે. ભગવાનથી વિપરીત મતના શાસ્ત્રો રચે છે અને પોતાના શિષ્યોને પણ તે શીખવે છે. વળી ભગવાન ઋષભદેવ કેવળી થઈ જે ઘર્મનો ઉપદેશ આપે છે તેને ગ્રહતો નથી, પણ તે વચનોની નિંદા કર્યા કરે છે. II૧૦ના જે ઘર્મના આઘારથી ભીલ સુરસુખો પામ્યો અતિ, તે, ચક્રવર્તી-કુમારપદ પામી, તજ્ય શું થઈ ગતિ? અજ્ઞાતતપથી દેવ થઈ બ્રાહ્મણ જટિલ નામે થયો, ઊછરી અયોધ્યામાં હવે તે વેદશાસ્ત્રો ભણી ગયો. ૧૧
SR No.009273
Book TitlePragnav Bodh Part 01 - Pages From 001 to 200
Original Sutra AuthorN/A
AuthorBramhachari, Paras Jain
PublisherShrimad Rajchandra Ashram
Publication Year
Total Pages200
LanguageGujarati
ClassificationBook_Gujarati & Rajchandra
File Size97 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy