SearchBrowseAboutContactDonate
Page Preview
Page 72
Loading...
Download File
Download File
Page Text
________________ (૭) સન્શાસ્ત્રનો ઉપકાર ૫ ૫ પ્રથમ તેનું રહસ્ય જાણવું જોઈએ, પછી વિશુદ્ધ દ્રષ્ટિ થયે મહાત્માના સમાગમના અંતરાયમાં પણ તે શ્રુત બળવાન ઉપકાર કરે છે, અથવા જ્યાં કેવળ તેવા મહાત્માઓનો યોગ બની જ શકતો નથી, ત્યાં પણ વિશુદ્ધ દ્રષ્ટિવાનને વીતરાગધ્રુત પરમોપકારી છે, અને તે જ અર્થે થઈને મહત્મપુરુષોએ એક શ્લોકથી માંડી દ્વાદશાંગપર્યત રચના કરી છે.” (વ.પૃ.૭૭૮) //૩૩ી. સમ્યજ્ઞાન જ ઉત્તમ ઘન છે, સૃહદ શ્રેષ્ઠ વિચારો, સ્વાધીન આપસ-સંપદમાં ઉર-કંઠે શોભન ઘારો. અહોહો ૩૪ અર્થ - આ જગતમાં સમ્યકજ્ઞાન જ ઉત્તમ ઘન છે. તે જ્ઞાનવડે શ્રેષ્ઠ વિચારો કરવા તે સુહૃદ એટલે સગાં ભાઈ સમાન હિતકારી છે. તે વિચારો અને જ્ઞાન તે સ્વાધીન ઘન છે. તે સમ્યકજ્ઞાન આપત્તિ સમયે દુઃખમાં ગરકાવ ન થવા દે, અને સંપત્તિ સમયે ફુલાવા ન દે એવું છે. માટે તેને હૃદયમાં તેમજ કંઠે એટલે મુખપાઠ કરીને ઘારી રાખો. તે જ્ઞાન વડે હૃદયની કે કંઠની શોભા છે. માટે તેને જરૂર ઘારણ કરી જીવન ઘન્ય બનાવો. ૩૪ જ્ઞાન-દાન પોતાને દેજો વળી સંતાનાદિને, કોટિ ઘનથી પણ તે અઘિકું, હણશે મદ આદિને. –અહોહો ૩પ અર્થ - જ્ઞાનરૂપી દાન પોતાના આત્માને દેજો. વળી પોતાના સંતાન આદિને પણ જ્ઞાનદાન આપવું. તે તેમને કરોડોનું ઘન આપવા કરતા પણ વિશેષ છે. જે તેમના મદ એટલે અહંકાર આદિ દોષો હશે તેને હણી નાખશે. ૩પા શ્લોક, કડી, લીટી કે પદ પણ નિત્ય ભણે જે ભાવે, તે પારગ શાસ્ત્રોનો બનશે પ્રવચન-ભક્તિ-પ્રભાવે.અહોહો ૩૬ અર્થ - એક શ્લોક, કડી, લીટી કે પદ પણ જે ભાવપૂર્વક નિત્ય ભણશે તે પુણ્યાત્મા પ્રવચન પ્રત્યેની ભક્તિના પ્રભાવે સર્વ શાસ્ત્રોમાં પારંગત બનશે. અહોહો! સત્કૃતનો પ્રભાવ કેવો અદભૂત છે. ૩૬ાા સમ્યજ્ઞાન ગુરું. આપે તે જ પરમ ઉપકારી, ત્રણે લોકમાં તેના સમ નહિ, હૃદયે રાખો ઘારી. અહોહો૦૩૭ અર્થ - શ્રી ગુરુ જે સમ્યકજ્ઞાન એટલે સાચી સમજણ આપે તે જ પરમ ઉપકારી છે. ત્રણે લોકમાં તેના જેવી ઉપકાર કરનાર કોઈ વસ્તુ નથી. માટે શ્રી ગુરુ દ્વારા આપેલ સમ્યકજ્ઞાનની દ્રઢ શ્રદ્ધા કરીને, હૃદયમાં સદા તેને ઘારણ કરીને રાખો. કદી તેની વિસ્મૃતિ ન થાય એ જ જીવને કલ્યાણકારક છે. “સમકિતદાયક ગુરુ તણો, પ્રત્યુપકાર ન થાય; ભવ કોડાકોડી લગે, કરતાં ક્રોડ ઉપાય.” ૩ણા અખંડ નિશ્ચય આ છોડું તો મેં આત્માર્થ જ ત્યાગ્યો, ખરા ઉપકારીના ઉપકારો ઓળવનારો પાક્યો.” -અહોહો. ૩૮ અર્થ :- શ્રી સદ્ગુરુ ભગવંત સમાન ત્રણે લોકમાં બીજો કોઈ પરમ ઉપકાર કરનાર નથી. એવો અખંડ નિશ્ચય અંતરમાં રાખું. તે નિશ્ચય હું છોડું તો મેં આત્માર્થનો જ ત્યાગ કર્યો અને ખરા ઉપકારી એવા
SR No.009273
Book TitlePragnav Bodh Part 01 - Pages From 001 to 200
Original Sutra AuthorN/A
AuthorBramhachari, Paras Jain
PublisherShrimad Rajchandra Ashram
Publication Year
Total Pages200
LanguageGujarati
ClassificationBook_Gujarati & Rajchandra
File Size97 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy