SearchBrowseAboutContactDonate
Page Preview
Page 145
Loading...
Download File
Download File
Page Text
________________ (૧૨) ત્રણ મનોરથ ૧ ૨ ૫. ભક્તિ કરી ભગવાન પિછાની અહોનિશ તલ્લીનતા સુખ આપે, દ્રષ્ટિ સમાન ગણી બથ સૃષ્ટિ, કરો સવળી પછી પાપ ન વ્યાપે. ૧૨ અર્થ - માત્ર મનોરથ એટલે માત્ર મનવડે કરેલી ભાવના તે જીવને સંસાર સમુદ્રથી તારી શકે નહીં. તેમજ બિન મનોરથ એટલે મનની સાચી ભાવના વિના પણ જીવ આત્મકલ્યાણના સાઘનને ક્યાંથી મેળવે. માટે પ્રથમ તે વસ્તુ મેળવવાના ભાવ કરી, તેના સત્ય સાઘન શ્રી સદ્ગુરુ, સત્સંગ આદિને યથાર્થ શોઘી, તેની સારી રીતે ભક્તિ કરે તો ત્યાંથી મોક્ષમાર્ગની શરૂઆત થાય છે. તે ભગવાનની ભક્તિ કરીને તેનું સ્વરૂપ પિછાની એટલે સ્વરૂપની ઓળખાણ કરી, તેમાં રાતદિવસ તલ્લીન રહે તો તે જીવને સાચું સુખ પ્રગટે છે. પોતાના આત્મા સમાન જગતના સર્વ જીવોને ગણી કોઈને દુઃખ ન આપે એવી સવળી દ્રષ્ટિ જો જીવ કરે તો તેના આત્મામાં પાપ વ્યાપી શકતું નથી; અને તે છૂટી શકે છે. ૧૨ા. મોહવિકાર વડે જગ દુઃખ, ટળે સુવિચાર થકી જ વિકારો, સમ્યવ્રુષ્ટિ સદાય સુખી ગણ, હોય ભલે નરકે બહુ મારો; ચક્રતણાં સુખ પૃથ્વી વિષે બહુ, તોય ન તૃપ્તિ અનુભવનારો; ત્યાગ-વિરાગ સુદ્રષ્ટિ સહિત અનંત સુખી જીંવને કરનારો. ૧૩ અર્થ :- આખું જગત મોહના વિકાર વડે દુઃખી છે. એ મોહના વિકાર સમ્યક વિચાર વડે જ ટાળી શકાય છે. દર્શનમોહના વિકાર ટળી જઈ જેની સમ્યક દ્રષ્ટિ થઈ છે તે જીવને સદાય સુખી જાણો. પૂર્વ કર્માનુસાર તેવા જીવને નરકમાં પણ બહુ માર ખમવા પડતા હોય તો પણ સમ્યદ્રષ્ટિના કારણે તે ત્યાં પણ સુખી છે. જ્યારે ચક્રવર્તીના સુખ આ પૃથ્વી ઉપર ઘણા બધા પ્રાપ્ત હોય, છતાં આ જીવ જો વૃતિને અનુભવતો નથી તો તે સદા દુઃખી જ છે. સમ્યકદ્રષ્ટિ સહિતના ત્યાગ વૈરાગ્ય, જીવને સર્વકાળને માટે અનંત સુખના આપનાર થાય છે. II૧૩ાા. સમ્યજ્ઞાન દીવો સમજો, ઘરી દીપક હાથ ફૂવે પડશે તે જે નહિ વિરતિભાવ ઘરે, નહિ અંત સમાધિ સુખે કરશે જે; મોહ તજી, લઘુભાવ સજી, ખમી સર્વ, ખમાવી મરે જીવતાં જે તે જ સુજાગ્ય મહાજન ના ફરી જન્મ ઘરે, બની મુક્ત ભવાંતે. ૧૪ અર્થ:- સમ્યકજ્ઞાનને તમે દીપક સમાન સમજો. તે જગતમાં રહેલ સર્વ હિતાહિત પદાર્થને સ્પષ્ટ જણાવનાર છે. એ જ્ઞાનરૂપ દીપકને લઈ અર્થાત્ તત્ત્વ જાણીને પણ જે જીવ સંસારરૂપી કૂવામાં પડશે, અથવા જ્ઞાનનું ફળ વિરતિ છે એમ જાણવા છતાં જે વિરતિભાવને એટલે ત્યાગભાવને હૃદયમાં ઘારણ કરશે નહીં, તે જીવ પોતાના જીવનનો અંત સમાધિસુખ સહિત કરી શકશે નહીં. પણ જે જીવ મોહભાવને તજી, લઘુત્વભાવ ઘારણ કરી, પોતા પર આવેલ ઉપસર્ગોને ખમશે, સહન કરશે તથા બીજા સર્વ જીવોને ખમાવશે એટલે પોતાના કરેલા અપરાધોની માફી માગશે, તેમજ જીવતા છતાં જાણે મરી ગયો એવો ભાવ લાવી બાકીનું જીવન માત્ર આત્માર્થે જ ગાળશે; તે જ મહાજન સદા સમ્યક્ પ્રકારે જાગૃત છે. તેવા ઉત્તમ પુરુષ ભવના અંતે મુક્ત બનીને ફરી નવા જન્મ ઘારણ કરશે નહીં, અર્થાતુ મોક્ષસિદ્ધિને સર્વકાળને માટે પામશે. ||૧૪મા
SR No.009273
Book TitlePragnav Bodh Part 01 - Pages From 001 to 200
Original Sutra AuthorN/A
AuthorBramhachari, Paras Jain
PublisherShrimad Rajchandra Ashram
Publication Year
Total Pages200
LanguageGujarati
ClassificationBook_Gujarati & Rajchandra
File Size97 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy