SearchBrowseAboutContactDonate
Page Preview
Page 130
Loading...
Download File
Download File
Page Text
________________ ૧ ૧ ૦ પ્રજ્ઞાવબોઘ-વિવેચન ભાગ-૧ ભગવાન અદ્ધર બિરાજમાન થયા. ભગવાનની ચોફેર, આંતરા પાડીને દ્વાદશ પરિષદ એટલે બાર સભાઓ બનાવી. તે બાર સભાઓમાંથી પહેલીમાં મુનિઓ અને ગણઘર, બીજીમાં કલ્પવાસી દેવોની દેવાંગનાઓ, ત્રીજીમાં આર્યા (સાધ્વી)ઓ, ચોથીમાં જ્યોતિષી દેવોની દેવીઓ, પાંચમીમાં વ્યંતર દેવોની દેવીઓ, છઠ્ઠીમાં ભવનવાસી દેવીઓ, સાતમીમાં ભવનવાસી દેવ, આઠમીમાં વ્યંતર દેવ, નવમીમા જ્યોતિષ દેવ, દશમીમાં કલ્પવાસી દેવ, અગિયારમીમાં મનુષ્ય અને બારમીમાં પશુ બેઠા હતાં. તે બધા ભગવાન મહાવીર સ્વામીના વચન સાંભળવા માટે ભેગા મળ્યા હતા. ઇન્દ્રો આદિને પણ સેવવા યોગ્ય પ્રભુ હોવાથી સર્વ પ્રભુની સેવા એટલે આજ્ઞા ઉઠાવતા હતા. ૨૧ ત્યાં વાદળાં સમ દેવ સહુ વર્ષાવતા પુષ્પો બહુ, મુદ્રા મનોહર દેખી વીરની ઘન્ય નેત્ર ગણે સહુ. ઇન્દ્ર સ્તુતિ પ્રભુની કરી બહુવિઘ બુદ્ધિ વાપરી, સ્વ-સ્થાનમાં બેસી રહ્યા સૌ; દિવ્ય વાણી ના ખરી. ૨૨ અર્થ - વાદળાં જેમ જળ વરસાવે તેમ સર્વ દેવો આકાશમાંથી ઘણા પુષ્પો વરસાવતા હતા. તેમજ પ્રભુની મનોહર મુદ્રાને જોઈ સર્વ પોતાના નેત્રને ઘન્ય માનતા હતા. ત્યાં સમવસરણમાં ઇન્દ્ર બહુ પ્રકારે બુદ્ધિ વાપરીને ભગવાનની પ્રથમ સ્તુતિ કરી. સર્વ દેવો કે મનુષ્યો આદિ પોતપોતાના સ્થાનમાં બેસી રહ્યા છે, છતાં પ્રભુની દિવ્યવાણી ખરી નહીં. રા. ઇન્દ્ર અવધિજ્ઞાનથી લહે ખામ ગણઘરદેવની, નહિ મુનિવરોમાં યોગ્યતા દીઠી અતુલ્ય પ્રભાવની; વળી એક વાર સુણી પ્રભુની દિવ્ય વાણી જે રચે સૌ શાસ્ત્ર, તેવા પ્રબળ દીઠા એક ગૌતમ વિપ્રને. ૨૩ અર્થ :- ઇન્દ્ર પ્રભુની વાણી નહીં ખરવાનું કારણ અવધિજ્ઞાનથી જોયું, તો ત્યાં ગણઘરદેવની ખામી જણાઈ. મુનિવરો ત્યાં જે હાજર હતા તેમાં અતુલ્ય પ્રભાવક એવા ગણઘર જેવી યોગ્યતા કોઈમાં દીઠી નહીં, કે જે એકવાર પ્રભુની દિવ્યવાણી સાંભળીને દ્વાદશાંગી વગેરે શાસ્ત્રોની રચના કરી શકે. તેવી પ્રબળ યોગ્યતાવાળા એક ઇન્દ્રભૂતિ ગૌતમને ઇન્દ્ર અવધિજ્ઞાન વડે જોયા. ર૩યા “જઈ બ્રહ્મપુરમાં, લાવવા ગૂઢાર્થ કાવ્ય દોરીને નિર્ણય કરે કે જર્ફેર લાવું વિકતાઘર-ઘોરીને; પછી વેશ લઈને વિપ્રવરનો ઇન્દ્ર ગૌતમને મળે, સવિનય કહેઃ “હે આર્યવર, સંદેહ મુજ તુમથી ટળે. ૨૪ અર્થ - તે ઇન્દ્રભૂતિ ગૌતમને ભગવાન પાસે લાવવા માટે ઇન્દ્ર નિર્ણય કર્યો કે બ્રહ્મપુરીમાં જઈને ગુઢ છે અર્થ જેનો એવા કાવ્યનો અર્થ વેદાંતના વિદ્વાનોમાં પ્રથમ એવા આ ગૌતમને પૂછીને તેને ન આવડવાથી યુક્તિથી અહીં ભગવાન પાસે દોરી લાવું. તેના માટે વિપ્ર વર એટલે શ્રેષ્ઠ બ્રાહ્મણનો વેશ લઈને ઇન્દ્ર ગૌતમ પાસે આવીને સવિનય કહેવા લાગ્યો કે હે આર્યોમાં શ્રેષ્ઠ! મને જે સંદેહ છે તે માત્ર તમારાથી ટળી શકે એમ છે. ર૪. ઉપકાર માનશ આપનો, યશવૃદ્ધિ તમને પ્રાપ્ત હો! મુજ ગુરુ મહાવીર બોલતા નથી, કાવ્ય અર્થ મને કહો.”
SR No.009273
Book TitlePragnav Bodh Part 01 - Pages From 001 to 200
Original Sutra AuthorN/A
AuthorBramhachari, Paras Jain
PublisherShrimad Rajchandra Ashram
Publication Year
Total Pages200
LanguageGujarati
ClassificationBook_Gujarati & Rajchandra
File Size97 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy