SearchBrowseAboutContactDonate
Page Preview
Page 129
Loading...
Download File
Download File
Page Text
________________ (૧૧) મહાવીર દેવ ભાગ-૩ ૧ ૦૯ પામીને રાગદ્વેષ ન કરતાં સંતોષ રાખવો. (પૃ.૫૪૩) પછી સંવેગ એટલે માત્ર મોક્ષ અભિલાષરૂપ હાથી પર ચઢીને રત્નત્રય એવા સમ્યકજ્ઞાન, દર્શન ચારિત્રરૂપ શસ્ત્રને હાથમાં લઈ, ચારિત્રરૂપ રણભૂમિમાં ઝઝૂમતા, ઝટ દુષ્ટ કર્મોરૂપી શત્રુઓને હણે છે એવા મહાવીરરૂપ યોદ્ધાને જોઈ લો કે જે સમભાવને જ મહાન બળ ગણે છે. ૧૮ તે કર્મ હણતાં સિદ્ધ-ગણના આઠ ગુણને ચિંતવે:સંપૂર્ણ સમ્યક જ્ઞાન-દર્શન-વીર્ય-સુખ અનંત ને સૂક્ષ્મત્વ, અવગાહન અગુરુલઘુ ગુણમાં એકત્વથી, ઘનઘાત કર્મો ક્ષય કરી, વિર થાય કેવળી તત્ત્વથી. ૧૯ અર્થ :- આ પ્રમાણે કર્મને હણતા શ્રી મહાવીર, સિદ્ધ ભગવંતમાં સમૂહરૂપે રહેલા આઠ ગુણોને ચિંતવે છે કે–સિદ્ધ ભગવંતમાં જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય, અંતરાય અને મોહનીય એ ચાર ઘાતીયાકર્મ ક્ષય થવાથી ક્રમશઃ તેમનામાં અનંત સંપૂર્ણ સમ્યજ્ઞાન, દર્શન, વીર્ય અને સુખગુણ પ્રગટ થયેલ છે, તથા અઘાતીયા એવા નામકર્મ જવાથી અમૂર્તિક અથવા સૂક્ષ્મત્વ ગુણ, આયુષ્યકર્મનો ક્ષય થવાથી અક્ષય સ્થિતિ ગુણ અથવા અટલ અવગાહના પ્રાપ્ત થઈ છે, જે હવે કોઈ દિવસ બદલાવાની નથી. તથા ગૌત્રકર્મના ક્ષયથી અગુરુ લઘુ ગુણ પ્રાપ્ત થયો તેમજ વેદનીય કર્મના ક્ષયથી અવ્યાબાદ સ્થિતિ ગુણ પ્રગટ્યો; એમ એ ગુણોના ચિંતવનમાં એકત્વભાવ પામી શ્રી મહાવીર પણ ચાર ઘનઘાતી કર્મોનો ક્ષય કરીને કેવળજ્ઞાન પામ્યા. ||૧૯ાાં વૈશાખની સુદિ દશમ-સાંજે લબ્ધિ કેવળ પામિયા, દેવો વિજય-આનંદથી જયકાર કરતા આવિયા. કુબેર દેવ રચે હવે સમવસરણ અતિ શોભતું, જે એક યોજન ગોળ ને નભમાં ઘણું ઊંચુ હતું. ૨૦ અથ- વૈશાખ સુદ દશમની સાંજે શ્રી મહાવીર પ્રભુ કેવળજ્ઞાનની નવ લબ્ધિઓને પામ્યા, તે આ પ્રમાણે :- “તે ભગવાન (૧) ક્ષાયિક સમ્યકત્વ, (૨) ક્ષાયિક ચારિત્ર, (૩) કેવળજ્ઞાન, (૪) કેવલ દર્શન, (૫) અનંત દાન, (૬) અનંત લાભ, (૭) અનંત ભોગ, (૮) અનંત ઉપભોગ અને (૯) અનંત વીર્ય, એ નવ કેવલજ્ઞાનની લબ્ધિઓથી વિભૂષિત થઈને શિવરમણી એટલે મોક્ષલક્ષ્મીના મનને રંજન કરનાર પતિ થયા છે. આ જ્ઞાનકલ્યાણકના મહિમાને સાંભળીને સૌ કોઈ સુખ પામે છે.”-નિત્યનિયમાદિ પાઠ (પૃ.૨૭૨) દેવો પણ ભગવાનને ચાર ઘાતીયા કર્મ ઉપર વિજય પ્રાપ્ત થયો જાણી, આનંદથી જયજયકાર કરતા ત્યાં આવ્યા. હવે ઇન્દ્રની આજ્ઞાથી કુબેર દેવ અત્યંત શોભાયમાન સમવસરણની રચના કરે છે. જે એક યોજન પ્રમાણ ગોલાકાર અને નભ એટલે આકાશમાં ઘણું ઊંચુ હતું. //૨૦ણી. ત્રણ પીઠિકા તે મંડપે વચ્ચે સુશોભિત રત્નની, કરી ગંઘકુટ તે ઉપર સિંહાસન રચે સુયત્નથી. દ્વાદશ પરિષદ ઘેરી રહી, વર-વચન સુણવા તે મળી, ઇન્દ્રાદિને પણ સેવવા જેવા પ્રભુ સેવે વળી. ૨૧ અર્થ :- સમવસરણમાં બાર સભાઓની બરોબર વચ્ચે રત્નોની ત્રણ પીઠિકા સુશોભિત બનાવી તેના ઉપર ગંદકુટી કરી. તે ગંદકુટી ઉપર સુંદર કમળની રચના દેવે કરી. તે કમળ ઉપર
SR No.009273
Book TitlePragnav Bodh Part 01 - Pages From 001 to 200
Original Sutra AuthorN/A
AuthorBramhachari, Paras Jain
PublisherShrimad Rajchandra Ashram
Publication Year
Total Pages200
LanguageGujarati
ClassificationBook_Gujarati & Rajchandra
File Size97 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy