SearchBrowseAboutContactDonate
Page Preview
Page 94
Loading...
Download File
Download File
Page Text
________________ (૯) મહાવીર દેવ ભાગ-૧ ૧] બુદ્ધિવાળા પ્રાણીઓ, સદા ચેતતા રહેજો. અર્થાત્ વીતરાગઘર્મ સિવાય કોઈપણ મિથ્યા માન્યતાઓને હૃદયમાં સ્થાન આપશો નહીં. ૧૪ બળવું ભલું અગ્નિ વિષે કે ઝેર પી મરવું ભલું, કે ડૂબવું દરિયે ભલે વા સિંહસંગે એકલું વસવું વને તે તો ભલું; પણ સેવવો કુસંગ ના. સંકટ નડે સૌ એક ભવ, મિથ્યાત્વ નડતું ભવ ઘણા. ૧૫ અર્થ - અગ્નિમાં બળવું ભલું કે ઝેર પી મરવું ભલું, દરિયામાં ડૂબવું ભલું કે વનમાં સિંહ સાથે એકલા વસવું તે ભલું પણ કુસંગ સેવવો સારો નહીં. કેમકે અગ્નિ, ઝેર, જળ કે સિંહના સંકટ જીવને એક જ ભવ મારે; પણ કુસંગ તો મિથ્યા માન્યતાઓ કરાવી જીવને ભવોભવ સંસારમાં રઝળાવે છે. મોટામાં મોટો કુસંગ તે કુગુરુનો છે. ૧૫ા. હિંસાદિ પાંચે પાપ ને મિથ્યાત્વ તોળો તાજવે તો પાપ મિથ્યાત્વે થતું મેરું ગિરિ સમ સરસવે; જ્ઞાની કહે તેથી તજો મિથ્યાત્વ ભયકારી મહા, મુમુક્ષ તો તે ટાળવા સમ સેવતા નહિ કો ઇહા. ૧૬ અર્થ - હિંસા, જૂઠ, ચોરી, અબ્રહ્મ, પરિગ્રહ એ પાંચે પાપને ત્રાજવાના એક પલડામાં મૂકી અને બીજા પલડામાં માત્ર એકલા મિથ્યાત્વના પાપને મૂકી જુઓ, તો મિથ્યાત્વથી થતું પાપ તે મેરુ પર્વત જેવું મહાન થશે અને બીજા પાંચે પાપો તે સરસવના દાણા સમાન જણાશે. તેથી જ જ્ઞાની પુરુષો મહા ભયંકર એવા મિથ્યાત્વને શીધ્ર તજવાનો ઉપદેશ કરે છે. મુમુક્ષુ પુરુષો પણ તે સર્વ પાપના મૂળરૂપ મિથ્યાત્વને ટાળવા સમાન બીજી કોઈ મુખ્ય ઇહા એટલે ઇચ્છા મનમાં રાખતા નથી. “મુમુક્ષુને અજ્ઞાન સિવાય બીજો કોઈ ભય હોય નહીં.” -શ્રીમદ્ રાજચંદ્ર ૧૬ાા બહુ નીચ યોનિમાં ભમી, તે જીવ મરીચિનો હવે થઈ રાજગૃહીમાં વિપ્ર સ્થાવર ઘર્મ કુળનો સાચવે, મિથ્યાત્વના સંસ્કારથી ભણી વેદ ત્રિદંડી થયો, તપ કાય-ફ્લેશાદિ તપી તે પાંચમે સ્વર્ગે ગયો. ૧૭ અર્થ - હવે મરીચિનો જીવ ઘણી નીચ યોનિઓમાં ભમીને રાજગૃહી નગરમાં સ્થાવર નામનો બ્રાહ્મણ થઈ પોતાના કુળથર્મને સાચવવા લાગ્યો. મિથ્યાત્વના સંસ્કારથી વેદ ભણીને ફરી ત્રિદંડી થયો. કાયક્લેશાદિ તપ તપી પાંચમા બ્રહ્મદેવલોકમાં તે સાત સાગરોપમના આયુષ્યવાળો દેવતા થયો. ૧ણા પછી રાજગૃહીમાં ૧૨વિશ્વનંદી પાટવી કુંવર થતાં, તેના પિતાએ એક દિન નભ-અભ્ર નષ્ટ થતાં દીઠાં; વૈરાગ્યવેગે રાજ્ય સોંપી ભાઈને, દીક્ષા લીઘી, યુવરાજપદ પર વિશ્વનંદીએ સ્વબળ-વૃદ્ધિ કીથી. ૧૮ અર્થ :- હવે દેવલોકથી આવી રાજગૃહી નગરમાં વિશ્વભૂતિ રાજાનો વિશ્વનંદી નામનો પાટવી
SR No.009273
Book TitlePragnav Bodh Part 01 - Pages From 001 to 200
Original Sutra AuthorN/A
AuthorBramhachari, Paras Jain
PublisherShrimad Rajchandra Ashram
Publication Year
Total Pages200
LanguageGujarati
ClassificationBook_Gujarati & Rajchandra
File Size97 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy