SearchBrowseAboutContactDonate
Page Preview
Page 133
Loading...
Download File
Download File
Page Text
________________ (૧૧) મહાવીર દેવ ભાગ-૩ ૧ ૧ ૩ અર્થ - હવે અનેક ઉપનામથી ઇન્દ્રભૂતિ ગૌતમ ભગવાનની ભાવવડે સ્તુતિ કરે છે. તે આ પ્રમાણે ઃ હે! ઘર્મશાસનના ઘોરી એવા ઘર્મરાજા, હે! કર્મરૂપી શત્રુઓને હણવામાં ચક્રવર્તી સમાન ઘર્મચક્રી, સ્વભાવમાં રહેનાર હોવાથી ઘર્મી, ઘર્માત્મા જીવોને માર્ગદર્શન આપનાર હોવાથી ઘર્માત્મા-ગુરુ, સમ્યક ઘર્મને બતાવનાર હોવાથી સુઘર્મનેતા, ઘર્મમાં પ્રમુખ સ્થાને હોવાથી ઘર્મઘોરી, ઘર્મ એટલે સ્વભાવના જ માત્ર કર્તા હોવાથી ઘર્મકર્તા, ત્રણેય લોકના નાથ હોવાથી જગગુરુ, “મોક્ષનો માર્ગ બતાવે તે મૈત્રી' એમ હોવાથી ઘર્મબાંઘવ, ઘર્મસંબંધી સકળ જ્ઞાનના ઘારક હોવાથી ઘર્મ-ઘી, જગતમાં રહેલ સર્વ વસ્તુના ઘર્મને સર્વ પ્રકારે જાણનાર હોવાથી ઘર્મજ્ઞ, સાધુ, સાધ્વી, શ્રાવક, શ્રાવિકા એ ચવિઘ તીર્થના સ્થાપક હોવાથી તીર્થકર, જ્ઞાન અપેક્ષાએ સર્વ વ્યાપી હોવાથી વિભુ, વિશ્વમાં સર્વના ઉપરી હોવાથી વિશ્વનાયક, સકળ વિશ્વના જાણનાર હોવાથી વિશ્વજ્ઞાયક, સકળ વિશ્વના નાથ હોવાથી વિશ્વનાથ એવા હે પ્રભુ! હું આપને ભક્તિભાવે નમસ્કાર કરું છું. ||૩૩ાા. દ્રષ્ટા, મહાજ્ઞાની, ૨૦મહાત્રાતા, મહાદાતા, ચવ્રતી, જગમાન્ય૩, ૨૪જગના નાથ, રપજગમાં જ્યેષ્ઠ, સૌજગના પતિ, સાચા મહાયોગી, મહાવીર દેવ, હે! વિશ્વાગ્રણી, જગસેવ્ય, "ત્રિજગપૂજ્ય, ત્રિજગબંઘુ, ત્રિજગના ઘણી. ૩૪ અર્થ - રાગદ્વેષ રહિત પણ જગતને જોનાર હોવાથી હે પ્રભુ! તમે માત્ર દૃષ્ટા છો. કેવળજ્ઞાનના ઘારક હોવાથી મહાજ્ઞાની છો. સર્વ જીવોની રક્ષા કરનાર હોવાથી મહાત્રાતા, સર્વ જીવોને અભયદાનના આપનાર હોવાથી મહાદાતા, સંપૂર્ણ મહાવ્રતોને અંગીકાર કરેલ હોવાથી વ્રતી, જગતના સર્વ ભવ્ય જીવોને માન્ય હોવાથી જગમાન્ય, જગતમાં સર્વ જીવોનું ભલું ઇચ્છનાર હોવાથી જગના નાથ, જગતમાં સર્વ શ્રેષ્ઠ ભૂમિકાને પ્રાપ્ત હોવાથી જગમાં શ્રેષ્ઠ, ઊર્ધ્વ, અઘો અને મધ્ય ત્રણેય લોકના સ્વામી હોવાથી સૌ જગના પતિ, આત્માને મોક્ષ સાથે જોડનાર હોવાથી સાચા મહાયોગી, આત્માનું મહા વીરત્વ પ્રગટ કરવાથી મહાવીર દેવ, વિશ્વમાં સૌથી અગ્ર સ્થાને હોવાથી વિશ્વાગ્રણી, જગતના સર્વ જીવોને સેવવા યોગ્ય હોવાથી જગસેવ્ય, ત્રણેય જગતમાં આપ પૂજાઓ છો માટે ત્રિજગપૂજ્ય; દેવો, મનુષ્યો કે નારકીઓ સર્વને સુખ આપનાર હોવાથી ત્રિજગબંઘુ તથા ઊર્ધ્વ, અઘો કે તિર્યલોક સર્વના નાથ હોવાથી હે પ્રભુ! આપ ત્રિજગના ઘણી છો. [૩૪ો. સર્વજ્ઞ”, “સર્વાચાર, સર્વોપરી, દયા કરતા મહા, તુજ શુદ્ધ મનથી નામ એક જ આપ સમ કરી દે, અહા!” મિથ્યામતિ ટળી, જ્ઞાન સમકિત પામિયા ગૌતમ ગણી, દીક્ષિત બની ચારિત્ર ઘારી થાય મુનિમાં અગ્રણી. ૩૫ અર્થ - જગતમાં રહેલ સર્વ દ્રવ્યો, તેના ગુણો તથા તેના પર્યાયોને જાણનાર હોવાથી આપ સર્વજ્ઞ છો, જગતના સર્વ જીવોને સુખના આધાર હોવાથી સર્વાધાર તથા જગતમાં રહેલ સર્વ ત્રેસઠ ગ્લાધ્યપુરુષોની મહાપદવીઓમાં સર્વોત્કૃષ્ટ પદવીના ઘારક હોવાથી આપ જ સર્વોપરી છો. આપ સર્વ જીવો ઉપર મહાન દયાના કરનાર છો. જો શુદ્ધ મનથી આપનું એક નામ જ લેવામાં આવે તો તે ભક્તોને અહા! આશ્ચર્ય કારક છે કે તે આપ સમાન જ બનાવી દે એવું છે. શ્રી ઇન્દ્રભૂતિ ગૌતમની મિથ્યામતિ ટળી ગઈ અને સમ્યજ્ઞાન પામ્યા. તેથી ભગવાન પાસે દીક્ષા
SR No.009273
Book TitlePragnav Bodh Part 01 - Pages From 001 to 200
Original Sutra AuthorN/A
AuthorBramhachari, Paras Jain
PublisherShrimad Rajchandra Ashram
Publication Year
Total Pages200
LanguageGujarati
ClassificationBook_Gujarati & Rajchandra
File Size97 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy