________________
(૧૦) મહાવીર દેવ ભાગ-૨
૯ ૫.
તે સર્વને સંતોષવાને ઇન્દ્ર નાટક આદરે, સિદ્ધાર્થ વરને ગોદમાં લઈ સર્વ દર્શાવ્યા કરે. મેરું ઉપર અભિષેક કીઘો તે બધું નાટક કરી,
વળી પૂર્વ ભવ વરના બતાવ્યા, ઇન્શક્તિ વાપરી. ૨૮ અર્થ - તે સર્વ લોકોને સંતોષ પમાડતા ઇન્દ્ર નાટકનો આદેશ કરે છે. પિતા સિદ્ધાર્થ રાજા, પુત્ર વીર ભગવાનને ગોદમાં લઈને સર્વ નાટક દર્શાવે છે.
મેરુ શિખર ઉપર પ્રભુનો અભિષેક કર્યો છે તે સર્વ નાટકરૂપે નગરજનોને બતાવ્યું તથા પ્રભુ મહાવીરના પૂર્વ ભવો પણ ઇન્દ્ર પોતાની શક્તિવડે નાટકમાં બતાવી આપ્યા. ૨૮
તે ઇન્દ્રજાલ સમાન નાટક દેખી સૌ રાજી થયા, બહુ દેવદેવી પાર્ટી સમ્યકદ્રષ્ટિ સૌ સ્વર્ગે ગયાં. પછી આઠમે વર્ષે પ્રભુ વ્રત બાર ઘર જનમન હરે,
બહુ રાજપુત્રો સહ સુખે વનમાં જઈ ક્રીડા કરે. ૨૯ અર્થ – તે ઇન્દ્રજાલ સમાન નાટક દેખીને સર્વ રાજી થયા. તથા ઘણા દેવદેવીઓ તે નાટક જોઈને સમ્યકુદ્રષ્ટિ પામી સ્વર્ગે ગયા. પછી આઠ વર્ષના પ્રભુ થયા ત્યારે બાર વ્રતને ઘારણ કરી, લોકોના મનને હરણ કરવા લાગ્યા. ઘણા રાજપુત્રો સાથે વનમાં જઈને સુખપૂર્વક ક્રીડા કરવા લાગ્યા. અરલા
દિન એક ઇન્દ્ર સુરસભામાં વર-વીર્ય વખાણિયું, પણ સંગમે નિબળમદે સાચું ન તેને માનિયું. તેથી પરીક્ષા કાજ આવ્યો વીર જે વૃક્ષે હતા,
વિકરાળ નાગ બની ચઢે વીંટાય ગાળા પર જતાં. ૩૦ અર્થ :- એક દિવસે દેવતાઓની સભામાં વીર પરમાત્માના વીર્ય એટલે બળના ઇન્દ્ર ખૂબ વખાણ કર્યા. પણ સંગમ નામના દેવતાએ પોતાના બળમદથી તે વાતને સાચી ન માની. પ્રભુના બળની પરીક્ષા કરવા માટે જે વૃક્ષ ઉપર પ્રભુ મહાવીર હતા ત્યાં આવ્યો અને નાગનું વિકરાળરૂપ ધારણ કરીને વૃક્ષ ઉપર ચઢવા લાગ્યો. આગળ જતાં થડમાંથી જ્યાં ડાળ જુદી પડે તે ગાળા ઉપર જઈ વીંટાઈ ગયો. રા.
સૌ રાજપુત્રો ડાળ પરથી પડી પડી નાઠા ડરી, પણ વીર જિન નિઃશંક ઊભા સર્પ-શિર પર પગ થરી; ઉપસર્ગ નાનાવિઘ દુખદ અતિ આકરા દેવે કર્યા,
રે! પ્રાણ છૂટે અન્યના તેવા છતાં વીર ના ડર્યા. ૩૧ અર્થ - સૌ રાજપુત્રો તો ડરીને ડાળ પરથી પડી પડીને નાઠી. પણ મહાવીર જિન તો સર્પના માથા ઉપર પગ દઈને નિશંક થઈ ત્યાં જ ઊભા રહ્યા. નાના પ્રકારના દુઃખને દે એવા અતિ આકરા ઉપસર્ગ દેવે કર્યા, જેથી બીજાના તો પ્રાણ છૂટી જાય; છતાં બળવાન મહાવીર તેથી ડર્યા નહીં. ૩૧ાા.
આશ્ચર્ય પામી પ્રગટ થઈ તે દેવ વિરગુણને સ્તવે– “થર, વીર આપ અહો! નમું છું જગમહાર્વીર ગણ હવે.