________________
પ્રજ્ઞાવબોઘ-વિવેચન ભાગ-૧
હે! વર્ધમાન, સુદેવ નક્કી સિદ્ધિ-વઘ્ર વરશો તમે,
હે! દેવ સાચા, આપના સ્મરણે ઘીરજ વરીએ અમે.” ૩૨ અર્થ - આશ્ચર્ય પામી, દેવ પ્રગટ થઈને મહાવીરના ગુણની સ્તવના કરતો બોલ્યો કે અહો! શૈર્યવાન, વીર આપ જ છો. હું હવે તમને જગતમાં મહાવીર ગણીને નમસ્કાર કરું છું.
હે વર્ધમાન, તમે જ સતુ દેવ છો. તમે જરૂર સિદ્ધિ રૂપી સ્ત્રીને વરશો. હે સાચા દેવ, આપના સ્મરણથી અમે પણ ઘીરજને પામીએ છીએ. ૩રા
સ્વર્ગે ગયો તે, વીર જિન પણ પુણ્યફળને ભોગવે, કોમળ કમળ સમ શરીર પણ નહિ વજઘાને લેખવે. બલ અતુલ તોયે દુઃખ દે ના નિરપરાથી જીવને,
ત્રીસ વર્ષ સુખમાં ક્ષણ સમાં વીત્યાં, હવે ભરયૌવને- ૩૩ અર્થ :- એમ સ્તુતિ કરીને સંગમદેવ સ્વર્ગે ગયો. મહાવીર જિન પણ પુણ્યફળને ભોગવા લાગ્યા. જેનું કોમળ કમળ સમાન શરીર હોવા છતાં પણ જે વજના ઘાને ગણતા નથી.
ભગવાનમાં અતુલ્ય બળ હોવા છતાં નિરપરાથી જીવને તે દુઃખ આપતા નથી. ત્રીસ વર્ષ પ્રભુના સુખમાં ક્ષણ સમાન વ્યતીત થયા. હવે પ્રભુ ભર યૌવન અવસ્થામાં આવ્યા. ૩૩
વિચાર જાગ્યો વીરને ચારિત્રમોહ ઘટી જતાં જન્મો કરોડો રે! કર્યા, નહિ પાર પામ્યો તે છતાં, કય ભૂલ ભવ-ભવમાં રહી કે ભવ હજી કરવો પડ્યો?
ફરી ફરી વિચારી ટાળી દેવી,” એ વિચાર ઉરે ઘડ્યો. ૩૪ અર્થ - હવે ચારિત્રમોહ ઘટી જતાં પ્રભુને વિચાર જાગ્યો કે અરે! કરોડો જન્મ ઘારણ કરતાં છતાં પણ આ સંસાર સમુદ્રથી હું પાર પામ્યો નહીં.
એવી કઈ ભૂલ ભવ ભવમાં રહી જાય છે કે જીવને હજી ભવ કરવા પડે છે. તે ભૂલને હવે ફરી ફરી વિચારીને જરૂર ટાળી દેવી એવો વિચાર હૃદયમાં ઘડી રાખ્યો.
વિચારોની ઉત્પત્તિ થવા પછી વર્ધમાનસ્વામી જેવા મહાત્મા પુરુષે ફરી ફરી વિચાર્યું કે આ જીવનું અનાદિકાળથી ચારે ગતિ વિષે અનંતથી અનંત વાર જન્મવું, મરવું થયાં છતાં, હા તે જન્મ મરણાદિ સ્થિતિ ક્ષીણ થતી નથી, તે હવે કેવા પ્રકારે ક્ષીણ કરવાં? અને એવી કઈ ભૂલ આ જીવની રહ્યા કરી છે, કે જે ભૂલનું આટલા સુથી પરિણમવું થયું છે? આ પ્રકારે ફરી ફરી અત્યંત એકાગ્રપણે સદ્ગોઘનાં વર્ધમાન પરિણામે વિચારતાં વિચારતાં જે ભૂલ ભગવાને દીઠી છે તે જિનાગમમાં ઠામ ઠામ કહી છે; કે જે ભૂલ જાણીને તેથી રહિત મુમુક્ષુ જીવ થાય. જીવની ભૂલ જોતાં તો અનંતવિશેષ લાગે છે; પણ સર્વ ભૂલની બીજભૂત ભૂલ તે જીવે પ્રથમમાં પ્રથમ વિચારવી ઘટે છે, કે જે ભૂલનો વિચાર કર્યાથી સર્વે ભૂલનો વિચાર થાય છે; અને જે ભૂલના મટવાથી સર્વે ભૂલ મટે છે. કોઈ જીવ કદાપિ નાના પ્રકારની ભૂલનો વિચાર કરી તે ભૂલથી છૂટવા ઇચ્છે, તોપણ તે કર્તવ્ય છે, અને તેવી અનેક ભૂલથી છૂટવાની ઇચ્છા મૂળ ભૂલથી છૂટવાનું સહેજે કારણ થાય છે.” (વ.પૃ.૩૯૯) “મૂળ ભૂલ એ જ છે કે વૈરાગ્ય ઉપશમ નથી, મુમુક્ષુતા નથી. મુમુક્ષતા આવે તો શું કરવા જેવું છે, તે એને સમજાય. એ મોટી ભૂલ પહેલી કાઢવાની છે. વૈરાગ્ય ઉપશમ જેમ જેમ વઘારશો તેમ તેમ બધું સમજાશે. એ કેવળજ્ઞાનનું કારણ છે. વૈરાગ્યઉપશમની બહુ જરૂર છે. એને