SearchBrowseAboutContactDonate
Page Preview
Page 124
Loading...
Download File
Download File
Page Text
________________ (૧૧) મહાવીર દેવ ભાગ-૩ ૧ ૦ ૫ ઉત્તમ પાત્ર પ્રભુ મહાવીર અને ભક્તિમાન દાતા શ્રી કુલરાય રાજાનું સ્મરણ કરી લોકોએ મન વચન કાયાથી પુણ્ય બાંધ્યું. અત્યંત ઉપયોગપૂર્વક આપણા સ્વામી ભગવાન મહાવીર આળસ રહિત થઈ દશ લક્ષણરૂપ યતિધર્મ પાળવા લાગ્યા. જે સ્વપ્નમાં પણ પરના દોષ જોતા નથી અને જેની બુદ્ધિ દ્રઢપણે ઉત્કૃષ્ટ ચારિત્રઘર્મ પાળવામાં જ લાગેલી રહે છે. પા રે! સખત ઠંડીમાં પ્રભું નિર્વસ્ત્ર વનમાં વિચરે, નહિ ટાઢને લીઘે કદી કર બગલમાં ઘાલી ફરે; ઠંડી અસહ્ય પચ્ચે પ્રભુ ઉપયોગસહ ઘડી ચાલતા, નિદ્રા પ્રમાદ વઘારનારી જાણી જાગ્રત થઈ જતા. ૬ અર્થ - રે! આશ્ચર્ય છે કે સખત ઠંડીમાં પણ પ્રભુ સાવ વસ્ત્ર વગર વનમાં વિચરે છે, ટાઢને લીધે કદી બગલમાં હાથ ઘાલીને પણ ફરતા નથી. સહન ન થઈ શકે એવી અસહ્ય ઠંડીમાં પણ પ્રભુ આત્મઉપયોગ સાથે ઘડીભર ચાલતા હતા. નિદ્રાને પ્રમાદ વઘારનારી જાણી શીધ્ર જાગૃત થઈ જતા હતા. કા તડકે રહીને ગ્રીષ્મમાં સુવિચારચોગ વઘારતા; વર્ષાઋતુમાં વૃક્ષ નીચે ધૈર્ય છત્રી ઘારતા. ઓછું જમે શક્તિ છતાંયે, મૌન ઘરને વિચરે, નહિ આંખ ચોળે, કે વલૂરે ગાત્ર, અરતિ ના ઘરે. ૭ અર્થ - પ્રભુ ગ્રીષ્મ ઋતુમાં પણ તડકામાં ઊભા રહી સુવિચાર-યોગ વઘારતા હતા. સુવિચાર એક મહાન યોગ છે. જે વડે આત્માનું મોક્ષની સાથે જોડાણ થઈ શકે. વર્ષાઋતુમાં પણ વૃક્ષ નીચે શૈર્યરૂપી છત્રીને ઘારણ કરી કાયોત્સર્ગ કરતા હતા. શક્તિ હોવા છતાં પણ ભગવાન ઓછું જમતા. મૌન ઘારણ કરીને વિહાર કરતા. આંખ જેવા કોમળ અંગને પણ કદી ચોળતા નહોતા કે ખાજ ખણવા માટે કદી ગાત્ર એટલે શરીરને પણ વલૂરતા નહોતા અર્થાતુ ખણતા નહોતા. તેમજ કોઈ પ્રત્યે પણ અરતિ એટલે અણગમો ઘરતા નહોતા. શા વળ લાઢ દેશ વિષે પડે જન, કૂતરાં કરડે, નડે, સમભાવથી જનમાર સહતા, દૂર-વિહારે આથડે; સ્ત્રીઓની સામે નજર ના દે, ધ્યાનમાં નિમગ્ન એ, આ કોણ છે? એવું પૅછે, તો “ ભિખુ” શબ્દ સદા વ. ૮ અર્થ - વળી લાઢ જેવા અનાર્યદેશમાં ભગવંત વિચરતા હતા. ત્યાંના લોકો ઘણી પીડા આપે, શિકારી કૂતરાં કરડે, લોકો અનેક પ્રકારે નડતરરૂપ થાય, મારે તો પણ ભગવાન સમભાવથી બધું સહન કરતા હતા. દૂર દૂર વિહાર કરી કષ્ટ સહન કરીને પણ પ્રભુ કર્મોની નિર્જરા કરતા હતા. સ્ત્રીઓની સામે નજર કરતા નહોતા, પોતાના આત્મધ્યાનમાં સદા નિમગ્ન રહેતા. કોઈ પૂછે કે આ કોણ છે? તો માત્ર હું “ ભિખુ એટલે ભિક્ષુક છું એટલો શબ્દ સદા બોલતા હતા. આટલા પ્રભુ ઉજ્જયિની નગરના પિતૃવને વળી આવિયા, કાયાણી મમતા તજી ઊભા મહાવીર યોર્ગી આ; પગને પણ પ્રોતાતેમજ " aષે પીડે "વિહારે છે.
SR No.009273
Book TitlePragnav Bodh Part 01 - Pages From 001 to 200
Original Sutra AuthorN/A
AuthorBramhachari, Paras Jain
PublisherShrimad Rajchandra Ashram
Publication Year
Total Pages200
LanguageGujarati
ClassificationBook_Gujarati & Rajchandra
File Size97 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy