SearchBrowseAboutContactDonate
Page Preview
Page 84
Loading...
Download File
Download File
Page Text
________________ (૮) પ્રમાદના સ્વરૂપનો વિશેષ વિચાર ૬ ૭ ત્રિલોકના દુઃખતણું જ મૂળ, છે કામના ભોગ તણી જ શૂળ; તે ભોગનો રાગ તજી દીઘાથી, ત્રિતાપ છૂટે, ટકતી સમાધિ. ૨૯ અર્થ:- ત્રણેય લોકના દુઃખનું મૂળ પાંચ ઇન્દ્રિયોના વિષય ભોગની કામના છે. તે જ હંમેશાં શૂળ એટલે કાંટાની જેમ ચૂભ્યા કરે છે. તે ઇન્દ્રિય ભોગોનો રાગ તજી દેવાથી આધિ વ્યાધિ ઉપાધિના ત્રણેય તાપ છૂટી જાય છે અને આત્માની સમાધિ એટલે સ્વસ્થતા પણ ટકી રહે છે. રા. તત્કાળ ભોગો રસવર્ણવંત, કિંપાક જેવા પણ દુષ્ટ અંત; સાધુ સમાધિ, તપ ઇચ્છતા જે, પંચેન્દ્રિયાથું ન જરાય રાચે. ૩૦ અર્થ :- ભોગો, કિંપાકફળ જેવા તત્કાળ તો સુન્દર રસવાળા અને રંગબેરંગી વર્ણવાળા ભાસે છે પણ તેનો અંત કિંપાક ફળની જેમ દુ મરણ કરાવનાર છે અર્થાતુ આત્માના ગુણોની ઘાત કરનાર છે. સાધુ પુરુષો જે આત્મ-સમાધિને ઇચ્છે અથવા જે ઇચ્છાઓને રોકી તપ વડે કર્મને તપાવવા ઇચ્છે તે પાંચ ઇન્દ્રિયના ભોગોમાં જરાય પણ રાચતા નથી. //૩૦માં, ઇન્દ્રિય સર્વે વિષયે પ્રવર્તે, ને વિષયો, ઇન્દ્રિય યોગ્ય વર્તે, વ્યાપાર એવો સહજ બને જ્યાં, અપ્રિય કે પ્રિય છૅવો ગણે ત્યાં. ૩૧ અર્થ - સર્વ ઇન્દ્રિયો પોતપોતાના વિષયોમાં પ્રવર્તે છે, અને વિષયો પણ પોતાની ઇન્દ્રિયોને યોગ્ય વર્તન કરે છે. એવો વ્યાપાર પરસ્પર જ્યાં સહેજે બની રહ્યો છે તેને સંસારી જીવો જોઈ, આ મને પ્રિય છે અને આ મને અપ્રિય છે એમ રાગદ્વેષ કર્યા કરે છે. [૩૧] તે રાગ કે દ્વેષથી દુઃખી થાય, દ્રષ્ટાંત તેનાં જગમાં ઘણાંય - રૂપે પતંગો દંપમાં બળે છે, સંગીતથી વ્યાઘ મૃગો છળે છે. ૩૨ અર્થ :- રાગ કે દ્વેષ કરવાથી જીવ દુઃખી થાય છે. તેના દ્રષ્ટાંત જગતમાં ઘણાય છે. જેમ કે રૂપમાં આસક્ત બની પતંગીયા દીપકની જ્વાલામાં બળી મરે છે અને સંગીતના મોહથી આકર્ષાયેલ મૃગોને વ્યાઘ એટલે શિકારી છળથી પકડી લે છે. IT૩૨ાા કો નાગ ઝાલે જડી-બુટ્ટગંધે, જો મત્સ્ય-તાલું રસશુળ વધે, સ્પર્શી મરે છે ઍંડ-મુખ પાડો, હાથી ન જોતો મનદોષખાડો. ૩૩ અર્થ - નાકનો વિષય ગ્રંથ છે. જડીબુટ્ટીના ગંથમાં આસક્ત એવા નાગને કોઈ ઝાલી લે છે. રસનામાં આસક્ત થવાથી મત્સ્ય એટલે માછલાનું તાળવું કાંટાથી વિંઘાઈ જાય છે. સ્પર્શેન્દ્રિયને વશ ઝૂડ-મુખ એટલે મોટા મગર જેવા મુખવાળો પાડો પણ મરણને શરણ થાય છે તેમજ સ્પર્શેન્દ્રિયને વશ થવાથી હાથી પણ બનાવટી હાથણીને જોઈ દોડીને ખાડામાં પડી રીબાઈને પ્રાણ ગુમાવે છે; પણ તેને આ ખાડો છે તે સ્પર્શેન્દ્રિયને વશ ખ્યાલમાં આવતું નથી. [૩૩. નીરાગીને વિષયદુઃખ શાના? લેપાય ના પંકજ પંકમાંના, બીજાં મહાપાપ વિષે તણાય, જે વિષયાસક્તિ વડે હણાય. ૩૪ અર્થ :- નીરાગી પુરુષોને વિષયના દુઃખ શાના હોય? કેમકે જેમ પંકજ એટલે કમલ, પંક એટલે કીચડમાં જન્મવા છતાં પણ તેનાથી લેવાતું નથી. તેમ નીરાગી પુરુષો પણ સદા ઇન્દ્રિય-વિજયી હોવાથી
SR No.009273
Book TitlePragnav Bodh Part 01 - Pages From 001 to 200
Original Sutra AuthorN/A
AuthorBramhachari, Paras Jain
PublisherShrimad Rajchandra Ashram
Publication Year
Total Pages200
LanguageGujarati
ClassificationBook_Gujarati & Rajchandra
File Size97 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy