SearchBrowseAboutContactDonate
Page Preview
Page 138
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૧૮ પ્રજ્ઞાવબોઘ-વિવેચન ભાગ-૧ અર્થ :- શ્રી વીર પરમાત્મા પણ પોતાનું એવું પ્રારબ્ધ જાણી રાજગૃહ નગરમાં આવ્યા. ત્યાં વિપુલાચલ પર્વત ઉપર પ્રભુની પધરામણી થઈ છે એમ જાણી રાજા શ્રેણિક ત્યાં આવી પહોંચ્યા. પછી પ્રભુની પૂજા, સ્તુતિ કરી, બોઘ સાંભળીને પોતાના પૂર્વભવ વિષે પૂછવા લાગ્યા. ત્યારે ગૌતમસ્વામીએ કહ્યું કે પૂર્વે ભીલના ભાવમાં સદ્ઘર્મની વાત શ્રી ગુરુ પાસેથી તમને ભલી મળી હતી. //૫૦ રે! કાગડાનું માંસ મુનિના વચનથી તર્જી ટેકથી કરી દેવ ભવ શ્રેણિક નૃપતિ થાય જો તું વિવેકથી. સાચા પુરુષની સાક્ષીએ કે અલ્પ વ્રત બળ કેટલું? ભલભવ મટાડીને મહાવીર સમ બનાવે તેટલું. ૫૧ અર્થ - તે ભીલના ભાવમાં કાગડાનું માંસ જ્ઞાની મુનિના વચનથી તજી દીધું. તે વ્રત ટેકપૂર્વક પાળવાથી ત્યાંથી મરીને દેવ થઈ હવે શ્રેણિક રાજા થયા. તે ભીલના ભવમાં પણ વ્રત નહીં તોડવાના વિવેકથી આ સ્થિતિને પામ્યા. સાચા જ્ઞાની પુરુષની સાક્ષીએ લીઘેલું અલ્પ પણ વ્રત કેટલું બળવાન છે કે જે ભીલનો ભવ મટાડી જીવને ભગવાન સમાન તીર્થંકર પદ આપી શકે તેટલું બળવાન છે. પલા દર્શનવિશુદ્ધિ આદિ કારણ ભાવના ભાવી ભલી, ચરણે મહાર્વરને વવાશે તીર્થપતિપદ બેંજ વળી. રે! નરકગતિ બાંથી દથી છે, તેથી મારી નરકે જશો; પણ આવતી ચોવીશીમાં તો પ્રથમ તીર્થંકર થશો.” પર અર્થ - દર્શનવિશુદ્ધિ આદિ સોળ તીર્થંકર પદ પ્રાપ્તિની કલ્યાણકારક ભાવનાઓને ભાવી તમે મહાવીર પ્રભુના ચરણકમળમાં તીર્થંકર પદ પ્રાપ્તિના બીજની વાવણી કરશો. રે! આશ્ચર્ય છે કે અજ્ઞાનવશ તમે આ ભવમાં નરકગતિ બાંધી દીધી છે, માટે અહીંથી મરીને નરકે જશો; પણ આવતી ચોવીશીમાં તમે પ્રથમ પદ્મનાભ નામના તીર્થકર થશો. Ifપરા વિહાર બહુ દેશે કરી બહુ જીવને જાગ્રત કર્યા, ચંપાપુરીના બાગમાં અંતે પ્રભુજી ઊતર્યા. એ વર્ષ ત્રીસમું તીર્થનું; ત્યાં યોગ રોથી સ્થિર થયા, દિવાળીએ સૌ કર્મ બાળી વીર પ્રભુ મોક્ષે ગયા. ૫૩ અર્થ – પ્રભુએ અનેક દેશોમાં વિહાર કરીને ઘણા જીવોને મોહનિદ્રામાંથી જાગૃત કર્યા. હવે ચંપાપુરીના બાગમાં, પણ પાઠાંતરમાં સકળકીર્તિકૃત “મહાવીર પુરાણ” અનુસાર પાવાપુરીમાં અંત સમયે પ્રભુએ આવી ઉતારો કર્યો. ભગવંતને કેવળજ્ઞાન પામી તીર્થની સ્થાપના કર્યાને એ ત્રીસમું વર્ષ હતું. ત્યાં હવે મન,વચન, કાયાના યોગને રોથી ભગવંત આત્મધ્યાનમાં સ્થિર થઈ ગયા. દિવાળીના દિવસે સર્વ કમોને બાળી ભસ્મીભૂત કરીને મહાવીર પ્રભુ મોક્ષે પધાર્યા. ભગવાન ગૃહસ્થાવસ્થામાં ત્રીસ વર્ષ, દીક્ષા લઈ છદ્મસ્થ અવસ્થામાં સાડા બાર વર્ષ અને કેવળજ્ઞાન થયા પછી ત્રીસ વર્ષ મળીને કુલ ૭૨ વર્ષ લગભગ આયુષ્ય ભોગવી સિદ્ધ ગતિને પામ્યા. પ૩ી. અગિયાર ગણઘર આપના ને સાતસો વળી કેવળી, ચૌદ હજાર બધા મુનિવરને નમું ભાવે વળી;
SR No.009273
Book TitlePragnav Bodh Part 01 - Pages From 001 to 200
Original Sutra AuthorN/A
AuthorBramhachari, Paras Jain
PublisherShrimad Rajchandra Ashram
Publication Year
Total Pages200
LanguageGujarati
ClassificationBook_Gujarati & Rajchandra
File Size97 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy