SearchBrowseAboutContactDonate
Page Preview
Page 150
Loading...
Download File
Download File
Page Text
________________ ૧ ૩૦ પ્રજ્ઞાવબોઘ-વિવેચન ભાગ-૧ ભવ, તન, ભોગ વિચારતાં ઊપજે જે વૈરાગ્ય, ઉદાસીનતા સેવતાં અર્પે અંતરુ-ત્યાગ. ૨૨ અર્થ :- ભવ એટલે સંસાર, તન એટલે શરીર અને ભોગ એટલે પાંચ ઇન્દ્રિયના વિષયોનો વિચાર કરતાં જીવને વૈરાગ્ય ઉત્પન્ન થાય. તેનાથી પરપદાર્થો પ્રત્યે ઉદાસીનતા આવે છે. તેનું વારંવાર સેવન કરતાં જીવમાં સાચો અંતર ત્યાગ પ્રગટે છે. મારા. દેહદ્રષ્ટિ દૂર થાય તો ભોગ રોગ સમજાય; સંયમસુખ ચાખે ખરું, ભોગી ભૂંડ ભળાય. ૨૩ અર્થ :- દેહમાં આત્મબુદ્ધિ જો દૂર થાય તો પાંચ ઇન્દ્રિયના ભોગ તે રોગ ઉપજાવનાર સમજાય. પાંચ ઇન્દ્રિયો અને છઠ્ઠા મનનો સંયમ કરવાથી જે સુખશાંતિ પ્રાપ્ત થાય છે તેનો ખરેખર સ્વાદ જો જીવ ચાખે તો આ સંસારના ભોગી જીવો તેને ભૂંડ જેવા જણાય. /૨૩ કાદવમાં ક્રીડા કરે, ભૂંડ-ભૂંડણી જેમ, મોહવશે નર, દેવ પણ, ફરે ફુલાયા તેમ. ૨૪ અર્થ - કાદવમાં ક્રીડા કરીને ભૂંડ-ભૂંડણી જેમ પોતાને સુખી માને છે તેમ મોહવશ મનુષ્ય કે દેવ પણ સંસારના કીચડ જેવા તુચ્છ ઇન્દ્રિય ભોગોમાં સુખ માની ફલાઈને ફર્યા કરે છે. ૨૪. દેહ-સ્નેહની નાથથી પશુ સમ નર દોરાય; અધોગતિ જ અસંયમે, સુખ નહિ સત્ય જરાય. ૨૫ અર્થ - દેહ પ્રત્યેના સ્નેહરૂપી નાથમાં સપડાયેલો મનુષ્ય પશુ સમાન વિષયોમાં દોરાય છે. તે વિષય વૃત્તિરૂપ અસંયમ તેને અધોગતિનું જ કારણ થાય છે. તેમાં સાચું સુખ જરા પણ નથી. / રપાઈ સમકિત પશુતા ટાળશે, દેશે શિવ-સુર-સુંખ; ક દવા સમ સંયમે ટળશે ભવનાં દુઃખ. ૨૬ અર્થ :- સમકિત એટલે સુખ આત્મામાં છે એવી સાચી માન્યતા, તે પશુ-વૃત્તિને ટાળશે, અને શિવ એટલે મોક્ષ તથા સુર એટલે દેવતાના સુખોને પણ આપશે. “પશુ ટાળી સુરરૂપ કરે જે, સમકિતને અવદાત રે. એ ગુણ વીર (રાજ) તણો ન વિસારું, સંભારું દિનરાત રે;” કટુ એટલે કડવી દવાનું સેવન જેમ રોગના દુઃખને ટાળે છે તેમ ઇન્દ્રિય સંયમ અને પ્રાણી સંયમનું પાલન કરવાથી સંસારના બધા દુઃખ નાશ પામશે. ||૨૬ાાં સત્ય સંયમે સુખ વસે આત્મસ્થિરતારૂપ; નથી સર્વારથસિદ્ધિમાં એવું સુંખ અનૂપ. ૨૭ અર્થ :- આત્મજ્ઞાન સહિત સાચા સંયમમાં આત્મસ્થિરતાનું જે સુખ અનુભવાય છે તેવું અનુપમ સુખ સર્વાર્થસિદ્ધિ વિમાનમાં રહેનારા એકાવતારી જીવોને પણ નથી. શા જડ, ચલ જગની એંઠથી કંટાળે મતિમાન; સુંદર આત્મ-સ્વરૂપનું ભોગ ભુલાવે ભાન. ૨૮
SR No.009273
Book TitlePragnav Bodh Part 01 - Pages From 001 to 200
Original Sutra AuthorN/A
AuthorBramhachari, Paras Jain
PublisherShrimad Rajchandra Ashram
Publication Year
Total Pages200
LanguageGujarati
ClassificationBook_Gujarati & Rajchandra
File Size97 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy