SearchBrowseAboutContactDonate
Page Preview
Page 151
Loading...
Download File
Download File
Page Text
________________ (૧૩) ચાર સુખશય્યા ૧૩૧ અર્થ - જડ અને ચલાયમાન એવા જગતના એંઠવાડા સમાન ભોગોથી બુદ્ધિમાન જ્ઞાની પુરુષો કંટાળે છે; જ્યારે અજ્ઞાનીને તે જ ભોગો સુંદર એવા આત્મસ્વરૂપના ભાનને પણ ભૂલાવી દે છે. ૨૮ ભોગ અનુકૂળ વિધ્ર છે ભલભલા ભૂંલી જાય, માટે દંરથી તે તજો; જુઓ ઑવન વહી જાય. ૨૯ અર્થ - ઇન્દ્રિયોના ભોગ જીવને અનુકૂળ વિપ્ન સમાન છે. તેમાં ભલભલા જીવો પણ સંયમથી પડી જાય છે. માટે એવા ભોગોને તમે દૂરથી જ તજો. કેમકે ક્ષણભંગુર એવું જીવન ક્ષણે ક્ષણે વિનાશ પામી રહ્યું છે. ર૯ો નર્દીજળ મીઠાં વહ વહી દરિયે ખારાં થાય, જીવન ભોગ વિષે વૃથા જાય, પાપ બંઘાય. ૩૦ અર્થ - નદીનું મીઠું જળ પણ વહેતું વહેતું દરિયામાં ભળી જઈ ખારું થઈ જાય છે તેમ આ અલ્પ જીવન પણ ભોગમાં વપરાઈને વૃથા જાય છે અને વળી ઉપરથી પાપનો બંઘ કરાવે છે. ll૩૦ાા દુખ ભોગવવું ના ગમે, દેહ દુઃખની ખાણ; પરમાનંદ સ્વરૂપનું કરી લે ઓળખાણ. ૩૧ અર્થ – હે જીવ! જો તને દુઃખ ભોગવવું ગમતું ન હોય તો આ દેહ જ દુઃખની ખાણ છે એમ માન. “ખાણ મૂત્રને મળની, રોગ જરાને નિવાસનું થામ; કાયા એવી ગણીને, માન તજીને કર સાર્થક આમ.” -શ્રીમદ્ રાજચંદ્ર જો તને સાચા સુખની કામના હોય તો પરમાનંદમય એવા આત્માની ઓળખાણ કરી લે. ૩૧ાા (૪) ભાન નહીં નિજરૂપનું તેથી ઑવ મૂંઝાય, ઘીરજ દુઃખમાં ના ઘરે, આકુળ-વ્યાકુળ થાય. ૩૨ અર્થ :- હવે ચોથી સુખશયા “થીરજ' છે તે શૈર્યગુણને પ્રગટાવવા બોઘ આપે છે : જીવને પોતાના આત્મસ્વરૂપનું ભાન નથી. તેથી રોગાદિ દુઃખના પ્રસંગોમાં તે મૂંઝાય છે, ઘીરજ ઘરી શકતો નથી અને આકુળ-વ્યાકુળ થાય છે. ઘીરજ કર્તવ્ય છે.......દરેક માણસે આફત અને અડચણોને માટે સદા તત્પર જ રહેવું ઘટે છે. નસીબમાં ગમે તે લખ્યું હોય-સુખ કે દુઃખ-તેની સામા જોવાનો, થવાનો એક જ ઉપાય “સમતા ક્ષમા ઘીરજ’ છે. કદી હિમ્મત હારવી નહીં.” -ઉપદેશામૃત (પૃ.૬૬) I/૩રા. અકળાયે દુખ ના ટળે, કર્મ દયા નહિ ખાય; તો કાયર શાને થવું? ત્યાં જ સમજ પરખાય. ૩૩ અર્થ - ઘીરજ મૂકીને અકળાવાથી કંઈ દુઃખ જતું રહેતું નથી. ઉદયમાં આવેલ કર્મો કંઈ આપણું દુઃખ દેખી દયા ખાતા નથી. તો પછી શા માટે કાયર થઈ પોતાની નબળાઈ જાહેર કરવી? તેમ કરવાથી પોતાની કેટલી સાચી સમજ થયેલ છે તેની પણ પરખ એટલે પરીક્ષા થઈ જાય છે. ૩૩ાા
SR No.009273
Book TitlePragnav Bodh Part 01 - Pages From 001 to 200
Original Sutra AuthorN/A
AuthorBramhachari, Paras Jain
PublisherShrimad Rajchandra Ashram
Publication Year
Total Pages200
LanguageGujarati
ClassificationBook_Gujarati & Rajchandra
File Size97 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy