SearchBrowseAboutContactDonate
Page Preview
Page 102
Loading...
Download File
Download File
Page Text
________________ (૯) મહાવીર દેવ ભાગ-૧ ૮ ૫. મરીને ઘાતકી ખંડના મહાવિદેહ ક્ષેત્રમાં કનકપુખ નામના વિદ્યાઘર રાજાના પુત્રપણે ઉત્પન્ન થયો. ૪શા થરી નામ ૨૦કનકોજ્વલ સુશાસ્ત્રો ભણી સુમેરુ ગિરિ ગયો; ત્યાં મુનિ અવધિજ્ઞાનનો તેને સમાગમ શુભ થયો. તે ઘર્મની પ્રાપ્તિ થવા વંદન કરીને પૂછતો - “મુનિરાજ, ઘર્મસ્વરૂપ શું, ઑવ જેથી મોક્ષે હોંચતો?”૪૮ અર્થ - તેનું નામ કનકોજ્જવલ રાખવામાં આવ્યું. તે સલ્ફાસ્ત્રો ભણ્યો. એકવાર તે સુમેરુ પર્વત પર ગયો હતો ત્યાં પુણ્યયોગે અવધિજ્ઞાની મુનિનો પવિત્ર સમાગમ થયો. ત્યાં ઘર્મની પ્રાપ્તિ થવા અર્થે વંદન કરી મુનિને પૂછવા લાગ્યો કે હે મુનિરાજ ! ઘર્મનું સ્વરૂપ શું? કે જેથી જીવ મોક્ષને પામે છે. ૪૮. હિતકારી વાણી જ્ઞાન મુનિ કરુણા કરીને ઉચ્ચરે: “સુણ બુદ્ધિમાન, સુઘર્મ તે જે ભવ-જળથી ઉદ્ધરે, છે તૃણ સમા જે રંક તે ત્રિલોકપતિ તેથી બને, આ લોકમાં પણ સંપદા પામી પ્રસારે કીર્તિને. ૪૯ અર્થ :- જ્ઞાનીમુનિ પણ કરુણા કરીને આત્માને હિતકારી એવી વાણી કહેવા લાગ્યા કે હે બુદ્ધિમાન! સાંભળ. સાચો ઘર્મ તે છે કે જે સંસારરૂપી જળમાં ડૂબતા પ્રાણીનો ઉદ્ધાર કરે, અથવા તૃણ સમાન રંક જીવો પણ તે ઘર્મના પ્રભાવથી ત્રણે લોકના અધિપતિ બની જાય, તેમજ આ લોકમાં પણ ભૌતિક એવું આત્મિક સંપત્તિ પામીને પોતાની કીર્તિને જગતમાં પ્રસરાવે છે. એવો એ ઘર્મનો મહિમા છે. ||૪૯યા ઉત્તમ પદો જગનાં બઘાં સુંઘર્મ પાળ્યાનાં ફળો, તે ઘર્મ કેવળીએ અહિંસામય કહ્યો છે નિર્મળો; યતિઘર્મ મોક્ષ-ઉપાયફૅપ સર્વાગ યૌવનમાં ઘરો, ને ક્રોઘ કામાદિ અરિ નિર્મળ તપ-શસ્ત્ર કરો.”૫૦ અર્થ :- જગતમાં જે જે જિનેન્દ્ર, ઇન્દ્ર, ચન્દ્ર, નાગેન્દ્ર કે નરેન્દ્ર વગેરેની ઉત્તમ પદવીઓ છે તે બઘા સઘર્મ પાળ્યાનાં જ ફળો છે, તે ઘર્મ શ્રી કેવળી ભગવંતે નિર્મળ એવો અહિંસામય કહ્યો છે. શીધ્ર મોક્ષપ્રાપ્તિના ઉપાયરૂપ યતિઘર્મ એટલે ક્ષમા આદિ દસ લક્ષણરૂપ મુનિઘર્મ ભગવાને ભાખ્યો છે. તે સર્વાગપણે એટલે સંપૂર્ણપણે યૌવન અવસ્થામાં ઘારણ કરવા યોગ્ય છે. તથા તપરૂપ શસ્ત્ર વડે ક્રોઘ કામાદિ શત્રુઓને જડમૂળથી નષ્ટ કરવા યોગ્ય છે. આપણા સુણીવાણી એ ગુણખાણ વિદ્યાઘર વિચારે છે : “અરે! મૃત્યુ ફરે માથા પરે, બહુ બાળને પણ તે હરે! જે ઘર્મ ભૂલે તે બઘા કરી પાપ મૃત્યમુખ પૅરે” તર્જી સંગ સૌ દીક્ષા ઘરી; ઉલ્લાસ બહુ તેના ઉરે. ૫૧ અર્થ - એવી મુનિ ભગવંતની ગુણની ખાણરૂપ વાણી સાંભળીને વિદ્યાઘર કનકોજ્જવલ રાજા વિચારવા લાગ્યો કે અરે ! આ મૃત્યુ તો માથા ઉપર જ ફરે છે. તે તો ઘણા બાળકોને પણ હરી લે છે. જે ઘર્મને ભૂલે છે, તે બધા પાપના પોટલાં બાંધીને મૃત્યુના મુખમાં પેસી દુર્ગતિને સાથે છે. એમ વિચારી સર્વ
SR No.009273
Book TitlePragnav Bodh Part 01 - Pages From 001 to 200
Original Sutra AuthorN/A
AuthorBramhachari, Paras Jain
PublisherShrimad Rajchandra Ashram
Publication Year
Total Pages200
LanguageGujarati
ClassificationBook_Gujarati & Rajchandra
File Size97 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy