________________
પ્રજ્ઞાવબોધ-વિવેચન ભાગ-૧
૮૪
સર્વ ભવોની તેને યાદી આપી તથા આગામી દશમે ભવે તું તીર્થપતિ એટલે તીર્થંકર બનનાર છે એમ મહાવિદેહક્ષેત્રમાં તીર્થંકર ભગવાન પાસે સાંભળીને હું તારા પુણ્યનો ઉછાળો આવવાથી તને ચેતવવા માટે અહીં આવ્યો છું. ૫૪૩||
સાધુ અજિતંજય હવે ઉપદેશ દે કરુણાકરુ : ભવહેતુ આ ચિરકાળનું મિથ્યાત્વ વમ તું આકરું. તું આત્મશુદ્ધિ-હેતુ આ સમ્યક્ત્વ ઘારણ જો કરે, તા તીર્થપતિપદ પાર્મીને ત્રૈલોક્યની વિભૂતિ વરે. ૪૪
અર્થ :– હવે સાધુ અજિતંજય કરુણા કરીને ઉપદેશ આપે છે કે ‘સંસારના હેતુભૂત અનાદિકાળથી ચાલ્યું આવતું આકરું આ મિથ્યાત્વ એટલે વિપરીત શ્રદ્ઘાન તેને તું વમી નાખ. અને આત્માની શુદ્ધિ માટે જો તું સમ્યક્ત્વને ધારણ કરે તો તું તીર્થપતિ પદ પામીને ત્રણ લોકની વિભૂતિનો સ્વામી થઈશ. ।।૪૪।।
સાધક નહીં સૌ હિતનો સમ્યક્ત્વ સમ સદ્ધર્મ કો; મિથ્યાત્વ સમ નહિ પાપ બીજું, કોષ સર્વ અનર્થનો.” સમ્યક્ત્વ સહ વ્રત બાર ને સંન્યાસ પણ તે આદરે, માંસાદિ હિંસાહેતુ તજતાં મરણનો ડર ના ઘરે. ૪૫
અર્થ :— સમ્યક્દર્શન સમાન આત્માનું હિત કરનાર એવું સધર્મનું બીજું કોઈ સાધન નથી. તેમજ
-
સર્વ અનર્થનો કોષ એટલે ભંડાર એવા મિથ્યાત્વ સમાન બીજું કોઈ પાપ નથી. મુનિ ઉપદેશ સાંભળી સિંહ સમ્યક્ત્વ સાથે બાર વ્રતને અંગીકાર કરે છે તથા ભાવથી સંન્યાસ લઈ અનશન પણ લઈ લે છે. માંસાદિને હિંસાના કારણો જાણી તેને છોડી દેતાં મરણનો ડર પણ રાખતો નથી. ।।૪૫।।
મુનિમુખ થકી સદ્ઘર્મરૂપ અમૃતરસ ઝરતો પીને, વિશુદ્ધ મનથી સિંહ મુનિને પરિક્રમા ત્રણ આપીને,
મસ્તક નમાવી વ્રત વિચારી સંયમી ભાવે રહ્યો;
ચિત્રેલ સિંહ સમાન દીસે, બોઘમાં તન્મય થયો. ૪૬
અર્થ - મુનિના મુખકમળથી ઝરતો સદ્ઘર્મરૂપ અમૃતરસ પીને વિશુદ્ધ મનથી સિંહ, મુનિને પરિક્રમા એટલે પ્રદક્ષિણા ત્રણ આપી, મસ્તક નમાવી, વ્રતની ભાવના કરીને સંયમભાવે બોધમાં એવો તન્મય થઈ ગયો કે જાણે ચિત્રમાં ચિત્રેલ સિંહ ન હોય તેવો દેખાવા લાગ્યો. ।।૪૬।।
સુસમાધિ સહ તે સિંહ મરીને સિંહકેતુ સુ૨૯ થયો, ને તીર્થપતિ આદિ તણા ઉપદેશ સુણવા પણ ગયો; યાત્રા પૂજાદિ ભક્તિ સહ સુખ સ્વર્ગનાં પૂરા કરી તે ઘાતકી ખંડે વિદેહે રાજપુત્ર થયો મી. ૪૭
અર્થ :— સમ્યક્ સમાઘિ સાથે મરણ કરીને તે સિંહ, સિંહકેતુ નામનો સૌધર્મ દેવલોકમાં બે સાગરોપમના આયુષ્યવાળો દેવતા થયો. ત્યાંથી તીર્થંકર ભગવાન આદિના ઉપદેશને સાંભળવા પણ ગયો. તીર્થોની યાત્રા, પૂજાઓ, ભક્તિભાવસહ કરતો સ્વર્ગમાં સુખપૂર્વક કાળ નિર્ગમન કરી, આયુષ્ય પૂરું થયે