SearchBrowseAboutContactDonate
Page Preview
Page 166
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રજ્ઞાવોધ-વિવેચન ભાગ-૧ પરમાણુ બહુ દેહ વિષે પેસે, ખરે, પણ આકૃતિ એની એ જ જણાય. જો; એક જ ક્ષેત્રે જીવ-તન ક્ષીર-નીરની ૫૨ે, પણ વિલક્ષણ લક્ષણર્થી ઓળખાય જો. જય૦ ૧૫ અ – નવા નવા ઘણા પુદ્ગલ પરમાણુ આ દેહમાં પેસે છે અને જૂના ખરે છે. છતાં તેની આકૃતિ એની એ જ જણાય છે. એક જ ક્ષેત્રમાં જીવના પ્રદેશો અને શરીરના પુદ્ગલ પરમાણુઓ ક્ષીરનીર એટલે દૂધ અને પાણીની જેમ રહેલા છે, છતાં વિલક્ષણ એટલે અસાધારણ લક્ષણ વડે જીવ અને પુદ્ ગલની ઓળખાણ કરી શકાય છે. જીવનું અસાધારણ લક્ષન્ન જ્ઞાન અને દર્શન છે, તે બીજા કોઈ દ્રવ્યમાં નથી. તેમજ પુદ્ગલનું અસાધારણ લક્ષણ, રૂપ, રસ, ગંધ, સ્પર્શ છે, તે કોઈ બીજા દ્રવ્યમાં નથી. તેથી જીવ અને પુદ્ગલની ભિન્ન ઓળખાણ કરી શકાય છે. ।।૧૫।। અંતર્ર આત્મા તત્ત્વસ્વરૂપને ઓળખે; તેથી ક્યાંથી રાગાર્દિક કરાય જા? ૧૪૬ જગજીવોને શત્રુ-મિત્ર ન તે લખે; જ્ઞાનીને જાણે તે તેવો થાય જો. જય૦ ૧૬ અર્થ ઃ– અંતરાત્મા જીવ અજીવ આદિના તત્ત્વસ્વરૂપને ઓળખે છે. માટે તેનાથી પરપદાર્થમાં રાગાદિક કેમ થાય? તે જગતના જીવોને શત્રુ કે મિત્રરૂપ માનતો નથી. એવા જ્ઞાનીપુરુષના સ્વરૂપને જે જાણે તે પણ તેવો જ થાય છે. ।।૧૬।। બુદ્ધિમાં ના આતમજ્ઞાન વિના બીજું જ્ઞાની ઘારે અધિક સમય હૈં કામ જો; વાણી, કાયાથી વર્તે જો જરૂરનું કામ પડ્યું, પણ મન રાખે નિષ્કામ જો. જય૦ ૧૭ અર્થ :— બુદ્ધિમાં આત્મજ્ઞાન વિના અધિક સમય તક જ્ઞાનીપુરુષો બીજું કોઈ કામ ધારી રાખતા નથી. કોઈ જરૂરનું કામ આવી પડે તો વાણી કે કાયાથી પ્રવર્તે છે. પણ મનને તો નિષ્કામ જ રાખે છે; અર્થાત્ મનને કોઈ બીજા ભાવમાં તન્મય થવા દેતા નથી. “આત્મજ્ઞાન વિના ક્યાંય, ચિત્ત દ્યો ચિરકાળ ના; આત્માર્થે વાી કાયાથી, વર્તી તન્મયતા વિના.'' સમાધિશતક||૧૭ના અંતર્ આત્મા આત્મવિચારે જાગતો, વ્યવહારે વર્તે સુષુપ્ત સમાન જો; જગત-કુશળ ના આત્મરસી પ્રાર્ય થતો, વિષય-કષાયે કે ભૂલી ભાન જો. જય૦ ૧૮ અર્થ :– અંતર્આત્મા સદા આત્મવિચારે જાગૃત રહે છે. તે વ્યવહારમાં સુષુપ્ત એટલે સૂતેલા સમાન વર્તે છે. તેને જગતના મિથ્યા વ્યવહાર કરવામાં રસ નથી. આત્માનો રસિક એવો આ જીવ પ્રાયે જગત વ્યવહારમાં કુશળ થતો નથી. પણ જો સ્વરૂપના ભાનને ઉદયાધીન ભૂલી જાય તો વિષયકષાયના ખાડામાં થઈ પડે છે. “વ્યવહાર સૂતો મૂકે, તો જાગે આત્મ-કાર્યમાં; ચિંતવે વ્યવહારો જે, તે ઊંઘે આત્મ-કાર્યમાં.’’ સમાધિશતક ।।૧૮।। જે દેખાતું રૂપતિ જગમાં બધું, તે ના જાણે કાંઈ, વૃથા વ્યવહાર જો; જાણે તેનું રૂપ ન નજરે આવતું, કોની સાથે વદવું? કર વિચાર જો. જય૦ ૧૯ અર્થ :— જગતમાં જે રૂપસહિત બધું દેખાય છે, તે તો પુદ્ગલ દ્રવ્ય છે. તે જડ છે, તે કંઈ જાણતું : નથી. માટે તેની સાથે વ્યવહાર કરવો તે વૃથા છે. અને જે સર્વને જાણે છે એવો સ્વપર પ્રકાશક આત્મા તેનું
SR No.009273
Book TitlePragnav Bodh Part 01 - Pages From 001 to 200
Original Sutra AuthorN/A
AuthorBramhachari, Paras Jain
PublisherShrimad Rajchandra Ashram
Publication Year
Total Pages200
LanguageGujarati
ClassificationBook_Gujarati & Rajchandra
File Size97 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy