SearchBrowseAboutContactDonate
Page Preview
Page 25
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૦ પ્રજ્ઞાવબોઘ-વિવેચન ભાગ-૧ છે, તેમાં પ્રસન્નતા વ્યાપી રહી છે. તારો ખોળો સ્ત્રીના સંગથી રહિત છે. તારા બે હાથ શસ્ત્ર સંબંઘ વિનાના છે. તારા હાથમાં શસ્ત્ર નથી. આમ તુ જ વીતરાગ જગતમાં દેવ છું.” (વ.પૃ.૬૭૦) મદન ત્રિલોકજિત તેં જીત્યો ઘર વૈરાગ્ય-કમાન, અડગ ધ્યાનશ્રેણી-રથ બેઠા, શમ-દમ-શ્રદ્ધા બાણ. જય દેવ જિનેન્દ્ર મહાન, અહોહો! દેવ જિનેન્દ્ર મહાન. ૧૫ અર્થ :- જે કામદેવે ત્રણેય લોકને જીતી લીધો છે, તે કામદેવને આપે વૈરાગ્યરૂપી કમાન એટલે ઘનુષ્ય વડે તથા અડગ ધ્યાનની ક્ષપકશ્રેણીરૂપ રથ ઉપર આરૂઢ થઈ કષાયનું શમન, ઇન્દ્રિયોનું દમન તથા શાશ્વત શ્રદ્ધારૂપ બાણવડે કરીને જીતી લીધો એવા મહાન જિનેન્દ્ર દેવની જેટલી સ્તુતિ કરીએ તેટલી ઓછી છે. અહોહો! આશ્ચર્યકારક એવા આપના પુરુષાર્થને ઘન્ય છે, ઘન્ય છે. ૧૫ાા સર્વ શત્રુ જીતી નિર્ભય થઈ લો નિજ સુખ અમાન, નિર્વિકારી નીરાગી પ્રભુ, તુજ અનંત દર્શન-જ્ઞાન. જય દેવ જિનેન્દ્ર મહાન, અહોહો! દેવ જિનેન્દ્ર મહાન. ૧૬ અર્થ:- સર્વ કર્મશત્રુઓને જીતી લઈ સદા નિર્ભય બની આપ નિજ એટલે પોતાના આત્મિક સુખના અમાન એટલે અમાપ ભોક્તા બન્યા છો. તથા આપ નિર્વિકારી, નીરાગી અને અનંત દર્શનજ્ઞાનયુક્ત પ્રભુ છો; માટે આપ મહાન જિનેન્દ્ર દેવ છો. આપનો જગતમાં ત્રણેય કાળમાં જયજયકાર હો. [૧૬ાા મોક્ષમાર્ગ-નાયક, ભેદ્યા તેં કર્મપહાડ પ્રઘાન, વિશ્વતત્ત્વના જ્ઞાતા, વંદુ બનવા ગુણ-મણિ-ખાણ. જય અહો!જિનેન્દ્ર મહાન, અહોહો!દેવ જિનેન્દ્ર મહાન. ૧૭ ભાવાર્થ:- આપ મોક્ષ માર્ગ દર્શાવનાર હોવાથી અમારા નાયક એટલે સર્વોપરી નેતા છો. આપે પ્રઘાન એટલે મોટા એવા ઘાતીયા કર્મરૂપી પર્વતોને ભેદી નાખ્યા છે. સકળ વિશ્વમાં રહેલા સર્વ તત્ત્વોના આપ પૂરેપૂરા જ્ઞાતા એટલે જાણનાર છો. માટે હું પણ ગુણરૂપ મણિઓની ખાણ બનવા આપ પ્રભુને ભાવભક્તિ સહિત પ્રણામ કરું છું. “મોક્ષમાર્ચ નેતાજું મેત્તાર કર્મભૂમૃતાં, ज्ञातारं विश्वतत्त्वानां वन्दे तद्गुणलब्धये ।" “મોક્ષમાર્ગના નેતા, કર્મરૂપી પર્વતના ભેરા-ભેદનાર, વિશ્વ એટલે સમગ્ર તત્ત્વના જ્ઞાતા-જાણનાર, તેને તે ગુણોની પ્રાપ્તિ અર્થે વંદું છું.” (વ.પૃ.૬૭૨) ૧૭ના મંગલમય મંગલકારક તુજ વીતરાગ , વિજ્ઞાન, અરિહંતાદિક પદનું કારણ, નમું ઘરી બહુમાન. જય અહો!જિનેન્દ્ર મહાન, અહોહો!દેવ જિનેન્દ્ર મહાન. ૧૮ અર્થ - હે પ્રભુ! આપનું વીતરાગ વિજ્ઞાન મંગળમય છે અને જગતના જીવોને મંગલ એટલે કલ્યાણનું જ કારણ છે. અરિહંત, સિદ્ધ, આચાર્ય, ઉપાધ્યાય અને સાધુ ભગવંતની પદવી પામવાનું મૂળભૂત કારણ વીતરાગ વિજ્ઞાન છે. માટે પ્રભુના બોઘેલા એવા વીતરાગ વિજ્ઞાનને પણ હું બહુમાનપૂર્વક
SR No.009273
Book TitlePragnav Bodh Part 01 - Pages From 001 to 200
Original Sutra AuthorN/A
AuthorBramhachari, Paras Jain
PublisherShrimad Rajchandra Ashram
Publication Year
Total Pages200
LanguageGujarati
ClassificationBook_Gujarati & Rajchandra
File Size97 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy