________________
૧૫ ૨
પ્રજ્ઞાવબોઘ-વિવેચન ભાગ-૧
“જડ ચેતનનો ભિન્ન છે, કેવળ પ્રગટ સ્વભાવ;
એકપણું પામે નહીં, ત્રણે કાળ દ્રય ભાવ.” -શ્રી આત્મસિદ્ધિશાસ્ત્ર એવો જીવ સમ્યગ્દર્શનની યોગ્યતા માટે ત્યાગવૈરાગ્યને વઘારે છે કેમ કે :
“ત્યાગ વિરાગ ન ચિત્તમાં, થાય ને તેને જ્ઞાન.” -શ્રી આત્મસિદ્ધિશાસ્ત્ર ત્યાગ વૈરાગ્ય વઘારીને ગુરુગમ એટલે ગુરુએ આપેલ સમજને યથાર્થ ઘારણ કરી તે જીવ સુદ્રષ્ટિ એટલે સમ્યદ્રષ્ટિવંત બને છે. સમ્યગ્દર્શનની યોગ્યતા મેળવવા શ્રીમદ્જી જણાવે છે કે
કોઈ પણ પ્રકારની આકુળતા વિના વૈરાગ્યભાવનાએ, વીતરાગભાવે, જ્ઞાની વિષે પરમભક્તિભાવે સન્શાસ્ત્રાદિક અને સત્સંગનો પરિચય કરવો હાલ તો યોગ્ય છે.” (વ.પૃ.૩૧૮)
સ્વપ્નમાં પણ જે સમ્યગ્દર્શન એટલે દેહ તે હું નહીં પણ આત્મા છું એવા ભાવને સમ્યક્ વિચારવડે ઘારી રાખે છે પણ દૂષિત કરતા નથી, તે જીવ સમ્યકુભાવમાં સદા રમી સર્વ કર્મ ખપાવીને શિવનારી એટલે મોક્ષરૂપી લક્ષ્મીને પામે છે. એ વિષે શ્રીમદ્જી જણાવે છે –
અજ્ઞાનદશારૂપ સ્વખરૂપયોગે આ જીવ પોતાને, પોતાનાં નહીં એવા બીજાં દ્રવ્યને વિષે સ્વપણે માને છે; અને એ જ માન્યતા તે સંસાર છે, તે જ અજ્ઞાન છે, નરકાદિ ગતિનો હેતુ તે જ છે, તે જ જન્મ છે, મરણ છે અને તે જ દેહ છે, દેહના વિકાર છે, તે જ પુત્ર, તે જ પિતા, તે જ શત્રુ, તે જ મિત્રાદિ ભાવ કલ્પનાના હેતુ છે, અને તેની નિવૃત્તિ થઈ ત્યાં સહજ મોક્ષ છે; અને એ જ નિવૃત્તિને અર્થે સત્સંગ, સપુરુષાદિ સાધન કહ્યાં છે; અને તે સાથન પણ જીવ જો પોતાના પુરુષાર્થને તેમાં ગોપવ્યા સિવાય પ્રવર્તાવે તો જ સિદ્ધ છે. વઘારે શું કહીએ? આટલો જ સંક્ષેપ જીવમાં પરિણામ પામે તો તે સર્વ વ્રત, યમ, નિયમ, જપ, યાત્રા, ભક્તિ, શાસ્ત્રજ્ઞાન આદિ કરી છૂટ્યો એમાં કંઈ સંશય નથી. એ જ વિનંતી.” (વ.પૃ.૪૩૬) I૪.
સમ્યગ્દર્શન શુદ્ધ ઘરે નર તે વર કારણ મોક્ષતણું લે, તેથી ગણાય જ જીવમુક્ત, મહાગુણવંત સુજાણ ગણું તે; તે વીર, ઘન્ય, કૃતાર્થ, મનુષ્ય, સુપંડિત, આર્ય, મુમુક્ષુ, સુદૃષ્ટિ,
જે જડ, ચેતન ભાવ વિચારી, ગણે નિજ જીવન આતમપુષ્ટિ. અર્થ - જે મુમુક્ષુ સમ્યગ્દર્શનને શુદ્ધ રીતે ઘારણ કરે છે તે મોક્ષપ્રાપ્તિના વર એટલે શ્રેષ્ઠ કારણને પામે છે. તેથી તે જીવનમુક્ત ગણાય છે. તે જ મહાગુણવંત અને સુજાણ એટલે જીવાદિ તત્ત્વને સમ્યકુરીતે જાણનારો છે. તે જ વીર ઘન્ય અને કૃતાર્થ છે. તે જ માનવપણાને સમજ્યો છે, તે જ ખરો પંડિત, આર્ય, મુમુક્ષુ કે સુદ્રષ્ટિવાળો જીવ છે કે જે જડ ચેતનભાવને વિચારી પોતાના જીવનને આત્માની પુષ્ટિ અર્થે જ ગાળે છે.
“હે સર્વોત્કૃષ્ટ સુખના હેતુભૂત સમ્યકદર્શન! તને અત્યંત ભક્તિથી નમસ્કાર હો.
આ અનાદિ અનંત સંસારમાં અનંત અનંત જીવો તારા આશ્રય વિના અનંત અનંત દુઃખને અનુભવે છે. તારા પરમાનુગ્રહથી સ્વસ્વરૂપમાં રુચિ થઈ. પરમ વીતરાગ સ્વભાવ પ્રત્યે પરમ નિશ્ચય આવ્યો. કૃતકૃત્ય થવાનો માર્ગ ગ્રહણ થયો.” (વ.પૃ.૮૨૪) //પા
લાભ ત્રિલોકતણો ન અઘિક ગણો યદિ સમ્યગ્દર્શન આવે, રાજ્ય ત્રિલોકતણું છૂટી જાય, જરૂર સુદર્શન મોક્ષ અપાવે;