SearchBrowseAboutContactDonate
Page Preview
Page 13
Loading...
Download File
Download File
Page Text
________________ આદિ પદ્યો પ્રકાશિત થયેલ છે. પરમકૃપાળુદેવને પ્રગટમાં લાવનાર કોણ? એક વાર આશ્રમમાં પરમકૃપાળુદેવના દીકરી પૂ.જવલબહેને પૂજ્યશ્રીજીને પ્રશ્ન કર્યો કે “પરમકૃપાળુદેવને થઈ ગયા બાદ પચાસ વર્ષે ઘર્મની ઉન્નતિ કોણ કરનાર છે? અને તેમને કોણ પ્રગટમાં લાવનાર છે?” ત્યારે પૂજ્યશ્રી બ્રહ્મચારીજીએ જણાવ્યું કે “જે પરમકૃપાળુદેવને ઈશ્વરતુલ્ય માની તેમની ભક્તિમાં જોડાયા છે. બાકીના બઘા તો તેમને પ્રગટમાં લાવનાર ન કહેવાય, પણ ઢાંકનાર કહેવાય.તેઓશ્રીના (પરમકૃપાળુદેવના) વચનો ઉપરથી ગમે તે અર્થ કરી વાત થતી હોય તો પણ પરમકૃપાળુદેવે જણાવ્યું છે કે અમે મહાવીર સ્વામીનું હૃદય શું હતું તે જાણીએ છીએ, તેમ પરમકૃપાળુદેવનું હૃદય શું હતું તે જે જાણે તે જ તેમને પ્રગટમાં લાવી શકે તેમ છે. તેમનું હૃદય, સહેજે ક્યાં સમજાય તેમ છે?” પરમકૃપાળુદેવને શરણે જ જીવન અને તેના શરણે જ મરણ પૂજ્યશ્રી વારંવાર કહેતા કે બીજા શાસ્ત્રો વાંચવા છે તે પણ પરમકૃપાળુ દેવના વચનોને સમજવા માટે. પરમકૃપાળુદેવને સમજવા માટે જ જીવવું છે; પરમકૃપાળુદેવને શરણે જ જીવવું છે, અને પરમકૃપાળુદેવના શરણે જ આ દેહનો ત્યાગ કરવા યોગ્ય છે. - પૂજ્યશ્રી પોતાના દેહોત્સર્ગના આગલા દિવસે સંવત ૨૦૧૦ના કાર્તિક સુદ ૬ના બોઘમાં જણાવે છે કે “હવે તો સમાધિમરણ કરવાનું છે. આપણેય માથે મરણ છે ને?... આપણને પણ મરણ આવવાનું છે. આપણે ગભરાઈ જઈએ તો તે વખતે મરણ બગડી જાય. જે થવાનું છે તે તલભાર આઘુંપાછું થવાનું નથી. આપણા મનને દ્રઢ કરવું. મંત્રમાં ચિત્ત રાખવું. કૃપાળુદેવનું શરણ છોડવા જેવું નથી... જે થવાનું હશે તે થશે, રૂડા રાજને ભજીએ... મહેમાન જેવા છીએ. જેનું આયુષ્ય પૂરું થાય તેને જવું પડે.” | (બોઘામૃત ભાગ-૧, પૃષ્ઠ ૩૩૩, ૩૩૫, ૩૩૬) દરરોજ સવારના પ.પૂ. પ્રભુશ્રીજીના બોઘની પ્રેસ કૉપી તપાસવા તેઓશ્રી ત્રણચાર મુમુક્ષુઓ સાથે બેસતા. કાર્તિક સુદ પના દિવસે તેમણે જણાવ્યું કે હવે તો સાંજે પણ બેસવું છે, જેથી કામ પૂરું થઈ જાય. તે પ્રમાણે સં.૨૦૧૦ના કાર્તિક સુદ સાતમને સાંજના બોઘનું કામ પૂરું કરી, દરરોજની જેમ જંગલ જઈ આવી, હાથ પગ ધોઈ, રાજમંદિરમાં પરમકૃપાળુદેવના ચિત્રપટ આગળ કાયોત્સર્ગધ્યાનમાં ઊભા રહ્યા. તે જ કાયોત્સર્ગ મુદ્રામાં સ્વરૂપમગ્ન બની પરમકૃપાળુદેવના શરણે જ આ નશ્વર દેહનો ત્યાગ કરી તેઓશ્રીએ અપૂર્વ એવું સમાધિમરણ સાધ્યું. પ્રશસ્તિ આવું અપૂર્વ સમાધિમરણ સાઘનાર પૂજ્યશ્રી બ્રહ્મચારીજી આજે દેહઘારી રૂપે વિદ્યમાન નથી. પણ તેઓશ્રીના જીવનમાં વણાઈ ગયેલ પરમકૃપાળુદેવ પ્રત્યેની પરમ ભક્તિની ભાવના તેમના અક્ષરદેવચનો દ્વારા આજે પણ મુમુક્ષુઓને જાગૃત કરે છે; મોક્ષનો અપૂર્વ માર્ગ ચીંઘી કલ્યાણ બક્ષે છે. ઘન્ય છે એવા પવિત્ર પુરુષોના પરમ ઉપકારને કે જેમણે પરમકૃપાળુ સદ્ગુરુ શ્રીમદ્ રાજચંદ્ર પ્રભુનું શરણ અપાવી આપણા આત્માનું અનંત હિત કર્યું. પ્રત્યુપકાર વાળવાને સર્વથા અસમર્થ એવા અમારા આપના ચરણારવિંદમાં કોટિશઃ પ્રણામ હો, પ્રણામ હો. (૧૨)
SR No.009273
Book TitlePragnav Bodh Part 01 - Pages From 001 to 200
Original Sutra AuthorN/A
AuthorBramhachari, Paras Jain
PublisherShrimad Rajchandra Ashram
Publication Year
Total Pages200
LanguageGujarati
ClassificationBook_Gujarati & Rajchandra
File Size97 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy