SearchBrowseAboutContactDonate
Page Preview
Page 153
Loading...
Download File
Download File
Page Text
________________ (૧૩) ચાર સુખશપ્યા ૧ ૩૩ યુદ્ધ-કલા-વિજ્ઞાનમાં જનમન વિજય જણાય, પણ મનને જે વશ કરે તે જ મહાન ગણાય. ૪૦ અર્થ :- યુદ્ધ, કલા કે વિજ્ઞાન વિષયમાં આ કાળમાં ઘણી પ્રગતિ થઈ છે. તેથી મનુષ્યોના મનમાં તે એક પ્રકારનો વિજય જણાય છે. પણ ખરેખર તો જે ઘીરજ રાખી મનને વશ કરે તે જ મહાન વિજયી છે એમ ગણવા યોગ્ય છે. ઉત્તરાધ્યયનસૂત્રમાં નમિરાજ મહર્ષિએ શકેંદ્ર પ્રત્યે એમ કહ્યું કે દશ લાખ સુભટને જીતનાર કંઈક પડ્યા છે, પરંતુ સ્વાત્માને જીતનારા બહુ દુર્લભ છે; અને તે દશ લાખ સુભટને જીતનાર કરતાં અત્યુત્તમ છે. મન જ સર્વોપાર્થિની જન્મદાતા ભૂમિકા છે. મન જ બંઘ અને મોક્ષનું કારણ છે. મન જ સર્વ સંસારની મોહિનીરૂપ છે. એ વશ થતાં આત્મસ્વરૂપને પામવું લેશમાત્ર દુર્લભ નથી.” (વ.પૃ.૧૦૮) I૪૦ના બાહ્ય નિમિત્તો નહિ છતાં મન ઘડતું બહુ ઘાટ, પીંપળપાન સમાન મન ઉપજાવે ઉચાટ.૪૧ અર્થ :- બાહ્ય નિમિત્તો નહિ હોય તો પણ મન અનેક પ્રકારના ઘાટ ઘડતું રહે છે. પીંપળના પાન સમાન હમેશાં ચંચળ રહી તે જીવને ઉચાટ ઉપજાવે છે. અનેક પ્રકારના વિકલ્પો કરાવી તે જીવને દુઃખ આપે છે. ૪૧ાા પરમ પ્રેમ પ્રભુ પર વધ્યે મનબળ ભાંગી જાય, આત્મ-રમણતા રૂપ એ સત્ય થરજ સમજાય. ૪૨ અર્થ - પરમ પ્રેમ પ્રભુ ઉપર વઘવાથી ચંચળ એવા મનનું બળ ભાંગી જાય છે. અને જગતને ભૂલી આત્મસ્વરૂપમાં રમણતા કરવારૂપ સાચી ઘીરજ જીવને સમજાય છે. ૪૨ાા જો, છંવ, ઇચ્છે પરમ પદ, તો ઘીરજ ગુણ ઘાર, શત્રુ-મિત્ર, મણિ-તૃણ ભણી સમદ્રષ્ટિ ઘર સાર. ૪૩ અર્થ - હે જીવ! જો તું પરમ પદ એવા મોક્ષપદને ઇચ્છે છે તો ઘીરજ ગુણને ઘારણ કર. કારણ કે “ધીરજનાં ફળ મીઠાં છે.” સર્વ કર્માનુસાર થઈ રહ્યું છે એમ જાણીને, શત્રુમિત્ર આદિમાં કે મણિમાણિક્ય કે તૃણ વગેરેમાં સમદ્રષ્ટિને ઘારણ કર. ઉદય પ્રમાણે જે બની આવે તે સર્વમાં ઘીરજ રાખી ખમી ખુંદવાનો અભ્યાસ કર. “કષાયનું સ્વરૂપ જ્ઞાની જ જાણે છે. મરણ સમયે કષાય તોફાન મચાવે છે, વેશ્યા બગાડે છે. માટે પહેલો પાઠ શીખવાનો છે. તે એ કે “ઘીરજ.” ઓહો! એ તો હું જાણું છું, એમ નહીં કરવું. ઘીરજ, સમતા અને ક્ષમા–આ ત્રણનો અભ્યાસ વઘારવો. રોગ કે વેદની ખમી ખૂંદવાનો અભ્યાસ કરવો.” -ઉપદેશામૃત (પૃ.૩૫૬) //૪૩ો. ઉપર પોતાનું માનવું, પરલાભે અભિલાષ, ભોગેચ્છા, આકુળતા–દુખશયા ગણ ખાસ. ૪૪ અર્થ - હવે ચાર દુઃખની શય્યા શું છે તેનું વર્ણન કરે છે – પરિગ્રહની મમતાનો ત્યાગ કરી સ્વાનુભવમાં આવવાને બદલે શરીર, ઘન, સ્ત્રી આદિ પરને પોતાના માનવા એ પહેલી દુઃખ શય્યા છે.
SR No.009273
Book TitlePragnav Bodh Part 01 - Pages From 001 to 200
Original Sutra AuthorN/A
AuthorBramhachari, Paras Jain
PublisherShrimad Rajchandra Ashram
Publication Year
Total Pages200
LanguageGujarati
ClassificationBook_Gujarati & Rajchandra
File Size97 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy