SearchBrowseAboutContactDonate
Page Preview
Page 119
Loading...
Download File
Download File
Page Text
________________ (૧૦) મહાવીર દેવ ભાગ-૨ ૧ ૦ ૧ મરડે, ત્યાં થૂકવા પણ જાય નહીં. તેવું જ સર્વ જીવોના દેહમાં ભરેલું છે. એ દુર્ગઘમય સત ઘાતુથી જ બનેલો સર્વનો દેહ છે. તેમાં હે જીવ! તું શું રાગ કરે છે. ૪પાા. સો શરીર નરનારીતણાં છે ચામડે કપડે કૂંડાં, બન્ને કરી ઘો દૂર તો દેખાય કુંડ થકી કૂંડાં. રે! રે! અવિચારે રૃપાળી દેહ માની જીંવ ભમે, દુર્ગથી, ગંદી કેદમાં મુમુક્ષુ જીવો ના રમે. ૪૬ અર્થ - સર્વ નર કે નારીઓના શરીર માત્ર માંખીની પાંખ જેવા ચામડીના પડથી તેમજ ઉપર રંગબેરંગી કપડાંના ઢાંકણ વડે શોભે છે. તે બન્નેને જો દૂર કરી દ્યો તો તે ચામડીઆના કુંડથી પણ વિશેષ ભયંકર બિહામણું લાગશે. રે! રે! આશ્ચર્ય થાય છે કે શરીરનું એવું ખરું સ્વરૂપ હોવા છતાં પણ જીવ અવિચારથી તે દેહને રૂપાળો માની, તેમાં મોહ કરી આ ચારગતિરૂપ સંસારમાં ભમ્યા કરે છે. પણ આવી દુર્ગઘમય ગંદી શરીરરૂપી કેદમાં કે જેમાં આ જીવ કર્મવશ સપડાયેલો છે; તેમાં મુમુક્ષ જીવો મોહવશ રમણતા કરતા નથી. ૪૬ાા. બહુ પુષ્ટ હો કે શુષ્ક હો, પણ દેહ ચેહ વિષે જશે; આ ભોગ રોગ વઘારતાં; તપ જ્ઞાન કેવળ આપશે. બસ, શરીર-સુખ-ઇચ્છા તજી, અપવિત્ર તનથી તપ કરું; રત્નત્રયી-જળ-સ્નાનથી વર મોક્ષ-હેતું આદરું. ૪૭ અર્થ :- આ શરીર બહુ પુષ્ટ હો કે સૂકાઈ ગયેલું હો પણ અંતે તો તે ચેહ એટલે મડદા માટે ખડકેલી ચિતાને વિષે બળીને ભસ્મ થશે. તેમજ શરીરથી ભોગવાતા ભોગો પણ રોગની વૃદ્ધિનું કારણ છે. પણ આજ શરીર વડે જો હું તપ કરું તો તે મને કેવળજ્ઞાનને આપશે. માટે બસ, હવે આ શરીર સુખની ઇચ્છાને તજી દઈ અપવિત્ર એવા શરીર વડે માત્ર ઇચ્છા રોથનરૂપ તપ કરું; અને મોક્ષના હેતુરૂપ શ્રેષ્ઠ રત્નત્રયી એવા સમ્યદર્શન, જ્ઞાન, ચારિત્રરૂપી જળમાં સ્નાન કરીને મારા આત્માને સંપૂર્ણ શુદ્ધ કરું. I૪૭ના હવે સાતમી આસ્રવભાવના વિચારે છે : આ રાગ-રોષાદિ ઘણાં છિદ્રો વડે ઑવનાવમાં, પાણી સમો છે કર્મ-આસ્રવ, જો ન જીવ-સ્વભાવમાં; જ્ઞાનાદિથી તે છિદ્ર જે રૂંઘે ન, તે ભવમાં ભમે, બહુ આકરાં તપ છો તપે પણ શિવ-સુખમાં ના રમે. ૪૮ અર્થ :- આ જીવરૂપી નાવમાં રાગદ્વેષાદિરૂપ ઘણા છિદ્રોવડે પાણી સમાન કમનો આસ્રવ થઈ રહ્યો છે, જો જીવ સ્વભાવમાં નથી તો. સમ્યકજ્ઞાન દર્શનચારિત્રવડે તે રાગદ્વેષાદિરૂપ છિદ્રોને રૂંઘશે નહીં તે જીવ આ સંસારમાં જ ભમ્યા કરશે. તે ભલેને ઘણા આકરા તપ તપે પણ મોક્ષસુખની રમણતાને પામશે નહીં. [૪૮ાા હવે આઠમી સંવરભાવનાનું ચિંતવન કરે છે : વ્રત ગુપ્તિથી જો વર્તતા મુનિ જ્ઞાન-ધ્યાન ઉપાયમાં તો કર્મ-આસ્રવ-દ્વાર રૂંધ્ય, સ્વછૂંપ-સંવર થાય ત્યાં;
SR No.009273
Book TitlePragnav Bodh Part 01 - Pages From 001 to 200
Original Sutra AuthorN/A
AuthorBramhachari, Paras Jain
PublisherShrimad Rajchandra Ashram
Publication Year
Total Pages200
LanguageGujarati
ClassificationBook_Gujarati & Rajchandra
File Size97 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy