SearchBrowseAboutContactDonate
Page Preview
Page 99
Loading...
Download File
Download File
Page Text
________________ ૮ ૨ પ્રજ્ઞાવબોઘ-વિવેચન ભાગ-૧ ત્રિપુટના વિયોગથી બળભદ્ર વૈરાગી બને, મુનિપદ ઘરી તપ-ધ્યાનથી તે સર્વ કર્મોને હણે; તે મોક્ષપદવી પામિયા, જ્યાં જ્ઞાન–વીર્ય-અનંતતા બાઘારહિત ત્રિકાળ ત્યાં છે આત્મ-પરમાનંદતા. ૩૫ અર્થ - ત્રિપૃષ્ટ વાસુદેવનું મરણ થવાથી વિયોગ દુઃખે બળભદ્ર વૈરાગ્ય પામી મુનિવૃત ઘારણ કરી તપ અને ધ્યાનથી સર્વ કર્મોને હણી મોક્ષપદવીને પામ્યા, કે જ્યાં જ્ઞાન, દર્શન, સુખ અને વીર્યની અનંતતા છે. તથા જ્યાં બાઘા પીડારહિત ત્રણે કાળ આત્માની પરમાનંદતા જ છે. [૩પ બે ભાઈમાં ગતિભેદ પાડે કર્મશત્રુ જો, અરે! અગણિત વર્ષો નરક-દુઃખે જાય, રીબી, આખરે વનિસિંહ ગિરિ ઉપરે તે સિંહ રૂપે અવતરે, હિંસાદિ પાપે સિંહ મરી, ફર નરકખાડે૧૭ ઊતરે. ૩૬ અર્થ - બળદેવ અને વાસુદેવ એ બે ભાઈઓમાં ગતિભેદ પાડનાર ખરેખર કર્મ શત્રુ છે. બળદેવ સ્વર્ગે ગયા અને ત્રિપૃષ્ટ વાસુદેવ અગણિત વર્ષો સુધી સાતમી નરકના દુઃખો ભોગવી રીબાઈને, આખરે આયુષ્ય પૂર્ણ થતાં–જંબુદ્વીપના ભરતક્ષેત્રમાં ગંગાનદીના તટ પાસેના વનિસિંહ નામના પર્વત ઉપર સિંહરૂપે અવતર્યો. ત્યાં પણ હિંસાદિ તીવ્ર પાપો કરી મરીને પાછો પહેલી રત્નપ્રભા નામની નરકમાં જઈ પડ્યો. ત્યાં એક સાગરોપમ સુથી ભયંકર દુઃખો ભોગવ્યા. /૩૬ાાં ત્યાંથી ફેંટી આ ભરતના હિમવાન પર્વત ઉપરે, તે સિંહ બની વિકરાળ રૂપે કુરતા કરતો ફરે. મૃગ મારીને ખાતો હતો, ચારણ મુનિ ત્યાં આવિયા, આકાશથી ઊતરી મુનિ પથ્થર ઉપર બિરાજિયા. ૩૭ અર્થ - તે પહેલી નરકમાંથી નિકળી આજ જંબુદ્વીપની પૂર્વ દિશામાં આવેલ ભરતક્ષેત્રના હિમવાન પર્વત ઉપર ફરી સિંહ બની વિકરાળરૂપે ક્રૂરતા કરતો ફરે છે. તે એકવાર હરણને મારી ખાતો હતો. ત્યાં આકાશમાર્ગે જતાં પરમદયાળ એવા ચારણમુનિ ત્યાં આવ્યા. તે મુનિ આકાશથી ઊતરી પત્થર પર બિરાજમાન થયા. ૩શા. શ્રી તીર્થપતિ શ્રીઘર કને વિદેહમાં મુનિએ સુણી હતી વાત કે હિમવાન પર વસનાર સિંહ મહાગુણી; તે તે જ ભરતે તીર્થપતિ ચોવીસમા, દશમે ભવે, નામે મહાર્વર અવતરી બહુ તારશે જીવો હવે. ૩૮ અર્થ :- શ્રી તીર્થકર શ્રીઘર જિન પાસે મહાવિદેહક્ષેત્રમાં આ મુનિએ વાત સાંભળી હતી કે હિમવાન પર્વત ઉપર વસનાર સિંહ મહાગુણવાન જીવ છે.તે તેજ ભરત ક્ષેત્રમાં આજથી દશમા ભવે ચોવીસમા તીર્થંકર મહાવીર નામે અવતરીને ઘણા જીવોને તારશે. ૩૮. તેથી સ્મૃતિ ભવ પૂર્વની આપવા મુનિ બોલતાઃ “હે!ભવ્ય મૃગપતિ, શબ્દ સુણ, તુજ હિતપડદા ખોલતા,
SR No.009273
Book TitlePragnav Bodh Part 01 - Pages From 001 to 200
Original Sutra AuthorN/A
AuthorBramhachari, Paras Jain
PublisherShrimad Rajchandra Ashram
Publication Year
Total Pages200
LanguageGujarati
ClassificationBook_Gujarati & Rajchandra
File Size97 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy