SearchBrowseAboutContactDonate
Page Preview
Page 66
Loading...
Download File
Download File
Page Text
________________ ૫ ૦. પ્રજ્ઞાવબોઘ-વિવેચન ભાગ-૧ વગેરેના સુવિચારો અથવા દુઃખી પ્રત્યે ઉપકાર કરવો વગેરે પુણ્યના પ્રકારો છે તે સત્કૃત થકી સમજાય છે. માટે અહોહો! આ સત્કૃતનો ઉપકાર તો જીવનમાં કદી ભુલાય તેમ નથી. શા સન્શાસ્ત્રો સાધુના નેત્રો મોક્ષમાર્ગ જોવાને; શાસ્ત્રયોગ” સત્રદ્ધાળુને પ્રમાદમળ ટળવાને અહોહો.૮ અર્થ – સાધુપુરુષોને પણ મોક્ષમાર્ગ જોવા માટે સન્શાસ્ત્રો તે દિવ્ય નેત્ર સમાન છે. તેનાથી ત્રણે લોકમાં રહેલા પદાર્થો જણાય છે. શું કરવાથી નરકે જવાય? શું કરવાથી સ્વર્ગે જવાય? તિર્યંચ કેવા ભાવ કરવાથી થાય? વગેરે બધુ સલ્લાસ્ત્ર જણાવે છે. તેમ સસ્ત્રદ્ધાળુ જીવને સન્શાસ્ત્રનો યોગ થવો તે તેના પ્રમાદરૂપી મળ ટાળવાને માટે સત્ સાઘનરૂપ છે. “જેવી રીતે અંઘકારવાળા મહેલમાં, હાથમાં દીવો લઈ બઘા પદાર્થો આપણે જોઈએ છીએ, તેવી રીતે ત્રિભુવનરૂપ મંદિરમાં પ્રવચનરૂપી દીવાવડે સૂક્ષ્મ, પૂલ, મૂર્તિક કે અમૂર્તિક પદાર્થોને દેખીએ છીએ. પ્રવચનરૂપી નેત્રવડે મુનિશ્વર ચેતન આદિ ગુણવાળા સર્વ દ્રવ્યોનું અવલોકન કરે છે.” (સમાધિસોપાન પૃ.૨૩૩) //ટા ગુરુગમ વિણ સૌ શાસ્ત્રો શસ્ત્રો, અપાત્રને દુઃખદાયી, સુપાત્રને આઘાર પરમ છે ગુરુ-વિરહે સુખદાયી અહોહો૦૯ અર્થ :- ગુરુગમ વગર સૌ શાસ્ત્ર શસ્ત્રરૂપ છે. “ગમ પડ્યા વિના આગમ અનર્થકારક થઈ પડે છે” (વ.પૃ.૨૨૧) અપાત્ર જીવને તે દુઃખદાયી છે. પણ સુપાત્ર જીવને તે પરમ આઘારરૂપ છે. તે શાસ્ત્રોને સદ્ ગુરુના વિરહમાં પ્રત્યક્ષ સત્પરુષ તુલ્ય જાણી વાંચતા પરમ સુખના આપનાર સિદ્ધ થયા છે. પ્રત્યક્ષ સદ્ગુરુ યોગ નહીં, ત્યાં આઘાર સુપાત્ર” -શ્રીમદ્ રાજચંદ્ર અહોહો! સત્કૃતનો ઉપકાર તો કંઈ કહ્યો જાય એમ નથી કે જે શ્રી સદ્ગુરુ ભગવંતના વિરહમાં પણ સદ્ગુરુનો બોઘ આપવા સમર્થ છે. Inલા સજ્જન સાથે અતિ નિર્જરા સત્કૃતના સ્વાધ્યાયે, ઘર્મધ્યાનનું કારણ સત્કૃત ચઢતા અધ્યવસાયે-અહોહો.૧૦. અર્થ :- સજ્જન પુરુષો સત્કૃતના સ્વાધ્યાયથી ચઢતા અધ્યવસાયે એટલે ચઢતા પરિણામથી અત્યંત નિર્જરાને સાથે છે. સદ્ભૂત એ ઘર્મધ્યાનનું પ્રબળ કારણ છે. છઠ્ઠા ગુણસ્થાનકે ઘર્મધ્યાન મધ્યમ છે. જ્યારે સાતમા ગુણસ્થાનકે ઘર્મધ્યાનની ઉત્કૃષ્ટતા છે. ||૧૦ના શુક્લ ધ્યાનમાં પણ આલંબન કેવળજ્ઞાન સુધી તે, સન્શાસ્ત્રોને કેમ વિસારે હિત-ઇચ્છક સું-ઘી જે? અહોહો. ૧૧ અર્થ :- આઠમા ગુણસ્થાનથી શુક્લધ્યાનની શરૂઆત છે. તે શુક્લધ્યાનમાં પણ સત્કૃતનું આલંબન છે, અને તે છેક બારમા ગુણસ્થાનના અંત સુધી જ્યાં કેવળજ્ઞાન પ્રગટે છે ત્યાં સુધી સત્કૃતના આશયનો આઘાર છે. માટે પોતાના હિત-ઇચ્છક એવા સુ-ઘી એટલે સમ્યક્ છે બુદ્ધિ જેની એવા આરાઘનો સન્શાસ્ત્રોને કેમ ભૂલે? ન જ ભૂલે. અહોહો! કેવળજ્ઞાન પ્રગટવા સુઘી પણ જેની જરૂર છે એવા શાસ્ત્રોનો અમારા ઉપર પરમ ઉપકાર છે. બારમે ગુણસ્થાનકે વર્તતા આત્માને નિદિધ્યાસનરૂપ ધ્યાનમાં શ્રુતજ્ઞાન એટલે મુખ્ય એવાં જ્ઞાનીનાં વચનોનો આશય ત્યાં આઘારભૂત છે, એવું પ્રમાણ જિનમાર્ગને વિષે વારંવાર કહ્યું છે.” (વ.પૃ.૪૫૫) ૧૧ાા
SR No.009273
Book TitlePragnav Bodh Part 01 - Pages From 001 to 200
Original Sutra AuthorN/A
AuthorBramhachari, Paras Jain
PublisherShrimad Rajchandra Ashram
Publication Year
Total Pages200
LanguageGujarati
ClassificationBook_Gujarati & Rajchandra
File Size97 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy