SearchBrowseAboutContactDonate
Page Preview
Page 65
Loading...
Download File
Download File
Page Text
________________ (૭) સન્શાસ્ત્રનો ઉપકાર ૪ ૯ “શાંતરસનું જેમાં મુખ્યપણું છે, શાંતરસના હેતુએ જેનો સમસ્ત ઉપદેશ છે. સર્વે રસ શાંતરસગર્ભિત જેમાં વર્ણવ્યા છે, એવાં શાસ્ત્રનો પરિચય તે સત્કૃતનો પરિચય છે.” (વ.પૃ.૬૧૮) //રા ત્રિવિઘ તાપથી બળતા જગને સદ્ભુત શાંતિ આપે, શાંત હૃદયના ઉગારો તે કળિયળ સર્વે કાપે અહોહો.૩ અર્થ :- આધિ, વ્યાધિ, ઉપાધિરૂપ ત્રિવિઘ તાપથી બળતા જગતના જીવોને સત્કૃત પરમ શાંતિ આપનાર છે. તે સત્કૃત મહાપુરુષોના શાંત હૃદયના ઉદ્ગારો છે. તેથી સંસારી જીવોના સર્વે કળિયળને એટલે પાપરૂપ મળને કાપવા સમર્થ છે. અહોહો! સત્કૃતનો અમારા ઉપર પરમ ઉપકાર છે. ગાયા સંસાર વાસના ઉરમાં જેને તે શું સત્ય જણાવે? અસંસારગત વાણી સુણ જે તે સંસાર હણાવે –અહોહો ૪ અર્થ :- જેના હૃદયમાં સંસારની વાસનાઓ ઊભરાઈ રહી છે એવા વાસિતબોઘવાલા નામઘારી ગુરુઓ તે અમને શું સત્ય તત્ત્વ જણાવી શકે? પણ જેનો સંસારભાવ નાશ પામી ગયો છે એવા મહાપુરુષોની વાણી સાંભળવાથી જ અમારો સંસારભાવ હણી શકાય; એ જ એનો સાચો ઉપાય છે. “અસંસારગત વાણીનો અસ્વચ્છંદ પરિણામે જ્યારે આઘાર પ્રાપ્ત થાય છે ત્યારે તે સંસારનો આકાર-નિરાકારતાને પ્રાપ્ત થતો જાય છે.” (વ.પૃ.૩૬૩) I/૪ મહામોહથી મીઠા લાગે જગજીવોને ભોગો, કલ્પિત કથા મોહીં જન જોડે; અપથ્ય વઘારે રોગો –અહોહો૦૫ અર્થ - મહામોહ એટલે દર્શનમોહના કારણે જગતવાસી જીવોને પાંચ ઇન્દ્રિયના વિષયભોગ મીઠા લાગે છે. તેમાં વળી મોહી પુરુષો કલ્પિત કથાઓને જોડી તે મોહમાં વિશેષ વૃદ્ધિ થાય તેમ કરે છે. જેમ અપથ્ય ભોજન કરવાથી રોગોની વૃદ્ધિ થાય છે તેમ મોહવાલી કલ્પિત કથાઓ વાંચવાથી જીવોનો મોહરૂપી રોગ વિશેષ વૃદ્ધિ પામે છે. શ્રી બનારસીદાસે શૃંગારરસનો ગ્રંથ લખ્યો હતો પણ સમયસાર વાંચતા તે ખોટો લાગવાથી નદીમાં પઘરાવી દીધો. “નાગ ડસ્યો તબ જાનીઓ, રુચિકર નીમ ચવાય; મોહ ડસ્યો તબ જાનીઓ, જિનવાણી ન સુહાય.”ાપા રત્નદીપ જઈ લાવેલો નર રત્નો જનને આપે; તેમ જ્ઞાનીજન શબ્દરન દઈ દુઃખ-દારિદ્રો કાપે અહોહો.૬ અર્થ - રત્નદ્વીપમાં જઈને રત્નો લાવેલો મનુષ્ય જેમ બીજાને રત્નો આપે તેમ જ્ઞાની પુરુષો શબ્દરત્ન એટલે બોઘરૂપી બહુમૂલ્ય રત્નો દઈને જીવોના દુઃખ દારિદ્રને કાપે છે. સત્પરુષો દ્વારા આપેલી એક એક શિખામણ તે બહુમૂલ્યવાન રત્નો કરતાં પણ વિશેષ છે. કેમકે રત્ન તો એક ભવના દુઃખને કાપે પણ સાચી સમજ તો અનંત ભવનાં અનંત દુઃખને કાપવા સમર્થ છે. કા. જગમાં જે જે શુભ આચારો, સુવિચારો, ઉપકારો, તે સત્કૃત થકી સમજી લો અનેક પુણ્યપ્રકારો –અહોહો૦૭ અર્થ :- જગતમાં પ્રચલિત જે મુનિ કે ગૃહસ્થના શુભ આચાર તથા વિષય કષાય ખરાબ છે.
SR No.009273
Book TitlePragnav Bodh Part 01 - Pages From 001 to 200
Original Sutra AuthorN/A
AuthorBramhachari, Paras Jain
PublisherShrimad Rajchandra Ashram
Publication Year
Total Pages200
LanguageGujarati
ClassificationBook_Gujarati & Rajchandra
File Size97 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy