SearchBrowseAboutContactDonate
Page Preview
Page 96
Loading...
Download File
Download File
Page Text
________________ (૯) મહાવીર દેવ ભાગ-૧ અર્થ - રાજા વિશાખભૂતિ તેમજ યુવરાજ વિશ્વનંદીએ દીક્ષા લીધી. તેથી હવે રાજ્ય વિશાખનંદીના હાથમાં આવ્યું. પણ આ રાજાનો પુત્ર વ્યસની નીકળ્યો. તે પોતાનું સર્વ રાજ્ય ખોઈ નાખી કોઈ રાજાનો દૂત બનીને મથુરા નગરીમાં આવેલો હતો. ત્યાં એક વેશ્યાના મકાનમાં છત ઉપર બેઠો હતો. તે વખતે મુનિ વિશ્વનંદી ઘોર તપ કરતા હતા, તેમને ત્યાં થઈને જતા જોયા અને ઓળખ્યા. રરા સૂકું શરીર મડદા સમું શક્તિ વિનાનું લઈ ફરે, ગોવત્સના ઘક્કા વડે પડતા દીઠા રસ્તા પરે; તે દુષ્ટ હાંસીમાં કહેઃ “બળ સ્તંભ-તોડ, બતાવ રે! એ ક્યાં ગયું બળ આકરું? દુર્બળ દીસે તન સાવ રે.” ૨૩ અર્થ - વિશ્વનંદી તપશ્ચર્યાને કારણે સૂકું થઈ ગયેલ શરીરને મડદા સમ શક્તિ વગરનું લઈને ફરે છે. ગાયના વાછરડાના ઘક્કા માત્રથી રસ્તા પર પડતા તેમને જોઈ દુષ્ટ એવો વિશાખનંદી હાંસીમાં બોલી ઊઠ્યો કે હવે તારું થાંભલા તોડ આકરું બળ ક્યાં ગયું? બતાવ. હવે તો તારું શરીર સાવ દુર્બળ થઈ ગયું જણાય છે. રા . મુનિ માનવશ ક્રોધે ભરાયા લાલ નેત્રે ઉચ્ચરે : હાંસીતણું ફળ ચાખશે મુજ તપબળે તું આખરે.” સર્વસ્વ તારું હું હરું” એવું નિદાન કરી મરે. નિદાન સંતો નિંદતા, દે દુર્ગતિ, તપ સૌ હરે. ૨૪ અર્થ :- મુનિ વિશ્વનંદી પણ માનવશ ક્રોધે ભરાઈ લાલ નેત્ર કરીને કહેવા લાગ્યા કે “અરે મારી હાંસી કરવાનું ફળ તું મારા તપબળે આખરે ચાખીશ.’ ‘તારું સર્વસ્વ હું હરણ કરનાર થાઉં.' એવું નિદાન મનમાં કરીને આયુષ્યપૂર્ણ થયે સ્વર્ગે ગયા. માટે સંતપુરુષો નિદાન કરવાના ભાવને નિંદે છે કે જે કાલાન્તરે પણ દુર્ગતિના ફળનું કારણ થાય છે. તેમજ કરેલ સર્વ તપને નષ્ટ કરનાર નિવડે છે. ૨૪ તે દેહ તર્જીને દેવલોકેશ૩ દેવરૂપે વિલસે; વિશાખભૂતિ પણ તે જ સ્વર્ગે શુદ્ધ તપબળથી વસે. વિશાખભૈતિનો જીવ પોદનપુરમાં પછી અવતરે નરપતિ ઘરે, બળરામપદ સહ વિજય નામે ઊછરે. ૨૫ અર્થ - ત્યાંથી વિશ્વનંદી મુનિ દેહ છોડી મહાશુક્ર નામના સાતમા દેવલોકમાં ૧૬ સાગરોપમના આયુષ્યવાળા દેવતા થયા. વિશાખભૂતિ પણ તે જ દેવલોકમાં શુદ્ધ તપના બળથી આવીને વસ્યો. દેવલોકમાંથી ચ્યવીને વિશાખભૂતિનો જીવ પોદનપુરમાં રાજાને ઘેર અવતર્યો. ત્યાં તેમનું નામ વિજય રાખવામાં આવ્યું તથા બળરામપદને ઘારણ કર્યું. રપાા જીંવ વિશ્વનંદીનો થયો લઘુભાઈ વિજયનો હવે, ત્યાં પ્રથમ હરિરૂપે સુખો *ત્રિપૃષ્ટ નામે ભોગવે; કરનાર મુનિની મશ્કરી તે દુષ્ટ દુઃખે બહુ ભમી, અતિ પુણ્યયોગ વડે થયો વિદ્યાઘરેશ પરાક્રમી. ૨૬ અર્થ - વિશ્વનંદીનો જીવ પણ દેવલોકમાંથી આવી હવે વિજયનો નાનો ભાઈ થયો. ત્યાં પ્રથમ
SR No.009273
Book TitlePragnav Bodh Part 01 - Pages From 001 to 200
Original Sutra AuthorN/A
AuthorBramhachari, Paras Jain
PublisherShrimad Rajchandra Ashram
Publication Year
Total Pages200
LanguageGujarati
ClassificationBook_Gujarati & Rajchandra
File Size97 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy