SearchBrowseAboutContactDonate
Page Preview
Page 44
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૮ પ્રજ્ઞાવબોઘ-વિવેચન ભાગ-૧ સમજ્યો નથી; તેથી જિન આજ્ઞાને પણ કાંઈ ભાવપૂર્વક મેં પાળી નથી. ૩૯ાા એમ ચિંતવી ઘર્મનું આરાઘન ઉર ઘાર, સ્વ-દયા’ તો ત્યારે પળે, જ્યાં જાગે સુવિચાર. ૪૦ અર્થ :- એમ પોતાની પતિત સ્થિતિનું ચિંતન કરી ઘર્મના આરાઘનને હૃદયમાં ઘારણ કરે ત્યારે સુવિચારદશા જાગૃત થાય છે. અને તેથી “સ્વદયા” જે ભગવંતે કહી તે પાળી શકાય છે. “ “ત્રીજી સ્વદયા - આ આત્મા અનાદિકાળથી મિથ્યાત્વથી ગ્રહાયો છે, તત્ત્વ પામતો નથી, જિનાજ્ઞા પાળી શકતો નથી એમ ચિંતવી ઘર્મમાં પ્રવેશ કરવો તે “સ્વદયા.” ” I૪૦ના સગુરુના ઉપદેશથી સૂક્ષ્મ વિવેકી થાય, સ્વઑપનવિચારે પ્રગટતી “સ્વઑપદયા’ સુખદાય. ૪૧ અર્થ :- “સદગુરુના બોઘથી વિચારવું કે મારું ખરું સ્વરૂપ શું છે? હું દેહથી ભિન્ન આત્મા છું. મારા ગુણો જ્ઞાનદર્શન છે. તે મારું જ્ઞાન નિર્મળ કેમ થાય? એમ દ્રવ્ય, ગુણ પર્યાયના વિચારથી તે સૂક્ષ્મ વિવેકવાળો થાય છે.” તેથી આવી સ્વરૂપ વિચારદશા પ્રગટતા સુખદાયક એવી “સ્વરૂપ દયા’નો ઉદય થાય છે. અને જ્યાં સ્વઆત્માની દયા આવી ત્યાં ‘પદયા” તો હોય જ છે. સ્વદયા રાખનાર જીવ પરજીવને હણે નહીં. પાંચમી સ્વરૂપદયા-સૂક્ષ્મ વિવેકથી સ્વરૂપવિચારણા કરવી તે ‘સ્વરૂપદયા.'”II૪૧ના શિષ્યદોષ કાંટા સમા, ઉખાડવા ગુરુરાજ, કઠિન વચન ભોંકે કદી ઊંડી સોય સમ આજ; ૪ર અર્થ :- શિષ્યના કાંટા જેવા દોષોને ઉખેડી નાખવા શ્રી ગુરુરાજ ઊંડી સોય ભોંકવા સમાન કઠિન વચન કહે. તે પણ શિષ્યના ભલા માટે છે. જેમ પગમાં કાંટો વાગ્યો હોય તો ઊંડી સોય નાખીને પણ કાંટો કાઢીએ છીએ તેમ. II૪રા તોય અયોગ્ય ગણાય ના, દયામૂલ પરિણામ, તે “અનુબંઘ દયા’ કહી, શિષ્યહિતનું કામ.૪૩ અર્થ :- તો પણ શ્રી ગુરુના વચન અયોગ્ય ગણાય નહીં. કેમકે કઠોર વચનના ભાવમાં પણ દયાનું મૂલ રહેલું છે. તેથી તે શિષ્યના કલ્યાણનું જ કારણ હોવાથી તેને “અનુબંધદયા’ કહી છે. “છઠ્ઠી અનુબંઘદયા – ગુરુ કે શિક્ષક શિષ્યને કડવા કથનથી ઉપદેશ આપે એ દેખાવમાં તો અયોગ્ય લાગે છે, પરંતુ પરિણામે કરુણાનું કારણ છે, એનું નામ “અનુબંઘદયા”.” (વ.પૃ. ૬૪) શુદ્ધ સાધ્ય ઉપયોગમાં રહે એકતાભાવ, અભેદ ઉપયોગે ગણો “નિશ્ચયદયા’ પ્રભાવ.૪૪ અર્થ :- સદ્ગુરુએ જે શુદ્ધ સ્વરૂપ કહ્યું અને પ્રગટ કર્યું, તે શુદ્ધ સ્વરૂપ જ સાઘવા યોગ્ય છે. અને એ જ મારું સ્વરૂપ છે. અર્થાત્ સદ્ગુરુના સ્વરૂપમાં અને મારા સ્વરૂપમાં કંઈ ભેદ નથી એમ વિચારવું તે એકતાભાવ અને સમ્યકજ્ઞાન-દર્શન–ચારિત્રમય આત્મામાં લીનતા કરવી તે અભેદ ઉપયોગ તેને ‘નિશ્ચય દયા'નું સ્વરૂપ જાણવું. “આઠમી નિશ્ચયદયા – શુદ્ધ સાધ્ય ઉપયોગમાં એકતાભાવ અને અભેદ ઉપયોગ તે “નિશ્ચયદયા'.” (વ.પૃ.૬૪)
SR No.009273
Book TitlePragnav Bodh Part 01 - Pages From 001 to 200
Original Sutra AuthorN/A
AuthorBramhachari, Paras Jain
PublisherShrimad Rajchandra Ashram
Publication Year
Total Pages200
LanguageGujarati
ClassificationBook_Gujarati & Rajchandra
File Size97 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy