SearchBrowseAboutContactDonate
Page Preview
Page 176
Loading...
Download File
Download File
Page Text
________________ ૧ ૫ ૬ પ્રજ્ઞાવબોઘ-વિવેચન ભાગ-૧ અર્થ - નિર્મળતા, સ્થિરતા આદિ ગુણોથી ગણીએ તો સમ્યગ્દર્શનના ત્રણ ભેદ થાય છે. તે ઉપશમ, ક્ષયોપશમ અને ક્ષાયિક સમ્યગ્દર્શન છે. આત્માની પ્રતીતિ એટલે શ્રદ્ધા તો ત્રણેય સમકિતમાં છે. પણ તેમાં ક્ષાયિક સમ્યગ્દર્શન નામનો ભેદ તો આત્માને બહુ બળ આપે છે. તેને ઘારણ કરનારની આત્મપ્રતીતિ કદી જતી નથી. સમ્યગ્દર્શન અંશથી સિદ્ધપણાને પ્રગટ કરે છે. અર્થાત્ સિદ્ધ ભગવંતો કેવું સુખ અનુભવે છે તેનો અંશ અનુભવ કરાવે છે. કેમકે “સર્વ ગુણાંશ તે સમકિત.' એમ કહ્યું છે. આત્માના સુખનો અનુભવ થયે તેમાં સદા રહેવાની રૂચિ ઉત્પન્ન થાય છે. અને તે જ જીવને મોક્ષની સન્મુખ કરે છે. ક્ષયોપશમ સમ્યગ્દર્શનમાં મલિનપણે આત્માની પ્રતીતિ છે. કેમકે ત્યાં સમકિત મોહનીયનો ઉદય હોય છે. વળી વેદક નામનું પણ સમ્યગ્દર્શન છે, જે ક્ષાયિક સમ્યગ્દર્શન થતાં પહેલાં અલ્પ પુદ્ગલનું જ્યાં વેદવું રહ્યું છે તેને કહેવાય છે. “નિજ સ્વભાવજ્ઞાનમાં કેવળ ઉપયોગે, તન્મયાકાર, સહજસ્વભાવે, નિર્વિકલ્પપણે આત્મા પરિણમે તે “કેવળજ્ઞાન” છે. તથારૂપ પ્રતીતિપણે પરિણમે તે “સમ્યકત્વ” છે. નિરંતર તે પ્રતીતિ વર્યા કરે તે “ક્ષાયિકસમ્યકત્વ” કહીએ છીએ. ક્વચિત્ મંદ, ક્વચિત્ તીવ્ર, ક્વચિત્ વિસર્જન, ક્વચિત્ સ્મરણરૂપ એમ પ્રતીતિ રહે તેને “ક્ષયોપશમ સમ્યકત્વ' કહીએ છીએ. તે પ્રતીતિને સત્તાગત આવરણ ઉદય આવ્યાં નથી; ત્યાં સુધી “ઉપશમ સમ્યકત્વ' કહીએ છીએ. આત્માને આવરણ ઉદય આવે ત્યારે તે પ્રતીતિથી પડી જાય છે, તેને “સાસ્વાદન સમ્યકત્વ” કહીએ છીએ. અત્યંત પ્રતીતિ થવાના યોગમાં સત્તાગત અલ્પ પુગલનું વેદવું જ્યાં રહ્યું છે, તેને ‘વેદક સમ્યકત્વ' કહીએ છીએ. તથારૂપ પ્રતીતિ થયે અન્યભાવ સંબંઘી અહંમમત્વાદિ, હર્ષ, શોક, ક્રમે કરી ક્ષય થાય.” (વ.પૃ.૭૨૦) I/૧૪ો. કાળ ઘણો રહી ક્ષાયિક રુચિ બને; કર્દી કર્મ-કુસંગથી ભૂલે, તો ભટકે ભવમાં પણ આખર ક્ષાયિક દૃચિથી કૈવલ્ય તે લે; ઔપશમિક સમ્યકત્વ ટકે નહિ બે ઘડીયે, પણ નિર્મળ સારું, થાય ક્ષયોપથમિક કદાચિત, ભ્રાંતિ વિષે પણ તે પડનારું. અર્થ :- ક્ષયોપશમ સમકિત ઘણા કાળ સુધી એટલે છાસઠ સાગરોપમ સુધી પણ રહી શકે છે. તેમાંથી ક્ષાયિક સમ્યગ્દર્શન થઈ શકે છે. પણ કર્મના કુસંગથી જો કદી જીવ સ્વભાવને ભૂલી જાય અને સમકિતને વમી નાખે તો ફરીથી સંસારની ચાર ગતિઓમાં ભટકવા લાગે છે. છતાં પણ આખરે ક્ષાયિક સમ્યગ્દર્શન પામી તે જીવ કૈવલ્યજ્ઞાનને પ્રાપ્ત કરે છે. ઔપશમિક સમ્યગ્દર્શન બે ઘડી એટલે અડતાલીસ મિનિટ સુધી પણ ટકી શકતું નથી, પણ તેની નિર્મળતા સારી છે. કારણ ત્યાં દર્શન મોહનીય કર્મની સાતેય પ્રકૃતિ ઉપશમ પામેલી છે, એકનો પણ ત્યાં ઉદય નથી. બે ઘડીની અંદર ઔપથમિક સમ્યકત્વમાંથી કાંતો તે ક્ષયોપથમિક સમ્યકત્વમાં આવે છે અથવા ફરી તે આત્મભ્રાંતિને પામી મિથ્યાત્વમાં ચાલ્યો જાય છે. ૧૫ા. સમ્યગ્દર્શન નિશ્ચયથી ક્ષણ એક કદી ઑવ પામી જશે જે, પુદ્ગલ અર્થ પરાવર્તને પણ નિયમથી ગણ સિદ્ધ થશે તે; એ જ અલૌકિક ભાવ સુથર્મતણો દૃઢ રંગ કદી નહિ છૂટે, નામ કહો બીજ ભક્તતણું, ન અનંત જુગો ભમતાં ય વછૂટે. અર્થ :- સમ્યગ્દર્શને નિશ્ચથી એટલે આત્માનુભવરૂપે એક ક્ષણ માત્ર પણ એટલે રાઈનો દાણો
SR No.009273
Book TitlePragnav Bodh Part 01 - Pages From 001 to 200
Original Sutra AuthorN/A
AuthorBramhachari, Paras Jain
PublisherShrimad Rajchandra Ashram
Publication Year
Total Pages200
LanguageGujarati
ClassificationBook_Gujarati & Rajchandra
File Size97 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy