SearchBrowseAboutContactDonate
Page Preview
Page 177
Loading...
Download File
Download File
Page Text
________________ (૧૬) સમ્યગ્દર્શન ૧૫૭ ગાયના શીંગડા પર ટકે તેટલી વાર પણ જે જીવ પામી જશે તે નિયમથી કેવળજ્ઞાનને પામશે. ઉપદેશછાયા'માં આ વિષે શ્રીમદ્જી જણાવે છે કે : સમકિતને ખરેખરું વિચારે તો નવમે સમયે કેવલજ્ઞાન થાય; નહીં તો એક ભવમાં કેવળજ્ઞાન થાય; છેવટે પંદરમે ભવે કેવળજ્ઞાન થાય જ. માટે સમકિત સર્વોત્કૃષ્ટ છે.” (વ.પૃ.૭૨૨) તે પવિત્ર દર્શન થયા પછી ગમે તે વર્તન હો, પરંતુ તેને તીવ્ર બંધન નથી. અનંત સંસાર નથી, સોળ ભવ નથી, અત્યંતર દુઃખ નથી, શંકાનું નિમિત્ત નથી, અંતરંગ મોહિની નથી, સત્ સત્ નિરુપમ, સર્વોત્તમ શુક્લ, શીતળ, અમૃતમય દર્શનજ્ઞાન; સમ્યક જ્યોતિર્મય, ચિરકાળ આનંદની પ્રાપ્તિ, અદ્ભુત સસ્વરૂપદર્શિતાની બલિહારી છે! જ્યાં મતભેદ નથી; જ્યાં શંકા, કંખા, વિડિગિચ્છા, મૂઢદ્રષ્ટિ એમાંનું કાંઈ નથી. છે તે કલમ લખી શકતી નથી, કથન કહી શકતું નથી, મન જેને મનન કરી શકતું નથી. છે તે.” (વ.પૃ.૨૦૬) જો કદી જીવ સમ્યગ્દર્શનને વમી નાખે અર્થાતુ છોડી દે તો પણ તે ફરીથી આત્મજાગૃતિ પામી અદ્ધપુદ્ગલ પરાવર્તનમાં તો સિદ્ધ ગતિને પામશે જ એવો નિયમ છે. સમ્યદર્શનનો ભાવ તે અલૌકિક ભાવ છે. એ આવે સમ્યક આત્મઘર્મનો દ્રઢ રંગ કદી છૂટતો નથી. નવપદજીની પૂજામાં શ્રી યશોવિજયજી મહારાજ જણાવે છે કે : સમ્યગ્દર્શન તેહ નમી જે, જિન ઘર્મે દ્રઢ રંગ રે, ભવિકા સિદ્ધચક્ર પદ વંદો.”-પૂજાસંચય (પૃ.૧૭૪) તે સમ્યકત્વને ભક્તતણું બીજ કહો અર્થાત્ આ સમકિતનું બીજ જો ભક્તના હૃદયમાં રોપાઈ ગયું એટલે કે તેને એકવાર જો આત્માનો અનુભવ થઈ ગયો અને કદાચ મોહવશ તે સમકિતને વમી નાખી અનંત યુગો સુથી સંસારમાં ભટકે તો પણ તે બીજ તેના અંતરમાંથી જતું નથી. કારણ કે તે જીવના મોહનીય કર્મના હવે ત્રણ ટુકડા થઈ ગયા. ફરીથી કદી તે અનાદિ મિથ્યાત્વી થવાનો નથી. તે ત્રણ ટૂકડા મિથ્યામોહનીય મિશ્રમોહનીય અને સમકિત મોહનીયરૂપે ગણાય છે. જ્ઞાન બે પ્રકારનાં છે - એક બીજભૂત જ્ઞાન; અને બીજું વૃક્ષભૂત જ્ઞાન. પ્રતીતિએ બન્ને સરખાં છે; તેમાં ભેદ નથી. વૃક્ષભૂત જ્ઞાન, કેવળ નિરાવરણ થાય ત્યારે તે જ ભવે મોક્ષ થાય; અને બીજભૂત જ્ઞાન થાય ત્યારે છેવટે પંદર ભવે મોક્ષ થાય.” (વ.પૃ.૭૦૮) /૧૬ સમ્યદ્રષ્ટિ જ સાહસ આ કરતા ડરતા નહિ જો જગ ડોલે, તેમ પડે નભથી કદી વજ ચઢે જનનાં મન તો ચગડોળે. નિર્ભય સમ્યગ્વષ્ટિ સદા, ભય મૃત્યુ તણો ઉરમાં નહિ ઘારે; જ્ઞાનશરીર અવધ્ય સદા ગણ નિજ અનુભવને ન વિસારે. અર્થ - જે સમ્યદ્રષ્ટિ હોય છે તે જ આ સાહસ કરે છે કે આખું જગત ડોલવા લાગે અર્થાત્ પ્રલયકાળ આવી જાય તો પણ તે ડરતા નથી. કદાચ નભ એટલે આકાશમાંથી વજ પડે તો મનુષ્યોના મન તો ચગડોળે ચઢી ચક્કર ખાવા લાગી જાય, પણ સમ્યવ્રુષ્ટિ તો તે સમયે પણ નિર્ભય હોય છે, કેમકે તેમના હૃદયમાં મૃત્યુનો ભય હોતો નથી. તે તો આત્માના જ્ઞાનરૂપી શરીરને અવધ્ય જાણી અર્થાત્ આત્માને કોઈ છેદી ભેદી શકે નહીં એમ જાણી, પોતાને થયેલા આત્મ અનુભવને તે કદી ભૂલતા નથી. ||૧૭ી. પ્રાણ ફૂંટ્યાથી કહે જન મૃત્યુ, છતાં જીવ ચેતન-પ્રાણથી જીવે; જ્ઞાન જ ચેતનરૂપ સદા, નહિ જ્ઞાનપ્રકાશ હણાય કદીયે.
SR No.009273
Book TitlePragnav Bodh Part 01 - Pages From 001 to 200
Original Sutra AuthorN/A
AuthorBramhachari, Paras Jain
PublisherShrimad Rajchandra Ashram
Publication Year
Total Pages200
LanguageGujarati
ClassificationBook_Gujarati & Rajchandra
File Size97 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy