SearchBrowseAboutContactDonate
Page Preview
Page 187
Loading...
Download File
Download File
Page Text
________________ (૧૬) સમ્યગ્દર્શન ૧ ૬૭ બહાર ઉદ્યાનમાં મહાવીર ભગવાન પધાર્યા છે. તેના ખબર સુદર્શન શ્રાવકે સાંભળ્યા. તેથી ભગવાનના વચનામૃત સાંભળવાની ઇચ્છા થવાથી માતાપિતાને કહ્યું કે હું ભગવાનને વાંદવા જાઉં છું. માતાપિતાએ કહ્યું ત્યાં જવાથી અનમાળીનો ઉપસર્ગ થશે. તે સાંભળી સુદર્શન બોલ્યા કે ભગવાનનો ઉપદેશ સાંભળ્યા પછી જ હું બહાર પાણી કરીશ, તે પહેલાં કરું નહીં. એ પ્રમાણે કહી માતાપિતાની રજા લઈને ભગવાનના દર્શન કરવા ગયા. ત્યાં રસ્તામાં અર્જુનમાળી મારવા માટે આવ્યો. તે વખતે સુદર્શન શ્રાવક સાગાર અનશન કરીને કાયોત્સર્ગમાં ઊભા રહ્યા. તેમના પ્રભાવે અર્જાનમાળીમાંથી યક્ષ નીકળીને ચાલ્યો ગયો. પછી અર્જુન માળીએ પણ સુદર્શન શ્રાવક સાથે ભગવાન પાસે આવી ઉપદેશ સાંભળ્યો. તેથી વૈરાગ્ય પામી અર્જાનમાળીએ દીક્ષા ગ્રહણ કરી. તેમ હમેશાં ભગવાનના ઉપદેશ સાંભળવાની ઇચ્છા રાખવી તે સમ્યગ્દર્શનનું પહેલું લિંગ છે. બીજા લિંગ તે ભગવંતે ઉપદેશેલ ગૃહસ્થઘર્મ કે મુનિઘર્મ પ્રત્યે સભાવ થવો તે. એ વિષે દ્રષ્ટાંતઃ ચિલાતીપુત્રનું દ્રષ્ટાંત - ઘર્મપ્રાપ્તિની રુચિ. ચિલાતી પુત્રના હાથમાં કાપેલ મસ્તક હોવા છતાં જંગલમાં કાયોત્સર્ગ ધ્યાનમાં ઊભેલા ચારણમુનિને જોઈ કહ્યું કે મુંડા મોક્ષ આપ, નહીં તો આ સ્ત્રીના મસ્તકની જેમ તારું મસ્તક પણ છેદી નાખીશ. મુનિએ યોગ્ય જીવ જાણી તેને ઉપશમ વિવેક અને સંવર એમ ત્રણ શબ્દો આપ્યા. ટૂંકામાં ત્રણ શબ્દોમાં આખો ચારિત્રઘર્મ આપ્યો. એ ત્રણે શબ્દોના વિચાર કરતાં, મુનિની જેમ કાયોત્સર્ગમાં ઊભા રહ્યા. આખું શરીર રૂધિરથી ખરડાઈ ગયેલું હોવાથી કીડીઓએ આખા શરીરને ચારણી જેવું કરી દીધું. અઢી દિવસમાં તે મહાવેદનાને સમતાભાવે સહન કરી તે ભાવમુનિ આઠમા સહસ્ત્રાર દેવલોકમાં દેવતા થયા. એમ રત્નત્રયરૂપ ઘર્મ પ્રત્યે અત્યંત પ્રીતિ ઊપજવી તે સમકિતનું ઘર્મરાગરૂપ બીજાં લિંગ ગણાય છે. ત્રીજાં શુભ લિંગ તે આળસ છોડીને સદ્ગુરુદેવની સેવા કરવાનો ભાવ ઊપજવો તે. આ વિષે દ્રષ્ટાંત – જ્ઞાની મુનિ ભગવંતની સેવા કરવારૂપ ત્રીજા લિંગ વિષે – નંદીષેણ મુનિનું દ્રષ્ટાંત - સેવા કરવાનો ઉત્કૃષ્ટ ભાવ. નંદિષેણ બ્રાહ્મણપુત્ર કદરૂપો હોવાથી કોઈ તેને પુત્રી આપતું નહીં. તેના મામાની આઠ પુત્રીઓએ પણ ના કહેવાથી તેને બહુ દુ:ખ થયું. તેથી જંગલમાં જઈ પર્વત ઉપરથી પડી મરી જવા તૈયાર થયો. ત્યાં મુનિ ભગવંત મળ્યા. તેમના ઉપદેશથી વૈરાગ્ય પામી દીક્ષા ગ્રહણ કરી. વિનયપૂર્વક શાસ્ત્રોનો અભ્યાસ કરી ગીતાર્થ થયો. પછી એવો અભિગ્રહ લીધો કે છઠ્ઠ તપ કરીને પારણાને દિવસે વૃદ્ધ, ગ્લાન, બાળમુનિની વૈયાવૃત્ય કરીને પછી આયંબિલ કરવું. દેવે પણ એમની પરીક્ષા કરી. તો પણ સેવા કરવામાં ગ્લાનીભાવ લાવ્યો નહીં. પણ મુનિને કેમ શાંતિ થાય તેવા ઉપાય જ કરવા લાગ્યો. તે જોઈ દેવ પ્રગટ થઈ તેમને વંદન કર્યા. દેવલોકમાં પણ ઇન્દ્ર એમની વૈયાવૃત્યની પ્રશંસા કરી, તે સમ્યગ્દર્શનનું ત્રીજું લિંગ કહેવાય છે. આ ત્રણે શુભ લિંગ સમ્યગ્દષ્ટિના છે. દશ પ્રકારે વિનય વિનયના દશ ભેદ સુણોઃ “અરિહંત વિદેહીની જિનપ્રતિમા, "આગમ, “ઘર્મ, મુનિ, સૂરિ, વાચક, સંઘ અને સમકિત મહિમા. હવે સમકિતને સૂચવનાર એવા વિનયના કુલ દસ ભેદ છે તે સાંભળો. અરિહંત ભગવંતનો વિનય કરવો, વિદેહી એટલે સિદ્ધ પરમાત્માનો, જિનેશ્વર પ્રભુની પ્રતિમાનો, આગમ ગ્રંથોનો, વીતરાગ ઘર્મનો,
SR No.009273
Book TitlePragnav Bodh Part 01 - Pages From 001 to 200
Original Sutra AuthorN/A
AuthorBramhachari, Paras Jain
PublisherShrimad Rajchandra Ashram
Publication Year
Total Pages200
LanguageGujarati
ClassificationBook_Gujarati & Rajchandra
File Size97 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy