Book Title: Yogalakshana Dvantrinshika
Author(s): Yashovijay Upadhyay, Pravinchandra K Mota
Publisher: Gitarth Ganga

View full book text
Previous | Next

Page 11
________________ યોગલક્ષણદ્વાત્રિંશિકા/પ્રસ્તાવના પ્રણિધાનાદિ પાંચ પ્રકારના આશયોમાંથી કોઈપણ આશય ક્રિયાકાળમાં વર્તતો હોય તો (૧) પુણ્યાનુબંધીપુણ્યનો ઉપચય થાય છે જે વિશેષ પ્રકારની ધર્મક્રિયા કરવાને અનુકૂળ સામગ્રી અપાવવામાં સહાયક બને છે અને (૨) જ્ઞાનાવરણીયાદિ ચાર ઘાતિકર્મોનો હ્રાસ થવાથી થયેલી નિર્મળતા જીવને મોક્ષને અનુકૂળ એવી ઉપર ઉપરની ક્રિયાની નિષ્પત્તિમાં કારણ બને છે. ૨ વળી, ચરમપુદ્ગલ પરાવર્તમાં જ યોગનો સંભવ છે; કેમ કે જીવમાં વર્તતું ભવ્યત્વ ત્યારે જ સમ્યક્ પ્રયત્નથી મોક્ષરૂપ ફળરૂપે પરિણમન પામે છે. જેમ ઘીનો અર્થી દૂધ આદિમાં ઉચિત પ્રયત્ન કરે તો ઘીની પ્રાપ્તિ થાય. ઇત્યાદિ દૃષ્ટાંતથી જણાવેલ છે. ‘હું ભવ્ય છું કે નહીં’ તેનો નિર્ણય પાના નં. ૭ ઉપરથી આપણે સ્વયં કરી શકીએ. આવી ઘણી સુંદર વાતો આ દ્વાત્રિંશિકામાં ઉપલબ્ધ થાય છે. જિનાગમમાં બતાવેલ યોગનાં લક્ષણોને જાણી, સામર્થ્ય હોય તો જૈનેતર યોગલક્ષણની પણ પરીક્ષા કરી, જીવનમાં યોગમાર્ગ આરાધી, મોક્ષ મેળવવા માટે ઉદ્યમવંત થઈ, પ્રાપ્ત થયેલ યોગમાર્ગ દ્વારા અનંત સુખના સ્વામી બનીએ એ જ અભ્યર્થના. યોગમાર્ગસંદર્શક ગુરુવર્યોની સતત વરસતી દિવ્ય કૃપાવૃષ્ટિ અને નિર્મળ અમીદ્રષ્ટિથી મારામાં યોગમાર્ગમર્મજ્ઞ અને મને યોગમાર્ગનો બોધ કરાવવામાં ધર્મબાંધકર એવા સ્વ. પ. પૂ. શ્રી મોહજિતવિજયજી મહારાજાએ (મોટા પંડિત મહારાજા) જ્ઞાનયોગની સાધનાની રુચિ જગાડેલી હતી જ. તેમાં મારું જંઘાબળ ક્ષીણ થતાં મારે અમદાવાદ મુકામે સ્થિરવાસ કરવાનું થયું. ત્યાં સૂક્ષ્મપ્રજ્ઞાસંપન્ન, સતત યોગગ્રંથોના પઠન-પાઠનમાં રત, પંડિતવર્ય શ્રી પ્રવીણભાઈ પાસે ૫. પૂ. હરિભદ્રસૂરીશ્વરજી મહારાજા અને પ.પૂ. ઉપા. યશોવિજયજી મહારાજાના સંવેગવર્ધક યોગગ્રંથોનું અધ્યયન કરતાં કરતાં તેમની પ્રેરણા અને કૃપાથી, મને તેઓશ્રી જૈનશાસનના જ્ઞાનનિધિને અજવાળીને જે યોગમાર્ગને જગત સમક્ષ વહેતો મૂકવાનું કાર્ય કરી રહ્યા છે, તે ગ્રંથોના શબ્દશઃ વિવેચનનું લેખનકાર્ય કરી તેની સંકલના કરવાની પુણ્ય તક પ્રાપ્ત થઈ, જેના કારણે મારી નાદુરસ્ત તબિયતમાં પણ પ્રસન્નતા જળવાઈ રહી. ખરેખર, મારા જીવનમાં ચિત્તની Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 ... 114